રાધા અને કૃષ્ણ: શું એમનો પ્રેમ પ્લેટોનિક છે? कैसा बंधन बंधा श्याम मोरे बात तेरी समझ में न आई हाथ फूलो से पहले बने थे या कि गजरे से फूटी कलाई! – परवीन शाकिर આપણે જેને ‘લવ’ કહીએ એનાં તરજૂમા અનેક છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર પ્રેમ એટલે પ્રીતિ, સ્નેહ, મહોબત, ચાહ, અનુરાગ, આસક્તિ, લગની. પદબંધ શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કે: જગત માત્રનું જીવન તે પ્રેમ છે. ૐકારમાં પ્રેમ છે. નાદમાં પ્રેમ છે, છંદમાં પ્રેમ છે, પુરુષમાં પ્રેમ છે, પ્રકૃતિમાં પ્રેમ છે, જડમાં પ્રેમ છે અને ચેતનમાં પ્રેમ છે. કલરવ કરતાં પશુપક્ષીમાં, કુહૂ કુહૂ કરતી કોયલમાં, કુંજકુંજમાં, જાતજાતનાં વૃક્ષોનાં ઝુંડમાં, ખીલેલાં ફૂલોના મધ્ય ભાગમાંથી જેમ ઊડતી રજકણોની સુગંધી વ્યાપી રહી છે,તેમ જગતના સર્વ કાર્યસ્થળમાં પ્રેમ વ્યાપ્ત છે અને એ પ્રેમ તે ભક્તિ. શબ્દકોશમાં આ તો અઘરું અર્થઘટન થયું. નહીં?!! પ્રેમનાં તે વળી પ્રકાર હોય? પ્રેમ તો પ્રેમ હોય. એ કાંઇ આઈસક્રીમ થોડું છે કે એની અલગ અલગ ફ્લેવર હોય? પણ બૌદ્ધિકો એમાં ય પ્રકાર શોધે છે. ગ્રીક પુરાણ અનુસાર પ્રેમનાં પાંચ પ્રકાર છે. ૧. સ્ટોર્જ: કૌટુંબિક પ્રેમ ૨. ફિલિયા: મૈત્રી ૩. ઈરોસ: શૃંગારિક પ્રેમ ૪. જેનિયા: મહેમાનગતિ ૫. ડીવાઇન: દિવ્ય પ્રેમ. જ્યારે રાધા કૃષ્ણનાં પ્રેમની વાત આવે ત્યારે કોઈ એને ફિલિયા (Philia) કહે છે. જે ‘ફોબિયા’નો વિરોધાર્થી શબ્દ છે. આજનો શબ્દ ‘પ્લેટોનિક’ (Platonic) ફિલિયા ઉર્ફે મૈત્રી ભાવને લગતો છે. પ્લેટોનિક લવમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે અંતરંગ પ્રેમ જરૂર છે પણ એમાં શારીરિક ચેષ્ટા વર્જ્ય છે. એવું પણ કહે છે કે પ્લેટોનિક લવ એટલે ડોકની ઉપરનો પ્રેમ! પ્લેટોનિક લવ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે એ સંબંધ છે, જેમાં એક બીજાની વિચારસરણી મળતી આવે છે. તેઓ એકબીજાની સારસંભાળ લેતા હોય, એવી લાગણીનાં સંબંધો હોય. તેઓ એકમેકને સારી પેઠે સમજી શકતા હોય છે. ઘણી વાર એક બોલે નહીં તો ય બીજો સઘળું સમજી જાય. એવો પ્રેમ પ્લેટોનિક કહેવાય. પ્લેટોનિક શબ્દ ગ્રીક દાર્શનિક પ્લેટોનાં વૈચારિક પ્રદાન પરથી આવ્યો છે. પંદરમી સદીનાં ફ્રેંચ વિદ્વાન માર્શિલો ફિસિનિયોએ પહેલી વાર ‘પ્લેટોનિક લવ’ શબ્દનો પ્રયોગ કરીને, એને દિવ્ય પ્રેમ તરીકે નવાજ્યો હતો. એવો પ્રેમ જે પ્લેટોની ફિલસૂફી પર આધારિત હતો. પ્લેટો માનતા કે પ્રેમ પોતે જ એક એટલી સુંદર લાગણી છે, જે શરીરનાં હાડમાંસનાં પ્રેમથી અનેક ગણી ઊંચી અને મહાન છે. પ્લેટોની વિચારધારા પરથી આવો પ્રેમ પ્લેટોનિક લવ કહેવાયો. અને છતાં રાધા અને કૃષ્ણનાં સંબંધ આમ સાવ શારીરિક નહોતા જ, એવું ય કહી ન શકાય. મોહક વાંસળી, કૃષ્ણાવતાર ભાગ- ૧, ક.મા. મુનશી સાહેબ લખે છે કે: ‘અદમ્ય ભાવાવેગથી કૃષ્ણે રાધા તરફ ઝૂકીને પોતાના હોઠ એના હોઠ સાથે ચાંપ્યા. એકનો આત્મા બીજાના આત્મામાં ભળી ગયો અને બંને એક થઈ ગયા ત્યાં સુધી એ હોઠો એકબીજાથી અલગ ન થયા. કૃષ્ણે રાધાના ગાલ પસવાર્યા. એના સ્તનમંડળ પર એનો હાથ ફરી રહ્યો. ત્યાંથી સુકુમારતાથી સરકતો સરકતો એ એના નમણા ને લાલિત્યસભર દેહના પ્રત્યેક સુંદર વળાંક શોધતો શોધતો ભાવાર્દ્રતાપૂર્વક એનાં અંગાંગ ઉપર પણ ફરી વાળ્યો. આનંદની એક મદભરી ઊર્મિ એમને અવર્ણનીય રસસમાધિમાં ડુબાવીને અભેદભાવનો અનુભવ કરાવી રહી.’ અહીં રાધા કૃષ્ણનાં પ્રેમનો પ્લેટોનિક અર્થ હોય એવું લાગતું નથી. અમને લાગે છે કે આ ડીવાઇન લવ છે. દિવ્ય પ્રેમ. રાધા અને કૃષ્ણ બંને એકાકાર છે. આત્મા અને શરીર એકમેકમાં સમાયેલા હોય છે, બસ એમ જ. ‘પ્લેટોનિક લવ’ શબ્દ આમ તો પામર મનુષ્યો માટે છેતરામણો છે. સેક્સ સંબંધ ન હોય તો પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એ પ્રેમ અધૂરો ન ગણાય? પુરુષ અને સ્ત્રી વચ્ચે એવો ને એવો જ અશારીરિક સંબંધ હંમેશ માટે જળવાઈ રહે, એ વાત સામાન્ય વિજાતીય વ્યક્તિઓ માટે અઘરી છે. શારીરિક ચેષ્ટા ક્યારે મન પર હાવી થઈ જાય, એ કહેવાય નહીં. એકાંત મળે તો બંને, પરુષ જાત અને સ્ત્રી જાતને માટે, જાતનિયંત્રણ અઘરું થઈ જાય. સૂનો હાઇવે હોય તો સ્પીડલિમિટની બહાર ગાડી હાંકવી, એ પુરુષ માટે રમત અને સ્ત્રી માટે ગમત ભરેલી પ્રવૃત્તિ છે. અને પછી… ઓલ્યા અસ્પર્શનાં લીધેલાં વ્રત બટકી જાય, એમ પણ બને! પ્લેટોનિક સંબંધો માટે તો શું કહું……ગુલઝાર સાહેબની પંક્તિ અહીં અનુરૂપ લાગે છે. હમને દેખી હૈ ઉન આંખોકી મહકતી ખુશ્બૂ….ગુલઝાર સાહેબ લખે છે કે હાથથી અડીને એ આ પ્રકારનો સંબંધ છે, એવો આરોપ ન મૂકો.. આ તો એક લાગણી છે, જે આતમથી અનુભવવાની છે. પ્રેમને પ્રેમ જ રહેવા દો, એનું કોઈ નામ શા માટે? વાત તો સાચી છે. પ્રેમ એટલે પ્રેમ. પ્લેટોનિક પ્રેમ? એ વળી શું? શબ્દશેષ: ‘પ્લેટોનિક લવ એ શાંત જ્વાળામુખી છે.’ –આન્દ્રે પ્રીવોસ્ટ”.
Paresh wrote: “My Shabdsanhita article as published in Gujarat Samachar today. Platonic love is the word of the day! રાધા અને કૃષ્ણ: શું એમનો પ્રેમ પ્લેટોનિક છે? कैसा बंधन बंधा श्याम मोरे बात तेरी समझ में न आई हाथ फूलो से पहले बने थे या कि गजरे से फूटी कलाई! – परवीन शाकिर આપણે જેને ‘લવ’ કહીએ એનાં તરજૂમા અનેક છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર પ્રેમ એટલે પ્રીતિ, સ્નેહ, મહોબત, ચાહ, અનુરાગ, આસક્તિ, લગની. પદબંધ શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કે: જગત માત્રનું જીવન તે પ્રેમ છે. ૐકારમાં પ્રેમ છે. નાદમાં પ્રેમ છે, છંદમાં પ્રેમ છે, પુરુષમાં પ્રેમ છે, પ્રકૃતિમાં પ્રેમ છે, જડમાં પ્રેમ છે અને ચેતનમાં પ્રેમ છે. કલરવ કરતાં પશુપક્ષીમાં, કુહૂ કુહૂ કરતી કોયલમાં, કુંજકુંજમાં, જાતજાતનાં વૃક્ષોનાં ઝુંડમાં, ખીલેલાં ફૂલોના મધ્ય ભાગમાંથી જેમ ઊડતી રજકણોની સુગંધી વ્યાપી રહી છે,તેમ જગતના સર્વ કાર્યસ્થળમાં પ્રેમ વ્યાપ્ત છે અને એ પ્રેમ તે ભક્તિ. શબ્દકોશમાં આ તો અઘરું અર્થઘટન થયું. નહીં?!! પ્રેમનાં તે વળી પ્રકાર હોય? પ્રેમ તો પ્રેમ હોય. એ કાંઇ આઈસક્રીમ થોડું છે કે એની અલગ અલગ ફ્લેવર હોય? પણ બૌદ્ધિકો એમાં ય પ્રકાર શોધે છે. ગ્રીક પુરાણ અનુસાર પ્રેમનાં પાંચ પ્રકાર છે. ૧. સ્ટોર્જ: કૌટુંબિક પ્રેમ ૨. ફિલિયા: મૈત્રી ૩. ઈરોસ: શૃંગારિક પ્રેમ ૪. જેનિયા: મહેમાનગતિ ૫. ડીવાઇન: દિવ્ય પ્રેમ. જ્યારે રાધા કૃષ્ણનાં પ્રેમની વાત આવે ત્યારે કોઈ એને ફિલિયા (Philia) કહે છે. જે ‘ફોબિયા’નો વિરોધાર્થી શબ્દ છે. આજનો શબ્દ ‘પ્લેટોનિક’ (Platonic) ફિલિયા ઉર્ફે મૈત્રી ભાવને લગતો છે. પ્લેટોનિક લવમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે અંતરંગ પ્રેમ જરૂર છે પણ એમાં શારીરિક ચેષ્ટા વર્જ્ય છે. એવું પણ કહે છે કે પ્લેટોનિક લવ એટલે ડોકની ઉપરનો પ્રેમ! પ્લેટોનિક લવ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે એ સંબંધ છે, જેમાં એક બીજાની વિચારસરણી મળતી આવે છે. તેઓ એકબીજાની સારસંભાળ લેતા હોય, એવી લાગણીનાં સંબંધો હોય. તેઓ એકમેકને સારી પેઠે સમજી શકતા હોય છે. ઘણી વાર એક બોલે નહીં તો ય બીજો સઘળું સમજી જાય. એવો પ્રેમ પ્લેટોનિક કહેવાય. પ્લેટોનિક શબ્દ ગ્રીક દાર્શનિક પ્લેટોનાં વૈચારિક પ્રદાન પરથી આવ્યો છે. પંદરમી સદીનાં ફ્રેંચ વિદ્વાન માર્શિલો ફિસિનિયોએ પહેલી વાર ‘પ્લેટોનિક લવ’ શબ્દનો પ્રયોગ કરીને, એને દિવ્ય પ્રેમ તરીકે નવાજ્યો હતો. એવો પ્રેમ જે પ્લેટોની ફિલસૂફી પર આધારિત હતો. પ્લેટો માનતા કે પ્રેમ પોતે જ એક એટલી સુંદર લાગણી છે, જે શરીરનાં હાડમાંસનાં પ્રેમથી અનેક ગણી ઊંચી અને મહાન છે. પ્લેટોની વિચારધારા પરથી આવો પ્રેમ પ્લેટોનિક લવ કહેવાયો. અને છતાં રાધા અને કૃષ્ણનાં સંબંધ આમ સાવ શારીરિક નહોતા જ, એવું ય કહી ન શકાય. મોહક વાંસળી, કૃષ્ણાવતાર ભાગ- ૧, ક.મા. મુનશી સાહેબ લખે છે કે: ‘અદમ્ય ભાવાવેગથી કૃષ્ણે રાધા તરફ ઝૂકીને પોતાના હોઠ એના હોઠ સાથે ચાંપ્યા. એકનો આત્મા બીજાના આત્મામાં ભળી ગયો અને બંને એક થઈ ગયા ત્યાં સુધી એ હોઠો એકબીજાથી અલગ ન થયા. કૃષ્ણે રાધાના ગાલ પસવાર્યા. એના સ્તનમંડળ પર એનો હાથ ફરી રહ્યો. ત્યાંથી સુકુમારતાથી સરકતો સરકતો એ એના નમણા ને લાલિત્યસભર દેહના પ્રત્યેક સુંદર વળાંક શોધતો શોધતો ભાવાર્દ્રતાપૂર્વક એનાં અંગાંગ ઉપર પણ ફરી વાળ્યો. આનંદની એક મદભરી ઊર્મિ એમને અવર્ણનીય રસસમાધિમાં ડુબાવીને અભેદભાવનો અનુભવ કરાવી રહી.’ અહીં રાધા કૃષ્ણનાં પ્રેમનો પ્લેટોનિક અર્થ હોય એવું લાગતું નથી. અમને લાગે છે કે આ ડીવાઇન લવ છે. દિવ્ય પ્રેમ. રાધા અને કૃષ્ણ બંને એકાકાર છે. આત્મા અને શરીર એકમેકમાં સમાયેલા હોય છે, બસ એમ જ. ‘પ્લેટોનિક લવ’ શબ્દ આમ તો પામર મનુષ્યો માટે છેતરામણો છે. સેક્સ સંબંધ ન હોય તો પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એ પ્રેમ અધૂરો ન ગણાય? પુરુષ અને સ્ત્રી વચ્ચે એવો ને એવો જ અશારીરિક સંબંધ હંમેશ માટે જળવાઈ રહે, એ વાત સામાન્ય વિજાતીય વ્યક્તિઓ માટે અઘરી છે. શારીરિક ચેષ્ટા ક્યારે મન પર હાવી થઈ જાય, એ કહેવાય નહીં. એકાંત મળે તો બંને, પરુષ જાત અને સ્ત્રી જાતને માટે, જાતનિયંત્રણ અઘરું થઈ જાય. સૂનો હાઇવે હોય તો સ્પીડલિમિટની બહાર ગાડી હાંકવી, એ પુરુષ માટે રમત અને સ્ત્રી માટે ગમત ભરેલી પ્રવૃત્તિ છે. અને પછી… ઓલ્યા અસ્પર્શનાં લીધેલાં વ્રત બટકી જાય, એમ પણ બને! પ્લેટોનિક સંબંધો માટે તો શું કહું……ગુલઝાર સાહેબની પંક્તિ અહીં અનુરૂપ લાગે છે. હમને દેખી હૈ ઉન આંખોકી મહકતી ખુશ્બૂ….ગુલઝાર સાહેબ લખે છે કે હાથથી અડીને એ આ પ્રકારનો સંબંધ છે, એવો આરોપ ન મૂકો.. આ તો એક લાગણી છે, જે આતમથી અનુભવવાની છે. પ્રેમને પ્રેમ જ રહેવા દો, એનું કોઈ નામ શા માટે? વાત તો સાચી છે. પ્રેમ એટલે પ્રેમ. પ્લેટોનિક પ્રેમ? એ વળી શું? શબ્દશેષ: ‘પ્લેટોનિક લવ એ શાંત જ્વાળામુખી છે.’ –આન્દ્રે પ્રીવોસ્ટ”
રાધા અને કૃષ્ણ:પરેશ વ્યાસ
Filed under અધ્યાત્મ, ઘટના, પરેશ વ્યાસ