Daily Archives: ડિસેમ્બર 18, 2020

ગીતકાર આનંદ બક્ષી

યામિનીબહેન લેખન, કાવ્ય, ગીત, ગઝલ, ટૂંકીવાર્તા, નવલિકા, લઘુનવલ, સ્ક્રિપ્ટ લેખન ક્ષેત્રે કાર્યરત છે. નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ. નાનીમા ગરબા સરસ ગાય એટલે લય પહેલેથી ઘૂંટાતો ગયો હતો. ૨૦૦૨થી તેઓ કવિતા-ગઝલ લખે છે. સ્ત્રી ભ્રૂણહત્યા જેવી ગંભીર સામાજિક સમસ્યા આધારિત એમના નાટક ‘જરા થોભો’એ ૩૫૦થી ય વધુ પ્રયોગ કરી જાગૃતિ ફેલાવી છે. રાજ્ય તેમ જ મુંબઈની ભવન્સમાં વ્યક્તિગત રીતે અભિનયનાં અનેક પારિતોષિકો મેળવી તેઓ ગૌરવાન્વિત થયાં છે.
અભિનય અને પ્રસ્તુતિ સાથે પ્રત્યક્ષ સંકળાયેલાં હોવાથી એમનું નાટ્યલેખન ખાસ્સી મંચન સભાનતા દાખવે છે. વિશ્વની તમામ નારીને ‘નમન’ માટેના વિશેષ વીડિયોમાં યામિનીબહેનનું ગીત લેવાયું છે. આમ, સર્જનનાં અનેક ક્ષેત્રે ખેડાણ કરી ચૂકેલાં યામિની વ્યાસનાં ગીતો તક મળે તો જરૂર સાંભળજો. — with
Shaunak Pandya

.
સદાબહાર ગીતકાર આનંદ બક્ષી
હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર આનંદ બક્ષીનો ૯૦ મો જન્મ દિન. ૨૧ જુલાઈ, ૧૯૩૦ના રોજ આજના પાકિસ્તાનના રાવલપિંડીમાં તેમનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ બખ્શી આનંદ પ્રકાશ વૈદ હતું. તેમના પૂર્વજો મૂળ કાશ્મીરના હતાં, તેઓ રાવલપિંડી પાસેના કુર્રીના મોહયાલ બ્રાહ્મણ પરિવારના હતા. આનંદ પાંચ વર્ષના હતા ત્યારે તેમના માતા સુમિત્રાનું નિધન થયું હતું. દેશના ભાગલા પછી તેમનું પરિવાર ડાકોટા વિમાન દ્વારા દિલ્હી આવીને વસ્યું. ત્યારે આનંદ ૧૭ વર્ષના હતા. ત્યાંથી તેઓ પહેલાં પુણે, પછી મિરત અને અંતે દિલ્હીમાં જ વસ્યા. બચપણથી બક્ષીને કવિતા કરવાનો શોખ હતો. ૧૯૮૩માં દૂરદર્શનની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તેઓ અભ્યાસ બાદ ભારતીય સેનામાં જોડાયા હતા. જ્યાં સમય ન મળતાં તેઓ ઓછું લખતા હતા. તેઓ થોડા વર્ષ સેનામાં રહીને ત્યાંથી જ તેમના ગીતો મુંબઈની ફિલ્મોમાં આવે તેવું કરતા રહ્યા. પછી ૧૯૫૬માં ગાયક કે ગીતકાર કે સંગીતકાર બનવા મુંબઈ આવ્યા. જેમાંથી તેઓ સફળ ગીતકાર બન્યા. બ્રીજ મોહનની ફિલ્મ ‘ભલા આદમી’ (૧૯૫૮)થી શરૂઆત કરી, જેમાં ભગવાન દાદા હતા. વધુ થોડી ફિલ્મોમાં લખ્યાં બાદ કલ્યાણજી આનંદજીની ‘મેંહદી લગી મેરે હાથ’માં સફળતા મળી. ‘કાલા સમંદર’ ની કવ્વાલી ‘મેરી તસ્વીર લેકર ક્યા કરોગે’માં તેમનું નામ થયું. પણ ‘હિમાલય કી ગોદ મેં’માં જબ્બર સફળતા મળી. તરત ‘જબ જબ ફૂલ ખિલે’ આવી, પછી સુપર હીટ ‘મિલન’ આવી. બસ, અહીંથી આનંદ બક્ષી એવાં જામી ગયાં કે તેમણે ૬૩૮ ફિલ્મોમાં ૩,૫૦૦થી વધુ ગીતો લખ્યાં. ‘મોમ કી ગુડિયા’ (૧૯૮૨) જેમાં તેમણે ‘બાગો મેં બહાર આઈ’ ગીત લતાજી સાથે લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં ગાયું પણ હતું.
તેમણે એટલો લાંબો સમય અને સંખ્યામાં ગીતો લખ્યાં કે ગાયકો અને સંગીતકારોની બે પેઢી સાથે તેમણે કામ કર્યું. કિશોર કુમારથી કુમાર સાનુ અને શમશાદ બેગમથી કવિતા કૃષ્ણમુર્થી સહિતના ગાયકોએ તેમના ગીતો ગાયા. તેઓ જે ફિલ્મોના ગીતો માટે યાદ કરાશે તેમાં ‘હિમાલય કી ગોદ મેં’, ‘દેવર’, ‘આસરા’, ‘જબ જબ ફૂલ ખિલે’, ‘મિલન’, ‘દો રાસ્તે’, ‘આરાધના’, ‘અમર પ્રેમ’, ‘હરે રામ હરે કૃષ્ણ’, ‘મૈ તુલસી તેરે આંગન કી’, ‘સીતા ઔર ગીતા’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘રોટી’, ‘જીને કી રાહ’, ‘આન મિલો સજના’, ‘શરાફત’, ‘ખિલૌના’, ‘મર્યાદા’, ‘કટી પતંગ’, ‘રાજા ઔર રંક’, ‘ફર્ઝ’, ‘લોફર’, ‘પિયા કા ઘર’, ‘અપના દેશ’, ‘આપકી કસમ’, ‘બોબી’, ‘મૈ સુંદર હું’, ‘અમર અકબર એન્થની’, ‘ધરમ વીર’, ‘શાલીમાર’, ‘સત્યમ શિવમ સુન્દરમ’, ‘જુલી’, ‘જવાની દીવાની’, ‘દોસ્તાના’, ‘હીરો’, ‘તકદીર’, ‘લવ સ્ટોરી’, ‘અવતાર’, ‘આશા’, ‘મિ. નટવરલાલ’, ‘સરગમ’, ‘જાનેમન’, ‘જુદાઈ’, ‘નમક હરામ’, ‘જીવન મૃત્યુ’, ‘શોલે’, ‘શાન’, ‘શક્તિ’, ‘સચ્ચા જુઠા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ને યાદ કરી શકાય. પણ ત્યાર બાદની ‘પરદેશ’, ‘દુશ્મન’, ‘તાલ’, ‘મોહબ્બતેં’, ‘ગદર: એક પ્રેમ કથા’ કે ‘યાદેં’માં પણ તેમના ગીતો હતાં.
આનંદ બક્ષીએ લક્ષ્મીકાંત પ્યારેલાલ માટે ૩૦૨, રાહુલદેવ બર્મન માટે ૯૯, કલ્યાણજી આનંદજી માટે ૩૨, અનુ મલિક માટે ૨૪, રાજેશ રોશન માટે ૧૩, સચિન દેવ બર્મન માટે ૧૩, આનંદ મિલિન્દ માટે ૮, રોશન માટે ૭, જતીન લલિત માટે ૭, એસ. મોહિન્દર માટે ૭, ભપ્પી લાહિરી માટે ૮, વિજુ શાહ માટે ૮, એન. દત્તા માટે ૬, શિવ હરિ માટે ૫, ઉત્તમ સિંઘ માટે ૬, એ.આર. રેહમાન માટે ૩, રવીન્દ્ર જૈન માટે ૩, ઉષા ખન્ના માટે ૩, ચિત્રગુપ્ત માટે બે ફિલ્મોમાં ગીતો લખ્યાં હતા. તે ઉપરાંત અન્ય અનેક સંગીતકારો સાથે તેઓ ગીતકાર રૂપે જોડાયા હતા.
જે નિર્દેશકોની ફિલ્મોમાં આનંદ બક્ષીએ સૌથી વધુ ગીતો લખ્યાં તેમાં ટી. રામા રાવની ૨૩ ફિલ્મો, રાજ ખોસલાની ૨૧, સુભાષ ઘાઈની ૧૫, શક્તિ સામંતની ૧૪, કે. બાપૈયાની ૧૦, મહેશ ભટ્ટની ૧૦, પ્રમોદ ચક્રવર્તીની ૧૦, દુલાલ ગુહાની ૯, રવિ નાગાઈચની ૮, મોહન કુમારની ૮, મનમોહન દેસાઈની ૮, જે. ઓમપ્રકાશની ૮, યશ ચોપ્રાની ૮, રાહુલ રવૈલની ૮, હૃષીકેશ મુખર્જીની ૫, રામાનંદ સાગરની ૫, આસિત સેનની ૪, રાજકુમાર કોહલીની ૪, તથા એલ.વી.પ્રસાદ કે દેવ આનંદની ત્રણ ત્રણ ફિલ્મોમાં ગીતો લખ્યાં હતા.
આનંદ બક્ષીના ૪૦ ગીતોને ફિલ્મફેરના શ્રેષ્ઠ ગીત રૂપે નામાંકન મળ્યાં હતાં, જેમાંથી ચારને એવોર્ડ મળ્યાં હતાં. એ ગીતો હતાં, ‘આદમી મુસાફિર હૈ (અપનાપન), તેરે મેરે બીચ મેં કૈસા હૈ (એક દુજે કે લિયે), તુજે દેખા તો યે (દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે) અને ઈશ્ક બિના ક્યા જીના યારો (તાલ).
પાછલી ઉમરમાં બક્ષી સાહેબને હૃદય અને ફેફસાંની બીમારી થઇ હતી. તેઓ આજીવન સિગરેટ પીતા રહ્યા તેનું તે ફળ હતું. ૨૦૦૨ના માર્ચમાં તેમને બેક્ટેરિયાનો ચેપ લાગ્યો, મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં નાનું ઓપરેશન થયું, અને મલ્ટીપલ ઓર્ગન ફેલીયોરના કારણે ૩૦ માર્ચ ૨૦૦૨ના રોજ ૭૨ વર્ષની વયે તેમનું નિધન થયું. ત્યારે તેમના ગીતોવાળી છેલ્લી ફિલ્મ ‘મેહબૂબા’ રજૂ થઇ હતી.
‘જુલાઈ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી. આભાર: શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત.
Image may contain: 1 person, closeup
 
 
 
 
 
 
 

Leave a comment

Filed under પ્રકીર્ણ