Daily Archives: જૂન 3, 2020

કોરોના લોકડા ઉન સમયે વાંચવાનુ ગમે તેવું પ્લેગ મહામારીનુ વાસ્તવિક ચિત્ર પ્લેગ અનુવાદ પરેશ વ્યાસ

Thinking Activity : Plague – Epidemic Literature Courtesy Pina Gondaliya
The COVID19 epidemic is going to affect all walks of our lives. Our creative and critical abilities will forever be governed by corona virus pandemic. It is going to open those areas in creating writing and critical reading of literature which were rather not thought as we were in amnesia of pandemic. We may see seminars and conferences on ‘Literature and Epidemics’.
Albert Camus’s ‘The Plague’ is one literature text which was the most talked about globally in recent times. As a student of literature we shall know about this novel and what happens in history. There are many quation  in my mind that , how this desis is  happens ? What is reason  behind it? What can people do in this situation?
There is old sentence : “History repeats”. I came to know about this novel during the days of pandemic Covid-19 if you change the ‘Plague’ with “Covide 19″ Corona virus it’s seems you are reading tweets. This book is alive today and word describes it:” masterpiece”.
આલ્બર્ટ કામુ ની નવલકથા ” ધ પ્લેગ” નુ ગુજરાતી ટ્રાનસલેશન પરેશ વ્યાસે ગુજરાતી સમાચાર પત્રમાં ખુબ સરસ રીતે આલેખ્યુ છે. જેમા તે શરુઆતમા જ કહે છે કે, જ્યારે જ્યારે મહામારી શરુ થાય છે ત્યારે ત્યારે એના એંધાણ જરૂર આપે છે.પણ આપણે શાહમૃગ છીએ. કોઈ પણ સ્થિતિ વિશે ગંભીરતાથી વિચારતા નથી. શરૂ શરૂ મા મોઢુ સંતાડી દેવું આપણી તાસીર બની જાય છે. આવશે પણ આપણા સુધી નહિ આવે. અને પડશે એવી દેવાશે એ વિચારસરણીથી આપણી દેવાય જાય છે.
History many time repeats its aware us but people ignore it then this situation is grown and became a dangerous disease.
The Plague – Albert Camus
 
The Plague (French: La Peste) is a novel by Albert Camus, published in 1947, that tells the story of a plague sweeping the French Algerian city of Oran. It asks a number of questions relating to the nature of destiny and the human condition. The characters in the book, ranging from doctors to vacationers to fugitives, all help to show the effects the plague has on a populace. The novel is believed to be based on the cholera epidemic that killed a large proportion of Oran’s population in 1849 following French colonization, but the novel is set in the 1940s. Oran and its surroundings were struck by disease several times before Camus published his novel. According to a research report by the Centers for Disease Control and Prevention, Oran was decimated by the plague in 1556 and 1678, but all later outbreaks, in 1921 (185 cases), 1931 (76 cases), and 1944 (95 cases), were very far from the scale of the epidemic described in the novel.
1. Humanity – human self-centeredness VS human sacrifice


This  is very interesting question about humanity. During this very dangerous disease Corona virus  what can people do?. We can see that many people like doctors, scientist, police, sweepers and many other people  fight against dangerous disease day to night for save humans life. In the novel of The Plague,  Albert Camus said that there are many people sacrifice their lives for fight against Plague for save humans lives like doctor Bernard Rieux who sacrificed their lives for save Human from this disease. But other hand we can see that doctor Barnard many times told government about this diseases but government doesn’t take it seriously they told that,  થોભો અને રાહ જુઓ. But doctor Barnard knows that this is not simple disease but lack of awareness of government it’s spread uncontrollably animals to man.Stupidity of people during COVID 19 Corona Virus.

We can see in this picture  that many peoples like doctors, police, sweeper and many other fight against Corona Virus for save human’s life. But other hand we can see that because of stupidity of people’s situation became very critical.

Corona Virus Plate clapping campaign amid public curfew viral on social meadia, question arose. Amidst the growing havoc of the Corona virus, where the enthusiasm was seen on March 22 for Prime Minister Narendra Modi’s appeal of the public curfew. In fact appeal of janata Curfew was  due to people doing social distancing at home and increasing the enthusiasm of people to deal with global epidemic like Corona. But some people took to the street in Delhi, Indore, Ahmadabad and other parts of the country and made fun of camping by taking the crowd, they have also became a character of laughter.  We can see here stupidity of peoples and situation  become very critical.

2.  Science VS Religion -the question of God and religion in times of epidemic and calormities. 

This is very interesting debate running ever never end. In this pandemic situation this debate became very serious. We can see that how people connect this situation with religion. In the novel The Plague we can see the debate between religoun vs science, debate between Priest and Dr.Bernard Rieux.  In his novel Camus said that A catholic priest called Panel ohh he gives a sermon to the city in the cathedral  of the main squar and seeks to explain The Plague as God’s punishment for depravity. But can whoes here doctor who loathes this approach the plague is not a punishment for anything deserved that would be to imagine that the universe was moral or had some sort of design to it but doctor vo watched a young innocent child die in his hospital and he knows better suffering entirely randomly distributed it makes no sense it . It is no ethical force it is simply absurd.

Power politics – Fascist forces of 1940s vs Surveillance society of 2020s.
Power and politics its happens everywhere. In the novel The Plague Albert Camus said that Dr. Bernard comes to know about this disease and he many times awakes government but government doesn’t take it serious. They say that   થોભો અને રાહ જુઓ. why they give this kind of answer? anything politics behind it? Dr. many times told that this disease but they doesn’t take it serious and situation became uncontrolled. Disease spread uncontrollably animals to humans.
Now the days the dangerous virus Corona spread uncontrollably in the world.

કાલે જ્યાં મડદાનો ધુમાડો હતો , ત્યાં પ્લેગ પછી આતશભાજીનો ધુમાડો હતો

– પ્લેગનો કહેર એની ટોચ ઉપર હોય તો એ મૃત્યુ સ્વીકારી લેવાતું હોય છે

– ‘ધ પ્લેગ’ : ૧૦ : મૂળ લેખક : આલ્બર્ટ કામુ , રજૂઆત : પરેશ વ્યાસ

પ્લેગ હવે પાછો વળી રહ્યો છે. એની પહેલી નિશાની છતાં ઓરાનવાસીઓએ એ વાતને તાત્કાલિક વધાવી લીધી નહોતી. આશા એટલી તો સૂકાઈને સરોડું થઈ ગઈ હતી કે અચાનક આવી પડેલી ખુશીનો બોજ એ સહન કરી શકે તેમ નહોતી. થોડો ડર અને સાવધાનીની મદદથી આશાને મજબૂત કરવી પડે તેમ હતી.મૃત્યુ હજી થઈ રહ્યાં હતા પણ ઓરાનવાસીઓ એ વાતને હેતુપૂર્વક અવગણીને નવી આશાનું સીંચન કરી રહ્યાં હતા. તમે પ્લેગનો પહેલો શિકાર હો અથવા તો તમે ત્યારે મરો જ્યારે પ્લેગનો કહેર એની ટોચ ઉપર હોય તો એ મૃત્યુ સ્વીકારી લેવાતું હોય છે. પણ જ્યારે આઝાદી અને જીત સામે દેખાય છે ત્યારે કોઈ એકનું પણ મૃત્યુ થાય તો એ અત્યાચારનો અતિરેક જ લાગે.

ભૂરું શિયાળું આકાશ કોઈ નવાં ભવિષ્યની ઉમેદ લઈને આવે છે. અલબત્ત એ પણ એટલું જ સાચું છે કે પ્લેગ જો હજી ય પૂરજોશમાં ચાલુ હોત આ જ આકાશ લોકોની ઠેકડી ઊડાડતો હોય એમ લાગત. ડો. કાસ્ટેલનું સીરમ અસરકારક  સાબિત થયું અને અચાનક સમગ્ર સૃષ્ટિ ગભત રીતે સ્વીકાર્ય લાગવા લાગી હતી. સૃષ્ટિ હવે સર્વશક્તિમાન કે ઉદાસીન હોય, એવું લાગતું નહોતું.

ડો. રિક્સ નોંધે છે કે હજી ય ઓરાનમાંથી ભાગી છૂટવાનાં અવિચારી પ્રયત્નો થતાં રહેતા. ઓરાનની સ્થિતિ હતી જ એક જેલ જેવી અને સજા પૂરી થવાનાં થોડાં  અઠવાડિયાં બાકી હોય ત્યારે પણ ભાગવાનું પ્રલોભન થતું રહે છે, જ્યાં સુધી સામાન્ય સમજણ પ્રમાણેની વાસ્તવિક સ્થિતિ સમજાય નહીં ત્યાં સુધી. પ્લેગ આવ્યો અને આવીને શીખવાડી ગયો માણસને પોતાનાં જીવનું મૂલ્ય. ડો. રિક્સ પહેલાં ઓરાનને શાપિત ટાપુ કહેતા, હવે ઓરાન બચી ગયેલાં લોકોને લઇ જતું જહાજ હતું. એક એવો સમય હતો જ્યારે લોકો અંતહીન આતંકથી ભયભીત હતા. હવે તેઓ સમયનાં એ જ દરિયામાં પોતાનાં જહાજને લઈને જીંદગીની સફર ખેડવા તૈયાર હતા.

કોટાર્ડ કે જે ઊલટાં ધંધા કરતો હતો, એને ઓરાનની નોર્મલ સ્થિતિ ગમી નહોતી. એને લાગતું કે હવે જ્યારે શહેરનાં દરવાજા ખુલશે ત્યારે ભૂતકાળમાં એણે કરેલાં ગુનાઓ બદલ એની ધરપકડ થશે. હવે જ્યારે લોકો બહાર આવવા લાગ્યા હતા ત્યારે એ પોતાનાં ઘરમાં રહેવાનું ઠીક સમજતો હતો.

નવજીવન એટલે શું? ટરાઉ એને નવી ફિલ્મ સાથે સરખાવે છે. ફિલ્મ એક છેતરામણો આભાસ છે. બે કલાક માટે લોકો કોઈ બીજાની જિંદગી જીવશે. ચાલશે, હરશે ફરશે, ગીતો ગાશે, રોમાન્સ કરશે કે પછી સીક્રેટ સવસ એજન્ટ બનીને કારનામા કરશે. બે કલાક જુદી રીતે જીવશે. નક્કી સમયે એ આભાસ ખતમ થઈ જશે. શહેરનાં દરવાજા ખૂલશે ત્યારે પ્લેગ પહેલાં હતી એવી સઘળી વસ્તુઓ હશે. તેમ છતાં એ ય ફિલ્મ જેવો છેતરામણો આભાસ હશે. દરેક ઓરાનવાસીનાં પોતાનાં હૃદય ઉપર ઓછાં વત્તા પ્રમાણમાં જખમોની નિશાનીઓ હશે.

કોટાર્ડ ગાયબ થઈ જાય છે. રાત્રે ભાગી જાય છે એ જાણવાં છતાં કે ભાગવું  હવે વ્યર્થ છે. ટરાઉની ડાયરીની નોંધ પૂરી થાય છે. ડો. રિક્સને ખ્યાલ આવી જાય છે કે આ અંત છે.  ટરાઉને પ્લેગનો ચેપ લાગે છે.  એનાં શરીરમાં રોગનાં લક્ષણો જોવા મળે છે.

ડો. રિક્સ ઓરાનવાસીઓની માફક થોડાં હળવાં જરૂર થાય છે. નવી શરૂઆત અને પત્નીને મળી શકવાની સંભવિત સ્થિતિ. પણ વિચાર કે વિવેક વિનાની સ્થિતિનું હોવાપણું (એબ્સડટી) હજી ચાલુ છે. ટરાઉની બીમારી, એનું માથું સખત દુ:ખવું,એને સતત તરસ લાગવી વગેરે ચેતવણી હતી કે એનું બચવું મુશ્કેલ હતું. સામાન્ય રીતે આવા પેશન્ટને આઇસોલેશનમાં રાખવામાં આવતા  હોય છે. પણ ડો. રિક્સ ટરાઉને પોતાનાં રૂમમાં જ રાખે છે. અંગત દેખરેખ છતાં ટરાઉ મૃત્યુ પામે છે પણ એ જે અન્યોને કહેતો કે- જિંદગી એટલે કાતિલ મહામારી સામેની માનવજાતની બહાદૂરીભરી મૂક લડત-એ વાતનો પોતે અમલ કરે છે.એણે એની પીડા છતી નહોતી કરી. શાંતિથી સહન કરી હતી. ડો. રિક્સ નોંધે છે કે આ રાત હવે પ્લેગમુક્ત શહેરની હવા લઈને આવી છે પણ ટરાઉ પ્લેગનો છેલ્લો શિકાર થાય એ પણ દર્શાવે છે કે પ્લેગ હોય ત્યારે જિંદગી એબ્સર્ડ છે.મૃત્યુ સામેની લડતમાં ડો. રિક્સને પોતાની નાકામિયાબીનો ફરી એકવાર અહેસાસ થાય છે. એ ય આખરે તો માણસ છે. ટરાઉનું મૃત્યુ એને ઉદાસ કરી જાય છે.

શહેર હવે ખુલ્લું મુકવામાં આવે છે. નવા અને જૂના ચહેરાં હવે રેલ્વેસ્ટેશનમાં જતાં અને આવતાં દેખાય છે. પોતાનાં લોકોને મળવાનો આનંદ અનેરો હોય છે. પ્લેગ પહેલાંની સ્થિતિ એવી હતી કે લોકો માત્ર ભાગતા ને દોડતા રહેતાં. જીવનને જીવી લેવાની, માણી લેવાનીઈચ્છાની કમી હતી, જેનો ઉલ્લેખ ડો. રિક્સે એમનાં ક્રોનિકલમાં અગાઉ કર્યો હતો. હવે પ્લેગ પછી પોતાનાં જીવનને સારી રીતે, આહિસ્તા આહિસ્તા જીવી લેવાની, એની હરેક ઉત્તેજનાને મન ભરીને માણી લેવાની વાત ઓરાનવાસીઓને સમજાઈ ગઈ હતી. સમયનાં દરિયામાં આ સ્લો મોશન સ્વિમિંગ વધારે સંતોષપ્રદ હતું.

પત્રકાર રેમ્બર્ટ તો અજાણ્યો માણસ હતો, બહારનો માણસ. એણે તો તક મળે ત્યારે ભાગી જવાનો નિર્ધાર કર્યો હતો. પણ પછી એ શહેરની સહિયારી પીડાનો હિસ્સો બની ગયો હતો. પોતાની જાતથી ઉપર ઊઠીને જીવવાનું એણે શીખી લીધું હતું. મહામારી દરમ્યાન આપણે એટલું જરૂર શીખીએ છીએ કે માણસ માત્રમાં ધિક્કારવા લાયક બાબતો કરતાં વખાણવાં લાયક બાબતો વધારે હોય છે.

ડો. રિક્સે એ પણ નોંધ્યું હતું કે એવા ય લોકો હતા જેનાં કોઈ સ્વજન બચ્યા નહોતા. તેઓની સ્થિતિ  પણ પ્લેગનાં આખરી ભોગ બનનારા પેશન્ટ જેવી જ હતી. લોકો જ્યારે આનંદ અને હર્ષોલ્લાસથી મળતા હતા ત્યારે આવા એકલાં રહી ગયેલાં લોકો તરફ  કોઈ ધ્યાન આપતું ન હતું. પણ આમ આનંદનો માહોલ હતો. ગઇકાલની પીડા, ગઇકાલનું દુ:ખ જાણે વીસરાઈ ગયું હતું.

ડો. રિક્સ પોતાની ઓળખાણ છતી કરે છે. આ નવલકથાનાં વર્ણનકાર (નરેટર) તેઓ પોતે જ છે. એવી ઇચ્છા કોઈને પણ થાય કે આખી નવલકથામાં એની પોતાની મહેનત, એનાં પોતાનાં પરાક્રમની જ વાત હોય. આત્મશ્લાઘા આમ તો મનગમતી વાત છે. પણ એમણે કોશિશપૂર્વક પોતાની જાતને ઘણાં બધાં એવાં લોકો પૈકીની એક ગણાવી કે જેઓ પ્લેગની મહામારી સામે જીવનાં જોખમે લડયા હતા. એ જાણતા હતા કે એ જે કહેવાનાં હતા, એ વાત કોઈ આખરી વિજયની ન જ હોઈ  શકે. આ તો માત્ર રેકોર્ડ રાખવાનો હતો એનો કે જે કાંઇ પણ કરવું જરૂરી હતું, એ થયું કેવી રીતે? અને ભવિષ્યમાં જે ફરજિયાતપણે ખાતરીપૂર્વક કરવું પડશે, આતંકનો સામનો કરવા માટે અને એનાં વણથંભ્યા ભીષણ આક્રમણ સામે.

ડો. રિક્સ અંતે કોટાર્ડની વાત લખે છે. પ્લેગને કારણે જેને મુદત મળી ગઈ હતી એ ક્રિમિનલઓરાનવાસીઓને હર્ષોલ્લાસથી ઉજવણી કરતાં જોઈ શકતો નથી અને લોકો પર ગોળીબાર કરે છે. એક કૂતરો મરી જાય છે. કોટાર્ડ માનસિક રીતે પાગલ થઈ જાય છે. એની સ્થિતિ ય એવાં કૂતરાં જેવી છે, જે નિરર્થક ભસતો હતો.

ક્લાર્ક જોસેફ ગ્રાન્ડ આટલાં વર્ષો સુધી એની યુવાનીની પ્રેમિકા જીનીને પત્ર લખી શકતો નહોતો. પણ હવે લખી શકે છે. ડો. રિક્સ છેલ્લે લખે છે કે પ્લેગની સ્થિતિ એ ક્યારેક જીવનથી વધારે અગત્યની બની જાય છે. રોજનાં અન્યાય સામે લડવા જેવી જ આ વાત છે. કાલે જ્યાં બળતાં મડદાંનો ધુમાડો હતો, આજે એ આકાશમાં આતશબાજીનો ધુમાડો છે. હવે ‘નોર્મલ’ સમય છે પણ એ પ્લેગની સાપેક્ષ છે. દેશ રફેદફે થઈ જતો હોય છે જો લોકો અને પ્રસાશન પ્લેગ કે યુદ્ધનાં લક્ષણો અને એની દૂરગામી અસરોને સમયસર ધ્યાન પર લેવામાં નિષ્ફળ જાય. (સંપૂર્ણ)

મહામારી અને સાહિત્યનાં તથ્ય અને સામ્યથ 

૧૦.

જે શરૂ થાય એનો અંત તો આવે જ. ‘પ્લેગ’ અને ‘ધ પ્લેગ’નો અંત આવે છે. રોગ અને નવલકથા બેઉનો અંત આવે છે. દસ મહિના થાય છે સઘળું નોર્મલ થતાં. પણ  આ નોર્મલ છે ખરું?કોઈ પણ મહામારી પછી બધું ફટાફટ નોર્મલ થઈ જતું નથી. અથવા કદાચ એ ‘ન્યૂ નોર્મલ’ છે.

કોવિડ-૧૯ હજી છે. જવાનાં કોઈ લક્ષણ દેખાતા નથી. કેમ બચવું?લોકો શીખતા જાય છે. લોકો સચેત પણ છે. વાઇરસ જશે તો ય મુખાવરણ (ફેસમાસ્ક) અને હસ્તફેન કમ્ (હાથસાબુ) આપણાં અસ્તિત્વનો અભિન્ન હિસ્સો બની જશે. ટોળે વળવું-નો અર્થ ભૂલી જશું આપણે. શક્ય છે કે ૧૦૫મો બંધારણીય સુધારો આવશે, જેમાં ચારથી વધારે લોકોનું જાહેરમાં મળવું બંધારણીય અપરાધ ગણાશે. મોલ અને સિનેમાહૉલ તૂટીને હોસ્પિટલ બનશે. ફાઇવ સ્ટાર હોટલ્સમાં કાયમી ધોરણે એક આઇસોલેશન વિંગ બનશે, જેમાં હેફા એરફિલ્ટર લગાડયા હશે. ખાંસી શરદી હોય એવાં મહેમાનોને આ જ વિંગમાં રહેવું પડશે. ભણવું હવે ઓનલાઈન થઈ જશે. એક્થી પાંચ ધોરણ સુધી  દરેક બાળકે એકલવ્ય બનવું પડશે. તે પછી સ્નાતક કે અનુસ્નાતક અભ્યાસનાં ક્લાસ ઓનલાઈન અને ઓનલાઈન પરીક્ષા થશે. કેન્દ્ર સરકાર દરેક ગરીબને પ્રધાનમંત્રી ઇન્ટરનેટ સહાય યોજના હેઠળ ૨ જીબી ડેટા મફત આપશે. ઓલમ્પિક્સ કે અન્ય રમતનાં વર્લ્ડકપ ખાલી સ્ટેડિયમમાં રમાશે. ખેલાડીઓને પોરસ ચઢાવવા માટે પ્રેક્ષકોની ચિચિયારીનું રેકોડગ સંભળાવવામાં આવશે. ફિલ્મ્સમાં જ્યારે જ્યારે કોઈ પણ એક્ટર એકટ્રેસ બે મીટરથી વધુ નજીક આવશે તો નીચે કાનૂની ચેતવણી  આવશે કે ‘બે મીટરથી ઓછી દૂરી કાનૂનન અપરાધ છે.’ ‘હગ’ શબ્દ ઓબ્સોલીટ થઈ ગયો હોવાથી વિશ્વની ડિક્સનરીઝમાંથી દૂર કરાશે. એને સ્થાને ‘નમસ્કાર’ શબ્દ શામેલ થશે અને વર્ષ ૨૦૨૦નો ‘વર્ડ ઓફ ધ યર’ બનશે. અને…… આમ તર્કનો તંત અનંત છે!

સહેલું નથી. ડરકે પીછે જીત હૈ….. તમે કહેશો કે આ બધી વાત જ એબ્સર્ડ છે. છે જ સાહેબ! આલ્બર્ટ કામુ પણ એ જ કહે છે. મહામારીનું કારણ કોઈ પણ તર્કથી પર છે. એબ્સર્ડ એ છે કે આપણું અસ્તિત્વ શા માટે છે? એવો સવાલ પૂછી શકાય છે પણ જવાબ કોઈ જાણતું નથી. આપણે લાજવાબ થઈ જઈએ છીએ. પ્રિય રમેશ પારેખ અસ્તિત્વનો એવો જ સવાલ પૂછે છે : ‘માછલીએ એકદા જળને પૂછયું : તું કોણ છે? એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર?’ ઇતિ.

 

Leave a comment

Filed under Uncategorized