Daily Archives: ડિસેમ્બર 17, 2020

મેલાર્કી

Joe Biden's "No Malarkey" bus tour takes on rural Iowa ahead of caucuses -  Axios

મેલાર્કી: મૂર્ખામી ભરેલી, બકવાસ અને જૂઠી વાતો હું મરજીવો, તું મરજીવો મોતી માટે,છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા! – શ્યામ સાધુમરજીવો શબ્દ ગજબ છે. આમ તો ઊંડે દરિયે ડૂબકી મારીને મોતી કાઢે તે. પણ ભગવદ્ગોમંડલ અનુસાર એનાં બીજા અર્થો પણ છે. જેમ કે મરણની દરકાર રાખ્યા વિના કામ કરનાર માણસ, વિરલ પુરુષ, સંસારી છતાં માયાપાશથી મુક્ત. એક અર્થ તો એવો ય થાય કે: મરજી પ્રમાણે વર્તનાર. પણ કવિ કહે છે કે આ બધી વાત નર્યો બકવાસ છે. અને બકવાસ છોડીને તેઓ યારને યાર બની જવા ઇજન આપે છે. ધેટ્સ ઈનફ. યૂ સી! અમે જો કે આજે ‘બકવાસ’ શબ્દનાં વિનિવેશ તરફ જઈ રહ્યા છીએ. બકવાસ એટલે અર્થ વગરની વાતો. મૂર્ખામી ભરેલી વાતો. હવે વિચારો કે એવો કયો ધંધો કે વ્યવસાય છે જેમાં બકવાસ કરવો એ લાયકાત છે? અલબત્ત રાજકારણ. કેટલાંક ગણ્યાંગાંઠયા નેતા સિવાય બાકી સઘળાં રાજકારણીઓ માટે રાજકારણ એ સેવા નથી પણ ધંધો છે. અહીં બકવાસ, વાહિયાત વાતો થતી રહે છે. રાજકારણીઓ આ કાર્યમાં અઠંગ છે. ચૂંટણી ટાણે પોતાની વાતો અર્થપૂર્ણ છે એમ ઓછું અને હરીફ પક્ષની વાત અર્થ વગરની છે- એવું કહેવાતું રહે છે. અમેરિકામાં ચૂંટણી હતી. એટલે એવો આરોપ મુકાતો રહ્યો. મેરિયમ-વેબ્સટર ડિક્સનરીનાં વર્ષ ૨૦૨૦નાં ટોપ ટ્રેન્ડિંગ શબ્દોની યાદીમાંથી અમે એ અર્થનો એક શબ્દ શોધી કાઢ્યો અને એ છે મેલાર્કી(Malarkey). સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં વિવિધ ડિક્સનરીઝ દ્વારા જાહેર કરેલા ‘વર્ડ ઓફ ધ યર’ શબ્દો વિષે અમે લખીએ છીએ. પણ આ વર્ષ મેરિયમ વેબસ્ટર-ડિક્સનરીએ ‘પેન્ડેમિક’, કોલિન્સ ડિક્સનરીએ ‘લોકડાઉન’ અને કેમ્બ્રિજ ડિક્સનરીએ ‘ક્વોરેન્ટાઈન’ શબ્દોને સરતાજ શબ્દો જાહેર કર્યા છે. હવે આ શબ્દો તો આપણી ગુજરાતી ભાષાનાં શબ્દો બની ચૂક્યા છે. આપણે હવે એ શબ્દોને જાણીએ છીએ. અનુભવી ચૂક્યા છીએ. એટલે એ વિષે શું લખવું? એટલે આજે અમે ‘મૂર્ખામી ભરેલી વાત’ માટે વપરાયેલા શબ્દ તરફ જઈ રહ્યા છે. જો બાઈડનનાં અમેરિકી પ્રેસિડન્ટ બનવામાં હવે કોઈ ‘જો’ અને ‘તો’ નથી. જો બાઈડન જ પ્રેસિડન્ટ બનશે અને આજે એટલે અમે એમનાં પ્રિય શબ્દની સંહિતા રચવા જઈ રહ્યા છીએ. જો બાઈડન પોતે આ શબ્દ છેક વર્ષ ૧૯૮૩ થી ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે તેઓ સેનેટર હતા અને તત્કાલીન પ્રેસિડન્ટની નીતિનાં વિરોધી હતા. એક કમિટીમાં એમણે એ નીતિઓને ‘અનએડલ્ટરેટેડ મેલાર્કી’ કહી હતી. અનએડલ્ટરેટેડ એટલે ભેળસેળ વિનાની, શુદ્ધ. પણ મેલાર્કી એટલે? ગુજરાતી લેક્સિકોનમાં આ શબ્દ નથી. હવે તો હોવો જોઈએ. કારણ કે તેઓ ઈન્ડિયાની મુલાકાતે આવશે ત્યારે આ શબ્દ બોલશે ચોક્કસ. ચાલો, અમે એનો અર્થ કહી દઈએ છીએ. ‘મેલાર્કી’ એટલે મૂર્ખામી ભરેલી વાતો, બકવાસ વાતો અથવા દંભી, ઢોંગી, નિષ્ઠાહીન, જૂઠી, કપટી, દગલબાજ વાતો. વધારે પડતી વાતો કે ખોખલી વાતોને પણ મેલાર્કી કહી શકાય. મેલાર્કી શબ્દનું મૂળ કોઈને ખબર નથી પણ આ શબ્દ સને ૧૯૨૩થી અમેરિકામાં બોલાતો લખાતો આવ્યો છે. કોઈ એવું કહે છે કે જો બાઈડન મૂળ આયરલેન્ડનાં છે જ્યાં મેલાર્કી એ નામ પાછળ લખાતી એક અટક હોય છે અને મેલાર્કી શબ્દ એના પરથી આવ્યો છે. કોઈ કહે છે કે આ શબ્દ અમેરિકાનાં સાન ફ્રાન્સિસ્કોમાં રહી ચૂકેલાં એક કાર્ટૂનિસ્ટની દેન છે. પણ આ બધી વાહિયાત વાતો છે. જો કોઈ શબ્દશાસ્ત્રી મેલાર્કી શબ્દનું મૂળ સમજાવવાની તમને કોશિશ કરે તો તમારે કહી દેવું કે તારી વાત મેલાર્કી છે. મૂર્ખામી ભરેલી વાત! જો બાઈડને તો એની ચૂંટણી પ્રચારની બસ ઉપર મોટા અક્ષરોમાં ચીતરાવ્યું હતું: ‘નો મેલાર્કી’. ટીવી ઉપર સેકન્ડ પ્રેસિડેન્શિયલ ડીબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરતાં પણ આ શબ્દ તેઓ બોલ્યા હતા. ટ્રમ્પની નીતિરીતિની ટીકા હતી એ. એવું કહેવાય છે કે ગઈ ટર્મમાં ટ્રમ્પ જીત્યા હતા એનું કારણ એમનું સ્લોગન ‘મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન’ હતું. આ ટર્મમાં બાઈડન જીત્યાં એનું કારણ એમનું સ્લોગન ‘નો મેલાર્કી’ છે. મેલાર્કી એટલે આપણે ગુજરાતીમાં જેને ‘વાહિયાત’ વાત કહીએ છીએ એ. સાર્થ જોડણીકોશ અનુસાર ‘વાહિયાત’ એટલે વ્યર્થ, નકામું, ખરાબ, હલકું, અતાર્કિક, આધાર કે પ્રમાણ વિનાનું. ઇંગ્લિશ ભાષામાં મેલાર્કીનાં સમાનાર્થી શબ્દો છે: પૉપિકૉક, ફિડલ –ફેડલ, નોનસેન્સ, બાલ્ડરડેશ, ટ્રેશ, રબીશ વગેરે. મેલાર્કી એક એવો શબ્દ છે જે એક રાજકારણી બીજા રાજકારણીને ગમે ત્યારે કહી શકે. કારણ કે એક રાજકારણીને બીજાની વાત મૂર્ખાઈ ભરેલી જ અથવા તો વાહિયાત જ લાગવાની. પણ વાત આખરે વાત વિષેની છે. અમે માનીએ છીએ કે વાત કરવી જરૂરી છે. મૌનની મહાનતા વિષે કવિતામાં વાંચીએ ત્યારે લાગે કે સબસે બડી ચૂપ. પણ મારી વાત માનો તો સાહેબ, વાત કરવી જરૂરી તો છે. મૌનની ભાષા અઘરી હોય છે. ઝટ સમજાતી નથી. અને એટલે પણ વાત તો કરવી. હવે વાત કબૂલાત પણ હોઇ શકે, આત્મકથાત્મક પણ હોઇ શકે, સામે હોય એનાં કે સામે ન હોય એનાં વખાણ પણ હોઈ શકે, દોસ્તીની વાતો હોઇ શકે, સલાહ સૂચનની પણ હોય શકે, શુદ્ધ ગાળાગાળી પણ હોઇ શકે, અભિપ્રાય કે ચર્ચા ય હોઇ શકે. કે પછી બકવાસ પણ હોઈ શકે. પણ વાતો કરવી જ પડે. જો કે રાજકારણીઓની વાતો નિરાળી હોય છે. એમની વાતો તો મેલાર્કી જ રહેવાની. એ વાત અલગ છે કે ‘નો મેલાર્કી’ સ્લોગને જો બાઈડનને અમેરિકાનાં પ્રેસિડન્ટ બનાવી દીધા. શબ્દની તાકાત જબરી હોય છે, સાહેબ. કોઈ શબ્દ બકવાસ હોતો નથી. ઈતિ. શબ્દશેષ: “આ મેલાર્કી છે. જ્યારે તમે એમ કહો કે ઇજાનું કારણ એ નથી કે તમારા માથા ઉપર આ છાપરું તૂટી પડ્યું. ઇજાનું કારણ એ છે કે તમારું માથું છાપરાં સાથે અફળાયું. આવી વાત જ હાસ્યાસ્પદ છે.” -અમેરિકન લૉયર અને લોબીસ્ટ જોઆન પ્લેબ્રૂકMalarkey: Nonsense, horsefeathers, bushwah, humbug, bunkum, rubbish, twaddle, exaggeration, lies. Originally US slang, first seen in print in 1924 in the Indiana Gazette (“The rest of the chatter is so much malarkey …”). Its origin is unknown; attempts to connect slang malarkey to the Irish surname Malarkey or to modern Greek malakia (“soft”) have proved fruitless.
Malarkey was all over the news after last Thursday’s debate between Vice President Joe Biden and his Republican challenger, Congressman Paul Ryan. Biden used the word twice: “With all due respect, that’s a bunch of malarkey” and—clarifying his characterization of Ryan’s comments as “a bunch of stuff”—“We Irish call it malarkey.”
For not understanding Gujrati
Melarkie: full of stupidity, nonsense and liesI live, you die for pearls,Leave all the rubbish, friend you become friend! – Shyam SadhuThe word will is amazing. By drowning in the cold sea, he removes pearls. But according to Bhagwadgomandal, it has other meaning. Like a man who works without the need of death, rare man, worldly yet free from illusion. There is a meaning that: behaving according to the will. But the poet says that all these things are nonsense. And leaving the rubbish they allow the friend to become the friend. That’s enf. U C! We’re heading to the description of the word ‘ nonsense ‘ today though. Rubbish is a meaningless talk. Talks full of stupidity. Now think what is the business or business that deserves to talk rubbish? Politics of course. For all the politicians except some Ganyanganthia leaders, politics is not a service but a business. Here’s the nonsense, nonsense things going on. Politicians are disabled in this work. It is said that at the time of election, their talks are meaningless and the talk of the rival party is meaningless. There was an election in America. That’s why such an allegation was kept. We discovered a word of meaning from the Mary-Webster Dictionary’s list of top trending words of the year 2020 and it’s Malarkey. We write about the words ‘word of the year’ declared by various dictionaries in the month of December as usual. But this year Maryam Webster-Dictionary has declared the words ‘ pendemic ‘, Collins Dictionary ‘ lockdown ‘ and Cambridge Dictionary ‘ quarantine ‘ conditional. Now these words have become words of our Gujarati language. We now know those words. We have experienced it. So what to write about it? So today we are heading to the word used for ‘silly talk’.If there is no ‘ jo ‘ and ‘ then ‘ anymore in Biden’s becoming American president. If Biden will be president and today so we are going to make his favorite word code. Joe Biden himself has been using this word for 1983 years. He was a senator then and was against the then president’s policy. In a committee, he called those policies ‘unadultured malarki’. Unadultured means without comparison, pure. But what is the meaning of malarki?Gujarati Lexicon does not have this word. It should be now. Because this word will definitely be spoken when they visit India. Come on, let us tell you what it means. ‘Melarkie’ means stupid talk, nonsense talk or arrogant, hypocrite, dishonest, lying, fraud, cheater. More talks or hollow talks can also be called malarki. Nobody knows the origin of the word Melarkee but this word has been written in America since 1923 Someone says if Biden is from native Ireland where Melarkee has a detention writing the name on the back and the word Melarkee came from him. Someone says this word is a gift from a cartoonist who has lived in San Francisco, America. But it’s all a nonsense. If a vocabulary tries to explain to you the root of the word Melarkee, tell you that your talk is Melarkee. A talk full of stupidity! If Bayd had painted in big letters on his election campaign bus: ‘No Melarkie’. He spoke this word even while discussing with Donald Trump in a second presidential debate on TV. This was a criticism of Trump’s policy. It is said that Trump won last term because his slogan was ‘Mike America Great Again’. Biden won this term because his slogan is ‘No Melarkey’. Melarki means what we call ‘useless’ in Gujarati. According to the selfish connection, ‘useless’ means useless, useless, bad, light, unarmed, without support or evidence. The English language has the synonymous words of Melarki: popicock, fiddle-fadel, non sense, balderdesh, trash, rabish, etc.Melarki is a word that a politician can say to another politician anytime. Because one politician will feel the other’s talk is foolish or useless. But the talk is finally about the talk. We believe it is necessary to talk. When we read the greatness of silence in a poem, we feel that the biggest silence. But if you listen to me, it is necessary to talk. The language of silence is difficult. I don’t understand the shortage. And that’s why we have to talk. Now the talk can be acceptable, it can be autobiographical, it can be praised if it is in front or not, it can be talks of friendship, advice can be of suggestion, pure abuses, opinion or discussion. Or then it could be nonsense too. But we have to talk. Even though the politicians have different talks. Their talks will remain Melarki. It’s different that the slogan ‘ No Melarki ‘ made Joe Biden the president of the United States. The power of words is compulsory, sir. No word is nonsense. Iti.The left of word:′′ This is a mallarkee. When you say the injury doesn’t cause the roof broke on your head. The cause of injury is that your head failed with a roof. Such a thing is ridiculous.”-American lawyer and lobbyist Joanne Playbrook

Leave a comment

Filed under Uncategorized