Monthly Archives: ઓક્ટોબર 2020

શરદપુનમનો ગરબો+મથુરદાદાના લવ-મેરેજ આનંદરાવ

સોનલના કંઠે શરદપુનમનો ગરબો
કેસર ઘોળીને માએ મધમીઠા રંગોથી આભે કરી છે રંગોળી
કે રાતમાં આભે ઊગી છે પૂરણપોળી
આકાશી ઓરસિયો રૂડો લઈને માએ ચંદન ઘસ્યું છે ચૌદ લોકનું
શરદની પૂર્ણિમાએ કનકક્ટોરે એ તો મઘમઘતા અજવાળે ઓપતું
હે…આભી બની ને હું તો ચૂંટી ખણીને મારી જાતને રહી ઢંઢોળી
કે રાતમાં આભે ઊગી છે પૂરણપોળી
આભની અટારી સંગ ઉરની અટારીએ ગમતીલો ચન્દ્રમા ખીલતો
અવનીની સંગ સંગ મનને અજવાળી એ તો હૈયાના ભાવને ઝીલતો
હે…શુભ્ર ચન્દ્રિકાએ અંતરનું વ્યોમ આજ હેતે દીધું છે ઢોળી
કે રાતમાં આભે ઊગી છે પૂરણપોળી
યામિની વ્યાસ

Spooktacular Halloween Greetings!

Happy Halloween

મથુરદાદાના લવ-મેરેજ આનંદરાવ

માનો કે ના માનો .. પણ મથુરદાદાના લવ-મેરેજની આ વાત છે. બાળપણમાં જોયેલા મથુરદાદાની છાપ મારા મન ઉપર જુદી જ હતી. એમનું બીજું પાસું બહુ મોડું જોવા મળેલું.
મથુરદાદાનું કુટુંબ એમની નાતમાં એક પ્રતિષ્ઠિત, ખાનદાન અને શ્રીમંત જમીનદાર તરીકે જાણીતું હતું. આસપાસનાં બધાં ગામોમાં, એમના આખા ગોળમાં એમનો મોભો હતો. મથુરદાદા નાતના આગેવાન ગણાતા. એમનું ઘર નાતમાં “મોટું ઘર” ગણાતું. એમના બોલને માન અપાતું. મથુરદાદાના વ્યક્તિત્વમાં પટેલ-ખાનદાની ચમકતી હતી. ધોતિયું, ઝભ્ભો, ઉપર બંડી, માથે ટોપી, પગમાં એમના માનીતા જોડા અને હાથમાં ચાંદીના હાથાવાળી લાકડી લઈ દાદા ઘરની બહાર પડતા ત્યારે અસ્સલ ખાનદાની પટેલ ભાયડો લાગતા.
આબરૂદાર ઘર એટલે કામ ધંધા અંગે અને નાતના બધા વટવ્યવહાર અંગે મહેમાનોની અવર જવર સતત ચાલુ રહેતી. આ મહેમાનોનાં ચા-પાણી, નાસ્તા અને જમવા માટે જમનાબાની દેખરેખ હેઠળ રસોડું પણ સતત ચાલુ રહેતું. રાંધવા માટે ગામના એક બ્રાહ્મણ કુટુંબની વિધવા બાઈ અને એની યુવાન દીકરી વર્ષોથી કામ કરતાં હતાં.
મથુરદાદા ખાવા પીવાના ભારે શોખીન. રસોઈ સ્વાદિષ્ટ ચટાકેદાર જોઈએ. મુખ્ય રસોઈ સાથે ઓછામાં ઓછાં બે શાક, પાપડ, રાયતાં, અથાણાં વગેરેથી એમની થાળી શણગારેલી હોવી જ જોઈએ. પાછી રોજ નવી નવી વાનગી એમને ખાવાં જોઈએ. એકની એક રસોઈ અઠવાડિયામાં બે વખત જો ઘરમાં રંધાય તો મથુરદાદા જમનાબાને મજાક અને કટાક્ષમાં કહેતા: “તમને રાંધતાં આળસ આવતી હોય તો મને કહો, હું મારું મારી જાતે રાંધી લઈશ અથવા કોઈ લૉજમાં જમી આવીશ. પણ મહેરબાની કરીને આ એકનું એક રાંધીને ના ખવરાવશો.”
એક બહુ કરુણ ઘટના મથુરદાદાના જીવનમાં બની ગયેલી. મથુરદાદાનો જુવાન જોધ દીકરો અને વહુ મોટર સાયકલના એક ગોઝારા અકસ્માતમાં ગુજરી ગયેલાં. ચાર-પાંચ વર્ષની ઉંમરના પૌત્રો કાન્તિ અને બળવંત આ બન્ને ભાઈઓને મથુરદાદા અને દાદીમા જમનાબાએ ઉછેરેલા. દીકરાના દીકરાઓને ઉછેરવાનો આ રીતે વારો આવશે એવી મથુરદાદાને કે જમનાબાને સહેજે કલ્પના નહોતી. દીકરો અને વહુ મોટર સાયકલના અકસ્માતમાં ગુમાવ્યાનું દુ:ખ મથુરદાદાને જીવનભર રડાવ્યા કરતું હતું.
નાનો પૌત્ર કાન્તિભાઈ અને હું એક જ સ્કૂલમાં સાથે ભણેલા. કમનસીબે, કાન્તિભાઈ હાઈસ્કૂલ પણ પાસ કરી શક્યા નહોતા. એમના સાળાને કારણે કાન્તિભાઈ પાંચ-સાત વરસ અમેરિકામાં રહી ગયેલા. એમના સાળાએ ફાઇલ મૂકેલી એટલે આવીને એક નાની ઇનર-સીટી મોટેલ ખરીદેલી. એમને અમેરિકાની ગાયનું દૂધ ભાવે નહીં. સાવ પાણી જેવું લાગે એમાં ય નૉન-ફેટ કે લો-ફેટ !! આ તે કંઈ દૂધ કહેવાય ! ચૂનાનું પાણી છે. સવારે એમની ચામાં, સાંજે ભાખરી શાક સાથે ખાવામાં કે રાત્રે સૂતા પહેલાં ગ્લાસ ભરીને પીવામાં half and half જ વાપરતા. આરોગ્ય વિશેની મારી કોઈ વાત એમને ગળે ઉતરતી જ નહીં. ધીમે ધીમે એમની તબિયત લથડતી ગઈ એટલે મોટેલ વગેરે બધું છોડીને પાછા મથુરદાદાની વાડી ભેગા થઈ ગયેલા. જતાં જતાં મને કહેતા ગયેલા … “હવે ઇન્ડિયા આવો ત્યારે આપણી વાડીએ એટલે કે મથુરદાદાની વાડીએ બેત્રણ અઠવાડિયાં રહેવાય એ રીતે આવજો. તમને ત્યાં બેઠાં બેઠાં લખવાની મઝા આવશે.”
મથુરદાદા સ્વભાવે ખૂબ ગંભીર, અત્યંત ઓછા બોલા, નાટક-સિનેમા, નૃત્ય, સંગીતના રાગડાં આ બધા પ્રત્યે એમને ભારે સૂગ. આ બધું ખાનદાન ઘરના છોકરાં-છોકરીઓ માટે શોભાસ્પદ ના ગણાય એવું દૃઢપણે માનવાવાળા. મથુરદાદાને એ પેઢીના જૂનવાણી માણસ ગણવા હોય તો ગણી શકો છો.
દાદા બહુ ભણેલા નહોતા પણ કામ-ધંધા જેટલું લખી-વાંચી લેતા. એમનો દેખાવ હતો નાળિયેરની કાચલી જેવો બરછટ અને શુષ્ક. ખેતીવાડી કરવી, પૈસા કમાવા, મંદિરમાં દાન-પુણ્ય કરવાં, છોકરાં ઉછેરવાં, પોતાની નાતના રીત-રિવાજો પ્રમાણે વટવ્યવહાર કરી ઈશ્વર માથે રાખી, પ્રમાણિકપણે શાંતિથી જિંદગી જીવવી એ જ એક એમનું ધ્યેય. ટૂંકમાં, મથુરદાદા એટલે પરંપરાઓ અને રૂઢિઓનું જીવંત સ્વરૂપ. અસલ ચીલાચાલુ રૂઢિચુસ્ત પટેલ ભાયડો.
ધર્મની બાબતમાં પાછા ખૂબ શ્રદ્ધાળુ. કોઈ “મા’રાજ” કે “બૉમણ” આવે તો પોતાની શક્તિ પ્રમાણે એ મા’રાજને આપવું જ જોઈએ એવી એમની અડગ માન્યતા. ખાલી હાથે બૉમણને પોતાના ઘરનો ઓટલો ઉતરવા દેવાય જ નહીં એટલા શ્રદ્ધાળુ માણસ. દેવદર્શન કરવા પણ પૂરી શ્રદ્ધાથી મંદિરોમાં જાય. ગમે તે ભગવાનનું મંદિર હોય એમાં મથુરદાદાને કોઈ ફરક નહોતો પડતો. મૂર્તિ દીઠી એટલે હાથ જોડી, માથું નમાવી દેતા. શ્રદ્ધા-અંધશ્રદ્ધાની ચર્ચા મથુરદાદા આગળ થાય નહીં.
મથુરદાદા પાસે બાપદાદાના વખતની જમીન હતી. પાછળથી એમણે પોતે પણ બીજી જમીનો ખરીદીને એસ્ટેટમાં સારો એવો વધારો કર્યો હતો. આંબાવાડિયાં હતા, શાકભાજીની મોટી વાડીઓ હતી. ઘણાં મજૂરો એમને ત્યાં કામ કરતાં. એમનો એક મોટો ગુણ કે દરેક મજૂરની અંગત કાળજી રાખતા.
મથુરદાદા સાત વર્ષની ઉંમરે પરણી ગયેલા. જમનાબાની ઉંમર એ વખતે પાંચ વર્ષની હતી. બાળલગ્નનો રિવાજ સારો કે ખોટો એની લમણાફોડ અત્યારે કરવાથી શો ફાયદો?
‘લવ મૅરેજ’ અને ‘મથુરદાદા’ આ બે તત્ત્વો કદી ભળે નહીં. બધુ સ્ફોટક ગણાય તેમ છતાં એવું જ થઈને ઊભું રહ્યું.
એમના મોટા પૌત્ર બળવંતે પોતાની સાથે કૉલેજમાં ભણતી – પરનાતની – છોકરી સાથે ‘લવ મૅરેજ’ કરવાનું નક્કી કર્યું. મથુરદાદાને કાને પહેલી વાર જ્યારે આ ‘લવ મૅરેજ’ શબ્દ પડ્યો ત્યારે એ ધગધગતા અંગારાની જેમ ભભૂકી ઉઠ્યા હતા. દાદા આવા ‘લવ મૅરેજ’ ‘ફવ મૅરેજ’માં માનતા નહોતા. નાતના રીતરિવાજ પ્રમાણે અંદરો અંદર વડીલો દ્વારા બધું ગોઠવાય એને જ એ સાચું લગ્ન માનતા. એ દિવસે ધૂંઆપૂંઆ થઈને દાદાએ આખા ઘરમાં બધાનો ઉધડો લીધો, ‘આ સાલાઓ કૉલેજમાં ભણવા જાય છે કે આવાં બધાં પ્રેમલા-પ્રેમલીના છીનાળવાં કરવા જાય છે ! બધાઓને સાલાઓને પ્રેમ ફૂટી નીકળે છે. મારા ઘરમાં આ પ્રેમ-બેમ નહીં ચાલે. કાલથી જ આ બળવંતિયાનું કૉલેજમાં જવાનું બંધ કરી દો. મારી ખેતીમાં માણસોની બહુ જરૂર છે. આમે ય કૉલેજમાં ભણીને શું વાઘ મારી નાખવાના છે ?’
મથુરદાદાને આબરૂની પડી હતી. સમાજમાં પોતાને નીચું જોવું પડશે, લોકો પાછળ ગમે તેમ બોલશે કે “નાતના આગેવાન મથુરભાઈએ પોતે જ પારકી નાતની છોકરી ઘરમાં ઘાલી.” ઘરનો મોભો ઝાંખો પડી જશે, નાતમાં એમના બોલની કિંમત નહીં રહે .. આ રીતની ચિંતાથી એ બળ્યા કરતા.
એન્જિનિયર બળવંત દીકરાના લગ્ન ધામધૂમથી કરવાના સપનાં જોતાં હતા, જમાનાબા તો ખાસ. આખી નાતમાં કદી ના થયું હોય એવા ભપકાથી પોતાના એન્જિનિયર દીકરાનું લગ્ન મથુરદાદાને કરવું હતું. એમાં જો બળવંત પોતાની જાતે જ આમ કૉલેજમાંથી કોઈ છોકરી શોધી કાઢે અને પરણી જાય અને તે ય પાછી બીજી નાતની છોકરી સાથે ?? તો મથુરદાદાનું મહત્ત્વ શું ?
પણ આખરે બળવંતભાઈએ નમતું આપેલું અને નાતની છોકરી સાથે એમનું લગન ગોઠવાઈ ગયેલું.
ઇન્ડિયામાં કાન્તિભાઈની તબિયત લથડતી જતી હતી એવા સમાચાર અવારનવાર મળતા. છ-સાત મહિના વીત્યા. મારા નાનાભાઈની દીકરીના લગનમાં અમેરિકાવાળા મોટાકાકા તરીકે હાજરી આપવા હું ઇન્ડિયા ગયો. ભત્રીજીનાં લગ્ન નિર્વિધ્ને પતી ગયાં. મારી પાસે ટાઇમ હતો, મને કાન્તિભાઈ યાદ આવી ગયા.
કાન્તિભાઈને ત્યાં જવા મુંબઈથી ગુજરાતમાં જતી લોકલ ટ્રેન મેં પકડી. જાણી જોઈને લોકલ ટ્રેન પસંદ કરી હતી રસ્તામાં આવતાં બધાં સ્ટેશનોનાં પીળાં પાટિયાં ઉપર કાળા રંગે લખેલાં નામ મારે વાંચવાં હતા. બાળપણની એ ટ્રેન મુસાફરી ફરીથી તાજી કરવી હતી. મુંબઈથી પરોઢિયે પાંચ વાગે લોકલ ઉપડી. સ્ટેશન માસ્તરની ઑફિસ, પાણીનો પેલો નળ, બે પ્લેટફૉર્મને જોડતો એ પુલ, ભજિયાંવાળાની લારીઓ અને પ્લેટફૉર્મ ઉપર આંટા મારતા બીજાં ટોળાં … આ બધું ગાડીના ખટક ખટક અવાજ સાથે, ધીમે ધીમે પાછળ રહી ગયું. ગાડી પ્લેટફૉર્મના છેડા ઉપર આવી ગઈ. છેડા ઉપર એ જ પીળા પાટિયા ઉપર કાળા અક્ષરે લખેલું સ્ટેશનનું નામ વાંચીને સ્મૃિતઓ ખળભળી ઊઠી. ધીમે ધીમે ગાડીએ સ્પીડ પકડી .. મને બારી પાસેની સીટ મળી ગઈ હતી. દૂર દૂર સુધીનાં ખેતરોમાં કામ કરતાં કામદારો, થોડાં ઢોર … આ બધું જોવામાં તલ્લીન થઈ જવાતું હતું.
એક પછી એક કેટલાં ય ગામનાં પીળાં પાટિયાં હું વાંચતો રહ્યો. ગાડી કોઈ નાના સ્ટેશને ઊભી રહેતી ત્યારે ચીકુ, જાંબુડાં કે રાયણાંના પડિયા લઈને દોડતી છોકરીઓની સેલ્સમેનશીપ સાંભળવાની મઝા આવતી. પાણીના ઘડા લઈ “બૉમણિયું” પાણી વેચવા બૂમો મારતી છોકરીઓ પણ એમનું પાણી ઠંડું હોવાનો દાવો કરતી.
ક્યારેક કોઈ રેલવેનું ફાટક બંધ હોવાને કારણે ત્યાં ઊભા રહી ગયેલા ખટારા, સ્કૂટર, સાયકલ, ઊંટગાડાં … આ બધું જોતાં બાળપણ નજર આગળ તરી આવતું અને રૂંવાડાં ખડાં થઈ જતાં.
કાન્તિભાઈના સ્ટેશને હું ઉતર્યો. એમની ગાડીમાં અમે વાડીએ પહોંચ્યા. લિવિંગરૂમમાં મથુરદાદા અને જમનાબાને સુખડનો હાર પહેરાવેલો હતો. કાન્તિભાઈ પાસેથી બધી વિગત સાંભળી.
બાવન વરસ સુધી તો મથુરદાદા અને જમનાબાની જિંદગી પૂર જોશમાં વહેતી હતી. પછી એમના દાંપત્ય જીવનમાં તિરાડ પડી.
જમનાબા બિમાર પડ્યાં. …
જમનાબાને છાતીનો દુખાવો તો ઘણા વખતથી હતો જ. ગામના વૈદ-ડાક્ટરની દવા કર્યા કરતાં હતાં. કોઈને એમની બિમારી વિશે કશી ખબર પડતી નહોતી. છેવટે મુંબઈની મોટી હૉસ્પિટલમાં દાખલ કર્યા પણ ત્યારે વાત ઘણી આગળ વધી ગઈ હતી. જમનાબાને છેલ્લા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હતું.
આ સાંભળીને મથુરદાદાને માથે જાણે વીજળી પડી હતી. એ સતત હૉસ્પિટલમાં આંટા માર્યા કરતા. ક્યારેક તો રાત પણ ત્યાં જ રહી પડતા. કેટલીયે રાતો એમણે હૉસ્પિટલમાં કાઢી હતી. એમને બીજું કોઈ કામ સૂઝતું જ નહોતું. ચોવીસે કલાક એમના મન ઉપર જમનાબા જ રહેતાં. વટ વ્યવહારનાં અને ધંધાનાં એમનાં બધાં કામ જાણે થંભી ગયાં હતાં. એમને એ કશાની પરવા પણ નહોતી. જમનાબાની પથારી પાસેથી એ ખસી શકતા જ નહોતા. ક્યારેક એ ડૉક્ટર ઉપર ચિઢાઈ જતા. બીજી કોઈ મોટી હૉસ્પિટલમાં જમનાબાને લઈ જવાનું એ નક્કી કરતા હતા. ત્યાં એક દિવસ ડૉક્ટરે જમનાબાના મૃત્યુના સમાચાર આપ્યા.
મૃત્યુના શબ્દો કાને પડતાં જ મથુરદાદા બાજુના બાંકડા ઉપર ઢગલો થઈને ઉપર પડ્યા. એમના જીવનનો પ્રકાશ જાણે ઓલવાઈ ગયો. એમની દુનિયા ઉપર અંધારપટ છવાઈ ગયો. બધે અંધારું છવાઈ ગયું. એમને જગત દેખાતું બંધ થઈ ગયું. જિંદગીભરનો એમનો સથવારો છૂટી ગયો. એમના જીવન વૃક્ષની મોટામાં મોટી ડાળી કેન્સરના વંટોળિયાથી કડડડ કરતી તૂટી પડી હતી. એ જાણે સૂધબૂધ ગુમાવી બેઠા હતા.
જમનાબાની સ્મશાન યાત્રામાં ગામે ગામથી જ્ઞાતિના આગેવાન પુરુષો આવેલા.
ખડક જેવા કઠણ દેખાતા મથુરદાદા જમનાબાની ચિતાને અગ્નિદાહ દેતાં ધ્રૂજી ઊઠેલા અને નાના બાળકની જેમ રડી પડેલા. અંતે પૌત્ર બળવંતની મદદથી ચિતાને દાહ દેવાયો હતો.
મથુરદાદાનું જીવન હવે કરમાવા લાગ્યું. માનસિક શાંતિ જતી રહી હતી. પીરસેલી થાળી તરફ હવે એ જોતા પણ નહીં. બધાના બહુ આગ્રહથી માત્ર એક બે ઘૂંટડાં ચા પી લેતા. ધીમે ધીમે થોડો ગોળ અને શીંગદાણા ખાવા શરૂ કર્યા.
ઘરમાં હવે ક્યાં ય એમનું ચિત્ત લાગતું નહોતું. આખું ઘર એમને ખાલી, સૂમસામ, ઉજ્જડ લાગતું હતું. આ ઘર હવે એમને ‘ઘર’ જ નહોતું લાગતું. આ દિવાલોમાંથી એમનો રસ ઊડી ગયો હતો. બધું સાવ ખાલીખમ થઈ ગયા જેવું લાગતું હતું. સંસારમાંથી જાણે એમનો રસ ઊડી ગયો હતો. રોજ સવારે શાકભાજીનું ઉત્પાદન જોવા અને આંબાઓ તથા બીજાં ફળઝાડો વિશે કામદારો સાથે વાતચીત કરવા જતાં દાદા હવે પોતાની પાટ છોડીને ક્યાં ય જતા નહીં.
આમ ને આમ એક મહિનો વીતી ગયો. રોજ બપોરે થોડો ગોળ અને ચપટી શીંગદાણા સિવાય મથુરદાદા કશું ખાતા નહીં. એમને ગળે કશું ઉતરતું જ નહોતું. એમની રુચિ જ મરી ગઈ હતી. એમનું શરીર નંખાતું ગયું. એમના વ્યક્તિત્વનું તેજ ઝાંખું પડવા માંડ્યું.
રસોયણ મા-દીકરીને મથુરદાદાની બહુ ચિંતા થવા લાગી. રસોયણ છોકરીની ઉંમર હશે લગભગ બાવીસ વર્ષ જેટલી. રોજ નવી નવી સ્વાદિષ્ટ, ચટાકેદાર વાનગીઓનો આગ્રહ રાખનારા દાદા ચપટી શીંગદાણા અને ગોળ ઉપર દિવસો કેવી રીતે કાઢશે !
એક બપોરે રસોયણ છોકરીએ દાદાને ભાવતાં બે શાક, દાળ, ભાત, રોટલી, રાયતું, એકાદ બે અથાણાં વગેરે પીરસીને થાળી દાદા સામે લાવીને મૂકી. દાદાએ છોકરી સામે જોયું અને થાળી દૂર ખસેડી દીધી. કડક અવાજે બોલ્યા,
“આ શું કામ લાવી ? મારા શીંગદાણા અને ગોળ લઈ આવ.”
“શીંગદાણા ખલાસ થઈ ગયા છે. અત્યારે તમારે આ જ ખાવાનું છે.” એટલી જ કડકાઈથી છોકરીએ જવાબ આપ્યો.
“બળવંતને કે કાન્તિને કહીને મંગાવી કેમ નથી લેતી ? જા .. શીંગદાણા મંગાવી લે .. આ થાળી પાછી લઈ જા.” ખીજાઈને દાદાએ હુકમ કર્યો.
“નથી લઈ જવાની થાળી પાછી …” છોકરી પણ સામે છણકો કરીને ખીજાઈ.
બાધા બનીને મથુરદાદા છોકરી સામે જોઈ રહ્યા. આ છોકરી આજે મારી સામે બોલે છે! આ છોકરી આજે આમાન્યા તોડી રહી છે! એની આટલી હિમ્મત ! એક અક્ષર કદી નહીં બોલવાવાળી આ છોકરી આજે મારું કહ્યું તો માનતી નથી ઉપરથી મારા હુકમનું ઉલ્લંઘન કરે છે! દાદા બરાબર ઉકળ્યા.
“છોકરી, તું મારી સામે બોલે છે … ! કંઈ ભાનબાન છે તને … ઉદ્ધત … ”
“હા … હા… બોલવાની… હજાર વાર તમારી સામે બોલવાની, શું કરી લેવાના છો તમે? … મને અને મારી માને નોકરીમાંથી કાઢી મૂકશો એ જ ને!” મોટેથી રડતી, થાળી લીધા વિના છોકરી રસોડામાં દોડી ગઈ.
આ છોકરીની અકડાઈ જોઈને મથુરદાદા દંગ થઈ ગયા. વાતાવરણ આખું તંગ બની ગયું.
પીરસેલી એ થાળી સામે મથુરદાદા થોડીવાર તાકી રહ્યા. છોકરી ઉપર ગુસ્સો કર્યો બદલ એમને જાણે દુ:ખ થયું. પસ્તાવો થયો. પોતે પહેલાંની જેમ જમી શકતા નથી એ બદલ છોકરીનાં હૈયામાં પોતા માટે અનહદ કાળજી અને ખૂબ ચિંતા છે એ એમને સમજાયું. માટે જ નોકરી ગુમાવવાનો ખતરો વ્હોરીને પણ એ આજે સામું બોલી ગઈ. એ છોકરીનો પોતા પ્રત્યેનો પ્રેમ અકળાઈ ઊઠ્યો હતો. માટે એ સામું બોલી ગઈ. દાદાને હકીકત સમજાઈ.
થાળી લઈને એ ધીમે ધીમે રસોડામાં આવ્યા. છોકરી સાડલાના છેડાથી મોઢું ઢાંકીને ધ્રૂસકે ધ્રૂસકે રડતી, દિવાલને અઢેલીને ઊભી હતી. મથુરદાદાએ થળી બાજુના ટેબલ ઉપર મૂકી. ધીમે પગલે છોકરી પાસે ગયા. એ ગળગળા થઈ ગયા હતા.
“બેટા, તું સમજતી કેમ નથી? મારી ભૂખ, તરસ, સ્વાદ … આખું જીવતર જમનાબાની ચિતામાં બળીને ખાખ થઈ ગયું છે. આ શરીર તો હવે ખાલી કોચલું, ખાલી ફોતરું રહી ગયું છે.. આ ખોખાને હવે હું શા હારું પંપાળ્યા કરું? … કોના માટે?? દીકરી, તું પરણીને તારા વર પાસે જઈશ પછી તને આ બધું સમજાશે .. અત્યારે તું કુંવારી છું એટલે તને કશું નહીં સમજાય .. લાવ દીકરા .. મને મારા શીંગદાણા આપી દે .. એ પણ ના આપવા હોય તો તારી મરજી … હવે તો એના વગર પણ ચાલશે …”
ધોતિયાના છેડાથી આંખનો ખૂણો લૂછતાં મથુરદાદા બહાર એમની લાકડાની પાટ ઉપર જઈને આડા પડ્યા. રાત્રે પણ મથુરદાદા હવે આ પાટ ઉપર જ સૂઈ જતા. જમનાબાના અગ્નિદાહ પછી ઉપર પોતાના બેડરૂમમાં એમણે ડોકિયું પણ નહોતું કર્યું. જમનાબા વિના જીવનમાં હવે કોઈ સ્વાદ જ રહ્યો નહોતો. ઘરના ખૂણે ખૂણે એમને જમનાબાના ભણકારા વાગ્યા કરતા હતા. ખૂણે ખૂણેથી જમનાબાના અવાજના પડઘા એમને સંભળાતા હતા. સ્વભાવે કડક હતા એટલે એમના આંસુ બહાર કોઈને દેખાતાં નહોતાં.

Leave a comment

Filed under Uncategorized

સુરીલા સંગીતકાર જયદેવની જન્મ શતાબ્દી

સુરીલા સંગીતકાર જયદેવની જન્મ શતાબ્દી
હિન્દી ફિલ્મોના અત્યંત સુરીલા સંગીતકાર જયદેવ વર્મા હોત તો આજે ૧૦૧ મો જન્મ દિન ઉજવતે. ૩ ઓગસ્ટ, ૧૯૧૯ના રોજ કેન્યાના નૈરોબીમાં તેમનો જન્મ. ખુબ ઓછું પણ ખુબ ગણવત્તાવાળું કામ કરનાર જયદેવજી પહેલાં એવાં સંગીતકાર હતા જેમને ત્રણ નેશનલ એવોર્ડ્સ એમની ફિલ્મો ‘રેશમા ઔર શેરા’, ‘ગમન’ અને ‘અનકહી’ માટે મળ્યાં હતાં. ‘પ્રેમ પર્વત’, ‘પરિણય’, ‘આલાપ’, ‘ઘરોંદા’, ‘તુમ્હારે લિયે’ કે ‘દૂરિયાં’ ના ગીતો માટે પણ જયદેવજીને યાદ કરાશે.
કેન્યામાં જન્મીને લુધિયાણામાં મોટા થયેલાં જયદેવ ૧૫ વર્ષની ઉમરે ઘરેથી મુંબઈ એટલાં માટે ભાગી ગયેલા કે એમને ફિલ્મ સ્ટાર બનવું હતું. અરે, વાડિયા ફિલ્મ્સની આઠ ફિલ્મોમાં તો તેમણે બાળ કલાકાર તરીકે અભિનય પણ કર્યો હતો. વતનમાં પ્રો. બરકત રાય અને મુંબઈમાં કૃષ્ણરાવ જાવકર અને જનાર્દન જાવકર પાસે સંગીત શીખ્યા. કમનસીબે, તેમના પિતાજી અંધ થઇ ગયા અને જયદેવે ફિલ્મ કારકિર્દી છોડીને યુવાવયે પરિવારનો ભાર ખભે લેવા વતન પરત થવું પડ્યું. પિતાજીનું મૃત્યુ થયા પછી બેન વેદ કુમારીને મોટી કરી તેમના લગ્ન સતપાલ વર્મા સાથે કરાવીને જયદેવ લખનઉ ગયા અને અલી અકબર ખાન સાહેબના શાગીર્દ બન્યા.
અલી અકબર ખાન સાહેબે ચેતન આનંદની ‘આંધિયાં’ અને ‘હમ સફર’ ફિલ્મોના સંગીત દરમિયાન જયદેવને સહાયક બનાવ્યા હતા. પછી ‘ટેક્સી ડ્રાઈવર’, ‘ચલતી કા નામ ગાડી’ અને ‘લાજવંતી’માં જયદેવ સચિનદેવ બર્મનના સહાયક બન્યા. પછી ચેતન આનંદે તેમને ‘જોરુ કા ભાઈ’ અને ‘અંજલિ’ ફિલ્મના મુખ્ય સંગીતકાર બનાવ્યા, જે સફળ બની. ત્યાર પછી આવી ૧૯૬૧ની ‘હમ દોનો’ અને જયદેવનો ડંકો વાગી ગયો. એ ફિલ્મના તમામ ગીતો લોકપ્રિય થયા. રફી, આશા અને લતાજી પાસે તેમણે સાહિર લુધિયાનવીના ગીતો ગવડાવ્યાં. દેવ આનંદ માટેના રફી સાહેબના બે યાદગાર સોલો ‘મૈ ઝીંદગી કા સાથ નિભાતા ચલા ગયા’ અને ‘કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા’ આપણને અહીં મળ્યાં. તો રફી-આશાના ‘અભી ના જાઓ છોડ કર’ અને ‘અધૂરી આશ-પ્યાસ છોડકર’ જેવા યુગલ ગીતો અને આશાજીનું સોલો ગીત ‘જહાં મેં ઐસા કૌન હૈ’ અને લતાજીના બે સોલો ગીતો ‘અલ્લા તેરો નામ’ અને ‘પ્રભુ તેરો નામ’ જેવી યાદગાર રચનાઓ જયદેવે ‘હમ દોનો’માં આપી હતી.
સુનીલ દત્તની ફિલ્મ ‘મુઝે જીને દો’ (૧૯૬૩)માં પણ સાહિર સાહેબના ગીતોને જયદેવે સ્વરબદ્ધ કર્યા હતાં. તેમાં આશાજી ગાતા હતાં, ‘નદી નારે ના જાઓ સામ પહિયા પડું’, તો રફી સાહેબ ગાતા હતા ‘અબ કોઈ ગુલશન ન ઉજડે અબ વતન આઝાદ હૈ’ પણ લતાજીનું વહીદા રેહમાન માટેનું નૃત્ય ગીત ‘રાત ભી હૈ કુછ ભીગી ભીગી’ તો યાદગાર બન્યું.
મુઝફ્ફર અલીની ૧૯૭૮ની યાદગાર ફિલ્મ ‘ગમન’ માટે જયદેવે સહરયાર અને મકદૂમ મોહ્યુદ્દીનની યાદગાર રચનાઓ સ્વરબદ્ધ કરીને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. જેમાં ‘આપ કી યાદ આતી રહી રાતભર’ ગાવા માટે છાયા ગાંગુલીને પણ શ્રેષ્ઠ ગાયિકાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. સુરેશ વાડકરે ગાયેલું ‘સિને મેં જલન આંખો મેં તુફાન સા કયું હૈ’ અને હરીહરનનું ‘અજીબ સનેહા મુજ પર ગુજર ગયા’ ખુબ સારા હતાં તો હીરા દેવી મિશ્રાએ ગયેલી ઠુમરી ‘રસ કે ભરે તોરે નૈન’ પણ યાદગાર રહી. અમોલ પાલેકરની ‘અનકહી’ (૧૯૮૫)માં જયદેવે પંડિત ભીમસેન જોષી પાસે ભજન ગવડાવ્યાં, ‘ઠુમક ઠુમક પગ કુમળ’ અને ‘રઘુવર તુમ તો મેરી લાજ’ બહુ સુંદર બન્યાં, તો દીપ્તિ નવલ માટે આશાજીએ પણ બે ભજન ગાયા, ‘મુજકો ભી રાધા બના લે નંદલાલ’ અને ‘કૌનો ઠગવા નંદલાલ’. ‘અનકહી’ માટે જયદેવજીને શ્રેષ્ઠ સંગીતનો નેશનલ એવોર્ડ મળ્યો. તેજ રીતે અમદાવાદમાં શૂટ થયેલી સુંદર ફિલ્મ ‘પરિણય’માં શર્મા બંધુઓ પાસે જયદેવે યાદગાર ભજન ગવડાવ્યું, ‘જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો મીલ જાયે તરુવર કી છાયા’.
જયદેવની ઘણી ફિલ્મો સફળ થઇ નહોતી પણ તેમના સંગીત નાવીન્યને કારણે ‘આલાપ’, ‘કિનારે કિનારે’ કે ‘અનકહી’ યાદગાર બની. પારંપરિક સંગીતને લોક સંગીત સાથે ભેળવીને તેઓ કસબ કરતા. હરિવંશરાયની કવિતા ‘મધુશાલા’ના મન્ના ડે એ ગયેલા આલબમ માટે જયદેવને ખ્યાતિ મળી. જયદેવ લતાજીના પણ માનીતા સંગીતકાર રહ્યા.
જયદેવે લગ્ન નહોતા કર્યા. પોતાની બેનના પરિવાર સાથે જ રહ્યા. પોતાના અંતીમ કાર્ય રૂપે ટીવી શ્રેણી ‘રામાયણ’નું સંગીત તેમણે આપ્યું હતું. ૬ જાન્યુઆરી, ૧૯૮૭ના રોજ ૬૭ વર્ષની વયે મુંબઈમાં તેમનું નિધન થયું હતું.
જયદેવના યાદગાર ગીતો:
અલ્લા તેરો નામ, કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, અભી ના જાઓ છોડ કે (હમ દોનો), રાત ભી હૈ કુછ ભીગી ભીગી (મુઝે જીને દો), રઘુવર તુમ તો મેરી લાજ (અનકહી), તૂ ચંદા મૈ ચાંદની (રેશમા ઔર શેરા), આપ કી યાદ આતી રહી રાતભર (ગમન), જૈસે સૂરજ કી ગરમી સે (પરિણય), યે દિલ ઔર ઉનકી (પ્રેમ પર્વત), એક અકેલા ઇસ શહર મેં (ઘરોંદા), ચાંદ અકેલા (આલાપ).
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ. આભાર શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup
<img class=”j1lvzwm4″ src=”data:;base64, ” width=”18″ height=”18″ />

Leave a comment

Filed under પ્રકીર્ણ

મુળીબા –આનંદરાવ લીંગાયત

મુળીબા –આનંદરાવ લીંગાયત
રાત્રે સુતાં પહેલાં ડૉ.આમ્બેડકરનું જીવનચરીત્ર વાંચતો હતો. ત્યાં મારા બાળપણના દીવસોમાં અમારા ફળીયામાં રહેતાં અમારાં પાડોશી મુળીબા યાદ આવી ગયાં અને સાથે સાથે જ ડૉ. આમ્બેડકરના જીવનનો એક પ્રસંગ પણ યાદ આવી ગયો.
પુસ્તક બન્ધ કરી હું તો વીચારે ચડી ગયો.. ૧૯૩૫ની સાલ.. મહારાષ્ટ્રના નાસીક પાસેના એક નાના ગામમાં, તે જમાનામાં અસ્પૃશ્ય ગણાતા લોકોએ, હીન્દુ મન્દીરમાં પ્રવેશવાના પોતાના અધીકાર માટે સત્યાગ્રહ આદર્યો. એ સ્થળે ડૉ. આમ્બેડકરે આ ઘોષણા કરેલી : ‘હું જનમ્યો છું હીન્દુ; પણ હું હીન્દુ તરીકે નહીં મરું.’ ત્યાર પછીનાં વર્ષો એમણે મહારાષ્ટ્રના મહાર(હરીજન–ભંગી) લોકોની એક જંગી જાહેર સભા બોલાવી હતી અને સમગ્ર અછુત જનતાને ધર્મપરીવર્તન કરવાની હાકલ કરી હતી. એ સભામાં કવીતારુપે કરેલા એમના મરાઠી સમ્બોધનનું આ ગુજરાતી રુપાન્તર છે :

સ્વમાન મેળવવું હોય, તો તમારો ધર્મ બદલો;

સહકારી સમાજ રચવો હોય તો, તો તમારો ધર્મ બદલો;

અધીકાર જોઈતા હોય, તો તમારો ધર્મ બદલો;

સમાનતા જોઈતી હોય, તો તમારો ધર્મ બદલો;

સ્વતંત્રતા જોઈતી હોય, તો તમારો ધર્મ બદલો;

તમે સુખ–શાન્તીથી જીવી શકો એવું જગત તમારે નીર્માણ કરવું હોય તો, તો તમારો ધર્મ બદલો;

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમારી મર્દાનગીની કીમ્મત નથી કરતો ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને એમનાં મન્દીરોમાં પ્રવેશ નથી કરવા દેતો ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને જળાશયોમાંથી પીવાનું પાણી ભરવા નથી દેતો ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને શીક્ષણ નથી લેવા દેતો ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને સારી નોકરી કરતાં અટકાવે છે ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે ડગલે ને પગલે તમારું અપમાન કર્યા કરે છે ?

જે ધર્મ માનવ–માનવ વચ્ચે માનવતાભર્યા વર્તનનો બહીષ્કાર કરે છે, એ ધર્મ નહીં; ક્રુર શીક્ષા છે.

જે ધર્મ માનવ–સન્માનને પાપ ગણે છે, એ ધર્મ નહીં; પણ ક્રુર શીક્ષા છે.

જે ધર્મ ગંદા પ્રાણીને સ્પર્શવાની છુટ આપે છે; પરન્તુ માણસને નહીં, એ ધર્મ નહીં; પણ પાગલપણ છે.

જે ધર્મ કહે છે કે સમાજનો એક વર્ગ જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં, દ્રવ્યપ્રાપ્તી કરી શકે નહીં, શસ્ત્ર ધારણ કરી શકે નહીં, એ ધર્મ નહીં; પણ માનવતાની હાંસી છે.

જે ધર્મ એવું શીખવાડે છે કે ગરીબે ગરીબ જ રહેવું જોઈએ, ગંદાએ ગંદા જ રહેવું જોઈએ, એ ધર્મ નહીં; પણ શીક્ષા છે.

જેઓ પોકાર્યા કરે છે કે જીવમાત્રમાં પ્રભુ છે; છતાં માનવને પ્રાણી કરતાંયે હલકો ગણે છે એ બધા દંભી છે. એમનો સહવાસ ન રાખશો.

જેઓ કીડીઓને સાકરના કણ ખવડાવે છે; પણ માણસને પાણી વગર રાખે છે એ બધા દંભી છે. એમનો સહવાસ ન રાખશો.

જેઓ પરદેશીઓને ગળે લગાવે છે; પણ દેશબન્ધુઓથી છેટા રહે છે, એ સમાજના વીશ્વાસઘાતીઓ છે. એ બધા દંભી છે. એમનો સહવાસ ન રાખશો.

(‘Sources Of Indian Tradition’ના સૌજન્યથી ઉપરોક્ત ઘોષણાનું સાભાર ગુજરાતી ભાષાન્તર મેં કર્યું છે. –લેખક)

અન્તે, મૃત્યુ પહેલાં બે માસ અગાઉ હીન્દુ ધર્મનો ત્યાગ કરી, બૌદ્ધ ધર્મ અંગીકાર કરી, ડૉ. આમ્બેડકર 1956માં ગુજરી ગયા.

મુળીબાને તો આ બધા વીશે કંઈ જ ખબર નહોતી.

૬૦-૬૫ વર્ષ પહેલાંની આ ઘટના છે. ત્યારે મારી ઉમ્મર હશે સાતેક વરસની. આ ઘટનાનું મુખ્ય પાત્ર છે મુળીબા. એ મુળીબાને હું હજીયે ભુલ્યો નથી.

આજે તો હું અહીં અમેરીકામાં ૧૯૭૦થી રહું છું. અમેરીકામાં પણ હવે તો ઈન્ડીયાથી ઢગલાબન્ધ સાધુ–સન્તો અને ઉપદેશકો આવે છે. આ બધાનાં મોઢાંમાંથી એક જ સલાહ સૌને મળે છે : ‘‘તમે અને તમારાં બાળકો ભારતીય ‘સંસ્કાર’ ટકાવી રાખજો. એ ‘ભવ્ય વારસો’ ગુમાવશો નહીં.’’ પણ આ ‘ભારતીય સંસ્કારો’ની અંદર શું શું આવે છે, એનાં ingredients કયાં કયાં છે તેનું સ્પષ્ટ લીસ્ટ – ચોખ્ખી યાદી આપવાની હીમ્મત કોઈ કરતું જ નથી. એ લીસ્ટ આપે તો બીજી સંસ્કૃતી–ધર્મોના લીસ્ટ સાથે તેને સરખાવી શકાય.

ચાળીસેક વરસ અમેરીકામાં રહ્યા પછી એવું ભાગ્યે જ કોઈ હશે કે જેના વીચારો થોડાઘણા પણ બદલાયા નહીં હોય. જાણે–અજાણ્યે, સીધી યા આડકતરી રીતે, જગતની બધી જ ભાષાઓ અને સંસ્કૃતીઓના લોકોનો સમ્પર્ક અહીં થાય છે. કબુલ કરો કે ન કરો; પણ દુનીયા તરફ જોવાની દૃષ્ટીમાં ઘણો ફરક પડે જ છે. પરીણામે ‘સંસ્કાર’ શબ્દની વ્યાખ્યા પણ ધીમે ધીમે ઘણી બદલાતી જાય છે. કેટલાક રીતી–રીવાજોને પડકારતા પ્રશ્નો પણ ઉભા થાય છે. મારી ઉમ્મરની વીડીયો–ટેપ રીવાઈન્ડ કરીને મારું બાળપણ જોઉં છું તો એવા ઘણા પ્રસંગો દેખાય છે જેના મને આજે પણ સ્પષ્ટ જવાબો મળતા નથી.

આ મુળીબાનો એવો જ એક પ્રસંગ છે. અમારા ફળીયામાં રહેતાં મુળીબા હજુ આંખ સામે એવાં ને એવાં મને દેખાય છે.

મુળીબાને સૌ ધીક્કારતા. ફળીયામાં એમને ભાગ્યે જ કોઈ સાથે બનતું. બધા લોકો સાથે આ અણબનાવ માટે એમનો ઉગ્ર સ્વભાવ જવાબદાર ગણાય. વાતવાતમાં એ તપી જતાં અને ઝઘડી પડતાં. કોઈને પણ ધમકાવી નાખવો એ તો એમને મન રમત વાત. અમારા ફળીયામાં તો શું, આખા ગામમાં એમની જબરી ધાક. કોઈ એમને છીંડે ના ચડે. બધા દુર જ રહે. અન્યના ભોગે પોતે ખાસ આગવી સગવડો ભોગવવી એમાં એ ગૌરવ સમજતાં અને વળી એ માટે પોતે અધીકારી છે એમ સમજતાં. અત્યંત અતડા સ્વભાવનાં મુળીબા ક્યારેક ભયંકર સ્વાર્થી અને બહુ દુષ્ટ સ્વભાવનાં લાગતાં. અમે બધાં છોકરાંઓ તો એમનાથી સો ગાઉ દુર જ ભાગતાં.

કોણ જાણે કેમ પણ મારું નાનકડું બાલ–મન મને કહ્યા કરતું હતું કે મુળીબા સ્વભાવનાં આવાં હોઈ શકે જ નહીં. મારું મન એક સવાલ ઉઠાવ્યા કરતું કે મુળીબા આટલાં બધાં સ્વાર્થી, આટલાં બધાં દુષ્ટ હોઈ કેવી રીતે શકે ? એ તો સતત માળા જ જપ્યા કરતાં હોય છે. હમ્મેશાં ભગવાનની પુજા–આરતી અને ભક્તીમાં ડુબ્યાં હોય છે ! જે આ રીતે સતત ભગવાનને પુજ્યા કરે એ તો બધા બહુ ભલાં અને પ્રેમાળ હોય. મુળીબા તો એમના દેખાવ ઉપરથી પણ જરાય એવાં ડસીલાં કે વેર–ઝેરવાળાં લાગતાં નથી. એમનું મોં તો કેટલું સુન્દર અને રુપાળું છે ! દેખાવે ગોરાં, ઘાટીલાં અને રુડાંરુપાળાં હોય એ બધાં સ્વભાવે પણ સારાં જ હોય એવું હું નથી કહેતો. પણ મુળીબા એવાં સ્વાર્થી અને મેલા દીલનાં હોઈ શકે એવું મારું મન સ્વીકારતું નહોતું.

મુળીબા આટલાં બધાં ચીડીયાં કેમ છે ? કોઈની સાથે એમને બનતું કેમ નથી ? આ બધા સવાલોના જવાબ નાનપણમાં તો મળ્યા નહોતા. પણ આજે પરીસ્થીતીનું પૃથક્કરણ કરતાં થોડુંક તો સમજાય છે.

એક તો મુળીબા બાળવીધવા હતાં. જ્ઞાતીએ બ્રાહ્મણ. તે કારણે પણ કદાચ ફળીયાના લોકો એમની દાદાગીરી સહન કરી લેતા હશે. લોકો ખરેખર તેમનાથી ડરતા હતા કે સહાનુભુતીથી એમની દયા ખાતા હતા…એ તો અત્યારે કહેવું મારે માટે મુશ્કેલ છે.

બીજું…મુળીબાએ નીશાળનું મોઢુંયે જોયું નહોતું. વાંચતાં કે લખતાં આવડવાનો તો કોઈ સવાલ જ નહોતો. અભણ રહી જવામાં મુળીબાનો વાંક નહીં હોય. સ્ત્રીને ભણતરથી વંચીત રાખી હમ્મેશને માટે પગના તળીયા નીચે દાબી રાખવાનો એ જમાનાનો રીવાજ એને માટે જવાબદાર હશે. ‘વડીલ’ પરુષોએ એ વખતે નાની મુળી માટે જે નીર્ણય લીધો હશે એ પ્રમાણે મુળી વર્તી હશે. વડીલોના નીર્ણય ગમે તેટલા ખોટા અને અર્થહીન હોય તો પણ નાના લોકોએ એ નીર્ણયને કોઈ પણ દલીલ સીવાય શીરોમાન્ય રાખી વડીલોની ‘આમન્યા’ રાખવી એને આપણે આપણું ‘કલ્ચર’ – આપણા ‘સંસ્કાર’ કહીએ છીએ ! એને જ કુટુમ્બની ‘મર્યાદા’ સાચવી ગણાય. ‘ખાનદાન’નું નાક રાખ્યું એમ માનીએ છીએ.

ત્રીજું…મુળીબાની દુનીયા બહુ જ નાની હતી. અમારા ગામની બહાર મુળીબાએ કદી પગ મુક્યો નહોતો. અમારું ગામ અને ગામનું મન્દીર એ જ મુળીબાની દુનીયા. ઘરમાં પણ એકલાં જ હતાં. આગળ–પાછળ કોઈ નહીં ! આખો દીવસ ઘરમાં પણ એકલાં એકલાં કાંઈક ને કાંઈક કામ કરતાં જ હોય. કામ ના હોય ત્યારે માળા લઈને ઓસરીમાં બેઠાં બેઠાં કાંઈક બબડતાં બબડતાં ડોલતાં હોય.. બહારનું જગત કેવું હોય અને એ બહારના જગતમાં શું શું ચાલી રહ્યું છે એ વીશે મુળીબાને કાંઈ કહેતાં કાંઈ ખબર નહોતી. એમને એની ખોટ પણ જણાતી નહોતી. ‘મનોરંજન’ જેવો શબ્દ મુળીબા ભાગ્યે જ સમજતાં હોય. ગામની ભાગોળે કોઈવાર રામલીલાવાળા આવતા ત્યારે આખું ગામ જોવા જતું; પણ મુળીબા કદી નહોતાં જતાં. એમને આનંદ–પ્રમોદ કરવાનું કંઈ મન જ નહીં થતું હોય કે પછી પોતે વીધવા હોવાથી કોઈ સામાજીક ડરને લીધે એ જતાં નહીં હોય ! આ સવાલના જવાબની અટકળ કરવી અત્યારે નકામી છે.

એ સમયના કારમા રીતીરીવાજોએ મુળીબાને સાવ કચડી નાખ્યાં હશે એ વાત આજે દીવા જેવી મને દેખાય છે. વીધવા એટલે ‘ત્યાગ’, વીધવા એટલે ‘સંયમ’…એવા મોટા મોટા શબ્દો વાપરી વાપરીને સમાજ વૈધવ્યને શણગારતો રહ્યો છે. ‘ગંગાસ્વરુપ’ જેવું ટાઈટલ પણ કોઈક વીદ્વાને તો વીધવા બહેનોને આપી દીધું. જગતની સૌથી વધુ ગંદી થયેલી, સૌથી વધુ પ્રદુષીત, ગંગા નદી અને બાળપણથી જીવનભર પતી વગર શેકાતી સ્ત્રી… આ બે વચ્ચે શો સમ્બન્ધ ! ‘ગંગા’ અને ‘વીધવા’ એ બન્ને વચ્ચે ક્યાંય, કશું સામ્ય દેખાય છે ? પણ શબ્દોની લહાણી કરવામાં શું જાય છે ! એમાં ક્યાં પૈસા પડે છે ! આ બધા ભવ્ય શબ્દો, વીધવા સ્ત્રીઓને ફરી લગ્ન કરતી અટકાવવામાં, નીરુત્સાહ કરવામાં ઉત્તમ ભાગ ભજવતા હોવા જોઈએ. ક્રુર રીતીરીવાજોને આવા બધા શબ્દોથી શણગારીને ‘રુપાળા’ અને ‘પવીત્ર’ દેખાડવાની આ બહુ હોશીયાર કળા છે ! વીધવા અને ત્યક્તા સ્ત્રીઓના માનસ ઉપર આ પ્રકારના શબ્દોનો સતત મારો ચાલુ રાખવાથી એમનાં મન અને તનની યાતનાઓ મટી જતી હશે ?

એ જ ‘ગંગાસ્વરુપ’ સ્ત્રીને પછી ‘રાંડી રાંડ’ કહીને એને બધાં શુભકાર્યોમાં અપશુકનીયાળ ગણતાંયે સમાજને વાર નથી લાગતી.

એ વખતના સમાજે આ જ રીતે, વૈધવ્યનાં વખાણ કરી કરીને, મુળીબાને એકાંતના ભયાનક ખાડામાં પુરી દીધાં હશે. પરમ્પરાથી ચાલ્યા આવતા આ સામાજીક દમનને લીધે એમનો સ્વભાવ પણ પછી ધીમે ધીમે વીકૃત થઈ ગયો હશે એટલું સમજવા માટે કોઈ મોટા માનસશાસ્ત્રી પાસે જવું ના પડે.

અલબત્ત, આજે તો એ ધર્મ એકવીસમી સદીમાં પ્રવેશી ચુક્યો છે. એટલે ધર્મના અનુયાયીઓના વીચારો પણ બદલાયા જ હશે એવી આશા રાખીએ.

45–50 વર્ષની વયે પણ મુળીબાનું રુપ બરાબર ચમકદાર હતું. એક તો એમના શરીરનો વાન ખુબ ગોરો અને એ હમ્મેશાં ઘેરો કથ્થઈ રંગનો, વૈધવ્યને અનુરુપ, કીનારી વગરનો સાદો સાડલો જ પહેરતાં એટલે એ વીરોધાભાસમાં એ બહુ જ રુપાળાં લાગતાં. ભલભલાને આંજી નાખે તેવું આકર્ષક તેમનું વ્યક્તીત્વ હતું. આ ઉમ્મરે મુળીબા આટલાં આકર્ષક લાગતાં હતાં તો એમની યુવાનીમાં તો એ પરીકથામાં આવતી રાજકુમારી જ લાગતાં હશે. પચાસની ઉમ્મરે પણ ઉમ્મરની અસર એમના પર બહુ દેખાતી નહોતી. અજાણ્યા માણસને તો મુળીબા ત્રીસેક વર્ષની આસપાસની જુવાન સ્ત્રી જ લાગે.

મુળીબા ખુબ ધર્મીષ્ટ, પુરેપુરાં રુઢીચુસ્ત અને મરજાદી હતાં. ધર્મની દૃષ્ટીએ આ ‘મરજાદી’ શબ્દનો ઉંડો અર્થ શો થાય એ તે વખતે મને ખબર નહોતી. એટલી ખબર હતી કે એ કોઈને અડતાં નહોતાં. ભુલથી પણ કોઈ છોકરું એમને અડી જાય તો મુળીબા ઘસી ઘસીને સ્નાન કરી શુદ્ધ થતાં. પછી પેલા અડી જનાર છોકરાનું અને એનાં મા–બાપનું આવી બનતું.

મુળીબાની દૃષ્ટીએ આભડછેટ અને અસ્પૃશ્યતા એ આપણાં શાસ્ત્રો અને ગ્રંથોમાં લખેલા પવીત્ર નીયમો હતા. તમારાં કર્મોના આધારે જ તમને હરીજન–ભંગીનો અથવા બ્રાહ્મણનો અવતાર મળે એવું એ શ્રદ્ધાથી માનવાવાળાં. મુળીબા પોતે તો ગ્રંથો વાંચી શકે એવું હતું જ નહીં! એમના સમ્પ્રદાયના ધર્માચાર્યો અને મા’રાજોની કથા–વાર્તાઓ તથા પારાયણોમાં જે સાંભળતાં એનાથી જ એમની શ્રદ્ધા મજબુત થયેલી. આ શ્રદ્ધા કહેવાય કે ‘બ્રેઈન–વૉશ’ એ તો વાચક જ નક્કી કરે.

ફળીયામાં મુળીબાનાં કપડાં એમના ઘરની બહાર સુકાતાં હોય ત્યારે અમારે છોકરાઓએ રમવામાં બહુ જ સંયમ રાખવો પડતો. રમતાં રમતાં અમારો દડો કે ગીલ્લી પણ જો એમનાં કપડાંને અડકી જાય તો મુળીબા ઘરની બહાર નીકળી આખા ફળીયામાં બુમાબુમ કરી મુકતાં અને અમારા બધાની મમ્મીનું આવી બનતું. ‘આ કેવાં વાંદરાં જણ્યાં છે ? હચવાતાં નથી તો જણ્યાં શું કરવાં ?’ એવી રાડારાડ એ કરી મુકતાં. અમારાં કોઈનાં મા–બાપ એમની સામે આવીને બોલવાની હીમ્મત કરતાં નહીં. સૌ એમનું બોલવાનું ચુપચાપ સાંભળીને સહન કરી લેતાં. અલબત્ત, કેટલીક સ્ત્રીઓ પીઠ પાછળ બબડતી, ‘આ ડોશી આખી જીન્દગી વાંઝણી રહી એટલે એને છોકરાં દીઠાંયે ગમતાં નથી. પુરુષનું અને છોકરાંનું સુખ જોવા ના મળ્યું એટલે ડોશીનો સ્વભાવ આવો ચીડીયો થઈ ગયો છે.’ સમાજના દબાણથી જીવનભર પોતાની જાત પર સતત દમન ગુજારવું પડે તો અનેક પ્રકારની માનસીક વીકૃતીઓ જન્મી શકે છે એવી ભારેખમ ભાષા એ સ્ત્રીઓને બોલતાં નહોતી આવડતી.

અમારા ગામમાં નવેનવી પાણીની સગવડ થઈ હતી. દરેક ફળીયામાં ગામની ટાંકીમાંથી એકએક નળ પહોંચાડવામાં આવ્યો હતો. એને લીધે સ્ત્રીઓને ખુબ રાહત રહેતી. છેક ગામની ભાગોળેથી પાણીનાં બેડાં ભરી લાવવાનો ત્રાસ ઓછો થયો હતો. આખા ફળીયાની સ્ત્રીઓ સમ્પીને આ નળનો ઉપયોગ કરતી. બધી સ્ત્રીઓ વ્યવસ્થીત લાઈનમાં ઉભી રહી પોતાનાં બેડાં ભરતી.

પણ મુળીબાનો એમાંયે ત્રાસ હતો. મુળીબા પાણી ભરવા આવે એટલે બધાંએ નળ પાસેથી દસ–પંદર ફુટ દુર ખસી જવું પડતું. કેટલીયે વાર સુધી મુળીબા પીત્તળના એ નળને પોતાને ઘરેથી લાવેલી રાખથી ઘસી ઘસીને સાફ કરતાં. બધાં બૈરાં આ તમાસો જોવા ટેવાઈ ગયેલાં. જ્યાં સુધી મુળીબાનાં બેડાં અને ડોલ ભરાઈ નહીં જાય ત્યાં સુધી એ બધી સ્ત્રીઓ ચુપચાપ દુર ઉભી રહેતી. મુળીબા બેત્રણ ફેરા કરીને પોતાનાં બેડાં ઘરે લઈ જતાં. જ્યાં સુધી એમનાં બધાં બેડાં ઘરે પહોંચી ના જાય ત્યાં સુધી કોઈ નળની નજીક ફરકી શકતું નહીં. આભડછેટની આટલી જબરી સરમુખત્યારી અને દાદાગીરી મુળીબાની હતી.

એક શ્રાવણ મહીનાના સોમવારે મુળીબા ગામથી થોડે દુર આવેલા મહાદેવના મન્દીરમાંથી પાછાં ફરતાં હતાં. પાછાં ફરતાં રસ્તામાં એક વીસ્તાર આવતો જેને તે જમાનામાં બહુ ખરાબ રીતે સમ્બોધવામાં આવતો.. ‘હરીજનવાસ’. એ હરીજનવાસનો પાણીનો કુવો પણ જુદો જ હતો. આજે મુળીબાએ એ કુવા પાસે ખુબ ગીર્દી થયેલી જોઈ. હરીજનોનાં કેટલાંક બૈરાં રોકકોળ કરતાં હતાં. મુળીબાથી પુછ્યા વીના રહેવાયું નહીં.

‘‘અલ્યા બુધીયા, શું થયું છે ?’’ કોઈને અડી ન પડાય તેની સાવચેતી રાખતાં રાખતાં દુરથી મુળીબાએ પુછ્યું.

‘‘બા, પેલા ધનીયાની જુવાન બાયડીએ આ કુવામાં પડતું મુક્યું છે.’’

સાંભળતાં જ મુળીબા વીફર્યાં. એમણે કુવા તરફ દોટ મુકી. ભેગા થયેલા બધા હરીજનોને ધક્કા મારી એ કુવાના કઠેડા પર પહોંચી ગયાં. હરીજનોને સ્પર્શ કરાય નહીં એ વાત જ જાણે મુળીબા અત્યારે ભુલી ગયાં હતાં. બેધડક બધાને અડકી, દુર ખસેડતાં, હાંફતાં હાફતાં એમણે પુછ્યું, ‘‘અંદર કોઈ ઉતર્યું છે ?’’

‘‘ના બા, દોયડું મંગાયું છે.’’

મુળીબા દોરડાની રાહ જોવા ન રહ્યાં. એમણે ક્ષણવારમાં પોતાનો સાડલો કાઢી દુર ફેંક્યો અને ચણીયાનો કાછડો લગાવ્યો. મુળીબાનું મોટા ભાગનું શરીર હવે ખુલ્લું થઈ ગયું હતું. એમની ગોરી ગોરી સાથળો જોઈને બધાં બાઘા જેવાં થઈ ગયાં. મુળીબા આ શું કરી રહ્યાં છે તે કોઈને સમજાયું નહોતું. બધા હરીજન પરુષો મુળીબાના આ ચંડી સ્વરુપને ફાટી આંખે જોઈ રહ્યા હતા.

ક્ષણનો પણ વીલમ્બ કર્યા સીવાય, જોતજોતામાં તેમણે બહુ જ સાવચેતીપુર્વક કુવામાં જંપલાવ્યું. કુવાની અન્દરની દીવાલોમાંથી ઉગી નીકળેલાં પીપળાનાં નાનાં નાનાં છોડની એકબે ડાળીઓ પણ મુળીબાના અથડાવાથી તુટીને અંદર પાણીમાં પડી.

મુળીબા જબરાં તરવૈયાં હતાં એની ત્યારે જ સૌને ખબર પડી. કુવામાં કુદી પડવાની એમની જીગર જોઈને બધાં એક બીજા સામે તાકીને બાઘાની જેમ ઉભાં રહી ગયાં હતાં.

કુવાની અંદર ડુબકાં ખાતી પેલી જુવાન છોકરીને મુળીબાએ પકડીને, પોતાના ખભા ઉપર લઈ પાણી પીતી અટકાવી. કુવાની દીવાલોનો ટેકો લઈ મુળીબા થોડીવાર શ્વાસ ખાવા ઉભાં રહ્યાં.

‘‘અલ્યા, દોરડું આવી ગયું હોય તો જલદી અંદર નાખો’’ એમણે કુવામાંથી બુમ પાડી. એ જ ક્ષણે એક માણસ દોડતો દોરડું લઈને આવ્યો હતો. એણે દોરડાનો એક છેડો અન્દર નાખ્યો. બધાનાં મોઢાં ઉપર નર્યો રઘવાટ અને ફફડાટ હતો.

અન્દર કુવામાં દોરડું પહોંચ્યું એટલે મુળીબાએ ખાતરી કરી લીધી કે બે જણને ખેંચી શકે એવું આ દોરડું મજબુત તો છે જ. પોતાની જાતને અને અડધી બેભાન જેવી પેલી છોકરીને, એમણે એ દોરડામાં બહુ કુશળતાથી બાંધી લીધાં અને ફરી બુમ પાડી :

‘‘અલ્યા, હવે જલદી દોરડું ઉપર ખેંચો…’’

બે જુવાનીયા માણસોએ સાચવીને દોરડું ખેંચવા માંડ્યું. બધાના શ્વાસ અધ્ધર હતા. પેલી છોકરી જીવતી હશે કે કેમ એની ચીન્તા સૌના મોઢા પર દેખાતી હતી. ધીમે ધીમે મુળીબા અને પેલી છોકરી – બન્ને જણાં છેક ઉપર આવી ગયાં. બરાબર સાચવીને બીજા બે માણસોએ પેલી બેભાન છોકરીને મુળીબાને ખભેથી ઉઠાવીને કુવાના થાળામાં સુવાડી. મુળીબાને હાથ અડાડી પકડવાં કે નહીં એની બીક અને દ્વીધા બીચારા પેલા પકડનારાઓના મનમાં ચાલતી હતી ત્યાં સામેથી મુળીબાએ જ હાથ લમ્બાવ્યો. બહાર આવીને તરત પોતાનાં અંગ ઉપરનું દોરડું ઉકેલ્યું અને થાળામાં સુવાડેલી પેલી છોકરી પાસે દોડ્યાં. એને ઉંધી કરી એના પેટમાં ગયેલું બધું પાણી કાઢવા એમણે ઉપચાર શરુ કર્યો. થોડીવારે ધીમે ધીમે છોકરીએ આંખ ખોલી. એ પુરી ભાનમાં આવી ત્યાં સુધી મુળીબા એને ખોળામાં લઈને બેસી રહ્યાં.

છોકરી પુરી ભાનમાં આવી એટલે મુળીબા પાછાં એમના મુળ ઉગ્ર સ્વરુપમાં આવી ગયાં.

‘‘આનો ધણી ધનીયો ક્યાં મરી ગયો ?’’ ગુસ્સાથી એમણે બધાંને પુછ્યું.

બીચારો ધનીયો ધ્રુજતો ધ્રુજતો ટોળામાંથી નીકળી આગળ મુળીબા પાસે આવ્યો.

‘‘ધનીયા, મુઆ… બાયડીનું મન રાજી રાખતાં શીખ. ધણી–ધણીયાણી બે જણાં સુખેથી જોડે ના રહી શકો તો સંસાર માંડો છો જ શું કરવા ? અને અલી, તુંયે સાંભળી લે…આ વખતે તો તું નસીબદાર કે હું અહીંથી પસાર થતી’તી ને તું બચી ગઈ…સંસારમાં દુ:ખ તને એકલીને જ છે ? જરા સહન કરતાં શીખ… વાતવાતમાં કુવો–હવાડો કરીશ તો ચુડેલ થઈને ભટક્યા કરીશ. આવતો જનમ બગાડીશ. અલ્યા ધનીયા, એને ઘરે લઈ જા ને ગરમ ગરમ ચા કે ઉકાળો પીવડાવ…જા…સાલાં બધાં… સંસ્કાર વગરનાં…મુઆં…’’ બડબડાટ કરતાં કરતાં મુળીબાએ પેલી છોકરીને ઉભી કરી અને ફરી બરાબર ધમકાવી.

કુવા પરથી બધાં ધીમે ધીમે વીખરાવા લાગ્યાં. ભીનો સાડલો શરીરે વીંટી, એનો એ જ બડબડાટ કરતાં મુળીબા પણ પોતાના ઘર તરફ રવાના થયાં. અકળામણ અને ગુસ્સાભર્યા એમના બડબડાટને લીધે કોઈને સમજાતું નહોતું કે મુળીબાના હૈયામાં એક જુવાન છોકરીનો જીવ બચાવ્યાનો આનંદ અને સન્તોષ હતો કે નહીં !

પાછળથી એવું સાંભળેલું કે અસ્પૃશ્યોને અડી જવાયાના પ્રાયશ્ચીત્તરુપે મુળીબાએ આખું વરસ મીઠા વગરનું ખાઈને એકટાણાં કરેલાં. અભડાઈ ગયેલા દેહની શુદ્ધી માટે આ પ્રમાણેનાં એકટાણાંનો વીધી કરી પ્રાયશ્ચીત્ત કરવાનું ‘માર્ગદર્શન’ એમને કોણે આપ્યું હશે ? કોણે આ ‘ઉપાય’ એમને સુઝાડ્યો હશે? એમના ધર્મગુરુઓએ જ ને ? કેવા માનવતાહીન એ ધર્મગુરુઓ !

પોતાને આપવામાં આવેલા ‘સંસ્કાર’ પ્રમાણે છેક મરતાં સુધી મુળીબાએ અસ્પૃશ્યતાના સીદ્ધાન્તનુ પાલન કરેલું.

મને થોડી સમજણ આવતાં મુળીબા મારે માટે મોટો કોયડો થઈ પડેલાં… કયાં મુળીબા સાચાં ?… એમનું કયું વ્યક્તીત્વ સાચું ?…

પોતાનો જીવ જોખમમાં મુકીને એક ‘અસ્પૃશ્ય’ છોકરીનો જીવ બચાવવા કુવામાં કુદી પડનાર મુળીબા સાચાં કે પછી આભડછેટની અન્ધશ્રદ્ધા અને ધર્માન્ધતાને પકડી રાખનાર મુળીબા સાચાં ? પથ્થર–દીલ, વજ્રથી પણ કઠોર અને દુષ્ટ લાગતાં મુળીબા કે કુસુમથી પણ કોમળ મુળીબા !

જે હોય તે; પણ… આ હતાં મુળીબા.

મેં પાછું ડૉ. આમ્બેડકરનું પુસ્તક ખોલી આગળ વાંચવા માંડ્યું…

–આનંદરાવ લીંગાયત

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ

સિને કલાના હરફન મૌલા કિશોર કુમાર

શબ્દો:યામિની વ્યાસ
સ્વરાંકન/સ્વર:સોનલ વ્યાસ
એવી તે વાત શી કીધી ! કે રાધાએ વાંસળી હોઠ પર લીધી
શોધી શોધી હવે થાકી કાનાને ન આવે નજર ખાટી છાશમાં,
નક્કી કાનાજી ક્યાંક ઘૂમતા હશે કોક ગોપીકા સાથેના રાસમાં
વીંધાયેલીને કોણે વીંધી?કે રાધાએ વાંસળી હોઠ પર લીધી
એવી તે વાત…
તાગ જો હું કાઢું તો કશું કળાય ના ખુલ્લા તે આભ જેવી આંખમાં
તો મુખેથી શ્યામ તમે ક્યાંથી કહો કે કોના તે સ્વર પોલા
વાંસમાં!
વ્હાલમના વિરહથી બીધી કે રાધાએ વાંસળી હોઠ પર લીધી
એવી તે વાત…
યામિની વ્યાસ
…..

સિને કલાના હરફન મૌલા કિશોર કુમાર

મહાન પાશ્વગાયક કિશોર કુમારનો ૯૧ મો જન્મ દિન. ૪ ઓગસ્ટ, ૧૯૨૯ના રોજ મધ્ય પ્રદેશના ખંડવા મુકામે તેમનો જન્મ થયો હતો. તેઓ સિને કલાના હરફન મૌલા હતા. સિનેમાના લગભગ તમામ વિભાગોના જાણકાર કિશોર કુમાર મુખ્યત્વે ગાયક કલાકાર રૂપે ઉભર્યા હતા. તેમણે પોતાની ફિલ્મોનું નિર્માણ કર્યું છે, લખી છે, તેમાં અભિનય કર્યો છે, નિર્દેશિત કરી છે, ગીતો લખ્યાં છે, ગાયા છે અને સંગીત પણ આપ્યું છે! ‘દૂર ગગન કી છાંવ મેં’, ‘દૂર કા રાહી’, ‘ઝૂમરૂ’, ‘બઢતી કા નામ દાઢી’ એવી ફિલ્મો છે.
કિશોર કુમારે શ્રેષ્ઠ ગાયક તરીકેના આઠ ફિલ્મફેર એવોર્ડ્સ જીત્યાં છે જે કોઈ એક ગાયક માટેના સૌથી વધુ છે. તેમણે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ‘લતા મંગેશકર એવોર્ડ’ ૧૯૮૫-૮૬માં અપાયો હતો. તો ૧૯૯૭માં મધ્ય પ્રદેશ સરકારે તેમની યાદમાં હિન્દી સિનેમામાં પ્રદાન માટે ‘કિશોર કુમાર એવોર્ડ’ની પણ શરૂઆત કરી હતી. હાલમાં ઓશિયન સિનેફેન ઓકસન, નવી દિલ્હી માં ૨૦૧૨માં કિશોર કુમારનું રીલીઝ ન થયેલું છેલ્લું ગીત ૧૫.૬ લાખ રૂપિયામાં વેચાયું હતું.
છેક પચાસના દાયકાથી ગીતો ગાતા કિશોર કુમાર માટે સુવર્ણ યુગ ત્યારે આવ્યો જયારે તેઓ પડદા પર રાજેશ ખન્નાનો અવાજ બન્યા. સચિનદેવ બર્મને ‘આરાધના’(૧૯૬૯)માં ‘મેરે સપનોં કી રાની’, ‘રૂપ તેરા મસ્તાના’ અને ‘કોરા કાગઝ થા યે મન મેરા’થી તેની શરૂઆત કરી હતી. કિશોરદાને ‘રૂપ તેરા’ માટે પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો તો તે સિવાયના એવોર્ડ્સ અન્ય અભિનેતાઓ માટે મળ્યાં.
‘આરાધના’ની સફળતા બાદ શક્તિ સામંતે ‘કટી પતંગ’ બનાવી અને રાહુલદેવે કિશોરદા પાસે ‘યે શામ મસ્તાની’, ‘યે જો મોહબ્બત હૈ’ કે ‘જવાની ઓ દીવાની તું ઝીંદાબાદ’ ગવડાવ્યા, તેમની સફળતા આગળ વધી ‘અમર પ્રેમ’માં જયારે સચિન દેવે ‘ચિનગારી કોઈ ભડકે’, ‘યે ક્યા હુઆ’ અને ‘કુછ તો લોગ કહેંગે’ રચ્યાં. રાહુલદેવે ખન્ના સાહેબ માટે ‘કુદરત’માં શાસ્ત્રીય ગીત ‘હમે તુમ સે પ્યાર કિતના’ અને ‘પરબત કે પીછે’ ગવડાવ્યા. જે બધાં જ સફળ રહ્યાં.
લક્ષ્મીકાંત પ્યારેલાલે રાજેશ ખન્ના માટે કિશોરદા પાસે ‘દો રાસ્તે’માં ‘મેરે નસીબ મેં એ દોસ્ત’; ‘દાગ’ માટે ‘મેરે દિલ મેં આજ ક્યા હૈ’ અને બે યુગલ ગીતો ‘અબ ચાહે મા રૂઠે યા બાબા’ અને ‘હમ ઔર તુમ’ ગવડાવી સફળતા જારી રાખી. ‘મેહબૂબ કી મેહદી’ ફિલ્મ ભલે નિષ્ફળ ગઈ પણ ‘મેરે દીવાનેપન કી ભી’ ગીત યાદ રહી ગયું. તો ‘રોટી’ ના ‘ગોરે રંગ પે ના ઇતના ગુમાન કર’, ‘યે જો પબ્લિક હૈ’, ‘યાર હમારી બાત સુનો’ વડે સફળતા મેળવી. એજ રીતે ‘હાથી મેરે સાથી’માં શીર્ષક ગીત ઉપરાંત બે યુગલ ગીતો ‘દિલબર જાની’ અને ‘સુન જા એ પ્યારી ઘટા’એ સફળતા દોહરાવી.
કલ્યાણજી આનંદજીના સંગીતમાં રાજેશ ખન્ના માટે કિશોર કુમારના જે યાદગાર ગીતો મળ્યાં તેમાં ‘સફર’ના ‘ઝીંદગી કા સફર’, ‘જીવન સે ભરી તેરી આંખે’ સામેલ છે.
‘આરાધના’ માટેના ફિલ્મફેર એવોર્ડ ઉપરાંત રાજેશ ખન્ના અભિનીત જે ગીતોને ફિલ્મફેર એવોર્ડનું નામાંકન મળ્યું તેમાં ‘ઝીંદગી એક સફર હૈ સુહાના’ (અંદાઝ), યે જો મોહબ્બત હૈ (કટી પતંગ), ચિનગારી કોઈ ભડકે (અમર પ્રેમ), મેરે દિલ મેં આજ ક્યા હૈ (દાગ), આપ કે અનુરોધ પે (અનુરોધ), હમે તુમ સે પ્યાર કિતના (કુદરત) અને શાયદ મેરી શાદી કા ખયાલ (સૌતન)નો સમાવેશ થાય છે. આમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના અવાજ રૂપે ઉભરેલા કિશોર કુમારે જબરજસ્ત સફળતા મેળવી હતી.
રાજેશ ખન્નાના જમાનાની સાથે જ અમિતાભ બચ્ચનનો અત્યંત સફળ જમાનો પણ શરુ થયો હતો. તેમના પણ યાદગાર ગીતો કિશોર કુમારે ગાયા હતાં. તે પહેલાં તેમણે દેવ આનંદની ફિલ્મો માટે યાદગાર ગીતો મુખ્યત્વે સચિન દેવ બર્મન અને રાહુલ દેવ બર્મનના સંગીતમાં આપ્યાં હતાં. કિશોર કુમાર દેશના સૌથી સફળ ગાયકો પૈકીના એક રહ્યા છે. તેમણે યોડલિંગ વાળા તોફાનીથી માંડી રોમાન્ટિક મૂડ સુધીના ગીતો ગાઈને સફળતા મેળવી હતી. તેમના મોટા ભાઈ અશોક કુમારના કહેવા મુજબ કિશોર કુમારની સફળતા એ કહીકતને કારણે હતી કે તેમનો અવાજ માઈક્રોફોનને સીધો અને સંવેદનશીલ બિંદુ પર જ પડતો હતો.
કિશોર કુમારને તેમના જે ગીતો માટે શ્રેષ્ઠ ગાયકના ફિલ્મફેર એવોર્ડ મળ્યાં હતાં તેમાં ‘રૂપ તેરા મસ્તાના – આરાધના’, ‘દિલ ઐસા કીસીને મેરા તોડા – અમાનુષ’, ‘ખઈકે પાન બનારસવાલા – ડોન’, ‘હઝાર રાહેં – થોડી સી બેવફાઈ’, ‘પગ ઘૂંઘરું બાંધ મીરા – નમક હલાલ’, ‘અગર તુમ ન હોતે – શીર્ષક ગીત’, ‘મંઝીલે અપની જગા હૈ – શરાબી’ અને ‘સાગર કિનારે – સાગર’નો સમાવેશ થાય છે.
૧૩ ઓક્ટોબર, ૧૯૮૭ના રોજ તેઓ આ ફાની દુનિયાને છોડી ગયા હતા.
કિશોર કુમારે રાજેશ ખન્ના માટે ગયેલાં યાદગાર સોલો ગીતો: મેરે સપનોં કી રાની, અને રૂપ તેરે મસ્તાના (આરાધના), ઝીંદગી કા સફર અને જીવન સે ભરી (સફર), યે શામ મસ્તાની અને યે જો મોહબ્બત હૈ (કટી પતંગ), ચિનગારી કોઈ ભડકે, યે કયા હુઆ અને કુછ તો લોગ કહેંગે (અમર પ્રેમ), મેરે દિલ મેં આજ ક્યા હૈ (દાગ), હમે તુમસે પ્યાર કિતના (કુદરત), મેરે નૈના સાવન ભાદો – (મેહબૂબા), આપ કે અનુરોધ પે (અનુરોધ), ખીજા કે ફૂલ પે આતી (દો રાસ્તે), મેરે દીવાનેપન કી ભી (મેહબૂબ કી મેહદી), વાદા તેરા વાદા (દુશ્મન), જિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ (આપ કી કસમ), ઓ મેરે દિલ કે ચૈન – (મેરે જીવન સાથી), ઝીંદગી એક સફર હૈ સુહાના (અંદાઝ).
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ. આભાર શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person

Leave a comment

Filed under પ્રકીર્ણ

કેવો હોય જીવનનો અંત?

કેવો હોય જીવનનો અંત?
હાલ એક બેનનો ત્રણ મિનિટનો અંગ્રેજી વિડીયો જોયો.. હું અંદરથી હાલી ગયો.. માટે આપને માટે તે ફરીથી લખું છું..
વારાણસીમાં ‘કાશી લાભ મુક્તિ ભવન’ નામે ગેસ્ટ હાઉસ છે, જ્યાં લોકો છેલ્લો શ્વાસ કાશીમાં લઈને ‘મોક્ષ’ પામવા યાને મરવા માટે જાય છે. નિયમ એવો છે કે ત્યાં તમને ૧૫ દિવસનું જ રહેવાનું મળે. તેને અંતે જીવતા રહો, તો ખાલી કરવાનું! તો એ જાણવું રસપ્રદ છે કે જેમણે જીવનનો અંત જોઈ જ લીધો છે, તેવાં લોકોના મનમાં છેલ્લે શું ચાલતું હોય છે? ત્યાંના મેનેજર ભૈરવનાથ શુક્લ ૪૪ વર્ષથી ત્યાં છે, તેમણે બાર હજારથી વધુ લોકોને મૃત્યુ પામતાં જોયાં છે. તેમની પાસેથી શું શીખવા મળે છે?
એક ભાઈ સાજા સમા હતા, ત્યાં રહ્યાં, ૧૩માં દિવસે તેમણે પોતાના સૌથી નાના ભાઈને બોલાવવાની વિનંતી કરી, જેની સાથેના વિચારભેદથી તેઓ વર્ષો પહેલાં જુદા થઈ ગયેલા. ૧૫માં દિવસે નાનો ભાઈ આવ્યો. મોટા ભાઈએ તેની માફી માંગી, બંને ભાઈઓ ભેટીને ખુબ રડ્યાં, નાના ભાઈના હાથોમાં જ મોટા ભાઈએ છેલ્લાં શ્વાસ લીધાં. આવા અનેક કિસ્સાઓ છે. શુક્લાજી કહે છે, ‘મોટે ભાગે લોકો મોતના હાથમાં જાતને સોંપી દેતા પહેલાં પોતાના મતભેદો દૂર કરે છે અને શાંતિથી મરે છે.’
આપણે શું શીખવાનું? મતભેદ થવા જ ન દઈએ. જો ઊભા થાય તો તરત નિકાલ કરીએ, ઉધાર ન રાખીએ. પેલા ગેસ્ટ હાઉસના મહેમાનોએ તો મોતના દૂતોને જોઈ લીધાં હોય છે, આપણને તે દેખાતાં નથી. ‘આનંદ’ યાદ છે? ‘કૌન, કબ ચલા જાયેગા, કોઈ નહીં જાનતા.. હા-હા-હા. મોત તુ એક કવિતા હૈ, એક કવિતા કા વાદા હૈ, મિલેગી જરૂર.’
કમનસીબે એ પત્રકાર બેનની વિગત નથી,
પ્રસ્તુતિ: નરેશ કાપડીઆ
1:01 / 3:34

Leave a comment

Filed under પ્રકીર્ણ

બેમિસાલ અભિનેત્રી કાજોલ

બેમિસાલ અભિનેત્રી કાજોલ
લગ્ન પહેલાં કાજોલ મુખર્જી અને ત્યાર બાદ કાજોલ દેવગણનો ૪૬મો જન્મ દિન. ૫ ઓગસ્ટ, ૧૯૭૪ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. અભિનેત્રી માતા તનુજા અને ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જીના તેઓ દીકરી. કાજોલ હિન્દી ફિલ્મોના સૌથી સફળ અભિનેત્રીઓમાંના એક છે. તેમણે ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ના સૌથી વધુ છ ફિલ્મફેર એવોર્ડ્સ જીતીને તેમના જ માસી નૂતનના વિક્રમની બરાબરી કરી છે. કાજોલ એ એવોર્ડ માટે બાર વાર નોમિનેટ થયાં છે! ૨૦૧૧માં તેમને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે.
મુંબઈમાં મુખર્જી-સમર્થ પરિવારમાં બંગાળી-મરાઠી સંસ્કૃતિમાં તેમનો જન્મ. અભિનેત્રી મરાઠી માતા તનુજા અને બંગાળી નિર્માતા-નિર્દેશક પિતા શોમુ મુખર્જીના તેઓ દીકરી. પિતાજીનું ૨૦૦૮માં નિધન થયું. કાજોલના નાના બેન તનીષા મુખર્જી પણ અભિનેત્રી છે. તેમના માસી નૂતન અને નાની શોભના સમર્થ અને તેમના માતા રત્તન બાઈ પણ હિન્દી ફિલ્મોના મહાન અભિનેત્રીઓ હતાં. જોય મુખર્જી અને દેબ મુખર્જી તેમના માતૃપક્ષના. દાદા શશધર મુખર્જી અને કુમારસેન સમર્થ પણ ફિલ્મકારો હતાં. અભિનેત્રી રાની મુખર્જી, શર્બાની મુખર્જી અને મોહનીશ બહલ કાજોલના કઝીન્સ થાય.
કાજોલ પોતાને ‘અત્યંત તોફાની’ બાળક રૂપે વર્ણવે છે. નાનપણથી તેઓ જીદ્દી અને અધીરા હતાં. તેમના નાનપણમાં જ મા-બાપ છૂટા પડ્યા હતાં. માતા તનુજા કહે છે કે ‘અમારા છૂટા પડવાની કાજોલ પર અસર ન પડે માટે અમે તેની સામે ક્યારેય ચર્ચા કરી નહોતી.’ તનુજા ફિલ્મોમાં અભિનય કરતાં ત્યારે કાજોલને નાની રૂમમાં બંધ કરી રાખતા અને માતા દૂર છે કે કાર્યરત છે તેની તેને જાણ પણ નહોતી. નાની ઉમરથી જ માતા તનુજાએ કાજોલમાં સ્વતંત્રતાની ભાવના જગાવી હતી. બે અલગ સંસ્કૃતિના મા-બાપમાંથી કાજોલે માતાનો મરાઠી તર્ક અને પિતાનો બંગાળી સ્વભાવ વિકસાવ્યો છે. કાજોલ પંચગીનીના સેન્ટ જોસેફ કોન્વેન્ટ બોર્ડીંગ સ્કૂલમાં ભણ્યા છે. શિક્ષણ ઉપરાંત નૃત્ય પ્રકારની ઈતર પ્રવૃત્તિમાં તેમણે રસ લીધો હતો. વાર્તાઓ વાંચવાનો શોખ પણ વિકસ્યો જે તેમને કસોટીની પળોમાં ઉપયોગી નીવડ્યો.
સોળ વર્ષની વયે રાહુલ રવૈલની ‘બેખુદી’માં કાજોલે અભિનય કર્યો તેને તેઓ પોતાનું મોટું નસીબ માને છે. ઉનાળાના વેકેશનમાં શૂટિંગ કરીને સ્કૂલ પરત થવાનું તેમણે આયોજન કર્યું હતું. જોકે પછી સ્કૂલ છોડીને ફિલ્મોમાં ફૂલ ટાઈમ કરિયર બનાવી. તે અંગે કાજોલ કહે છે, ‘મેં શાળા શિક્ષણ ન લીધું તેનાથી હું કોઈ અધુરપ નથી અનુભવતી.’
રોમાન્ટિક ફિલ્મ ‘બેખુદી’ ૧૯૯૨માં રજુ થતાં જયારે કાજોલની અભિનય યાત્રા શરૂ થઇ હતી ત્યારે તેઓ માંડ ૧૮ વર્ષના સ્કૂલગર્લ હતાં. ભણવાનું છોડીને ‘બાઝીગર’ (૧૯૯૩)માં તો તેઓ સ્ટાર બની ગયાં. કાજોલે એક પછી એક જબ્બર સફળતાના સોપાન સર કર્યા. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘પ્યાર તો હોના હી થા’, ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’ થી તેમનું સ્ટારપદ જામી ગયુ. દરમિયાનમાં ‘ગુપ્ત’ અને ‘દુશ્મન’ જેવી હટ-કે ફિલ્મો કરીને સમીક્ષકોની સરાહના પણ તેમણે મેળવી.
૧૯૯૯માં કાજોલે અજય દેવગણ સાથે લગ્ન કર્યા અને તેમને ન્યાસા તથા યુગ એવાં બે સંતાનો છે. ૨૦૦૧થી ૨૦૦૬ દરમિયાન ફિલ્મોમાંથી પારિવારિક વિરામ લઈને તેઓ ‘ફના’થી પરત આવ્યાં અને પતિ અજય નિર્દેશિત ‘યુ મૈ ઔર હમ’, દુનિયામાં બે બિલિયન ડોલરની કમાણી કરનારી ‘માય નેમ ઇસ ખાન’, ‘વી આર ફેમીલી’ તથા પાંચ વર્ષના બીજા વિરામ બાદ શાહરુખ ખાન સાથે સાતમી વાર ‘દિલવાલે’ જેવી કોમેડી પણ કરી.
આટલી બધી ફિલ્મી સફળતા ઉપરાંત મહિલાઓ, વિધવાઓ અને બાળકો માટે પણ તેઓ કાર્યરત બન્યા અને ૨૦૦૮માં ‘કર્મવીર પુરસ્કાર’ પામ્યાં. ઝી ટીવીના શો ‘રોક એન્ડ રોલ ફેમીલી’માં પતિ અજય અને માતા તનુજા સાથે જજ બન્યા, તો તેઓ દેવગણ એન્ટરટેઇનમેંટ એન્ડ સોફ્ટવેર લિ. ના મેનેજર પણ છે, જે ટીવી અને મ્યુઝિકના કાર્યક્રમો બનાવે છે.
૧૯૯૮માં કાજોલે શાહરુખ, જુહી અને અક્ષય કુમાર સાથે ‘ઓસમ, ફોરસમ’ નામથી કોન્સર્ટ ટુર અમેરિકા, યુકે અને કેનેડામાં કરી હતી. જોકે ત્યાર પછી અન્ય વર્લ્ડ ટુરમાં જોડાવાની કાજોલે અનિચ્છા દર્શાવી હતી. કાજોલે મંદિરા બેદી સાથે ‘વિમેન્સ વેલનેસ’ ઇવેન્ટ શરૂ કર્યો છે. બાળ શિક્ષણ આપતી ‘શિક્ષા’ નામની એનજીઓ સાથે તેઓ સંકળાયા છે. બાળકો માટેની ધર્માદા સંસ્થા ‘પ્રથમ’ના કાજોલ બ્રાન્ડ એમ્બેસેડર છે. એનડીટીવી એ સર્વકાલીન લોકપ્રિય ચાર અભિનેત્રીઓમાં કાજોલને માધુરી દીક્ષિત, શ્રીદેવી અને મીના કુમારી સાથે લીધાં છે.
કાજોલના ટોપ ટેન ગીતો: છુપાના ભી નહીં આતા (બાજીગર), હો ગયા હૈ તુજકો અને મેરે ખ્વાબોં મેં (દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે), સૂરજ હુઆ મધ્ધમ (કભી ખુશી કભી ગમ), કુછ કુછ હોતા હૈ (શીર્ષક), મેરે હાથ મેં (ફના), દિલ ક્યા કરે (શીર્ષક), ઓ ઓ જાનેજાના (પ્યાર કિયા તો ડરના ક્યા), તેરે નૈના (માય નેમ ઇસ ખાન), યુ મી એન્ડ હમ (શીર્ષક), રંગ દે મુઝે તુ ગેરુઆ (દિલવાલે).
‘ઓગસ્ટ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ. આભાર શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 2 people, closeup

Leave a comment

Filed under પ્રકીર્ણ

દશેરાએ+રાધા અને કૃષ્ણ: શું એમનો પ્રેમ પ્લેટોનિક છે?/પરેશ વ્યાસ

દશેરાએ માને પત્ર
શબ્દો:યામિની વ્યાસ
સ્વર:સોનલ વ્યાસ
પત્ર પાઠવી રહી છું આજ મા તને ખમ્મા ખમ્મા
હવે પૂરી થઈ નવરાત મા તને ખમ્મા ખમ્મા
જગતજનની,ત્રિભુનેશ્વરી,વિશ્વવિજયીની મા
હે દુર્ગેશ્વરી, આદયશક્તિ મા,ઓ જગદંબા મા
ધરતી પરથી પત્ર લખતી તારી દીકરીઓના શત શત નમન
જત જણાવવાનું કે મા અમારી ધરતી ડગમગ થાય
જત જણાવવાનું કે અહીં તારી દીકરીઓની આબરૂ લૂંટાય
ઘણી કળીઓની લખવી છે વાત મા તને ખમ્મા ખમ્મા
અહીં ઊગ્યા છે ઊંડા આસુરી અંધારાં
એને ઉલેચી માડી ફેલાવો અજવાળાં
લાવો સાચું દશેરાનું પ્રભાત મા તને ખમ્મા ખમ્મા
ટૂંકમાં કહું તો હરણ,હનન,હત્યા થાય છે બહુ
બસ રહેંસી નાખે નારીને, વધુ તો હું શું કહું!
રોકી દે રોજનો ઉલ્કાપાત મા તને ખમ્મા ખમ્મા
લાખો ત્રિશૂલો લઈ ગબ્બરથી આવીને વધ કર
ધરતીના મહિષાસુરને વધેરી ખપ્પરનો ભોગ ધર
રક્તબીજ સમા માનવ દાનવને સંહાર મા તને ખમ્મા ખમ્મા
તા. ક. માં લખું છું છેલ્લે વિન્નતી ત્રિશુળનું વરદાન દઈ દે તારી દરેક દીકરીને આત્મસુરક્ષા કાજ મા તને ખમ્મા ખમ્મા
યામિની વ્યાસ

રાધા અને કૃષ્ણ: શું એમનો પ્રેમ પ્લેટોનિક છે?

कैसा बंधन बंधा श्याम मोरे
बात तेरी समझ में न आई
हाथ फूलो से पहले बने थे
या कि गजरे से फूटी कलाई!
– परवीन शाकिर
આપણે જેને ‘લવ’ કહીએ એનાં તરજૂમા અનેક છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર પ્રેમ એટલે પ્રીતિ, સ્નેહ, મહોબત, ચાહ, અનુરાગ, આસક્તિ, લગની. પદબંધ શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કે: જગત માત્રનું જીવન તે પ્રેમ છે. ૐકારમાં પ્રેમ છે. નાદમાં પ્રેમ છે, છંદમાં પ્રેમ છે, પુરુષમાં પ્રેમ છે, પ્રકૃતિમાં પ્રેમ છે, જડમાં પ્રેમ છે અને ચેતનમાં પ્રેમ છે. કલરવ કરતાં પશુપક્ષીમાં, કુહૂ કુહૂ કરતી કોયલમાં, કુંજકુંજમાં, જાતજાતનાં વૃક્ષોનાં ઝુંડમાં, ખીલેલાં ફૂલોના મધ્ય ભાગમાંથી જેમ ઊડતી રજકણોની સુગંધી વ્યાપી રહી છે,તેમ જગતના સર્વ કાર્યસ્થળમાં પ્રેમ વ્યાપ્ત છે અને એ પ્રેમ તે ભક્તિ. શબ્દકોશમાં આ તો અઘરું અર્થઘટન થયું. નહીં?!! પ્રેમનાં તે વળી પ્રકાર હોય? પ્રેમ તો પ્રેમ હોય. એ કાંઇ આઈસક્રીમ થોડું છે કે એની અલગ અલગ ફ્લેવર હોય? પણ બૌદ્ધિકો એમાં ય પ્રકાર શોધે છે. ગ્રીક પુરાણ અનુસાર પ્રેમનાં પાંચ પ્રકાર છે. ૧. સ્ટોર્જ: કૌટુંબિક પ્રેમ ૨. ફિલિયા: મૈત્રી ૩. ઈરોસ: શૃંગારિક પ્રેમ ૪. જેનિયા: મહેમાનગતિ ૫. ડીવાઇન: દિવ્ય પ્રેમ.
જ્યારે રાધા કૃષ્ણનાં પ્રેમની વાત આવે ત્યારે કોઈ એને ફિલિયા (Philia) કહે છે. જે ‘ફોબિયા’નો વિરોધાર્થી શબ્દ છે. આજનો શબ્દ ‘પ્લેટોનિક’ (Platonic) ફિલિયા ઉર્ફે મૈત્રી ભાવને લગતો છે. પ્લેટોનિક લવમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે અંતરંગ પ્રેમ જરૂર છે પણ એમાં શારીરિક ચેષ્ટા વર્જ્ય છે. એવું પણ કહે છે કે પ્લેટોનિક લવ એટલે ડોકની ઉપરનો પ્રેમ! પ્લેટોનિક લવ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે એ સંબંધ છે, જેમાં એક બીજાની વિચારસરણી મળતી આવે છે. તેઓ એકબીજાની સારસંભાળ લેતા હોય, એવી લાગણીનાં સંબંધો હોય. તેઓ એકમેકને સારી પેઠે સમજી શકતા હોય છે. ઘણી વાર એક બોલે નહીં તો ય બીજો સઘળું સમજી જાય. એવો પ્રેમ પ્લેટોનિક કહેવાય. પ્લેટોનિક શબ્દ ગ્રીક દાર્શનિક પ્લેટોનાં વૈચારિક પ્રદાન પરથી આવ્યો છે. પંદરમી સદીનાં ફ્રેંચ વિદ્વાન માર્શિલો ફિસિનિયોએ પહેલી વાર ‘પ્લેટોનિક લવ’ શબ્દનો પ્રયોગ કરીને, એને દિવ્ય પ્રેમ તરીકે નવાજ્યો હતો. એવો પ્રેમ જે પ્લેટોની ફિલસૂફી પર આધારિત હતો. પ્લેટો માનતા કે પ્રેમ પોતે જ એક એટલી સુંદર લાગણી છે, જે શરીરનાં હાડમાંસનાં પ્રેમથી અનેક ગણી ઊંચી અને મહાન છે. પ્લેટોની વિચારધારા પરથી આવો પ્રેમ પ્લેટોનિક લવ કહેવાયો. અને છતાં રાધા અને કૃષ્ણનાં સંબંધ આમ સાવ શારીરિક નહોતા જ, એવું ય કહી ન શકાય. મોહક વાંસળી, કૃષ્ણાવતાર ભાગ- ૧, ક.મા. મુનશી સાહેબ લખે છે કે: ‘અદમ્ય ભાવાવેગથી કૃષ્ણે રાધા તરફ ઝૂકીને પોતાના હોઠ એના હોઠ સાથે ચાંપ્યા. એકનો આત્મા બીજાના આત્મામાં ભળી ગયો અને બંને એક થઈ ગયા ત્યાં સુધી એ હોઠો એકબીજાથી અલગ ન થયા. કૃષ્ણે રાધાના ગાલ પસવાર્યા. એના સ્તનમંડળ પર એનો હાથ ફરી રહ્યો. ત્યાંથી સુકુમારતાથી સરકતો સરકતો એ એના નમણા ને લાલિત્યસભર દેહના પ્રત્યેક સુંદર વળાંક શોધતો શોધતો ભાવાર્દ્રતાપૂર્વક એનાં અંગાંગ ઉપર પણ ફરી વાળ્યો. આનંદની એક મદભરી ઊર્મિ એમને અવર્ણનીય રસસમાધિમાં ડુબાવીને અભેદભાવનો અનુભવ કરાવી રહી.’ અહીં રાધા કૃષ્ણનાં પ્રેમનો પ્લેટોનિક અર્થ હોય એવું લાગતું નથી. અમને લાગે છે કે આ ડીવાઇન લવ છે. દિવ્ય પ્રેમ. રાધા અને કૃષ્ણ બંને એકાકાર છે. આત્મા અને શરીર એકમેકમાં સમાયેલા હોય છે, બસ એમ જ.
‘પ્લેટોનિક લવ’ શબ્દ આમ તો પામર મનુષ્યો માટે છેતરામણો છે. સેક્સ સંબંધ ન હોય તો પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એ પ્રેમ અધૂરો ન ગણાય? પુરુષ અને સ્ત્રી વચ્ચે એવો ને એવો જ અશારીરિક સંબંધ હંમેશ માટે જળવાઈ રહે, એ વાત સામાન્ય વિજાતીય વ્યક્તિઓ માટે અઘરી છે. શારીરિક ચેષ્ટા ક્યારે મન પર હાવી થઈ જાય, એ કહેવાય નહીં. એકાંત મળે તો બંને, પરુષ જાત અને સ્ત્રી જાતને માટે, જાતનિયંત્રણ અઘરું થઈ જાય. સૂનો હાઇવે હોય તો સ્પીડલિમિટની બહાર ગાડી હાંકવી, એ પુરુષ માટે રમત અને સ્ત્રી માટે ગમત ભરેલી પ્રવૃત્તિ છે. અને પછી… ઓલ્યા અસ્પર્શનાં લીધેલાં વ્રત બટકી જાય, એમ પણ બને! પ્લેટોનિક સંબંધો માટે તો શું કહું……ગુલઝાર સાહેબની પંક્તિ અહીં અનુરૂપ લાગે છે. હમને દેખી હૈ ઉન આંખોકી મહકતી ખુશ્બૂ….ગુલઝાર સાહેબ લખે છે કે હાથથી અડીને એ આ પ્રકારનો સંબંધ છે, એવો આરોપ ન મૂકો.. આ તો એક લાગણી છે, જે આતમથી અનુભવવાની છે. પ્રેમને પ્રેમ જ રહેવા દો, એનું કોઈ નામ શા માટે? વાત તો સાચી છે. પ્રેમ એટલે પ્રેમ. પ્લેટોનિક પ્રેમ? એ વળી શું?
શબ્દશેષ:
‘પ્લેટોનિક લવ એ શાંત જ્વાળામુખી છે.’ –આન્દ્રે પ્રીવોસ્ટ
No photo description available.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

આઠમું નોરતું+ગીતકાર ગુલશન બાવરા

આઠમું નોરતું
ગરબો
શબ્દો: યામિની વ્યાસ
સ્વર/સ્વરાંકન:સોનલ વ્યાસ
આસો માસે રે બાવરી રે મારી આંખડી
હૈયું પાથરીને જોઉં મા તારી વાટડી
ફુલ ગુલાબને ચમ્પો ચમેલીથી ભરું છાબડી
સોનેરી ગલગોટાનો હાર ચઢાવું નવ નવ રાતડી
જળ નિર્મળ લેવા કાજ જાઉં ચંદનતલાવડી
નમન કરીને હું પ્રેમથી પખાળુ મા તારી પાવડી
ઓ માવડી મેં તો રાખી તારી આખડી
તું ડૂબાડે કે તારે સોંપી તુજને મારી નાવડી
ક્ષમા કરજે માત તારી ભક્તિની રીત ન આવડી
જગ આખાનું રક્ષણ કરજે બાંધી દે એક રાખડી
અમિયલ આંખે આશિષો આપ મારી માવડી
યામિની વ્યાસ

ગીતકાર ગુલશન બાવરા

આમ તો એમનું નામ ગુલશન કુમાર મેહતા પણ આપણે તેમને ગીતકાર ગુલશન બાવરા તરીકે ઓળખીએ છીએ. ૭ ઓગસ્ટે તેમની ૧૧મી પુણ્યતિથિ. ૭ ઓગસ્ટ, ૨૦૦૯ના રોજ તેમનું નિધન થયું હતું. ૪૨ વર્ષો સુધી કાર્યરત રહેલા ગુલશન બાવરાએ ફિલ્મોમાં લગભગ ૨૪૦ ગીતો લખ્યાં છે. કલ્યાણજી આનંદજી, શંકર જયકિશન કે રાહુલદેવ બર્મન જેવા દિગ્ગજ સંગીતકારોએ તેમના ગીતોને સૂર આપ્યાં હતાં. તેમના મેરે દેશ કી ધરતી (ઉપકાર) અને યારી હૈ ઈમાન (ઝંજીર) માટે તેમને શ્રેષ્ઠ ગીતકારના ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. તેઓ કેટલીક ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે પણ દેખાતા હતા, જેમકે ‘ઝંજીર’નું ‘દીવાને હૈ દીવાનો કો’ તેઓ પડદા પર ગાતા હતા.
લાહોર પાસેના શેખપુરામાં ૧૨ એપ્રિલ, ૧૯૩૭ ના રોજ બાંધકામનું કામ કરતાં પિતાને ત્યાં ગુલશનનો જન્મ થયેલો. દસ વર્ષની ઉમરે દેશના ભાગલા વખતે થયેલાં દંગલોમાં પિતાજી અને પિતરાઈ ભાઈની હત્યા તેમની આંખ સામે થઇ હતી. મોટી બેન તેમને જયપુર લાવ્યાં. મોટા ભાઈ સાથે દિલ્હીમાં રહીને ભણ્યા. કોલેજમાં તેમણે કવિકર્મ શરૂ કર્યું હતું. રેલવેની નોકરી કરવા તેઓ મુંબઈ આવ્યા. નોકરી સાથે ગીતકાર બનવાનો સંઘર્ષ તેઓ કરતા હતા.
કલ્યાણજી શાહે ‘ચન્દ્રસેના’ (૧૯૫૯)માં ગુલશન બાવરાનું પહેલું ગીત ‘મૈ ક્યા જાનૂં કહાં લાગે યે સાવન મતવાલા રે’ લતાજીને કંઠે ગવડાવ્યું. તરત જ કલ્યાણજી આનંદજીની પહેલી ફિલ્મ ‘સટ્ટા બજાર’માં ગુલશનના ગીતો ‘તુમ્હેં યાદ હોગા’ અને ‘ચાંદી કે ચંદ ટુકડો કે લીયે’ ગીતો હીટ થયાં. ત્યારે જ મિત્રોએ તેમને ગુલશન ‘બાવરા’ નામ આપ્યું.
ગુલશનના અડધા જેટલાં ગીતો તો રાહુલદેવ બર્મને સંગીતબદ્ધ કર્યા. ‘જુલમી’ (૧૯૯૯) એમની છેલ્લી ફિલ્મ અને તેમનું છેલ્લું હીટ ગીત ‘લે પપ્પિયા ઝપ્પિયા પાલે હમ’ એકમાત્ર ગીત હતું જેને ‘અશિષ્ટ’નું લેબલ લાગ્યું. બાવરા એક સાથે બે જ ફિલ્મોના ગીતો લખતા. તેમને વર્તમાન ગીતકારો અને સંગીતકારો માટે નાખુશી હતી. તેઓ કહેતા, ‘ મારે શા માટે મારી જાત પર જુલમ કરવો કે મારા ગીત અને આવડત એવા સંગીતકારો માટે બગાડવા, જેઓ મને તમામ પ્રકારના સમાધાન કરવાનું કહે?’
આપણે આજે ગુલશન બાવરાના યાદગાર ગીતો વાળી ફિલ્મો યાદ કરીએ તો ઉપકાર, ઝંજીર, ખેલ ખેલ મેં, કસમે વાદે, સત્તે પે સતા, અગર તુમ ન હોતે કે આવાઝ યાદ આવે.
૭ ઓગસ્ટ, ૨૦૦૯ના રોજ ૭૨ વર્ષની વયે મુંબઈના પાલી હિલના ઘરે જ તેમનું નિધન થયું હતું.
ગુલશન બાવરાના ટોપ ટેન ગીતો: મેરે દેશ કી ધરતી, યારી હૈ ઈમાન, સનમ તેરી કસમ, અગર તુમ ન હોતે, આતી રહેગી બહારે, કસમે વાદે નિભાયેંગે હમ, વાદા કર લે સાજના, જીવન કે હર મોડ પે, પીને વાલોં કો પીને કા બહાના ચાહિયે, તેરી દુનિયા સે હોકે મજબૂર ચલા.
‘ઓગસ્ટ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ. આભાર શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized

સાતમું નોરતું+પ્રેમનાં પ્રકાર… /પરેશ વ્યાસ

સાતમું નોરતું
ગરબો
શબ્દો:યામિની વ્યાસ
સ્વર:સોનલ વ્યાસ
ઓ મા….
આ પૂજારણ નીસરી તારી પૂજા કાજ
કે હૈયું મારું રુમઝુમ થાય
કકું, કેસર ને અબીલ ગુલાલ લઈ
સજાવી આરતીની થાળ
કે હૈયું મારું રુમઝુમ થાય
નદીનું જળ લીધું ત્રાંબા કળશમાં
સાથે મનડું પણ છલકાય
કે હૈયું મારું રુમઝુમ થાય
અતલસ રેશમનો સાળુડો પહેર્યો
છેડલે ફુમતા ઝૂલે સાત
કે હૈયું મારું રુમઝુમ થાય
સોળે શણગાર ને અંતરના ઓરતા
સજી નીકળી જોગણ નાર
કે હૈયું મારુ રુમઝુમ થાય
યામિની વ્યાસ
0:11 / 3:33
Yamini Vyas and 10 others
9 Comments
1 Share
Like

Comment
Share
સાતમું નોરતું
ગરબો
શબ્દો:યામિની વ્યાસ
સ્વર:સોનલ વ્યાસ
ઓ મા….
આ પૂજારણ નીસરી તારી પૂજા કાજ
કે હૈયું મારું રુમઝુમ થાય
કકું, કેસર ને અબીલ ગુલાલ લઈ
સજાવી આરતીની થાળ
કે હૈયું મારું રુમઝુમ થાય
નદીનું જળ લીધું ત્રાંબા કળશમાં
સાથે મનડું પણ છલકાય
કે હૈયું મારું રુમઝુમ થાય
અતલસ રેશમનો સાળુડો પહેર્યો
છેડલે ફુમતા ઝૂલે સાત
કે હૈયું મારું રુમઝુમ થાય
સોળે શણગાર ને અંતરના ઓરતા
સજી નીકળી જોગણ નાર
કે હૈયું મારુ રુમઝુમ થાય
યામિની વ્યાસ
………………………….
કૃષ્ણ એટલે પ્રેમ. કોઇ પણ સોચ વિના, કોઇ પણ છોછ વિના, મુક્ત મને જેને ચાહી શકાય. કૃષ્ણાયનમાં કેટલીય વ્યક્તિઓનો પ્રવેશ થયો હતો. માતા, પિતા, પ્રેમિકા, પત્ની, મિત્ર, સખા. એ તમામે કૃષ્ણને પ્રેમ કર્યો. કૃષ્ણએ તો એમનાં વિરોધીઓને પણ પ્રેમથી વશ કરવાની કોશિશ કરી હતી. કૃષ્ણ તો સર્વાંગ પ્રેમ. કૃષ્ણ જન્માષ્ટમીએ પ્રેમનાં પ્રકારો વિષે તો અમે શું લખીએ? પ્રેમ તો કરવાનો હોય. પ્રેમનું વળી પૃથક્કરણ હોય?!
પશ્ચિમી સંશોધકો પ્રેમનાં પ્રકારનું પિષ્ટપેષણ કરે ત્યારે લાગે કે પામર મનુષ્યએ હજી કેટલીય વાતો કૃષ્ણ પાસે શીખવાની છે. છતાં આ અર્વાચીન ચિંતન છે. સાંપ્રત વાતો, આધુનિક વાતો અહીં પ્રસ્તુત છે. સંદર્ભ બદલાતો જાય છે. કેનેડિયન માનસશાસ્ત્રી જ્હોન એલન લી ‘કલર્સ ઓફ લવ’માં પ્રેમનાં પ્રકાર સમજાવે છે. મૂળ ગ્રીક શબ્દોનો આધાર એમણે લીધો છે. ત્રણ પ્રાથમિક પ્રકાર અને ત્રણ દ્વિતીય પ્રકાર. પ્રાથમિક પ્રેમનો પહેલો પ્રકાર છે ઇરોસ. શૃંગારિક પ્રેમ. કામોદ્દીપક પ્રેમ. પ્રેમ જે પહેલી નજરે જ થઇ જાય. મન કરતાં ય તનથી જોડાઇ જવાની ઈચ્છા કાયમ રહે. મનોરંજન અને તનોરંજન સાવ એકાકાર. અને એને માટે ગમે તેવા જોખમ ખેડી નાંખે એવા પ્રેમીઓનો પ્રેમ એટલે ઇરોસ. એમને મન લગ્ન એટલે વિસ્તરિત મધુમાસ. પ્રેમનો બીજો પ્રકાર લ્યુડસ. લ્યુડસ એટલે રમત. મસ્તી, મજાક, હળવી છેડછાડ, હસવું, બોલવું અને સાથે જલસો કરવો. ઇન્ડોર પણ અને આઉટડોર પણ. એકબીજા પર કોઇ દબાણ નહીં એ લ્યુડસ. ત્રીજો પ્રકાર સ્ટોર્ગે. કૌટુંબિક પ્રેમ. કુંટુંબમાં સઘળા સભ્યો સાથે રહે, એકમેકને ચાહે, તકલીફમાં એકબીજાની પડખે ઊભા રહે. અહીં લોહીનાં સંબંધ હોય એવા લોકોનો પ્રેમ. લગ્ન જીવનથી જોડાયા હોય તો ય સ્ટોર્ગે પ્રેમ હોઇ શકે. અહીં પ્રેમ સંબંધને ટકાવી રાખવાની આતુરતા ભારોભાર અને ઇર્ષાભાવનો સદંતર અભાવ. આ થયા પ્રેમનાં પ્રાથમિક પ્રકાર. પછી ત્રણ દ્વિતીય પ્રકારનાં પ્રેમ. અહીં પહેલો પ્રકાર મેનિયા. અર્થ તો આપણે જાણી જ છીએ. પ્રેમનું પાગલપન. પ્રેમનું વળગણ. પ્રેમનો એકાધિકાર. પ્રેમમાં પડવાથી પીડા મળે એવી સંભાવના હોય તો તેઓને કોઇ પડી ન હોય. બીજો પ્રકાર અગેપ. સૌથી શુદ્ધ પ્રેમ. બસ બધું દઇ દેવાનું, લઇ લેવાની કોઇ ખેવના નહીં. કોઇ શરત નહીં. પ્રેમમાં શહીદી ય વ્હોરી લેવાની ત્રેવડ અહીં સદૈવ હોય જ. માલિકીભાવ નહીં, ઇર્ષ્યા તો હોય જ ક્યાંથી? શારીરિક સંબંધ હોય અને એમાં ઉન્નતિ કરવાની કોશિશ પણ કર્યા કરે એ અગેપ પ્રેમીઓ કહેવાય. અને છેલ્લે પ્રાગ્મા પ્રેમ. અહીં પ્રેમીઓ પ્રેક્ટિકલ હોય છે. દુનિયાદારીની સમજણ એમને હોય, વાસ્તવિકતાને સ્વીકારીને ચાલે. ભવિષ્યનું તેઓ વિચારે. કમાવા માટે બહાર જવું પડે તો એવા ચિર વિરહને સ્વીકારીને ચાલે. સમાન વિચારસરણીવાળા સાથે મળી જાય તો ગાડું બરાબર ગબડી જાય. આમ કુલ છ પ્રકારનાં પ્રેમ થયા. હવે મુશ્કેલી એ કે આપણે એમાં ક્યાં છીએ? પાછું એવું કે આમ આપણે ઇરોટિક (કામાતુર) હોઇએ પણ આમ જોઇએ તો આપણે પ્રાગ્માટિક (વ્યાવહારિક) પણ હોઇએ. અગેપ જેવો શુદ્ધ દેશી પ્રેમ પણ કરી નાંખીએ અને કોઇ વાર એમાં લ્યુડસનાં રમતિયાળપણાંની ભેળસેળ પણ કરી નાંખીએ. અને પછી મેનિયાકવેડાં ય શું કામ બાકી રહી જાય?! અને આપણી કૌટુંબિક ભાવના તો અનન્ય એટલે સ્ટોર્ગે પ્રેમ તો આપણી ખાસિયત કહેવાય. લિયો ટોલસ્ટોય કહેતા કે હું જે કાંઈ જાણું છું એ તમામ જ્ઞાન એ કારણે છે કારણ કે હું પ્રેમ કરું છું. તો હે પ્રિય ગુણીજનો, પ્રેમ કરતા રહો અને પ્રેમનું બળતું ઘર કૃષ્ણાર્પણ કરતા રહો..
[13/08, 9:44 AM] Paresh Vyas: An Arvachin chintan on love, type of love…Jai Shri Krishna..
[13/08, 9:44 AM] Paresh Vyas: As published today in Gujarat Samachar..
Image may contain: 2 people

Leave a comment

Filed under પરેશ વ્યાસ, પ્રકીર્ણ

છઠ્ઠું નોરતું+સૂરમય ગાયક – સુરેશ વાડકર

છઠ્ઠું નોરતું  ગરબો શબ્દો:યામિની વ્યાસ
સ્વરાંકન/સ્વર: સોનલ વ્યાસ
💐
ગેરું મંટોડું લાવીયાને કાંઈ લાલ લાલ ચોકને લીપીંયો રે લોલ
ચોક પર ઝીણા ઝીણા મીંડા કરીને અલખનો સાથિયો પૂરીયો રે લોલ
અલખનો સાથિયો પૂરતાં પૂરતાં સાત સાત રંગો ખુટીયા રે લોલ
નભેથી મેઘધનુષ આવીયું ને સાતે સાત રંગો પૂરીયા રે લોલ
દીવડાં ને ફુલડાંથી ચારેકોર અમે સાથિયાને શણગારીયો લોલ
પંચશીલનો ચંદરવો બાંધતા કાંઈ જીવતર કાપડ ખુટીયું રે લોલ
કાપડ મખમલી વાદળનું લઈ પછી ઘુમ્મટ ગગનનો સજાવીયો રે લોલ
ઘુમ્મટમાં ઠેર ઠેર તેજદીપ ઝૂલતા દીપશિખામાં પરોવીયા રે લોલ
રુમઝુમતાં મા તમે આવી બિરાજો રૂડો ચંદનચોક છંટાવીયો રે લોલ
લાલચટક ચુંદડી ને કનક કંદોરે મા ગેબના ગબ્બરથી આવીયા રે લોલ
સોનાનો ગરબો શિરે લઈને માએ લખચોરયાસી ઘુમાવીયો રે લોલ
અંધારે અટવાતાં પંથ ભૂલેલાંને તેજરૂપ જ્યોતિથી વાળીયા રે લોલ
યામિની વ્યાસ
સૂરમય ગાયક – સુરેશ વાડકર
હિન્દી અને મરાઠી ફિલ્મોના સુપ્રસિદ્ધ ગાયક સુરેશ ઈશ્વર વાડકરનો ૬૫મો જન્મ દિન. ૭ ઓગસ્ટ, ૧૯૫૫ના રોજ કોલ્હાપુરમાં તેમનો જન્મ. તેમણે ભોજપુરી અને કોંકણી ફિલ્મોમાં પણ ગાયું છે. તેમના ભજનોના આલબમ પણ છે.
સુરેશજી સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ લઈને ‘પ્રભાકર’ પરીક્ષા પસાર કરીને મુંબઈના આર્ય વિદ્યા મંદિરના શિક્ષક બન્યા હતા. આજે તેમની મ્યુઝિક સ્કૂલ મુંબઈ, ન્યુ જર્સી અને ન્યુ યોર્કમાં ચાલે છે. ઓપન યુનિવર્સીટીની આ સ્વા માં ઓનલાઈન મ્યુઝિક સ્કૂલમાં કોઈ પણ ભણી શકે.
ભારતીય શાસ્ત્રીય સંગીત ભણીને સુરેશ વાડકર ૧૯૭૬માં સૂર સિંગાર સ્પર્ધામાં ‘મદન મોહન એવોર્ડ’ જીત્યા ત્યારે જયદેવ નિર્ણાયક હતા. તેમણે સુરેશ પાસે ‘સિને મેં જલન – ગમન’ ગવડાવ્યું, પછી ‘પહેલી’માં પણ ગવડાવ્યું. ત્યારે તેમના અવાજથી પ્રભાવિત થયેલાં લતાજીએ લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આનંદજી અને ખય્યામને જણાવ્યું અને આપણને ક્રોધી, પાંચ, પ્યાસા સાવન, પ્રેમ રોગ, હીના, પ્રેમ ગ્રંથ, રામ તેરી ગંગા મૈલી, બોલ રાધા બોલ, વિજય જેવી ફિલ્મોના ગીત મળ્યાં.
પછી તો સુરેશ ટીવી શો સારેગામાપા, લીટલ ચેમ્પસ કે સંજીત એવોર્ડ્સના જજ બન્યા. હિન્દી ફિલ્મો જેટલું જ મોટું પ્રદાન સુરેશ વાડકરે મરાઠી ફિલ્મો માટે પણ કર્યું છે. તો અનેક ભારતીય ભાષાઓમાં તેમણે અનેક ભક્તિ ગીતો પણ ગાયા છે. જેમાંના ‘શિવ ચાલીસા’, ‘સાઈ નામ એક રંગ અનેક’, ‘સાઈ તુમ યાદ આયે’ કે ‘જય શ્રી સ્વામીનારાયણ’ જાણીતા છે. મહાન મરાઠી સંગીતકારો હૃદયનાથ મંગેશકર, સુધીર ફડકે, શ્રીનિવાસ ખલે, વસંત દેસાઈ, અશોક પત્કી, અનીલ-અરુણના સંગીતમાં સુરેશજીએ ભરપુર ગાયું છે.
શાસ્ત્રીય ગાયિકા પદ્મા સાથે સુરેશ વાડેકરે સંસાર માંડ્યો અને તેમને ત્યાં અનન્યા તથા ગિયા નામે બે દીકરીઓ છે. તેમને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ૨૦૦૪નો લતા મંગેશકર એવોર્ડ, ૨૦૦૭માં મહારાષ્ટ્ર પ્રાઈડ અને ૨૦૧૧માં મરાઠી ફિલ્મ ‘મી સિંધુતાઈ સપકાલ’ માટે ‘હે ભાસ્કર ક્ષિતિજવારી યા’ ગીત માટે તેમને શ્રેષ્ઠ ગાયકનો નેશનલ એવોર્ડ મળ્યો.
સુરેશ વાડકરના યાદગાર ગીતો આપણને જે હિન્દી ફિલ્મોમાં મળ્યાં તેમાં પહેલી, ગમન, પ્રેમ રોગ, ડિસ્કો ડાન્સર, માસૂમ, સદમા, ઉત્સવ, રામ તેરી ગંગા મૈલી, હિફાઝત, લિબાસ, ચાંદની, પરિંદા, દિલ, હીના, લેકિન, લમ્હેં, રંગીલા, પ્રેમ ગ્રંથ, માચીસ, સત્યા, હુ તુ તુ, વિવાહ, ઓમકારા, કમીને કે હૈદર ને યાદ કરી શકાય.
સુરેશ વાડકરના ટોપ ટેન ગીતો: મેઘા રે મેઘા રે (પ્યાસા સાવન), સિને મેં જલન આંખો મેં તૂફાન સા કયું હૈ (ગમન), હુજુર ઇસ તરહા સે ના ઇતરાકે ચલીએ (માસૂમ), એ જિંદગી ગલે લગાલે (સદમા), મોહબ્બત હૈ ક્યા ચીજ હમ કો બતાઓ (પ્રેમ રોગ), લગી આજ સાવન કી ફિર વો લડી હૈ (ચાંદની), તેરે નૈના મેરે નૈનો સે (ભ્રષ્ટાચાર), તુમ સે મીલ કર ઐસા લગા (પરિંદા), સપનોં મેં મિલતી હૈ (સત્યા), સાંજ ઢલે ગગન તલે (ઉત્સવ).
શુભ સાહિત્યના પુસ્તક: ઓગસ્ટના સિતારા – નરેશ કાપડીઆ માંથી..
Image may contain: 1 person

Leave a comment

Filed under Uncategorized