Daily Archives: સપ્ટેમ્બર 6, 2020

મખમલી ગળાના ગાયક તલત મેહમૂદ

                              Papua: Beautiful and Exotic Birds of Paradise

 
Inline image

Inline image

Inline image


Inline image

 Papua: Beautiful and Exotic Birds of Paradise

મખમલી ગળાના ગાયક તલત મેહમૂદ
ભારતના બિનશાસ્ત્રીય ગાયક તરીકે જેમની ઘણી નામના છે એવા તલત મેહમૂદને ગુજરી ગયાને બાવીસ વર્ષ થયાં. ૯ મે, ૧૯૯૮ના રોજ મુંબઈમાં ૭૪ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. આજે લોકડાઉનની ૪૪ મી સંગીત સંધ્યામાં ‘માય રેડિયો’ના નવ ગ્રુપ્સમાં સાંજે છથી આઠ કલાક દરમિયાન તલત મેહમૂદને ગીતો ગવાશે / સંભળાશે.
તલત જન્મજાત ખુબસુરત ગાયક હતા. તેમણે ફિલ્મી અને ગૈરફિલ્મી બંને પ્રકારનું ઉત્તમ ગાયન કર્મ કર્યું છે. ભલે તેઓ અભિનેતા તરીકે સફળ ન થયા પણ તેમની ગાયકીની ખુબસુરતી, ગ્રેસ અને ચાર્મ કાયમી છે. ૧૯૯૨માં તલતજીને પદ્મભૂષણના ઈલકાબથી નવાજવામાં આવ્યા હતા. તલત સાહેબની ગાયકીની પોતાની કલાત્મક શૈલી હતી. તેમને કુદરતી ગાયન કૌશલ્ય મળ્યું હતું. તેઓ મખમલી ગળાના ગઝલ ગાયક હતા. તો તેમના ફિલ્મી ગીતો પણ રસાળ અને ઉત્તમ હતા. પોતાની લાંબી કરિયરમાં તલત સાહેબે ૮૦૦ જેટલાં ગીત-ગઝલો ગાયાં છે, જે ત્યારે હતાં એવાં જ આજે પણ લોકપ્રિય છે.
તલત સાહેબના ગીતો મોટે ભાગે રોમાન્ટિક અને દર્દના સુરમાં રહેતાં. આધુનિક ગઝલ ગાયકીને ઉપસાવવામાં તલત મહેમૂદનું મોટું પ્રદાન હતું. પચાસ અને સાંઠના દાયકામાં ભારતના સાહિત્ય અને કલાના ચાહકોની તેઓ પહેલી પસંદ બન્યા હતા.
તલતનો જન્મ લખનઉમાં મંઝૂર મેહમૂદને ત્યાં ૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪ના રોજ થયો હતો. બાળપણથી તેમની સંગીત પ્રીતિ દેખીતી હતી. તેઓ આખી રાત ચાલતા સંગીત જલસા માણતા અને ત્યારના મહાન શાસ્ત્રીય ગવૈયાઓને સાંભળતા. એવાં રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાંથી તલત આવતા હતા, જ્યાં ગાયન કલાને સ્થાન નહોતું. ‘ફિલ્મોમાં કામ કરવું હોય તો આ ઘરમાં નહીં રહેવાય’ એવું કહેવાયા બાદ પણ તેઓ ફિલ્મો પ્રત્યેના આકર્ષણ તરફ વળ્યા હતા. એકાદ દાયકા પછી તલતે જે સન્માન એકઠું કર્યું હતું, તેનાથી તેમના પરિવારે તેમનો પુન:સ્વીકાર કર્યો હતો.
હાલની ભાતખંડે મ્યુઝિક ઇન્સ્ટીટયુટ, ત્યારે મોરીસ કોલેજ ઓફ મ્યુઝિક, લખનઉ કહેવાતી. ત્યાં તલતે શાસ્ત્રીય સંગીત પ્રત્યે શરૂઆત કરી હતી. ૧૬ વર્ષની ઉમરે તલત સાહેબે દાગ, મીર કે જીગર જેવા શાયરોની ગઝલો આકાશવાણી પર ગાઈ હતી. તેમનો અવાજ અન્યોથી જુદો પડતો હતો. એચ.એમ.વી. કંપનીએ આ બાબત તરત ધ્યાન પર લઇને તેમની પહેલી ડિસ્ક ૧૯૪૧માં આપી, જેમાં તલતે ગાયું, ‘સબ દિન એક સમાન નહી થા, બન જાઉગા ક્યા સે ક્યા મૈ, ઇસકા તો કુછ ધ્યાન નહીં થા.’ હવે તેઓ લખનઉથી કોલકાતા સુધી લોકપ્રિય હતા. જ્યાં તેઓ ત્યારના જાણીતા ગઝલ ગાયકો ઉસ્તાદ બરકત અલી ખાન, કે.એલ. સાયગલ અને એમ.એ. રઉફ સાથે થયા. ૧૯૪૯માં તલત સાહેબ હિન્દી ફિલ્મોમાં ગાવા અને અભિનય કરવા મુંબઈ આવ્યા. તેમનું નામ થયું જ હતું, તરત ઓફરો મળી. અનીલ બિસ્વાસની ‘આરઝૂ’માં ‘અય્ દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો’થી તેઓ ખુબ જાણીતા થયા.
આધુનિક ઉપશાસ્ત્રીય અને બિનશાસ્ત્રીય ગઝલ ગાયકીના તેઓ આધાર બન્યા. એ માર્ગે આગળ જતાં મેંહદી હસન સાહેબ કે જગજીત સિંઘ આવવાના હતા. આ તેમનું ઘણું મોટું પ્રદાન હતું. તેમના નરમ અને રેશમી ગળાનો એક જાદૂ હતો. એ જાદૂ ફિલ્મી-ગૈરફિલ્મી દેશ-વિદેશના શ્રોતાઓ પર આજીવન વેરાતો રહ્યો. ભારતમાં ઉર્દૂ બોલી વાળા શ્રોતાઓ અને પાકિસ્તાનમાં પણ તેઓ ખુબ લોકપ્રિય રહ્યા અને છે. રફી અને મુકેશની જેમ તલતને સાંભળતો એક વિશેષ વર્ગ હંમેશા રહ્યો છે. પચાસના દાયકાએ આખા દેશમાં કોઈ ગાયકને સંભાળવા આતુર એવું સૌથી મોટું પ્રેક્ષકગણ તલત સાહેબે માણ્યું હતું. એક બહુ સારા ગાયક હોવા ઉપરાંત તલત સાહેબ ખુબ દેખાવડા હતા અને તેમને અભિનયમાં ખુબ રસ પણ હતો. તેથી તેઓ ડઝનથી વધુ જાણીતી અભિનેત્રીઓ સામે નાયક બનીને પડદા પર પણ દેખાયા. જેમાં નૂતન, માલા સિંહા કે સુરૈયા પણ હતા. જોકે પાછળથી તલતે અભિનયને બદલે માત્ર ગાયકી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. છતાં, તેમના અભિનયવાળી ફિલ્મો રૂપે, ‘આરામ’, ‘ઠોકર’, ‘એક ગાંવ કી કહાની’, ‘લાલ રુખ’ કે ‘સોને કી ચીડીયા’ યાદ કરી શકાય.
પછી સમય બદલાયો, ગીતોમાં ભાવના-લાગણીશીલતા ઘટી, પાશ્ચાત્ય સંગીત હાવી થવા માંડ્યું અને તલત મેહમૂદની સરખામણીમાં રફી કે મુકેશ વધુ ટક્યા. છતાં તલતે ત્યાર સુધી ગયેલાં ગીતો-ગઝલોને ફરી સંભાળવા પણ શ્રોતાઓ તૈયાર હતા. ૧૯૫૬માં તલત પૂર્વ આફ્રિકાની સંગીત સફરે ગયા એ ભારતીય ગાયકોની વિદેશમાં સંગીત યાત્રાની શરૂઆત હતી. તલત ત્યાર બાદ દુનિયાભરમાં ખીચોખીચ શ્રોતાઓ સામે ગાતા રહ્યા. અમેરિકા, યુ.કે., વેસ્ટ ઇન્ડીઝ તેમાં ખાસ હતાં. લંડનન રોયલ આલ્બર્ટ હોલ, અમેરિકાના મેડીસન સ્ક્વેર ગાર્ડન કે વેસ્ટ ઇન્ડીઝના જીન પીર કોમ્પ્લેક્સમાં તેમની કન્સર્ટસ યોજાઈ છે. ૧૯૯૧માં હોલેન્ડમાં પણ તેમણે સફળતા મેળવી હતી. દેશના તમામ સંગીત પ્રેમી શહેરોમાં તેઓ ગાતા રહ્યા. સુરતના ટેક્સટાઈલ માર્કેટ હોલમાં અને ગાંધી સ્મૃતિ ભવનમાં પણ તેમને ત્રણેક વાર સંભાળવાની તક મળી હતી.
તલતે કોલકાતાના બંગાળી ખ્રિસ્તી મહિલા લતિકા મલિક સાથે ૧૯૫૧માં લગ્ન કર્યા હતાં. તેમણે પણ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને તેઓ તલતના મોટા ચાહક હતાં. તેઓ પાછળથી લતિકા નસરીન રૂપે ઓળખાયા, તેમને ખાલીદ અને સબીના નામે બે સંતાનો હતાં. તલતનું સરળ વ્યક્તિત્વ સૌને ગમતું. દિલીપ કુમારે તેમને ‘પરફેક્ટ જેન્ટલમેન’ રૂપે વર્ણવ્યા હતા.
તલત મેહમૂદના જાણીતા ગીતો: હમસે આયા ન ગયા (દેખ કબીરા રોયા), જાયે તો જાયે કહાં (ટેક્સી ડ્રાઈવર), તસવીર બનાતા હું (બારાદરી), દિલ-એ-નાદા તુઝે હુઆ ક્યા હૈ (મિર્ઝા ગાલિબ), ઇતના ન મુજસે તું પ્યાર, આંસૂ સમજ કે ક્યુ મુઝે (છાયા), સિને મે સુલગતે હૈ અરમાન (તારાના), આહા રીમઝીમ કે યે પ્યારે પ્યારે ગીત (ઉસને કહા થા), શામ-એ-ગમ કી કસમ (ફૂટપાથ), જલતે હૈ જિસકે લીયે (સુજાતા), મેરી યાદ મે તુમ ન (મદહોશ), ફિર વોહી શામ વોહી ગમ (જહાંઆરા), અય્ મેરે દિલ કહીં (દાગ), ઝીંદગી દેને વાલે સુન (દિલ-એ-નાદાન), મૈ દિલ હું એક અરમાન ભરા (અનહોની), અંધે જહાં કે અંધે રાસ્તે (પતિતા), અશ્કોને જો પાયા હૈ (ચાંદી કી દીવાર), બેચૈન નઝર બેતાબ જીગર (યાસ્મીન), રાતને ક્યા ક્યા ખ્વાબ દિખાયે (એક ગાંવ કી કહાની), ચલ દિયા કારવાં (લૈલા મજનું), અય્ દિલ મુઝે ઐસી જગહ (આરઝૂ), મિલતે હી આંખે દિલ હુઆ, મેરા જીવન સાથી બિછડ ગયા (બાબુલ).
મે માસના સિતારા – નરેશ કાપડીઆ – પુસ્તકમાંથી સાભાર, શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: 1 व्‍यक्ती, जवळून

Leave a comment

Filed under Uncategorized