Daily Archives: જુલાઇ 27, 2020

નારદ મુનિ તો જીવન જ

નારદ મુનિ તો જીવન જ
જયારે જયારે પણ નારદ મુનિનું ‘નારાયણ નારાયણ’ યાદ આવશે ત્યારે આંખ સામે જે કલાકાર આવશે તે જીવન જ હશે. ઓમકાર નાથ ધર રૂપે જન્મેલા યાદગાર અભિનેતાને આપણે જીવન રૂપે જાણીએ છીએ. ૧૦ જૂન, ૧૯૮૭ના રોજ ૭૧ વર્ષની ઉમરે જીવનનું નિધન થયું હતું. તેમણે ૧૯૫૦ના દાયકા સુધી ૬૦ જેટલી પૌરાણિક ફિલ્મોમાં નારદ મુનિની ભૂમિકા ભજવી હતી. ત્યાર પછીના ત્રણ દાયકામાં જીવન સાહેબ વિવિધ શૈલીના વિલન રૂપે જોવા મળ્યાં હતા. તેમના દીકરા કિરણ કુમાર પણ હિન્દી અને ગુજરાતી ફિલ્મોના અભિનેતા છે.
શ્રીનગરમાં વિશાળ પરિવારમાં ૨૪ ઓક્ટોબર, ૧૯૧૫ના રોજ જન્મેલા જીવનના ૨૪ ભાઈ-બહેનો હતાં. તેમના પિતા ગીલ્ગીટ બાલ્ટીસ્તાનના ગવર્નર હતા. જીવન જયારે માત્ર ત્રણ વર્ષના હતા ત્યારે પિતાજીનું નિધન થયું હતું અને તેમના માતા તો જન્મ આપવાને સમયે જ મૃત્યુ શરણ થયા હતા. આવી વિષમ સ્થિતિમાંથી જીવન જીવન બન્યા. તેમણે પોતાની સંવાદ અદાયગીની જે શૈલી વિકસાવી તે બેનમુન હતી.
બાળપણથી જીવનને ફિલ્મોનું ઘેલું હતું. તેઓ નાની ઉમરથી જ અભિનેતા બનવાના સપના જોતા હતા. તેમના દાદા પણ ગવર્નર હતા એટલે જીવનનું પરિવાર નોબલ ગણાતું હતું. આવા પરિવારનું ફરજંદ ફિલ્મોમાં જોડાવું કોઈ સ્વીકારે તેમ નહોતું. એ જમાનામાં ફિલ્મોમાં કામ કરવું એ કંઈ સારું ગણાતું નહોતું. એમાંથી બચવા માટે જીવન ૧૮ વર્ષની ઉમરે ખિસ્સામાં માત્ર ૨૬ રૂપિયા લઇને ભાગીને મુંબઈ આવ્યા હતા. થોડા સમયના સંઘર્ષ બાદ જીવનને વિદ્યા સિંહાના દાદા મોહન સિંહાના સ્ટુડીઓમાં કામ મળી ગયું. તેમની કામ શૂટિંગ વખતે રીફલેકટર પર ચાંદીના કાગળ ચોંટાડવાનું હતું. એક દિવસ એજ મોહન સિંહાએ જીવનને ‘રીફ્લેકટર બોય’માંથી ‘ફેશનેબલ ઇન્ડિયા’ નામની ફિલ્મમાં કામ આપ્યું હતું.
એવું કહેવાય છે કે જીવન સાહેબે ૬૦ જેટલી વિવિધ ભાષાની પૌરાણિક ફિલ્મોમાં નારદ મુનિની ભૂમિકા ભજવી હતી. તેમની ઓળખ ‘રોમાન્ટિક ઇન્ડિયા’ (૧૯૩૫)ની ભૂમિકાથી બની હતી. ત્યાર પછી ‘સ્ટેશન માસ્ટર’ (૧૯૪૨) અને ‘અફસાના’ (૧૯૪૬)થી તેઓ જાણીતા થયા હતા. ૧૯૪૬થી ૧૯૭૮ સુધી દેવ આનંદની અનેક ફિલ્મોમાં જીવન સાહેબ પણ અભિનય કરતા હતા. મનમોહન દેસાઈની ‘અમર અકબર એન્થોની’ કે ‘ધરમ વીર’માં જીવન વિલન હતા. પંજાબી ફિલ્મ ‘તેરી મેરી એક જિંદગી’માં તેમણે મુખ્ય પાત્ર કર્યું હતું.
ચાલીસ અને પચાસના દાયકામાં જીવનની ભૂમિકાવાળી ફિલ્મો અનુરાધા, મેલા, ચાંદની ચોક, નાગિન, રંગોલી, નૌ દો ગ્યારાહ, નયા દૌર, દો ફૂલ હતી. ૧૯૬૦ના દાયકામાં જીવનના અભિનયવાળી નોંધપાત્ર ફિલ્મોમાં કાનૂન, સંગમ, મહાભારત, વક્ત, ફૂલ ઔર પથ્થર, દિલને ફિર યાદ કિયા, હમરાઝ, આબરૂ, બંધન, તલાશ, ઇન્તેકામ, બડી દીદીને યાદ કરી શકીએ. તો સિત્તેરના દાયકાની જીવનની નોંધપાત્ર ફિલ્મો જ્હોની મેરા નામ, હીર રાંઝા, મેરે હમસફર, ગરમ મસાલા, ભાઈ હો તો ઐસા, શરીફ બદમાશ, દો ફૂલ, રોટી, અનોખા, સબ સે બડા રૂપૈયા, આજ કા મહાત્મા, ડાર્લિંગ ડાર્લિંગ, અમર અકબર એન્થની, ધરમ વીર, દિલદાર, ચાચા ભતીજા, સુરક્ષા, ગોપી કૃષ્ણ કે સુહાગને યાદ કરી શકાય. તેજ રીતે એંશીના દાયકામાં ટક્કર, ખંજર, નસીબ, લાવારીસ, ગેમ્બલર, પ્રો. પ્યારેલાલ, યારાના, બુલંદી, તીસરી આંખ, સનમ તેરી કસમ, દેશ પ્રેમી, હથકડી કે નિશાનને યાદ કરી શકાય.
જીવન સાહેબની છેલ્લી ફિલ્મ બ્રજ ભૂષણ નિર્દેશિત ‘ઇન્સાફ કી મંઝીલ’ (૧૯૮૬) હતી.
‘લેખક નરેશ કાપડીઆप्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: 1 व्‍यक्ती, जवळून

Leave a comment

Filed under Uncategorized