Daily Archives: નવેમ્બર 5, 2020

મિત્રોનો પ્રસાદ

mahendra thaker <mhthaker@gmail.com> wrote:
from our sharad shah pl read and give him your comments —
   he was asking me– too
જબ અપના મુંહ ખોલો તુમ, મીઠી વાણી બોલો તુમ,
બહુત નેક કહેલાઓગે, જગમેં આદર પાઓગે.
આપણે રોજબરોજના વહેવારમાં અભિવ્યક્તિ માટે જુદી જુદી ભાષાના શબ્દો, વાક્યોના પ્રયોગ દ્વારા જે કહીએ છીએ તેને વાણીથી ઓળખીએ છીએ. પરંતુ શાસ્ત્રોમાં વાણીના ચાર પ્રકારો આપેલા છે. પરા, પશ્યન્તિ, મધ્યમા અને વૈખરી. અનેક લોકોએ આ જુદી જુદી વાણીના પ્રકારો પર જુદા જુદા અર્થઘટનો અને વ્યાખ્યાઓ કરેલ છે. મારી સમજ મુજબની વ્યાખ્યા નીચે મુજબ છે.
૧) પરા વાણીઃ “પર” શબ્દ જ જણાવે છે જે મારી નહી પરાઈ છે. જે પરથી ઉતરેલી છે કે પરમથી ઉતરેલી છે. જેમ એક વાંસળી વાદક વાંસળી વગાડે તો સુર તો વાંસળીમાંથી ઉત્પન થાય છે પણ તેનો વગાડનાર કોઈ બીજો છે. જ્યારે વ્યક્તિ પણ આમ પોલી વાંસળી બને અને તેના છએ અવરોધો (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર)છેદાઈ જાય ત્યારે પરમાત્મા તે દેહરુપી વાંસળીને ફુંકી સંગિતના સુરો કે ધ્વની પેદા કરે જે પરા વાણી છે. આમાં વ્યક્તિ કેવળ માધ્યમ છે ગીત ગાનાર પરમાત્મા છે. આ વાણી છે પરા વાણી. કબીર, નાનક, દાદુ, રહીમ, પલટુથી માંડી અનેક સંતો, આવા માધ્યમ છે અને પરમાત્મા તેમના દ્વારા સમગ્ર માનવજાતને વાણી દ્વારા માર્ગદર્શન કરે છે.
૨)પશ્યન્તિઃ પશ્યન્તિનો અર્થ છે જોવું. આપની પાસે જોવા માટેનુ બાહ્ય સાધન છે આંખ જેનાથી આપણે બહારની દુનિયા જોઈએ છીએ. પરંતુ એક બીજી અસલી આંખ ભિતર પણ છે જે આંખની આપણને ભાગ્યેજ ખબર પડે છે. આપણી આ ભિતરની આંખ અનેક પૂર્વગ્રહોથી ભરેલી છે પરિણામે આપણે સામે જે છે તે જોઈ નથી સકતા અનુભવી નથી શક્તા. વાત જરા અટપટી છે એક ઉદાહરણથી સમજીએ. બગિચામાં એક ગુલાબનુ ફુલ ખિલેલ છે. આ ફુલને એક ચિત્રકાર જોશે તો તેને ગુલાબમાં પ્રગટેલા અનેક રંગો, આકાર, અને બીજું ઘણુ દેખાશે જે મને કે તમને નહીં દેખાય. આ જ ફુલ એક કવિ જોશે તો તેને ફુલની તાજગી, મોહકતા સ્પર્શશે અને તેની અભિવ્યક્તિ એકાદ સુંદર કાવ્યમાં પરિણમશે. એ જ ફુલ બાગનો માળી જોશે તો તેને તેની બજારમાં શું કિંમત ઉપજશે તે દેખાશે. ફુલ એનુ એ જ છે વ્યક્તિ વ્યક્તિએ દૃષ્ટિભેદ અને અભિવ્યક્તિનો ભેદ રચાશે. દરેક વ્યક્તિ એક પૂર્વગ્રહથી સંસ્કારથી ભરેલ છે અને તે જે કાંઈ જુએ છે તે તેના આ પૂર્વગ્રહ/સંસ્કારથી ગ્રસિત છે અને પરિણામે સામે જે સત્ય છે તે જોઈ નથી શકતો. પશ્યન્તિ વાણી એ વાણી છે કે જે વ્યક્તિના હવે પોતાના અંતરચક્ષુ ઉઘડ્યા છે, પૂર્વગ્ર રહીત હવે તેની ભિતરની આંખ છે તે હવે સત્ય જોઈ શકે છે અનુભવી શકે છે અને હવે તે જે કહેશે તે સત્ય તેના અનુભવની નિપજ છે.
૩) મધ્યમા વાણીઃ મધ્યમા વાણી, નથી પરા કે નથી પશ્યન્તિ. એ વ્યક્તિના અનુભવમાંથી નથી આવતી પણ અનુમાનથી ઉપજેલી વાણી છે. જેમકે હું ન્યુયોર્ક ક્યારેય ગયો નથી. પરંતુ ન્યુયોર્ક વિષે ઘણુ સાંભળ્યું છે, વાંચ્યું છે, ફિલ્મોમાં, ચિત્રોમાં ન્યુયોર્ક શહેરના દૃશ્યો જોયા છે અને તેને આધારે એક અનુમાન કરું અને કહું કે ન્યુયોર્ક શહેરમાં ઉંચા ઉંચા મકાનો છે, મોટાં મોટાં બજારો છે, લોકો પાસે સમૃધ્ધીના અનેક સાધનો છે વગેરે વગેરે… આ સ્વાનુભવ નથી પણ એક અનુમાન માત્ર છે જે ખોટું હોવાની ક્યારેક સંભાવના છે. આ વાણી મધ્યમા છે.
૪)વૈખરી વાણીઃ આમતો આપણે સામાન્ય વહેવારમાં જે વાણીનો પ્રયોગ કરીએ છીએ તેને વૈખરી વાણી કહે છે. પણ મારી વ્યાખ્યા મુજબ વાણી એજ છે જે સત્ય રજુ કરે. એટલે હું આ વ્યાખ્યા સ્વિકારતો નથી અને મારી વ્યાખ્યા છે કે સત્ય પાત્રતા વગર આપી સકાતું નથી. એટલે કેટલાય સંતો સાંકેતિક, કે ગુઢ કે ઊલટવાણીનો પ્રયોગ કરતાં અને અનેક પ્રતિકો ,સંકેતો દ્વારા સત્ય કહેતા જેથી અપાત્ર કે કુપાત્રના હાથમાં સત્ય આવી ન જાય. આપણા અનેક શાસ્ત્રોમાં ઋષિમુનિઓએ તેમની વાતો આવી વાણીમાં કરી છે જે સામાન્ય માણસો ઉકેલી ન શકે. હું તેને વૈખરી વાણી કહુ છું નોસ્ટ્રા ડોમસના ભવિષ્ય કથનો આવી વાણીમાં લખાયેલા છે.
નોંધઃ મારી વ્યાખ્યા સાથે કોઈ સહમત થાય કે ન થાય તે દરેક વ્યક્તિની મરજી અને બુધ્ધી ક્ષમતા પર આધારિત છે. કોઈ સહમત થાય તેવો કોઈ આગ્રહ પણ નથી અસહમતિનો દરેકને પૂરો અધિકાર છે અને તેનુ હૃદયપૂર્વક સ્વાગત છે. અહીં વાણી વિષે લખાયું છે અને તે વિષે એક અલગ દૃષ્ટિકોણથી આ લેખને મુલવવાનો પ્રયત્ન છે. આપને ગમે તો આનંદ લેજો, ન ગમે તો કચરા ટોપલી તો છે જ. નાહક દુખી ન થાવું.  Sharad.   mhthaker
Pragna Vyas <pragnajuvyas@yahoo.com> wrote:શાસ્ત્રોમાં વાણીના ચાર પ્રકારો અંગે ખૂબ વિસ્તારપૂર્વક સરળ ભાષામા સમજાવ્યું.આધ્યાત્મિક વાતો અનુભવવાની વાત છે ત્તેથી તે વાત સમજવા સાધનાની જરુર હોય છે જે  મા. શરદજી કરે છે. તેવી આપણે કરીએ તો આ બધી વાત વધુ સારી રીતે સમજાય તેવી બીજા સંતોની વાણી અંગે…….
નીરવ રવે પર, આધ્યાત્મિક પોસ્ટ પર, તેમનો પ્રતિભાવના ચિંતન મનનથી વધુ પ્રકાશ લાધે જેવો કે આ પ્રસાદ
Sharad Shah
મારા જીવનને સંવારવામાં જે સતગુરુઓએ પરિશ્રમ કર્યો છે તેમાં આનંદમૂર્તિ ગુરુમાનો પણ અનન્ય ફાળો છે. આ આર્ટિકલ આનંદમૂર્તિ ગુરુમાના પ્રવચનનો ગુજરાતી અનુવાદ છે. આપણા જેવાં મનોરોગથી પીડાતા લોકો માટે માર્ગદર્શન પુરું પાડી શકે છે.
આપણે જીવનના અમુલ્ય વર્ષો વેડફી નાંખીએ છીએ અને જીવનના સંધ્યા કાળે પહોંચીએ છીએ ત્યારે શરીર અને મન નબળું પડતાં પ્રથમ ચિન્હરુપે અનિંદ્રાના ભોગ બનીએ છીએ. વધતી ઉમ્મરે થતો આ સામાન્ય રોગ છે અને અનેક લોકો આ રોગના ભોગ બની ટ્રેક્વેલાઈઝરના રવાડે ચઢી જાય છે. પરિણામે બીજી અનેક બિમારીને અજાણ્યે જ નિમંત્રણ આપી બેસે છે.
જેવી વાત વાણી છે તેવી વાત દ્રષ્ટિની પણ છે.
તેથી જીવનમાં સુખી થવું હોય તો આપણે વાણી અને દ્રષ્ટિનો વિવેક અવશ્ય શીખવો જ પડશે. શબ્દ માણસનું સૌથી મોટું છે. શબ્દ ઘાવ છે અને શબ્દ મલમ પણ છે. શબ્દ ફૂલ છે પણ જો તેને વાપરતાં ન આવડે તો કાંટાની જેમ વાગે છે. શબ્દો પાસા જેવા છે તેને વાપરતાં અને ફેકતાં આવડવું જોઈએ. શબ્દો આગ લગાડી જાણે છે અને શબ્દો જ પાણી છાંટી જાણે છે.
ઋગ્વેદમાં કહ્યું છે કે,
સકતુમિવ તિતઉના પુનન્તો યત્ર ધીરા મનસા વાચમક્રમત ।
જેમ સૂપડાથી અનાજ સાફ કરીએ છીએ તેમ વાણીને વિચારના સૂપડાથી ઝટકી શુદ્ધ કરવી જોઈએ. ધીર વિદ્વાનો મનથી ખૂબ વિચારીને વાણીનો પ્રયોગ કરે છે તો તે સૌને મધુર લાગે છે.
કેટલાક લોકો બોલતા હોય તો એવું લાગે કે સતત સાંભળતા જ રહીએ અને ઘણા બોલે તો મગજ ઉપર સાંબેલા મારતા હોય એવું લાગે.
શેક્સપિયર કહે છે બોલતાં બધાને આવડે છે, વાતચીત કરતા બહુ થોડાને…
સ્વામી વિવેકાનંદ અમેરિકાના શિકાગો શહેરમાં પ્રવચન આપવા ઊભા થયા ત્યારે તેવો પ્રથમ શબ્દ અંગ્રેજી બોલ્યા માય બ્રધર્સ એન્ડ સીસ્ટર્સ મારા ભાઈઓ તથા બહેનો આટલા શબ્દો બોલ્યા ત્યાં તો સભામાં લોકોએ સતત બે મિનિટ સુધી તાળીઓ પાડીને તેમનું બહુમાન કરીને આવકાર્યા…આ મધુરવાણીનો પ્રતાપ.
પ્રિય વાક્ય પ્રદાનેન, સર્વે તુષ્યન્તિ જન્તવઃ ।
તસ્માત્ પ્રિય હિ વક્તવ્યં, વચને કા દરિદ્રતા ।।
 આપણે વ્યવહારમાં જરૂર પૂરતા યથાયોગ્ય શબ્દો બોલનારા બની જઈએ તો જિંદગીમાં અશાંતિ સર્જનારી એજ ક્ષણો અમૃતમય બની જશે.
સંતોની વાણી………………….
કેયૂરાણિ ન ભૂષયંતિ પુરુષ હારા ન ચંદ્રોજ્વલા. 
ન ખાન ન વિલેપન ન કુસુમ નાલંકૃતા મૂર્ધજાઃ | 
વાગ્યેકા સમલંકરોતિ પુરુષ યા સંસ્કૃતા ધાર્યતે.
 ક્ષીયંતે ખલુ ભૂષણાનિ સતત વાભૂષણ ભૂષણં|
યદા યદા મુચ્યતે વાક્ય બાણમ્ 
તદા તદા તસ્ય કુલ પ્રમાણમ્  || 

 

 શબ્દ શબ્દ કહા કરો, શબ્દ કે હાથ ન પાંવ,

 એક શબ્દ ઓખડ કરે, એક શબ્દ કરે ઘાવ.

 એક શબ્દ સુખરાસ હય, એક શબ્દ દુઃખરાસ,

એક શબ્દ બંધન કટે, એક શબ્દ પરે ફાંસ.

 એક શબ્દ સુપ્યાર હય, એક શબ્દ કુપ્યાર,

    એક શબ્દે સબ દુશ્મન, એક શબ્દે સબ યાર.

 શબ્દ ઐસા બોલીયે, તનકા આપા ખોય,

   ઔરનકો શિતલ કરે, આપનકો સુખ હોય.

 શિતલ શબ્દ ઉચ્ચારીયે, અહમ્ આનીયેં નાંહિ,

  તેરા પ્રિતમ તુજમેં બસે, દુશ્મન બી તુજ માંહી.

 જે શબ્દે દુઃખ ના લગે, સોહિ શબ્દ ઉચ્ચાર,

     તપ્ત મિટી શિતલ ભયા, સોહિ સબ્દ તત્ સાર.

 શબ્દ સરીખા ધન નહિં, જો કોઈ જાને બોલ,

  હિરા તો દામે મિલે, પર શબ્દ ન આવે મોલ.

 કઠન બચન બિખસે બુરા, જાર કરે સબ સાર,

સંત બચન શિતલ સદા, બરખે અમૃત ધાર.

 કઉવે કિસકા ધન હરા, કોયલ કિસકો દેત,

    મિઠા શબ્દ સુનાય કે, જગ અપના કર લેત.

 મીઠા સબસે બોલીયે, સુખ ઉપજે કછુ ઓર,

 એહી વશીકરણ મંત્ર હય, તજીયે બચન કઠોર.
 ગમ સમાન ભોજન નહિ, જો કોઈ ગમકો ખાય,

  અમરિખ ગમ ખાઈયાં, દુર્વાસા વિર લાય.

 જીભ્યા જીને વશ કરી, તિને વશ કિયા જહાંન,

   નહિં તો અવગુણ ઉપજે, કહે સબ સંત સુજાણ.

 શબ્દ શબ્દ બહુ આંતરા, સાર શબ્દ ચિત્ત દેય,

    જો શબ્દે હરિ મિલે, સોહિ શબ્દ ગ્રહિ લેય.

 શબ્દ બહોતહિ સુન્યા, પર મિટા ન મનકા મોહ,

  પારસ તક પહોતા નહિં, તબ લગ લોહાકા લોહ.

 શબ્દ હમારા સત્ હય, તુમ મત જાય સરક,

     મોક્ષ મુક્ત ફળ ચાહો, તો શબ્દકો લેઓ પરખ.

         શબ્દ મારે મર ગયે, શબ્દે છોડા રાજ,

જીને શબ્દ વિવેક કીયા, તાકા સરિયા કાજ.

 શબ્દ શબ્દ સબ કોઈ કહે, વોહ તો શબ્દ વિદેહ,

     જીભ્યા પર આવે નહિં, નિરખ પરખ કર લે.

 શબ્દ બિના સુરતા આંધળી, કહો કહાં કો જાય,

દ્વાર ન આવે શબ્દ કા, ફિર ફિર ભટકા ખાય.

 એક શબ્દ ગુરૂદેવ કા, તાકા અનન્ત બિચાર,

થાકે મુનિજન પંડિતા, ભેદ ન આવે પાર.

 બેદ થકે બ્રહ્મા થકે, થકીયા શંકર શેષ,

ગીતા કો બી ગમ નહિં, જહાં સદગુરૂ કા ઉપદેશ.

 પરખો દ્વારા શબ્દકા, જો ગુરૂ કહે બિચાર,

બિના શબ્દ કછુ ના મિલે, દેખો નયન નિહાર.

 હોઠ કંઈ હાલે નહિં, જીભ્યા ન નામ ઉચ્ચાર,

 ગુપ્ત શબ્દ જો ખેલે, કોઈ કોઈ હંસ હમાર.

 લોહા ચુંબક પ્રીત હય, લોહા લેત ઉઠાય,

  ઐસા શબ્દ કબીરકા, કાળસેં લેત છોડાય.\Dear Prggna Ma, 

Happy to receive your comment and post after long time. My love and respect is always for you.
How’s your health? Whenever you come to India, inform me in advance. I would love to meet you.
Thanks..
Sharad Shah
7623021091
 Sharad Shah <sns1300@gmail.com> wrote:
You will love this.

ઊંડી વાવમાં તડકો પેસવા જાય
          તો તડકો કેટલો ઊંડે પેસે ?
   પાંચ,પચીસ કે ત્રીસ પગથિયે
           બહુ બહુ ચાલીસ પગથિયે
               બહુ થયું માનીને તડકો
                           બસ કહીને બેસે;
                          કેટલો ઊંડે પેસે ?
તડકો    માપે   એટલી  ઊંડી   વાવ,
તડકો આપે  એ જ  ખરો સિરપાવ,
સાવ સાચા આ જગમાં તડકા રાવ;
તડકાને પણ તડકે મેલી કોઈ
અંદરની આંખમાં આંજી તેજ
                  આગળ વધે સ્હેજ;
ઘોર અંધારી વાવનું એને નોતરું આવે,
નોતરા સાથે કોઈ તેડાગર સાથ પુરાવે
            લો,આમ ભાળે તો ગોખમાં બેઠી
                                              મૂરતિ હસે,
જ્યાં જુએ ત્યાં વાવમાં જળના
                              દેવતા વસે,
વાવ તો લાગે જીવતી જાણે
                             નસે નસે.
પાછો વળ્યો એ જ તો પાગલ સાવ,
વાવને કહે, વાવ નહીં દરિયાવ,
તડકો પૂછે : ફૂટપટી તું લાવ !
તડકાના આ રાજમાં વાવની
                       વારતા માંડી !
હાય રે સુરતા , હાય રે ગાંડી !
                             આછી પાંખી,
આ પુરાતન વાવની ઝાંખી,
એની એકલી આંખ પુરાવે સાખી.-મકરંદ દવે
 Pragna Vyas, <pragnajuvyas@yahoo.com> wrote:
અનુભૂતિ નો ખજાનો! 
ઇન્દ્રિયો વડે અનુભવી શકાતું જ્ઞાન એટલે તડકો અને વાવ એટલે બ્રહ્મજ્ઞાન – જેને ઘોર અંધારી વાવ નું નોતરું આવે તે બડભાગી જ બ્રહ્મજ્ઞાન પામવાના રસ્તે આગળ સુદ્ધાં વધી શકે – તે સિવાય નહિ. વળી ‘તેડાગર’-ગુરુ ની ભૂમિકા સ્પષ્ટ કરી છે. ત્યાંથી પાછો ફરનાર ‘પાગલ’ કહેવાયો – સ્વાભાવિક જ છે, તેના દ્રષ્ટિકોણ ધરમૂળ બદલાઈ જ ગયા હોયને !  આવા ‘પાગલો’ એ જ તો દુનિયા બદલી છે…

તડકાના આ રાજમાં વાવની
વારતા માંડી !
હાય રે સુરતા , હાય રે ગાંડી !
આછી પાંખી,
આ પુરાતન વાવની ઝાંખી,
એની એકલી આંખ પુરાવે સાખી.

-ખૂબ સુંદર
મારી સમજ મુજબ.

ઉંડી વાવ (અંતર જગત),  તડકો (એટેન્શન -ધ્યાન), તેડાગર (ગુરૂ) , નોતરું (નિમંત્રણ) ,અંદરની આંખમાં આંજી તેજ (ભિતરની ત્રીજી આંખ ખોલી),આમ ભાળે તો ગોખમાં બેઠી મૂરતી હસે. (ભિતર બેઠેલો આતમરામ) .Inline image

Leave a comment

Filed under Uncategorized