ધ મેન વિથ ગોલ્ડન ગિટાર – વાન શિપ્લે

ધ મેન વિથ ગોલ્ડન ગિટાર – વાન શિપ્લે
વાન શિપ્લે ભારતના પહેલાં ઇલેક્ટ્રિક ગિટારિસ્ટ મનાય છે. તેઓ હોત તો ૯૩ વર્ષના થાત. હિન્દી ફિલ્મ સંગીતના ચાહકો માટે આ જાણીતું નામ છે. જાણીતા ગીતોને વાદ્યો પર વગાડીને તેના આલબમ બહાર પાડનાર તેઓ પહેલાં સંગીતકાર હતા. તેમણે ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું.
૩૦ ઓગસ્ટ, ૧૯૨૭ના રોજ લખનૌમાં વેલેન્ટાઈન વાન શિપ્લે રૂપે તેમનો એક સંગીત ચાહક પરિવારમાં જન્મ થયો હતો. તેમના માતા સરસ સિતાર વાદન કરતાં. ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનોનું વાનનું પરિવાર સંગીત વાદકોનું હતું. પિતા સેનાના ઊંચા અધિકારી હતા, જેઓ પછી સહરાનપૂરના બોટોનિકલ ગાર્ડનમાં કામ કરતા. ત્યાં વાનને તબલા, વાયોલીન અને ગિટારની તાલીમ મળી હતી. તેઓ વેસ્ટર્ન મ્યુઝિક પણ શીખ્યા. ઉસ્તાદ વિલાયત ખાન તેમના સ્કૂલના મિત્ર તો પંડિત રવિ શંકર સાથે પણ તેમની લાંબી દોસ્તી રહી હતી. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના તેમના રસને કારણે વાને આઠ તારની ખાસ ગિટાર વિકસાવી હતી. તેમણે ઇલેક્ટ્રિક વાયોલીન પણ વિકસાવ્યું હતું, જેને તેઓ જીપ્સી વાયોલીન કહેતા. કોલમ્બિયા મ્યુઝિક કંપની માટે તેમણે ગિટાર પર વગાડેલા રાગ જોગીયા અને રાગ યમન કલ્યાણ આલબમ માટે તેમની ઘણી સરાહના થઇ હતી.
૧૯૪૭માં વાન શિપ્લે દક્ષિણ અમેરિકા અને હવાઈયન ટાપૂઓ તથા દક્ષિણ આફ્રિકાની સફરે છ માસ સુધી ત્યાંનું સંગીત શીખવા ગયા હતા. ત્યાંથી પરત થયાં બાદ ગિટારિસ્ટ અને વાયોલિનિસ્ટ રૂપે તેમની માંગ વધી. ૧૯૬૨માં વાન શિપ્લેનું પહેલું સોલો આલબમ આવ્યું, જેનું નામ હતું, ‘ધ મેન વિથ ધ ગોલ્ડન ગિટાર’, જે તેમનું કાયમી નામ બની ગયું. ત્યારથી ૧૯૮૨ સુધી લગાતાર દર વર્ષે વાનના આલબમ આવતા રહ્યાં. ૮ માર્ચ ૨૦૦૮ના રોજ હૃદય રોગને કારણે તેમનું ૮૧ વર્ષની વયે નિધન થયું, પણ આજેય તેમણે વગાડેલા ગીતો ચાહકો સાંભળે છે.
‘ઓગસ્ટના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકનો અંશ – આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, playing a musical instrument and guitar

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.