Daily Archives: જૂન 29, 2020

Butterfly + Face your past without regret

Courtasy    Carmen Dragone” <carmendragone2@gmail.com>
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt

Diseño de Irena

Face your past without regret.

Handle your present with confidence.

Prepare for the future without fear.

પ્લાસીનું યુદ્ધ ક્યારે ખેલાયું હતું ? સોક્રેટીસના શિષ્યો કોણ હતા ? યાદશક્તિ આધારિત શિક્ષણ પદ્ધતિ સર્જનાત્મકતાનો શૂન્ય અવકાશ સર્જે છે?

ગુગલ, એપલ, ફેસબુક જેવી કંપનીઓને દિમાગમાં કેટલું સંઘર્યું છે તે નહિ દિમાગ કઈ રીતે ચાલે છે તેમાં રસ છે

ગુગલમાં સર્ચ કરવાથી બધા ઉત્તરો મળી જાય છે ત્યારે માત્ર યાદશક્તિ પર જ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિને ડીલીટ કરવાની જરૂર 

ભારતના એક ટીન એજર વિદ્યાર્થીના પરીક્ષામાં ૯૦ ઉપર ટકા આવ્યા. તેના મમ્મી-પપ્પા તેમજ સગા સ્નેહીઓએ ગૌરવ લેવા સાથે તેને શાબાશી આપી. શાળાના સંચાલકો અને શિક્ષકગણ પણ ગણિત, વિજ્ઞાાન, ભૂગોળ તેમજ ઇતિહાસના ઝળહળતા દેખાવથી તેેનું ભાવિ ઉજ્જવળ જોઈ શકતા હતા. આ વિદ્યાર્થી ર્  આ હદે  તેને બિરદાવાતો હતો છતાં જાણે છુપા દોષની લાગણી અનુભવતો હતો. તેેને  તેેની ઉપલબ્ધિ અને મળતી દાદ કંઈ ખાસ ખુશી નહોતી આપી શકતી.

આ અંગેનું કારણ તેણે સહજ  વાતચીત  દરમ્યાન જે આપ્યું ત ે આપણા શિક્ષણના રખેવાળોની આંખ ઉઘાડનારું છે. આ વિદ્યાર્થીએ કહ્યું કે ”ભલે મારા માર્કસ નંબર વન છે પણ સાચું કહું તો  મારું આ રેન્કિંગ મહદ્દઅંશે ગોખીને લખેલા ઉત્તરોને આભારી છે. હું વિશેષ કરીને વિજ્ઞાાન, ભૂગોળ, પર્યાવરણ, સમાજ શાસ્ત્ર કે ઈતિહાસના પ્રકરણોને  સમજ્યો નથી. હજુ મને દેહ રચના  અને અંગો – ઉપાંગો કઈ રીતે કામ કરે છે તે સમજાતું નથી.

બલ્બની શોધ કોણે અને ક્યારે કરી તે મને અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ ગોખેલું હોઈ જવાબ આપી દઉં. સિદ્ધાંતો સાથે,આકૃતિ દોરીને શોધ -સંશોધનો અને ખગોળ તેમજ ભૂગોળ ફાંકડું ઉત્તરવહીમાં ઉતારી બતાવું. પણ આ બધું  એક વત્તા એક બે થાય તે રીતે નથી સમજી શક્યો કે નથી સમજાવી શકું તેમ. તમામ  સ્તરે  વિશ્વની ટોચની કંપનીઓનાં ટેકનોક્રેટ્સ, તબીબો, અર્થશાસ્ત્રીઓ, અગણિત વિદ્યા શાખાઓની દુનિયા અંગે હું  જાણું છું ત્યારે હું  લઘુતાગ્રંથીથી પીડાઉં છું કે આ રીતે ભારતમાં ઉચ્ચ ડીગ્રી મેળવીને મને મારો કાર્ય સંતોષ મળશે ?મારા રસ રુચીમાં ઊંડો ખૂંપીને કંઈ પ્રદાન આપી શકીશ ? મારે માત્ર ગોખીને માર્ક લઈને દુનિયા સમક્ષ કઈ પુરવાર નથી કરવું.

મારે મારી જ નજરમાં ખરા ઉતારી હું જે અભ્યાસ કરું છે તેને હું એપ્લીકેશનની રીતે સમજુ છું તેેવો સંંતોષ મેળવવો છે.”  બારમા ધોરણના આ વિદ્યાર્ર્થીની વ્યથા જોઇને એટલું તો સ્પષ્ટ બની ગયું કે આગળ જતા આ વિદ્યાર્થી જરૂર તેનું આગવું પ્રદાન અને ત પણ વિશ્વ મંચ પર કરી બતાવશે કેમ કે તે આપણી શૈક્ષણિક સિસ્ટમની નબળાઈ પારખી ગયો છે અને તેની તૈયારી પણ વૈશ્વિક સ્તરે ઉભો રહી શકે તેમ કરશે. વિદ્યાર્ર્થીઓ અને વાલીઓએ એ વાત પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે કે ખરેખર ”ડેપ્થ”માં વિષયને હસ્તગત કરાય છે કે કેમ.

વિશ્વભરના કોઈપણ યુવાન કે જેની પાસે સર્જનાત્મક દિમાગ છે, પહેલી નજરે  તરંગ તુુક્કા જેવી લાગે તેવી પ્રોડક્ટ બનાવવાનું સ્વપ્ન હોય કે પછી તે કોઈ કંપનીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં તેની જાતને પ્રેક્ટીકલી કંઇક પ્રદાન આપી હિસ્સોે બનવા માંગતો હોય છતાં તેની પાસે જે તે વિષયની ડીગ્રી ના હોય તેેવું બને. આવા સંજોગોમાં અત્યાર સુુધી એવું બનતું આવ્યું છે કે તે વ્યક્તિ તેવી નોકરી માટે અરજી જ નહોતો કરી શકતો. પાયાની જરૂરીયાત તરીકે આ માટે ડીગ્રી હોવી જરૂરી હતી. પણ તમને જાણીને નવાઈ લાગશે કે ગુગલ, એપલ, આઈ બી એમ, બેંક ઓફ અમેરિકા ચીપોટલે, કોસ્કો અને અર્નેસ્ટ યંગ જેવી ૨૫ કંપનીઓએ તેઓને વૈશ્વિક ઉમેદવારો લાવી આપતી ”ગ્લાસડોર” એજન્સીને એવી સૂચના આપી દે છે કે જો નોકરી માટેની અરજી કરનાર ઉમેદવાર કોઈ  ડીગ્રી ન ધરાવતો હોય પણ તેણે વિષય, પ્રોડક્ટ કે કોડીંગ, અલ્ગોરીધમ, લેન્ગવેજની સર્ટીફીકેટ પરીક્ષા માત્ર આપી હોય કે એમ જ જો તે અરજીમાં જે પોસ્ટની જરૂરીયાત છે તેમાટે  તે ભલે થીયરી ન જાણતો હોય પણ તેના વગર પણ તે ખરેખર વ્યવહારુ રીતે પરિણામ લાવી શકતો હોય તેવો નિર્દેશ કરતો હોય તો તેેને ઈન્ટરવ્યું માટે કોલ આપવો.

આ રીતે જોવા જઈએ તો ભારતમાં એવા કેટલાયે ઓટો મિકેનિક, ઈલેકટ્રીશ્યન અને ઈલેક્ટ્રોનીક્સ ઉપકરણોના ભેજાબાજ છે જેઓ ૧૦ ધોરણ પણ પાસ નથી. આપણે જેને જુગાડ કહીએ છીએ તેમાં થોડું સ્પેશ્યલાઇઝ શિક્ષણ કે કોર્ર્ટનો સ્પર્શ ઉમેરી શકાય. શૈક્ષણિક માળખાની ચેનલમાંથી પસાર થઈને સ્નાતક કે અનુસ્નાતક હોવું તે જ વિશ્વની ટોચની કંપનીમાં જોબ મેળવવાની પાયાની શરત હવે નથી રહી.

આપણી શિક્ષણ પદ્ધતિને સાવ ઉતારી પાડવાનો આશય પણ નથી. એમ તો ગુગલના સીઈઓ સુંદર પીછાઈ કે માઈક્રોસોફ્ટના સત્ય  નડેલા કે ઇન્ટેલની વાઈસ પ્રેસીડંટ મનિષા પંડયાથી માંડી અમેરિકાની ટોચની કંપનીઓ કે નાસામાં પણ માં ટોપ ટુ બોટમ ભારતીયો છવાયેલા છે. જો કે સાથે સાથે એ પણ સ્વીકારવું પડે કે નોબેલ પ્રાઈઝ સહિત આ તમામ ભારતીયોએ  ઉચ્ચ ડીગ્રી કે પી એચ ડી અમેરિકા કે યુરોપની યુનિવર્ર્સિટીમાંથી પાર પાડયું છે. વિદેશમાં જે શૈક્ષણિક અને શોધ સંશોધનનું વાતાવરણ મળ્યું તેને આખરી જશ જાય છે.

માત્ર ટેકનોલોજી કે અર્થશાસ્ત્રમાં જ  નહિ પણ મેનેજમેન્ટ અને કલા સર્જન સહિતના તમામ વિષયોના  આંતરરાષ્ટ્રીય   પ્રદાનકર્તાઓને પણ આ લાગુ પડે છે. બીલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, ઝકરબર્ગ અને કલાનીક (ઉબરના સ્થાપક ) જેવા વિશ્વને ૨૧મી સદીમાં લઇ જનારાઓ પાસે ડીગ્રી કે માસ્ટર ડીગ્રી નથી. તેઓ ઠોઠ નહિ ખરા અર્થમાં જીનીયસ હતા અને છે પણ અમેરિકામાં એવી જડ  સીસ્ટમ કે માનસ ૩૦ -૩૫ વર્ષ પહેલા પણ નહોતું કે પહેલા તો તમે ૨૦-૨૫ વર્ષની વય સુધી બધી સર્જનાત્મકતા અભરાઈએ ચઢાવી ડીગ્રી મેળવો.

જો ભૂગોળમાં કે ઇતિહાસમાં આગળ વધવાનું તમારું સ્વપ્ન જ નથી અને તમને સંગીત, શિલ્પ કે ટેકનોલોજીમાં રસ છે તો તમારે ભૂગોળ- ઈતિહાસનો અભ્યાસ કરવાની શું જરૂર ? ડીગ્રીની ચિંંતા કર્યા વગર જે વિષયમાં રસ છે તેમાં જ પૂર્ણ સમય આપો ને. તમને રમતમાં કે પરફોર્મન્સ ક્ષેત્રે આગળ આવવું છે તો અન્ય વિષયોના અભ્યાસની જરૂર નથી. વિદેશમાં એવું મોડેલ છે કે તમે ખેલાડી અને કોચ તરીકે કમાઈ  શકો છો.  હા, વિદેશમાં વ્યક્તિને ઓછી આવક છતાં તેનું ગમતું કરવા મળે છે તેનો આનંદ  છે. સમાજ પણ તેની કમાણી કે ડીગ્રી અંગે વિચારી તેના આધારે તેને ઉંચી કે નીચી નજરે નથી જોતો.                                        Pravin Kumar Patel
NY Long Island 

Leave a comment

Filed under Uncategorized