Daily Archives: સપ્ટેમ્બર 9, 2020

ફાયદા– વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ ઈ.. +

click and enjoy

BenefitsBenefits +

વિટામિન અને મિનરલ્સ વિષે તમે શું જાણો છો ?
માનવ શરીરના સંચાલનમાં મદદ કરનારા અલ્પ પ્રમાણમાં લેવાતા શરીર માટે ખૂબ જરૃરી ઓર્ગેનિક પદાર્થો વિટામિન તરીકે ઓળખાય છે
તમને એટલી ખબર છે શરીર માટે વિટામિન અને મિનરલ્સ ખૂબ અગત્યના છે. પણ શા માટે તે પણ તમારે જાણવું જોઈએ. રોજે રોજ સામાન્ય વ્યક્તિને વિટામિન અને મિનરલ માટેની સારી ખોટી વાતો સાંભળવા મળે છે. કોઈ કહે વિટામીન અને મિનરલ સપ્લીમેંટ તરીકે લેવા જોઈએ જ્યારે કોઈ કહે લીલા શાકભાજી અને તાજા ફળો લઈએ તો ચાલે.
અમેરિકા સ્થિત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડાયેટરી સપ્લીમેંટસના ડૉ. પોલ થોમસે આ વિષય માટે આટલી વાતો જણાવી છે.
૧. દરેક વ્યક્તિએ રોજ ૧૦૦૦ મિલિગ્રામ કેલ્શ્યમ સપ્લીમેંટ તરીકે લેવું જોઈએ અને ૬૦ વર્ષ પછી ૧૨૦૦ મિલિગ્રામ જેટલું લેવું જોઈએ. મોટી ઉમરે તમારા હાડકાના પ્રોબ્લેમ (ઓસ્ટીઓપોરોસિસ) ના થાય માટે આ ખૂબ જરૃરી છે તમે કુદરતી ખોરાકમાં આટલા પ્રમાણમાં કેલશ્યમ મળે તેવી વસ્તુઓ ક્યારે પણ લઇ શકવાના નથી માટે કેલ્શ્યમ સપ્લીમેંટ લેવા જોઈએ.
૨. એ જ રીતે ગર્ભવતી સ્ત્રીએ ફોલિક એસિડ (બી કોમ્પ્લેક્ષ વિટામિન) ૬૦૦ યુનિટ જેટલું લેવું જોઈએ એ ખૂબ જરૃરી છે.
૩. તમારી ઉંમર જેમ વધતી જાય તેમ તમે કુદરતી પદાર્થોમાંથી લીધેલા બી-૧૨ વિટામિન પૂરેપુરી રીતે એબસોર્બ નહી થાય માટે સપ્લીમેંટ તરીકે લો. ડૉ. થોમસે એક સારી વાત જણાવી છે કે ખોરાકમાં તમે વિટામિન અને મિનરલ્સ ક્યા અને કેટલા લેવા જોઈએ એની ચર્ચા કરવાની છોડો કારણ એ બંને માટે એટલી બધી માહિતી છે કે તમે તેના જાણકાર (એક્ષપર્ટ) થઈ શકવાના નથી.
તમારે તમારો ખોરાક યોગ્ય પોષણ આપનારો છે કે નહીં તેનું જ ધ્યાન રાખવાનું છે અને એને માટે તમારે અમેરિકાની યુ.એસ.ડી.એ. (યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર) સંસ્થાએ જણાવેલી ખોરાક માટે ગાઇડ લાઇન (ભલામણ) પ્રમાણે તમારા રોજના ખોરાકનું આયોજન કરવું જોઈએ અને બજારમાં ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળતી વિટામિન અને મિનરલ્સની ગોળીઓ પણ લેવી જોઈએ કારણ સમાજના મોટાભાગના લોકો સંતુલિત (બેલેન્સ્ડ) ખોરાક લેતા નથી. આ સિવાય બીજી તકલીફ એ છે કે મોટેભાગે દર્દીઓ વિટામિન અને મિનરલ સપ્લીમેંટ સાથે તેમણે થયેલા કોઈ રોગને માટે દવાઓ લેતા હોય છે. આ દવાઓના ઇન્ટરએકશનને કારણે પણ દર્દીએ લીધેલા સપ્લીમેંટ તેના શરીરમાં પૂરેપુરી રીતે એબ્સોર્બ થતાં ના હોય એ પણ શક્યતા છે.
દા.ત. તમે હાડકાંને મજબૂત રાખવા રોજ કેલ્શ્યમની ગોળીઓ લેતા હો પણ એની સાથે તમારા શરીરના બીજા કોઈ રોગ માટે દવા લેતા હો તો સ્વાભાવિક છે કે તમે લીધેલું કેલ્શ્યમ પૂરે પૂરું એબ્સોર્બ ના થાય. આ જ રીતે તમારે બીજી એક વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે તમે પૌષ્ટિક અને સંતુલિત ખોરાક લેતા હો અને તે ઉપરાંત વિટામિન કે મિનરલની ગોળીઓ લેતા હો તો વિટામિન કે મિનરલનો ઓવર ડોઝ થવાની પૂરેપુરી શક્યતા છે.
આટલી વાત કર્યા પછી વિટામિન અને મિનરલની વાત કરીએ જેથી ખબર પડે કે કયા વિટામિન અને મિનરલ શરીર માટે કેટલા જરૃરી છે અને તે કેટલા પ્રમાણમાં લેવા જોઈએ, શામાથી મળે અને ના લઇએ તો શું થાય તેની વિગતવાર જાણકારી લઈએ.
પહેલા વિટામિનની વાત કરીએ :
વિટામિન એટલે શું ?
માનવ શરીરના સંચાલનમાં મદદ કરનારા અલ્પ પ્રમાણમાં લેવાતા શરીર માટે ખૂબ જરૃરી ઓર્ગેનિક પદાર્થો વિટામિન તરીકે ઓળખાય છે. રોજ વિટામિન બહારથી લેવા જોઈએ કારણ શરીર તે બનાવી શકતું નથી. આ વિટામિન બજારમાં મળતી ગોળીઓમાંથી મેળવો કે તમારા ખોરાકમાંથી પણ લેવા જરૃરી છે.
વિટામિનની ત્રણ ખાસિયત છે ૧. દરેક ખોરાકમાં ખૂબ થોડા પ્રમાણમાં જુદી જુદી જાતના વિટામિન હોય છે. ૨. માનવ શરીરની વૃદ્ધિ, પ્રજનન અને એવા અનેક કાર્યો માટે વિટામિનની ખૂબ જરૃરત છે. ૩. જો તમારા ખોરાકમાં યોગ્ય પ્રમાણમાં વિટામિન ના હોય તો તેની અસરથી તમારા શરીરમાં કોઇપણ પ્રકારની ખામી થશે. વિટામિન બે રીતે ઓળખાય છે. પાણીમાં ઓગળે તેને ‘વોટર સોલ્યુબલ’ અને જે ચરબીમાં ઓગળે તેને ‘ફેટ સોલ્યુબલ’ વિટામિન કહે છે.
વિટામિન અને તેના પ્રકારો એન્ઝાંઇમ સાથે જોડાઇને ‘કોએન્ઝાંઇમ’ બનાવે છે. દા.ત. વિટામિન બી-૨ અને વિટામિન બી-૩ ‘એનેડી’ અને ‘એફેડી’ નામના ‘કોએન્ઝાંઇમ’ બનાવે છે.
એ. વોટર સોલ્યુબલ વિટામિનના પ્રકારો :
૧. વિટામિન બી-૧ (થાયામિન) :
શામાંથી મળે :
સૂર્યમુખીના બી, પાલખની ભાજી, લેટુસ, મશરૃમ, અડદ, વાલ, તુવેર, વટાણા, રીંગણ, ટામેટાં, છડયા વગરના ઘઉં, સોયાબીન અને ટુના નામની માછલીમાંથી મળે.
જો ખોરાકમાં વિટામિન બી-૧ની ખામી હોય તો :
૧. પગમાં બળતરા થાય (બર્નિંગ ફિટ) ૨. હાથ અને પગમાં નબળાઇ લાગે. ૩. હૃદયના ધબકારા વધે. ૪. સોજા આવે. ૫. ભૂખ ઓછી લાગે. ૬. થાક લાગે. ૭. ઊબકા, ઉલ્ટી જેવા પેટના પ્રોબ્લેમ થાય.
૨. વિટામિન બી-૨ (રીબોફ્લેવિન)
શામાંથી મળે :
બદામ, સોયાબીન અને સોયાબીનનું પનીર, મશરૃમ, પાલખની ભાજી, યોગર્ટ (મસ્કો), છડયા વગરના ઘઉં મેકેરલ નામની માછલી, ઇંડા અને લિવર
ખોરાકમાં વિટામિન-બી-૨ની ખામી હોય તો
મોંના ખૂણા અને હોઠ પર ચીરા પડે, ચામડી ઉપર ખંજવાળ આવે, આંખો આવે, અજવાળામાં ઓછું દેખાય, ચિંતા થાય, ભૂખ ના લાગે, થાક લાગે.
૩. વિટામિન બી-૩ (નાયાસીન) :
શામાંથી મળે :
મશરૃમ, મગફળી, લાલ ચોખા, મકાઇ, લીલા પાંદડાવાળી ભાજી, બટાકા, શક્કરીયા, તુવેર, બાર્લી ગાજર, બદામ, કાકડી, પિચ, ચિકન, ટુના અને સાલમન માછલી.
ખોરાકમાં વિટામિન બી-૩ની ખામી હોય તો – ચામડીના રોગ (ખંજવાળ), ઝાડા થઈ જાય, પેટની ગરબડ અને યાદશક્તિના પ્રોબ્લેમ થાય.
૪. વિટામિન બી-૫ (પેન્ટોંથેનિક એસિડ) :
શામાંથી મળે :-
બ્રોકોલિ, તુવેર, વટાણા, છડયા વગરના ઘઉં, શક્કરીયા, મશરૃમ, સૂર્યમુખીના બી, ઇંડા, લીલા પાંદડા વાળી ભાજી, કોલી ફલાવર, સ્ટોબેરી.
ખોરાકમાં વિટામિન બી-૫ની ખામી હોય તો :
જો વિટામિન બી-૫ની ખામી હોય તો પગમાં નબળાઈ લાગે
૫. વિટામિન બી-૬ (પાઇરીડોકસિન):
શામાં થી મળે :
છડયા વગરના ઘઉં, લાલ ચોખા, સૂર્યમુખીના બી, બટાકા, કેળાં, પાલખની ભાજી, ટામેટાં, અખરટ, પિનટ બટર, મરી, ટુના અને સાલમાન માછલી, ચિકન.
ખોરાકમાં વિટામિન બી-૬ની ખામી હોય તો :
મોંમાં અને હોજરીમાં ચાંદા પડે, જ્ઞાાનતંતુના પ્રોબ્લેમ, ઊંઘ ના આવે, મગજ સુન થઈ જાય, ગભરામણ થાય, લોહી ઓછું થઈ જાય (એનેમિયા) સ્નાયુ નબળા પડી જાય.
૬. વિટામિન બી-૯ (ફોલિક એસિડ)
શામાંથી મળે :
લીલા પાંદડાવાળી ભાજી, બ્રોકોલી, લીંબુ, નારંગી, પાલકની ભાજી, આખું (છડયા વગરનું) અનાજ, બેકડ બીન્સ, લીલા વટાણા, મગફળી, લેટુસ, ટામેટાંનો રસ, કેળા, પપૈયાં અને મીટમાંથી મળે.
ખોરાકમાં વિટામિન બી-૯ની ખામી હોય તો :=
એનીમિયા, લોહીમાં સફેદ કણ ઓછા થઈ જવા, વજન ઓછું થાય, નબળાઈ લાગે, જીભ પર અને મોંમાં ચાંદા પડે, ઝાડા થઈ જાય, ગર્ભવતી સ્ત્રીને કસુવાવડ થાય અતવા ઓછા વજનવાળું બાળક જન્મે.
૭. વિટામિન-બી-૧૨ (કોબાલોમીન)
શામાંથી મળે :
આ વિટામિન બેકટેરીઅલ ફર્મેંટેશનથી ઉત્પન્ન થાય છે માટે કોઇ પણ વેજિટેરિયન ખોરાકમાં ના મળે. નોનવેજીટેરિયન ખોરાક લીવર, સાલમન ટુના, નામની માછલીમાં, ઇંડામાં અને દવાની દુકાને સિન્થેટીક ફોર્મમાં સપ્લીમેંટ તરીકે મળે છે.
ખોરાકમાં વિટામિન બી-૧૨ની ખામી હોય તો :
જ્ઞાાનતંતુના પ્રોબ્લેમ અને પરનીશીયસ એનીમિયા થાય.
૮. વિટામિન એચ (બાયોટીન)
શામાંથી મળે :
સૂકો મેવો (બદામ, પિસ્તા, અખરોટ, કાજુ), આખું (છડયા વગરનું) અનાજ, બ્રેડ, રાસબરી, કોલી ફલાવર, ગાજર, પપૈયું, કેળા, સાલમન માછલી અને ઇંડા.
ખોરાકમાં વિટામિન એચની ખામી હોય તો :
મોટેભાગે કોઇ પ્રોબ્લેમ થતાં નથી.
૯. વિટામિન સી (એસ્કોરબીક એસિડ):
શામાંથી મળે :
જામફળ, મરી, કિવી, નારંગી, આમળા, સ્ટ્રોબેરી, ટેટી, પપૈયુ, શક્કરીયા, પાઇનેપલ, લીંબુ, કોલી ફલાવર.
ખોરાકમાં વિટામિન સી-ની ખામી હોય તો :
અવાળા ફૂલી જાય અને લોહી પડે, સુસ્તી લાગે, દાંતમાં ખાડા (કેવિટી) પડે, ચામડી આંખો અને વાળ સુકાઈ જાય, વાળ ઓછા થઈ જાય, શરીરના બધા સાધામાં દુખાવો થાય. શરીરમાં સોજા આવે, એનીમિયા (લોહી ઓછું થઈ જાય), ઇજા થઈ હોય કે ઘા પડયો હોય તો જલ્દી રુઝાય નહીં, હાડકાં જલ્દી તૂટી જાય.
બી. ફેટ સોલ્યુબલ વિટામિનના પ્રકારો:
૧. વિટામિન એ (રેટીનોઇડસ) :
શામાંથી મળે :
બધાજ પીળા ખોરાકમાં લઈ શકાય તેવા પદાર્થો : ગાજર, પપૈયુ, શક્કરીયા, ટેટી, નારંગી, લાલ કોબી, કોલી ફલાવર, પિચ, બિફ, ઇંડા, લીલા પાંદડાવાળી ભાજી, પીળી હળદર.
ખોરાકમાં વિટામિન એ ની ખામી હોય તો :
આંખોના પ્રોબ્લેમ, સાંજે ઓછું દેખાય, ચામડી સુકાઇ જાય, થાક લાગે, ઊબકા આવે, આંખે અંધારા આવે, ભૂખ ના લાગે.
૨. વિટામિન ડી (કેલ્સિફેરોલ) :
શામાંથી મળે :
સૂર્યનો પ્રકાશ, ફોર્ટિફાઇડ (જેમાં વિટામિન ડી નાખેલું હોય), ફૂડ, મશરૃમ, સાલમન મેકેરલ, સારડીન અને ટુના નામની માછલીઓ અને ઈંડા.
ખોરાકમાં વિટામિન ડીની ખામી હોય તો :
૩. વિટામિન ઇ (ટોકોફેરોલ) :
શામાંથી મળે :
લીલા પાંદડા વાળી ભાજી, બદામ, સૂર્યમુખીના બી, ઓલિવ, જાંબુ બધા પ્રકારનો સુકો મેવો અને બધા પ્રકારના બી, ટામેટાં અને એવોકેડો ફ્રૂટ
ખોરાકમાં વિટામિન ઇ ની ખામી હોય તો :
આ વિટામિન ખોરાક બિલકુલ ના લેવાતો હોય ત્યારે થાય છે.
૪. વિટામિન કે :
શામાંથી મળે : બ્રોકોલી, લીલા પાંદડા વાળી ભાજી, શિંગોડા, એસ્પારેગસ, લીલી શિંગો, લીલા વટાણા, ગાજર. મિનરલ્સ મળે  Courtasy મુકુંદ મહેતા

 

Leave a comment

Filed under પ્રકીર્ણ, વિજ્ઞાન