Daily Archives: ડિસેમ્બર 12, 2020

ગોટ/ પરેશ વ્યાસ

Image may contain: 1 person, text that says 'લો! તમારા આગમન ટાણે જ ફૂટે આયનો, એક ચહેરો ને હજારો બિંબ ડોકાયા કરે! યામિની વ્યાસ'

*ગોટ: સર્વ સમયનો મહાનતમ મનુષ્ય*यह महान दृश्य है,चल रहा मनुष्य है,अश्रु श्वेत रक्त से,लथपथ लथपथ लथपथ,अग्निपथ अग्निपथ अग्निपथ।~ हरिवंशराय बच्चन ‘ગોટ’ શબ્દ તાજેતરમાં ડિક્સનરી.કોમમાં ઉમેરાયો. ‘ગોટ’ શબ્દ આવે એટલે ગાંધીજીની પાળેલી પ્રિય બકરી યાદ આવે. ગોટ એટલે ગાડરિયો પ્રવાહ પણ યાદ આવે, જેમાં ઘેટાં બકરાં મૂંડી નીચે કરીને એક પાછળ એક હાલ્યા જતા હોય. ભગવદ્ગોમંડલ અનુસાર બકરીને અજા, ગલસ્તની, છેલકા, છાગી, સ્તુભા પણ કહે છે. બે સમજુ બકરીઓની બાળવાર્તા આપણે જાણીએ છીએ. બે બકરી પુલની વચ્ચે ભેગી થઈ ગઈ. બંનેને એકમેકથી સામેના કાંઠે જવું હતું. બકરીઓ વિચારમાં પડી ગઈ. પાછા જઈ શકાય તેમ ન હતું. એક બીજાની બાજુમાં થઈને પણ નીકળી શકાય તેમ ન હતું. બકરીઓ સમજુ હતી. તે ગભરાઈ નહિ. તેમ તે લડી ઝઘડી પણ નહિ. એક બકરી નીચે બેસી ગઈ. બીજી બકરી તેના પર થઈને આગળ નીકળી ગઈ. કેવી સમજુ હતી આ બકરીઓ! આમ તો કોઈ ભોળો અને સાદો માણસ હોય તો એને બકરી જેવો કહીને આપણે એને બિરદાવીએ છીએ. અકરાંતિયો કે આળસુ માણસ પણ બકરી સમો કહેવાય છે. પુરુષની ફ્રેંચ કટ દાઢી ત્યારે આપણે બકરાં દાઢી કહીએ છીએ. કારણ કે એવું લાગે કે જાણે બકરાને હડપચી પર વાળ ઊગ્યા છે. ઈદ-ઉલ-અઝહા તહેવારને બકરીઈદ કહે છે. પશ્ચિમી રાશિચક્રમાં કેપ્રિકોન રાશિની સંજ્ઞા એવો બકરો છે જેની પૂંછડી માછલી જેવી હોય છે. ગ્રીક પુરાણ અનુસાર ઉપરનું રૂપ પુરુષ જેવું પણ માથે શીંગડા અને નીચેનો ભાગ બકરાં જેવો હોય એ દેવને ‘પાન’ કહે છે, જે સ્વભાવે લંપટ છે અને કાયમ વનદેવીઓની પાછળ પડ્યો હોય છે. બકરાં… હવે બસ હોં. કારણ કે ડિક્સનરીમાં જે નવો ઉમેરાયો તે શબ્દ ‘ગોટ’નો અર્થ આ નથી. એ છે જી.ઓ.એ.ટી. (G.O.A.T.) જે ચાર શબ્દોનો પહેલો અક્ષર લઈને બનેલો શબ્દ છે. જેનું પૂર્ણ રૂપ છે ‘ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’. ગુજરાતી અર્થ ‘સર્વ સમયની મહાનતમ વ્યક્તિ.’ જેની કોઈ જોડ ન હોય. એ અનન્ય હોય. એનાં જેવું બીજું કોઈ ન હોય. મૂળ આ ઍક્રનિમ એટલે કે બીજા શબ્દોનાં આદ્યાક્ષરોનો બનેલો શબ્દ મહાન ઍથ્લીટ એટલે કે વ્યાયામના ખેલોમાં નિષ્ણાત હોય એવા રમતવીર માટે વપરાતો થયો. જગવિખ્યાત મુક્કાબાજ મોહમ્મદ અલી માટે ૧૯૯૦નાં દાયકામાં એમની પત્નીએ ‘ધ ગ્રેટેસ્ટ’ કહ્યું હતું, જે સમય જતા ‘ગોટ’ ઍક્રનિમમાં તબદીલ થયું. અમેરિકન બાસ્કેટબોલનાં મહાનતમ ખેલાડી કોબે બ્રાયન્ટ (૧૯૭૮-૨૦૨૦) માટે ‘ગોટ’ શબ્દ વપરાતો હતો. દરેક સમયનાં મહાન ફૂટબોલ ખેલાડીઓની સરખામણી કરીએ તો સૌથી મહાનતમ ફૂટબોલ ખેલાડી તરીકે લિઓનલ મેસીને ગોટ કહેવામાં આવે છે. આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વેબસાઇટ પોતાનાં કેપ્ટન વિરાટ કોહલી માટે રનમશીન/ ચેઈઝમાસ્ટર / કિંગ/ ગોટ/ લીડર એવાં શબ્દો ઉપયોગ કરે છે. આ ગોટ હવે ક્રિકેટ સુધી પહોંચી ગયું છે. જો કે વિરાટ કોહલી ગ્રેટ ખરો પણ ઓલ ટાઈમ ગ્રેટ છે કે કેમ? – એ વિષે રમતનાં વિશ્લેષકોમાં મતમતાંતર હોઈ શકે છે. રમતગમત ક્ષેત્ર પછી ધીરે ધીરે સંગીત કે અન્ય કલામાં પણ અનન્ય હોય એ માટે પણ વપરાવા માંડ્યો. ઘણાં રૅપ (Rap) ગાયકોએ ગોટ શબ્દ લોકપ્રિય કર્યો. બોલચાલ કે વાત-ચેટની ભાષામાં પણ એનો ઉપયોગ હવે ભરપૂર થાય છે. આજે તો એનો ઉપયોગ કોઈ પણ ક્ષેત્રની મહાન અપ્રતિમ અદ્વિતીય પ્રતિભાને માટે થઈ શકે છે. સોશિયલ મીડિયા પર ઇમોજી ઉપયોગ થતો હોય છે. ગુજરાતી લેક્સિકોનમાં ઇમોજી-નો અર્થ આવરી લેવાયો નથી. પણ જો હોત તો એનો અર્થ થાત -નાની છબી કે રેખાચિત્ર જે એક ચોક્કસ વિચાર કે લાગણીને ટૂંકમાં કહી દેય. એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, સેમસંગ, વોટ્સ એપ, ટ્વીટર વગરેનાં ‘ગોટ’ ઈમોજી થોડા થોડા જુદા છે પણ બધામાં કોમન છે દાઢીવાળો બકરો, જેનું મોઢું ડાબી તરફ છે. જ્યારે આપણે સોશિયલ મીડિયા પર બકરીનું ઇમોજી જોઈએ ત્યારે એ ગાંધીજીની બકરી નથી પણ એનો અર્થ થાય છે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ્સ. આમ જોઈએ તો ગાંધીજી પણ તો મહાનતમ હતા જ ને? મહાનતમ થવાય કઈ રીતે? સૌ કોઈ મહાન ન થઈ શકે. નહીં તો મહાનને કોણ પૂછે?! ઉજ્જડ ગામમાં જ એરંડો મહાન હોઈ શકે. સૌ કહે છે મહાન થવા માટે નક્કી કરવું તો પડે કે મારે કરવું છે શું? પોતાનામાં શક્તિ, ખાસિયત, કાબેલિયત પણ હોવી જોઈએ. પાદવાની પહોંચ ન હોય તો તોપખાનામાં નામ લખાવા ન જવાય. શક્તિ અનુસાર લક્ષ્ય નક્કી કરો અને એ પર મંડી રહેવું પડે. આ કરું? કે પેલું?- એવું કન્ફ્યુઝન હોય તો આપણો સંઘ કાશીએ ન પહોંચે. લક્ષ્યપ્રાપ્તિ માટે તમને કોણ મદદ કરી શકે? કોઈ ગુરુ હોય તો સારું. કોઈ બધુ સ્વયં જાણીને કે પામી શકે એટલા શક્તિશાળી હોતા નથી. કોઇની મદદ તો લેવી જ પડે. એકલવ્ય ભલે ધનુર્વિદ્યા જાતે શીખ્યો પણ ગુરુ દ્રોણનું માટીનું પૂતળું તો હતું જ ને? અને હા, ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું હિતાવહ છે. અને રિયાઝ… ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. બસ કરતાં જ રહો. માત્ર ટ્યુનિંગ જ નહીં, ફાઇન ટ્યુનિંગ પણ જરૂરી છે. અને પછી… બીજાનાં ખભે પગ રાખીને ઉપર ચઢતા જાઓ. બસ નીકળી પડો અને મંઝિલ તમારા કદમ ચૂમશે. ઓહો! પણ આ તો થઈ મહાન થવાની વાતો. મહાનતમ શી રીતે થાવું? અરે સાહેબ, ગોટ થવાનું રહેવા દઈએ, આપણે જિયાં છઈએ તિયાં હારા છીએ. હેં ને?!!શબ્દ શેષ:“બંદરમાં લાંગરેલું જહાજ સલામત છે પણ જહાજ એ માટે તો બન્યું હોતું નથી.” –ધર્મશાસ્ત્ર નિષ્ણાત વિલિયમ જી ટી શ

*ગોટ: સર્વ સમયનો મહાનતમ મનુષ્ય*यह महान दृश्य है,चल रहा मनुष्य है,अश्रु श्वेत रक्त से,लथपथ लथपथ लथपथ,अग्निपथ अग्निपथ अग्निपथ।~ हरिवंशराय बच्चन ‘ગોટ’ શબ્દ તાજેતરમાં ડિક્સનરી.કોમમાં ઉમેરાયો. ‘ગોટ’ શબ્દ આવે એટલે ગાંધીજીની પાળેલી પ્રિય બકરી યાદ આવે. ગોટ એટલે ગાડરિયો પ્રવાહ પણ યાદ આવે, જેમાં ઘેટાં બકરાં મૂંડી નીચે કરીને એક પાછળ એક હાલ્યા જતા હોય. ભગવદ્ગોમંડલ અનુસાર બકરીને અજા, ગલસ્તની, છેલકા, છાગી, સ્તુભા પણ કહે છે. બે સમજુ બકરીઓની બાળવાર્તા આપણે જાણીએ છીએ. બે બકરી પુલની વચ્ચે ભેગી થઈ ગઈ. બંનેને એકમેકથી સામેના કાંઠે જવું હતું. બકરીઓ વિચારમાં પડી ગઈ. પાછા જઈ શકાય તેમ ન હતું. એક બીજાની બાજુમાં થઈને પણ નીકળી શકાય તેમ ન હતું. બકરીઓ સમજુ હતી. તે ગભરાઈ નહિ. તેમ તે લડી ઝઘડી પણ નહિ. એક બકરી નીચે બેસી ગઈ. બીજી બકરી તેના પર થઈને આગળ નીકળી ગઈ. કેવી સમજુ હતી આ બકરીઓ! આમ તો કોઈ ભોળો અને સાદો માણસ હોય તો એને બકરી જેવો કહીને આપણે એને બિરદાવીએ છીએ. અકરાંતિયો કે આળસુ માણસ પણ બકરી સમો કહેવાય છે. પુરુષની ફ્રેંચ કટ દાઢી ત્યારે આપણે બકરાં દાઢી કહીએ છીએ. કારણ કે એવું લાગે કે જાણે બકરાને હડપચી પર વાળ ઊગ્યા છે. ઈદ-ઉલ-અઝહા તહેવારને બકરીઈદ કહે છે. પશ્ચિમી રાશિચક્રમાં કેપ્રિકોન રાશિની સંજ્ઞા એવો બકરો છે જેની પૂંછડી માછલી જેવી હોય છે. ગ્રીક પુરાણ અનુસાર ઉપરનું રૂપ પુરુષ જેવું પણ માથે શીંગડા અને નીચેનો ભાગ બકરાં જેવો હોય એ દેવને ‘પાન’ કહે છે, જે સ્વભાવે લંપટ છે અને કાયમ વનદેવીઓની પાછળ પડ્યો હોય છે. બકરાં… હવે બસ હોં. કારણ કે ડિક્સનરીમાં જે નવો ઉમેરાયો તે શબ્દ ‘ગોટ’નો અર્થ આ નથી. એ છે જી.ઓ.એ.ટી. (G.O.A.T.) જે ચાર શબ્દોનો પહેલો અક્ષર લઈને બનેલો શબ્દ છે. જેનું પૂર્ણ રૂપ છે ‘ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’. ગુજરાતી અર્થ ‘સર્વ સમયની મહાનતમ વ્યક્તિ.’ જેની કોઈ જોડ ન હોય. એ અનન્ય હોય. એનાં જેવું બીજું કોઈ ન હોય. મૂળ આ ઍક્રનિમ એટલે કે બીજા શબ્દોનાં આદ્યાક્ષરોનો બનેલો શબ્દ મહાન ઍથ્લીટ એટલે કે વ્યાયામના ખેલોમાં નિષ્ણાત હોય એવા રમતવીર માટે વપરાતો થયો. જગવિખ્યાત મુક્કાબાજ મોહમ્મદ અલી માટે ૧૯૯૦નાં દાયકામાં એમની પત્નીએ ‘ધ ગ્રેટેસ્ટ’ કહ્યું હતું, જે સમય જતા ‘ગોટ’ ઍક્રનિમમાં તબદીલ થયું. અમેરિકન બાસ્કેટબોલનાં મહાનતમ ખેલાડી કોબે બ્રાયન્ટ (૧૯૭૮-૨૦૨૦) માટે ‘ગોટ’ શબ્દ વપરાતો હતો. દરેક સમયનાં મહાન ફૂટબોલ ખેલાડીઓની સરખામણી કરીએ તો સૌથી મહાનતમ ફૂટબોલ ખેલાડી તરીકે લિઓનલ મેસીને ગોટ કહેવામાં આવે છે. આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વેબસાઇટ પોતાનાં કેપ્ટન વિરાટ કોહલી માટે રનમશીન/ ચેઈઝમાસ્ટર / કિંગ/ ગોટ/ લીડર એવાં શબ્દો ઉપયોગ કરે છે. આ ગોટ હવે ક્રિકેટ સુધી પહોંચી ગયું છે. જો કે વિરાટ કોહલી ગ્રેટ ખરો પણ ઓલ ટાઈમ ગ્રેટ છે કે કેમ? – એ વિષે રમતનાં વિશ્લેષકોમાં મતમતાંતર હોઈ શકે છે. રમતગમત ક્ષેત્ર પછી ધીરે ધીરે સંગીત કે અન્ય કલામાં પણ અનન્ય હોય એ માટે પણ વપરાવા માંડ્યો. ઘણાં રૅપ (Rap) ગાયકોએ ગોટ શબ્દ લોકપ્રિય કર્યો. બોલચાલ કે વાત-ચેટની ભાષામાં પણ એનો ઉપયોગ હવે ભરપૂર થાય છે. આજે તો એનો ઉપયોગ કોઈ પણ ક્ષેત્રની મહાન અપ્રતિમ અદ્વિતીય પ્રતિભાને માટે થઈ શકે છે. સોશિયલ મીડિયા પર ઇમોજી ઉપયોગ થતો હોય છે. ગુજરાતી લેક્સિકોનમાં ઇમોજી-નો અર્થ આવરી લેવાયો નથી. પણ જો હોત તો એનો અર્થ થાત -નાની છબી કે રેખાચિત્ર જે એક ચોક્કસ વિચાર કે લાગણીને ટૂંકમાં કહી દેય. એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, સેમસંગ, વોટ્સ એપ, ટ્વીટર વગરેનાં ‘ગોટ’ ઈમોજી થોડા થોડા જુદા છે પણ બધામાં કોમન છે દાઢીવાળો બકરો, જેનું મોઢું ડાબી તરફ છે. જ્યારે આપણે સોશિયલ મીડિયા પર બકરીનું ઇમોજી જોઈએ ત્યારે એ ગાંધીજીની બકરી નથી પણ એનો અર્થ થાય છે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ્સ. આમ જોઈએ તો ગાંધીજી પણ તો મહાનતમ હતા જ ને? મહાનતમ થવાય કઈ રીતે? સૌ કોઈ મહાન ન થઈ શકે. નહીં તો મહાનને કોણ પૂછે?! ઉજ્જડ ગામમાં જ એરંડો મહાન હોઈ શકે. સૌ કહે છે મહાન થવા માટે નક્કી કરવું તો પડે કે મારે કરવું છે શું? પોતાનામાં શક્તિ, ખાસિયત, કાબેલિયત પણ હોવી જોઈએ. પાદવાની પહોંચ ન હોય તો તોપખાનામાં નામ લખાવા ન જવાય. શક્તિ અનુસાર લક્ષ્ય નક્કી કરો અને એ પર મંડી રહેવું પડે. આ કરું? કે પેલું?- એવું કન્ફ્યુઝન હોય તો આપણો સંઘ કાશીએ ન પહોંચે. લક્ષ્યપ્રાપ્તિ માટે તમને કોણ મદદ કરી શકે? કોઈ ગુરુ હોય તો સારું. કોઈ બધુ સ્વયં જાણીને કે પામી શકે એટલા શક્તિશાળી હોતા નથી. કોઇની મદદ તો લેવી જ પડે. એકલવ્ય ભલે ધનુર્વિદ્યા જાતે શીખ્યો પણ ગુરુ દ્રોણનું માટીનું પૂતળું તો હતું જ ને? અને હા, ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું હિતાવહ છે. અને રિયાઝ… ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ. પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. બસ કરતાં જ રહો. માત્ર ટ્યુનિંગ જ નહીં, ફાઇન ટ્યુનિંગ પણ જરૂરી છે. અને પછી… બીજાનાં ખભે પગ રાખીને ઉપર ચઢતા જાઓ. બસ નીકળી પડો અને મંઝિલ તમારા કદમ ચૂમશે. ઓહો! પણ આ તો થઈ મહાન થવાની વાતો. મહાનતમ શી રીતે થાવું? અરે સાહેબ, ગોટ થવાનું રહેવા દઈએ, આપણે જિયાં છઈએ તિયાં હારા છીએ. હેં ને?!!શબ્દ શેષ:“બંદરમાં લાંગરેલું જહાજ સલામત છે પણ જહાજ એ માટે તો બન્યું હોતું નથી.” –ધર્મશાસ્ત્ર નિષ્ણાત વિલિયમ જી ટી શેડ (૧૮૨૦-૧૮૯૪)

મા માધવ રામાનુજ નુ મધુરું કાવ્ય એકવાર યમુનામાં આવ્યું’તું પુરનો અનિલ ચાવડા દ્વારા
સ રસ આસ્વાદ
અને
તને સમયના સ્ક્રીન ઉપર મેં મોરપીંછથી દોરી રાધા!
વર્ષોથી જે ના કીધું તે હવે કહું છુ, ‘સોરી રાધા!’
અક્ષય દવેનુ સાંપ્રત સમયનુ સુંદર કટાક્ષ ચિત્ર

Leave a comment

Filed under Uncategorized

સુરીલા સંગીતકાર જયદેવની જન્મ શતાબ્દી*

સુરીલા સંગીતકાર જયદેવની જન્મ શતાબ્દી*
હિન્દી ફિલ્મોના અત્યંત સુરીલા સંગીતકાર જયદેવ વર્મા હોત તો આજે ૧૦૧ મો જન્મ દિન ઉજવતે. ૩ ઓગસ્ટ, ૧૯૧૯ના રોજ કેન્યાના નૈરોબીમાં તેમનો જન્મ. ખુબ ઓછું પણ ખુબ ગણવત્તાવાળું કામ કરનાર જયદેવજી પહેલાં એવાં સંગીતકાર હતા જેમને ત્રણ નેશનલ એવોર્ડ્સ એમની ફિલ્મો ‘રેશમા ઔર શેરા’, ‘ગમન’ અને ‘અનકહી’ માટે મળ્યાં હતાં. ‘પ્રેમ પર્વત’, ‘પરિણય’, ‘આલાપ’, ‘ઘરોંદા’, ‘તુમ્હારે લિયે’ કે ‘દૂરિયાં’ ના ગીતો માટે પણ જયદેવજીને યાદ કરાશે.
કેન્યામાં જન્મીને લુધિયાણામાં મોટા થયેલાં જયદેવ ૧૫ વર્ષની ઉમરે ઘરેથી મુંબઈ એટલાં માટે ભાગી ગયેલા કે એમને ફિલ્મ સ્ટાર બનવું હતું. અરે, વાડિયા ફિલ્મ્સની આઠ ફિલ્મોમાં તો તેમણે બાળ કલાકાર તરીકે અભિનય પણ કર્યો હતો. વતનમાં પ્રો. બરકત રાય અને મુંબઈમાં કૃષ્ણરાવ જાવકર અને જનાર્દન જાવકર પાસે સંગીત શીખ્યા. કમનસીબે, તેમના પિતાજી અંધ થઇ ગયા અને જયદેવે ફિલ્મ કારકિર્દી છોડીને યુવાવયે પરિવારનો ભાર ખભે લેવા વતન પરત થવું પડ્યું. પિતાજીનું મૃત્યુ થયા પછી બેન વેદ કુમારીને મોટી કરી તેમના લગ્ન સતપાલ વર્મા સાથે કરાવીને જયદેવ લખનઉ ગયા અને અલી અકબર ખાન સાહેબના શાગીર્દ બન્યા.
અલી અકબર ખાન સાહેબે ચેતન આનંદની ‘આંધિયાં’ અને ‘હમ સફર’ ફિલ્મોના સંગીત દરમિયાન જયદેવને સહાયક બનાવ્યા હતા. પછી ‘ટેક્સી ડ્રાઈવર’, ‘ચલતી કા નામ ગાડી’ અને ‘લાજવંતી’માં જયદેવ સચિનદેવ બર્મનના સહાયક બન્યા. પછી ચેતન આનંદે તેમને ‘જોરુ કા ભાઈ’ અને ‘અંજલિ’ ફિલ્મના મુખ્ય સંગીતકાર બનાવ્યા, જે સફળ બની. ત્યાર પછી આવી ૧૯૬૧ની ‘હમ દોનો’ અને જયદેવનો ડંકો વાગી ગયો. એ ફિલ્મના તમામ ગીતો લોકપ્રિય થયા. રફી, આશા અને લતાજી પાસે તેમણે સાહિર લુધિયાનવીના ગીતો ગવડાવ્યાં. દેવ આનંદ માટેના રફી સાહેબના બે યાદગાર સોલો ‘મૈ ઝીંદગી કા સાથ નિભાતા ચલા ગયા’ અને ‘કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા’ આપણને અહીં મળ્યાં. તો રફી-આશાના ‘અભી ના જાઓ છોડ કર’ અને ‘અધૂરી આશ-પ્યાસ છોડકર’ જેવા યુગલ ગીતો અને આશાજીનું સોલો ગીત ‘જહાં મેં ઐસા કૌન હૈ’ અને લતાજીના બે સોલો ગીતો ‘અલ્લા તેરો નામ’ અને ‘પ્રભુ તેરો નામ’ જેવી યાદગાર રચનાઓ જયદેવે ‘હમ દોનો’માં આપી હતી.
સુનીલ દત્તની ફિલ્મ ‘મુઝે જીને દો’ (૧૯૬૩)માં પણ સાહિર સાહેબના ગીતોને જયદેવે સ્વરબદ્ધ કર્યા હતાં. તેમાં આશાજી ગાતા હતાં, ‘નદી નારે ના જાઓ સામ પહિયા પડું’, તો રફી સાહેબ ગાતા હતા ‘અબ કોઈ ગુલશન ન ઉજડે અબ વતન આઝાદ હૈ’ પણ લતાજીનું વહીદા રેહમાન માટેનું નૃત્ય ગીત ‘રાત ભી હૈ કુછ ભીગી ભીગી’ તો યાદગાર બન્યું.
મુઝફ્ફર અલીની ૧૯૭૮ની યાદગાર ફિલ્મ ‘ગમન’ માટે જયદેવે સહરયાર અને મકદૂમ મોહ્યુદ્દીનની યાદગાર રચનાઓ સ્વરબદ્ધ કરીને શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. જેમાં ‘આપ કી યાદ આતી રહી રાતભર’ ગાવા માટે છાયા ગાંગુલીને પણ શ્રેષ્ઠ ગાયિકાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. સુરેશ વાડકરે ગાયેલું ‘સિને મેં જલન આંખો મેં તુફાન સા કયું હૈ’ અને હરીહરનનું ‘અજીબ સનેહા મુજ પર ગુજર ગયા’ ખુબ સારા હતાં તો હીરા દેવી મિશ્રાએ ગયેલી ઠુમરી ‘રસ કે ભરે તોરે નૈન’ પણ યાદગાર રહી. અમોલ પાલેકરની ‘અનકહી’ (૧૯૮૫)માં જયદેવે પંડિત ભીમસેન જોષી પાસે ભજન ગવડાવ્યાં, ‘ઠુમક ઠુમક પગ કુમળ’ અને ‘રઘુવર તુમ તો મેરી લાજ’ બહુ સુંદર બન્યાં, તો દીપ્તિ નવલ માટે આશાજીએ પણ બે ભજન ગાયા, ‘મુજકો ભી રાધા બના લે નંદલાલ’ અને ‘કૌનો ઠગવા નંદલાલ’. ‘અનકહી’ માટે જયદેવજીને શ્રેષ્ઠ સંગીતનો નેશનલ એવોર્ડ મળ્યો. તેજ રીતે અમદાવાદમાં શૂટ થયેલી સુંદર ફિલ્મ ‘પરિણય’માં શર્મા બંધુઓ પાસે જયદેવે યાદગાર ભજન ગવડાવ્યું, ‘જૈસે સૂરજ કી ગરમી સે જલતે હુએ તનકો મીલ જાયે તરુવર કી છાયા’.
જયદેવની ઘણી ફિલ્મો સફળ થઇ નહોતી પણ તેમના સંગીત નાવીન્યને કારણે ‘આલાપ’, ‘કિનારે કિનારે’ કે ‘અનકહી’ યાદગાર બની. પારંપરિક સંગીતને લોક સંગીત સાથે ભેળવીને તેઓ કસબ કરતા. હરિવંશરાયની કવિતા ‘મધુશાલા’ના મન્ના ડે એ ગયેલા આલબમ માટે જયદેવને ખ્યાતિ મળી. જયદેવ લતાજીના પણ માનીતા સંગીતકાર રહ્યા.
જયદેવે લગ્ન નહોતા કર્યા. પોતાની બેનના પરિવાર સાથે જ રહ્યા. પોતાના અંતીમ કાર્ય રૂપે ટીવી શ્રેણી ‘રામાયણ’નું સંગીત તેમણે આપ્યું હતું. ૬ જાન્યુઆરી, ૧૯૮૭ના રોજ ૬૭ વર્ષની વયે મુંબઈમાં તેમનું નિધન થયું હતું.
જયદેવના યાદગાર ગીતો:
અલ્લા તેરો નામ, કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, અભી ના જાઓ છોડ કે (હમ દોનો), રાત ભી હૈ કુછ ભીગી ભીગી (મુઝે જીને દો), રઘુવર તુમ તો મેરી લાજ (અનકહી), તૂ ચંદા મૈ ચાંદની (રેશમા ઔર શેરા), આપ કી યાદ આતી રહી રાતભર (ગમન), જૈસે સૂરજ કી ગરમી સે (પરિણય), યે દિલ ઔર ઉનકી (પ્રેમ પર્વત), એક અકેલા ઇસ શહર મેં (ઘરોંદા), ચાંદ અકેલા (આલાપ).
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ – પુસ્તકનો અંશ. આભાર શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under પ્રકીર્ણ