‘અલી જોને સખીરી’- યામિની વ્યાસ+રોના કભી કભી રોના…પરેશ વ્યાસ

આ નમણાં ઝરણાઓ

અલી જોને, સખીરી…

અહીં જોને, સખીરી…આ નમણાં ઝરણાંઓ

જાણે જળનાં ચંચળ કૂદતાં આ હરણાંઓ,

વગડે વગડે ગુંજન કરતાં આ ઝરણાંઓ,

અલી જોને સખીરી…

ઝરણું ક્યાંથી આવ્યું? સહિયર, કોના છલકયાં નેણ

એકબીજાની વાતે ખળખળ જાણે ડૂબ્યાં વેણ!

જંગલની વચ્ચોવચ ફરવાં નીકળ્યાં ચાંદરણાંઓ

અલી જોને, સખીરી…

વનપંખીના ટહુકા જેવો મીઠો રવ આ કરતાં દોડે,

સરી જતાં હર જળપગલાંને એક ગતિએ જોડે!

આળોટે આકાશ ઘડીભર એના પાથરણાંઓ.

અલી જોને, સખીરી…

  • યામિની વ્યાસ

Preview YouTube video અલી જોને સખીરી.:યામિની વ્યાસ સ્વરાંકન/સ્વર:સોનલ વ્યાસ

અલી જોને સખીરી.:યામિની વ્યાસ સ્વરાંકન/સ્વર:સોનલ વ્યાસ

**************************************************

રોના કભી કભી રોના, ચાહે તૂટ જાયે સંયમ સલોનાકેવું અનોખું, લાગણી ! તારું ચરિત્ર છે ! ગંગા સુધી જવાય ના તો શી ફિકર તનેજે આંખથી વહે છે તે સૌથી પવિત્ર છે. – ડૉ. હરીશ ઠક્કરનાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)નાં આમંત્રણને માન આપીને દીપિકાબહેન પધાર્યા. પાંચ કલાક પૂછપરછ થઈ. ત્રણ વખત તેઓ રોઈ પડ્યા. કેફી પદાર્થ નિયંત્રણ કચેરીએ એમને હિદાયત દીધી કે સહકાર આપો, અમારી સામે લાગણીનું પત્તું ખેલવાનું રહેવા દો. તો અમને થયું કે લાગણી એટલે શું? અને એને ખેલી શી રીતે શકાય? અમે નથી જાણતા કે આ સુશાન્તસિંઘ રાજપૂતનાં મૃત્યુ ઉપર થતી સિયાસત છે કે પછી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવર્તમાન કેફી પદાર્થોનાં ચલણની કેફિયત છે. પણ એટલી ખબર છે કે લાગણી સાથે ખેલવું અને લાગણીનું પત્તું ખેલવું એ બે ભિન્ન બાબત છે. લાગણી એટલે? ગુ.લે. અનુસાર લાગણી એટલે અંતરમાં થતી સારી કે માઠી અસર. મનની વૃત્તિ કે ભાવ. મનની વાત કહી દેવી, એમાં વાંધો શું છે? દેશનાં પ્રધાનમંત્રી ખુદ વારંવાર એવું કરે તો એ વાત ખોટી કઈ રીતે હોય શકે? મનની વાત કહી દેવા સામે વાંધો નથી પણ અહીં લાગણીનું પત્તું ખેલી સાચી વાત ન કહેવાની ચેષ્ટા સામે વાંધો છે. આંખોમાં આંસુ આવી જવા, તમે મને ખૂબ ત્રાસ આપો છો, બળજબરીથી ખોટી રીતે કબૂલાત કરાવી ફસાવવાની કોશિશ કરી રહ્યા છો- એવો ભાવ એટલે લાગણીનું પત્તું ખેલવું. ફરીથી એ ચોખવટ કે એનસીબી અત્યારે કબાટમાંથી હાડપિંજરો બહાર કાઢી રહી છે. નશાકારક દ્ર્વયોનો વેપલો થઈ રહ્યો છે, એવું તેઓ જાણે જ છે. તેઓ તો નામ અનુસાર એને નિયંત્રણ(કંટ્રોલ) કરવા કોશિશ કરે છે. નહીંતર એનું નામ નાર્કોટિક્સ એલિમિનેશન (છૂટકારો) બ્યૂરો હોત. પણ એ વાત આજનો વિષય નથી. અમેરિકન સાયકોલોજિસ્ટ પૌલ એકમેન અનુસાર લાગણીના મૂળ છ પ્રકાર છે. એ છે: ૧. ગુસ્સો, ક્રોધ ૨. ચીડ, સૂગ ૩. ડર, બીક ૪. ખુશી, હર્ષ ૫. દુ:ખ, રંજ ૬. આશ્ચર્ય, વિસ્મય. પછી તો જેમ મૂળ રંગોના મિશ્રણથી અલગ રંગ બને એમ બીજી અનેક લાગણીઓ બની જાય. નવી લાગણીઓ જેમ કે મનોરંજન, દહેશત, તૃપ્તિ, અભિલાષા, શરમિંદગી, પીડા, રાહત છે જે કોઈ પણ વ્યક્તિ પોતાના ચહેરાનાં હાવભાવ કે બોલચાલથી પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત વધારાની કેટલીક લાગણીઓ પણ છે જેમ કે કંટાળો, ગૂંચવાડો, રસપ્રદતા, ગર્વ, શરમ, અવગણના, અપમાન, જીત વગરે. એ નક્કી છે કે કેટલીક લાગણીઓ સારી છે અને કેટલીક નઠારી. લાગણીથી આપણે એક બીજા સાથે વહેવાર કરીએ છીએ. લાગણીશૂન્યતા સારી સ્થિતિ નથી. લાગણીવેડાં પણ ઇચ્છનીય નથી. લાગણીવેડાં એટલે લાગણી બતાવ્યા કરવાની આદત, ઊર્મિલતા, વેવલાઈ, પોમલાવેડા, વધુ પડતી લાગણીની સ્થિતિ; તેનાથી તણાઈ જવું તે. આ લાગણી સાલી વિચિત્ર આઇટેમ છે, નહીં?! ઘણાં લોકોને લાગણી બતાડયા કરવાની ટેવ હોય છે. ખાસ કરીને તેઓ કેટલાં દુ:ખી છે-એની છબી છતી કરતાં રહે છે. કેટલાંક એવાં છે જે દુ:ખ છે પણ બતાડી શકતા નથી. પણ અમે માનીએ છીએ કે અંતરની ઊર્મિઓ દેખાડી દેવી જોઈએ. દીપિકાબહેન રોઈ પડ્યા તો ભલે. અને કેફી પદાર્થ નિયંત્રણ કચેરીનાં ક્રૂર તપાસનીસો એને ‘ઈમોશનલ કાર્ડ’ ખેલવાનો ખેલ કહે તો ભલે. પણ અમને લાગે છે કે મનની વાત મનમાં ન રાખવી જોઈએ. રડવું એ પુરુષની સાપેક્ષ સ્ત્રી સાથે જોડાયેલી લાગણી છે. રોવું સારી વાત છે. મશહૂર હોલીવૂડ અભિનેત્રી સોફિયા લોરેન કહેતા કે જો તમે ક્યારેય રડ્યા નહીં હો તો તમારી આંખો અત્યારે છે એટલી સુંદર ન જ હોઈ શકે. અને છેલ્લે પ્રિય કવિ કૈલાસ પંડિતની ગઝલનો જાણીતો શેર: ‘દર્દને ગાયા વિના રોયા કરો, પ્રેમમાં જે થાય છે જોયા કરો.’ પૂછપરછ જો થાય તો રોયા કરો. નથિંગ રોંગ વિથ ધીસ.

Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.