લોહીનાં ખાબોચિયામાં એક કળી+વાયરસથી બચવું હોય તો આપણું સ્વદેશી

Image may contain: text that says 'ડેઝર્ટ ફલાવર lesert lower ફૂલ બનવાની પળે જ્યાં કંટકો ભોંકાય છે યાતના કેવી હશે ક્યાં કોઈને સમજાય છે? આ રિવાજો કેટલા છે કૂર અમાનુષી જુઓ લોહીનાં ખાબોચિયામાં એક કળી રહેસાય છે. યામિની વ્યાસ'
યામિની વ્યાસ
———————————————————–

કોઈપણ જાતના વાયરસથી બચવું હોય તો આપણું સ્વદેશી અપનાવશો તો જીવનભર વિદેશી ગોળીઓ ખાઈને જીવવાની લગભગ જરૂર પડશે નહિ*

*ધાણા સ્વભાવે* *ઠંડા, ગરમીને મારે દંડા.*
*લસણ કરે પોષણ,* *મેદનું કરે શોષણ*
*તીખું તમતમતું* *આદુ, માણસ ઉઠાડે માંદુ.*
*લીંબુ લાગે ખાટું, રોગને મારે પાટું.*
*પીળી તૂરી હળદર, શરીરની મટાડે કળતર.*
*મધમધતી હીંગ, રસોડાનો છે કીંગ.*
*ખાવ ભલે બટાકા, હીંગ બોલાવે ફટાકા*
*કઢીમાં મીઠો લીમડો, પ્રગટાવે આરોગ્યનો દિવડો*
*પચાવવા લાડુ બુંદીનો, રોજ ખાઓ ફૂદીનો.*
*ખાવ કાળા મરી, સંસાર જાશો તરી.*
*કાળા મરી છે નકકર, મટાડે એ ચક્કર.*
*માપસર જમો, પછી ફાકો અજમો.*
*તીખા લાંબા તમાલપત્ર, મજબૂત કરે મગજનું તંત્ર*
*નાના નાના તલ, શરીરને આપે બળ.*
*જીરાવાળી છાશ, પેટ માટે હાશ.*
*લીલી સૂકી વરિયાળી, જીંદગી બનાવે હરિયાળી.*
*લાલ તીખા મરચા, બીજે દિવસે બતાવે પરચા.*
*કજિયાનું મૂળ હાંસી, લવિંગ મટાડે ખાંસી.*
*વધુ ખાવાથી વાંધો, આંબલી દુખાડે સાંધો.*
*કાળું કાળું કોકમ, ખૂજલી માટે જોખમ*
*પેટને માટે દુવા, તીખાતીખા સૂવા.*
*કમ્મર પર ના મારો હથોડા, રોજ ખાઓ ગંઠોડા.*
*મોં માંથી આવે વાસ, તો એલચી છે મુખવાસ.*
*ઝાડા કરે ભવાડા, જાયફળ મટાડે ઝાડા.*
*રોજ રોજ ખારો, ના લો તો સારો.*
*પથારીમાંથી ઉઠ, ને ફાકવા માંડ સૂંઠ.*
*રોજ ખાઓ તજ, રોગ નહિ રાખે રજ*
*કોળાના બીજ,*
*આપની ઈમ્યૂન સિસ્ટમને કરે નિજ*
*કેરીની ગોટલી આરોગ્યની પોટલી*
*સરગવો ખાઓ બીમારીઓ ભગાવો*
*પારિજાતના ઉકાળો દુઃખાવા મટાડો*
*નગોડના નવ ગુણ દુઃખતી નસ કરે દૂર*
*ઉકાળીને પીવો ગળો બધા રોગની જળો.*
*ખાઓ ચાવીને અળસી કોઈ રોગ નહિ મળશી*
*નમક સિંધવ બધા રોગનો બાંધવ*
*કપૂર કરશે પૂરી રક્ષા આપના કુટુંબની*
*અર્જુન છાલ હદયના ખોલે વાલ*
*બ્રાહ્મી સાથે દૂધ મગજના જ્ઞાનતંતુઓને રાખે શુદ્ધ*
*ડોડીના પાન આંખોની વધારે શાન*
*રોજ ખાઓ તુલસીપત્ર બીમારીઓ નહિ આવે અત્ર*
*વધારો ફેફસાની શક્તિ કરો જેઠીમધની ભક્તિ.*
*ગોખરુ પ્રોસ્ટેટ માટે સાવ ખરું*
*ખાઓ શંખપુષ્પી વધારો બુદ્ધિ*
*મામેજવો ને લીમડાની છાલ ડાયાબીટીસ જાય હાલ*
*બાવળની શીંગ સાંધાના દુઃખાવાની રીંગ*
*ખાઓ રોજ મેથી તો NO એલોપથી*
*દાડમનો રસ શક્તિનો જશ*.
*અશ્વગંધા ચૂર્ણ સ્નાયુ સાંધાનું પકડે મૂળ*
*રજકોને જવારા વિટામિન B12 માટે સારા*
.
*પપૈયા પાનનો રસ ડેગ્યુંને કહે હવે ખસ*
*મુલતાની માટી,ગુલાબની પાંખડી અને ચંદન ચહેરાને કરે વંદન*
*મીઠો લીમડાના પાન વાળની વધારે શાન*
*આવો કુદરતના ખોળે જીવવાનું ચાલુ કરીએ અને જીવનભર નિરોગી અને રુષ્ટ પુષ્ટ રહીએ*
*સાહેબ થોડી જીવનશૈલી બદલો અને જીવનભર નિરોગી રહો*
*આરોગ્યની ગુરુચાવી એટલે યોગ આહાર આયુર્વેદ ઘરગથ્થુ ઉપચાર અને એક્યુપ્રેશર*
એ,,,,આવજો અને એક વૃક્ષ વાવજો..

Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.