Daily Archives: ડિસેમ્બર 8, 2020

અમારી ૬૩મી લગ્ન ગાંઠ…/ ચિ સૌ યામિની-ગૌરાંગકુમારનીની ૩૬મી લગ્નગાંઠ


tSpo4ncshorSehd
  · 

Public
Image may contain: text that says 'શુભેચ્છા ગઝલ ગગનથી શુભેચ્છા સતત ઝરમરી છે, તમારા લગનની એનિવર્સરી છે. હવા છે નશામાં ને મહેકે છે કૂવો, જૂઓ હર દિશામાં ખુશી અવતરી છે. પરોવી હથેળી વિતાવેલ સાંજો, બધીએ તમારે જ નામે કરી છે. તમે જયારથી એકબીજામાં વસ્યાં, પ્રભુની કૃપા પણ અમીમય ઠરી છે. રહો આ રીતે રોજ ઉત્સવ મનાવી, આ માધુર્યથી જિંદગી મનભરી છે. યામિની વ્યાસ'

Yamini Vyas

વંદી ભાવથી સર્વ દેવગણને, શ્રદ્ધા થકી પૂજીએ.વિઘ્નોને હરીલે સદા શુભ કરે, તેને સહુ વંદીએ.રિદ્ધિસિદ્ધિ દઇ સુભક્તજનને, કાર્યો બધાં સાધતા,ગૌરીપુત્ર ગણેશ દંપતિતણું ,

કુર્યાત સદા મંગલમ્ .   ૧
ઓવારેથી અનંતના વહી રહી, આશિષધારા અહો !દાદાજી ………… હ્રદયની ભાવોર્મિઓ સુખદા,…..દાદી વહાલી દિકરી તણું, કલ્યાણ ચાહે સદા,………….. આ રૂડા યુગલનું,

સાધો સદા મંગલમ્ .  ૨
લૈ જે રૂપ વિભુવરે ધરણી પે, પાયાં પ્રીતિ—અમૃતો.માતા આ ……….  તણી પ્રીત ઘણી, આનંદ તારો બની.શિરે હસ્ત રહે સદા જીવનમાં, ………પિતા તણો.મોંઘા વાત્સલ્યભાવ દંપતીતણું, કુર્યાત સદા મંગલમ્ .   3
મોટા બાપુજી દિલથી ……. …સંગ ભાભુ ……વ્હેતાં શાં ઝરણાં અહોનિશ ભલાં દુલારી …..તણાં.નાના—નાનીજી ……. સહ અહીં ………ભાઇ અહા !બોલે, ‘વિભુવરો ભલા યુગલનું, સાધો સદા મંગલમ્ .    ૪
ફૂવા-ફોઇ તેની તું લાડલી ઘણી, સૌભાગ્ય તારું ખરું !માસા—માસી સદૈવ તારી કરતાં, સુ-કામના સુખની.મામા—મામી દિલે ઘણી ઉછળતી,ઊર્મિ ભલા ભાવ ની.એવાં મંગલ હેત આ યુગલનું, કુર્યાત્ સદા મંગલમ્ .   ૫
ખેલો ખેલ સુ-શૈશવે જીવનમાં. સંગે સદા હર્ષથીનાનો ભાઇ ….. આજ દીદીને હેતે વળાવે અહીં.બ્હેની …… , ……. ય દિલથી, ગાયે મીઠાં ગીતથી !એવાં બંધુ—ભગિનીહેત દ્વયનું,

કુર્યાત્ સદા મંગલમ્ .   ૬
દાદા—દાદી …………..ભાઇ-…….બેન  મળો સુખદાકાકા—કાકી અહા ! ……-…….ની પ્રીતિ તને લાધજો.લો ! આ …. .., ….., ……. સહુ, કેવી વધાવે તને !……–…… નું સહુ વિભુવરો, કુર્યાત્ સદા મંગલમ્.       ૭
……કાજ રૂડા સ્વસ્તિક રચીને, ને તોરણો બારણે ! .…..માત. …..તાત વદતા, ‘તારું અહીં સ્વાગતમ્ !હૈયે હેત ધરી ઉજાલ કુળને, સૌની બનીને સદા.’આ ….. વ…….. ભાવ દ્વયનું,

સાધો સદા મંગલમ્ .    ૮
સપ્તપદીમાં આ આત્માની મૈત્રીનો ભાવ રહેલો છે.ૐ એકમિષે વિષ્ણુસ્ત્વા નયતુ   
ભાવાર્થ : આ પ્રથમ પાદ આક્રમણ કરવા માટે વિષ્ણુ ભગવાન તને અન્ન આપોસુખદુ:ખાનિ સર્વાણિ ત્વયા સહ વિભજ્યતે 
યત્ર ત્વં તદહં તત્ર પર્થમે સા બ્રવીદિદમ્  ભાવાર્થ: હે પતિદેવ ! તમારા સુખદુ:ખમાં હું ભાગીદાર બનીશ. તમે જ્યાં અને જેવી રીતે રહેશો ત્યાં હું પણ રહીશૐ દ્વે ઉર્જે વિષ્ણુસ્ત્વા નયતુ   
ભાવાર્થ :બીજા પદને ઓળંગવા માટે ભગવાન વિષ્ણુ તને શક્તિ આપોકુટુંબં રક્ષયિષ્યામિ આબાલવૃદ્ધિકાદિકમ્અસ્તિ નાસ્તિ ચ સંતુષ્ટા દ્વિતીયે સા બ્રવીદિદમ્  ભાવાર્થ :હે નાથ ! બાળકો, વૃદ્ધો વગેરે ઘરમાં બધાંને હું સાચવીશ અને ઘરમાં જે પણ વસ્તુ હોય તેનાથી સંતોષ પામીશ.વરવચનૐત્રીણિ રાયસ્પોષાય વિષ્ણુસ્ત્વા નયતુ  IIભાવાર્થ: ત્રીજા પદને ઓળંગવા માટે ભગવાન વિષ્ણુ તને સંપત્તિ વધારનારી બનાવોકન્યા વચનભર્તુભક્તિરતા નિત્યં, સદૈવ પ્રિયભાષિણી ભવિષ્યામિ પદે ચૈવ તૃતીયે અહં બ્રવીદિદમ્ ભાવાર્થ : હે સ્વામી ! તમને જ દેવ માનીને તમારી ભક્તિમાં હું સદાય પ્રિયવાણી બોલનારી બનીશવરવચનૐ ચત્વારિમાયો ભવાય વિષ્ણુસ્તવા નયતુ  ભાવાર્થ :ચોથા પદના આક્રમણ માટે અને આપણા ઘરને ઉલ્લાસમય બનાવવા માટે વિષ્ણુ ભગવાન તને સુખની પ્રાપ્તિ કરાવેકન્યા વચનઆર્તે આર્તાભવિષ્યામિ સુખદુ:ખાવિભાગિની તવાજ્ઞાં પાલયિષ્યામિ ચતુર્થેડહં બ્રવીમિ ત્વામ્  ભાવાર્થ : હે નાથ ! તમારા દુ:ખમાં હું ય દુ:ખી થઇશ અને સુખદુ:ખમાં ભાગીદાર થઇશ. તમારી આજ્ઞાનું પાલન કરીશૐ પદ્ય પશુભ્યો વિષ્ણુસ્તવા નયતુ  
ભાવાર્થ: આ પાંચમા પગલા માટે ભગવાન વિષ્ણુ તને પશુવૃદ્ધિનું સુખ આપોકન્યા વચનઋતકાલે શુચિ સ્નાતા ક્રીડિષ્યામિ ત્વયા સહ નહં પરતરં યાયાં પદ્યમેડહં બ્રવીમિ ત્વામ્  ભાવાર્થ: રજોદર્શન થયા પછી સ્નાનથી પવિત્ર થઇને હું આપની સાથે સુખવિલાસ ભોગવીશ, અન્ય કોઇ પુરુષનો વિચાર નહીં કરુંવર વચનૐ ષડ ઋતુભ્યો વિષ્ણુ: ત્વા નયતુ   Iભાવાર્થ: આ છઠ્ઠા પદના આક્રમણ માટે ભગવાન વિષ્ણુ તને બધીયે છ ઋતુઓમાં પ્રસન્ન રાખે.કન્યા વચનઇહાય સાક્ષિકો વિષ્ણુર્ન ચ ત્વાં વંચિતાસ્મ્યહમ્ ઉભયો :પ્રીતિરત્યંતા ષસ્ઠેડહં ચ બ્રવીમિ ત્વામ્  ભાવાર્થ: હે દેવ ! હું વિષ્ણુ ભગવાનની સાક્ષીમાં કહું છું કે હું તમને કદી છેતરીશ નહિ. આપણી એકબીજા પ્રત્યે પ્રીતિ વધે તેમ વર્તીશવરવચનૐ સખે સપ્તપદા ભવ, સા માં અનુવ્રતા ભવ, વિષ્ણુ ત્વા નયતુ  ભાવાર્થ: આ સાતમા પગલાને ઓળંગવા માટે તું મારી સખી, સમર્થક, સંરક્ષક અને સંવર્ધક બન.કન્યા વચનહોમયજ્ઞાદિ કાર્યેષુ ભવામિ ત્વ સહાયિની ધર્માર્થકામકાર્યેષુ સપ્તમેડહં બ્રવીમે ત્વામ્   ભાવાર્થ : હોમ, યજ્ઞ આદિ કાર્યોમાં હું તમારી સહાય કરનારી બનીશ. ધર્મ, અર્થ અને કામ આદિ કાર્યોની સિદ્ધિમાં તમારી સહાયિકા બનીશ.
લગ્ન સ્થળ
રામાયણકાળનું અનાવલનું શુકલેશ્વર મહાદેવ મંદિર

લગ્નસ્થળ શુકલેશ્વર મહાદેવ
૮મી ડીસેંબર ૧૯૫૭
૮મી ડીસેંબર ૧૯૮૪


લગ્નગ્રંથી જીવને ૬૩ વર્ષ પ્રજ્ઞાજુ-પ્રફુલ્લ પુરા કરે,
યામિની પરણ્યાને પણ ૩૬ વર્ષ પુરા થયા,

આપણાં સમાજમાં લગ્નને પવિત્ર જોડાણ ગણવામાં આવ્યું છે. જેમણે સતત ૬૩ અને ૩૬ વર્ષ સુધી એક પછી એક વર્ષ આનંદપૂર્વક આ જોડાણને નીભાવ્યું અને એક-મેકના જીવનમાં વૃક્ષ અને વેલીની માફક લગ્નના આ પવિત્ર બંધનને અનેરું મહાત્મ્ય બક્ષ્યું છે તે બંને પૂજ્ય અને આદરણીય દંપતીને ખૂબ ખૂબ શુભેછાઓ….

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized