Daily Archives: જુલાઇ 25, 2020

કવિ પ્રેમ ધવન

મેરા રંગ દે બસંતી ચોલાના કવિ પ્રેમ ધવન
હિન્દી ફિલ્મોમાં યાદગાર દેશભક્તિ ગીતો આપનાર કવિ-સંગીતકાર પ્રેમ ધવન હોત તો ૯૭ વર્ષના થાત. ૧૩ જૂન, ૧૯૨૩ના રોજ હરિયાણાના અંબાલામાં તેમનો જન્મ થયો હતો. શહીદ ભગત સિંઘના જીવન પરથી બનેલી મનોજ કુમારની ૧૯૬૫ની યાદગાર ફિલ્મ ‘શહીદ’ના ગીતો લખવા અને તેની તર્જ બનાવવાનું મોટું કામ તેમણે કર્યું હતું. ‘મેરા રંગ દે બસંતી ચોલા’ કે ‘અય્ વતન અય્ વતન હમ કો તેરી કસમ’, ‘મત રો માતા લાલ તેરે બહુતેરે’ જેવી ઉત્તમ રચનાઓ તેમણે આપી હતી. ૧૯૭૦માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા, તો ૧૯૭૧નો શ્રેષ્ઠ ગીતકારનો નેશનલ એવોર્ડ એમને ‘નાનક દુખિયા સબ સંસાર’ માટે અપાયો હતો.
અંબાલામાં જન્મેલા પ્રેમ ધવનના પિતાજી અંગ્રેજોના જમાનામાં જેલ સુપ્રીન્ટેન્ડન્ટ હતા. પ્રેમે લાહોરમાંથી તેમનો કોલેજ અભ્યાસ કર્યો અને તેઓ સામ્યવાદી પક્ષની પ્રવૃત્તિઓ સાથે સંકળાયા હતા. ૧૯૪૬માં ખ્વાજા અહમદ અબ્બાસ સાહેબની ફિલ્મ ‘આજ ઔર કલ’ના સંગીતકાર ખુરશીદ અનવરના સહાયક બન્યા હતા પ્રેમ ધવન. પછી તેઓ મુંબઈ ગયા અને ભારતીય જન નાટ્ય સંઘ (ઇપ્ટા) સાથે જોડાયા. ત્યાં તેમને રવિ શંકર જેવા સંગીતકાર પાસે શાસ્ત્રીય સંગીત શીખવાની તક મળી હતી.
૧૯૪૬ની ‘ધરતી કે લાલ’ ફિલ્મના ગીતો લખીને તેમણે સિનેકવિ રૂપે આરંભ કર્યો. ત્યારથી છેક ૧૯૮૯ની ‘અપૂર્વ સગોધરારગલ’ની હિન્દી આવૃત્તિ સુધી પ્રેમ ધવન ગીતો લખતા રહ્યા. તેમાં ‘આરામ’, ‘તારાના’, ‘આસમાન’, ‘શોલા ઔર શબનમ’, ‘કાબૂલીવાલા’, ‘એક ફૂલ દો માલી’ અને ‘પૂરબ ઔર પશ્ચિમ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ‘શહીદ’ જેવી થોડી ફિલ્મોમાં તેમણે સંગીત પણ આપ્યું. ‘શહીદ’ તો તેમને અને ખુદ મનોજ કુમાર માટે માઈલસ્ટોન સાબિત થઇ. ‘અય્ વતન અય્ વતન હમ કો તેરી કસમ’ અને ‘મેરા રંગ દે બસંતી ચૌલા’ જેવા યાદગાર ગીતો તેમણે ‘શહીદ’માં આપ્યાં હતાં. પ્રેમ ધવને ‘લાજવાબ’ (૧૯૫૦) અને ‘ગુંજ ઊઠી શેહનાઈ’ (૧૯૫૯) જેવી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. કેટલીક ફિલ્મોમાં પ્રેમ ધવન કોરિયોગ્રાફર પણ હતા.
મીના કુમારી અભિનીત ‘ચિરાગ કહાં રોશની કહાં’માં વાર્તાની જરૂરિયાત મુજબ બે બાળગીતો પણ પ્રેમ ધવને કમાલ કરી હતી: ‘ટીમ ટીમ કરતે તારે’ અને ‘ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક’ આપણા યાદગાર ફિલ્મી બાળ ગીતો છે.
૭ મે ૨૦૦૧ ના રોજ હૃદય રોગના હુમલાથી ૭૮ વર્ષની વયે પ્રેમ ધવનનું મુંબઈમાં નિધન થયું હતું.
પ્રેમ ધવનના યાદગાર ગીતો: મેરા રંગ દે બસંતી ચોલા, અય્ વતન હમકો તેરી કસમ, જોગી હમ તો લૂંટ ગયે તેરે પ્યાર મેં (શહીદ), મૈ કોઈ જુઠ બોલિયા (જાગતે રહો), અય્ મેરે પ્યારે વતન (કબુલીવાલા), ઓ જાનેવાલે રાહી એક પલ રુક જાના (રાહી), સુનો સીતા કી કહાની, શ્યામ રે શ્યામ રે (બિરાજ બહુ), કિસી ને આજ મોહબ્બત કો આજમાયા હૈ (એક સાલ), રસિયા રે મન બસિયા રે (પરદેસી), હાય જીયા રોયે (મિલન), સિને મેં સુલગતે હૈ અરમાન (તારાના), છોડો કલ કી બાતેં (હમ હિન્દુસ્તાની), ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક, ટીમ ટીમ કરતે તારે (ચિરાગ કહાં રોશની કહાં), સદકે હીર તુજપે હમ ફકીર સદકે (મેરા નામ જોકર), તુઝે સૂરજ કહું યા ચંદા (એક ફૂલ દો માલી), તેરી દુનિયા સે હો કે મજબૂર ચલે (પવિત્ર પાપી), આઈ ઝૂમતી બસંત (પૂરબ ઔર પશ્ચિમ).
 લેખક નરેશ કાપડીઆ’
प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: 1 व्‍यक्ती, जवळून

Leave a comment

Filed under Uncategorized