નીરવરવે ની ૧૨ વર્ષની સફર પુર્ણ કરીને ૧૩મા વર્ષમાં પ્રવેશે …

dipa_l  નીરવરવે ની ૧૨ વર્ષની સફર પુર્ણ કરીને ૧૩મા વર્ષમાં પ્રવેશે …
સહભાગી વાચકમિત્રો,…
આપની શુભેચ્છાઓ અને શુભાશીસ પાઠવશો  

નાનકડી વેબસાઈટ, એક સાવ અવ્યવસાયિક પ્રયત્ન આજે ગુજરાતી વેબવિશ્વમાં ૧૨ વર્ષની સફર પુર્ણ કરીને ૧૩ મા વર્ષમાં પ્રવેશે છે .સૌ પ્રથમ યાદ આવે ગુરુ સુ શ્રી સોનલબેન વૈદ્ય…તેમણે ૨૦૦૮ જુલાઇ ૨૮ મી એ નિરવ રવે ની પહેલી પોસ્ટ મૂકી .
વિશ્વ પ્રાર્થના – સ્વામી શિવાનન્દ સ્નેહ અને કરુણાના આરાધ્ય દેવ ! તમને નમસ્કાર, નમસ્કાર…
તમે સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છો,
તમે સચ્ચિદાનંદઘન છો,
તમે બધાના અંતર્વાસી છો.
અમને ઉદારતા, સમદર્શિતા અને મનનું સમત્વ પ્રદાન કરો,
સૌજન્ય તુલસીદલ
પ્રાર્થના કરવાની હોતી જ નથી. પ્રાર્થનાની અવસ્થામાં જીવવાનું હોય છે. જો તમે પ્રેમથી જીવતા હોવ, તમારા હદયમાં કરુણા હોય, તમે સંવાદિતા જાળવવા માટે જ કટિબધ્ધ હો ને દરેક માનવ અને પ્રાણીમાત્ર પ્રત્યે સહાનુભૂતિ હોય તો તમે પ્રાર્થનાની અવસ્થામાં જ છો અને તમે જો પ્રાર્થનાને રોજની પ્રક્રિયા ગણતા હોય તો પણ તમે સાચા છો, કારણ પ્રાર્થના હર હાલમાં સારી બાબત છે. તમે સફળ થાઓ કે નિષ્ફળ થાઓ, પ્રાર્થના બંન્ને સ્થિતીમાં જરૂરી છે. આ વાત સમજો…                                                                                              ગાંધીજી એક વાર એક બહેન સાથે ચર્ચા કરી રહ્યાં હતા. વાતવાતમાં બહેને કહ્યું કે એ પ્રાર્થના કરતી હતી, હવે છોડી દીધી છે.         
ગાંધીજી એ પૂછ્યું, “કેમ ?”
તો બહેને જવાબ આપ્યો, “કારણ કે હું મારા અંતરને છેતરતી હતી. મારું અંતર પ્રાર્થનામાં જોડાતું નહોતું.”
ગાંધીજી કહે, “પણ છેતરવાનું છોડી દો, પ્રાર્થના કરવાનું શા માટે છોડો છો ? પ્રાર્થના જાળવી રાખો. એક દિવસ આ છેતરામણીનો ભાવ જતો રહેશે અને તમારું અંતર જોડાઈ જશે.”
બ્લોગ વિશ્વમાં કાંઈક લંગડાતે ડગે પ્રારંભ કર્યો હતો. આજે અમે ૮૧ મું વર્ષ પસાર કરી રહ્યા. અમે કાંઈક થાક અનુભવી રહ્યા છીએ. પરંતુ અનેક મિત્રોના ટેકા છૂપું છૂપું આગળ વધવા અણસાર કરી રહ્યા છે,
છેલ્લી એક વિનતીઃ અહીં અમેથી નું ઉદ્બોધન થયું છે જે પોતાને ઉદ્દેશીને કરેલ હોઈ એમાં ગેરસમજને સ્થાન ન આપવું કારણ કે પ્રજ્ઞાજુ = હું +મારા પતિ ,અહીંના સર્વે.વડીલો મારા પાંચ દિકરા-દિકરીઓ અને તેનો પરિવાર અને કુટુંબીજનો ,સ્નેહીજનો,મિત્રો છે જ…
હે મમ જીવનાધાર ! સાચા-ખોટાનો, સારા-નરસાનો ભેદ સમજી, ‘સાચું માટે સારું’ એ સ્વીકારી , એ સ્વીકૃત દિશા પ્રતિનું પ્રયાણ તે પુરુષાર્થ .અમને ઊઠાવ અને પુરુષાર્થી બનાવ પહેલાં અંતર-અંધકારને હઠાવ; અસ્તુ. સફરમા ઘણા યાદગાર સંદેશાઓ મળ્યા.                                                                                              સાપેક્ષતાવાદનો સાર
આ બ્રહ્માંડ કે બ્રહ્માંડની પેલે પાર કશું ન સ્થિર છે
સર્વે ભૌતિક પદાર્થ ગતિશીલ ને પરિવર્તનશીલ છે
સમગ્ર બ્રહ્માંડમાં એક એક તારા નક્ષત્ર કે નભગંગામાં
સ્થગિતતા નથી કશે કોઈ એક વિરાટકાય પદાર્થમાં
જૂઓ સુક્ષ્મમાં તો ત્યાં પણ ગતિ ને પરિવર્તન સર્વમાં
અણુયે અણુમાં ફરતાં પરમાણુ કેન્દ્નની પ્રદક્ષિણા
જડ ભલે હોય સજ્જડ જડ તોયે તે ગતિશીલ છે
જેનું છે અસ્તિત્વ તે સઘળું પરિવર્તનશીલ છે
ન સુક્ષ્મમાં ન વિરાટમાં ન આજમાં ન કાલમાં
સ્થૈર્ય સંભવે ન કો દૂર કે નજીકના ભૌતિક પદાર્થમાં
સ્થિરતાનો ભ્રમ માત્ર સમગતિશીલ વચ્ચે સર્જાઈ શકે
અન્યથા સર્વ પદાર્થ અન્યોન્યને દૂર નિકટ જતાં દિસે
પદાર્થ અસ્થિર ને વળી પલટાતા રહેતા ઊર્જામાં
ને ઊર્જા તો ચંચળ બંધાઈ રહે ન કદી નિજ રૂપમાં
પદાર્થ ને ઊર્જાનો સરવાળો રહેતો એકસરખો સર્વદા
વધઘટ એકમેકનીને બન્ને સરભર કરતા રહેતા સદા
સમયની તો વાત જ શી કરવી એ સરતો રહે સર્વદા
ન સમજાય કોઈને કે સમય ભૌતિક કે માત્ર કલ્પના
ગતિની અભિવ્યક્તિ સમય સમય મપાતો ગતિ વડે
સ્થળને કે સમયને જાણી શકાતાં માત્ર અન્યોન્ય વડે
ગતિની સીમા છે પ્રકાશ ન કોઈ પ્રકાશને વટાવી શકે
વટાવે તો કદાચ વર્તમાનને ભાવિમાં પલટાવી શકે
સાપેક્ષતાવાદનો આ સાર જે સરળતાથી સમજી શકે
તેની જ્ઞાન પિપાસાને    લગામ ન કોઈ બાંધી શકે.-માવજીભાઈ

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,                                                                                                        મુજ હૈયામાં વહ્યા કરે,                                                                                                       શુભ થાઓ સકળ વિશ્વનું                                                                                              એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજનને દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહિનો,
દેખી દિલમાં દર્દ વહે,
કરૂણાભીની આંખોમાંથી
અશ્રુનો શુભ સ્ત્રોત વહે … મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલાં જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઊપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું
………………………………………………
હમકો મનકી શક્તિ દેના, મન વિજય કરે
દૂસરોંકી જયસે પહેલે ખૂદકો જય કરેં
ભેદભાવ અપને દિલસે સાફ કર સકે
દોસ્તોસે ભૂલ હો તો માફ કર સકે
જૂઠસે બચેં રહે, સચકા દમ ભરેં
દૂસરોંકી જયસે પહેલેં ખૂદકો જય કરેં
મુશ્કીલેં પડે તો હમ પે, ઈતના કર્મ કર
સાથ હૈં તો ધર્મકા ચલેં તો ધર્મ પર
ખુદ પે હોંસલા રહે બદીસે ના ડરેં
દૂસરોંકી જયસે પહેલે ખૂદકોં જય કરેં                                                                                           લી પ્રજ્ઞાજુ વ્યાસ અને સુરેશ જાની 


 

35 ટિપ્પણીઓ

Filed under ઘટના, Uncategorized

35 responses to “નીરવરવે ની ૧૨ વર્ષની સફર પુર્ણ કરીને ૧૩મા વર્ષમાં પ્રવેશે …

 1. ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…

 2. Anila Patel

  ઉત્તરોત્તર પ્રગતિના પંથે પ્રયાણ થતો રહે એવી શુભેચ્છા સહ ખૂબ ખૂબ અભિનંદન

 3. પ્રજ્ઞાજુ વ્યાસ અને સુરેશ જાની , “નીરવરવે ની ૧૨ વર્ષની સફર …… Abhnandan.+ BEST WISHES for Longer journey . La Kant Thakkar / 28-7- 2020 .

 4. pragnaju

  Uttam Gajjar
  To:
  ‘Niravrave Blog’
  ,’pragna vyas’
  Tue, Jul 28 at 2:33 AM
  ઘણી ઘણી શુભેચ્છાઓ..
  નીરવ નીરોગી રહે અને એનાં
  જનક, સંવર્ધક અને સંરક્ષક
  પ્રજ્ઞાબહેન સવાસો વરસના
  થાઓ તેવી પ્રાર્થના..
  ..ઉ.મ..

 5. pragnaju

  Ramesh Patel
  To:
  Niravrave Blog
  Tue, Jul 28 at 9:59 AM

  ‘નીરવ રવ’ ની ચીંતન સભર , નવયુગી નવલ રસધારા થકી ખૂબ જ મૂલ્યવાન ખજાનો માણ્યો છે..કલા, વિજ્ઞાન ને આધ્યત્મનો ત્રિવેણી સંગમ સૌ લાભ્યા… તેના આભાર સાથે આપને તથા નીરવ રવને અઢળક શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. pragnaju

  મા શ્રી રમેશભાઇશ્રી
  આપની શુભેચ્છા બદલ ધન્યવાદ

 7. pragnaju

  B.G. Jhaveri
  3:01 AM (9 hours ago)
  to me
  Sneh Abhinandan.

 8. pragnaju

  shirish dave
  3:30 AM (8 hours ago)
  Good. Wish you full success

 9. pragnaju

  mahendra thaker
  3:59 AM (8 hours ago)
  Many Hearty Congratulations to NIRVRAVE Blog Family mhthaker https://sites.google.com/site/mhthaker/

 10. pragnaju

  I believe it will be as you say. I appreciate that.

 11. નીરવરવે ની ૧૨ વર્ષની સફર પુર્ણ કરીને ૧૩મા વર્ષમાં પ્રવેશે તે નિમિત્તે અનેક શુભેચ્છાઑ -કનકભાઈ રાવળ

 12. pragnaju

  Rajul Kaushik Shah
  Jul 28, 2020, 7:43 PM (14 hours ago)
  to me

  નિરવરવેની આજ સુધીની સફળ સફર અવિરત વહેતી રહે એવી શુભેચ્છાઓ .

  રાજુલ કૌશિક

 13. pragnaju

  શુભેચ્છા બદલ ધન્યવાદ

 14. pragnaju

  Indu Shah
  Jul 28, 2020, 10:43 PM (11 hours ago)
  to me

  Congratulations.
  Wish you all the Best Niravrave.
  Dr.Indu R Shah

 15. Reblogged this on આકાશદીપ and commented:
  સાભાર- શુભેચ્છા સહ આપના સૌજન્યને આ.સુશ્રી પ્રણાબેન.

 16. pragnaju

  આપની પ્રેમ લાગણી બદલ ખુબ ધન્યવાદ

 17. pragnaju

  Apoorva Upadhyaya
  To:
  Pragna Vyas

  Thu, Jul 30 at 12:55 AM

  ABHINANDAN…

  This mail is sent by Apoorva Upadhyaya.
  +91-9574117115, +91-9428217901,
  +91-79-27490088.
  Ahmedabad, IN.
  Groups: http://skillpages.com/apoorva.upadhyay
  http://hellotrainers.in/profile/id/131
  http://in.linkedin.com/in/apoorvaupadhyaya

  My profiles: LinkedIn Twitter
  Contact me: Google Talk apoorvau

 18. pragnaju

  Jayshree Merchant
  12:07 AM (10 hours ago)
  to me

  મેં બ્લોગર તરીકે બ્લોગની દુનિયામાં એપ્રિલ ૨૦૨૦થી જ ‘પા પા પગલી’ ભરી છે અને એ પણ સદગત પૂજ્ય દાવડાભાઈની નાદુરસ્ત તબિયતના કારણે. હજુ તો મારે ન જાણે કેટલુંય શીખવાનું છે પણ આપ સહુનો સહાકર ક્યારેક કપરી લાગતી આ મુસાફરીને સહ્વ બનાવે છે.
  આવા સમયે ‘નીરવરવે’ જેવા શિષ્ટ બ્લોગની ૧૩ મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે એ અત્યંત પ્રોત્સાહિત કરનારી બીના છે. આજે ઓફિશ્યલી ‘નીરવરવે’ ટીન એજ માં પ્રવેશે છે અને આ કિશોરવયના તરવરાટ સાથે આપ જેવા સંચાલક ની સમજણનો સમન્વય ‘હોશ અને જોશ’ જેવો રહે અને આ બ્લોગ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી જ અંતરની શુભકામના.
  જયશ્રી વિનુ મરચંટ

 19. pragnaju

  આપના પ્રેમ સ્નેહથી ભરપુર ઉત્સાહ વર્ધારિત સંદેશ બદલ ખુબ ખુબ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.