Monthly Archives: મે 2020

તબીબી પ્રેક્ટિસ – ધનસુખલાલ મહેતા

[ ધોરણ 10 ના પાઠયપુસ્તકમાંથી આ વ્યંગરચના સાભાર લેવામાં આવી છે. વાંચીને આપ પણ કહેશો કે આને કહેવાય માર્કેટિંગ !! ]

મારો એક લંગોટિયો મિત્ર મારી સાથે જ ડૉકટર થયો. ગામમાં હમણાં એ બહુ ધીકતી પ્રેકટિસ ધરાવે છે એટલે એ ગામનું ખરું નામ તેમજ એનું ખરું નામ આપી શકતો નથી. ગામને હું નવાપુરા કહું છું અને એ ડૉકટરનું નામ જીતુભાઈ. મારું નામ તો નાનાભાઈ છે જ. નવાપુરામાં જીતુભાઈ બહુ મોટી આશાએ ગયેલો અને ડૉકટર તરીકે એના વિદ્યાર્થીજીવનમાં એ ઘણો ચંચળ, બાહોશ અને ખંતીલો એથી એનું ભવિષ્ય અમે ઊજળું જ ભાખેલું – અપટુડેટ ડિસ્પેન્સરી બનાવવામાં એણે ખરચો પણ સારો કર્યો. જીતુભાઈ અને એની તરતની પરણેલી પત્ની નવાપુરા ગયાં અને હું મુંબઈમાં જ એક મોટી ઈસ્પિતાલમાં આસિસ્ટન્ટ તરીકે, વધારે અનુભવ લેવા અને બને તો, એમ.ડી.નું કરવા રહી ગયેલો. પત્રવ્યવહાર ચલાવવામાં બંન્ને પક્ષ આળસુ એટલે ખાસ પત્રોની આપ-લે થતી નહિ.

અચાનક જીતુભાઈનો પત્ર આવ્યો. નવાપુરામાં ત્રણેક દાકતરોએ બરાબર અડ્ડો જમાવેલો, એમાં જીતુભાઈનું ગાડું જરા પણ ગબડ્યું નહોતું. આમ ને આમ ક્યાં સુધી ગાંઠનો ખીચડો ખાઈને પ્રેક્ટિસ ચાલુ રાખવી એ મહા ગંભીર પ્રશ્નની ચર્ચા કરવા અએ ધણી-ધણિયાણીએ મને એકાદ બે દિવસ ત્યાં બોલાવ્યો હતો. તે સમય મને રજા મળવામાં એવી અગવડ જેવું હતું નહિ, એથી હું તરત જ નવાપુરા પહોંચી ગયો. જીતુભાઈ પાસે પિતાના પૈસા સારા હતા એટલે ભીખ માગવા જેવી પરિસ્થિતિ હતી જ નહિ, પણ આમ ને આમ વગર પ્રેક્ટિસે ત્યાં બેસી રહેવામાં માણસ કટાઈ જાય અને સ્વમાન જેવું કશું રહે જ નહિ એટલે જ આ વિષયે ગંભીર સ્વરૂપ લીધું હતું.

અમે ત્રણ જણા રાતના જમીને ચર્ચા કરવા બેઠાં. ગરીબ દર્દીઓને મફત દવા આપવાનો નુસખો એણે અજમાવી જોયો હતો પણ તેમાં નિષ્ફળતા જ વરી હતી. ગરીબો પણ જીતુભાઈને બારણે ચઢતાં ન હતાં. ચર્ચા હાસ્ય અને કરુણા વચ્ચે ઝોલાં ખાતી આવતી હતી. ‘ભાઈ, રસ્તામાં તેલ-ચીકણું તલ રાતે રેડ જેથી કોઈ લપસીને ટાંટિયો ભાંગે તો તેમાંથી રોજી પણ નીકળે અને તું એને સારો કરી આપે એવી કીર્તિ પણ મળે !’ મેં કહ્યું.
‘મારી ખાતરી છે કે એમ કરું તો પણ પેલો પોતાનો ટાંટિયો સમો કરાવવા પેલા ત્રણ દાકતરોમાંથી એકની કને જ જાય. ચીકણા તેલના પૈસા મારા તો છૂટી જ પડે.’ જીતુભાઈએ હસતાં-હસતાં જવાબ વાળ્યો.

બીજા ઘણા પ્રશ્નો ચર્ચાયા. જાહેર ભાષણો – વૈદ્યકીય વિષય સંબંધે કરવાનું મેં સૂચવ્યું. જવાબમાં મેં સાંભળ્યું કે અત્યાર સુધીમાં જીતુભાઈએ ત્રણ ડઝન ભાષણો કર્યા હતાં. છેવટેનાં ભાષણોમાં ત્રણચાર શ્રોતાઓની હાજરી રહી. રમતગમતની કલબમાં પણ જીતુભાઈએ આગળ પડતો ભાગ લીધેલો અને નાની-નાની ક્રિકેટ મૅચોમાં પોતે રમીને બૅટિંગ અને બોલિંગમાં સારી રમત બતાવી હતી. પણ એમની આ ક્ષેત્રમાં મેળવેલ કીર્તિ એમને દાકતરી ક્ષેત્રની કમાણી અપાવી શકી નહિ.

આખરે વાતો કરતાં-કરતાં અમે એક યોજના ઘડી કાઢી. મારા જુવાનીના જીવનમાં મેં કાંઈકાંઈ વ્યવહારુ મશ્કરીઓ કરેલી અને કાંઈકાંઈ ધિંગાણાં કરેલાં, એટલે મારી પ્રકૃતિને માફક આવે તેવો માર્ગ મેં સૂચવ્યો, અને જીતુભાઈએ કમને તે સ્વીકાર્યો. મેં મુંબઈ લખીને થોડીક રજા વધારે મંગાવી. મારો પોશાક મેં બદલી નાખ્યો અને એક નાની હોટલમાં હું રહેવા ચાલ્યો ગયો; જીતુભાઈને હું ઓળખતો જ ન હતો એવો મેં દેખાવ કર્યો.

ગામને પાદર નદી અને નદી આગળ એક નાનો બાગ. બાગની પાળી ઉપર હું બેઠોબેઠો નદીનાં ઊંડા પાણી જોઈ રહ્યો હતો. આસપાસ સારા પ્રમાણમાં માણસો ફરતાં હતાં. અચાનક મને ચક્કર આવ્યાં અને હું ધબાક કરતો પાણીમાં પડ્યો. પાછળ સુભાગ્યે એક માણસ પણ પાણીમાં પડ્યો. તરવામાં હું ઉસ્તાદ હતો, એટલે પેલા ભલા માણસને હું સારી રીતે થકવી શક્યો, પણ પછી બેભાનાવસ્થામાં હું એને શરણે થયો.

માણસ મને કિનારે લાવ્યો. માણસોની ઠઠ જામી ગઈ. પોણી મીંચાયેલી આંખથી હું જીતુભાઈને જોવા પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાં માણસોને આમથી તેમ ખસેડતો એ આવી પહોંચ્યો. ‘હું દાકતર છું, આધા ખસો, મને મારું કામ કરવા દ્યો.’ વગેરે વાક્યો બોલતાં તેણે મારો કબજો લીધો એટલે મને નિરાંત થઈ. હું હાલતો પણ અટકી ગયો.

‘મારું નામ ડૉકટર જીતુભાઈ. તમે બધા ગભરાઓ નહિ. હું મારાથી બનતા બધાજ પ્રયાસો એને બચાવવા કરીશ. હું માગું તેટલી મદદ તમે મને કર્યા કરજો. જીતુભાઈએ ઘાંટો પાડી કામ આગળ ચલાવ્યું. ‘દર્દીની સ્થિતિ ગંભીર લાગે છે, પણ કશી હરકત નહિ. પાંચ વર્ષ પર આમ બન્યું હોય તો કશું થઈ શકત નહિ, પણ અત્યારે તો મહાન શોધો થઈ રહી છે એટલે તમે કોઈ ગભરાશો નહિ.’ આવાં આવાં વાક્યો હું લાકડાના કકડા પેઠે પડ્યોપડ્યો સાંભળતો હતો.

‘હં, નાડ ધીમી પડવા માંડી છે. સારી થઈ શકે તેવા ઉપચાર મેં કર્યા છે. ઝટ એને કોઈ સાર ઘરમાં ખસેડીએ. ત્યાં હું વધારે ઉપચાર કરું.’ ડૉકટરના શબ્દો પરથી મને ઊંચકીને ગામના એક પ્રતિષ્ઠિત ગૃહસ્થના ઘરમાં લઈ જવામાં આવ્યો. ગૃહસ્થે જીતુભાઈએ જેજે કહ્યું તેતે બધું હાજર કર્યું.

એ ઓરડામાં અને કમ્પાઉન્ડમાં માણસોની મેદની જામી હતી. જીતુભાઈએ પોતાનો ડગલો ઉતારી નાખ્યો હતો. ખમીસની બાંય ઊંચી ચઢાવી દીધી હતી. સ્ટેથોસ્કોપના ગોદાઓ અવારનવાર લાગતા હતા, તેમજ મારી નાડી તપાસવામાં જીતુભાઈએ મારા બંન્ને હાથ ખૂબ મસળ્યા હતા. થોડીથોડી વારે જીતુભાઈ મોટેથી દર્દીની સ્થિતિ વિશે બોલતા જતા હતા અને તે બધું બહાર કમ્પાઉન્ડમાં પણ તરત ‘રીલે’ થઈ જતું હતું. વચમાં કોઈએ સૂચના કરી હતી કે, બીજા દાકતરોને બોલાવીએ, પણ કડક ચહેરો કરીને જીતુભાઈએ જવાબ વાળી દીધો હતો કે : ‘આવા કેસમાં દાકતર તો એક જ અનુભવી હોય તો બસ છે. બીજા તો સામાન્ય કામ કરવાવાળાની હાજરીની જરૂર હોય છે.’ પેલા શેઠ અને તેમના બહોળા કુટુંબે આ કામ કરવાવાળાની જગ્યા બહુ આનંદથી લઈ લીધી હતી, એથી બીજા દાકતરોને બોલાવવાની યોજનાને કોઈએ ટેકો આપ્યો નહિ.

‘દર્દીની નાડ ચાલતી બંધ થઈ ગઈ છે. શ્વાસ પણ નથી. પણ ફિકર નહિ. અર્વાચીન શોધોથી મને હજી પૂરી ખાતરી છે કે માણસ બચી જશે. જલ્દી ટુવાલ લાવો. એને હિમબાથની જરૂર છે. મોટું ટબ લાવો.’ જીતુભાઈનો અવાજ સંભળાયો.
‘થોડીક જિંજર મારી પાસે છે, લાવું ?’ શેઠિયાએ કહ્યું. જવાબમાં હા થઈ. છાતી વાંસા ઉપર જિંજર ચોળવામાં આવી અને થોડીક મારા મોં આગળ ધરવામાં આવી. ભૂલમાં હું તે પી ગયો. પણ જીતુભાઈ પણ હોંશિયાર આદમી, તે તરત બોલી ઊઠ્યા, ‘જોયું ! આ રીફલેકસ એકશન થયું તે ! ગ્લોસો ફેરીન જીસસ ટ્રેક્ટ આગળ જો તમે જિંજર ધરો તો કોઈ પણ શબ પી જાય ! પણ હવે બધા આઘા ખસો. મારે માર્શલ હોલની રેસુસીટેશન રીતનો અખતરો અજમાવી જોવો છે.’ આમ બોલીને માણસોને થોડાં આઘાં કાઢ્યાં અને મને બહુ ધીમેથી કહ્યું, ‘ગધેડા, બધી બાજી ધૂળમાં મેળવી દેત ! જિંજર પીવા ક્યાં બેઠો ?’

મારું આખું શરીર કોઈ મલ્લ મસળે તેમ તેણે મસળવા માંડ્યું. તે ઓરડામાં તેમજ બહાર માર્શલ હોલની રીતની વાત પ્રસરી ગઈ. ‘કશી અસર થતી નથી, પણ ફિકર નહિ. મૃત્યુના દેવને આજે તો હું પાછો વાળું ત્યારે જ ખરો. સિલ્વેસ્ટરની રીત અજમાવી જોઉં.’ આટલું કહીને જીતુભાઈએ મને વધારે મસળ્યો.
લોકોનાં ઉશ્કેરણી, ઘોંઘાટ વગેરેની વચ્ચે મેં ધીમેથી જણાવ્યું, ‘મારે ખરેખર મરવું નથી. હવે તું આ નાટક બંધ નહિ કરે તો હું ઊઠીને ઊભો થઈ જઈશ.’

જવાબમાં, ‘ગાંડા, હવે જરા માટે સરસ પ્રસંગ બગાડતો નહિ.’

બે-ત્રણ છાપાંના રિપોર્ટરો આવી પહોંચ્યા. જીતુભાઈએ તેમને વધારે ને વધારે અઘરા વૈદકીય શબ્દોમાં સમજણ પાડી : ‘અરેરે ! હું હાર્યો હોઉં એમ લાગે છે. આ માણસ મને અપજશ અપાવવા – આપવા બેઠો છે, પણ સબૂર ! કોઈ વાર દેશી વૈદોથી પણ ચમત્કાર થાય છે. કોઈની પાસે પેલી નાની શૉક-બૅટરી છે કે ? લાવો જલ્દી લાવો.’ અલ્પ સમયમાં ત્રણેક બૅટરી હાજર થઈ ગઈ. મને તાર લગાડયા. કમબખ્ત જીતુભાઈએ નાટક બહુ વાસ્તવિકતાથી કર્યું અને પરિણામે મને સખ્ત આંચકો લાગ્યો. હું ધડાક દઈને બેઠો થઈ ગયો. અલબત્ત, હું પાછો જાણીજોઈને ગબડી પડ્યો, પણ જીતુભાઈએ પણ જાણ્યું કે હવે નાટક લંબાવવામાં જોખમ છે એટલે એણે હર્ષનાદ કર્યો. બધાં માણસોએ તે ઝીલી લીધો. સતી સાવિત્રીએ પોતાના પતિને યમરાજ પાસેથી પાછો લીધેલો એ જ પ્રમાણે ડૉ. જીતુભાઈએ આ માણસને મરેલો ત્યાંથી બેઠો કર્યો, એવા પોકાર થઈ ગયા.

હજી ખૂબ ધમાલ ચાલી રહી હતી ત્યાં જીતુભાઈએ મને પોતાને ઘેર ઊંચકી પહોંચાડ્યો, અને ત્યાં પહોંચ્યો કે તરત મને મારી રૂમમાં સુવડાવી બારણું બંધ કરાવી દીધું અને બીજા પા કલાકમાં તો આખા દવાખાનામાંથી લોકોને પાછા ઘરે તેણે મોકલી દીધા.

‘દાકતરોની ફરજ છે કે કોઈ પણ સમયે મોતના દૂત પાસે પોતાની હાર કબૂલવી નહિ. બાકી તો મેં આ માણસને બચાવવા શાં શાં પગલાં ભર્યાં તેની મને પણ હવે સમજણ પડતી નથી.’ આ યાદગાર શબ્દોમાં જીતુભાઈએ મારું પ્રકરણ સંકેલી લીધું. બીજે જ દિવસે મને જીતુભાઈએ સામે આવીને મુંબઈ પહોંચાડી દીધો. મેં વચમાં એકાદ બે પત્રો લખ્યા, પણ એ ધણી-ધણિયારીએ આળસમાં જવાબ નહિ આપ્યો. આખરે ચારેક મહિને જીતુભાઈનો પત્ર આવ્યો :

‘નવાપુરામાં મેં એક માણસને મોતના જડબામાં ગયો હતો ત્યાંથી બચાવ્યો તે પછી મારી પ્રૅક્ટિસ કેવી ચાલી તે વિશે જાણવાની તને ઉત્કંઠા થઈ જ હશે અને થાય જ તે સ્વાભાવિક છે. પેલા બિચારા ત્રણે દાકતરોની ત્રણ ત્રણ વિકેટ આબાદ ઊડી ગઈ છે. જ્યાંત્યાં ડૉ. જીતુભાઈની બોલબાલા છે. તું ગયો પછી એક જ અઠવાડિયામાં ત્રણ છોકરાંના તાવ, ઉધરસ, બે છોકરાંના હાથ-પગને પાટાપિંડી, આઠ કેસ ઝાડાના, પંદર કેસ સામાન્ય નબળાઈના, નવ સ્ત્રીઓની સહજ માંદગીના, બે કૅન્સરના અને પાંચ ટાઈફૉઈડના કેસો મળી ગયા. પછી દિવસે – દિવસે વધારો જ થતો ગયો છે. નવાપુરામાં આટલા બધાં માંદા પડતાં હશે એનો ખ્યાલ મને હમણાં-હમણાં જ આવ્યો છે. બે કમ્પાઉન્ડરો અને એક નર્સને મેં રોકી લીધાં છે; પણ તેમના કામને પહોંચી વળાતું નથી. છેલ્લાં – છેલ્લાં અહીં એક બહુ જ પૈસાદાર શેઠિયાના નાના છોકરાએ નાકમાં લખોટી ખોસી દીધેલી તે મેં અરધી મિનિટમાં કાઢી ત્યારથી તો હું ધન્વન્તરિનો અવતાર જ મનાઉં છું.

જે ધરમાં તેં મરવાનું નાટક કરેલું તે ધરના ધનવાન માણસોમાં તો હું જીતુમામા કહેવાઉં છું, અને થોડાક વખતમાં નવાપુરામાં હું મામો નિમાઉં તો મને નવાઈ નહિ લાગે.

આના બદલામાં હું તો તારે માટે શું કરી શકું ? હા, પ્રેક્ટિસ કરવી હોય તો એકાદ નવાપુરા શોધજે. હું ત્યાં આવીને પાણીમાં પડીશ, પણ એકની એક યુક્તિ બીજીવાર અજમાવવામાં જોખમ છે.

અરે હા ! મારે સરસ કાર લેવી છે, જરા જોઈ મૂકજે. હું અને તારા ભાભી થોડા દિવસમાં તારે ત્યાં આવી પહોંચશું અને કાર લઈ જઈશું. ધન્યવાદ.’

Leave a comment

Filed under Uncategorized

મ્યુઝિક-મસ્તી-મનોરંજન એટલે નાસીર હુસૈન

મ્યુઝિક-મસ્તી-મનોરંજન એટલે નાસીર હુસૈન

હિન્દી સિનેમામાં સતત કશુંક નવું કરી ટ્રેન્ડ સેટ કરી મનોરંજન પીરસનારા નિર્માતા-નિર્દેશક અને સિનેલેખક નસીર હુસૈનની ૧૮મી પુણ્યતિથિ. ૧૩ માર્ચ, ૨૦૦૨ના રોજ મુંબઈમાં ૭૫ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. દાયકાઓ સુધી તેમની કારકિર્દી વિકસી હતી. તેઓ સતત નવું કરતાં, જેમકે ૧૯૭૩માં તેમણે નિર્દેશિત કરેલી ‘યાદોં કી બારાત’એ બોલીવૂડ મસાલા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. જે સિત્તેર અને એંશીના દાયકા સુધી ચાલ્યો. ૧૯૮૮માં નાસીરે લખીને નિર્માણ કરેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ દ્વારા ‘બોલીવૂડ મ્યુઝીકલ રોમાન્સ’નો ટ્રેન્ડ શરૂ કર્યો હતો જે નેવુંના દાયકામાં પ્રભાવી રહ્યો.
૧૬ નવેમ્બર, ૧૯૨૪ના રોજ ભોપાલમાં તેમનો જન્મ. નાસીર હુસૈન છેક ૧૯૪૮માં ફિલ્મીસ્તાનમાં જોડાયા હતા અને તેમણે એ.આર. કારદાર સાથે કાર્ય કર્યું હતું. ફિલ્મીસ્તાન માટે તેમણે લખેલી જાણીતી ફિલ્મો રૂપે ‘અનારકલી’, ‘મુનીમજી’ કે ‘પેઈંગ ગેસ્ટ’ને યાદ કરી શકાય. ત્યારે ફિલ્મીસ્તાન બોમ્બે ટોકીઝમાંથી છૂટી પડેલી કંપની હતી. તે મધ્યમ બજેટની ફોર્મ્યુલા ફિલ્મો બનાવી સ્ટાર અને મ્યુઝિક વેલ્યુ પર કામ કરતી હતી. શશધર મુખર્જીએ તે સમયે નાસીરને ‘તુમસા નહીં દેખા’નું નિર્દેશન સોંપ્યું હતું. એ ફિલ્મે શમ્મી કપૂરને સ્ટારડમ અપાવ્યું હતું. પછી ફિલ્મીસ્તાનમાંથી છુટા પડેલા ફિલ્માલય માટે શમ્મી કપૂર અને નાસીર હુસૈને ૧૯૫૯માં ‘દિલ દેકે દેખો’ આપી. એમાં આશા પારેખ આવ્યાં. જે નાસીર સાહેબની ફિલ્મોમાં ૧૯૭૧ની ‘કારવાં’ સુધી સાથે રહ્યાં. તેઓના મધુરા સંબંધો પણ રહ્યાં. આશાજીએ કહ્યું છે કે તેઓ નસીરનું ઘર ભંગાવવા નહોતાં માંગતા. નાસીર પરિણીત અને બે સંતાનો ધરાવતા હતા. ફિલ્મીસ્તાનમાં નાસીરને સહાયક કોરિયોગ્રાફર માર્ગારેટ ફ્રાન્સીના લેવિસ મળ્યાં હતાં, જેની સાથે નાસીરે લગ્ન કરીને તેમને આયેશા ખાન બનાવ્યા હતાં. લગ્ન પછી પણ નાસીરની કેટલીક ફિલ્મોમાં આયેશાએ નૃત્ય નિર્દેશન કર્યું હતું.
નાસીર હુસૈને ૧૯૬૦માં પોતાની નાસીર હુસૈન ફિલ્મ્સ કંપની બનાવીને નિર્માણ-નિર્દેશન શરૂ કર્યું. તેમણે જે સંગીતમય – મનોરંજક ફિલ્મો બનાવી તેમાં ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’, ‘ફિર વોહી દિલ લાયા હું’, ‘તીસરી મંઝીલ’, ‘બહારોં કે સપને’, ‘પ્યાર કા મૌસમ’, ‘કારવાં’, ‘યાદોં કી બારાત’, ‘આંગન’ અને ‘હમ કિસીસે કમ નહીં’ (૧૯૭૭) હતી.
નાસીરે નિર્માણ કરીને એક મ્યુઝીકલ હીટ વિજય આનંદને નિર્દેશિત કરવા આપી હતી. ‘તીસરી મંઝીલ’ નામની એ ફિલ્મમાં દેવ આનંદ અભિનય કરવાના હતા પણ નાસીર સાથે અનબન થતાં શમ્મી કપૂરને લેવાયા. મજરૂહના ગીતો અને ત્યારે નવાસવા રાહુલદેવ બર્મનના સંગીતે તેમાં એવી ધૂમ મચાવી કે નાસીર હુસૈનની ત્યારબાદની ૧૯૮૫ની ‘ઝબરજસ્ત’ના ૧૯ વર્ષ સુધીની ફિલ્મોના સંગીતકાર આર.ડી. બર્મન રહ્યા. નાસીરની ‘યાદોં કી બારાત’ સલીમ-જાવેદે લખી. એ જ લેખકોએ તેજ વર્ષે ‘ઝંજીર’ પણ લખી. બંને ફિલ્મોના નાયક તેમના પિતાના મૃત્યુનું વેર વસુલ કરતાં હતાં. બંનેમાં ખલનાયક અજીત હતા. આમ ‘યાદોં કી બારાત’એ મસાલા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો.
પછી આવી નિષ્ફળતા. ‘ઝમાને કો દિખાના હૈ’, ‘મંઝીલ મંઝીલ’ અને ‘ઝબરજસ્ત’ નિષ્ફળ રહી. નાસીરના દીકરા મન્સૂર ખાને નિર્માણ કંપનીની દોર સંભાળી. છતાં, નાસીર હુસૈને ફિલ્મોની કથા-સંવાદ લખવાનું ચાલુ રાખ્યું. જેમાંથી ‘કયામત સે કયામત તક’ આવી, જેમાં નાસિરના ભત્રીજા આમીર ખાનને હીરો બનાવાયા. એ ફિલ્મે ફરી ટ્રેન્ડ બદલી મ્યુઝીકલ રોમાન્સનો પાયો નાખ્યો. તરત તેમની ‘જો જીતા વોહી સિકંદર’ આવી. આમીર ખાન આજના દૌરમાં સૌથી સારી ફિલ્મો આપી રહ્યા છે, તેઓ કહે છે કે તેઓ કાકા નાસીર પાસે ખુબ શીખ્યા છે.
નાસીર હુસૈનને ‘કયામત સે કયામત તક’ની પટકથા લખવા માટે અને ‘જો જીતા વોહી સિકંદર’ના નિર્માણ માટે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં, તો ૧૯૯૬માં તેમના સિનેમામાં પ્રદાન માટે સ્પેશિયલ ફિલ્મફેર એવોર્ડથી તેઓ નવાજાયા.
એક મુલાકાતમાં આશા પારેખે જણાવ્યું હતું કે ‘નાસીર સાહેબના નિધનના એક વર્ષ પહેલાં તેઓ તેમને મળ્યાં નહોતાં. પત્નીના નિધન બાદ નાસીર એકલા પડી ગયા હતા.’ ૧૩ માર્ચ, ૨૦૦૨ના રોજ મુંબઈમાં તેમને હૃદય રોગનો હુમલો આવ્યો અને ૭૬ વર્ષની વયે તેમનું નિધન થયું. તેમના ફિલ્મી કાર્ય પર અક્ષય માલવાનીએ લખેલાં પુસ્તકનું નામ છે, ‘મ્યુઝિક, મસ્તી, મોડેર્નીટી: ધ સિનેમા ઓફ નસીર હુસૈન’.

નાસીર હુસૈનના યાદગાર ગીતો: યું તો હમને લાખ હસીં દેખે હૈ (તુમસા નહીં દેખા), દિલ દેકે દેખો, બોલો બોલો કુછ તો બોલો (દિલ દેકે દેખો), યે આંખે ઉફ યું મ્મા, સૌ સાલ પહલે (જબ પ્યાર કિસી સે હોતા હૈ), બંદા પરવર (ફિર વોહી દિલ લાયા હું), આજા પિયા તોહે પ્યાર દુ (બહારોં કે સપને), ઓ હસીના જુલ્ફોવાલી જાન-એ-જહાં (તીસરી મંઝીલ), તુમ બિન જાઉં કહાં (પ્યાર કા મૌસમ), કિતના પિયા તું અબ તો આજા, પ્યારા વાદા હૈ (કારવાં), ચુરા લિયા હૈ તુમને જો દિલ કો અને યાદોં કી બારાત નીકલી હૈ (શીર્ષક).

Image may contain: 1 person, eyeglasses and closeup

Leave a comment

Filed under Uncategorized

VIOLETA…… To an Early Violet

.
128808339_86293512_48d026d395537c3ea95e2146246e5cb2 (700x667, 177Kb)
018ef3674f95d90e28c66fd2da649e5e (700x604, 446Kb)
933775 (700x560, 418Kb)

4.
86293352_0_7a124_97fbb173_XL (699x562, 281Kb)

4219929 (700x671, 562Kb)

20140926116545-b9335223-me (700x561, 286Kb)

imagen (700x466, 266Kb)

387331643a6b2f58f47514a9266f87025b028648 (700x519, 335Kb)

.
143866262_114672739_0_d60e_a0f180fb_XL (700x467, 211Kb)

look.com.ua-35825 (700x437, 287Kb)

142612195_151c390edb5e (699x485, 197Kb)

5929288_xlarge (700x468, 330Kb)

142617434_purple_springstill_life_drape_vase_greenrBgN (699x468, 220Kb)

132322886_1015 (700x656, 514Kb)

s1200 (700x524, 450Kb)

441652_16 (700x449, 250Kb)

5382614_xlarge (700x460, 303Kb)

396807_1 (700x555, 308Kb)

(મન્દાક્રાન્તા)

તારી શય્યા હિમથકી ઠરેલી ભલે હોય, વાયુ
ઠારી દેતો તુજ વસન હો, ને ભલે પંથ તારે
ના કો ભેરૂ દિલ બહલવા, આભ આખું ઝળુંબે
છો ને માથે – ગમગીની સમાં વાદળાંથી છવાયું !
થાતો છોને વિફલ તુજ સૌ સ્નેહ, મીઠી સુવાસ
ખાલી ખાલી સહુ વિખરતી હો, ભલે ને અશુભ
છાઈ રહેતું સકલ શુભની ઉપરે થૈ વિજેતા !
તો યે ના હે વિમલ મધુરા જાંબલી ફૂલ ! તારી
ના દે ત્યાગી અસલ પ્રકૃતિ મંદ ખીલ્યે જવાની !
કિંતુ તારી સુરભિ વણથંભી અહીં દે પ્રસારી
મીઠી મીઠી ! દૃઢ પ્રતીત ! યાચ્યા વિના અર્પી દેજે !

– સ્વામી વિવેકાનંદ
(૦૬-૦૧-૧૮૯૬)
*
To an Early Violet

What though thy bed be frozen earth,
Thy cloak the chilling blast;
What though no mate to clear thy path,
Thy sky with gloom o’ercast —
What though of love itself doth fail,
Thy fragrance strewed in vain;
What though if bad o’er good prevail,
And vice o’er virtue reign —
Change not thy nature, gentle bloom,
Thou violet, sweet and pure,
But ever pour thy sweet perfume
Unasked, unstinted, sure !

– વાયોલેટ એ પાશ્ચાત્ય દેશોમાં વસંત બેસે અને શિયાળો પૂરો થવાનો હોય એ સંધિકાળ દરમિયાન ખીલતું પુષ્પ છે. એ ખીલે છે ત્યારે પવનના ઠંડા સૂસવાટાઓનો એણે સામનો કરવો પડે છે. પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવા માટે સિસ્ટર ક્રિસ્ટાઇનને પ્રોત્સાહન આપવા માટે સ્વામીજીએ આ કાવ્ય ન્યૂયૉર્કથી લખ્યું હતું.

ગમે એટલી વિપત્તિ કેમ ન આવી પડે, મનુષ્યે પોતાની સજ્જન પ્રકૃતિ ત્યાગવી ન જોઈએ જે રીતે ફૂલ એની મીઠી મીઠી ફોરમ પ્રસરાવતું રહે છે, વિપુલ માત્રામાં અને માંગ્યા વિના અને કોઈપણ કામના વગર

Leave a comment

Filed under Uncategorized

સફળતાનું બીજું નામ એટલે આમીર ખાન

સફળતાનું બીજું નામ એટલે આમીર ખાન

આપણે જેમને આમીર ખાન તરીકે ઓળખીએ છીએ તે મોહંમદ આમીર હુસૈન ખાન ૫૫ વર્ષના થયા. ૧૪ માર્ચ, ૧૯૬૫ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. તેઓ ભારતના સૌથી જાણીતા ફિલ્મ અભિનેતા, નિર્દેશક અને નિર્માતા છે. પોતાની ત્રણ દાયકાની સિને કરિયરમાં તેઓ ભારતીય સિનેમાના સૌથી જાણીતા અને અસરકાર અભિનેતાઓની યાદીમાં સામેલ છે. તેમને સંખ્યાબંધ સન્માન મળ્યાં છે, જેમાં ચાર નેશનલ ફિલ્મ એવોર્ડ્સ અને નવ ફિલ્મફેર એવોર્ડ્સ તથા ફિલ્મફેરના ૨૬ નામાંકનનો સમાવેશ થાય છે! ભારત સરકારે તેમને ૨૦૦૩માં પદ્મશ્રી અને ૨૦૧૦માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. ૨૦૧૭માં તેમને ચીન સરકાર દ્વારા માનદ સન્માન મળ્યું હતું.
કાકા નસીર હુસૈનની ‘યાદો કી બારાત’ (૧૯૭૩)માં આમીર પહેલીવાર બાળ કલાકાર તરીકે દેખાયા હતા. તેમની પહેલી ફિલ્મ પ્રયોગાત્મક ‘હોલી’ (૧૯૮૪) હતી. ટ્રેજિક રોમાન્સ ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮)થી આમીર ખાન હીરો રૂપે દર્શકોના મન પર છવાઈ ગયા. નેવુંના દાયકામાં આમીર અનેક સફળ ફિલ્મોના અભિનેતા રૂપે ઉભરી આવ્યા. જેમાં રોમાન્ટિક ડ્રામા ‘દિલ’ આવી, ‘રાજા હિન્દુસ્તાની’માં તેમને શ્રેષ્ઠ અભિનેતાનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ‘સરફરોશ’માં પણ તેમના ખુબ વખાણ થયા. કેનેડિયન-ઇન્ડિયન ફિલ્મ ‘૧૯૪૭: અર્થ’ (૧૯૯૮) માં પણ તેમના વખાણ થયા. ૨૦૦૧માં આમિરે તેમની નિર્માણ સંસ્થા આમીર ખાન પ્રોડક્શન શરૂ કરીને ‘લગાન’ બનાવી, જે ભારતની ઓસ્કાર માટેની એન્ટ્રી બની અને તેને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો નેશનલ એવોર્ડ અને ફિલ્મફેરના શ્રેષ્ઠ ફિલ્મ અને અભિનેતાના એવોર્ડ્સ મળ્યાં. પછી ચાર વર્ષો તેઓ પડદે દેખાયા નહીં. પણ પછી ‘ફના’ અને ‘રંગ દે બસંતી’માં તરત સફળતા મળી. હવે તેઓ દિગ્દર્શક બનીને ‘તારે જમીન પર’ લઇને આવ્યાં જેને જબ્બર સફળતા મળી, શ્રેષ્ઠ ફિલ્મ અને નિર્દેશનના વધુ બે એવોર્ડ્સ મળ્યાં. હવે તેઓ પોતાની જ સૌથી વધુ સફળ ફિલ્મો કરતાં આગળ વધતા જોવા મળ્યા. તેમને વૈશ્વિક સફળતા અપાવતી ‘ગઝીની’ ખુબ સફળ થઇ, કોમેડી-ડ્રામા ‘૩ ઈડિયટ્સ’, એક્શન ફિલ્મ ‘ધૂમ ૩’ (૨૦૧૩) સફળતાની નવી ઊંચાઈએ પહોંચી. એ પછી કટાક્ષ ફિલ્મ ‘પીકે’ (૨૦૧૪) અને સ્પોર્ટ્સ બાયોપીક ‘દંગલ’ (૨૦૧૬) ઉત્તરોત્તર હિન્દી ફિલ્મોની સર્વકાલીન સૌથી વધુ આવક મેળવનાર ફિલ્મો બની. ‘દંગલ’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ત્રીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો અને ફિલ્મને ઓસ્ટ્રેલિયાનો શ્રેષ્ટ એશિયન ફિલ્મનો એકટા એવોર્ડ મળ્યો. તેમની ‘સિક્રેટ સુપર સ્ટાર’ (૨૦૧૭) ભારતમાં સૌથી વધુ સફળ બનેલી ફિલ્મ રૂપે યાદ કરાશે. ચીનમાં ભારતીય ફિલ્મો માટેનું બજાર ખોલવાની ક્રેડીટ આમીરને મળે છે. જોકે તેમના પિતાજીની ‘કારવાં’ પણ ચીનમાં સફળ થઇ હતી.
આમીર ધોરણ ૮ સુધી વાંદરાની સેન્ટ એન્સ સ્કૂલ, પછી માહિમની બોમ્બે સ્કોટીશ સ્કૂલમાં ભણ્યા છે. તેઓ સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં ટેનીસ રમ્યા છે. તેમને ભણવા કરતાં વધુ રસ સ્પોર્ટ્સમાં હતો. તેમનું બાળપણ પિતાજીની નિષ્ફળ ફિલ્મોને કારણે આર્થિક રીતે મુશ્કેલ હતું. તેમને ઘરે રોજ લેણદારોના ઓછામાં ઓછા ૩૦ કોલ આવતા. સ્કૂલમાં ફી ન ભરવાને કારણે ગમે ત્યારે કાઢી મૂકે એવી હાલત હતી. ખાન આવાંતર નાટ્ય જૂથ સાથે જોડાઈને એક વર્ષ બેક-સ્ટેજનું કામ કરી ચુક્યા છે. તેમણે પહેલી વાર પૃથ્વી થિયેટરમાં ગુજરાતી નાટક ‘કેસર ભીના’માં નાનું પાત્ર ભજવ્યું હતું. પછી બે હિન્દી અને એક અંગ્રેજી નાટક ‘કલીઅરીંગ હાઉસ’ કર્યું હતું. સ્કૂલ પુરી થતાં આમીરે આગળ ભણવાનું છોડીને કાકા નાસીર હુસૈનના સહાયક નિર્દેશક રૂપે ‘મંઝીલ મંઝીલ’ (૧૯૮૪) અને ‘જબરજસ્ત’ (૧૯૮૫)માં સિને શિક્ષણ લીધું હતું. આજે આમીર ખાન સૌથી સફળ નિર્માતા-નિર્દેશક-અભિનેતા છે અને કરોડોના રોલમોડેલ છે.
૨૦૧૭ની પોતાની ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’થી આમીરે સહાયક ભૂમિકા સ્વીકારી, જેમાં તેમના ‘દંગલ’ના સાથી કલાકાર ઝરીના વસીમ મુખ્ય ભૂમિકામાં હતાં. ૨૦૧૮માં એક્શન એડવેન્ચર ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં આમિર અમિતાભ બચ્ચન સાથે હતા. જેમાં ‘ધૂમ ૩’ના નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્યનું નિર્દેશન હતું. તેમાં ‘દંગલ’ના સાથી ફાતિમા સના શેખ અને ‘ધૂમ ૩’ના સાથી કલાકાર કેટરીના કૈફ હતાં. જોકે આ ફિલ્મ સફળ થઇ નહોતી.

અભિનય ઉપરાંત આમીર ખાન અનેક સામાજિક અને માનવીય પ્રવૃત્તિઓથી લોકનજરે રહ્યા. એમાંની કેટલીક પ્રવૃત્તિઓએ રાજકીય વિવાદો પણ સર્જ્યા. તેમણે ટીવી ટોક-શો ‘સત્યમેવ જયતે’નું સર્જન કર્યું અને તેનું હોસ્ટિંગ પણ કર્યું. તે દ્વારા તેમણે ભારતની અનેક સંવેદનશીલ સામાજિક બાબતોને ઉજાગર કરી. આમીરના ગરીબી, શિક્ષણ, શોષણ, ભેદભાવને ઉજાગર કરતાં કાર્યોને કારણે જગતના સૌથી વધુ અસરકારક વ્યક્તિત્વોની ‘ટાઈમ ૧૦૦’માં ગણના થઇ હતી.
આમીરના પિતા તાહિર હુસૈન ફિલ્મ નિર્માતા હતા અને માતા ઝીનત હુસૈન છે. તેમના અનેક સંબંધીઓ ફિલ્મોમાં છે. જેમાં નિર્માતા-નિર્દેશક કાકા નસીર હુસૈન મુખ્ય ગણાય. ભારતીય ફિલસૂફ અબ્દુલ કલામ આઝાદ આમીરના માતૃપક્ષના પૂર્વજ છે. ચાર ભાઈઓમાં આમીર સૌથી મોટા છે. અભિનેતા ફૈસલ ખાન, બે બહેનો ફરહત અને નિખાત ખાન છે, નીખાત સંતોષ હેગડેને પરણ્યા છે. તેમના પિતરાઈ ઈમરાન ખાન સમકાલીન અભિનેતા છે. આમીરે રીના દત્તા સાથે કરેલાં લગ્ન ૧૫ વર્ષ ટક્યા અને પછી તેઓ ફિલ્મ નિર્દેશિકા કિરણ રાવને પરણ્યા છે. તેમને ત્રણ સંતાનો છે. રીનાજીના બે સંતાનો અને કિરણજી સાથે સરોગસીથી એક સંતાન છે.

આમીર ખાન હંમેશા જે ફિલ્મોથી યાદ રહેશે તેમાં ‘કયામત સે કયામત તક’, ‘દિલ’, ‘દીવાના મુજસા નહીં’, ‘દિલ હૈ કી માનતા નહીં’, ‘પરંપરા’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘હમ હૈ રહી પ્યાર કે’, ‘અંદાઝ અપના અપના’, ‘અકેલે હમ અકેલે તુમ’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘ગુલામ’, ‘સરફરોશ’, ‘મન’, ‘લગાન’, ‘દિલ ચાહતા હૈ’, ‘મંગલ પાંડે’, ‘રંગ દે બસંતી’, ‘ફના’, ‘તારે જમીન પર’, ‘જાને તું યા જાને ના’, ‘ગઝીની’, ‘૩ ઈડિયટ્સ’, ‘પીમ્પલી લાઈવ’, ‘તલાશ’, ‘ધૂમ ૩’, ‘પીકે’ અને ‘દંગલ’નો સમાવેશ થાય છે.
આમીર ખાનના જાણીતા ગીતો: યાદોં કી બારાત નીકલી હૈ (યાદોં કી બારાત), પાપા કેહતે હૈ, એ મેરે હમસફર, અકેલે હૈ તો ક્યા ગમ હૈ (કયામત સે કયામત તક), મુઝે નીંદ ન આયે, ઓ પ્રિયા પ્રિયા (દિલ), તુ પ્યાર હૈ કિસી ઔર કા (દિલ હૈ કી માનતા નહીં), પહલા નશા પહલા ખુમાર (જો જીતા વોહી સિકંદર), ઘૂંઘટ કી આડ સે (હમ હૈ રાહી પ્યાર કે), આયે હો મેરી ઝીંદગી મેં, પરદેસી પરદેસી જાના નહીં (રાજા હિન્દુસ્તાની), આતી ક્યા ખંડાલા (ગુલામ), ઇસ દીવાને લડકે કો (સરફરોશ), ચાહા હૈ તુજકો (મન), ઘનન ઘનન, મિતવા, રાધા કૈસે ન જલે (લગાન), દિલ ચાહતા હૈ, જાને કયું (દિલ ચાહતા હૈ), રંગ દે બસંતી (શીર્ષક), ચાંદ સિફારીશ (ફના), બમ બમ ભોલે (તારે જમીન પર), ઓલ ઇઝ વેલ, ઝૂબી ડૂબી (૩ ઈડિયટ્સ), દંગલ (દંગલ).

Image may contain: 1 person, beard

Leave a comment

Filed under Uncategorized

આત્મા શું છે?

“તમારો આત્મા જ આખું જગત છે.” એ સીધો સાદો અર્થ છે પણ વિસ્તારપૂર્વક સમજીએ તો “તમારો આત્મા સમગ્ર વિશ્વમાં છે . “તમારો આત્મા આખું જગત છે . ” આ હર્મન હિસ્સે દ્વારા લખવામાં અને ૧૯૫૧ માં પ્રકાશિત પુસ્તક સિદ્ધાર્થ , એક પ્રસિદ્ધ ઉક્તિ છે . અમે બધા એક ‘મૂર્ત મગજ’ હોય છે અને કાર્ટેઝિયન ફિલસૂફી અમે એક મન હોય છે સૂચવે છે. તેમ છતાં, આત્મા શું છે? ઘણા વિવિધ મંતવ્યો– આ વિપુલ છે, એક ચેતના અને અનુભવ માટે જહાજ તરીકે આત્મા ના રૂઢિવાદી (પરંપરાગત) ખ્રિસ્તી જુઓ છે – ન્યાય અને નિંદા કે મૃત્યુ પછીના જીવનમાં મળ્યા ક્યાં તો ; બૌદ્ધ માટે અથવા હિન્દુ તે છે જે સંસાર આધીન છે ; જન્મ , મૃત્યુ અને પુનઃજન્મના અનંત ચક્ર દરમ્યાન સ્વ વ્યાખ્યાયિત કરે છે કે સાતત્ય . એક ફ્રોઇડિઅન નાસ્તિક પણ આત્મા ફક્ત આ આઈડી પ્રતિનિધિત્વ છે. બ્રહ્માંડ માં બધું ગાઢ અને ધર્મગુરુઓ તેથી, જોડાયેલું છે. અમે ફક્ત જેમ પરિમાણ ગૂંચવણ ( આઈન્સ્ટાઈનના spukhafte Fernwirkung ) તરીકે ઘટના જોવા મળે છે . માનવ શરીરના રૂપક અંદર, તમે સતત માઇટોસીસ , વૃદ્ધિ અને એપોપ્ટોસિસમાં પ્રક્રિયા મારફતે ચાલુ છે કે કોષો અબજો રીતે રહે છે . તમે ( આ પ્રક્રિયા સતત ચાલુ પણ જરૂરી પરિચિત નથી ) જેમાં વસવાટ કરો છો ચાલુ રાખવા માટે, તમારા જીવન બળ – જીવન ચક્ર તમારા કોષો સતત હસ્તગત વિસ્તરતા અને તેમના જીવન બળ આત્મસમર્પણ છે , ચાલુ રહે છે. તમારા કોષો મૃત્યુ અને રીજનરેશન દરેક બીજા પરંતુ સેલ મૃત્યુ કોઈ દુઃખદ ઘટના છે , તે જીવનના ચક્રમાં જરૂરી કાર્ય છે. તમે સતત મૃત્યુ અને શારીરિક કોષો તમારા અબજો પુનર્જન્મ દ્વારા વસવાટ કરો છો પર જાઓ છે, તમારા પોતાના જીવન શૂન્યાવકાશ માં હાજર નથી. પરંતુ કુદરતી અને ભૌતિક રીતે , અને એ અલૌકિક અથવા આધ્યાત્મિક રીતે બાકીનું બધું – તમે દરેક સાથે જોડાયેલા છે. સર્વોચ્ચ શિકારી તરીકે આપણે ખોરાક જીવતો હતો ધ્યાનમાં બધું – અમે તેને વપરાશ તરીકે અથવા ઘણા ખોરાક કિસ્સામાં હજુ પણ જીવંત છે . અમે અમારી પોતાની જીવન માં કે ફૂડ જીવન કન્વર્ટ તે છે કે જીવન બહાર snuffed નથી પરંતુ તે સ્વરૂપમાં ફેરવાય છે . જેમ કે lichens તરીકે જીવન કેટલાક સ્વરૂપો , પણ જીવન માં નિર્જીવ ( ખડકો અને ખનિજ) કન્વર્ટ કરી શકો છો . દ્રવ્ય અને ઊર્જા આ જ વાત વિવિધ સ્વરૂપો છે કે ભૌતિક વિજ્ઞાન એક સિદ્ધાંત છે. બાબત છે અમુક અર્થમાં ” ઘટ્ટ ” ઊર્જા ; કણો માં રચાય કરવામાં આવી છે કે ઊર્જા, તે કણો પછી પછી hadrons , leptons અને આ રીતે અણુ, પરમાણુ રચના કરવા સાથે conglomerating ; કંપાઉન્ડ અને દરેક પદાર્થ અમે પાલન કરે છે. વિભક્ત દ્વિભાજન તે આવ્યાં ઊર્જા આ ઘટ્ટ બાબત પુનઃ પ્રકાશન છે. અમે અણુઓ અને subatomic કણો એ પરમાણુ બનાવવામાં આવે છે. ઊંડા subatomic સ્તર, જેમ કે ” એક કવાર્ક શું છે?” તે લાંબા સમય સુધી જેમ કે કંપનીઓ ખાતે તરીકે અલગ કણો જોવા વધુ usefull બને છે પરંતુ પ્રક્રિયા તરીકે પ્રશ્નો પૂછી – પરિમાણ સ્તર પર . ફરીથી આવી ગૂંચવણ , જેમ કે સારી રીતે વ્યાખ્યાયિત સિદ્ધાંતો દ્વારા અમે દરેક સૂક્ષ્મ , દરેક પ્રક્રિયા interrelated છે જુઓ કે કેવી રીતે , તે પણ પ્રથમ કે એક સાથે આવી સૂક્ષ્મ સાથે સંબંધ સ્થાપવા વગર સૂક્ષ્મ અવલોકન કરવાનું શક્ય છે. (અને અમે આ તમામ કણો બનાવવામાં આવે છે ) ફરીથી, અહીં બિહામણાં પણ અલૌકિક અથવા કશું ( આઈન્સ્ટાઈનના શબ્દ ), તો તમે બાબત ઊર્જા બનાવવામાં આવે છે એનિમેટેડ , બાબત કરવામાં આવે છે. નથી જો શબ્દના આ વૈજ્ઞાનિક વ્યાખ્યા કોઈપણ Kooky ન્યૂ ઉંમર ઊર્જા પરંતુ ઊર્જા . તમારા કોષો જીવંત છે અને તે પણ અમુક ચોક્કસ શરતો હેઠળ શરીરના બહાર જીવંત રાખી શકાય છે, છતાં પણ તે એક જીવન બળ દ્વારા એનિમેટેડ છે કે સ્પષ્ટ છે. અમે સંપૂર્ણપણે તેને સમજી શક્યા નથી છતાં જીવન કહેવાય અસ્તિત્વમાં છે કંઈક છે. તમારી જીવંત કોષો બંધ પરંતુ તેમના પદાર્થ વર્તમાન બંધ ન થાય . તમે રહેતા બંધ પરંતુ તમારા પદાર્થ વર્તમાન બંધ ન થાય . તમે કઈ રીતે એકબીજા બ્રહ્માંડના સમગ્ર માટે અને આ રીતે કડી થયેલ હોય છે સૌથી શુદ્ધ ભૌતિક અર્થમાં, તેથી તમારા આવી રહી છે.

Your soul is the whole world.”― Hermann Hesse, Siddhartha “Your soul is the whole world.” This is a famous quote from the book Siddhartha, written by Hermann Hesse and published in 1951. We all have a tangible brain and Cartesian philosophy indicates that we have a mind. Still, what is the soul? So many different views abound on this, there is the orthodox (traditional) Christian view of the soul as the vessel for one’s consciousness & experience – to be judged and either condemned or rewarded in an afterlife; to the Buddhist or Hindu it is that which is subjected to Samsara; the continuity that defines the self throughout the endless cycle of birth, death and rebirth. A Freudian atheist might even posit that the soul is merely a representation of the Id. Everything in the universe is connected, intimately and inextricably so. We have only to look at phenomena such as quantum entanglement (Einstein’s spukhafte Fernwirkung). Within the metaphor of the human body, you are made up of billions of cells that are constantly going through the process of mitosis, growth and apoptosis. The cycle of life continues, your cells are constantly acquiring, expending and surrendering their life force – your life force, while you continue living (not even necessarily aware of this ongoing process). Your cells are dying and regenerating every second but the death of a cell is no tragedy; it’s a necessary function in the cycle of life. Just as you go on living through the constant death and rebirth of your billions of bodily cells, your own life does not exist within a vacuum. You are connected to everyone – and everything else not in a supernatural or metaphysical way, but in a natural and physical way. As apex predators, everything we consider food was alive – or in the case of many foods is still alive as we consume it. We convert the life in that food into our own life, that life is not snuffed out but it is converted in form. Some forms of life such as lichens, can even convert the lifeless (rocks & minerals) into life. There is a principle in physics that matter and energy are different forms of the same thing. Matter is in some sense “congealed” energy; energy that has been condensed into particles, those particles then conglomerating together to form hadrons, leptons and thus atoms, then molecules; compounds and every substance we observe. Nuclear fission is the re-release of this congealed matter into the energy it came from. We are made of atoms and those atoms of subatomic particles. On the quantum level – the deep subatomic level, asking questions such as “what is a quark?” it becomes more usefull to look at such entities no longer as discrete particles but as processes. Again through such well defined principles such as entanglement we see how every particle, every process is interrelated; it is impossible to even observe a particle without first or simultaneously establishing a relationship with such particle. (and we are all made of these particles) Again, nothing supernatural or even (Einstein’s word) spooky here, you are made of matter, animated matter that is made of energy. Not any kooky new age energy but energy in the scientific definition of the word. Your cells are alive and can even be kept alive outside of the body under certain conditions, yet still it is clear that they are animated by a life force. There is something that exists called life, though we don’t fully understand it. Your cells stop living but their substance does not stop existing. You stop living but your substance does not stop existing. In the purest physical sense you are inextricably linked to the entirety of the universe and as such, so is your being

Leave a comment

Filed under Uncategorized

ઓછા જાણીતા ગીતકાર વર્મા માલિક

ઓછા જાણીતા ગીતકાર વર્મા માલિક

પોતે ભલે ઓછા જાણીતા હોય પણ હિન્દી ફિલ્મોમાં અનેક જાણીતા ગીતો આપનારા ગીતકાર વર્મા માલિકને તેમની ૧૧મી પુણ્યતિથિએ આપણે યાદ કરીએ. ૧૫ માર્ચ, ૨૦૦૯ના રોજ મુંબઈમાં ૮૪ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. વર્મા માલિક યાદ રહેશે તેમની ‘જો તુમ હસોગે તો દુનિયા હસેગી’, ‘વો પરી કહાં સે લાઉં, તેરી દુલ્હન જિસે બનાઉં’, જેવી કવિતા માટે, મનોજ કુમારની ફિલ્મો ‘પેહચાન’, ‘રોટી કપડા ઔર મકાન’, ‘બેઈમાન’, ‘વિક્ટોરિયા ૨૦૩’, કે ‘કસૌટી’ ફિલ્મોના ગીતો માટે.
૧૩ એપ્રિલ, ૧૯૨૫ના રોજ ફિરોઝપુરમાં તેમનો જન્મ થયો હતો. વર્માજી ફિલ્મોના ગીતકાર બન્યા તે પહેલાં દેશને આઝાદ કરવાની ચળવળમાં ભાગ લેનારા સ્વાતંત્ર્ય સેનાની હતા. તે દરમિયાન તેમણે અનેક દેશભક્તિના ગીતો લખીને પોતાનું પ્રદાન કર્યું હતું. દેશ આઝાદ થયો પછી પણ તેમણે ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. ફિલ્મોમાં ગીતકાર બનતા પહેલાં વર્માજી એક ભજનીક તરીકે પણ જાણીતા હતા. તેઓ ભજન લખતા અને જાતે ગાતા પણ હતા.
સંગીતકાર હંસરાજ બહેલે વર્મા માલિકને ફિલ્મોમાં કામ અપાવવા માટે ઘણી મદદ કરી હતી. તેમને મનોજ કુમારની ‘યાદગાર’ (૧૯૭૦)માં મોટો બ્રેક મળ્યો હતો જયારે યુવાનોની મંડળી એકતારો વગાડીને ભ્રષ્ટ લોકોની પોલ ખોલતી હતી, ‘એક તારા બોલે’ ગીત ખુબ લોકપ્રિય થયું હતું.
આજે આપણે સિત્તેરના દાયકાના વર્મા માલિકના ગીતોને યાદ કરીએ તો, શંકર જયકિશનના સંગીતમાં બનેલું ‘પેહચાન’નું ગીત ‘વો પરી કહાં સે લાઉં, તેરી દુલ્હન જિસે બનાઉં’ તે વર્ષનું સૌથી લોકપ્રિય ગીત બન્યું હતું. તેમાં સુમન, શારદા અને મુકેશજીના કંઠ હતાં. માથે ચોટલીવાળા ગામડિયા બનતા મનોજ કુમાર માટે મુકેશ આ ગીતમાં ગાતા હતા, ‘એ ગંગારામ કી સમજ મેં ન આયે’. તો એજ ફિલ્મના ‘સબસે બડા નાદાન વોહી હૈ, જો સમજે નાદાન મુઝે’માં તથા ‘કરલે દિલ કી બાત આજ મોકા હૈ’માં વર્માજી શૈલેન્દ્રની અદાથી લખતા હતા.
તો ‘પૈસે કી ગુડિયા’માં સાયરા બાનુ માટે નવીન નિશ્ચલ રફી સાહેબના કંઠે વર્મા માલિકના શબ્દોમાં ગાતા ‘કોઈ ફૂલ ના ખીલતા, યે કલી ભી ન હોતી, ઝીંદગી ભી ન હોતી, અગર તું ન હોતી’. નારી જાતને પ્રેમી દ્વારા અપાયેલી આ મોટી અંજલિ છે. ‘આદમી સડક કા’માં રફી સાહેબના સ્વરોમાં ગવાયેલું ‘આજ મેરે યાર કી શાદી હૈ’ તો તમામ મિત્રો પોતાના મિત્રના લગ્નમાં ગાતા જોવા મળે છે. ૧૯૭૪ની ‘રોટી કપડા ઔર મકાન’માં ઝીનત અમાન પર ચિત્રિત થયેલું ગીત ‘હાય હાય યે મજબૂરી’ તે વર્ષનું હિટ ગીત હતું. તેમાંના ‘તેરી દો ટકિયા કી નૌકરી, રે મેરા લાખોં કા સાવન જાયે’ માં દરેક પ્રેમિકાનો પોકાર સંભળાતો હતો. તેજ રીતે ‘બાકી કુછ બચા તો મેહગાઈ માર ગઈ’માં વર્માજીએ કમાલ કરી હતી. લતાજી, મુકેશજી, ચંચલ અને જાની બાબુ કવ્વાલના ગયેલા આ ગીતમાં તમામ ગરીબોના મનની વાત હતી. એના એક અંતરામાં ફુગાવાને સમજાવતા વર્મા માલિકે લખ્યું હતું, ‘પહલે મુઠ્ઠી મેં પૈસા લે કર થેલા ભર ચાવલ આતા થા, અબ થેલે મેં પૈસા જાતા હૈ, મુઠ્ઠી મેં ચાવલ આતા હૈ’, મોંઘવારીનો ભયાવહ ચેહરો કવિએ કેટલી સરળતાથી શબ્દો વડે ચિતર્યો છે! મનોજ કુમારની આ ફિલ્મ નિષ્ફળ જાય તોજ નવાઈ!
અશોક કુમાર અને પ્રાણ સાહેબની કોમેડી ‘વિક્ટોરિયા ૨૦૩’માં વડીલો ગાતા હતાં, ‘દો બેચારે બિના સહારે’ અને યુવા પ્રેમી ગાતા હતા, ‘દેખા મૈને દેખા’ એ ગીતો સાથે ફિલ્મ પણ સફળ થયેલી. મનોજ કુમારની ‘બેઈમાન’ માટે શંકર જયકિશનને સતત ત્રીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જોકે એ કઈ એ મહાન જોડીનું મહાન સંગીત નહોતું, પણ વર્મા માલિકે તેનું શીર્ષક ગીત લખ્યું હતું, ‘ના ઈજ્જત કી ચિંતા, ન ફિકર કોઈ અપમાન કી, જય બોલો બેઈમાન કી’, તેમાં જ ભાઈ બહેનના પ્રેમ માટે લખેલું ગીત, ‘યે રાખી હૈ બંધન ઐસા’ હજી દર બળેવ પર યાદ કરાય છે.
વર્મા માલિક સરળતાથી મસ્તી-તોફાનના ગીતો લખતા, તેનો પુરાવો છે: ‘કાન મેં જુમ્ખા – સાવન ભાદો’, પ્રાણ સાહેબનું લોકપ્રિય ગીત ‘હમ બોલેગા તો બોલોગે કી બોલતા હૈ – કસૌટી’, કે કિશોર કુમારની મસ્તી ‘પ્રિયે પ્રાણેશ્વરી, હૃદયેશ્વરી, અગર આપ હમે આદેશ કરો તો, પ્રેમ કા હમ શ્રી ગણેશ કરે – હમ તુમ ઔર વો’. તો જે સુંદર કવિતાઓથી વર્માજીને યાદ કરાય તે છે, ‘ચંદા કી કિરણો સે લીપટી હવા – ઇન્તેઝાર – કિશોર કુમાર – ચિત્રગુપ્ત. અને તેમણે આપેલો શ્રેષ્ઠ મંત્ર એટલે, ‘જો તુમ હસોગે તો દુનિયા હસેગી, રોઓગે તુમ તો ન રોયેગી દુનિયા – કઠપુતલી, ૧૯૭૧, કિશોર કુમાર, કલ્યાણજી આનંદજી. આવા કવિશ્રીને આપણે તેમની પુણ્યતિથી પર યાદ કરીએ અને પ્રણામ કરીએ.
‘માર્ચ માસના સિતારા’ પુસ્તકમાંથી – આભાર શુભ સાહિત્ય

Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized

સહજ મનુષ્યત્વથી દૂર…. – ભગવતીકુમાર શર્મા

સહજ મનુષ્યત્વથી દૂર…. – ભગવતીકુમાર શર્મા
[‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર-2010માંથી સાભાર.] 

ચૌદ વર્ષ પહેલાં પત્ની જ્યોતિ સાથે ત્રણ મહિના માટે અમેરિકાના સાહિત્ય-કાવ્યપઠન પ્રવાસે જવાનું થયું ત્યારે ‘નાઈન-ઈલેવન’ની ઘટના અને વૈશ્વિક આર્થિક મંદીના વિકટ અનુભવોમાંથી અમેરિકા હજી પસાર થયું નહોતું. એ યક્ષ દેશનો મેં જે ચહેરો જોયો હતો તે સંપૂર્ણપણે સ્વાભાવિક અને સ્વસ્થ હતો. બધું જ રાબેતા મુજબનું વરતાતું હતું. પ્રવાસે જતાં પહેલાં એક મિત્રે કહ્યું હતું કે પ્રત્યેક બાબતમાં સ્ટેન્ડર્ડાઈઝેશન એ અમેરિકાની મુખ્ય ઓળખ પૈકીની એક છે. અમેરિકાને પ્રત્યક્ષ જોયું ત્યારે એ નિરીક્ષણ સર્વથા સાચું લાગ્યું. પ્રત્યેક વસ્તુ ચોક્કસ ધોરણસરની. ન તેમાં વધારો કે ઘટાડો, ન કશું ઊંચા-નીચાપણું.

એ જ તોતિંગ હાઉસીસ, એ જ હીટિંગ સિસ્ટમ, એ જ મોટરગાડીઓની અંતહીન વણજાર, એ જ નિયમિતતા, એ જ શિસ્ત, એ જ યાંત્રિકતા, એ જ ગૃહોપયોગી ઉપકરણોની ભરમાર, એ જ કાર્પેટ, એ જ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, એ જ કોલાહલની અલ્પતા, એ જ વ્યવસ્થિતપણું, એ જ વસ્ત્રપરિધાન, એ જ ચોક્કસ ખાણીપીણીની વાનગીઓ, એ જ એક પ્રકારની અવ્યાખ્યેય ગંધ, એ જ સમુદ્રતટો અને તેના પરની માણસોની ભીડ, એ જ અખબારોના થોકડાઓ, એ જ ડિસ્કાઉન્ટની જાહેરખબરોના ઢગલા, એ જ ગૃહિણીઓ, કશું ક્યાંય અલગ ન વર્તાય. વિહારધામોનું એ જ વ્યાવસાયિક આયોજન. માનવકતારો પણ એ જ. ક્યારેક જ શ્યામ-સુંદર લોકો દ્વારા વહી આવતા ધમાલિયા સંગીતના સૂરો. નોકરીની એ જ અસ્થિતા, વૈશ્વિક મંદી ન હોવા છતાં મારા મુખ્ય યજમાનને ત્રણ મહિનામાં ત્રણ નોકરીઓ બદલવી પડી હતી – કુશળ અને અનુભવી તબીબ હોવા છતાં. રસ્તાઓ પર ક્યાંય ધૂળ કે ચિઠ્ઠી-ચબરખી તો ઠીક, ગાંધી-કરિયાણાની એકાદી હાટડીયે જોવા ન મળે. લોકોના શરીરના વર્ણૉમાં ખાસ્સું વૈવિધ્ય. ગોરા તો ખરા જ, કાળા, ઘઉંવર્ણા અને પીળા પણ ખરા. તે સિવાય વિશેષ અનુભવ સાર્વત્રિક એકવિધતાનો. એમાંથી નીરસતા કેમ ન જન્મી શકે ? અમેરિકનો બધાથી-જીવનસાથીઓથી પણ જલદી ઉબાઈ જાય છે તેનું કદાચ આ પણ એક કારણ હોઈ શકે.

મારે ત્રણ મહિનામાં તો અધઝાઝેરો સંપર્ક ગુજરાતીઓનો જ થયો. અપવાદરૂપ એક પ્રૌઢ અમેરિકન મહિલા અમને તેને ઘેર લઈ ગઈ હતી તે. પ્રૌઢ વયે પણ પૂરો તરવરાટ. એનું ઘર જાણે ખાડામાં હતું. ટેકરા પરથી એણે જે રીતે કારની ડાઈ મારી તે અમારા હૃદય-ધબકાર વધારી દેવા માટે પૂરતી હતી. તેણે નિખાલસતાથી કહ્યું : ‘મેં બે વાર લગ્ન કર્યાં છે. ઘરમાં છે તે મારો બીજો પતિ છે.’ પતિ મહાશય રસોડામાંથી અમારે માટે જ્યુસના પ્યાલાઓ લઈ આવ્યા અને પાછા કિચનમાં ભરાઈ ગયા. પેલી સ્ત્રીએ અટ્ટહાસ્ય કરીને કહ્યું : ‘મારો પહેલો વર ક્યારેય અમારા કિચનમાં આવતો નહોતો અને આ વર કદી પણ કિચનની બહાર જ જતો નથી !’ અમેરિકાના વિલક્ષણ દામ્પત્યની આ તો માત્ર એક આછેરી ઝલક.

મારું મોટું સદભાગ્ય એ કે હું અમેરિકામાં સંપૂર્ણપણે ગુજરાતીઓને આધારે હર્યો-ફર્યો-રહ્યો. સાંઠથી પાંસઠ કુટુંબોમાં જવાનું થયું. એ બધાં જ ગુજરાતીઓનાં. ત્યાં પણ સર્વત્ર સ્ટેન્ડર્ડાઈઝેશનનો પ્રભાવ જોવા મળ્યો. છતાં ખાસ્સું ગુજરાતીપણું જળવાઈ રહેલું પણ અનુભવ્યું. અને એ અનુભવ ધન્યકર્તા હતો. ખાદ્ય વાનગીઓની વાત કરીએ તો કોઈ કોઈ વાર અમેરિકન રેસ્ટોરાંમાં જવાનું થયું ત્યારે એ જ પિઝા, બર્ગર, તાકોસ અને કોક. એની સરખામણીમાં ગુજરાતી ઘરોમાં તો શુદ્ધ દેશી ગુજરાતી વાનગીઓના વૈવિધ્યસભર રસથાળ. કોઈ ગુજરાતી વાનગીનું નામ બોલો અને તે અમેરિકામાં ગુજરાતીઓના ભોજનમેજ દ્વારા અમારાં જીભ અને ઉદર સુધી ન પહોંચી હોય એવું કદી બન્યું જ નહીં. આ વાનગીઓ દ્વારા ગુજરાત અને અમેરિકામાં વસતા ગુજરાતીઓ વચ્ચે કશોક અસલ સેતુ રચાયો હોવાની મારી પ્રબળ પ્રતીતિ રહી. ‘માણસનાં જીભ અને પેટ દ્વારા તેના હૃદય સુધી પહોંચી શકાય છે’ એ ઉક્તિની જાણે મને વિલક્ષણ અનુભૂતિ થઈ. અમેરિકામાં ગુજરાતીઓની એકાધિક પેઢીઓ હવે તો સ્થિર થઈ છે. પ્રત્યેક પેઢીનો જીવન અભિગમ જુદો. જેને ફર્સ્ટ અને સેકન્ડ જનરેશન કહેવામાં આવે છે ત્યાં સુધી તેઓમાં ગુજરાતીતા ઘણે અંશે જળવાઈ રહેલી લાગે. પ્રશ્ન તે પછીની પેઢીનો છે. તેનું ઘણું અમેરિકીકરણ થયું છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે તે ખાસ અભિમુખ વરતાતી નથી. અમેરિકન તરુણ-તરુણીઓની જેમ આ પેઢીનાં ગુજરાતી સંતાનો પણ માતા-પિતાથી અલગ થઈને ભણે છે. આંતરજાતીય તો ઠીક, આંતરરાષ્ટ્રીય લગ્નો અને તે પછી ક્યારેક સર્જાતા વિચ્છેદની પણ તેઓમાં નવાઈ નથી. એક જ કુટુંબમાં મા-બાપ ગુજરાતી અને તેના પુત્ર-પુત્રીઓ અમેરિકન કે સ્પેનિશ જીવનસાથી પસંદ કરી ચૂક્યાં હોય તે સહજ લાગે.

ત્યાંની અગાઉની અને મધ્ય પેઢીનાં ગુજરાતી સ્ત્રી-પુરુષો ગુજરાતીતાને ટકાવી રાખવા માટે સજાગ અને પ્રયત્નશીલ ખરાં જ. તે વિના ગુજરાતી લેખકો-કવિઓ-કથાકારો-લોકગાયક-ગાયિકાઓ-નાટકો વગેરેને મોટો ખર્ચ કરીને શા માટે અમેરિકા નિમંત્રે ? કેટલાંક હિન્દુ મંદિરોમાં ગુજરાતીઓની ઊછરતી પેઢીનાં બાળકો માટે ગુજરાતી ભાષાના શિક્ષણવર્ગો પણ નિયમિત રીતે ચાલે છે. ગુજરાતીઓના સામાજિક અને ધાર્મિક ઉત્સવો જોઈને તો કોઈને પણ ગુજરાત જ પ્રત્યક્ષ થતું લાગે. ગુજરાતીઓ હવે અમેરિકાનાં રાજકારણ, વિજ્ઞાન, ટેકનોલોજી ઈત્યાદિ ક્ષેત્રોમાં પણ ઘણા આગળ અને ઊંચે વધ્યા છે. એ હકીકત તો સુનિતા વિલિયમ્સ જેવી ગુજરાતણ અવકાશયાત્રીના ઉદાહરણ પરથી પણ સમજી અને સ્વીકારી શકાય. અમેરિકામાં ગુજરાતીઓની લોબી હજી કદાચ યહૂદીઓની લોબી જેટલી શક્તિશાળી નહીં હોય, પણ ઉત્તરોત્તર તે પ્રબળ અને પ્રભાવશાળી બની જ રહી છે.

વર્કિંગ વુમન ન હોય તેવી ગુજરાતી ગૃહિણીઓ મને ત્યાં ભાગ્યે જ જોવા મળી. પણ, જે સૌપ્રથમ મળી તે ઘરકામના બોજથી કચડાઈ ગયેલી હતી. ઘરકામ માટે નોકર-ચાકર રાખવાની પ્રથા ત્યાં નહીંવત. માત્ર યંત્રોનો સહારો. છતાં નિતાંત ગૃહિણીઓને તો તે પણ વસમું લાગે. ગુજરાતી સાહિત્યની તાજામાં તાજી ગદ્ય-પદ્ય રચનાઓથી સુપરિચિત હોય એવાં ગુજરાતી સ્ત્રી-પુરુષોનો અવારનવાર ભેટો થયો તે અનુભવ સંતોષજનક. સાન ડિયેગોની એક હોટેલના ત્રીસમા માળે બેસીને ગુજરાતી સજ્જને અમને ‘કુમાર’ના તાજા અંકની પ્રસાદીનો આસ્વાદ કરાવ્યો ત્યારે મને એક વિશિષ્ટ પ્રકારની ઊંચાઈનો અનુભવ થયો હતો. અમારા યજમાને અમને અમેરિકાના પ્રવાસે મોકલતાં પહેલાં ચેતવણી આપી હતી : ‘કાર્યક્રમોમાં તમને ક્યાંક ચારસો અને ક્યાંક પાંચ-સાત શ્રોતાઓ પણ મળશે. માનસિક તૈયારી રાખજો.’ અમને બંને અનુભવ થયા. એક સભામાં માત્ર પાંચ-સાત શ્રોતાઓ જ નહોતા, તેઓ બધાને મારે ગુજરાતી ભાષાસાહિત્યનો પ્રાથમિક પરિચય પણ કરાવવો પડ્યો.

અમેરિકાનાં નાયગરા ધોધ કે ડિઝનીલેન્ડ જેવાં પ્રવાસધામો વિશે એટલું બધું લખાયું ને વંચાયું છે કે અહીં કંઈ પણ લખવું એ પુનરાવર્તન થાય. પણ, નાયગરાના સાંનિધ્યમાં મને હિમાલયના કેદારનાથના યાત્રાધામની ભરપૂર યાદ આવી અને મન બંને વચ્ચે સરખામણી કરતું રહ્યું. તે સાથે એવી પ્રતીતિ થઈ કે નાયગરા જો અમેરિકી ભવ્યતાનું પ્રતીક છે તો હિમાલય ભારતની વિરાટતાનું જ્વલંત પ્રતિનિધિત્વ કરે છે. હિમાલયદર્શનની અધ્યાત્મ-અનુભૂતિ મારે નાયગરામાં શોધવી પડી. ત્રણ મહિનાના અંતિમ દિવસો જ્યારે હોમ-સિકનેસના તરફડાટથી ભરાઈ ગયા ત્યારે બધી ચમકદમકની પડછે વતન-ઝુરાપાને ખાળવાનું અશક્ય જ હતું. મુંબઈ એરપોર્ટના ગેન્ગ વેમાંથી પસાર થતાં મેં નીચા નમીને વતનની ધૂળ માથે ચઢાવી ત્યારે સદૈવ કાળજી રાખતી મારી પત્નીએ પાછળથી સચિંત સ્વરે પૂછ્યું, ‘તમારું કંઈ પડી ગયું ?’ મેં ભીના સ્વરે જવાબ આપ્યો : ‘જે પડી ગયું હતું તે મેં પાછું લઈ લીધું.’

ઘણી વાર ગંદું, ગોબરું, કોલાહલિયું, અરાજકતાપૂર્ણ, ભ્રષ્ટાચારથી ખદબદતું, ભેળસેળથી છલકાતું, આંતરકલહમાં ખૂંપેલું, કેટલીક રીતે દરિદ્ર ભારત પણ કદી કદી અણગમો પ્રેરે છે. પરંતુ ઈસ્ત્રી ટાઈટ કપડાં જેવું, યાંત્રિક, બીબાઢાળ, ધોરણીકરણના અતિરેકમાં ખદબદતું, મેકઅપ કરેલા શરીર જેવું, કોસ્મેટિક્સમાં ઓતપ્રોત એવું અમેરિકા જે એકવિધતા અને તેમાંથી સર્જાતી ઉબાઉ નીરસતાનો અનુભવ કરાવે તે આપણને સહજ, સ્વાભાવિક મનુષ્યત્વથી દૂર ધકેલતું લાગે.

તો વળી બીજો એક પ્રસંગ પણ યાદ આવે છે. ફલોરિડા એરપોર્ટ પર જવા માટે અમે મોટેલમાંથી નીકળ્યાં ત્યારે એક અમેરિકન યુવતી મળી. તેના હાથમાં તેડેલા બાળક તરફ મારું ધ્યાન ખેંચાયું. મારામાંનો પત્રકાર જીવ સળવળ્યો. મેં તે યુવતી સાથે વાત શરૂ કરી. તેણે કહ્યું, ‘આ બાળક મારા હિન્દુ પતિનું છે. અમે છૂટાછેડા લઈ લીધા છે. પણ જો હું બીજી વાર લગ્ન કરીશ તો પણ કોઈ હિન્દુ યુવાન સાથે જ કરીશ, કારણ કે મને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં બહુ શ્રદ્ધા છે !’
આ પણ છે અમેરિકાનો એક અલગ ચહેરો !

………………………………………………………………….

ભગવતીકુમારનો નિવાસ સ્મૃતિ શેષ

થોડાં દિવસથી સોની ફળિયા મેઈન રોડનું એક મકાન તૂટતું હતું. એની બાજુમાં જ મૂર્ધન્ય ભગવતીકુમારનું ઘર હતું. આશા હતી, એ તો બચી જશે પણ તે ઠગારી નીકળી. આજે સવારે જોયું તો ભગવતીભાઈનું ઘર નહોતું! મહાદેવ શર્માજીના વાદ્યવાળા બોર્ડથી હવે નક્કી કરવું પડે કે એની બાજુમાં, અહીં, ભગવતીકુમાર વસતા હતાં. બેસન્ટ રોડથી આવતાં વળાંક પર અનાયાસે જ એ બંધ બારી પર નજર જતી કે કદાચ ભગવતીભાઈ ત્યાં બેસીને સોનેટ લખતા જોવા મળે. હવે એ પણ ગયું. જેમણે પોતાની આત્મકથાને ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ કહી, તે ભૂમિ લોહીલુહાણ થતી લાગી અને કોઈ ’ઉફ’ પણ ન થયું!
કેમ? આપણે આપણા કવિના ઘરને બચાવી ન શક્યા? મેં તો મહાપાલિકા, બિલ્ડર મિત્રોને કાલાવાલા કર્યા હતાં કે અહીં ભગવતીભાઈનું સ્મારક બને, એમના પુસ્તકોનું વાચનાલય બને. પણ વળી એકવાર અનુભવ્યું કે આપણું કંઇ ચાલતું જ નથી. નંદશંકર, દુર્ગારામના ઘરોની જેમ આ ઘર પણ ખોવાઈ ગયું!
હવે શું? એની બેસન્ટ રોડને ‘ભગવતીકુમાર માર્ગ’ બનાવીએ તો ક્યારેક યાદ આવશે કે અહીં રહેતા હતા ભગવતીકુમાર શર્મા! આપણા ઘરેણાં, સાહિત્યપુરુષ, રોલ મોડેલ! કાળની ગર્તા કેટલી ઊંડી અને ઝડપી હોય છે, તે વધુ એકવાર અનુભવ્યું!

Leave a comment

Filed under Uncategorized

લોકપ્રિય અને પ્રતિભાશાળી શ્રીદેવી

લોકપ્રિય અને પ્રતિભાશાળી શ્રીદેવી

ખૂબ લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેત્રી શ્રીદેવીના નિધનને બે વર્ષ થઇ ગયાં. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ શ્રીદેવીનું અચાનક અકુદરતી નિધન થતાં દેશમાં અને હલચલ મચી ગઈ હતી. હિન્દી ફિલ્મો ઉપરાંત શ્રીદેવીએ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું. હિન્દી ફિલ્મોના તો તેઓ ‘ફર્સ્ટ ફીમેલ સુપર સ્ટાર’ રૂપે જાણીતા થયાં હતાં. તેમને નેશનલ ફિલ્મ એવોર્ડ, નંદી એવોર્ડ, તમિલ નાડુ અને કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ, ત્રણ ફિલ્મફેર એવોર્ડ્સ અને ત્રણ ફિલ્મફેર સાઉથ એવોર્ડ્સ સહિતના સન્માન મળ્યાં હતાં.
તેમની અભિનેત્રી રુપેની પાંચ દાયકાની કરિયરમાં શ્રીદેવીએ એવી અનેક નાયિકાના પાત્રો કર્યા હતાં જે પરિસ્થિતિનો પડકાર ઝીલતી હતી. સ્લેપસ્ટીક કોમેડીથી એપિક ડ્રામા જેવા વિવિધ પ્રકારના પાત્રો તેમણે સરળતાથી ભજવ્યાં હતાં. એંશી અને નેવુંના દાયકાઓમાં ભારતીય મનોરંજન ઉદ્યોગમાં સૌથી વધુ ફી લેતા મહિલા શ્રીદેવી હતાં. ભારતીય સિને ઇતિહાસની સૌથી મહાન અને અસરકર્તા અભિનેત્રીઓમાંના શ્રીદેવી એક હતાં.
૧૯૬૭ની ‘કંધન કરુનાઈ’ નામની તમિલ ફિલ્મના બાળ કલાકાર રૂપે શ્રીદેવીની ચાર વર્ષની ઉમરે તેમની અભિનય યાત્રાની શરૂઆત થઇ હતી. ૧૯૬૯માં બાળ કલાકાર રૂપે જ તમિલ ફિલ્મ ‘થુનઈવાન’માં તેઓ મુખ્ય ભૂમિકામાં હતાં. દક્ષિણની ત્રણે ભાષાઓની ફિલ્મોમાં તેઓ બાળકલાકાર રૂપે જ જાણીતા થઇ ગયાં હતાં. ૯ વર્ષની ઉમરે હિન્દી ફિલ્મ ‘રાની મેરા નામ’ (૧૯૭૨)માં તેમને આપણે જોયાં હતાં. ૧૯૭૬માં ૧૩ વર્ષની ઉમરે તમિલ ફિલ્મ ‘મૂન્દ્રું મુદીચું’માં તેઓ હિરોઈન રૂપે આવ્યાં અને ખૂબ ઝડપથી તેઓ દક્ષિણની ફિલ્મોના મુખ્ય અભિનેત્રી બની ગયાં. ૧૯૭૫ની ‘જુલી’માં નોંધપાત્ર ભૂમિકા કરીને શ્રીદેવીએ હિન્દી ફિલ્મોમાં પહેલી મુખ્ય ભૂમિકા ‘સોલવા સાવન’ (૧૯૭૯)માં કરી હતી. ૧૯૮૩ની ‘હિમ્મતવાલા’થી તેઓ વધુ સ્વીકૃત બન્યાં. બહુ જલ્દી શ્રીદેવીએ સફળ હિન્દી ફિલ્મોની હારમાળા સર્જી દીધી, જેમાં ‘મવાલી’, ‘તોહફા’, ‘નયા કદમ’, ‘મકસદ’, ‘માસ્ટરજી’, ‘કર્મ’, ‘નઝરાના’ ‘મિ. ઇન્ડિયા’, ‘વક્ત કી આવાઝ’ સામેલ હતી. જે ફિલ્મોમાં તેમના અભિનયની બોલબાલા થઇ તેમાં ‘સદમા’, ‘ચાંદની’, ‘નગીના’, ‘ચાલબાઝ’, ‘લમ્હે’, ‘ખુદા ગવાહ’, ‘ગુમરાહ’, ‘લાડલા’ કે ‘જુદાઈ’ને યાદ કરી શકાય.
૨૦૦૪-૦૫માં તેઓ ટીવી પર ‘માલિની ઐય્યર’ સિચ્ચુએશનલ કોમેડીમાં દેખાયાં. પછી શ્રીદેવી ફિલ્મોથી અળગા રહ્યાં પણ ૧૫ વર્ષ જેટલો લાંબો અંતરાલ કાપીને તેમણે ‘૨૦૧૨માં ઈંગ્લીશ વિન્ગ્લીશ’માં આવીને જે સફળતા મેળવી, તેનાથી તેઓ ભારતની સૌથી સારો કમબેક ધરાવતા અભિનેત્રી બની ગયાં. ૨૦૧૭ની થ્રીલર ‘મોમ’ એ શ્રીદેવીની ૩૦૦મી ભૂમિકા હતી. એ બંને ફિલ્મોમાં તેમના અભિનયના વખાણ પણ થયાં અને ‘મોમ’ માટે તો તેમને મરણોત્તર શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો.
૨૦૧૧માં કરીના કપૂરે શ્રીદેવીના નૃત્યો-ગીતો રજૂ કરીને શ્રીને માન આપ્યું હતું. કરીનાએ કહ્યું હતું, ‘શ્રીદેવી અમારા રોલ મોડેલ છે, જેમને જોઈને અમે ઘણી છોકરીઓ ફિલ્મોમાં આવવા માંગતી હતી.’ ૨૦૧૩માં ભરત સરકારે શ્રીદેવીને મનોરંજન ઉદ્યોગમાં તેમના મહાન પ્રદાન માટે પદ્મશ્રીથી નવાજી સન્માન આપ્યું હતું. તેજ રીતે દક્ષિણના રાજ્યોએ પણ તેમનું સન્માન કર્યું હતું. ૨૦૧૩માં ભારતીય સિનેમાની શતાબ્દી ટાણે સીએનએન – આઈબીએન દ્વારા થયેલાં સર્વેક્ષણમાં શ્રીદેવીને ‘સો વર્ષની મહાન અભિનેત્રી’નું બિરુદ અપાયું હતું.
૧૩ ઓગસ્ટ, ૧૯૬૩ના રોજ શ્રીદેવીનો જન્મ તમિલનાડુના શિવકાશીમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ શ્રી અમ્મા યાન્ગેર અયપ્પન હતું. તમિલ પિતા અયપ્પાન અને તેલુગુ માતા રાજેશ્વરીના તેઓ સંતાન હતાં. પિતાજી વકીલ છે. શ્રીદેવીને એક બહેન અને બે સોતેલા ભાઈઓ છે. એંશીના દાયકામાં મિથુન ચક્રબર્તી સાથે શ્રીના ઘનિષ્ઠ સંબંધો હતાં. રાકેશ રોશનની ‘જાગ ઉઠા ઇન્સાન’ (૧૯૮૪)ના સેટ પર તેઓ નજીક આવ્યાં હતાં. તેમણે લગ્ન કર્યા હોવાની પણ અટકળો હતી. જયારે એક સામયિકે તેમનું મેરેજ સર્ટીફીકેટ પ્રગટ કર્યું ત્યારે મિથુને લગ્ન કર્યા હોવાનું કબુલ પણ કર્યું હતું. જોકે ત્યાર બાદ શ્રીદેવીએ નિર્માતા અને અભિનેતા અનીલ કપૂર અને સંજય કપૂરના મોટા ભાઈ બોની કપૂર સાથે લગ્ન કર્યા. તેમને જાન્હવી અને ખુશી નમક બે દીકરીઓ છે.
શ્રીદેવીને ભરચક, આઠ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. ‘મિન્દુમ કોકિલા’ (તમિલ), ‘ક્ષણ ક્ષણમ’ (તેલુગુ), ‘ચાલબાઝ’, ‘લમ્હેં’, ‘નગીના’ અને ‘મિ. ઇન્ડિયા’, ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડ (૨૦૧૫) અને તે ઉપરાંત, તેમને ‘સદમા’, ‘ચાંદની’, ‘ખુદા ગવાહ’, ‘ગુમરાહ’, ‘લાડલા’, ‘જુદાઈ’ તથા ‘ઈંગ્લીશ વિન્ગ્લીશ’ માટે નોમિનેશન મળ્યું હતું.
શ્રીદેવી સૌના ચહિતા હતાં, તેઓ માસૂમ, નટખટ અને પૂરા નૌટંકી હતાં. ગંભીર, કોમેડી, ડ્રામા તમામ પ્રકારની ફિલ્મો તેઓ અદભુત કરતાં હતાં. ભારતીય શાસ્ત્રીય નૃત્યોથી માંડી અનેક પ્રકારના લોકનૃત્યો અને પાશ્ચાત્ય નૃત્યો પણ તેઓ આસાનીથી કરતાં. બોની કપૂર સાથે પરણીને તેઓ ઘણો બિઝનેસ અને અનેક સામાજિક કાર્યો પણ કરતાં હતાં. દક્ષિણના દર્શકો તો શ્રીદેવીને અમ્મા કહીને સંબોધતા અને તેમના મંદિર બનાવતાં.
૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ દુબઈની જુમેઈરાહ અમીરાત ટાવર્સ હોટેલના ગેસ્ટ રૂમમાં શ્રીદેવી મૃત હાલતમાં મળ્યાં. સત્તાવાર કોરોનરના હેવાલમાં એવું જણાયું કે તેઓ બાથટબમાં આકસ્મિક રીતે ડૂબીને મૃત્યુ પામ્યાં હતાં. તેમના પતિ અને ફિલ્મ નિર્માતા બોની કપૂર પણ ત્યારે શ્રીદેવી સાથે હતા. તેમના નિધનના સમાચાર દેશ વિદેશમાં ફરી વળ્યાં અને સમગ્ર ભારતીય ઉપખંડમાં શોકનું અને તેમના મૃત્યુ અંગેના રહસ્યનું મોજું ફરી વળ્યું હતું.
શ્રીદેવીના યાદગાર ગીતો: આજ રાધા કો શ્યામ યાદ આ ગયા – ચાંદ કા ટુકડા, અય ઝીંદગી ગલે લગા લે, સુરમઈ અખીયોં મેં નન્હા મુન્ના – સાદમા, ધીક તાના ના – લાડલા, હવા હવાઈ, કાટે નહીં કટતે દિન યે રાત – મિ. ઇન્ડિયા, કભી મૈ કહું, મેરી બિંદીયા તેરી નિંદિયા – લમ્હે, લગી આજ સાવન કી, મેરે હાથો મેં નૌ નૌ ચૂડિયા, તેરે મેરે હોઠો પે – ચાંદની, નૈનો મેં સપના, તાકી ઓ તાકી – હિમ્મતવાલા, તું મુઝે કુબૂલ – ખુદા ગવાહ.
‘ફેબ્રુઆરીના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી

Image may contain: 1 person, smiling, closeup

Leave a comment

Filed under Uncategorized

મૈં બચ ભી જાઉં તો તન્હાઈ માર ડાલેગી કવયિત્રી પરવીન શાકિર

સ્ત્રી અને સૌંદર્ય એકબીજાની પૂરક છે .
એ ઘુટન-તરફડાટની અભિવ્યક્તિ
કોઈ પણ સ્વરૂપે થાય ત્યારે સ્ત્રીને વખોડવામાં આવે છે.
ખુદ્દાર કવયિત્રી પરવીન શાકિર
મૈં બચ ભી જાઉં તો તન્હાઈ માર ડાલેગી,
મેરે કબીલે કા હર ફર્દ કત્લગાહ મેં હૈ!
માનસિક કેદખાનામાં પૂરાયેલી પરવીન એટલે જ આગળ કહે છે,
અક્સ -એ-ખુશ્બૂ હૂં બિખરને સે ન રોકે કોઈ,
ઔર બિખર જાઉં તો મુઝ કો ના સમેટે
સ્ત્રીઓ સામેના અમુક પડકાર લગભગ યથાવત છે.
’મૈં જૈસે કોઈ ઘાંસ હૂં,
મૈં જરા સર ઊઠાને કે કાબિલ હોતી હૂં,
તો વો કાટનેવાલી મશીન મખમલ બના લેને કે લિયે મુઝે ચપટા કર દેતી હૈ!
આમાં સ્ત્રીની વ્યથા ઘાસ સ્વરૂપે પ્રગટ થઈ છે.
પાછું કહેવામાં એમ આવે છે કે તને મખમલ બનાવવા માટે અમે કાપીએ છે!

કહેવાયું છે કે પુરુષે સ્ત્રીને સમજવા પ્રયાસ

કરવા કરતાં પુરતો પ્યાર અને સમય
આપી શકો તો કાફી છે તેને પામવા માટે..
 Dr. Maya Angelouની Phenomenal Woman નામક કવીતા..

Pretty women wonder where my secret lies.

I’m not cute or built to suit a fashion model’s size
But when I start to tell them,
They think I’m telling lies.
I say,
It’s in the reach of my arms
The span of my hips,
The stride of my step,
The curl of my lips.
I’m a woman
Phenomenally.
Phenomenal woman,
That’s me.

I walk into a room
Just as cool as you please,
And to a man,
The fellows stand or
Fall down on their knees.
Then they swarm around me,
A hive of honey bees.
I say,
It’s the fire in my eyes,
And the flash of my teeth,
The swing in my waist,
And the joy in my feet.
I’m a woman
Phenomenally.
Phenomenal woman,
That’s me.

Men themselves have wondered
What they see in me.
They try so much
But they can’t touch
My inner mystery.
When I try to show them
They say they still can’t see.
I say,
It’s in the arch of my back,
The sun of my smile,
The ride of my breasts,
The grace of my style.
I’m a woman

Phenomenally.
Phenomenal woman,
That’s me.

Now you understand
Just why my head’s not bowed.
I don’t shout or jump about
Or have to talk real loud.
When you see me passing
It ought to make you proud.
I say,
It’s in the click of my heels,
The bend of my hair,
the palm of my hand,
The need of my care,
‘Cause I’m a woman
Phenomenally.
Phenomenal woman,
That’s me.

Source: Phenomenal Woman By Maya Angelou, Famous Inspirational Poem

Leave a comment

Filed under Uncategorized

પ્રતિભાશાળી ફિલ્મકાર વિજય આનંદ

પ્રતિભાશાળી ફિલ્મકાર વિજય આનંદ

મહાન ફિલ્મકાર વિજય આનંદ ઉર્ફે ગોલ્ડીની ૧૬મી પુણ્યતિથી. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ ગોલ્ડીએ ૭૦ વર્ષની ઉમરે હૃદય રોગના હુમલાને કારણે આ જગતમાંથી વિદાય લીધી હતી. વિજય આનંદ હિન્દી ફિલ્મોના નિર્માતા, નિર્દેશક, ફિલ્મ લેખક, સંપાદક અને અભિનેતા પણ હતા. તેઓ તેમની મહાન મનોરંજક ફિલ્મો ‘નૌ દો ગ્યારહ’, ‘કાલા બાઝાર’, ‘તીસરી મંઝીલ’, ‘ગાઈડ’, ‘જ્હોની મેરા નામ’, ‘જ્વેલ થીફ’, ‘તેરે મેરે સપને’થી હંમેશા યાદ કરાશે. તેમણે બનાવેલી ઘણીખરી ફિલ્મો તેમના પરિવારના નવકેતન ફિલ્મ્સના બેનર હેઠળ જ બની હતી.
૨૨ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ તેમનો પંજાબના ગુરદાસપુરમાં જન્મ થયો હતો. વિજય આનંદ પંજાબના ગુરદાસપુરના ધનવાન વકીલ પીશોરીલાલ આનંદને ત્યાં જન્મ્યા હતા. તેમના સૌથી મોટા ભાઈ એટલે નિર્માતા-નિર્દેશક ચેતન આનંદ અને વચલા ભાઈ એટલે સદાબહાર અને સૌથી ચહિતા ફિલ્મ સ્ટાર્સમાંના એક દેવ આનંદના નાના ભાઈ એટલે વિજય આનંદ. તેઓના બેન શીલકાંતા કપૂરના દીકરા એટલે જાણીતા ફિલ્મ નિર્દેશક શેખર કપૂર. વિજય આનંદના પહેલાં લગ્ન તેઓ જયારે આચાર્ય રજનીશના પ્રભાવમાં હતા ત્યારે લવલીન સાથે થયા હતા. લવલીન ત્યારે ‘રશિયન ટાઈમ્સ’ માટે તેમની મુલાકાત લેવા આવ્યા હતાં અને તેમને પરણવા માંગતા હતાં. પણ આ યુગલ સાથે રહી શકે એમ ન લાગતાં ખુદ રજનીશે જ તેમના લગ્ન ભંગ કર્યા હતાં. વિજય આનંદના બીજા લગ્ન સુષ્મા કોહલી સાથે થયા હતાં, જેઓ તેમના બેનના દીકરી હતાં. તેમને વૈભવ નામે એક દીકરો હતો. પોતાનાથી ઘણી નાની એવી ભાણેજ સાથે વિજય આનંદે લગ્ન કરવા બદલ મોટો વિવાદ પણ જાગ્યો હતો.
સિનેમાની તમામ કલાના નિષ્ણાત એવા વિજય આનંદ હંમેશા યાદ રહેશે તેમની નિર્દેશન કલાથી. દિગ્દર્શક રૂપે તેમની પહેલી જ ફિલ્મ ‘નૌ દો ગ્યારાહ’ (૧૯૫૭) તેમણે માત્ર ચાલીસ દિવસોમાં શૂટ કરી હતી અને તે દ્વારા તેઓ મનોરંજન અને કલાનું મિશ્રણ કેવું સરસ રીતે કરી શકે છે તેની જાણકારી પહેલી જ ફિલ્મથી આપી દીધી હતી. ખરેખર તો દેવ આનંદને મળેલી અપાર લોકપ્રિયતા માટે વિજય આનંદને ક્રેડીટ આપી શકાય. દિગ્દર્શક રૂપે તેમણે ત્યાર બાદ ‘કાલા બઝાર’, ‘તેરે ઘર કે સામને’, ‘ગાઈડ’, ‘તીસરી મંઝીલ’, ‘જુવેલ થીફ’, ‘કહીં ઔર ચલ’, ‘’જ્હોની મેરા નામ’, ‘તેરે મેરે સપને’, ‘બ્લેક મેલ’, ‘છુપા રૂસ્તમ’, ‘બુલેટ’, ‘રામ બલરામ’, ‘રાજપૂત’ અને ‘મૈ તેરે લીયે’ જેવી ફિલ્મો આપી હતી. ‘ગાઈડ’ ફિલ્મને તેમણે અંગ્રેજીમાં ‘ધ ગાઈડ’ રૂપે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરી હતી.
વિજય આનંદ તેમની ફિલ્મોના ગીતોના સ્ટાઈલીશ ચિત્રાંકન માટે પણ જાણીતા હતાં. ‘તેરે ઘર કે સામને’ના શીર્ષક ગીતમાં નાયિકા નૂતન એક બોટલમાં દેખાતા હતાં તો કુતુબ મિનારમાં ફિલ્માવાયેલું ‘દિલ કા ભંવર કરે પુકાર’ યાદગાર છે. તેજ રીતે ડઝનબંધ બારીઓવાળા ખંડમાં ‘જ્હોની મેરા નામ’નું ‘પલભર કે લિયે કોઈ હમે પ્યાર કર લે’ યાદ કરો કે ‘તીસરી મંઝીલ’ના ક્લબ સોંગ્સ, ‘ગાઈડ’ના તમામ ગીતો, ‘જ્હોની મેરા નામ’નું ‘ઓ મેરે રાજા’ કે ‘હુસ્ન કે લાખો રંગ’ જેવા ગીતો કે ‘જ્વેલ થીફ’નું ‘હોઠો મેં ઐસી બાત મૈ છુપા કે ચલી આઈ’, ‘તેરે મેરે સપને’ના સાદગીભર્યા રોમાન્ટિક ગીત, એ ગીતોના શ્રેષ્ઠ ફિલ્માંકનના નમુના છે.
એક અભિનેતા રૂપે વિજય આનંદ તેમની ‘હકીકત’, ‘કોરા કાગઝ’ કે ‘મૈ તુલસી તેરે આંગન કી’, ‘ચોર ચોર’ ઉપરાંત ‘’ઘૂંઘરું કી આવાઝ’, ‘ડબલ ક્રોસ’ કે ‘છુપા રૂસ્તમ’ માટે પણ યાદ કરાય. ઘણાં વિજય આનંદને ટીવી શ્રેણી ‘તહકીકાત’ (૧૯૯૪)ના ડિટેકટીવ સામ તરીકે પણ ઓળખે છે.
વિજય આનંદ ભારતીય સેન્સર બોર્ડના અધ્યક્ષ પણ બન્યા હતા. પરંતુ એડલ્ટ ફિલ્મ્સને આપવાના રેટિંગ બાબતે સરકારના વિચારો સાથે મતભેદ થતાં તેમણે થોડા જ સમયમાં રાજીનામું આપ્યું હતું. તેઓ ભગવાન રજનીશની ખુબ નજીકની વ્યક્તિઓમાંના એક હતા. તેમની નજીકની વ્યક્તિઓ વિજયજીને ‘ગોલ્ડી’ કહેતા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ ગોલ્ડીએ ૭૦ વર્ષની ઉમરે હૃદય રોગના હુમલાને કારણે આ જગતમાંથી વિદાય લીધી હતી.
વિજય આનંદને ‘ગાઈડ’ના નિર્દેશન અને સંવાદ માટે બે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. તો ‘જ્હોની મેરા નામ’ના પટકથા – સ્ક્રીનપ્લે લેખક રૂપે અને સંકલન-એડીટીંગ માટે તેમને ફિલ્મફેર અને બીએફજેએ એવોર્ડ્સ મળ્યાં હતાં.
વિજય આનંદ નિર્દેશિત યાદગાર ગીતો: હમ હૈ રાહી પ્યાર કે – નૌ દો ગ્યારહ, અપની તો હર આહ એક તુફાન હૈ – કાલા બઝાર, તેરે ઘર કે સામને – શીર્ષક ગીત, પિયા તોસે નૈના લાગે રે – ગાઈડ, ઓ હસીના જુલ્ફો વાલી – તીસરી મંઝીલ, હોઠો મેં ઐસી બાત – જ્વેલ થીફ, પલભર કે લીયે – જ્હોની મેરા નામ, હૈ મૈને કસમ લી – તેરે મેરે સપને, પલ પલ દિલ કે પાસ – બ્લેક મેઈલ, ધીરે સે જાના બગીયન મેં – છુપા રુસ્તમ.
‘ફેબ્રુઆરીના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી

Image may contain: 1 person, smiling, eyeglasses

Leave a comment

Filed under Uncategorized