Daily Archives: જૂન 11, 2020

મુગ્ધાનું માસિકા ગીત Yamini Vyas+કોરોના લોકડા ઉન સમયે વાંચવાનુ ગમે તેવું પ્લેગ મહામારીનુ વાસ્તવિક ચિત્ર 8 પ્લેગ અનુવાદ પરેશ વ્યાસ

💐સુમધુર કંઠ છે એ સખી સોનલ વ્યાસે ‘મુગ્ધાનું માસિકા ગીત’ને ખૂબ સુંદર રીતે સ્વરાંકન કરી સ્વર આપ્યો.આભાર નહીં..વહાલ💐

મુગ્ધાનું માસિકા ગીત
સખી મારામાં રોપાતી હું , હું તો ઊગી કંઈ ઊગી કંઈ ઊગી!
ફરી મારામાં ઠલવાતી હું , કૂદી જોઉં કે ક્યાં લગ પૂગી?
સખી મહીને મહીને જેમાં તરતી,
ક્યાંથી આવે એ રાતું તળાવ ?
ગયું ઉપર નહીં ને પડ્યું નીચે ?,
જેમ ન્યૂટનને થાતો સવાલ
બધું પૂછું પૂછું ને તો ય જાણું ,પણ જાણી જોઈને રહું મૂંગી
સખી મારામાં રોપાતી…….
એક લાલ વહેણ મને લઈ જાતું
મારી અંદરની સાચવી ધમાલ
મારી મુગ્ધાની વેલ ફૂલેફાલે,
ને ઉડે નારી શબ્દનો ગુલાલ
શેર કરું ના પહેલો રોમાંચ, જૈસે મેરી ઝાંસી નહી દુંગી !
યામિની વ્યાસ

1 ટીકા

Filed under Uncategorized