Daily Archives: ડિસેમ્બર 15, 2020

પ્રસૂન જોષી+તપેલી

એડ ગુરુ, ફિલ્મી લેખક અને ગીતકાર પ્રસૂન જોષી
ગીતકાર, ફિલ્મ લેખક અને એડગુરુ પ્રસૂન જોષીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૭૧ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો. ભારતીય સેન્સર બોર્ડના વિદાય થયેલા અધ્યક્ષના વિવાદને શમાવવા માટે પ્રસૂન જોશીની સેન્સર બોર્ડના અધ્યક્ષ રૂપે ૧૧ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ નિમણુંક થઇ હતી. પ્રસૂન ગ્લોબલ માર્કેટિંગ કંપની મેકકેન એરિક્સનની પેટા કંપની મેકકેન વર્લ્ડ ગ્રુપ ઇન્ડિયાના સીઈઓ અને એશિયા પેસિફિકના ચેરમેન છે. તેઓ હિન્દી અને અંગ્રેજી કવિતા અને લેખન કાર્ય કરે છે. કલા, સાહિત્ય અને જાહેરાતના ક્ષેત્રે પ્રદાન કરવા માટે ૨૦૧૫માં તેમને પદ્મશ્રીથી નવાજાયા છે, ત્રણ વાર તેઓ શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ જીતી ચુક્યા છે, તો બે વાર ‘તારે ઝમીં પર’ (૨૦૦૭) અને ‘ચિત્તાગોંગ’ના ગીત માટે પ્રસૂન શ્રેષ્ઠ ગીતકારનો નેશનલ એવોર્ડ પણ જીત્યા છે.
પ્રસૂનનું બાળપણ ઉત્તરાખંડના અલમોરામાં વીત્યું હતું. તેમના પિતાજી ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની શિક્ષણની જાહેર સેવાઓ સાથે સંકળાયા હતા. ત્યાંના નાના-મોટા નગરોમાં પિતાજી સાથે રહેતાં તેમને ભારતની ધરતીની સુગંધ મળી છે. તેમના માતા સુષ્મા જોષી પોલીટીકલ સાયન્સના અધ્યાપિકા છે અને આકાશવાણી સાથે ત્રણ દાયકાથી વધુ સમય સુધી કાર્યરત રહ્યાં છે. માતા-પિતા બંને શાસ્ત્રીય ગાયન શીખ્યા છે અને ઘરમાં બાળપણથી પ્રસૂનને સાંગીતિક અને સાંસ્કૃતિક સંસ્કાર મળ્યા છે. પ્રસૂનના પત્ની અપર્ણા પણ જાહેરાત સર્જનના વ્યવસાય સાથે છે, ૧૧ વર્ષના લગ્નજીવનની ભેટ રૂપે દીકરી ‘ઈશાનિયા’ તેમને મળી છે.
૧૭ વર્ષની ઉમરે પ્રસૂનનું પહેલું પુસ્તક ‘મૈ ઔર વોહ’ (જાત સાથેની વાતચીત) પ્રગટ થયું હતું. ત્યાર બાદ તેમના વધુ પુસ્તકોએ તેમને લેખક બનાવી દીધાં. તેમનું તાજેતરનું પુસ્તક તેમના ગીતોનો સંગ્રહ ‘સનશાઈન લેન્સ’ ૨૦૧૩ના જયપુર લીટરેચર ફેસ્ટીવલમાં રજૂ થયું હતું. પ્રસૂન ફીઝીક્સમાં એમ.એસસી. થયા બાદ ગાઝીયાબાદથી એમ.બી.એ. થયા છે. જ્યાંથી તેઓ એડવર્ટાઈઝીંગની કેરિયર તરફ વળ્યા. તે ક્ષેત્રે તેમણે બહુ સારું કામ કર્યું છે. NDTV ઇન્ડિયા (સચ દિખાતે હૈ હમ), સફોલા (અભિ તો મૈ જવાન હું), એલજી, મેરિકો કે આમીર ખાન સાથેની કેન્સની વિજેતા ‘ઠંડા મતલબ કોકા કોલા’ જેવી જાહેરાતોથી તેઓ લોકપ્રિય બન્યા. તેમની હેપીડેન્ટ ટીવી ટેલીવિઝન કોમર્શીયલ ભારતની શ્રેષ્ઠ ગણાય છે, માટે તેઓ ‘એડ ગુરુ ઓફ ઇન્ડિયા’ મનાય છે. તેમણે પ્રિન્ટ અને ટીવી મીડિયા માટે બનાવેલી જાહેરાતો ૨૧મી સદીની શ્રેષ્ઠ મનાય છે, જેમાં એશિયન પેઈન્ટ્સ, કેડબરી, CNN-IBN – ઇન્ડિયા રાઈઝીંગ, વાકાવ સ્કૂટી, ક્લોઝ અપ, પોન્ડસ, કોક – ઉમીદવાલી ધૂપનો સમાવેશ થાય છે. એચઆઈવી કે પલ્સ પોલિયોની જાગૃતિ જેવી તેમની જાહેરાતો તેમનું સામાજિક પ્રદાન છે.
રાજકુમાર સંતોષીની ‘લજ્જા’ (૨૦૦૧)થી તેમની ફિલ્મ ગીતકાર રૂપે કરિયર શરૂ થઇ. તરત જ યશ ચોપરાની ‘હમ તુમ’, અને ખુબ સફળ ફિલ્મો ‘ફના’, ‘રંગ દે બસંતી’, ‘તારે ઝમીં પર’, ‘બ્લેક’, ‘દિલ્હી ૬’ ના ગીતો યાદગાર બન્યા. ‘રંગ દે બસંતી’ (૨૦૦૬) થી તેઓ સંવાદ લેખક પણ બન્યા. ‘ફના’ ના ‘ચાંદ સિફારીશ’ અને ‘તારે ઝમીં પર’ના ‘મા’ ગીતો માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યાં. ૨૦૧૪ની એવોર્ડ વિનિંગ ‘ભાગ મિલ્ખા ભાગ’ની સ્ક્રીપ્ટ પણ પ્રસૂને જ લખી છે. ફિલ્મી ગીતો ઉપરાંત અનેક ઇન્ડીપોપ આલબમ તેમણે લખ્યાં છે. જેમાં માનવ અધિકારો માટે મહિલાના સપના સમાન શુભા મુદગલે ગાયેલું આલબમ ‘મન કે મંજીરે’, એજ ગાયિકાનું ‘અબ કે સાવન’ અને સિલ્ક રુટનું ‘ડૂબા ડૂબા રહતા હું’ નોંધપાત્ર છે.
પ્રસૂન ‘સિકંદર’ જોઇને પ્રેરિત થયા અને અને ‘ધૂપ કે સિક્કે’ ગીત લખ્યું, જે ગીત પછી ફિલ્મમાં ઉમેરાયું. તેમણે ગીતકાર અથવા લેખક રૂપે જે ફિલ્મો માટે કામ કર્યું તેમાં ‘ભોપાલ એક્સપ્રેસ’ (૧૯૯૯), ‘લજ્જા’, ‘લવ એટ ટાઈમ્સ સ્ક્વેર’, ‘ક્યોં?’, ‘આંખે’, ‘હમતુમ’, ‘ફિર મિલેંગે’, ‘રોક સકો તો રોક લો’, ‘બ્લેક’, ‘રંગ દે બસંતી’, ‘ફના’, ‘તારે ઝમીન પર’, ‘થોડા પ્યાર થોડા મેજિક’, ‘ગઝીની’, ‘દિલ્હી ૬’, ‘લંડન ડ્રીમ્સ’, ‘સિકંદર’, ‘બ્રેક કે બાદ’, ‘આરક્ષણ’, તેરી મેરી કહાની’, ‘ઈશ્ક ઇન પેરીસ’, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘સત્યાગ્રહ’, ‘વિશ્વરૂપ ૨’, ‘નીરજા’ અને ‘મણીકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ (૨૦૧૮)નો સમાવેશ થાય છે.
પ્રસૂન જોષીના ટોપ ટેન ગીતો: ઓ મા અને ખો ના જાયે કહીં – તારે ઝમીં પર, ચાંદ સિફારીશ – ફના, ઓ રી ચીરૈયા – સત્યમેવ જયતે, શીખોના નૈનો કી ભાષા પિયા – અબ કે સાવન, બોલો ના – ચિત્તાગોંગ, દિલ ગીરા દફાતન, લૂકા છૂપી – રંગ દે બસંતી, હાં મૈને છૂ કર દેખા હૈ – બ્લેક, રૂબરૂ – રંગ દે બસંતી, સ્લો મોશન અંગ્રેઝા – ભાગ મિલ્ખા ભાગ.
‘સપ્ટેમ્બરના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી – શુભ સાહિત્ય, ગોપીપુરા,

તપેલી શબ્દે– શાળામા ભણાવતા *આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં આવી?* એ
શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર કહેવાય અને અહીં *તપેલી* શબ્દ પુનરાવર્તન સાથે કહેવાતુ
તપેલી(નામ)
તપેલી(ગરમ) અને
તપેલી(ગુસ્સે થયેલી).
તપેલી અંગે ઉખાણુ પુછાતુ ‘તપેલી ઠંડી હોય તો પણ એને “તપેલી” કેમ કહે છે? તો અમે કહેતા તપેલી કહે તે મુર્ખા છે અમે તો હુરટના અને ગાતા અવિનાશનુ કાવ્ય
તપેલીને એ કહે પતેલી પછી હોય શેઠ કે ચાકરર–
દલપતના હાસ્ય પુસ્તકમા
લઈ પથરે તપેલીને કટારે , સુણો સહેલિયે ;
પડ્યાં ફાંકાં તપેલી ફીરે સુણો સહેલિયે .તો
કવિ પરમાર કહે–
આગ કરતાંય ભૂખ વસમી છે
એટલું શાસ્ત્ર એ ભણેલી છે

જેમ ચડ્યું’તું કોઈ સૂળી પર
એમ ચૂલા ઉપર ચડેલી છે

ઠારવાની છે આગ કોઈની
એ જ કારણથી એ તપેલી છે

ઠામ ઘસનાર બાઈની સાથે
રોજ છાનું છૂપું રડેલી છે

એને ખુદની દિશા જડેલી છે
એ પરત કાંઠેથી વળેલી છે તો
કેટલાક નાગરીકોને પ્રશ્ન થયો કે — શું હલેમેટની જગ્યાએ તપેલી પહેરે તો, ટ્રાફિક વિભાગ દંડ વસુલ કરશે કે નહી? અને આ નવતર પ્રકારે વિરોધ નોંધાવાયો હતો. જેમાં હેલ્મેટના બદલે તપેલીઓ પહેરીને સાઈકલ રેલીનું આયોજન કરાયું હતું.!
તપેલી બરાબર મુકાઈ ન હોય તો, તેને ઈલેક્ટ્રીકલ કોઈલનો એકાદ જગ્યાએ જ આધાર મળે છે. આથી કો’ક વખત તપેલી મુકતાં જ થરકવા માંડે છે. તેની અંદર ગરમ થતા મીશ્રણમાં પેદા થતા પ્રવાહો કો’ક એવું બળ ઉત્પન્ન કરે છે; જે તેની આ થરકાટ અવીરત ચાલુ ને ચાલુ જ રાખે છે. વીજ્ઞાન અને આને રેઝોનન્સ કહેવાય !

Leave a comment

Filed under Uncategorized