Daily Archives: નવેમ્બર 20, 2020

Today is National Mathematics Day સુધીર ફડકે

Today is National Mathematics Day
( I.e. Birth Day of Srinivasa Ramanujam )
See This Absolutely Amazing Mathematics Given By Great Mathematician रामानुजम
1 x 8 + 1 = 9
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321
1 x 9 + 2 = 11
12 x 9 + 3 = 111
123 x 9 + 4 = 1111
1234 x 9 + 5 = 11111
12345 x 9 + 6 = 111111
123456 x 9 + 7 = 1111111
1234567 x 9 + 8 = 11111111
12345678 x 9 + 9 = 111111111
123456789 x 9 +10= 1111111111
9 x 9 + 7 = 88
98 x 9 + 6 = 888
987 x 9 + 5 = 8888
9876 x 9 + 4 = 88888
98765 x 9 + 3 = 888888
987654 x 9 + 2 = 8888888
9876543 x 9 + 1 = 88888888
98765432 x 9 + 0 = 888888888
And Look At This Symmetry :
1 x 1 = 1
11 x 11 = 121
111 x 111 = 12321
1111 x 1111 = 1234321
11111 x 11111 = 123454321
111111 x 111111 = 12345654321
1111111 x 1111111 = 1234567654321
11111111 x 11111111 = 123456787654321
111111111 x 111111111 = 12345678987654321
મરાઠી ફિલ્મો અને સુગમ સંગીતના આઇકોન સુધીર ફડકે
મહાન સંગીતકાર – ગાયક સુધીર ફડકેનો ૧૦૧મો જન્મ દિન. ૨૫ જુલાઈ ૧૯૧૯ના રોજ તેમનો કોલ્હાપુરમાં જન્મ થયો હતો. તેઓ પાંચ દાયકા સુધી મરાઠી ફિલ્મોના અને સુગમ સંગીતના આઇકોન ગણાતા હતા. તેમણે ૨૧ હિન્દી ફિલ્મોનું પણ સંગીત સર્જ્યું હતું. તેઓ બાબુજી નામે જાણીતા હતા. હિન્દી ફિલ્મોના ભાવકો તેમને ‘જ્યોતિ કલશ છલકે’ કે ‘આજ પહલી તારીખ હૈ’ જેવા ગીતોના સંગીતકાર રૂપે ઓળખે છે.
તેમનું મૂળ નામ રામ ફડકે હતું. કોલ્હાપુરના વામનરાવ પાધ્યે પાસે તેઓ શાસ્ત્રીય સંગીત શીખ્યા હતા. તેઓ પહેલાં એચએમવી અને પછી ૧૯૪૬થી પ્રભાત ફિલ્મ કંપની સાથે સંગીતકાર રૂપે જોડાયા હતા. તેમની પાંચ દાયકા જેટલી લાંબી કરિયરમાં સુધીર ફડકેએ મરાઠી અને હિન્દી ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યું હતું. તેઓ જેટલા સારા સંગીતકાર હતા, તેટલાં જ સારા ગાયક પણ હતા. તેમના સાથી ગાયિકા લલિતા દેઉલકરને તેઓ પરણ્યા હતા. ૧૯૫૦માં જન્મેલા તેમના દીકરા શ્રીધર ફડકે પણ જાણીતા ગાયક-સંગીતકાર છે.
કવિ શ્રી જી. ડી. મડગુલકરના પદ્ય આધારિત ‘ગીત રામાયણ’ એ સુધીર ફડકેનું સૌથી જાણીતું કાર્ય છે. એ સંગીત કાર્યક્રમ ૧૯૫૪-૫૫ દરમિયાન એકાદ વર્ષ સુધી ઓલ ઇન્ડિયા રેડીઓ પર રજૂ થયો હતો. એને આધારે રજૂ થતાં રંગમંચીય કાર્યક્રમ આજે પણ વિશાળ શ્રોતા સમૂહ સામે રજૂ થતાં રહે છે. તેમાં સુધીર ફડકેએ તમામ ૫૬ ગીતોને સ્વરબદ્ધ કર્યા છે, જેને અનેક જાણીતા ગાયકોએ ગાયા છે. એ તમામ ગીતો સુધીર ફડકેના સ્વરમાં પણ રેકોર્ડ કરાયા છે.
તેમના અંતીમ સમયમાં સુધીર ફડકે સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત ‘વીર સાવરકર’ ફિલ્મના નિર્માણ અને ગીત સંગીત સાથે વ્યસ્ત હતા. લોકોના ફાળાથી એ ફિલ્મ બની હતી.
સુધીરજી ગોવા મુક્તિ અંદોલન સાથે પણ સંકળાયા હતા. તે પહેલાં ફડકે સાંઠ વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા હતા. અમેરિકામાં ‘ઇન્ડિયા હેરીટેજ ફાઉન્ડેશન’ના તેઓ સ્થાપક સભ્ય અને મુખ્ય પ્રેરણા સ્રોત હતા.
સુધીર ફડકેએ ૧૧૧ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, જેમાંની ૨૧ હિન્દી ફિલ્મો હતી. ભારતની બે મહાન ગાયિકાઓ આશા ભોસલે અને લતા મંગેશકર સાથે તેમણે યાદગાર ગીતોના સર્જન કર્યા હતાં.
૧૯૪૬ની ‘ગોકુળ’ ફિલ્મના સંગીતથી તેમણે સંગીત યાત્રાની શરૂઆત કરી હતી. જે ૧૯૮૮ સુધી અવિરત ચાલુ રહી હતી. સુધીર ફડકેના જે હિન્દી ગીતોથી આપણે પ્રભાવિત છીએ તેમાં ‘ભાભી કી ચૂડિયા’નું લતાજીએ રાગ ભૂપાલીમાં ગાયેલું ગીત ‘જ્યોતિ કલશ છલકે’ અને કિશોર કુમારે ગાયેલું ફિલ્મ ‘પહલી તારીખ’નું ‘ખુશ હૈ જમાના આજ પહલી તારીખ હૈ’નો સમાવેશ થાય છે. આ ગીત આજે પણ રેડિયો સિલોન દ્વારા દર મહિનાની પહેલી તારીખે વગાડાય છે. મરાઠી લાઈટ ઇન્ફન્ટ્રી દ્વારા ગવાતા સ્ફૂર્તિ ગીતની ધૂન સુધીર ફડકેની છે. તેમણે કરેલું સંગીત નિયોજન મીલીટરી બેન્ડ વગાડે છે. જેના શબ્દો જી. ડી. મડગુલકરના છે. આરએસએસ ના બીજા સરસંઘચાલક શ્રી આર એસ ગોલવલકરની શ્રધાંજલિ માટેનું ગીત ‘ચાહિયે આશિષ માધવ’ પણ સુધીર ફડકેનું સર્જન છે. સુધીર ફડકેના અન્ય મહત્વના સર્જનમાં આશી પાખરે યેતી, દેવ દેવહર્યાત નાહી, દાવ માંડુન માંડુન મોડું નકો, વિકટ ઘેતલા શ્યામ, તુઝે ગીત ગન્યાસ્થી સૂર લાભુ દે, તોચ ચંદ્રમાં નાભાત નો સમાવેશ થાય છે.
સુધીર ફડકેને અનેક માન અકરામ મળ્યાં હતાં. ૧૯૬૩ની તેમની મરાઠી ફિલ્મ ‘હા માઝા માર્ગ એકલા’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ૧૯૯૧માં તેમને સંગીત નાટક એકેડમી એવોર્ડ મળ્યો હતો અને ૨૦૦૨માં તેમને ડીડી સહ્યાદ્રી દ્વારા ‘સહ્યાદ્રી સ્વર રત્ન પુરસ્કાર’થી સન્માનિત કરાયા હતા.
સુધીર ફડકેનું નિધન મુંબઈમાં ૨૯ જુલાઈ, ૨૦૦૨ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે બ્રેઈન હેમરેજથી થયું હતું. તેમના દેહને દાદરના વીર સાવરકર મેમોરીયલમાં લોક દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ તેમના અંતીમ દર્શન કર્યા હતા. બોરીવલી અને દહીસરને પૂર્વ અને પશ્ચિમ રેલવેને જોડતા દહીસર નદી પરના રેલવે ફ્લાયઓવર – ઓવરબ્રીજને સુધીર ફડકેનું નામ આપવામાં આવ્યું છે.
દેશના પનોતા સંગીત પુત્ર રૂપે તેમણે કરેલા મહાન કાર્ય માટે તેમને વંદન કરીએ.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ. આભાર શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person

Leave a comment

Filed under પ્રકીર્ણ