ડૉ. શ્રુતિબહેન ત્રિવેદીએ યામિનીના કાવ્યનો દેવભાષા સંસ્કૃતમાં અનુવાદ કરી પઠન કર્યું+પારંપરિક સંગીતકાર વસંત દેસાઈ

ડૉ. શ્રુતિબહેન ત્રિવેદીએ યામિનીના કાવ્યનો દેવભાષા સંસ્કૃતમાં અનુવાદ કરી પઠન કર્યું
0:06 / 0:19
Todo el mar adentro: hermosos gifs que muestran la riqueza del microcosmos+પારંપરિક સંગીતકાર વસંત દેસાઈ
 હિન્દી ફિલ્મોમાં ઓછા પણ યાદગાર ગીત-સંગીત આપનાર મહાન પારંપરિક સંગીતકાર વસંત દેસાઈની ૪૫મી પુણ્યતિથિ. ૨૨ ડીસેમ્બર, ૧૯૭૫ના રોજ મુંબઈમાં ૬૩ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. વસંતજી હમેશા યાદ રહેશે તેમની મહાન ફિલ્મોના યાદગાર સંગીતથી. જેમાં વ્હી. શાંતારામની ‘દો આંખે બારહ હાથ’, ‘ઝનક ઝનક પાયલ બાજે’, વિજય ભટ્ટની ‘ગુંજ ઊઠી શેહનાઈ’, ‘સંપૂર્ણ રામાયણ’, હૃષીકેશ મુખર્જીની ‘ગુડ્ડી’ કે ‘આશીર્વાદ’ના ગીતોથી તેઓ હંમેશા યાદ રહેશે.
વસંત દેસાઈનો જન્મ ભોસલે વંશના રાજમાં મહારાષ્ટ્રના સાવંતવાડી રાજ્યના સોનાવડે ગામમાં ૯ જૂન, ૧૯૧૨ના રોજ થયો હતો. તેમનું સંપન્ન પરિવાર હતું. તેઓ કુડાલ વિસ્તારમાં ઉછર્યા અને પછી સિંધુદુર્ગ જીલ્લાના કોંકણ પટ્ટામાં મોટા થયા. પ્રભાત ફિલ્મ કંપનીએ ફિલ્મો બનાવવાની શરૂઆત કરી ત્યારથી વસંત દેસાઈ તેમની સાથે સંકળાયા હતા. ‘ધર્માત્મા’ કે ‘સંત જ્ઞાનેશ્વર’ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો, ગાયું અને ગીતો પણ સ્વરબદ્ધ કર્યા. પણ ચાલીસના દાયકામાં ફિલ્મો માટે સંગીત સર્જન કરવાની આવડત કેળવ્યા બાદ તેઓ સગીતકારના કર્મને વળગી રહ્યા.
વ્હી. શાંતારામની ઘણી ફિલ્મો માટે વસંત દેસાઈએ સંગીત આપ્યું હતું. શાંતારામે પ્રભાત કંપની છોડી અને પોતાનો સ્ટુડીઓ બનાવ્યો ત્યારથી પચાસના દાયકાના અંત ભાગે સંબંધો વણસ્યા. વસંતરાવ દેસાઈએ પોતાના રાહબર જેવા શાંતારામની ફિલ્મો માટે ફરી સંગીત નહીં આપ્યું. કાંચી મઠના જગદગુરુ શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીના આશીર્વાદથી વસંતરાવે સરસ સર્જન કર્યું હતું. એ ગીતને રાગમાલિકામાં વસંતજીએ સેટ કર્યું, જેને ૧૯૬૬માં યુએન ડે ના પ્રસંગે યુનાઈટેડ નેશન્સમાં ભારત રત્ન એમ.એસ. સુબુલક્ષ્મીએ ગાયું હતું. મરાઠીમાં તેમના યાદગાર ગીતો સંગ મુકુન્દ કુણી હા પહિલા એ ગાયા હતા. તો ‘અમર ભૂપાલી’નું ઊઠી ઊઠી ગોપાલા’ પણ યાદગાર બન્યું હતું.
વસંત દેસાઈની યાદગાર ફિલ્મો: શકુંતલા (૧૯૪૩), અમર ભૂપાલી, શ્યામચી આઈ, મોલ્કારીન, લક્ષમણરેખા, સ્વયંવર ઝાલે સીતે ચે, તૂચ માઝી રાણી, કંચનગંગા, છોટા જવાન, દેવ દીનાઘરી ધાવલા (તમામ મરાઠી), ડૉ. કોટનીસ કી અમર કહાની (૧૯૪૬), નરસિંહ અવતાર, દહેજ, શીશ મહલ, ઝનક ઝનક પાયલ બાજે, દો આંખેં બારહ હાથ, તુફાન ઔર દિયા, દો ફૂલ, ગુંજ ઊઠી શેહનાઈ, સંપૂર્ણ રામાયણ, યાદેં (૧૯૬૪), ગુડ્ડી અને અચાનક (૧૯૭૩)માં તેમનું સંગીત લાજવાબ હતું.
૨૨ ડીસેમ્બર, ૧૯૭૫ના રોજ વસંત દેસાઈ આખો દિવસ એચએમવી સ્ટુડીઓમાં એક ખાસ સંગીતના જલસા માટે રેકોર્ડીંગ કરીને થાકીને ઘરે પહોચ્યા. તે ઇન્દીરા ગાંધીની પ્રશસ્તિનું ગીત હતું. તેમના એપાર્ટમેન્ટની લીફ્ટમાં તેમણે પગ મૂક્યો અને કોઈક તકનીકી ખરાબીને કારણે લીફ્ટ ચાલુ થઇ ગઈ અને એ અકસ્માતમાં વસંત દેસાઈ જેવા ગુણી સંગીતકારનું ચકદાઈને કરુણ મોત નીપજ્યું. ત્યારે તેઓ ૬૩ વર્ષના હતા.
વસંત દેસાઈના યાદગાર ગીતો: હરિ કો બીસરાઓના (નરસિંહ અવતાર), મેરે એ દિલ બતા, નૈન સો નૈન નાહી મિલાઓ, ઝનક ઝનક પાયલ બાજે (ઝનક ઝનક પાયલ બાજે), હો ઉમડ ઘુમડ કર આયી રે ઘટા, સૈયા જુઠો કા બડા, અય માલિક તેરે બંદે હમ (દો આંખેં બારહ હાથ), નિર્બલ સે લડાઈ બલવાન કી (તુફાન ઔર દિયા), તેરી શેહનાઈ બોલે, તેરે સૂર ઔર મેરે ગીત, મૈને પીના સીખ લિયા, જીવન મેં પિયા તેરા સાથ રહે, કેહ દો કોઈ ના કરે યહાં પ્યાર, દિલ કા ખિલૌના આજ તૂટ ગયા (ગુંજ ઊઠી શેહનાઈ), હમ કો મન કી શક્તિ દેના, બોલે રે પહીહારા (ગુડ્ડી).
‘જૂન માસના સિતારા – લેખક નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.