Daily Archives: જૂન 30, 2020

આનંદ આનંદ+અનારકલી બનેલાં બિના રાય

💐આનંદ આનંદ💐
ભવન્સ ડિજિટલ આંતરરાષ્ટ્રીય નાટ્ય સ્પર્ધાના ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં પ્રવેશ..
મેં જાણીતા લેખિકા શ્રી સરોજબેન પાઠકની વાર્તા ભજવી હતી.
प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: 'ભવન્સ કલા કેન્દ્ર આયોજીત ડિજિટલ આંતરરાષ્ટ્રીય ગુજરાતી નાટ્ય સ્પર્ધા 3rd Round માં પ્રવેશતા Contestants અભિનંદન Lockdown 2020' सांगणारा मजकूर
‘ભવન્સ ડિજિટલ આંતરાષ્ટ્રીય ગુજરાતી નાટ્ય સ્પર્ધા’ LOCKDOWN 2020 🔔🔔🔔
પ્રથમ ફેરી – 157 કૃતિઓ
દ્વિતીય ફેરી – 88 કૃતિઓ
ને હવે… શરુ થાય છે અંતિમ ફેરીમાં ચૂંટાયેલી 62 કૃતિઓનું મહાયુદ્ધ.
*MONOLOUGE*
Aarti Malkan Vakani (Surat) – https://youtu.be/U1TmJC6dqZQ
Alpesh Dixit (Mumbai) – https://youtu.be/LTfBrmVuToc
Anushka Pandya (Bhavnagar) – https://youtu.be/8ppin3j2Yy4
Ashwini Tekale (Vadodara) – https://youtu.be/lz-eL8wm13g
Bhavana Mehta (Mumbai) – https://youtu.be/YZq4snOySEI
Bhavya Sirohi (Ahmedabad) – https://youtu.be/Za6uyhRngFs
Bhumi Choksy (Kutch) – https://youtu.be/nV467BqA4UA
Darsh Vithlani (Jamnagar) – https://youtu.be/BEgxhDrQwh4
Darshana Chaniyara (Jamnagar)- https://www.youtube.com/watch?v=SazYQwTHmGY
Deepal Pandya (USA) – https://youtu.be/WvaojMhDhMs
Dhara Trivedi (Mumbai) – https://youtu.be/ceg87Hnm2RI
Dhimahi Rajyaguru (Dhodha) – https://youtu.be/cLy3V6ssUw4
Dhvani Rajyaguru (Dhodha) – https://youtu.be/lv2ixefbiFw
Dilip Dave (Kolkata) – https://youtu.be/sKr4rabvK04
Hardik Bhavsar (Vadodara) – https://youtu.be/Lu3OLpsG62c
Harshal Mankad (Rajkot) – https://youtu.be/yAed3eA8POY
Harshit Dhebar (Rajkot) – https://youtu.be/Sm08xn2RUAU
Hima Jani (Rajkot) – https://youtu.be/LGxxfgunQPI
Hina Velani (Mumbai) – https://youtu.be/Bd1YslvQE74
Jaydeep Voraa (Surat) – https://youtu.be/NmAoG4DazJ4
Kervi Udani (Mumbai) – https://youtu.be/r4o8b6Fn4RU
Ketan Karia (Jamnagar) – https://youtu.be/dxiQcxx1fZw
Khushboo Desai (Navsari) – https://youtu.be/Mpp8Sl7ABfA
Krishna Shukla (Mumbai) – https://youtu.be/E7_12NBTdiE
Krutisha Chovatia (Vadodara) – https://youtu.be/-f0iNdCvSKY
Mahek Bhatt (Mumbai) – https://youtu.be/kfhpUdjQdCA
Mahesh Kariya (Mumbai) – https://youtu.be/QqEhfaz_Ma8
Maulik Goswami (Ahemedabad) – https://youtu.be/IUYuh-1Bf_A
Palak Shah (Surat) – https://youtu.be/TUojbDtZ3po
Param Shukl (Gandhi Nagar) – https://youtu.be/99R38TBNveY
Pintukumar Goswami (Mumbai) – https://youtu.be/t5oEnfFIylI
Pratha Tukadiya (Ahmedabad) – https://youtu.be/ygLhaFAVS5E
Preeta Pandya (Mumbai) – https://youtu.be/yMZS6FwSn-0
Preeti Jariwala (Mumbai) – https://youtu.be/lMSYakW5TkI
Prisha Bhadresh Shah (Ahmedabad) – https://youtu.be/d-gVNCnZkl4
Priyam Jani (Surat) – https://youtu.be/TfNikJVSAeI
Punit Lotwala (Surat) – https://youtu.be/O7s5zjfpMfg
Rajal Pujara (Gujarat) – https://youtu.be/mD_rb1ITKgk
Rohit Prajapati (Vadodara)- https://youtu.be/bR3cQPjz7yo
Shivani Modh (Gandhinagar) – https://youtu.be/1_o-yM4PfbU
Shubham Gala (Mumbai) – https://youtu.be/dEc6LBazR3o
Siddharth K. Bhuptani (Mumbai) – https://youtu.be/BPBjb7c6vss
Siddharth Shah (Valsad) – https://youtu.be/otydCGe31Wg
Sonal Dhami (Mumbai) – https://youtu.be/2s2LNjXTD-8
Urjita Kinariwala (Gujarat) – https://youtu.be/FQBbl108COY
Varshil Khatri (Ahmedabad) – https://youtu.be/wjm09qNZCS4
Vasant Ghaswala (Surat) – https://youtu.be/gsDa_1vuuCY
Vijay Udayan (Mumbai) – https://youtu.be/LWP10x2zI7M
Vrushabh Bhavsar (Surendra Nagar) – https://youtu.be/v8tQYMnvkrQ
Yamini Vyas (Surat) – https://youtu.be/XNindsmTEoY
*DUOLOGUE*
Abhijit Chitre & Shakunt Joshipura (Mumbai) – https://youtu.be/Pw5rd7q3oq8
Hetvi Parekh, Khushi Shah (Surat) – https://youtu.be/8F8Dk9cUEzk
Jayesh Barbhaya & Arya Barbhaya (Mumbai)- https://youtu.be/-pCWUaLoqUk
Mamta Buch & Maun Sadhu (Gandhi Nagar) – https://youtu.be/wGKNfRdGxV4
Nisarg Parekh, Hemanshu Parekh (Singapore) – https://youtu.be/SBTkUi3MC2c
Purvi Barot & Heer Barot (Bharuch) – https://youtu.be/02lvyNEeyOw
Rajoo Yagnik & Pallavi Vyas (Rajkot) – https://youtu.be/MHobbnYIhwA2
*SKIT*
Chinmay Vyas, Manav Vyas, Tanvi Vyas, Sachin Vyas (Mumbai) – https://youtu.be/8chxIL3KFZk
Jasmin Joshi, Vanrajsinh Gohil, Vikram Mehta (Savarkundla)- https://youtu.be/5faZlNTHpTY
Megha Pandya, Gaurav Pandya, Dinesh Pandya, Harsiddhi Pandya, Saumya Pandya (Jamnagar) – https://youtu.be/t-oOf4crOBE
Megha Vithlani, Payal Rathod, Shankar Singh (Rajkot) – https://youtu.be/fQ6UN_ylkH4
Rajeev Bhatt, Jalidh Bhatt, Utkarsh Bhatt, Hiral Bhatt – (Bhavnagar) https://youtu.be/bEk0U_nHrX0
નિર્ણાયક તરીકે મીનળ પટેલ (અભિનેત્રી), અનુરાગ પ્રપન્ન (અભિનેતા – લેખક – દિગ્દર્શક) અને વિરલ રાચ્છએ (અભિનેતા – દિગ્દર્શક) ત્રીજી અને અંતિમ ફેરીમાં પ્રવેશનાર કલાકારોને તેમજ આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેકે દરેક કલાકારોને ખુબ વધાઈઓ આપી.😘😘😘
અંતિમ ફેરીના પરિણામ માટે જોતા રહો

भाषांतर पहा
<img class="j1lvzwm4" src="data:;base64, ” width=”18″ height=”18″ />
तुम्ही, Yamini Vyas, Aneri Vyas आणि अन्य ५९
३९ प्रतिक्रिया
आवडले
टिप्‍पणी

सामायिक करा

અનારકલી અને મુમતાઝ મહલ બનેલાં બિના રાય

હિન્દી ફિલ્મોના બ્લેક એન્ડ વ્હાઈટ યુગના જાણીતા અભિનેત્રી બિના રાયની દસમી પુણ્યતિથિ. ૬ ડીસેમ્બર, ૨૦૦૯ના રોજ તેમનું નિધન થયું હતું. ‘અનારકલી’ અને ‘તાજ મહાલ’ જેવી ફિલ્મમાં બાદશાહી ઠસ્સો ધરાવતા પાત્રો કરનારા બિના રોયને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ ‘ઘૂંઘટ’ (૧૯૬૦) માટે મળ્યો હતો.

૧૩ જુલાઈ, ૧૯૩૧ના રોજ ત્યારના પંજાબના લાહોરમાં જન્મેલા ક્રિશ્ના સરીનને આપણે બિના રાય તરીકે ઓળખીએ છીએ. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા ત્યારે તેમનું પરિવાર પાકિસ્તાનના લાહોરમાંથી વિસ્થાપિત થઇ ગયું હતું. કોમી તોફાનોના માહોલમાં તેમનું પરિવાર ઉત્તર પ્રદેશમાં આવીને વસ્યું હતું. તેમણે સ્કૂલનો અભ્યાસ લાહોરમાં અને કોલેજનો અભ્યાસ લખનૌમાં કર્યો હતો. અભિનેત્રી બન્યા ત્યાં સુધી બિના રાય કાનપુરમાં રહેતાં હતાં. ફિલ્મોમાં અભિનય કરવા માટે મા-બાપની મંજૂરી મેળવવા માટે તેમણે ભૂખ હડતાલ કરવી પડી હતી.

૧૯૫૦માં જયારે બિના રાય લખનૌની ઈસાબેલા થોબર્ન કોલેજમાં ભણતા હતાં ત્યારે તેમણે ટેલેન્ટ કોન્ટેસ્ટની જાહેરાત જોઈ હતી. તેમણે અરજી કરતાં તેમને કોલ આવ્યો હતો. તેઓ કોલેજના નાટકોમાં કામ કરતાં પણ ફિલ્મોમાં કારકિર્દી બની શકે તેવો તેમને વિચાર પણ નહોતો આવ્યો. મા-બાપને જેમતેમ સમજાવીને તેઓ મુંબઈ ગયા અને ત્યાં પસંદગી પામ્યા એટલું જ નહીં, રૂ. ૨૫ હજારનું ઇનામ પણ મળ્યું. સાથે કિશોર સાહુની ફિલ્મ ‘કાલી ઘટા’ (૧૯૫૧)ની નાયિકાની ભૂમિકા તેમને મળી હતી. આમ તેમની અભિનય યાત્રા શરૂ થઇ. તેમણે કુલ ૨૮ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
પચાસના દાયકામાં બિના રાય અભિનેતા પ્રેમનાથને પરણ્યા. પ્રેમનાથના બહેન ક્રિશ્નાના લગ્ન રાજ કપૂર સાથે થયાં હતાં. આમ બિના રાય પણ કપૂર પરિવાર સાથે જોડાયાં. બિના રાય અને પ્રેમનાથે થોડી ફિલ્મોમાં સાથે અભિનય પણ કર્યો. તેઓ સાથે હોય એવી પહેલી ફિલ્મ ‘ઔરત’ (૧૯૫૩) હતી. જે બાઈબલની કથા ‘સેમસન એન્ડ ડીલાઈલા’ની ભારતીય આવૃત્તિ હતી. એ ફિલ્મ તો નિષ્ફળ ગઈ પણ બિના રાય અને પ્રેમનાથ એકબીજાના પ્રેમમાં પડ્યા. તેમણે લગ્ન કર્યા અને તરત જ તેમનું નિર્માણ ગૃહ શરૂ કર્યું. જે પી.એન. ફિલ્મ્સ નામે શરૂ થયું. તેની પહેલી ફિલ્મ ‘શગુફા’ (૧૯૫૪) હતી. ‘શગુફા’ પર તેમણે ખુબ ઊંચી મદાર બાંધી હતી પણ પ્રેક્ષકોને તે ગમી નહીં. ત્યાર પછી ‘ગોલકોંડા કા કૈદી’, ‘સમુંદર’ કે ‘વતન’ પણ સરેઆમ નિષ્ફળ નીવડી. આમ બિના રાય –પ્રેમનાથની જોડી પડદા પર સફળ ન જ થઇ.

જોકે બિના રાયની અભિનેતા પ્રદીપ કુમાર સાથેની ફિલ્મો યાદગાર નીવડી. જેમાં ‘અનારકલી’ (૧૯૫૩)માં બિના શીર્ષક ભૂમિકામાં હતાં, ‘તાજમહાલ’માં તેઓ મુમતાઝ મહાલ રૂપે હતાં તો ‘ઘૂંઘટ’નો તેમનો અભિનય તો ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાવી ગયો. તેમનો દીકરો પ્રેમ ક્રિષ્ણ અભિનેતા બન્યો અને ‘દુલ્હન વોહી જો પિયા મન ભાયે’માં હીટ પણ થયો. તેઓ અભિનેતાને બદલે નિર્માતા બન્યા અને ટેલીવીસ્ટા બેનર સાથે ‘કથાસાગર’, ‘ગુલ ગુલશન ગુલફામ’ અને ‘ઝૂનુન’ જેવી યાદગાર ટીવી શ્રેણીઓ આપી.
બિના રાયે ઘણાં વર્ષો પહેલાં ફિલ્મમાં અભિનય કરવાનું બંધ કર્યું હતું. અમુક ઉમરે મહિલાઓને સારી ભૂમિકા નથી મળતી એવું તેમણે જણાવ્યું હતું. તેઓ તેમના પતિ પ્રેમનાથ વિશે પણ આનંદથી વાતો કરતાં. તેમના પૌત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડોક્ટર્સ પરની ટીવી શ્રેણી ‘સંજીવની’ (૨૦૦૪)નું નિર્દેશન કર્યું હતું. તેઓ ‘વી આર ફેમીલી’ (૨૦૧૦)માં ફિલ્મ નિર્દેશક રૂપે પણ આવ્યા હતાં.

૬ ડીસેમ્બર, ૨૦૦૯ના રોજ હૃદય રોગના હુમલામાં બિના રાયનું ૭૮ વર્ષની વયે નિધન થયું.

બિના રાયના જાણીતા ગીતો: હમસે ના પૂછો કોઈ પ્યાર ક્યા હૈ – કાલી ઘટા, યે ઝીંદગી ઉસીકી હૈ, આજા અબ તો આજા, જાગ દર્દ-એ-ઈશ્ક જાગ, ઝીંદગી પ્યાર કી દો ચાર ઘડી હોતી હૈ, દુઆ કર ગમ-એ-દિલ, ઓ આસમાન વાલે – અનારકલી, કહાં લે ચલે હો – દુર્ગેશ નંદિની, પાઉં છૂ લે ને દો, જુલ્મે ઉલ્ફત પે હમે લોગ સજા દેતે હૈ, જો બાત તુજ મેં હૈ, જો વાદા કિયા વો નિભાના પડેગા – તાજમહાલ.
(‘ડિસેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી)

Image may contain: 1 person

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ