*વહાલના વારસદાર પુસ્તક લોકાર્પણ સમારોહ*
રાષ્ટ્રીય કલા કેન્દ્રનું યશસ્વી નાટક ‘વહાલના વારસદાર’ પુસ્તક રૂપે લોકાર્પિત થયું, તે ઓન લાઈન સમારોહ માણો..
…………………………………………………………..
એક તબિબ મિત્ર અનેક દર્દીઓની સારવાર કર્યા પછી પોતે અત્યારે કોવીડ સારવાર હેઠળ છે..ત્યારે યામિનીબેનની આ રચનામાં રજૂ થતી આ વ્યથા અને પ્રાર્થના અને આપણાં સહુની પણ શુભભાવના અને પ્રાર્થના શ્યામ પ્રભુ જરૂર સાંભળે એ વિશ્વાસ સાથે ..
ઓ શ્યામ!પડ્યું તારા પગના અંગુઠાનું કામ
પેલી વાયરસડી નદીએ ઘેર્યાં છે ગામોનાં ગામ
હવે ઘરની અગાશી છે મનગમતો ટાપુ
ને ઉતરું પગથિયાં તો ઝેરીલી વાવ
ભૂલથી ય પૂરમાં જો ટેરવાં ઝબોળું
તો ફેફસામાં વકરે છે ડંખીલા ઘાવ
એ તો તાણીને રહેશે આખ્ખા જગને તમામ..
ઓ શ્યામ…
જીવનાં જોખમે અહીં ધસતાં દેવદૂતો
પાછળ કોવિડડો આપે છે દાવ
મરજીવાં થઈ પોતે ડૂબી જઈને
તરતી રાખે એ બીજાની નાવ
એમને તું આવી બચાવ હવે શ્યામ..
યામિની વ્યાસ