Monthly Archives: નવેમ્બર 2020

અદભુત કવિ ગોપાલદાસ સક્સેના ‘નીરજ’*

અદભુત કવિ ગોપાલદાસ સક્સેના ‘નીરજ’*
આંસૂ જબ સન્માનિત હોંગે, મુજકો યાદ કિયા જાયેગા,
જહાં પ્રેમ કા ચર્ચા હોગા, મેરા નામ લિયા જાયેગા.
હિન્દી સાહિત્યના જાણીતા કવિ અને લેખક તથા હિન્દી ફિલ્મોના ઉત્તમ ગીતકાર નીરજની બીજી પુણ્યતિથી. ૧૯ જુલાઈ, ૨૦૧૮ના રોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. તેઓ ૯૩ વર્ષના હતા. કવિ સંમેલનોમાં તેઓ ખુબ લોકપ્રિય હતા. ઉત્તર પ્રદેશના ઈટાવાના મહેવા પાસેના પુરાવલી ગામમાં તેમનો જન્મ ૪ જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ થયો હતો. મૂળ ગોપાલદાસ સક્સેના તેમના પેન નેમ ‘નીરજ’થી ખુબ જાણીતા હતા. તેઓ હિન્દી સાહિત્યના ઉંચા ગજાના સાહિત્યકાર હતા છતાં તેમની શૈલી ભાવકને સમજવામાં સરળ રહેતી. ૧૯૯૧ માં નીરજને પદ્મશ્રી અને ૨૦૦૭માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
લેખન કાર્ય ઉપરાંત તેઓ ધર્મ સમાજ કોલેજ, અલીગઢમાં હિન્દી સાહિત્યના અધ્યાપક હતા. તેમની અગાઉ લખાયેલી અનેક કવિતાઓ હિન્દી ફિલ્મોમાં ગીત રૂપે આવી હતી અને તેનાથી તેમની ઊંચા ગજાના ગીતકાર રૂપે નામના થઇ હતી.
હિન્દી ફિલ્મોમાં કવિ નીરજના ગીતોને કારણે સાહિત્યિક સ્પર્શ મળ્યો હતો. તેઓ હિન્દી અને ઉર્દુમાં એક સરખી આસાનીથી લખતા હતા. એક ટીવી મુલાકાતમાં કવિ નીરજે કહ્યું હતું કે તેઓ જે મહાન સંગીતકારો માટે ફિલ્મોમાં ગીત લખતા હતા તેમાં સચિનદેવ બર્મન અને શંકર જયકિશનનો સમાવેશ થતો હતો. તેઓના નીરજ લિખિત ગીતો ખુબ લોકપ્રિય થયાં હતાં.
દેવ આનંદની ફિલ્મ ‘પ્રેમ પૂજારી’ના તેમના યાદગાર ગીતો સચીનદેવ બર્મને સ્વરબદ્ધ કર્યા હતાં. ‘ફૂલો કે રંગ સે, દિલ કી કલમ સે, તુજકો લિખી રોજ પાતી, કૈસે બતાઉ કિસ કિસ તરહા સે પલ પલ મુઝે તું સતાતી’ તેમની ઉત્તમ હિન્દી કવિતાનો નમુનો છે, તો ફિલ્મ ‘નઈ ઉંમર કી નઈ ફસલ’નું ‘કારવાં ગુઝર ગયા, ગુબાર દેખતે રહે’ કે ‘ગેમ્બલર’નું ‘દિલ આજ શાયર હૈ, ગમ આજ નગ્મા હૈ, શબ યે ગઝલ હૈ સનમ’ તેમની ઉત્તમ ઉર્દૂ કવિતાના નમુના છે. શશી કપૂર અભિનીત ફિલ્મ ‘કન્યાદાન’નું મોહંમદ રફીએ ગાયેલું યાદગાર ગીત ‘લિખે જો ખત તુઝે’ નીરજની કલમની પ્રસાદી હતી. ‘પ્રેમ પુજારી’નું ‘શોખિયોં મેં ઘોલા જાયે ફૂલોં કા શબાબ, ઉસમેં ફિર મિલાઈ જાયે થોડી સી શરાબ, હોગા વો નશા જો તૈયાર વો પ્યાર હૈ’ ગીત તેમની અદભુત કવિતા છે. તેના દરેક અંતરામાં નીરજે પ્રેમની વિવિધ વ્યાખ્યા બાંધી છે. મનોજ કુમાર અભિનીત ‘પેહચાન’માં નીરજના યાદગાર ગીતો હતાં. ‘બસ યહી અપરાધ મેં હરબાર કરતાં હું, આદમી હું આદમી સે પ્યાર કરતાં હું’ એમાંનું એક હતું. તો રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’નું ફિલસુફી ભર્યું ગીત ‘એ ભાઈ જરા દેખ કે ચલો’ પણ યાદગાર હતું.
એ સમયમાં દર વર્ષે રાજ કપૂર તેમના આર.કે. સ્ટુડીઓમાં હોળીનો ઉત્સવ ઉજવતા. એવાં એક ઉત્સવને યાદ કરતાં નીરજે એકવાર કહ્યું હતું કે આર.કે. સ્ટુડીઓમાં એક મોટો હોજ રંગોથી ભરેલો રહેતો. ત્યાં રાજ કપૂર, તેમનું પરિવાર, રાજેન્દ્ર કુમાર, પ્રેમનાથ, વૈજયંતીમાલા, ઝીનત અમાન, શંકર, જયકિશન, રઘુ કરમાકર વગેરે મિત્રો હતાં. રાજ કપૂરે જાતે એકોર્ડિયન પર તેમના ગીતોની યાદગાર ધુનો વગાડી હતી. શંકર અને જયકિશને તેમાં સાથ આપ્યો. અચાનક તેમની બેઠક પરથી કવિ નીરજને ઊંચકીને રંગોના હોજમાં ફેંકવામાં આવ્યા. પાસે ઊભેલા રાજ કપૂરે હસીને કહેલું, ‘જિસકી કવિતા કે રંગો મેં હમ રંગે રહતે હૈ, વે આજ રંગો સે કૈસે બચેંગે?’ પછી નીરજે પોતાના અંદાજમાં ‘કલ આજ ઔર કલ’ની તેમની રચના ‘આપ યહાં આયે કિસ લીયે’ પોતાના જ અંદાજમાં સંભળાવી હતી. બસ, પછી તો ‘સુનને-સુનાને કા દૌર ચાલતા રહા.’ એવું નીરજ જી એ યાદ કર્યું હતું.
જયારે નીરજના ગીતો સૌથી સફળ થતાં હતાં, ત્યારે જ બર્મન કે જયકિશનના નિધન થતાં, હતાશામાં આવીને ફિલ્મોના ગીતકાર રૂપે નીરજ આવતા અચાનક જ બંધ થઇ ગયા હતા. પરિણામે તેઓ કાવ્યલેખન અને તેના પ્રકાશન સુધી જ સીમિત થઇ ગયા હતા, જે કમનસીબ હતું.
૨૦૧૨માં નીરજને ઉત્તર પ્રદેશની અલીગઢની મંગલાયતન યુનિવર્સીટીમાં કુલપતિ બનાવાયા હતા. ત્યારે તેમની ઉંમર ૮૭ વર્ષની હતી. ૨૦૧૧માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ અલીગઢ ગયા તો મંચ પર તેઓ અને નીરજ સાથે હતાં. એ દરમિયાન નીરજે ડૉ. કલામને ‘દશાવતાર’ની પુરી થીયરી સંભળાવી હતી. નીરજની સારગર્ભિત રીતે થયેલી આ પ્રસ્તુતિથી ડૉ. કલામ બેહદ પ્રભાવિત થયા હતા.
જ્યોતિષ, અંકશાસ્ત્ર અને આયુર્વેદનું ખાસ્સું જ્ઞાન ધરાવતા ગીતકાર નીરજ તેમની વાતચીતમાં વારંવાર એવું કહેતાં કે તેમની આખરી ઈચ્છા પણ એજ છે કે તેમના પ્રાણ પણ કવિતા વાંચતા વાંચતા મંચ પર જ નીકળી જાય. (કમનસીબે તેવું થયું નહીં.)
તેમના પાછલા જીવનમાં લખાયેલી નીરજની કવિતામાં શ્રુંગારથી વધુ જીવન પ્રત્યે નશ્વરતાનો ભાવ જોવા મળતો. ૧૯૯૦ પછીની નીરજની કવિતામાં ફિલસુફી વધુ ગાઢી બનતી જોવા મળી. તેઓ કહેતાં, ‘કોઈ ચલા તો કિસલિયે નજર ડબડબા ગઈ, શ્રુંગાર ક્યોં થમ ગયા, બહાર ક્યોં લજ્જા ગઈ, ન જન્મ કુછ, ન મૃત્યુ કુછ, બસ ઇતની સિર્ફ બાત હૈ, કિસી કિ આંખ ખુલ ગઈ, કિસી કો નીંદ આ ગઈ.’ કવિના હોનહાર દીકરા નીરજને ફક્કડ ગિરધારી રૂપે વર્ણવતા હતા.
જે ફિલ્મોમાં નહોતી વપરાઈ એવી નીરજની કેટલીય યાદગાર કવિતાઓ તેમની ઊંચાઈનો ખ્યાલ આપે છે: તેમની એક જાણીતી ગઝલનો પહેલો શેર હતો, ‘આંસૂ જબ સન્માનિત હોંગે, મુજકો યાદ કિયા જાયેગા, જહાં પ્રેમ કા ચર્ચા હોગા, મેરા નામ લિયા જાયેગા’.
ફેફસાના ચેપની બીમારીથી આગ્રાની હોસ્પિટલમાં તેમની સારવાર બાદ તેમને ૧૭ જુલાઈ, ૨૦૧૮ના રોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં લવાયા હતાં. જ્યાં નીરજે ૧૯ જુલાઈના રોજ છેલ્લા શ્વાસ લીધાં હતાં.
‘મેરા નામ જોકર’ના ગીતમાં નીરજે લખ્યું હતું, ‘સર્કસ (જીવન) હૈ શો તીન ઘંટે કા, પહલા ઘંટા બચપન હૈ, દુસરા જવાની હૈ, તીસરા બુઢાપા હૈ, ઔર ઉસકે બાદ, તુ નહીં, મૈ નહીં, યે નહીં, વો નહીં, કુછ ભી નહીં રહતા હૈ.’ કવિ નીરજના નિધન પર આ કવિતાનો ખરો મર્મ સમજાયો હતો.
મહાકવિ નીરજને વંદન!
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.
Image may contain: 1 person

Leave a comment

Filed under Uncategorized

શાડનફ્રોઈડા:

શાડનફ્રોઈડા: કોઈનાં દુ:ખે સુખી!નરસિંહ મહેતા કહી ગયા કે વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાઈ જાણે રે. પણ પરાઈ પીડને જાણ્યા પછી શું? અમને તો સાલી મઝા પડે. લો બોલો! કોઈનું દુ:ખ જોઈએ તો સામાન્ય રીતે આપણને સહાનુભૂતિ થવી જોઈએ અથવા…અથવા કાંઈ પણ ન થવું જોઈએ. આપણને એમ કે આપણે ક્યાં પારકી પળોજણમાં પડવું? પણ સાહેબ, કોઈનું દુ:ખ, કોઇની પીડા જોઈને અમને સમૂળગાનો આનંદ થાય, આ તે કેવી વાત? સાલો, એ જ લાગનો હતો. બહુ ફૂદકડા મારતો’તો. સારું થયું પછડાયો. આજે હું ખૂબ ખુશ છું. સારું થયું. હવે એ પછડાય એમાં મને કોઈ ફાયદો નથી. એ દુ:ખી થાય એમાં મારો કોઈ અંગત ફાયદો નથી. પણ તેમ છતાં મારી ઈર્ષ્યા મારી પર હાવી થઈ જાય છે. અને મને એક અલૌકિક આનંદની અપાર અનુભૂતિ કરાવી જાય છે. બન્યું એમ કે અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કોવિડ-૧૯ પોઝિટિવ જાહેર થયા અને ‘યુએસએ ટૂડે’ અખબારની હેડલાઇન હતી: ‘પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનાં કોવિડ-૧૯ સંક્રમણનાં સમાચારથી આંતરરાષ્ટ્રીય સહાનુભૂતિની લાગણી અને થોડેઘણે અંશે શાડનફ્રોઈડા પણ.’ આ નવો શબ્દ છાપે ચડ્યો અને પ્રતિષ્ઠિત મેરિયમ વેબસ્ટર ડિક્સનરીમાં ‘શાડનફ્રોઈડા’ (schadenfreude) શબ્દનો અર્થ ઓનલાઈન જાણવા માટે લોકો તૂટી પડયા. બીજી ઓકટોબરે આ શબ્દની ઓનલાઈન શબ્દાર્થ શોધમાં ૩૦૫૦૦%નો ઉછાળો આવ્યો. આ લ્લે લે!ના, ગુજરાતી લેક્સિકોનમાં ‘શાડનફ્રોઈડા’ શબ્દનો અર્થ દીધો નથી. ‘શાડન’ અને ‘ફ્રોઇડા’ એવા બે જર્મન શબ્દો ભેગા થયા. ‘શાડન’ એટલે હાનિ, ઈજા, નુકસાન અને ‘ફ્રોઇડા’ એટલે આનંદ, હરખ, સુખ, હર્ષાતિરેક. કોઈને ઈજા, હાનિ કે નુકસાન થાય તો હું રાજી થાઉં- એવો અર્થ થાય. ઇંગ્લિશમાં આ શબ્દનો ઉલ્લેખ ૧૮૫૨માં પહેલી વાર થયો અને ૧૮૯૫માં એ શબ્દને ઇંગ્લિશ ભાષાએ પહેલી વાર અપનાવ્યો. ગુજરાતી ભાષામાં એક શબ્દ છે વિઘ્નસંતોષી. ગુજરાતી લેક્સિકોન અનુસાર વિઘ્નસંતોષી એટલે બીજાને વિઘ્ન કરી આનંદ માણનાર, વિઘ્ન કરીને રાજી થનાર. જો કે અહીં એવું નથી. હું વિઘ્ન કરતો નથી. કરી શકતો નથી. એને જે નુકસાન થયું છે એ માટે એ પોતે કે અન્ય કોઈ કે કુદરત જવાબદાર છે. પણ તો ય હું રાજી થાઉં. આવું કેમ થાય છે? સંશોધકો આ માટે ત્રણ કારણો જણાવે છે. એક આક્રમકતા, બીજું ચડાસાચડસી અને ત્રીજું ન્યાય. હું કે મારી ટોળી આક્રમક છે. બીજાની પડતી જોઈને અમને લાગે છે કે આ અમારી વિચારસરણીની જીત છે. એનાથી અમારી અગત્યતા વધશે. હવે મારો કે મારા જૂથનો વારો આવશે. હવે અમે આગળ વધીશું. બીજું છે ચડાસાચડસી. હું અને તું સતત એકમેક સાથે સ્પર્ધા કરીએ છીએ. એમાં તું પછડાયો એટલે મારી અગત્યતા વધી. સૂર્ય ડૂબી મરે તો કોડિયું રાજી થાય કારણ કે હવે એને કોઈ પૂછે, ચાહે, સરાહે. બાકી સૂરજની હાજરીમાં કોડિયાનું મૂલ કોડીનું હોય. અને છેલ્લે ન્યાય. કુદરતનો ન્યાય. કર્મનો સિદ્ધાંત. એટલે એમ કે એના કામ જ ખોટા હતા. કુદરતે એને બરબાદ કરી દીધો. એનાં કુકર્મનું ફળ છે આ. એની સજા છે આ. બધું અહીંનું અહીં જ છે. શું કોઈ બરબાદ થાય તો મને થતી શાડનફ્રોઈડા કુદરતી છે? એમાં ઘણી વાર તો એવું ય હોય કે જેને દુખ પડ્યું છે હું એને ઓળખતો ય નથી. દાખલા તરીકે પાકિસ્તાનમાં ધરતીકંપ થાય અને થોડા લોકો મરી જાય તો મને આનંદ થાય? શાડનફ્રોઈડા-નું થવું એ દરેકનાં સ્વાભિમાન કે આત્મસંમાન ઉપર નિર્ભર છે. પોતાની જાત પર, પોતાની કાબેલિયત પર શ્રદ્ધા હોય એમને કોઇની પીડા કે કોઇની બરબાદીથી આનંદ થતો નથી. અથવા કદાચ હોય તો એવા આનંદનું પ્રમાણ કે ઉત્કટતા એકદમ ઓછી હોય છે. એનાથી ઊલટું, મારા પોતાનામાં તાકાત નથી, મારું કોઈ સ્વાભિમાન પણ નથી- તો મારા શાડનફ્રોઈડાનું પ્રમાણ અને ઉત્કટતા વધારે રહેવાની. શાડનફ્રોઈડા આખરે તો લાગણી છે. આપણો ધર્મ આવી લાગણીની તરફદારી કરતો નથી. કોઈને પીડા થાય તો એ ભલે મારાં દુશ્મન હોય કે પ્રતિસ્પર્ધી હોય પણ… મારે રાજી થવાની જરૂર નથી. જો કે એ જ્યારે આગળ ને આગળ વધતો જતો હતો, મારાથી ઘણો આગળ, ત્યારે મને એની ઈર્ષ્યા તો જરૂર થતી હતી. એ મારી જલન મને શાડનફ્રોઈડા તરફ લઈ ગઈ. પણ એ નક્કી છે કે અદેખાઈ કે ઈર્ષ્યા પોતે શાડનફ્રોઈડા નથી. શાડનફ્રોઈડા ઈર્ષ્યા કે અદેખાઈથી ઘણી આગળની અસૂરી લાગણી છે. એનાથી વિરુદ્ધ બૌદ્ધ ધર્મમાં ‘મુદિતા’નો સિદ્ધાંત છે. કોઈનું સારું થાય તો મને આનંદ થાય, એવું થવું જોઈએ. પણ…પણ સરખામણી થતી રહે છે. કોઇની ચડતી કોઈને ગમતી નથી. એવે વખતે કોઈ ઉપરથી નીચે આવી પડે તો અંદર અંદર આનંદનાં પરપોટા ફૂટતા હોય છે. આ બાબતે એક સંશોધન એવું પણ કહે છે કે સ્ત્રીઓને મુકાબલે પુરુષોને શાડનફ્રોઈડા વધારે થાય છે. સ્ત્રીઓ બિચારી સીધી સાદી છે.એને સીધી સાદી અદેખાઈ-થી સંતોષ છે! તેઓ શાડનફ્રોઈડા સુધી પહોંચવાનાં તલબગાર નથી. શાડનફ્રોઈડાનું ગોત્ર નકારાત્મક છે. આ લાગણી ત્યાજ્ય છે. પણ કેટલીક વાર એમાં હકાર પણ હોઇ શકે. ચાર્લી ચેપ્લિનની ફિલ્મ્સ કે એનાં વીડિયો ક્લિપિંગ્સ જોઈને આપણે હસીએ છીએ. એમાં ચાર્લી ચેપ્લિન અન્ય પાત્રોને જાણે અજાણ્યે કોઈને કોઈ રીતે હેરાન કરે છે. તેઓને વાગે, તેઓ નીચે પડે, તેઓનું માથું ભાંગે- આપણે હસીએ છીએ. આ બધા પાત્રો આમ તો ખલનાયક જેવા હોય છે. એમને પીડા થાય તો આપણને મઝા પડે છે. આપણને થાય કે ચાર્લી ચેપ્લિન જે કરે છે એ સારું છે. કોઇની પરપીડન વૃત્તિ આપણને આનંદ પમાડી જાય છે. આ તો સાલું જબરું, નહીં?! શબ્દ શેષ:“હ્યુમર (રમૂજ વૃત્તિ) એ બીજું કાંઈ નથી પણ શુદ્ધ અંતરાત્મા સાથે કરેલો શાડનફ્રોઈડા (પરપીડાહર્ષદોન્માદ) છે.” –જર્મન ફિલોસોફર ફ્રેડરિક

Leave a comment

Filed under Uncategorized

‘એવરલાસ્ટિંગ મેલોડીઝ’ના સર્જક સંગીતકાર જયકિશન

‘એવરલાસ્ટિંગ મેલોડીઝ’ના સર્જક સંગીતકાર જયકિશન
હિન્દી ફિલ્મોની સૌથી સફળ સંગીતકાર બેલડી શંકર-જયકિશનના જયકિશન આજથી ૪૯ વર્ષ પહેલાં માત્ર ૪૧ વર્ષની ઉમરે આખરી સફર પર ચાલી નીકળ્યા હતા. ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧ના રોજ તેઓનું નિધન થયું ત્યારે તેમના વિશાળ ચાહકગણને આઘાત લાગ્યો હતો. શંકર અને જયકિશને ૧૯૪૯થી ૧૯૭૧ સુધી સંગીત આપ્યું હતું અને જયકિશનના નિધન પછી પણ શંકર-જયકિશનનું બેનર ચાલું રહ્યું હતું. તેમના ગીતોને ‘એવરલાસ્ટિંગ’ અને ‘ઈમ્મોર્ટલ મેલોડીઝ’ જેવાં વિશેષણોથી નવાજાય છે. રાગ આધારિત સુરીલા ગીતોનો ખજાનો તેમણે આપ્યો છે.
જયકિશન ડાહ્યાભાઈ પંચાલનો જન્મ દક્ષિણ ગુજરાતના વાંસદામાં ૪ નવેમ્બર, ૧૯૨૯ના રોજ થયો હતો. તેઓ બહુ સરસ હાર્મોનિયમ વગાડતા. તેમણે સંગીતની તાલીમ વાડીલાલજી અને પ્રેમશંકર નાયક પાસે લીધી અને મુંબઈ જઈને વિનાયક તાંબે પાસે સંગીત શીખ્યા હતા.
પૃથ્વી થિયેટરના નાટ્ય સંગીત આપતા શંકર ગુજરાતી નિર્માતા ચંદ્રવદન ભટ્ટને ત્યાં જયકિશનને મળ્યા હતા. તેમને જયકિશન સાથે દોસ્તી થતાં તેમણે પૃથ્વીરાજ કપૂર – પાપાજીને પૂછ્યા વિના જ જયને પૃથ્વી થિયેટરમાં બોલાવ્યા હતા. પાપાજીએ જયની પસંદગીને સ્વીકારી અને તેમને દોસ્તો ‘રામ-લખન કી જોડી’ રૂપે ઓળખવા માંડ્યા. સંગીત આપવા ઉપરાંત તેઓ પાપાજીના નાટકમાં નાના પાત્રો પણ ભજવતા. તેમની ધૂનો રાજ કપૂરને ગમી જતી. રાજ ત્યારે કેદાર શર્માના સહાયક નિર્દેશક રૂપે તાલીમ લેતા હતા અને તેમણે અભિનેતા/નિર્દેશક બનવું હતું.
રાજ કપૂરની પહેલી ફિલ્મ ‘આગ’માં રામ ગાંગુલીનું સંગીત હતું, તેમના સહાયકો શંકર-જયકિશન હતાં. પણ ‘બરસાત’ બનતા સુધી રાજને ગાંગુલીજી સાથે મતભેદ થયેલાં અને શંકર-જયકિશનને પહેલાં સંગીતની તક મળી ગઈ. પહેલી ફિલ્મ ‘બરસાત’ (૧૯૪૯)થી જ એસ.જે. હીટ થઇ ગયાં. તેમાં રાજના ગુરુ ભાઈ મુકેશ અને અદભુત ગીતકારો શૈલેન્દ્ર-હસરત જયપુરી ભળ્યા હતાં. શંકરના આગ્રહથી ‘બરસાત’માં લતા મંગેશકરને લેવાયા હતા. આ ફિલ્મથી હિન્દી ફિલ્મોમાં બે નવી શરૂઆત પણ થઇ હતી. શીર્ષક ગીત અને કેબ્રે ગીત, ‘બરસાત મેં હમસે મિલે તુમ’ અને ‘પતલી કમર હૈ’.
પછી તો એસ.જે.ની સંગીતની ગંગા વહેતી જ રહી, બે દાયકા સુધી. આવારા, નગીના, આહ, પતિતા, સીમા, શ્રી ૪૨૦, બસંત બહાર, હાલાકુ, રાજહઠ, નઈ દિલ્લી, કઠપુતલી, અનાડી, ચોરી ચોરી, દાગ, યહુદી, મૈ નશે મેં હું, બૂટ પોલિશ, શરારત, લવ મેરેજ અને ઉજાલા તો તેમનું પૂર્વ કાર્ય હતું. ઉત્તરાર્ધ તો બીજા બે દાયકા ચાલ્યો હતો.
તેઓ સતત સૌથી વધુ ફી લેતાં સંગીતકાર રહ્યાં. અનેક દિગ્ગજો વચ્ચે તેઓ ટોચ પર રહેતાં. રાજ કપૂર, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર અને મનોજ કુમારની અનેક સફળ ફિલ્મોમાં એસ.જે.ના સંગીતનો મોટો ફાળો રહેતો. પોતાના સમયના તમામ ગાયકોના શ્રેષ્ઠ ગીતો તેમણે સ્વરબદ્ધ કર્યા. તેમના ગીતો સૌથી વધુ સફળતાને વરતા, વર્ષો-વર્ષ, દાયકા પર દાયકા.
તેમના સંગીત ની શરૂઆત પછી પાંચ વર્ષે શરૂ થયેલાં ફિલ્મફેર એવોર્ડ્સ ૧૯૭૪ સુધી શંકર જયકિશનને સૌથી વધુ નવ વાર મળ્યાં હતાં. પોતાની પહેલી જ ફિલ્મ ‘બરસાત’ થી તેમણે ફિલ્મના શીર્ષકને ગીતના મુખડામાં ગૂંથી લેતાં ‘શીર્ષક ગીતો બનાવ્યાં હતાં. આવાં કેટલાંક ગીતોને યાદ કરીએ.
શંકર જયકિશનના ટોપ ટેન શીર્ષક ગીતો: બરસાત મેં હમસે મિલે તુમ – બરસાત, આવારા હું – આવારા, હોઠો પે સચ્ચાઈ રહતી હૈ – જિસ દેશ મેં ગંગા બહતી હૈ, જહાં મૈ જાતી હું – ચોરી ચોરી, સબ કુછ સીખા હમને – અનાડી, દિલ અપના ઔર પ્રીત પરાઈ – દિલ આપણા ઔર પ્રીત પરાઈ, દિલ તેરા દીવાના હૈ સનમ – દિલ તેરા દીવાના, જીયા ઓ જીયા કુછ બોલ દો – જબ પ્યાર કિસી સે હોતા હૈ, ચાહે કોઈ મુઝે જંગલી કહે – જંગલી, જાને વાલે કભી નહીં આતે – દિલ એક મંદિર, પૈસે કી પેહચાન યહાં – પેહચાન.
‘સપ્ટેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ – આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized

મધુરા ગીતોના સંગીતકાર સલીલ ચૌધરી*

મધુરા ગીતોના સંગીતકાર સલીલ ચૌધરી*
માત્ર હિન્દી જ નહીં, બંગાળી અને મલયાલમ ફિલ્મોમાં મધુર ગીતો સર્જનાર સંગીતકાર સલીલ ચૌધરીને વિદાય થયાને પચીસ વર્ષ થયાં. ૫ સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજ ૭૧ વર્ષની વયે કોલકાતામાં તેમનું નિધન થયું હતું. બંગાળીમાં ‘શોલીલદા’ના નામે મશહુર ચૌધરી સાહેબ જેટલા સારા સંગીતકાર હતા એટલાં જ સારા કવિ, લેખક અને નાટ્યકાર પણ હતા. તેમની પ્રેરક અને મૌલિક બંગાળી કવિતાઓને આજે પણ ખુબ માન મળે છે. તેઓ એક બહેતરીન સંગીત નિયોજક અને અરેંજર હતા. અનેક વાદ્યો તેઓ જાતે વગાડતા. બાંસુરી, પિયાનો અને એસરાજ તેઓ સારું વગાડતા. તેમણે ૭૫ હિન્દી, ૪૦ બંગાળી અને ૨૭ મલાયમી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ફિલ્મોમાં પાશ્વ – બેકગ્રાઉન્ડ – સંગીત આપવામાં પણ તેઓ માહિર હતા.
તેઓના પિતાજી રંગમંચના જાણીતા એવા કલાકાર હતા, જેઓ રેલવેના કૂલીઓ અને ચા ના બગીચાના કામદારો સાથે નાટક કરતા હતા. સલીલે હરીનાવી હાઈસ્કૂલમાં અને કોલકાતા યુનિવર્સીટી સાથે સંકળાયેલી બંગાબાસી કોલેજમાં અભ્યાસ કર્યો હતો. એ દમિયાન તેમના રાજકીય અને સંગીત કલા પ્રત્યેના વિચારો દ્રઢ થયાં હતાં. ૧૯૪૪માં યુવાન સલિલ અભ્યાસ અર્થે કોલકાતા આવ્યા અને ભારતીય સામ્યવાદી પક્ષની સાંસ્કૃતિક પાંખ સમાન ભારતીય જનનાટ્ય સંઘ (ઇપ્ટા) સાથે જોડાયા. એમણે ગીતો લખવા શરૂ કર્યા અને તેને સ્વરબદ્ધ પણ કરવા માંડ્યા. એ ગીતોની રજૂઆત ઇપ્ટા સાથે સંકળાયેલા નાટ્ય કર્મીઓ સાથે નાના-મોટા ગામો અને નગરોમાં રજૂ કરવા માંડ્યા. આ રીતે તેમણે પોતાની કલા સામાન્ય માણસ સામે જીવંત રૂપે રજૂ કરી. તેમના ‘બિચારપતિ’, ‘રનર’ કે ‘આબક પ્રીથ્વી’ જેવા ગીતો ત્યારે ખુબ લોકપ્રિય પણ થયેલાં જે જૂની પેઢી આજે પણ સાંભળીને તેમને યાદ કરે છે.
૧૯૫૩માં ગુરુદેવ ટાગોરના કાવ્યથી પ્રેરાઈને ‘દો બીઘા જમીન’ની ફિલ્મ કથા એમણે લખી હતી, બિમલ રોયે તેના પરથી બનેલી ફિલ્મનું નિર્દેશન કર્યું અને તેના સંગીત માટે સલીલદાને પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. એ ફિલ્મ કેન્સ ફિલ્મોત્સવમાં આંતરરાષ્ટ્રીય સન્માનને પાત્ર બની હતી. આમ પોતાની પહેલી જ ફિલ્મથી સલિલદા પ્રચલિત થઇ ગયા હતા. તેમની પાસે ભારતીય શાસ્ત્રીય અને લોકસંગીત ઉપરાંત પાશ્ચાત્ય સંગીતની અદભુત પરખ હતી. તેમના પિતા આસામના ચાના બગીચાના વિસ્તારમાં ડોક્ટર હતા, બાળપણમાં પિતાજી સાથેના એક આઈરીશ ડોક્ટર દ્વારા વેસ્ટર્ન મ્યુઝિકની અનેક રેકોર્ડ્સ ગ્રામોફોન પર સાંભળતા સલિલને તેનો પાસ લાગ્યો હતો.
એક વાર સૂરતમાં વિખ્યાત બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની મુલેકાત લેતાં અમે પૂછ્યું હતું, ‘હિન્દી ફિલ્મોમાં બાંસુરી વાદનનો શ્રેષ્ઠ ઉપયોગ કોણે કર્યો છે?’ પંડિતજીએ સામેં પૂછ્યું, ‘તમે બોલો’, અમે કહેલું, ‘સચિનદેવ બર્મન.’ પંડિતજીએ કહેલું, ‘મારા મતે સલીલ ચૌધરી.’ આટલું બધું માન સલિલદાને પંડિત ચૌરસિયા આપે છે.
સલિલદાને આપણે જે ફિલ્મો માટે હંમેશા યાદ રાખીશું, તેમાં ‘દો બિઘા જમીન’, ‘નૌકરી’, ‘જાગતે રહો’, ‘મુસાફિર’, ‘મધુમતી’, ‘પરખ’, ‘ઉસને કહા થા’, ‘કાબુલીવાલા’, ‘છાયા’, ‘ઝૂલા’, ‘પૂનમ કી રાત’, ‘આનંદ’, ‘મેરે અપને’, ‘રજનીગંધા’ને યાદ કરી શકાય. ‘મધુમતી’ના સંગીત માટે તેમને શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. સલિલ ચૌધરીએ આપેલું ‘કાનૂન’, ‘ઇત્તેફાક’ અને ‘મોસમ’નું પાશ્વસંગીત પણ યાદગાર હતું. તેમનું આખરી કાર્ય ‘અગર ઐસા હો તો’ (૧૯૯૫) ટીવી શ્રેણીનું સંગીત હતું. ૧૯૮૮માં સલિલદાને ભારતની સંગીત નાટક એકેડમી દ્વારા સન્માનિત કરાયા હતા.
એક ગિટારિસ્ટને સાંભળીને સલિલદાએ કહેલું, ‘આ ભારતનો સૌથી સારો સંગીતકાર બનશે.’ એ ગિટારિસ્ટ એટલે ઇલિયા રાજા. વિવિધ ભારતીના એક કાર્યક્રમમાં એમની દીકરી અંતરાએ કહેલું, ‘સલિલદા મજાકમાં પોતાને માટે કહેતાં, ‘હું પુનર્જીવિત મોઝાર્ટ છું’. ૧૯ નવેમ્બર, ૧૯૨૩ના રોજ જન્મેલા સલિલ ચૌધરીનું નિધન થયું હતું. તેમને વંદન.
સલિલ ચૌધરીના યાદગાર ગીતો: મોસમ બીતા જાયે (દો બીઘા જમીન), છોટા સા ઘર હોગા (નૌકરી), જાગો મોહન પ્યારે (જાગતે રહો), ઝૂમેરે નીલા અંબર ઝૂમે (એક ગાંવ કી કહાની), લાગી નહીં છૂટે રામા (મુસાફિર – ગાયક: દિલીપ કુમાર, લતાજી), દૈયા રે દૈયા ચડ ગયો પાપી બિછુઆ (મધુમતી), ઓ સજના બરખા બહાર આઈ (પરખ), અય મેરે પ્યારે વતન (કાબુલીવાલા), આહા રીમઝીમ કે યે પ્યારે (ઉસને કહા થા), આંસૂ સમઝ કે કયું મુઝે (છાયા), સાથી રે.. (પૂનમ કી રાત), કહીં દૂર જબ દિન ઢલ જાયે (આનંદ), રજનીગંધા ફૂલ તુમ્હારે.. (રજનીગંધા).
‘સપ્ટેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી – આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, standing, ocean, outdoor and water

Leave a comment

Filed under Uncategorized

ખરાબ પાત્રોમાં સારા અભિનેતા પ્રાણ

Warmest Wishes On Thanksgiving.

Warmest Wishes On Thanksgiving.

ખરાબ પાત્રોમાં સારા અભિનેતા પ્રાણ  હિન્દી ફિલ્મોના ખતરનાક ખલનાયક અને અદભુત સહાયક અભિનેતા પ્રાણ સાહેબની સાતમી પુણ્યતિથિ. ૧૨ જુલાઈ, ૧૯૧૩ના રોજ મુંબઈમાં ૯૩ વર્ષે તેમનું નિધન થયું હતું. ૧૯૪૦-૪૭ દરમિયાન હીરો, ૧૯૪૨-૧૯૯૧ દરમિયાન વિલન અને ૧૯૪૮-૨૦૦૭ સુધી સહાયક અને ચરિત્ર ભૂમિકાઓ કરતાં રહ્યાં. તેમને અનેક ફિલ્મફેર અને અન્ય એવોર્ડ્સથી સન્માનિત કરાયા હતાં.

પોતાની લાંબી કરિયર દરમિયાન પ્રાણ સાહેબે ૩૫૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ‘ખાનદાન’ (૧૯૪૨), ‘પીલપીલી સાહેબ’ કે ‘હાલાકુ’માં હીરો તરીકે દેખાયા હતાં, જયારે ‘મધુમતી’, ‘જિસ દેશ મેં ગંગા બેહતી હૈ’, ‘ઉપકાર’, ‘શહીદ’, ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘રામ ઔર શ્યામ’, ‘આંસૂ બન ગયે ફૂલ’, ‘જ્હોની મેરા નામ’, ‘વિક્ટોરિયા નં. ૨૦૩’, ‘બે-ઈમાન’, ‘ઝંજીર’, ‘ડોન’, ‘અમર અકબર એન્થોની’ કે ‘દુનિયા’ જેવી ફિલ્મોમાં તેમણે યાદગાર ભૂમિકાઓ કરી હતી.
પ્રાણે નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની ભૂમિકાઓ કરીને દર્શકોની વાહવાહી લૂંટી હતી. તેમને ‘ઉપકાર’, ‘આંસૂ બન ગયે ફૂલ’ કે ‘બે-ઈમાન’ ફિલ્મોની ભૂમિકા બદલ શ્રેષ્ઠ સહાયક અભિનેતા રૂપે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. ૧૯૯૭માં તેમને ફિલ્મફેર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. સ્ટારડસ્ટ મેગેઝીને ૨૦૦૦ના વર્ષમાં પ્રાણને ‘વિલન ઓફ મિલેનિયમ’ એવોર્ડ આપ્યો હતો. ભારત સરકારે ૨૦૦૧માં પ્રાણને પદ્મભૂષણના ઇલકાબથી અને ૨૦૧૩માં સિનેમાના સર્વોચ્ચ સન્માન ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડથી નવાજ્યા હતા. ૨૦૧૦માં સીએનએન દ્વારા ‘ટોપ ૨૫ ઓલ ટાઈમ એશિયન એક્ટર્સ’ની યાદીમાં પ્રાણ સાહેબનું નામ મુક્યું હતું.
ક્યારેક જે વિસ્તારમાં મિર્ઝા ગાલિબ રહેતાં હતા તે જૂની દિલ્હીના બલ્લીમારન, કોટગઢ, જૂની દિલ્હીમાં ધનવાન પંજાબી પરિવારમાં ૧૨ ફેબ્રુઆરી, ૧૯૨૦માં કેવલ કરીશન સિકંદને ત્યાં પ્રાણનો જન્મ થયો હતો. તેમના પિતા સિવિલ એન્જિનિયર અને સરકારી સિવિલ કોન્ટ્રક્ટર હતા. માતા રામેશ્વરી દેવીને પેટે સાત સંતાનો હતા, જેમાં ચાર દીકરા અને ત્રણ દીકરીઓ હતી. પ્રાણ ભણવામાં હોશિયાર હતા, તેમનું ગણિત ખુબ સારું હતું. પિતાની બદલી થતી નોકરીને કારણે પ્રાણે દેહરાદૂન, કપૂરથલા, મિરત અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં અભ્યાસ કર્યો હતો. રામપુરથી તેઓ મેટ્રીક થયા હતા. ત્યાર બાદ તેઓ દિલ્હીમાં પ્રોફેશનલ ફોટોગ્રાફરનું કામ શીખવા રહ્યાં. તેઓ ઓફીસના કામે શિમલા જતાં અને ત્યાંની રામલીલામાં સીતાની ભૂમિકા કરતા. મદન પુરી ત્યારે રામની ભૂમિકા કરતા.
દલસુખ પંચોલીની પંજાબી ફિલ્મ ‘યમલા જાટ’ (૧૯૪૦)માં તેમણે પહેલી ફિલ્મી ભૂમિકા કરી. પછી થોડી નાની ભૂમિકાઓ મળી. પંચોલીએ જ પ્રાણને ‘ખાનદાન’ (૧૯૪૨)માં લીધા, જે પ્રાણની પહેલી હિન્દી ફિલ્મ બની. તેમાં તેઓ તેઓ રોમાન્ટિક ભૂમિકામાં હતા. તેમના હિરોઈન નૂરજહાં ત્યારે માંડ ૧૫ વર્ષના હતાં. ૧૯૪૭ સુધીમાં તો પ્રાણની ૧૮ ફિલ્મો આવી ગઈ હતી. પછી પ્રાણ લાહોરથી મુંબઈ આવ્યા. આઠ મહિના તેમણે મરીન ડ્રાઈવની ડેલ્મર હોટેલમાં કામ કર્યું, પછી ફિલ્મમાં કામ મળ્યું. સઆદત હસન મંટો તેમના મિત્ર હતા, તેમને લીધે પ્રાણને દેવ આનંદની ‘ઝીદ્દી’માં કામ મળ્યું. તરત ત્રણ ફિલ્મો મળી. રાજ, દિલીપ અને દેવ જેવા સ્ટાર્સ સામે તેઓ વિલન બનતા રહ્યા. ૧૯૬૮થી ૧૯૮૨ દરમિયાન પ્રાણ સૌથી વધુ ફી લેતાં સહાયક અભિનેતા હતા.
દિલીપ કુમાર સામેની ફિલ્મોમાં તેમણે યાદગાર નકારાત્મક ભૂમિકા કરી, જેમાં ‘આઝાદ’, ‘દેવદાસ’, ‘મધુમતી’, ‘દિલ દિયા દર્દ લિયા’, ‘રામ ઔર શ્યામ’ કે ‘આદમી’ યાદગાર હતી. દેવ આનંદ સાથે ‘ઝીદ્દી’, ‘મુનીમજી’, ‘અમર દીપ’, ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ આવી. દેવ-પ્રાણ વર્ષો સુધી સાથે કામ કરતા રહ્યા, જેમાં ‘જ્હોની મેરા નામ’, ‘યે ગુલીસ્તા હમારા’, ‘જોશીલા’, ‘વોરંટ’ કે ‘દેશ પરદેશ’ (૧૯૭૮)ને યાદ કરી શકાય. રાજ કપૂર સાથે ‘આહ’, ‘ચોરી ચોરી’, ‘જાગતે રહો’, ‘છલિયા’, ‘જિસ દેશ મેં ગંગા બેહતી હૈ’, ‘દિલ હી તો હૈ’ માં પ્રાણ ચમક્યા.
સાંઠથી સિત્તેરના દાયકામાં પ્રાણ સાહેબ ૪૦ની ઉમર વટાવી હોવા છતાં, સારી ભૂમિકા મેળવતા રહ્યા. શમ્મી કપૂર, જોય મુખર્જી, રાજેન્દ્ર કુમાર અને ધર્મેન્દ્ર સામે તેમને સારી ભૂમિકાઓ મળતી રહી. ‘પૂજા કે ફૂલ’ કે ‘કાશ્મીર કી કલી’ જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા સાથે તેઓ કોમેડી પણ કરતા રહ્યા. કિશોર કુમાર કે મેહમૂદ સાથે પણ તેઓ ‘સાધુ ઔર શૈતાન’, ‘લાખોં મે એક’, ‘આશા’, ‘બેવકૂફ’, ‘હાફ ટિકટ’ કે ‘મનમૌજી’માં કોમેડી કરતા હતા. ‘જંગલ મેં મંગલ’ કે ‘ધર્મા’ કે ‘એક કુંવારી એક કુંવારા’માં પણ કોમેડી કરી.
પણ મનોજ કુમારની ‘ઉપકાર’ (૧૯૬૭)થી પ્રાણ બદલાયા. તેઓ ગંભીર સહાયક ભૂમિકામાં ‘કસમે વાદે પ્યાર વફા’ ગાતા હતા. એવોર્ડ મળ્યો. પછી ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘બેઈમાન’, ‘સન્યાસી’ કે ‘દસ નંબરી’ સુધી દેખાયા. અશોક કુમાર અને પ્રાણે ૧૯૫૧-૮૭ દરમિયાન ૨૭ ફિલ્મો સાથે કરી છે. તેમાંયે ‘વિક્ટોરિયા નં. ૨૦૩’ કે ‘ચોરી મેરા કામ’ યાદગાર હતી. હવે તેમના ‘હમ બોલેગા તો’ કે ‘માયકલ દારુ પી કે’ જેવા ગીતો લોકપ્રિય થયા. રાજેશ ખન્ના યુગમાં પણ પ્રાણ ‘મર્યાદા’, ‘જાનવર’, ‘સૌતન’, ‘બેવફાઈ’ કે ‘દુર્ગા’માં દેખાયા તો અમિતાભ બચ્ચન સાથે તેમને ૧૪ ફિલ્મો કરી. ‘ઝંજીર’, ‘ડોન’, ‘અમર અકબર એન્થોની’, ‘દોસ્તાના’, ‘નસીબ’ કે ‘શરાબી’ આવી.
૭૮ વર્ષની વયે પ્રાણ સાહેબને ૧૯૯૮માં હૃદય રોગનો હુમલો થયો. હવે તેમણે ફિલ્મો ઓછી કરી. પ્રાણનો ખલનાયક તરીકેનો પ્રભાવ એટલો હતો કે માતાઓ સંતાનનું નામ ‘પ્રાણ’ રાખવાની ના પાડતી. ફિલ્મી ટાઈટલમાં તેમનું નામ અંતે ‘એન્ડ પ્રાણ’ રૂપે આવતું, માટે તેમની આત્મકથાનું નામ આવ્યું, ‘… એન્ડ પ્રાણ’.
૨૦૧૩માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ લેવા ૬૦માં નેશનલ એવોર્ડ કાર્યક્રમમાં જવાય તેમ નહોતું, માટે પ્રધાન મનીષ તિવારીએ તે એવોર્ડ પ્રાણ સાહેબને મુંબઈમાં ઘરે જઈને આપ્યો. તેજ વર્ષે ૧૨ જુલાઈએ લીલાવતી હોસ્પિટલમાં પ્રાણ સાહેબે જીવન લીલા સંકેલી લીધી.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized

ક્રિયા, પ્રતિક્રિયા અને અતિપ્રતિક્રિયા… /પરેશ વ્યાસ

ક્રિયા, પ્રતિક્રિયા અને અતિપ્રતિક્રિયા…
વાત સુપ્રીમ કોર્ટનાં અપમાનની છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે હાર્લે ડેવિડસન મોટરસાયકલ લઈને નાગપુરમાં સરેઆમ ફરતા ચીફ જસ્ટીસની ટીકા ટ્વીટી કે આ એ જ છે જેમણે કોરાનાકાળમાં કોર્ટ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. એમણે અગાઉ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘ઈતિહાસકાર ભારતના છેલ્લા ૬ વર્ષને જોશે તો તેમને ખ્યાલ આવશે કે કઈ રીતે ઈમરજન્સી વગર દેશમાં લોકતંત્રને ખત્મ કરવામાં આવ્યું. તેમાં(ઈતિહાસકાર) સુપ્રીમ કોર્ટ, ખાસ કરીને ૪ પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની ભૂમિકા પર સવાલ કરશે.’ પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટનાં અપમાનનાં કેસમાં દોષી જણાયા. હવે સજાની ઘડી આવી છે. સુપ્રીમ કોર્ટે માફી માંગવા મુદત આપી. પણ તેમણે માફી માંગવાની ઘસીને ના પાડી દીધી. પ્રશાંત ભૂષણની મનોસ્થિતિ પ્રિય કવિ ર.પા.નાં શબ્દોમાં કહું તો ‘સજા કબૂલ,મને આ નગર કબૂલ નથી; હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી.’ ન્યાયતંત્ર સાથે સંકળાયેલી અનેક નામી હસ્તીઓએ સુપ્રીમ કોર્ટને આ બાબતે પુન: વિચાર કરવા વિનંતી કરી છે. પૂર્વ સોલિસિટર જનરલ સોલી સોરાબજીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ ઓવર-રીએક્ટ કરે છે. શું છે આ ઓવર-રીએક્શન?
ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ઓવર-રીએક્ટ’ એટલે વાજબી ગણાય તે કરતાં વધુ આવેશયુક્ત પ્રતિક્રિયા કરવી તે. આમ તો જ્ઞાની લોકો એવું કહે છે કે પ્રતિક્રિયા જ ટાળવી જોઈએ ત્યારે અતિ-પ્રતિક્રિયા તો સર્વત્ર ત્યાજ્ય છે. હેં ને? ઇંગ્લિશમાં કહે છે કે ‘એક્ટ, ડૂ નોટ રીએક્ટ’. પણ ન્યાયતંત્રમાં તો ક્રિયા સાથે પ્રતિક્રિયા વણાયેલી હોય છે. એટલે રીએક્શન આમ સાવ નકામું છે, એવું કહેવું વાજબી નથી પણ જે-તે રીએક્શન વાજબી હોય, એ જરૂરી છે. આપણે આપણી વાત કરીએ. આપણે રહ્યા અન-સુપ્રીમ માણસો. આપણે અતિ-પ્રતિક્રિયા શી રીતે ટાળી શકીએ? આમ તો આપણે કાયમ ઓવર-રીએક્ટ કરતા હોતા નથી પણ ક્યારેક કોઈ મગજની પત્તર ફાડે તો કમાન છટકે. બસ, આ જ વિચારી લેવું કે એવા કયા કયા ટ્રીગર પોઈંટ છે જેનાથી આપણી છટકે છે? ગમતી વ્યક્તિ દૂર જાય ત્યારે એવું થાય? તમે બોલો પણ કોઈ સાંભળે જ નહીં ત્યારે? બધા જ લોકો તમને કાયમ જજ જ કર્યા કરે ત્યારે? હું કોઈને કેમ ગમતો/તી નથી એવો વિચાર સતત આવે ત્યારે? જો મને ખબર પડી જાય કે કે મારો ટ્રીગર પોઈંટ શું છે? –તો હું મારું ઓવર-રીએક્શન કંટ્રોલ કરી શકું. અને એમ કરવા માટે થોડી સામાન્ય વાતો મદદરૂપ થઈ શકે. જેમ કે રીએક્શન આપતા પહેલાં ઊંડા ઊંડા શ્વાસ લેવા. મન શાંત થાય તો સારું. ક્યારેક સામાન્ય શારીરિક સ્થિતિ જેમ કે પેટમાં દુ:ખવું કે ડોક રહી જવી પણ મગજને વધારે પડતી પ્રતિક્રિયા આપવા મજબૂર કરે છે. માટે પેટ દુ:ખે ત્યારે માથું ન કૂટવું હિતાવહ છે. અને હા, સાત આઠ કલાકની ઊંઘ જરૂરી છે. શ્વાન જેવી નીંદર સારી નહીં. ઊંઘ મળી જાય તો ઓવર-રીએક્શન ન થાય. મગજને તાલીમ આપો. ફરી ફરી તાલીમ આપો. અતિપ્રતિક્રિયા ટાળવા માટે મગજનું નિરંતર શિક્ષણ જરૂરી છે. પોઝિટિવ બનો, પોઝિટિવ વાત કરો એવું કાયમ બધા કેહ કેહ કરે છે. આમ બધે હા એ હા ન કર્યા કરીએ તો પણ હકારાત્મક તાસીર માણસને આવેશયુક્ત પ્રતિક્રિયા ટાળવામાં મદદ કરે છે. શક્ય છે કે અત્યારની ભાવુક કે આવેશયુક્ત પ્રતિક્રિયાઓ આપણાં ભૂતકાળ સાથે જોડાયેલી હોય. માટે…શક્ય હોય તો ભૂતકાળ ગમે તેવો ભવ્ય હોય તો ય એની મુલાકાત લેવી નહીં. અને લો તો ત્યાંથી કોઈ સામાન લઈને પાછું વર્તમાનમાં તો આવવું જ નહીં. હેં ને?
ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ યાદ છે? આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને સરખા હોય છે. પણ માણસની મતિનો ત્રીજો નિયમ છે: આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને સરખા હોય… ઐસા જરૂરી નહીં હૈ! કારણ કે હવે સોશિયલ મીડિયા છે. અને સોશિયલ મીડિયા જેવું ઘોરખોદિયું બીજું કોઈ નથી. ઘોરખોદિયું એટલે? ગુજરાતી લેક્સિકોન અનુસાર ઘોરખોદિયું એટલે ખાડામાં કે કબરમાં દાટેલાંને જમીન ખોતરી ખાઈ જનારું એક જંગલી પ્રાણી. લો બોલો! પ્રશાંત ભૂષણને માલમ થાય કે ટ્વીટવાનું રહેવા દો. અને સુપ્રીમ કોર્ટને માલમ થાય કે ટીકા પર પ્રતિક્રિયા ટાળો. અને અમને શાંતિથી જીવવા દો ને ભૈસાબ!
Image may contain: 2 people, people standing

Leave a comment

Filed under પરેશ વ્યાસ

યામિની વ્યાસભારતના રીયલ સુપર સ્ટાર – રાજેશ ખન્ના*

નિયતિ કે ગતિ?
પપ્પા તમારી ડાળ પર
તમને ગમતું જે ફૂલ છે
એ એકચુઅલી પતંગિયું છે.
એ ઊડી જવાનું છે
એની ખબર
તમે તમારી જાતને
જાણી જોઈને
પડવા દીધી નહોતી!
જોકે,મને એની ખબર હતી
પણ આટલું જલદી
ઊડી જવું પડશે
એની ખબર નહોતી.
હવે તમને છોડીને જાઉં છું, પપ્પા.
પરણેલી દીકરી
શ્વસુરગૃહે જ સોહે
એ નિયતિ છે કે ગતિ?
ડૂમો ભરાયો છે તમારી આંખોમાં.
જાણું છું,હું જાઉં પછી
એ આંખો ડૂસકે ચઢશે.
સમજુ છું, પપ્પા.
કાલિદાસે લખ્યું જ હતું ને કે-
એક ઋષિમહર્ષિ પિતાને પુત્રીવિદાયનું
આટલું દુઃખ છે તો
માનવ પિતાનું શું ગજું?
પણ તમે મહર્ષિથી કમ થોડા છો?
પપ્પા જુઓ,
દવાથી લઈ દેવસેવા સુધીની
બધી જરૂરિયાતો
માટેના કોન્ટેકટ નંબર સહિતનાં
દસ લીસ્ટ તમારી નજર પડે
એ રીતે મૂક્યાં છે
અને
મારો નંબર અને
હું તો ઘરમાં ઠેર ઠેર મળી જઈશું.
પપ્પા, પ્લીઝ તમારી કાળજી રાખજો મારે માટે.
મેં રોપેલી મધુમાલતીની વેલી
સુકાય ન જાય
એ કામ મારી ફ્રેન્ડને સોંપી દીધું છે.
મારા ટોમીને રમાડજો, જોકે એ જ તમને સાચવશે.
પણ પ્લીઝ હમણા વાડામાં બાંધી દેજો
નહિતો મારો છેડો ખેંચી રોકી લેશે.
કોઈની પત્ની બનવાથી
કોઈની દીકરી થોડી મટી જવાય છે?
એક ક્ષણ તો થાય છે કે અહીં જ થોભી જાઉં
પણ આંખો લૂછવી જ નથી
ઊભરાવવા દો..
છેલ્લે આખા ઘરને ભીનું જોવું છે.
જતાં જતાં હું આંગણાનાં
મનીપ્લાન્ટને ચોરી જાઉં છું
ત્યાં રોપીશ, જોઈએ
કોણ પહેલું સેટ થાય છે?
હું કે એ?
અમને બન્નેને જોવા કદી આવશોને, પપ્પા?
ને
જુઓ મારી આંગળીઓ.
સહેલીઓએ દસ દસ વીંટીઓથી સજાવી છે,
બધી જ તમારા જમાઈરાજે ભેટ આપી છે.
એટલે દુષ્યંતની માફક એ મને ભૂલી જાય તો…
તો એક પછી એક…
આમ તો હું આખા ભારતને
જન્મ આપી શકું એમ છું,
ને કોઈ દુર્વાસા મુનિનો શ્રાપ પણ નથી
છતાં
પતિ પત્નીને કેટલું ઓળખી શકે?
એક પિતા દીકરીને ઓળખી શકે એટલું કે
એથી વધારે?
પપ્પા, સમય રૂપી માછલી બધી જ મુદ્રિકા
એક પછી એક ગળી જશે કે પછી…?
યામિની વ્યાસ
No photo description available.
ભારતના રીયલ સુપર સ્ટાર – રાજેશ ખન્ના*
હિન્દી ફિલ્મોના રીયલ સુપર સ્ટાર રાજેશ ખન્નાએ આખરી એક્ઝીટ લીધાંને આઠ વર્ષ થયાં. ૧૮ જુલાઈ, ૨૦૧૨ના રોજ ૬૯ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. ૨૯ ડીસેમ્બર, ૧૯૪૨ના રોજ તેમનો અમૃતસરમાં જન્મ થયો હતો. જયારે દેશના સૌથી સફળ અભિનેતાઓને યાદ કરાશે, ત્યારે રાજેશ ખન્ના તેમાં ટોચ પર હશે. ૧૯૬૯થી ૧૯૭૧ના ટૂંકા ગાળામાં રાજેશ ખન્નાએ ૧૫ સોલો હીટ ફિલ્મો આપી હતી, જે સફળતાનો વિક્રમ છે. ૧૬૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર, ત્રણ વાર ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર અને ચાર વાર બીએફજેએ શ્રેષ્ઠ એક્ટરના એવોર્ડ્સ જીતનારા રાજેશ ખન્નાને ૧૯૯૧માં ફિલ્મફેર દ્વારા ફિલ્મોમાં ૨૫ વર્ષ પુરા કરવા બદલ સ્પેશિયલ એવોર્ડ આપ્યો હતો અને ૨૦૦૫માં તેમને ફિલ્મફેર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી સન્માન કરાયું હતું. ૧૯૭૦થી ૧૯૮૭ સુધી તેઓ સૌથી વધારે ફી લેતાં અભિનેતા હતાં, જોકે ૧૯૮૦થી ૧૯૮૭ સુધી આવું સન્માન ખન્ના સાથે અમિતાભ બચ્ચન પણ ભોગવતા હતાં. રાજેશ ખન્ના સંસદની ચુંટણી નવી દિલ્હી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રૂપે જીત્યા હતા અને ૧૯૯૨થી ૧૯૯૬ સુધી સાંસદ રહ્યા હતા.
અમૃતસરમાં ૧૯૪૨માં જન્મેલા આ અભિનેતાનું મૂળ નામ જતીન ખન્ના હતું. ચુન્નીલાલ અને લીલાવતી ખન્નાએ જતીનને દત્તક લીધો હતો. તેઓ જતીનના મા-બાપના સંબંધી હતાં. જતીનને દત્તક લેનાર મા-બાપ ૧૯૩૫માં લાહોરથી મુંબઈ આવીને વસ્યાં હતાં, તેઓ રેલવેના કોન્ટ્રાક્ટર હતાં. રાજેશ મુંબઈની સેન્ટ સેબેસ્ટીન ગોવાઅન સ્કૂલમાં ભણ્યા હતા, જ્યાં તેમના સહપાઠી રવિ કપૂર હતા, જેને આપણે જીતેન્દ્ર રૂપે ઓળખીએ છીએ. રાજેશ ખન્ના મુંબઈના ગીરગામ, ઠાકુર દ્વારના સરસ્વતી નિવાસમાં રહેતા હતા. સ્કૂલ અને કોલેજમાં રાજેશ ખુબ નાટકો કરતા અને અભિનેતા રૂપે તેમને ઘણાં ઇનામો મળ્યાં હતા. ૧૯૫૯થી ૧૯૬૧ના બે વર્ષ રાજેશ પુણેની નવરોઝજી વાડિયા આર્ટસ કોલેજમાં ભણ્યા પછી તેઓ મુંબઈની કે.સી. કોલેજમાં ભણ્યા હતા. સાંઠના દાયકાના આરંભમાં નાટક અને ફિલ્મોમાં કામ શોધનારા રાજેશ ખન્ના ત્યારે પણ એમ.જી. સ્પોર્ટ્સ કારમાં ઘૂમતા હતા. તેમના કાકા કે.કે. તલવારે તેમનું ફિલ્મી નામ જતીનમાંથી રાજેશ ખન્ના કર્યું હતું. તેમના મિત્રો રાજેશ ખન્નાને બાળક જેવો ચેહરો ધરાવનાર માટે વપરાતો પંજાબી શબ્દ ‘કાકા’ કહી બોલાવતા.
૧૯૬૫માં યુનાઈટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર દ્વારા ઓલ ઇન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટ યોજાઈ હતી, જેમાં દસ હજારથી વધુ હરીફોમાંથી આઠ ફાઈનાલીસ્ટમાંના એક રાજેશ ખન્ના હતા. જે નિર્માતાઓએ મંડળ બનાવીને આ હરીફાઈ યોજી હતી તેમાં બી.આર. ચોપ્રા, બિમલ રોય, જી.પી. સિપ્પી, એચ.એસ. રવૈલ, નસીર હુસૈન, જે. ઓમપ્રકાશ, મોહન સાયગલ, શક્તિ સામંત અને સુબોધ મુખર્જી જેવા ધુરંધરો હતાં. તેઓ જ તે સ્પર્ધાના જજ પણ હતાં. તેમની કસોટીમાં ખરા ઉતરેલા રાજેશ ખન્નાને ઇનામ રૂપે મળેલી ફિલ્મોમાં પહેલી ફિલ્મ ચેતન આનંદની ‘આખરી ખત’ હતી. આ ફિલ્મ ૧૯૬૭ની ભારતની ઓસ્કાર એવોર્ડ માટેની એન્ટ્રી હતી. ત્યાર બાદ ‘રાઝ’ આવી. એ મહાન નિર્માતાઓએ રાજેશ ખન્નાને મોટી ફિલ્મો દ્વારા ટૂંકા ગાળામાં મોટી સફળતા અપાવી હતી. એમાં રાજેશને મળી ‘ઔરત’, ‘ડોલી’ અને ‘ઇત્તેફાક’. નસીર હુસૈનની ‘બહારોં કે સપને’માં રાજેશની નોંધ લેવાઈ. ‘ઇત્તેફાક’માં તેમના વખાણ થયાં અને ‘આરાધના’થી તેઓ દેશભરમાં જાણીતા સ્ટાર બની ગયા. અહીં તેમને માટે કિશોર કુમારે ગાયું અને પછી કિશોરદાના ૧૯૮૭ના નિધન સુધી ગાતાં જ રહ્યા. ‘દો રાસ્તે’ હીટ ગઈ. વહીદા રહેમાને આસિત સેનને કહીને રાજેશને ‘ખામોશી’માં લેવડાવ્યા હતા. ૧૯૭૧માં રાજેશે સલીમ-જાવેદ લિખિત ‘હાથી મેરે સાથી’માં કામ કર્યું, જે વર્ષની સૌથી સફળ ફિલ્મ બની. રાજેશે ૧૯૭૦માં રાજેન્દ્ર કુમારનો ‘ડીમ્પલ’ નામનો કાર્ટર રોડ પરનો બંગલો ૩૧ લાખમાં લીધો અને તેનું ‘આશીર્વાદ’ નામ રાખ્યું.
૧૯૭૨માં ખન્નાની ૧૧ ફિલ્મો આવી, જેમાંથી ‘દુશ્મન’, ‘અમર પ્રેમ’, ‘અપના દેશ’ અને ‘મેરે જીવન સાથી’એ મળીને ત્યારની મોટી રકમ સમાન રૂપિયા પાંચ કરોડની આવક મેળવી હતી. તેજ વર્ષે ‘દિલ દોલત દુનિયા’, ‘બાવર્ચી’, ‘જોરુ કા ગુલામ’, ‘શેહજાદા’ મળી વધુ સાડા ચાર કરોડ કમાઈ હતી. પછીની તેમની સફળ ફિલ્મ હતી ‘અનુરાગ’. હિંદુ અખબારે નોંધ્યું છે કે ૧૯૭૩ની ‘રાજા રાની’ની આવકને ફુગાવા વડે જોઈએ તો આજના સો કરોડ જેટલી આવક મેળવી હતી.
તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘બોબી’ રજૂ થાય તેના આઠ મહિના પહેલાં ડીમ્પલ કાપડીઆ સાથે લગ્ન કર્યા હતાં. આ દંપતીને બે દીકરીઓ, મોટી દીકરી ટ્વિન્કલ ખન્ના અભિનેતા અક્ષય કુમારને પરણ્યા અને નાની દીકરી તે રીન્કલ ખન્ના.
લાંબી માંદગી બાદ ૧૮ જુલાઈ ૨૦૧૨ના રોજ રાજેશ ખન્નાનું ૬૯ વર્ષની વયે નિધન થયું હતું. તેમને મૃત્યુ બાદ પદ્મભૂષણનો ઈલ્કાબ અપાયો હતો. ૨૦૧૩માં દાદાસાહેબ ફાળકે એકેડમીએ રાજેશ ખન્નાને ‘ભારતીય સિનેમાના પહેલાં સુપર સ્ટાર’ નામે નવાજ્યા હતા. સરકારે તેમના નામની ટપાલ ટિકિટ, પ્રતિમા અને તેમના નામનો માર્ગ જાહેર કર્યા હતાં.
રાજેશ ખન્નાના યાદગાર ગીતો: અકેલે હૈ ચલે આઓ – રાઝ, મેરે સપનો કી રાની કબ આયેગી તું – આરાધના, ખિઝા કે ફૂલ પે આતી કભી – દો રાસ્તે, વો શામ કુછ અજીબ થી – ખામોશી, ગુલાબી આંખેં – ધ ટ્રેઈન, મેરી પ્યારી બહનીયા બનેગી – સચ્ચા જુઠા, જીવન સે ભરી તેરી આંખે – સફર, યે શામ મસ્તાની – કટી પતંગ, મૈને તેરે લીયે હી – આનંદ, અચ્છા તો હમ ચલતે હૈ – આન મિલો સજના, ઝીંદગી એક સફર હૈ સુહાના – અંદાઝ, ચલ ચલ ચલ મેરે સાથી – હાથી મેરે સાથી, યે જો ચિલમન હૈ – મેહબૂબ કી મેહંદી, વાદા તેરા વાદા – દુશ્મન.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized

નિયતિ કે ગતિ?યામિની+હમસે ભૂલ હો ગઈ, ./પરેશ વ્યાસ

મારા કાવ્યની સુંદર રજૂઆત અભિનેત્રી ધ્વનિ ત્રિવેદીએ કરી છે.
નિયતિ કે ગતિ?
પપ્પા
તમારી ડાળ પર
તમને ગમતું જે ફૂલ છે
એકચુઅલી પતંગિયું છે.
એ ઉડી જવાનું છે,
એની ખબર
તમે તમારી જાતને
જાણી જોઈને
પડવા દીધી નહોતી.!
જો કે મને એની ખબર હતી
પણ
આટલું જલદી
ઉડી જવું પડશે
એની ખબર નહોતી..
હવે તમને
છોડીને જાઉં છું પપ્પા..
પરણેલી દીકરી
શ્વસુરગૃહે જ સોહે
નિયતિ છે કે ગતિ?
ડૂમો ભરાયો છે તમારી આંખોમાં..
જાણું છું
હું જાઉં પછી એ આંખો ડૂસકે ચઢશે.
સમજુ છું પપ્પા
કાલિદાસે લખ્યું જ હતું ને
કે
એક ઋષિ મહર્ષિ પિતાને પુત્રીવિદાયનું
આટલું દુઃખ છે તો
માનવ-પિતાનું શું ગજું?
પણ તમે મહર્ષિથી કમ થોડા છો?
પપ્પા જુઓ
દવાથી લઈ દેવસેવા
સુધીની બધી જરૂરિયાતો
માટેના કોન્ટેકટ નંબર સહિતનાં
દસ લીસ્ટ તમારી નજર પડે
એ રીતે મૂક્યા છે
અને
મારો નંબર અને હું તો
ઘરમાં ઠેર ઠેર મળી જઈશું.
પપ્પા પ્લીઝ તમારી કાળજી
રાખજો મારે માટે..
મેં રોપેલી મધુમાલતીની વેલી સુકાય
નહીં જાય,એ કામ મારી ફ્રેન્ડને સોંપી દીધું છે.
મારા ટોમીને રમાડજો, જોકે એ જ તમને સાચવશે.
પણ પ્લીઝ હમણા વાડામાં બાંધી દેજો
નહિ તો મારો છેડો ખેંચી રોકી લેશે.
કોઇની પત્ની બનવાથી કોઇની દીકરી
થોડી મટી જવાય છે !!
એક ક્ષણ તો થાય છે કે અહીં જ થોભી જાઉં
પણ આંખો લૂછવી જ નથી
ઉભરાવવા દો..
છેલ્લે આખા ઘરને ભીનું જોવું છે
જતાં જતાં હું આંગણાનાં
મનીપ્લાન્ટને ચોરી જાઉં છું
ત્યાં રોપીશ, જોઈએ
કોણ પહેલું સેટ થાય છે?
હું કે એ?
અમને બન્નેને જોવા કદી આવશોને પપ્પા?
ને
જુઓ મારી આંગળીઓ..
સહેલીઓ એ દસ દસ વીંટીઓથી સજાવી છે,
બધી જ
તમારા જમાઈ રાજે ભેટ આપી છે.
એટલે દુષ્યંતની માફક એ મને ભૂલી જાય તો…
તો એક પછી એક…!
આમ તો હું આખા ભારતને
જન્મ આપી શકું એમ છું,
ને કોઈ દુર્વાસા મુનિનો શ્રાપ પણ નથી
છતાં
પતિ પત્નીને કેટલું ઓળખી શકે?
એક પિતા દીકરીને ઓળખી શકે એટલું કે
એથી વધારે?
પપ્પા, સમય રૂપી માછલી બધી જ મુદ્રિકા
એક પછી એક ગળી જશે કે પછી…?
યામિની વ્યાસ
રજૂઆત: ધ્વનિ ત્રિવેદી
********************************

It was fake news got viral on our independence day that the British Prime Minister tendered an apology to India for what happened during British rule. The article is about the art of apology with michchhami dukkadam.

હમસે ભૂલ હો ગઈ, હમકા માફી દઈ દો…
આવું બ્રિટનનાં વડાપ્રધાન બોરીસભૈ જોહ્ન્સનભૈ બોલ્યાં. ભારતની આઝાદી પર્વનાં દિવસે એમણે ટ્વીટ્યું કે ૭૪ વર્ષ પહેલાં બ્રિટને ભારત સાથે જે કર્યું એ બદલ ભારતીયોની હું માફી (અપૉલજિ) માંગુ છું. એ વાત જુદી છે કે આવું એમણે કહ્યું જ નહોતું અને આ આખી વાત કોઈ સળીબાજે, એમનાં નામે, કોઈ ભૂતિયાં ટ્વીટર એકાઉન્ટ પરથી વહેતી કરી હતી. પણ બિચારાં ભારતીયો…. કામચલાઉ રીતે
રાજીનાં રેડ થઈ ગયા. સોશિયલ મીડીયા પર એટલાં ફેઈક ન્યૂઝ ફરે છે કે લાગે છે કે બધું જ ફેઈક છે. પણ મેરે પ્યારે મિત્રોન્ , કોઈ આપણી માફી માંગે તો આપણને ગમે છે શા માટે? આપણો અહં સંતોષાય એ તો આપણને ગમે જ ને? હેં ને?!
કોઈ માફી એટલે માંગે છે કે કારણ કે તે સ્વીકારે છે કે મને નુકસાન -થયું, થઈ રહ્યું છે કે થશે- એવી વૃત્તિ અને પ્રવૃત્તિ માટે તે જવાબદાર છે. તે એ પણ સ્વીકારે છે કે હવે પછી એ કાળજી લેશે કે હવે આવું નહીં થાય. આ ભારે અગત્યનું છે. માફી માંગવી અને પછી નુકસાન કર્યે જ જવું, એનો શો અર્થ? આમ તો રીગ્રેટ (ખેદ કે દિલગીરી) અને રીમોર્સ (પશ્ચાતાપ કે પરિતાપ)નો અર્થ એક જેવો જ થાય છે પણ રીગ્રેટ એ છે કે જેમાં માફી એવા ગુનાની છે જે અજાણતામાં અથવા સંજોગવશાત થઈ ગયો હતો. રીમોર્સ જાણતામાં કરેલા ગુનાની માફી માંગવી તે છે. જ્યારે કોઈ જાહેર ગુનાની માફી માંગવાની ફરજ પડે તો ઘણાં ધુરંધરો એવો ચાલાક માફીપત્ર લખે કે જેમાં ખરેખર માફી માંગી હોય એવું લાગે જ નહીં. ઇંગ્લિશમાં આ માટે એક સરસ શબ્દ છે: ‘નોન-અપૉલજિ અપૉલજિ’. એક શરતી માફી પણ હોય છે. આ તે કેવી માફી? જો તમે આમ કરો તો હું તમારી માફી માંગુ. આ તો ભાવતાલ થયો. આ માફી નથી. એક ‘પ્રોફોર્મા અપૉલજિ’ પણ હોય છે. શબ્દો નક્કી જ હોય તમારે બસ નીચે સહી કરવાની. અમે માનીએ છીએ કે માફી માંગવા કોઈને મજબૂર કરવામાં આવે અથવા કોઈ મજબૂરીથી માફી માંગે તો એ માફી નથી. અને હા, માફી માંગનાર એમ લખે કે ‘હું માફી માંગુ છું’-તો એ સાચી માફી. ‘લોકોને એવું લાગ્યું એટલે હું માફી માંગુ છું’- એ માફી નથી.
માફી માંગવી એ સારી વાત છે. આપણે રાજા વિક્રમાદિત્ય તો છીએ નહીં. વેતાળને માથે મૂકીને આપણે આપણાં ભૂતકાળને વાગોળતાં વાગોળતાં કયાં સુધી ચાલ્યા કરીશું? સંબંધને જાળવવો હોય, એને ટકાવવો હોય તો માફી તો માંગતા જ રહેવું પડે. સફળ લગ્ન જીવનમાં તો આમ કરવું જ પડે. પતિ માટે ‘આઈ લવ યૂ’ અને ‘યૂ આર બ્યુટીફૂલ’ પછી જો ત્રીજો મંત્રોચ્ચાર હોય તો એ છે: ‘પ્લીઝ ફરગિવ મી’. પત્ની માટે? ‘મારી ભૂલ માટે તમને માફ કરું છું, જાવ..!’ સિદ્ધહસ્ત કવિ શ્રી હેમેન શાહ ભલે કહે કે ‘દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું ? પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે’. આવી વાત ગઝલમાં સારી લાગે. સહજીવન તો પઝલ છે, એમાં માફી (માંગવી અને દેવી) અનિવાર્ય છે.
એવોર્ડ વિનિંગ ઓથર, સ્પીકર અને સીઈઓ કેવિન હેન્કોક કહે છે કે ‘માફી એ ભૂતકાળ માટે નથી, ભવિષ્યકાળ માટે છે.’ એ યાદ રહે કે જિંદગી આગળ ચાલે છે, પાછળ જતી નથી. ઈતિ.
Image may contain: 1 person, suit and closeup

Leave a comment

Filed under પરેશ વ્યાસ

હીટ ગીતોના ગીતકાર અંજાન

હીટ ગીતોના ગીતકાર અંજાન
હિન્દી ફિલ્મોના ગીતકાર અંજાનને આ ફાની દુનિયા છોડી ગયાને ૨૩ વર્ષ થયાં. ૧૩ સપ્ટેમ્બર, ૧૯૯૭ના રોજ તેમનું નિધન થયું હતું. લાલજી પાંડે તેમનું મૂળ નામ અને ‘અંજાન’ તેમનું તખલ્લુસ. તેમણે આપણને ‘ખાઈ કે પાન બનારસવાલા – ડોન’ કે ‘રોતે હુએ આતે હૈ સબ – મુકદ્દર કા સિકંદર’ જેવા જાણીતા ગીતો આપ્યાં હતાં. તેમના પછીની પેઢીના જાણીતા ગીતકાર સમીર તેમના દીકરા થાય.
વારાણસીના વતની અંજાને હિન્દી ગીતોમાં ભોજપુરી શબ્દોની મહેક જગાવી હતી. ૨૪ ઓક્ટોબર, ૧૯૨૯ના રોજ તેમનો જન્મ વારાણસીમાં જ થયો હતો.
૧૯૫૩ની પ્રેમનાથ પ્રોડક્શનની ફિલ્મ ‘પ્રિઝનર ઓફ ગોલકોંડા’મા તેમણે પહેલી વાર ‘લહેર યે ડોલે, કોયલ બોલે’ અને ‘શહીદો અમર હૈ તુમ્હારી કહાની’ જેવાં ગીતોથી શરૂઆત કરી હતી. પછી તેઓ નાની ફિલ્મોમાં ગીતો લખતા રહ્યાં. ‘લંબે હાથ’ના ‘મત પૂછ મેરા હૈ મેરા કૌન વતન’ જેવાં ગીતો તેઓ સંગીતકાર જી.એસ. કોહલી માટે લખતા રહ્યાં. પ્રેમચંદની કથા પર આધારિત ‘ગોદાન’ ફિલ્મના રવિના સંગીતમાં તેમના ગીતો લોકપ્રિય પણ થયા. પછી ઓ.પી. નૈય્યરના સંગીતમાં ગુરુ દત્તની ‘બહારે ફિર ભી આયેગી’ કે જી. પી. સિપ્પીના ‘બંધન’ના ગીતોથી તેમને વધુ કામ મળ્યું. પછી કલ્યાણજી આનંદજીના સંગીતમાં ‘કબ કયું ઔર કહાં?’મા ઇન્દીવરની જેમ તેઓ લખતા થયા. શંકર જયકિશનના ‘ઉમંગ’, ‘રીવાજ’ કે ‘એક નારી એક બ્રહ્મચારી’મા અંજાનના ગીતો હતાં. રવિના સંગીતવાળી ‘વંદના’મા ‘આપ કી ઇનાયત આપ કે કરમ’ જેવું ગીત મળ્યું. તો તેમના રાહુલ દેવ બર્મનની ‘હંગામા’માં ‘સૂરજ સે જો કિરણ કા નાતા’ ગીતથી ઝીનત અમાનની કેરિયર શરૂ થઇ હતી.
છતાં અંજાનને સફળ ફિલ્મી ગીતકાર બનતા ઘણાં વર્ષો લાગ્યા. અમિતાભ બચ્ચનની કલ્યાણજી આનંદજીના સંગીતવાળી ફિલ્મોમાં અંજાન સહુથી વધુ લોકપ્રિય રહ્યાં. જેની શરૂઆત ‘દો અનજાને’થી થઇ હતી. ‘હેરા ફેરી’, ‘ખૂન પસીના’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ડોન’, ‘લાવારીસ’ કે ‘જાદૂગર’ સુધી તેમની સફળતા જારી રહી. બચ્ચન સાહેબ માટે સંગીતકાર રાજેશ રોશનની ‘દો ઔર દો પાંચ’ કે ‘યારાના’, બપ્પી લાહિરીની ‘નમક હલાલ’ કે ‘શરાબી’ કે રાહુલ દેવ બર્મનની ‘મહાન’માં અંજાનના ગીતોએ ધૂમ મચાવી હતી. પ્રકાશ મેહરા સાથે તેઓ લાંબો સમય ગીતો લખતા રહ્યા. તેમણે મિથુન ચક્રવર્તીની ‘ડિસ્કો ડાન્સર’ કે ‘ડાન્સ ડાન્સ’ માટે પણ ગીતો લખ્યાં.
નેવુંના દાયકામાં તેમનું સ્વાસ્થ્ય જવાબ આપવા લાગ્યું. છતાં તેમણે ‘ઝીંદગી એક જુઆ’, ‘દલાલ’ કે ‘ઘાયલ’ના ગીતો લખ્યાં. ‘ગોરી હૈ કલૈયા’ ગીતવાળી ‘આજ કા અર્જુન’ અને ‘શોલા ઔર શબનમ’ (૧૯૯૨) તેમની છેલ્લી સફળ ફિલ્મો રહી. ૧૯૬૦ના દાયકામાં અંજાને અનેક ગેરફિલ્મી આલબમ માટે ગીતો લખ્યાં હતાં, જે રફી, મન્ના ડે તથા સુમન કલ્યાણપુરે ગાયા હતાં. ભોજપુરી ફિલ્મ ‘બાલમ પરદેશી’ના અંજાનના ગીતો પણ ખુબ સફળ થયાં હતાં.
આમ વીસેક વર્ષો સુધી અંજાન સફળ ગીતકાર રહ્યાં. તેમના ગીતો ભોજપુરી છાંટ સાથે આવ્યા. તેમના ગીતકાર દીકરા સમીરના કહેવા મુજબ તો જ તેઓ ‘ખઈ કે પાન બનારસવાલા’ કે ‘બિના બદરા કે બિજુરિયા કૈસે ચમકે’ જેવાં ગીતો લખી શક્યા.
ગીતકાર અંજાનના ટોપ ટેન ગીતો: આપ કે હસીં રુખ પે આજ – બહારે ફિર ભી આયેગી, ખઈ કે પાન બનારસવાલા – ડોન, દિલ તો હૈ દિલ, રોતે હુએ આતે હૈ સબ, ઓ સાથી રે, પ્યાર ઝીંદગી હૈ – મુકદ્દર કા સિકંદર, મંઝીલે અપની જગહ હૈ, લોગ કેહતે હૈ – શરાબી, છૂ કર મેરે મન કો – યારાના, પગ ઘૂંઘરું બાંધ, રાત બાકી બાત બાકી – નમક હલાલ.
‘સપ્ટેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ – આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup, text that says 'Anjaan'

Leave a comment

Filed under Uncategorized

સફળ ફિલ્મોના સર્જક – જી.પી. સિપ્પી

સફળ ફિલ્મોના સર્જક – જી.પી. સિપ્પી
હિન્દી ફિલ્મોમાં અપ્રતિમ સફળ એવી ‘શોલે’ બનાવનાર ગોપાલદાસ પરમાનંદ સિપ્પી અગર જીવતા હોત તો આજે ૧૦૬ વર્ષના થાત. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૧૪ ના રોજ તેમનો જન્મ આજના પાકિસ્તાનના હૈદરાબાદમાં થયો હતો. સિંધી હિંદુ પરિવારના આ ફરજંદે અનેક સફળ ફિલ્મોનું નિર્માણ-નિર્દેશન કર્યું છે. ‘શોલે’ ઉપરાંત જી.પી. સિપ્પી યાદ રહેશે ‘સીતા ઔર ગીતા’, ‘શાન’, ‘સાગર’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ જેવી સફળ ફિલ્મોથી.
ફિલ્મોના નિર્માણ ઉપરાંત તેમનું બહુ મોટું પ્રદાન ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એફએફઆઈ)ના પ્રમુખ રૂપે હતું. તેઓ તે સંસ્થાના પ્રમુખ ત્રણ વખત રહ્યા હતા. તે ઉપરાંત તેઓ ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ પદે પણ લાંબો સમય રહ્યા હતા.
તેમણે ૧૯૫૧માં દેવ આનંદ અને નિમ્મીની ફિલ્મ ‘સજા’નું પહેલું નિર્માણ કર્યું હતું. ૧૯૫૫માં ‘મરીન ડ્રાઈવ’ અને ‘અદલ-એ-જહાંગીર’નું અને ૧૯૫૬મા ‘શ્રીમતિ ૪૨૦’નું નિર્દેશન કર્યું હતું. ગુરુ દત્ત – વહીદાની તેમણે નિર્માણ કરેલી ફિલ્મ ‘૧૨ ઓ ક્લોક’ને સફળતા મળી હતી.
તેમની ‘મેરે સનમ’ના ઓ.પી. નૈય્યરના સંગીતથી તેમણે ધૂમ મચાવી હતી ૧૯૬૮માં સિપ્પીની ‘બ્રહ્મચારી’ તેમની સફળતાનું ઊંચું શિખર હતું. આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ નિર્માતા, શમ્મી કપૂરને શ્રેષ્ઠ અભિનેતા, શંકર જયકિશનને શ્રેષ્ઠ સંગીતકાર, શૈલેન્દ્રને ‘મૈ ગાઉ તુમ સો જાઓ’ માટે શ્રેષ્ઠ ગીતકાર અને રફી સાહેબને ‘દિલ કે ઝરોખો મેં તુજ કો બિઠાકર’ ગાવા બદલ શ્રેષ્ઠ ગાયકના ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં.
સુપર સ્ટાર રાજેશ ખન્ના જેમાંથી શોધાયા તે પોતાના પ્રકારની પહેલી પ્રતિભા શોધ કરનારા નિર્માતાઓની ટીમમાં જી.પી. સિપ્પી હતા. તેમની ખન્ના-મુમતાઝની ફિલ્મ ‘બંધન’નું ઘણું શૂટિંગ સૂરત પાસેના પલસાણા વિસ્તારના ગામો-ખેતરોમાં થયું હતું, ત્યારે બંને મોટા સ્ટારના યજમાન બનવાનો લહાવો અહીંના પરિવારોએ લીધો હતો. ૧૯૭૧માં તેમણે અલગ પ્રકારની વાર્તા સાથે શમ્મી કપૂર અને રાજેશ ખન્નાને પ્રેમ ચતુષ્કોણમાં હેમા માલીની અને સિમી સાથે રજૂ કર્યા ફિલ્મ ‘અંદાઝ’માં. તેમાં લેખક સલીમ-જાવેદ હતાં અને પહેલી વાર શંકર જયકિશને રાજેશ ખન્ના માટે ‘જિંદગી એક સફર હૈ સુહાના’ બનાવીને ધૂમ મચાવી હતી.
જી.પી. સિપ્પી હંમેશા યાદ રહેશે તેમની ૧૯૭૫ની ફિલ્મ ‘શોલે’ થી. તે ભારતીય ફિલ્મોના ઈતિહાસની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. સિક્સ ટ્રેક સ્ટીરીઓ સાઉન્ડ અને ૭૦ એમએમ ની પ્રિન્ટ પર બનેલી ‘શોલે’ ટેકનીકની દ્રષ્ટિએ પણ મહાન ફિલ્મ હતી. તે એક સીમાચિહ્ન બની ગઈ. જોકે એજ રીતે તેમણે જેને ‘અર્બન શોલે’ રૂપે બનાવેલી તે ‘શાન’માં તેઓ સફળતા દોહરાવી શક્યા નહોતા.
ત્યાર બાદ તેમણે ‘તૃષ્ણા’ અને ‘એહસાસ’ બનાવી. ‘બોબી’ પછી પડદાથી દૂર રહેલાં ડીમ્પલજી ને ફરી ઋષિ કપૂર સાથે તેમણે ‘સાગર’માં ૧૯૮૫માં લાવીને સફળતા દોહરાવી હતી.
બદલાતા સમયમાં સલમાન ખાનને લઇને તેમણે ‘પથ્થર કે ફૂલ’ અને શાહરુખ ખાનને લઇને ‘રાજુ બન ગયા જેન્ટલ મેન’ બનાવી. એ સ્ટાર્સ આજ સુધી રાજ કરે છે. સિપ્પી સાહેબની છેલ્લી રજૂ થયેલી ફિલ્મ ‘હંમેશા’ (૧૯૯૭) હતી. તેમના અત્યંત તેજસ્વી દીકરા અને ‘શોલે’ સહિતની અનેક ફિલ્મોના નિર્દેશક રમેશ સિપ્પી તેમનો વારસો સાચવતા રહ્યાં.
૨૫ ડીસેમ્બર, ૨૦૦૭ના રોજ મુંબઈમાં ૯૩ વર્ષની વયે તેમનું નિધન થયું.
જી.પી. સિપ્પીના ટોપ ટેન ગીતો: તુમ ન જાને કિસ જહાં મેં ખો ગયે – સજા, તુમ જો હુએ મેરે હમસફર – ૧૨ ઓ ક્લોક, જાઈયે આપ કહાં જાયેંગે – મેરે સનમ, દિલ કે ઝરોખો મેં તુઝ કો બીઠા કાર – બ્રહ્મચારી, ઝીંદગી એક સફર હૈ સુહાના – અંદાઝ, હવા કે સાથ સાથ – સીતા ઔર ગીતા, યે દોસ્તી હમ નહીં – શોલે, સપનોં કા શહર મેં – એહસાસ, પ્યાર કરનેવાલે – શાન, સાગર જૈસી આંખો વાલી – સાગર, કભી તું છલિયા લાગતાં હૈ – પથ્થર કે ફૂલ અને શરદી ખાંસી ના મેલેરિયા – રાજુ બન ગયા જેન્ટલ મેન.
પુસ્તક: સપ્ટેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ
Image may contain: 1 person, eyeglasses and closeup

Leave a comment

Filed under Uncategorized