Daily Archives: ડિસેમ્બર 2, 2020

સંવેદનાના સૂર સજાવનાર સંગીતકાર મદન મોહન

Image may contain: one or more people and people standing, text that says 'સંદેશ વિશેષ કુરક્ષેત્ર સ્મશાનભૂમિમાં વાર્ષિક સાધારણ સભા RLElEs सधारण साया જરણોદદ શ્રી કુરેક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટની ૪ટમી વાર્ષિક સાધારણ સભા જહાંગીરપુરા કુરેક્ષેત્ર સ્મશાન ભુમિ ખાતે યોજાવામાં આવી હતી. જેમાં નિવૃત્ત શિક્ષકા ભારતીબેન પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યકમની શરેઆત કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ કમલેશ સેલરે ટ્રસ્ટની કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો. કાર્યકમાં અતિથિ વિષેશ પદે પધારેલા જાણીતા કવિયત્રી યામિનીબેન વ્યાસ ઉપસ્થિત રહી વિવિધ કવિતા રજુ કરી હતી. સંસ્થાના પુસ્તકાલય માટે ભારતીબેને ૧૫૦ પુસ્તકોની ભેટ આપી હતી. ઉપરાંત મહાવીર સંસ્કારધામના અગ્રણી શાંતિલાલ જૈને ૧,૨૧,૦૦૦નું દાન આપ્યું હતું.'સંવેદનાના સૂર સજાવનાર સંગીતકાર મદન મોહન
સંગીતકાર મદન મોહનની ૪૫મી પુણ્યતિથિએ તેમને યાદ કરીએ. ૧૪ જુલાઈ, ૧૯૭૫ના રોજ માત્ર ૫૧ વર્ષની વયે આ મહાન સંગીતકારના સૂર થંભી ગયાં હતાં. પચાસથી સિત્તેરના દાયકા સુધી મદન મોહને તેમના શ્રેષ્ઠ ગીતો હિન્દી ફિલ્મોમાં આપ્યાં. ખાસ કરીને મદનજી તેમની સ્વરબદ્ધ કરેલી સંવેદનશીલ ગઝલોને કારણે ખુબ લોકપ્રિય થયા હતા. તેમની લતા મંગેશકર, તલત મેહમૂદ અને મોહંમદ રફીએ ગયેલી ગઝલો યાદગાર હતી.
મદનજીનો જન્મ ઈરબીલ, ઈરાકી કુર્દિસ્તાનમાં ૨૫ જૂન, ૧૯૨૪ના રોજ થયો હતો. તેમના પિતા રાયબહાદૂર ચુન્નીલાલ કુર્દિસ્તાનના લશ્કરના એકાઉન્ટન્ટ જનરલ હતા. ત્યાં જન્મેલા મદનજીના પહેલાં પાંચ વર્ષ મિડલ ઈસ્ટમાં વિત્યા હતાં. ૧૯૩૨માં ચુન્નીલાલનો પરિવાર પંજાબના જેલમ જીલ્લાના વતન ચકવાલમાં પરત થયો. મદનને દાદા પાસે રાખી પિતા મુંબઈ ગયાં, જે પાછળથી બોમ્બે ટોકીઝ સ્ટુડીઓના અને પછી ફિલ્મીસ્તાન સ્ટુડીઓના પાર્ટનર બન્યા હતા. આમ મદન મોહન કરતાં તેમના પિતાજી ફિલ્મો તરફ વહેલાં આવ્યા હતા.
મદન મોહનને સંગીતનો વારસો માતા પાસેથી મળ્યો હતો. માતાજી કવયિત્રી અને સંગીત રસિક હતાં. તેમના પિતાજીને સંગીતમાં ઓછો રસ હતો, પણ દાદા હકીમ યોગરાજ અને તેમના ભાઈ પ્રકાશ સંગીતના ભારે રસિયા હતાં. તેઓ નાનકડા મદનની હાજરીમાં સંગીતની ઝીણી ઝીણી બાબતોની ચર્ચા કરતાં. આમ મદનજીને ઘરે જ બાળપણથી સંગીતના સંસ્કાર મળ્યાં હતાં. ત્યાર બાદ પિતાએ માતા અને મદનને મુંબઈ બોલાવી લીધાં. ત્યાં તેમની દોસ્તી રાજ કપૂર, નરગીસ અને સુરૈયા સાથે થઇ હતી. પિતાજીના કહેવા મુજબ મદન કર્નલ બ્રાઉન કેમ્બ્રિજ સ્કૂલમાં ભણીને લશ્કરમાં જોડાયા. બીજા વિશ્વ યુદ્ધના ૧૯૪૩ના કટોકટી કાળમાં તેઓ યુધ્ધના સાક્ષી બન્યા. સેના સાથે કામ કરવાને લીધે મદન મોહનના વ્યક્તિત્વમાં શિસ્ત, ફિટનેસ, વિનમ્રતા અને સમયપાલનના ગુણો વિક્સ્યાં હતાં. પણ નિયતિને કંઇક બીજું જ મંજૂર હતું, મદને સેના છોડી અને પોતાનાં પહેલાં પ્રેમ – સંગીત તરફ વળ્યા. તેઓ ઓલ ઇન્ડિયા રેડીઓ, લખનૌમાં જોડાયા, જ્યાં તેમણે ઉસ્તાદ ફૈયાઝ ખાન, ઉસ્તાદ અલી અકબર ખાન, બેગમ અખ્તર અને તલત મેહમૂદ જેવા દિગ્ગજો સાથે કામ કર્યું. ૧૯૪૭માં મદનજીની બદલી આકાશવાણી, દિલ્હીમાં થઇ. તેમની સમજ લઈને મદન મોહન મુંબઈ આવ્યા. પહેલાં તેઓ એક્ટર બનવા માંગતા હતાં પણ પછી સંગીતકાર બની ગયા. તેમને ગાયક પણ બનવું હતું. તેમના સ્વરમાં બેહઝાદ લખનવી સહિતની ગઝલો રેકોર્ડ પણ થઇ હતી. ૧૯૪૮માં ‘પિંજરે મેં બુલબુલ બોલે’ ફિલ્મી ગઝલ લતાજી સાથે રેકોર્ડ થઇ હતી. સંગીતકાર હતાં ગુલામ હૈદર અને ફિલ્મ હતી ‘શહીદ’. જોકે એ ગીતો ક્યારેય ફિલ્મોમાં વપરાયા નહીં. પહેલાં તેઓ દિગ્ગજ સંગીતકાર એસ ડી બર્મનના ફિલ્મ ‘દો ભાઈ’ના અને પછી સંગીતકાર શ્યામ સુંદરના ‘એક્ટ્રેસ’ અને ‘નિર્દોષ’ માટે સહાયક બન્યા. ૧૯૫૦માં સ્વતંત્ર સંગીતકાર રૂપે તેમની પહેલી ફિલ્મ ‘આંખે’ આવી. પછી ‘અદા’માં તેમણે લતા મંગેશકર પાસે ગવડાવ્યું. લતાદીદી અને મદન ભૈયાની આ જુગલબંદી બહુ લાંબી ચાલવાની છે, તેનો ત્યારે કોને ખ્યાલ હતો?
તેમની ‘શરાબી’ની રફી સાહેબે ગયેલી બે રચનાઓ ‘સાવન કે મહિને મેં’ અને ‘કભી ના કભી કોઈ ના કોઈ’ દેવ આનંદ પર ચિત્રિત થઇ અને મદનજી જાણીતા બન્યા. ‘જહાં આરા’ની ‘વો ચૂપ રહે તો’ અને ‘દુલ્હન એક રાત કી’ની ‘મૈને રંગ લી આજ ચુનરિયા’ પણ જાણીતી બની. મદનજીના સંગીતમાં તલત મેહમૂદ માટે ફિલ્મ ‘જહાં આરા’માં ‘ફિર વોહી શામ’ કે ‘મૈ તેરી નઝર કા શૂરુર હું’ કે ‘તેરી આંખ કે આંસૂ’ ગીતો બન્યા. રફી સાહેબે ‘દુલ્હન એક રાત કી’માં ‘એક હસીન શામ કો’ કે ‘જહાં આરા’માં ‘કિસી કી યાદ મેં’, ‘મેરા સાયા’માં ‘આપ કે પહલુ મેં આકાર રો દિયે’ અને ‘નૌનિહાલ’ માટે ‘મેરી આવાઝ સુનો’ કે ‘તુમ્હારી જુલ્ફ કે સાયે મેં’ કે ‘ચિરાગ’માં ગયેલી ‘તેરી આંખો કે સિવા’ કે ‘હીર રાંઝા’ના ગીતો કોણ ભૂલી શકે? કિશોર કુમાર સાથે તેમણે પ્રમાણમાં ઓછું કામ કર્યું પણ ‘ભાઈ ભાઈ’ માટે ‘મેરા નામ અબ્દુલ રેહમાન’ કે ‘મુનીમજી’નું ‘જરૂરત હૈ’ કે ‘પરવાના’નું ‘સિમટી સી’ યાદગાર બન્યાં. જોકે લતાજીએ ગાયેલી મદન મોહનની ગઝલો તો એક બીજી જ દુનિયામાં લઇ જાય એવી છે.
જે મહાન શાયરોની ગઝલો મદન મોહને સ્વરબદ્ધ કરી છે તેમાં રાજા મેહદી અલી ખાન, કૈફી આઝમી, રાજેન્દ્ર કૃષ્ણ, સાહિર લુધિયાનવી કે મજરૂહ સુલતાન પુરી યાદગાર હતાં. સંગીતકાર મદન મોહને આપેલું સંગીત એ હિન્દી સિનેમાનો વારસો છે.
મદન મોહનની યાદગાર રચનાઓ જે ફિલ્મો દ્વારા મળી તે યાદ કરીએ: આંખે (૧૯૫૦), મદહોશ, રેલવે પ્લેટફોર્મ, ભાઈ ભાઈ, દેખ કબીર રોયા, આખરી દાવ, અદાલત, જેલર, ખજાનચી, સંજોગ, અનપઢ, આપકી પરછાઈયાં, ગઝલ, હકીકત, જહાંઆરા, પૂજા કે ફૂલ, વહ કૌન થી? મેરા સાયા, નૌનિહાલ, એક કલી મુસ્કાઈ, દસ્તક (નેશનલ એવોર્ડ – ૧૯૭૦), હીર રાંઝા, પરવાના, બાવર્ચી, એક મુઠ્ઠી આસમાન, હસ્તે જખ્મ, મૌસમ, લૈલા મજનું, ચાલબાઝ (૧૯૮૦) અને મરણોપરાંત ‘વીર ઝારા’ (IIFA એવોર્ડ – ૨૦૦૪).
મદન મોહનના યાદગાર ગીતો: આજ સોચા તો આંસુ ભર આયે, આપ કી નઝરોં ને સમજા, આપ કયું રોયે, અગર મુજસે મોહબ્બત હૈ, અય્ દિલ મુઝે બતા દે, બૈયા ના ધરો, ભૂલી હુઈ યાદેં, દો દિલ તૂટે દો દિલ હારે, એક હસીં શામ કો, હૈ ઇસી મેં પ્યાર કી આબરુ, હમ હૈ મતા યે કૂચા ઓ બાઝાર કી તરહા, હમ પ્યાર મેં જલને વાલોં કો, કદર જાને ના, કૌન આયા મેરે મન કે દ્વારે, લગ જા ગલે, માઈ રે મૈ કૈસે કહું, મૈ નિગાહેં તેરે ચેહરે સે, મૈ યહાં હું યહાં હું, મૈ યે સોચકર, મેરી આવાઝ સુનો, મેરી વીણા તુમ બિન રોયે, મેરી યાદ મેં તુમ ના, નગ્મા ઓ શેર કી સૌગાત, નૈના બરસે, નૈનો મેં બદરા છાયે, ફિર વોહી શામ, રંગ ઔર નૂર કી સૌગાત, રસ્મ એ ઉલ્ફત કો નિભાયે, રુકે રુકે સે કદમ, તેરી આંખો કે સિવા દુનિયા મેં, તું જહાં જહાં ચલેગા, તું પ્યાર કરે યા ઠુકરાયે, તુઝે ક્યા સુનાઉ મૈ દિલરુબા, તુમ જો મીલ ગયે હો, તુમ્હારી જુલ્ફ કે સાયે મેં, ઉનકો યે શિકાયત હૈ, વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગઈ, યું હસરતોં કે દાગ, જરા સી આહટ હોતી હૈ…
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.
Image may contain: 1 person, suit and closeup

Leave a comment

Filed under Uncategorized