Daily Archives: જૂન 12, 2020

લોકડાઉનમાં હું તો …/ યામિની વ્યાસ’ધ પ્લેગ’નો અંત ૧૦./પરેશ વ્યાસ

લોકડાઉનમાં હું તો 
નીકળી પડી હતી મારી ભીંતરની સફરે,
આમ તેમ
ગલી-કુચી
કાચા પાકા રસ્તે 
સઘળા વળાંકે
ખાડા-ટેકરે
ધારે-કિનારે
ઝાડી-ઝાંખરે
નદી-નાળે
બસ, હું મને મળું જ નહીં
ચાપુ ચપટીય નહીં
તલ ભાર પણ નહીં.
બસ જ્યાં જુઓ ત્યાં
તું જ તું
મારું તો નામોનિશાન નહીં
હવે ખુદને મળવા ક્યાં જાઉં?
સાચું કહેજે,
તેં તારી ભીતર 
મને થોડી ઘણી સંઘરી છે? 
કોરોના વાયરસ અંગે આર એન્ડ ડી સાયન્ટીસ અમારા જમાઇ
રા સુધાંશુકુમાર
Important Update from Dean Reece on the Coronavirus Situation - April 17, 2020
YOUTUBE.COM
Important Update from Dean Reece on the Coronavirus Situation – 

મહામારી અને સાહિત્યનાં તથ્ય અને સામ્યથ ૧૦.

જે શરૂ થાય એનો અંત તો આવે જ. ‘પ્લેગ’ અને Plague આવે છે. રોગ અને નવલકથા બેઉનો અંત આવે છે. દસ મહિના થાય છે સઘળું નોર્મલ થતાં. પણ આ નોર્મલ છે ખરું?કોઈ પણ મહામારી પછી બધું ફટાફટ નોર્મલ થઈ જતું નથી. અથવા કદાચ એ ‘ન્યૂ નોર્મલ’ છે.

કોવિડ-૧૯ હજી છે. જવાનાં કોઈ લક્ષણ દેખાતા નથી. કેમ બચવું?લોકો શીખતા જાય છે. લોકો સચેત પણ છે. વાઇરસ જશે તો ય મુખાવરણ (ફેસમાસ્ક) અને હસ્તફેન કમ્ (હાથસાબુ) આપણાં અસ્તિત્વનો અભિન્ન હિસ્સો બની જશે. ટોળે વળવું-નો અર્થ ભૂલી જશું આપણે. શક્ય છે કે ૧૦૫મો બંધારણીય સુધારો આવશે, જેમાં ચારથી વધારે લોકોનું જાહેરમાં મળવું બંધારણીય અપરાધ ગણાશે. મોલ અને સિનેમાહૉલ તૂટીને હોસ્પિટલ બનશે. ફાઇવ સ્ટાર હોટલ્સમાં કાયમી ધોરણે એક આઇસોલેશન વિંગ બનશે, જેમાં હેફા એરફિલ્ટર લગાડયા હશે. ખાંસી શરદી હોય એવાં મહેમાનોને આ જ વિંગમાં રહેવું પડશે. ભણવું હવે ઓનલાઈન થઈ જશે. એક્થી પાંચ ધોરણ સુધી દરેક બાળકે એકલવ્ય બનવું પડશે. તે પછી સ્નાતક કે અનુસ્નાતક અભ્યાસનાં ક્લાસ ઓનલાઈન અને ઓનલાઈન પરીક્ષા થશે. કેન્દ્ર સરકાર દરેક ગરીબને પ્રધાનમંત્રી ઇન્ટરનેટ સહાય યોજના હેઠળ ૨ જીબી ડેટા મફત આપશે. ઓલમ્પિક્સ કે અન્ય રમતનાં વર્લ્ડકપ ખાલી સ્ટેડિયમમાં રમાશે. ખેલાડીઓને પોરસ ચઢાવવા માટે પ્રેક્ષકોની ચિચિયારીનું રેકોડગ સંભળાવવામાં આવશે. ફિલ્મ્સમાં જ્યારે જ્યારે કોઈ પણ એક્ટર એકટ્રેસ બે મીટરથી વધુ નજીક આવશે તો નીચે કાનૂની ચેતવણી આવશે કે ‘બે મીટરથી ઓછી દૂરી કાનૂનન અપરાધ છે.’ ‘હગ’ શબ્દ ઓબ્સોલીટ થઈ ગયો હોવાથી વિશ્વની ડિક્સનરીઝમાંથી દૂર કરાશે. એને સ્થાને ‘નમસ્કાર’ શબ્દ શામેલ થશે અને વર્ષ ૨૦૨૦નો ‘વર્ડ ઓફ ધ યર’ બનશે. અને…… આમ તર્કનો તંત અનંત છે!

સહેલું નથી. ડરકે પીછે જીત હૈ….. તમે કહેશો કે આ બધી વાત જ એબ્સર્ડ છે. છે જ સાહેબ! આલ્બર્ટ કામુ પણ એ જ કહે છે. મહામારીનું કારણ કોઈ પણ તર્કથી પર છે. એબ્સર્ડ એ છે કે આપણું અસ્તિત્વ શા માટે છે? એવો સવાલ પૂછી શકાય છે પણ જવાબ કોઈ જાણતું નથી. આપણે લાજવાબ થઈ જઈએ છીએ. પ્રિય રમેશ પારેખ અસ્તિત્વનો એવો જ સવાલ પૂછે છે : ‘માછલીએ એકદા જળને પૂછયું : તું કોણ છે? એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર?’ ઇતિ.

Leave a comment

Filed under Uncategorized

કોરોના લોકડા ઉન સમયે વાંચવાનુ ગમે તેવું પ્લેગ મહામારીનુ વાસ્તવિક ચિત્ર 9 પ્લેગ અનુવાદ પરેશ વ્યાસ

પ્રકૃતિનું મસ્તીભર્યું મનહર છંદમાં લખાયેલું મારું ગીત
અને
સોનલનો મનભર મોહક સ્વર અને મનોહર સ્વરાંકન💐
વાયરાએ કહ્યું કાંઇ હસી કળી ચુલબુલી
મોગરાએ જોઈ લીધું આંખ કરી અધખૂલી
જાસૂદના છોડને તો ચાલે નહીં વાત વિના
સામે રાતરાણી એ તો જાગે નહીં રાત વિના
એણે કંઈ હોંકારાઓ ભણી દીધા ભાન ભૂલી
વાયરાએ કહ્યું કાંઇ….
વડને તો છાંયડા બિછાવવાનું કામ મળ્યું
છાંયડામાં આવી બેઠું કોઈ એ ઇનામ મળ્યું
હું ય પછી વડવાઈ ઝાલી એની જેમ ઝૂૂલી
વાયરાએ કહ્યું કાંઇ….
યામિની વ્યાસ
0:55 / 2:04

Leave a comment

Filed under Uncategorized