Daily Archives: સપ્ટેમ્બર 10, 2020

મહેસાણા કાવ્યસભાસ્યૂસાઇડ: શું આત્મહત્યારો ગુનેગાર છે? પરેશ વ્યાસ

મહેસાણા કાવ્યસભા આયોજિત શ્રેણી ‘કવિતાનો કલશોર-૪૬”માં કવયિત્રી યામિની વ્યાસ તેમની કવિતાઓનું પઠન કરશે.તેમનો લાઈવ કાર્યક્રમ તા.૧૦/૯/૨૦૨૦ ને ગુરુવારે સાંજે ૬:૩૦ કલાકે નીચે આપેલ Mahesana Kavysabha ફેસબુક પેજની લિંક પર નિહાળી શકાશે.

.

Image may contain: 1 person, text that says 'મહેસાણા કાવ્યસભા આયોજિત શ્રેણી કવિતાનો કલશોર-૪૬ કવયિત્રી યામિની વ્યાસ વહેરે છે અમને તો આખા ને આખા, એ પાંપણની વચમાં જ કરવત નથી ને? -યામિની વ્યાસ ૧૦/ ૨૦૨૦, ગુરેવાર સાંજે ६:૩० કલાકે f LIVE Mahesana Kavysabha'
This is in reference to Dictionary.com which has recently deleted the words ‘To commit suicide’ and replaced them with ‘To do suicide’ or ‘To end one’s life.’
સ્યૂસાઇડ: શું આત્મહત્યારો ગુનેગાર છે?
તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ
આત્મહત્યા ખરેખર તો હત્યા હતી એવી શંકા, સમાચારમાં હજી જીવે છે. ખાસ કરીને કોઈ પંકાયેલી વ્યક્તિનાં અપમૃત્યુની ઉત્તરક્રિયા પ્રણાલિગત બાર તેર દિવસથી પણ અધિક દિવસો સુધી ચાલતી હોય છે. આપઘાત કે કહેવાતા આપઘાતનાં સમાચારનો ઉપાડો લઈને ટીવી ચેનલ્સ કાંઈ કેટલાય લોકોનો ઊધડો લઈ લે છે. કોઈને કોઈ રિયાયત મળતી નથી. મામલો ઝટ સુશાંત થતો દેખાતો નથી. ટીવી ચેનલ્સ ટીઆરપી પર જીવે છે. ટી.આર.પી. એટલે ટાર્ગેટ રેટિંગ પોઈન્ટ. કેટલાં દર્શકો કોઈ એક ચોક્કસ ટીવી ચેનલ કેટલો સમય જુએ છે- એનો સૂચકાંક. ટીવી ચેનલ્સ માટે ટીઆરપી જીવનનિર્વાહ સૂચકાંક છે. એ ન વધે તો એ ચેનલનું અપમૃત્યુ પણ થઈ શકે છે. એટલે જ ક્યારેક કેટલીક મરવાની ખબર પણ ચિરંજીવી બની જતી હોય છે. મૃત્યુ અહીં લાંબુ જીવે છે. અમેરિકન લેખક પત્રકાર ચક પેલાનિક માનતા કે ‘આત્મહત્યા’ અને ‘શહીદી’ વચ્ચે એક માત્ર પ્રેસ કવરેજનો જ તફાવત હોય છે! પણ એ વાત જવા દઈએ. આજનો શબ્દ ‘સ્યૂસાઇડ’ (Suicide) આમ તો આપણે જાણીએ છીએ. સ્યૂસાઇડ એટલે આત્મઘાત, આત્મહત્યા, આપઘાત. સ્યૂસાઇડ શબ્દ મૂળ લેટિન શબ્દ સ્યૂસિડિયમ પરથી આવ્યો છે. ‘સ્યૂ’ એટલે પોતે, જાતે. અને ‘સિડિયમ’ એટલે હત્યા. આ માતમ(શોક)નાં શબ્દનું આજે શું માત્યમ(મહિમા) હોઈ શકે?
ગયે અઠવાડિયે ‘ડિક્સનરી.કોમ’ દ્વારા ૧૫૦૦૦ જેટલાં સુધારા વધારા કરવામાં આવ્યા. નવા શબ્દો તો શામેલ કર્યા જ છે પણ સાથે જૂના શબ્દોનાં અર્થઘટન પણ બદલાયા છે. એ પૈકી ‘સ્યૂસાઇડ’ એક એવો જ શબ્દ છે, જેનું અર્થઘટન બદલાયું છે. કોઈ આત્મહત્યા કરે તો ઇંગ્લિશમાં ‘ટૂ કમિટ સ્યૂસાઇડ’ કહેવાય છે. કમિટ (Commit) એટલે? ગુજરાતી લેક્સિકોન અનુસાર કમિટ એટલે સોંપવું, હવાલે કરવું, (કોઈને) જેલમાં મોકલવું, (ગુનો, પાપ ઇ.) કરવું, -માં સંડોવવું. આત્મહત્યા સાથે જોડાયેલું ક્રિયાપદ ‘કમિટ’ એવું દર્શાવે છે કે આત્મહત્યા ગુનો છે, પાપ છે. તમે કહેશો કે એ તો છે જ. એટલે જ તો ‘ડૂ સ્યૂસાઇડ’ નહીં પણ ‘કમિટ સ્યૂસાઈડ’ કહેવાય છે. પણ ડિક્સનરીને એવું લાગે છે કે એક વ્યક્તિ ખુદ મરી ગઈ. એના મનમાં કેટલાંય વિચાર દ્વંદ્વ ચાલતા હશે. કોઈ એને હેરાન કરતું હશે. પરેશાન કરતું હશે. પણ એવા કોઈ દુષ્ટ પ્રત્યે સામો વાર કરવાની જગ્યાએ એ પોતે જ પોતાનો જીવ લઈ લે છે. આ તે કેવો ગુનો? અને એને ગુનો ગણો તો સજા કોને કરશો? એની લાશને? આત્મહત્યાની કોશિશ અલબત્ત ગુનો છે પણ પૂર્ણ આત્મહત્યા કેવી રીતે ગુનાહિત કૃત્ય ગણી શકાય? ડિક્સનરી આત્મહત્યાનાં કિસ્સા સાથે જોડાયેલું કલંક કે લાંછન હટાવવા માંગે છે. એક ક્રિયાપદ તરીકે ‘કમિટ’ શબ્દ અસંવેદનશીલ છે. કમિટ તો ક્રાઇમ હોય. કમિટ સ્યૂસાઇડ શા માટે? અને એટલે ડિક્સનરી. કોમ ‘કમિટ સ્યૂસાઇડ’ શબ્દો દૂર કરે છે. એનાં સ્થાને ‘ડાઈ બાય સ્યૂસાઇડ’ (આત્મઘાત કરીને મરી જવું) અથવા ‘એન્ડસ વન્સ લાઈફ’ (જીવનનો અંત આણવો) એવા શબ્દો ઉમેરે છે. સ્યૂસાઇડ એક લાંછન ન હોવું જોઈએ. એ તો વિરોધનો એક આત્યંતિક પ્રકાર છે. દુનિયા જીવવા જેવી નથી. મરનાર મરીને કહી જાય કે કે સિસ્ટમમાં શું ખૂટે છે. લોકશાહીની ચાર જાગીર એટલે કે સરકાર, સંસદ, ન્યાયતંત્ર અને સમાચારતંત્ર એ વિષે વિચારે અને જરૂરી સુધારા કરે એ જરૂરી છે. કોઈ નોંધ લેતું નથી, જ્યાં સુધી કાંઈ નાટકીય થતું નથી.
આત્મહત્યાની ઘટના આપણાં માટે નવીનવાઈ નથી. તાજેતરમાં ઈન્દોરમાં ખાનગી શાળામાં ભણતો દસમા ધોરણનાં વિદ્યાર્થીએ ફી ભરવાની ચિંતામાં આત્મહત્યા કરી-નાં સમાચાર છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોનાં આંકડાઓ જુઓ તો સાલ ૨૦૧૯માં ભારત દેશમાં રોજનાં ૩૮૧ લોકોએ આત્મહત્યા કરી હતી. જે વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં ૩.૪%નો વધારો સૂચવે છે. ગળે ફાંસો ખાઈને મરવું સૌથી વધારે લોકપ્રિય છે. કુલ આત્મહત્યાનાં કિસ્સાઓ પૈકી ૫૩.૬% ગળે ફાંસો ખાઈને મરે છે. પછી ઝેર ખાઈને મરનારા ૨૫.૮% છે. ડૂબીને અને સળગીને મરવાવાળાની ટકાવારી અનુક્રમે ૫.૨% અને ૩.૮% છે. આત્મહત્યા એ અલબત્ત પોલીસ કેસ છે પણ પોલીસ પાસે અન્ય ઘણાં કામ છે. એક વાર એવું ફલિત થાય કે કોઈ અન્ય ખોટી રમત કે કપટ કે દગો નથી એટલે પત્યું. આત્મહત્યા અલબત્ત ઇચ્છનીય એક્ટિવિટી નથી. કોઈને ઇચ્છા નથી હોતી પોતાના જીવનનો પોતે અંત આણવાની. તેઓ ઇચ્છે છે કે આ પીડા જતી રહે. પીડા જતી નથી. પીડા માત્ર શરીર બદલે છે. આત્મહત્યા કુંટુંબીજનો કે મિત્રો માટે અથાગ પીડા સર્જે છે. મનોચિકિત્સા પાસે આત્મહત્યાને ટાળવા માટે ઈલાજ છે. એમની મદદ સમયસર લેવામાં આવે તો મૃત્યુ સાથેની એપોઈન્ટમેન્ટ માત્ર મુલતવી થઈ શકે છે. મૃત્યુ આમ તો નિશ્ચિત છે. પણ નિશ્ચિંત થઈને મરવાની પણ એક મઝા છે. અણીચૂક્યો સો વરસ જીવે. ૧૦૨ નોટઆઉટ પણ રહે. શી ખબર? જીવન અમૂલ્ય છે. લડવું જરૂરી છે. જાતની હત્યા જાતે કરવી કોઈ ઉકેલ નથી. જીવન જીવી લેવાનું નામ છે. હેં ને?
શબ્દ શેષ:
“આત્મહત્યા એ હંગામી મુશ્કેલીનો કાયમી ઇલાજ છે.” –અમેરિકન મીડિયા પર્સનાલિટી ફિલ ડોનાહ્યુ
Image may contain: one or more people and shoes

Leave a comment

Filed under Uncategorized