Monthly Archives: જાન્યુઆરી 2021

આ નમણાં ઝરણાઓ

આ નમણાં ઝરણાઓઅલી જોને, સખીરી…અહીં જોને, સખીરી…આ નમણાં ઝરણાંઓજાણે જળનાં ચંચળ કૂદતાં આ હરણાંઓ,વગડે વગડે ગુંજન કરતાં આ ઝરણાંઓ,અલી જોને સખીરી…ઝરણું ક્યાંથી આવ્યું? સહિયર, કોના છલકયાં નેણએકબીજાની વાતે ખળખળ જાણે ડૂબ્યાં વેણ!જંગલની વચ્ચોવચ ફરવાં નીકળ્યાં ચાંદરણાંઓઅલી જોને સખીરી…વનપંખીના ટહુકા જેવો મીઠો રવ આ કરતાં દોડે,સરી જતાં હર જળપગલાંને એક ગતિએ જોડે!આળોટે આકાશ ઘડીભર એના પાથરણાંઓ.અલી જોને સખીરી…યામિની વ્યાસ

May be an image of ‎tree and ‎text that says '‎નથી કોઈ મંઝિલ, નથી કોઈ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું, કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું? યામિની વ્યાસ ز MH s M WhaIx Mu tm Wan ... 家 NNIN W/m Vijya Graphies‎'‎‎
May be an image of ‎tree and ‎text that says '‎નથી કોઈ મંઝિલ, નથી કોઈ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું, કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું? યામિની વ્યાસ ز MH s M WhaIx Mu tm Wan ... 家 NNIN W/m Vijya Graphies‎'‎‎
May be an image of ‎tree and ‎text that says '‎નથી કોઈ મંઝિલ, નથી કોઈ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું, કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું? યામિની વ્યાસ ز MH s M WhaIx Mu tm Wan ... 家 NNIN W/m Vijya Graphies‎'‎‎
Image may contain: outdoor, text that says 'ઝરણાંનું ગીત યામિની વ્યાસ અલી જોને, સખીરી... અહીં જોને, સખીરી... નમણાં ઝરણાંઓ જાણે જળનાં ચંચળ કૂદતાં આ હરણાંઓ, વગડે વગડે ગુંજન કરતાં આ ઝરણાંઓ, અલી જોને, સખીરી... ઝરણું ક્યાંથી આવ્યું? સહિયર, કોનાં છલક્યાં નેણ? એકબીજાની વાતે ખળખળ જાણે ડૂબ્યાં વેણ! જંગલની વચ્યોવચ ફરવાં નીકળ્યાં ચાંદરણાંઓ અલી જોને, સખીરી... વનપંખીના ટહુકા જેવો મીઠો રવ આ કરતાં દોડે, સરી જતાં હર જળપગલાંને એક ગતિએ જોડે. આળોટે આકાશ ઘડીભર એનાં પાથરણાંઓ. અલી જોને, સખીરી... યામિની વ્યાસ'

65You, Paresh Vyas, Yamini Vyas and 62 others45 Comments1 ShareLikeCommentShare

Leave a comment

Filed under Uncategorized

અશ્રુભીંની અંજલી/ખલાસી -યામિની વ્યાસ

Image may contain: text that says 'લોકનૃત્ય ગીત માર હલેસાં માર હો...હો...હો... હૈયા હો... હૈયા...હો ખલાસી, હૈયા હો... હૈયા. માર હલેસાં માર ખલાસી, માર હલેસાં માર, દરિયાનો ખોળો ખૂંદવાનો આવ્યો છે પડકાર ખલાસી, માર હલેસાં માર હો... હૈયા...હો ખલાસી, હૈયા હો... હૈયા. દરિયાના ખોળે જન્મ્યા, ક્યાં દરિયો ખારો લાગે! આ દરિયો તો પળ પળ જાણે કામણગારો લાગે. પાણી વચ્ચે વસવાનું, શું કાંઠો શું મઝધાર! ખલાસી, માર હલેસાં માર હૈયા હો... હૈયા...હો ખલાસી, હૈયા હો... હૈયા. જળની દુનિયા હાથ અડાડો એટલી નિક્ટ હોય, જળનાં કેવા વેશ એને મોજાં વાછટ હોય, આભ અજાણયું, ઘરા આપણી, આપણો પારાવાર ખલાસી, માર હલેસાં માર... હો...હો...હો... હૈયા હો... હૈયા... યામિની વ્યાસ'

વિશ્વવંદ્ય વિભૂતિ મહાત્મા ગાંધી

ભારતની દુર્દશા ગુલામીથી એવી થઈ ગઈ હતી કે પ્રજા પોતાનું કૌવત ગુમાવી બેઠી હતી.યુધ્ધમાં પ્રવિણ યુરોપિયન પ્રજા આગળ , લડવું શક્ય નહતું, આવા વિકટ સમયમાં, પોતાના મનોબળથી અહિંસાના પ્રયોગ કરી , પ્રજાને જગાડી અને  આઝાદીના યાતના ભર્યા સંગ્રામને સફળ દોરવણી આપી , માનવતાના દીપ પ્રગટાવતી , આ વિશ્વવંદ્ય વિભૂતિ મહાત્મા ગાંધીએ વતનને શાન્તિ અર્પવા બલિદાન દઈ દીધું. ધાર્મિક પાગલતા માનવજાતના સાચા હિતચિંતકને ઓળખવમાં થાપ ખઈ ગઈ.

આજના ૩૦મી જાન્યુઆરીએ , અશ્રુભીંની અંજલી સાથે વંદન કરતાં  એ મહામાનવના યુગજીવી ઉપકારોને વધાવીએ….

રમેશ પટેલ(આકાશદીપ)

જાશેના એળે ગાંધી નઝરાણું…..રમેશ પટેલ(આકાશદીપ)

 

તારીખ ત્રીસને જાન્યુઆરી

ધાર  વહે અશ્રુની ચોધારી

કેમ લખી કાળ જ તેં આ કહાણી!

વિશ્વનીમાનવતાલજવાણી

માનવતાની સઘળી  જ મીઠાશું

લેગાંધી  ઉર  હીલોળાભક્તિ

દેખગુલામીદ્રવ્યું  તવ  

Leave a comment

Filed under Uncategorized

ઊંચાઈ:યામિની વ્યાસ- કોલ પાળ્યા મહેશ-નરેશે

Yamini Vyas 

JtSphlonnasndcloumaryoe 25r at utsfiae6:iSe5l1g gdoPM  · The height of the heightI have respect on the tricolorAnd now on to you tooThe reason whyThe green color reminds me of the green dreams we planted togetherIf I look up a littleWhite foam colliding with the flowing springs,In which we decided to keep life flowing together.And in it the bow of the skyThe brown color bowed down and also gave me the mahor.And now ahahaha.. Saffron mood of my saffron..Just melt away from body and mind.Couldn’t see any higher than thisEyes became stable by wiping..You are sleeping wrapped in these three colorsSoaking in my Senthi’s red!At a height that cannot be measured…Yamini diameter  · See original  · Rate this translationYOUTUBE.COMકાવ્ય:ઊંચાઈ:યામિની વ્યાસ રજૂઆત:સુશ્રી ઘ્વનિ ત્રિવેદી’ઊંચાઈ ‘કાવ્ય સંગ્રહ:સૂરજગીરીપ્રકાશન:અનન્ય સીટીમને માન છે તિરંગા પરઅને હવે તારા પર પણકારણ લીલો રંગ મને યાદ અપાવે આ…

‘સાથે જીવીશું, સાથે મરીશું’ના કોલ પાળ્યા મહેશ-નરેશેગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડિયાનું ૨૭ ઓક્ટોબર, ૨૦૨૦ની સવારે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ૭૭ વર્ષના હતા. ગુજરાતી ફિલ્મોના સફળ અભિનેતા અને મહેશ-નરેશની સંગીતકાર જોડીએ બે દિવસમાં એક સાથે ચીર વિદાય લીધી છે. મોટાભાઈ મહેશ કનોડિયાનું ૨૫ ઓક્ટોબરે નિધન થયાના બે દિવસમાં જ નરેશ કનોડિયાનું નિધન થતાં તેમણે સ્વરબદ્ધ કરેલું ‘મેરુ માલણ’નું શીર્ષક ગીત ‘સાથે જીવીશું, સાથે મરીશું’ જાણે તાદૃશ થયું છે. તેઓ મંચ પર આ ગીત, યુગલ ગીત રૂપે ગાઈને ધૂમ મચાવતાં હતાં. મહેશજી તે સ્ત્રી કંઠે ગાતા અને નરેશજી પુરુષ કંઠે. એની વાઈરલ વિડીયો ક્લિપ લોકોએ ભાવપૂર્વક જોઈને તેમને અંજલિ આપી હતી. વર્ષો સુધી આ ભાઈઓએ ‘મહેશ કુમાર એન્ડ પાર્ટી’ દ્વારા સેંકડો જીવંત પરફોર્મન્સ મંચ પર કર્યા હતાં.ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર સમા નરેશ કનોડિયા ગત સપ્તાહે કરોના પોઝીટીવ થયાં, અમદાવાદની યુ. એન. હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા, તેમના વિશેની અમંગળ ખોટી માહિતી પણ સોશિયલ મીડિયામાં વહેતી થઈ, કમનસીબે રવિવારે મોટાભાઈ મહેશ કનોડિયાનું ૮૩ વર્ષે નિધન થયું હતું. તેના બેજ દિવસ બાદ નરેશ કનોડિયા પણ કોરોના સામેનો જંગ હારી ગયા.૨૦ ઓગસ્ટ, ૧૯૪૩ના રોજ પાટણ જીલ્લાના કનોડા ગામમાં નરેશ કુમારનો મીઠાભાઈ કનોડિયા નામના એક ગરીબ મિલ મજુરને ત્યાં જન્મ થયો હતો. છેક ત્યાંથી આંતરરાષ્ટ્રીય મંચ પરણી પ્રસ્તુતિ સુધી તેમની સંઘર્ષ કથા પોતે જ એક ફિલ્મ જેવી છે.બંને ભાઈઓને બાળપણથી ફિલ્મી ગીત સંગીતનો શોખ હતો, બંનેએ ‘મહેશ કુમાર એન્ડ પાર્ટી’ના મંચ પરના સેંકડો કાર્યક્રમો સાંઠ-સિત્તેરના દાયકામાં કર્યા હતાં. મોટા ભાઈ મહેશ કુમાર સ્ત્રી અને પુરુષના અવાજ અનેક ગાયકોની આબેહુબ નકલ કરીને શ્રોતાઓને રસતરબોળ કરતા તો નાના ભાઈ નરેશ કુમાર ત્યારે મંચ પર ગીતો પણ ગાતા અને ફિલ્મી ગીતો પર ડાન્સ પણ કરતા. તેમની એ કુનેહ તેમને ગુજરાતી ફિલ્મોમાં અભિનય તરફ દોરી ગઈ. તેમને ખૂબ સફળતા મળી. નરેશ કુમાર નાયક હોય અને મહેશ-નરેશનું સંગીત હોય એવી ઘણી ફિલ્મો સફળ થઈ હતી.એંશીના દાયકામાં આફ્રિકા, અમેરિકા અને એશિયાના અન્ય દેશોમાં જઈને ગુજરાતી ફિલ્મ સંગીતના કાર્યક્રમો કરનારી બે ભાઈઓની આ પહેલી જોડી હતી.૧૯૭૦ની ‘વેલીને આવ્યાં ફૂલ’થી નરેશ કુમાર ગુજરાતી ફિલ્મોના પડદે ચમક્યા હતા. તેમના અભિનયનો આ સીલસીલો ચાર દાયકા અને ૩૧૪ ફિલ્મો સુધી લંબાયો હતો. તેમની લોકપ્રિય બનેલી ફિલ્મોની યાદી લાંબી છે. ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રીઓ સ્નેહલતા, અરુણા ઈરાની,રોમા માણેક અને અભિનેતાઓ ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની,કિરણ કુમાર સાથે એંશી અને નેવુંના દાયકામાં નરેશ કુમારે અભિનય અને મહેશ-નરેશના સંગીતે ધૂમ મચાવી હતી. નરેશ કનોડિયા સાથે સહઅભિનેત્રી રહેલી કલાકારોની સંખ્યા ૭૨ જેટલી મોટી છે.અન્ય પ્રાદેશિક ફિલ્મોના અભિનેતાઓની જેમ નરેશ કનોડિયાએ પણ રાજકારણમા ઝુકાવ્યું હતું અને કરજણ બેઠકનું ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય રૂપે પ્રતિનિધિત્વ ૨૦૦૨-૦૭ દરમિયાન કર્યું હતું. ૨૦૧૧માં આ બે ભાઈઓના જીવનચરિત્ર સામાન પુસ્તક ‘સૌના હૃદયમાં હમેશ: મહેશ નરેશ’ પ્રકાશિત થયું હતું.નરેશ કનોડિયાએ રીમાજી સાથે લગ્ન કર્યા હતાં અને તેમને હિતુ અને સુરજ નામના બે દીકરા છે. તેમાંના હિતુભાઈ કનોડિયા પણ અભિનેતા અને રાજકીય નેતા – ધારાસભ્ય છે.નરેશ કુમારના મોટાભાઈ મહેશ કુમાર નિર્માતા,ગાયક, સંગીતકાર અને રાજકીય નેતા હતા. તેઓ પાટણ બેઠકના ૧૦,૧૧, ૧૨ અને ૧૪મી એમ ચાર વાર લોકસભામાં ભાજપના સાંસદ બન્યાં હતાં. મહેશ કુમારના લગ્ન ઉમા બહેન સાથે ૧ જાન્યુઆરી, ૧૯૬૦ના રોજ થયાં હતાં. તેમના દીકરી પૂજા પણ ગાયિકા હતાં. પૂજાબેનનું નિધન ૨૦૧૫માં થયું હતું.સંગીતકાર રૂપે મહેશ-નરેશને શ્રેષ્ઠ સંગીતકાર રૂપે ‘જીગર અને અમી’ (૧૯૭૦-૭૧), ‘તાનારીરી’ (૧૯૭૪-૭૫), ‘જોગ સંજોગ’ (૧૯૮૦-૮૧), ‘લાજુ લખણ’ (૧૯૯૧-૯૨) એવોર્ડ મળ્યાં હતાં. ‘જોગ સંજોગ’નું તો નિર્માણ જ મહેશ કુમારે કર્યું હતું અને તેમને ‘શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતા’નો એવોર્ડ મળ્યો હતો તો ‘અખંડ ચૂડલો’ (૧૯૮૧-૮૨)ના ગીત માટે મહેશ કુમારને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો હતો.નરેશ કનોડિયાનું સૌથી મોટું સન્માન તેમની ઘણી ફિલ્મોની સફળતા છે, તેમને ૨૦૧૨માં ભારતીય ફિલ્મોની શતાબ્દી ટાણે તેમના ગુજરાતી ફિલ્મોના પ્રદાન માટે દાદાસાહેબ ફાળકે એકેડમીએ એવોર્ડ આપ્યો હતો.નરેશ કનોડિયાની કેટલીક જાણીતી ફિલ્મો યાદ કરીએ તો – વેલીને આવ્યાં ફૂલ (૧૯૭૦), જીગર અને અમી, ભાથીજી મહારાજ, ઢોલા મારૂ,ઢોલી,ઢોલી તારો ઢોલ વાગે,દોઢ ડાહ્યા,ગરવો ગુજરાતી,હાલો આપણા મલકમાં,હિરલ હમીર,જોડે રહેજો રાજ,જોગ સંજોગ,જુગલ જોડી,કંકુની કિમત,કાંટો વાગ્યો કાળજે,લખતરની લાડી વિલાયતનો વર,લોહી ભીની ચુંદડી,મા-બાપને ભૂલશો નહીં,મન સાહ્યબાની મેડીએ,મારે ટોડલે બેઠો મોર,મારી લાજ રાખજે વીરા,મેરુ માલણ,મોતી વેરાણા ચોકમાં,નર્મદાને કાંઠે,ઓઢું તો ઓઢું તારી ચુંદડી,પાલવડે બંધી પ્રીત,પરભવની પ્રીત,પારસ પદમણી,પરદેશી મણીયારો,રઢિયાળી રાત,રાજ રાજવણ, રાજવીર,રૂડો રબારી,શેરને માથે સવાશેર,સાથીયા પુરાવો રાજ,સોરઠનો સાવજ,ટહુકે સાજન સાંભરે,તાના રીરી,તને પારકી માનું કે માનું પોતાની, તમેરે ચંપો અને અમે કેળ, ઊંચી મેડીના ઊંચા મોલ,ઉજળી મેરામણ,વણઝારી વાવ,વટ વચન ને વેર, વટનો કટકો,વીર બાવાવાળો,મેરુ મુલાંદે, ઝૂલણ મોરલી,દેવાના દુશ્મન (૨૦૧૪), પટેલની પટેલાઈ અને ઠાકોરની ખાનદાની (૨૦૧૬), ધન્યતા (૨૦૧૭) યાદ કરી શકાય.

Leave a comment

Filed under Uncategorized

વારિસ ડીરી/ વારિસ ડીરી

નિહાળોYOUTUBE.COMઓનલાઇન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી – મણકો -2. – YouTubeકવયિત્રી, લેખિકા, અભિનેત્રી એવા યામિની વ્યાસ – વાત કરે છે વારિસ ડીરી ની આત્મકથા ડેઝર્ટ ફ્લાવર વિશે.

Leave a comment

Filed under Uncategorized

ડબલ વૅમી: બેવડો માર, પડ્યા પર પાટું, દાઝ્યા પર ડામ / પરેશ વ્યાસ

ડબલ વૅમી: બેવડો માર, પડ્યા પર પાટું, દાઝ્યા પર ડામ
एक बराहमन ने कहा है कि ये साल अच्छा है -मिर्ज़ा ग़ालिब
શેરનો પહેલો મિસરો છે દેખિયે પાતે હૈ ઉશ્શાક બુતોં સે ક્યા ફૈઝ. ‘ઉશ્શાક’ એટલે પ્રેમી. ‘ફૈઝ’ એટલે સફળતા. જોઈએ તો ખરા કે પ્રેમીઓને એમની પ્રેરણામૂર્તિ કે આરાધ્ય વસ્તુ પાસેથી આ વર્ષે શું પામવામાં સફળતા મળશે? એક બ્રાહ્મણે એવું કહ્યું તો છે કે આ વર્ષ સારું છે. ભવિષ્યવાણી જો કે સાચી પડે એવું ક્યાં થાય છે? આ કોરોના તો કાતિલ છે. ચેપ લાગ્યો તો શ્વાસનાં ય વાખા પડી જાય છે. ફેફસામાં કાણાં ય પડી જાય. અને છતાં આપણે કાંઇ કરતાં કાંઇ સમજતા નથી. એમ કે અમને શું થાય? અથવા કદાચ એમ કે મનમાં ઉચાટ છે અને એટલે બહાર જવું જરૂરી છે. કમાવવું પણ તોં જરૂરી છે. ઘર બેઠાં શું કમાઈ થાય? બહાર જઈએ તો કાંઇ માનસિક રાહત ય મળે. સૌથી મોટી તકલીફ એ છે કે હવે પૈસા નથી. બચત ચટ થતી જાય છે. કાલની ફિકરમાં ડીપ્રેશન આવી જાય છે. માર બધી બાજુથી છે. ગયા અઠવાડિયાનાં ‘ઈન્ડિયા ટૂડે’ના એક લેખનું શીર્ષક છે, ‘અનએમ્પ્લોયમેન્ટ, રાઇઝિંગ ફૂડ પ્રાઇસ: ડબલ વૅમી ફોર ઈંડિયાઝ પૂઅર એમિડ પેન્ડેમિક’. મહામારી વચ્ચે ભારતનાં ગરીબો માટે બેરોજગારી અને ખાધાખોરાકીની કિમતમાં વધારો બેવડો માર- એવો અર્થ થાય. ડબલ વૅમી (Double Whammy) એટલે?
હા, સમજાય છે. ડબલ વૅમી એટલે બેવડો માર. પડ્યા પર પાટું. ઘા ભેગો ઘસરકો નહીં, પણ ઘા ઉપર બીજો ઘા. છાતી ઉપર અને પીઠ ઉપર બેય બાજુથી ઘા. બેઉ બાજુએથી મુસીબત, મહેનત પડવી, કઠણાઈ, આડખીલી, અસાધ્યપણું, કડાકૂટ, ગૂંચવણ, નડતર, અટકાવ, હરકત, સંકટ. પણ આ તો શબ્દસંહિતા છે. અહીં આપણે એક શબ્દને, એક સાંપ્રત શબ્દને સમૂચો સમજવાની કોશિશ કરીએ છે. ડબલ વૅમીમાં ડબલ તો આપણે જાણીએ છે. ડબલ એટલે બેવડું. બમણું. વૅમી? અમારી પ્રિય ‘ગુજરાતી લેક્સિકોન’ ડિક્સનરી આ શબ્દનો અર્થ કરવો ભૂલી ગઈ છે. ચાલો આપણે અર્થ કરી દઈએ. વૅમી એટલે કશુંક અત્યંત અઘરું કે અણગમતું અચાનક થઈ જાય તે. વૅમી એટલે જાદૂ ટોના. કોઈએ જાણે કાંઇ કરી મૂક્યું. વૅમી એટલે એવો માર જે આપણને નિસહાય કે નબળું કરી દેય. ઠપ કરી દેય. ડબલ વૅમી એટલે એવું બે વખત થાય!
‘ડબલ વૅમી’ શબ્દ અમેરિકામાં વર્ષ ૧૯૪૦માં જન્મ્યો છે; જેનો મૂળ અર્થ થાય છે: કુદૃષ્ટિથી નુકસાન પહોંચાડવાની જાદુઈ શકિત. મંત્ર તંત્ર કરનાર કોઈ ભૂવાની કરામત. અમેરિકાની પ્રિય રમત બેઝબોલમાં કોઈ સારો ખેલાડી કોઈ મેચમાં બરાબર ન રમે તો કહે કે કોઈએ એના પર કાંઇ વૅમી કરી મૂક્યું છે. હવે આવું બેગણું થાય તો ડબલ વૅમી. કાર્ટૂનિસ્ટ અલ કેપની ‘લિટલ એબનર’ નામની એક કાર્ટૂન સ્ટ્રીપ ૧૯૫૦ ની આસપાસ લોકપ્રિય બની હતી. એમાં ડબલ વૅમી શબ્દો વારંવાર આવતા. એક આંખથી ભૂરકી નાંખે તો વૅમી અને બંને આંખે જાદૂ ટોના કરે તો ડબલ વૅમી. પછી તો આ શબ્દો મુહાવરો બની ગયા. ૧૯૯૧ માં ગ્રેટ બ્રિટનમાં ચૂંટણી ટાણે ડબલ વૅમી શબ્દ લોકપ્રિય થઈ ગયો જ્યારે ત્યાંની કન્ઝર્વેટિવ પાર્ટીએ તે વખતની શાસક લેબર પાર્ટીની ટીકા કરતું પોસ્ટર મૂક્યું: ‘લેબર્સ ડબલ વૅમી- કરવેરો વધ્યો, ભાવ વધારે વધ્યો. આહા, હવે સમજાયું. બે મુશ્કેલી એક સાથે આવે કે પછી એક આવે અને હજી કળ ય ન વળી હોય ત્યાં બીજી આવી ચઢે એ ડબલ વૅમી. પ્રિય કવિ ર. પા. યાદ આવે. જે કંઈ વીતે છે જે કંઈ વીતવાની છે ભીતિ, ઈચ્છું છું વીતી જાય અને અંત તરત હોય. ના, પણ મુશ્કેલી એમ વીતી જતી નથી. અને અંત ક્યાંય દેખાતો નથી. દૂર દૂર પણ નહીં. ડબલ વૅમી હવે ટ્રીપલ, ક્વૉડ્રુપલ કે મલ્ટિપલ વૅમી થતી જાય છે. આપણી જિંદગી સાલી મુશ્કેલીઓનું મલ્ટિપ્લેક્સ થઈ ગઈ છે. હેં ને? હવે ઓનલાઈન જોવા માટે કોઈ વેબ સીરીઝ બચી નથી. એમ જ પૈસા પણ બચ્યા નથી. બચત સફાચટ છે. ઉપરથી કોરાનાની તલવાર અહર્નિશ લટકે છે. ગાલિબ સાહેબને ફરી ટાંકું. रंज से ख़ूगर हुआ इंसाँ तो मिट जाता है रंज; मुश्किलें मुझ पर पड़ी इतनी कि आसाँ हो गयीं. ખૂગર એટલે વ્યસની. દુ:ખનું એક વાર વ્યસન પડી જાય તો પછી બધું સહેલું થઈ જાય. એટલી મુશ્કેલી મારી પર પડી કે પછી બધું સહેલું થઈ ગયું. એક વાર દુ:ખનું વ્યસન પડે કે બેડો પાર! કહે છે કે રવિવારની રજા પછી આવતો સોમવારનો માર વસમો છે. પછી આવે મંગળવાર. મંગળવાર એ ડબલ વૅમી સોમવાર છે! પણ શુક્રવાર સુધીમાં આદત પડી જાય. અને પછી એમ કે શનિ રવિની રજા હાથવેંત છે. પણ સાહેબ શનિ રવિ હવે નથી. શુક્રવાર પછી સીધો સોમવાર આવે છે. વીસમી સદી તો સારી હતી પણ એકવીસમી સદી એક વસમી સદી છે. ‘ને એમાંય વર્ષ ૨૦૨૦ ડબલ વૅમી છે. જાયે તો જાયે કહાં !
શબ્દ શેષ:
“મહિનાઓમાં ડિસેમ્બર એ શુક્રવાર છે.” -અજ્ઞાત (જોઈએ વર્ષ ૨૦૨૧માં શું થાય છે?!!)
No photo description available.
May be an illustration of text that says 'કશે પણ જાય તો સાથે લઈને જાય ચિંતાઓ, ને કમ સે કમ 'તે ખાધું બેટા?' એ જાણી જ લે એ મા. યામિની વ્યાસ Vijya Graphies'

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

કલમ વિરુદ્ધ તલવાર

Do we feel that we cannot criticize the rich and the powerful?

May be an image of 1 person

ઊંચાઈ:કાવ્ય:યામિની વ્યાસ રજૂઆત:ધ્વનિ ઉપાધ્યાય https://youtu.be/CceM5aXtE14
કલમ વિરુદ્ધ તલવાર
શશી થરૂરે ગયા અઠવાડિયે પૂણેમાં કહ્યું કે વારવારા રાવ, વેરનોન ગોન્સાલવિસ, સુધા ભારદ્વાજ વગેરે લોકોએ હાથમાં પથ્થર નહોતો લીધો કે નહોતી લીધી બંદૂક. માત્ર શબ્દો જ કહ્યા હતા. છતાં તેઓની અટકાયત કરવામાં આવી. આ ઠીક નથી. આમ વાત તો જૂની છે પણ શશી થરૂર અત્યારે બોલ્યાં. માઓવાદી સંગઠન સાથે કહેવાતું જોડાણ ધરાવતા કેટલાંક નેતાઓ સામે હિંસા ભડકે એવા ભાષણ કરવાનો આરોપ છે. તેઓ પકડાયા. શું
કલમની ધારનું અત્યારનાં સમયમાં કોઈ વજૂદ નથી? શું તલવાર કલમને ખચ ખચ વધેરી નાંખે છે?
કલમ હવે કી-બોર્ડ બની ગયું છે. અને ઇંડિયન પિનલ કોડ નામની સરકારી તલવાર સૌને માથે લટકે છે. પહેલાં આંદોલનકારી નેતાઓ હતા જે બગલથેલો લઈને ફરી ફરીને પોતાની વાત કહેતા. જેઓ શોષણનો ભોગ બને એને ન્યાય મળે એની ગુહાર લગાવતા. હવે બગલથેલા વિનાનાં બધાં જ લોકો આંદોલન જગાવે છે. પણ આ લોકો કાંઇ પણ કહે એટલે એની સામે એમની બેફામ ટીકા કરતાં મેસેજીસ ફેક્ટરીમાં તૈયાર થઈ જાય છે. પછી એ મેસેજ વર્ડ-ટૂ-વર્ડ ફોરવર્ડ થાય છે. કોઈ પણ સંદેશ જનઆંદોલનમાં ફેરવાય તે પહેલાં એને દબાવી દેવાય છે. શબ્દોનું ગળું ઘૂંટી દેવાય છે. સરકાર કે સરકારનાં નુમાયંદા તમને જકડે છે, પકડે છે, દેશદ્રોહી તરીકે સ્થાપિત કરે છે. સરકારની કામગીરીનો કોઈ વિરોધ એટલાં માટે થઈ શકતા નથી કારણ કે વિરોધ પક્ષ નબળો અને વેરવિખેર છે અથવા તો એમ કે સ્વલાભ માટે, સારી રીતે દેશ સેવાનાં કારણ આગળ ધરીને, પક્ષપલટો થતો રહે છે. કોઈ કરે તો શું વિરોધ કરે? અને એક અમોઘ શસ્ત્ર જે અવારનવાર વાઇરલ થતું રહે છે અને એ છે વડાપ્રધાનનાં કુટુંબીજનોની સામાન્ય સ્થિતિ. એટલે એમ કે આ વ્યક્તિ માટે દેશ જ એનું કુટુંબ છે. આ વાત અલબત્ત કાબિલ-એ-દાદ છે. પણ એમનાં સિવાય એમનાં જ બાકી બધાં સાથી, ટેકેદાર કે કાર્યકર શું એવાં જ છે? ના રે ના! અને પછી તો તલવાર ચાલે છે. જે વિરોધ કરે એની ઉપર તલસ્પર્શી વાર થાય છે. અને પછી માર ખાધેલા વિરોધીઓ ન બોલ્યામાં નવસો ગુણ માનીને જીભ પર ઝિપ લગાડે છે. ૐ ચૂપાય નમ: મંત્રના અખંડ જાપ જપવામાં આવે છે. અલ્યા ઓ.. મૂકો બધી લપ . અને -આપણે શી લેવાદેવા?- એ બૌદ્ધિક લોકોનો તકિયાકલામ થઈ જાય છે. પછી કલમ તકિયા નીચે મૂકીને બૌદ્ધિકો પોઢી જાય છે. રાત રહે જાહરે પાછલી ખટઘડી… સાધુ પુરુષ ત્યારે સૂઈ જાય છે. તલવાર માથે લટકે છે. પણ સરકારનાં ટેકેદાર ઉપર પડતી નથી. તલવાર અહીં અહિંસક બની જાય છે.
સરકાર એ સારી છે જે બહુજન હિતાય, બહુજન સુખાય કામ કરે. એનું તલવાર હોવું એ માટે જરૂરી છે કારણ કે આપણે સખણાં રહેતા નથી. ડફણાંની ભાષા જ સમજીએ છીએ. પણ સરકાર ખોટું કરે તો શું આપણે સાવ ચૂપ રહેવું? કલમનું સર કલમ કરી નાંખવું? કી-બોર્ડનું ક્રિયાકર્મ કરી નાંખવું? ના. જરા ય નહીં. બોલવું જ્યારે લાગે કે કુછ તો ગરબડ હૈ. તલવાર એકને કાપે પણ સમૂહમાં આવો તો તમારું સન્માન કરે. માટે તમારો જેટલો સમુદાય મોટો એટલું સરકાર પર દબાણ તમે કરી શકો. માટે ન્યાત, જાત, ધર્મ કે સમુદાયનાં ભેદભાવ મીટાવીને કશું ય ન થઈ શકે. વિરોધ તો ન જ થાય. ભેગા હશો તો તલવાર ઢીલી પડશે. અલબત્ત તમારો વિરોધ સાચો હોવો જોઈએ.
ઇંગ્લિશ હાસ્યકાર અને વ્યંગકાર ટેરી પ્રેટચેટ કહે છે કે કલમ તલવાર કરતાં વધારે તાકતવર છે, તો જ જો તલવાર સાવ ટચૂકડી હોય અને કલમ ભારે ધારદાર હોય! આખો આ વ્યાયામ એ માટે જ છે. કલમને ધારદાર કરો, સમુદાયને જોડો અને વિરોધ કરવા લાયક મુદ્દે સરકારને તલવાર મ્યાન કરવા ફરજ પાડો. નથી કરી શકતા? તો ચૂપ રહો. સરકાર આપૂડી બાપૂડી પ્રજા પાસે આવશે જ. સરકારમાં શ્રદ્ધા રાખો. ઈતિ.

Leave a comment

Filed under Uncategorized

મા શ્રી અશોકભાઇ અને દિપકભાઇના પ્રેરણાદાયી પત્રો

Ashok Vaishnav <vaishnav_ashok@rocketmail.com>

To

pragnajuvyas@hotmail.com Pragnaben Vyas jjugalkishor Vyas Valibhai MusaRekha Sindhal and 2 more…

09/29/14 at 12:50 AM

માનનીય પ્રમુખશ્રી અને સાથી મિત્રો

ઓક્ટોબર ૨૦૧૪થી ‘ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય’ને હાલના ‘સાહિત્ય’ વિભાગમાંથી અલગ તારવીને શરૂઆત કરવાની સાથે સાથે દેરક વિભાગની કામની વહેંચ્ણી, તેમ જે તેને કારણે પ્રકાશન વ્યવસ્થાતંત્ર પર થતી અસરો સંબંધે અલગ અલગ સમયે અલગ અલગ સથી મિત્રો સાથે વાર્તાલાપ થતો રહ્યો છે.

હું આ બધા વિચારો અને અભિપ્રાયઓને મારા દૃષ્ટિકોણથી સાથે ગોઠવી અને રજૂ કરૂં છું :

૧.સાહિત્ય વિભાગનું વડપણ વલીભાઇ જ સંભાળે. ‘સાહિત્ય’  વિભાગના બદલાયેલા વ્યાપના સંદર્ભમાં તેમને સમિતિમાં જો કોઇ અન્ય સાથીને લેવાની જરૂર જણાતી હોય તો તે નિર્ણય તેઓ લે.

આમ દર રવિવારે બે લેખ ‘સાહિત્ય’ વિભાગમાં ‘ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય’ના દાયરાની બહારના મૂકાશે.

૨. એ જ રીતે ‘ગુજરાતી ડાયસ્પોરા વિભાગ’માં ૫ મી ઓક્ટોબર ૨૦૧૪થી શરૂ કરીને દર રવિવારે એક કૃતિ /લેખ / પૉસ્ટ આપવાની જવાબદારીનું કાર્યક્ષેત્ર રેખાબહેનનું રહેશે. તેઓ પણ આ સમિતિમાં તેમની જરૂરીયાત મુજબ વધારે સભ્યોની પસંદગી સમયાનુસાર કરશે તેવી હાલ પૂરતી મારી સમજણ છે.

૩.જુ. ભાઇએ શ્રી નરહરી ભટ્ટનાં વનસ્પતિશાસ્ત્ર પરનાં બે કાવ્ય-પુસ્તકોને વેગુ પર લાવવા માટે ધ્યાન આપવું જોઇએ. જ્યાં સુધી એ લેખમાળા ચાલે ત્યાં સુધી ‘સાહિત્ય સમિતિ’ દર રવિવારે એક જ લેખ આપવાનો રહે. સાહિત્ય સમિતિ પાસે ઓક્ટોબર ૨૦૧૪માટે પૂરતી સામગ્રી છે માટે વનસ્પતિશાસ્ત્ર પરનાં  કાવ્યોની શ્રેણી નવેમ્બર ૨૦૧૪થી શરૂ કરી શકાય. જુ. ભાઇ સાથે વાત થયા મુજબ તેમની પાસે આ બાબતે બહુ જ નોંધપાત્ર એવા વિવેચન લેખો પણ છે, જેને આપણે ‘સામાન્ય વિભાગ’માં સમય મુજબ સમાવી  શકીએ.

તે ઉપરાંત જુ.ભાઇએ ‘ભાષા વિજ્ઞાન’ પર લેખકો (કે લેખો) વિષે પોતાના પ્રયત્નોને પ્રાથમિકતા આપવી જોઇએ. હાલ આપણે શ્રી અરવિંદ ભાંડારીનો દર મહિને એક લેખ રજૂ કરીએ છીએ. જુ. ભાઇએ દર મહિને એક વધારે લેખ (એટલે કે ભાષા વિજ્ઞાન પર દર મહિને બે લેખ) નિયમિત મળે તેમ કરવું જોઇએ. આ વ્યવસ્થા પણ નવેમ્બર ૨૦૧૪થી લાગુ પાડવી જોઇએ.

શ્રી નાથાલાલ દેવાણીના હસ્તલિખિત સાહિત્ય સંવર્ધનના પ્રયાસને વેગુ પર ઇ-પુસ્તક તરીકેપ્રકાશિત કરવા મટે જુ.ભાઇએ અ.મો.સાથે ગોઠવણ પર ધ્યાન આપવું જોઇએ.

૪. દીપકભાઇ નવાં ક્ષેત્રોના લેખકોની શોધની સાથે જ્યાં તૂટ પડે છે ત્યાં ગણિત કે વિજ્ઞાન કે ન આવરી લેવાતા હોય તેવા અન્ય વિષયો પર જાતે રસોઇ કરીને પણ ટંક સાચવતા જ રહે છે.

૫. મૌલિકા બહેન ‘સ્ત્રીઃશક્તિ-પ્રકૃતિ’ વિભાગનો એક અને ‘બ્લૉગ ભ્રમણ’નો એક એમ દર મહિને બે લેખની કામગીરી તો સંભાળી જ રહ્યાં છે. તેમાં વળી ‘બ્લોગ ભ્રમણ’માં ૧૦૦ બ્લૉગ થાય તે સમયે એક અનોખું ઇ-પુસ્તક કરવાના પ્રસ્તાવનાં સંપાદનની જવાબદારી પણ તેઓ એ હંમશની જેમ હસ્તે મોંઢે સ્વીકારી જ છે. આ કામ આમ કદાચ હજૂ દુર છે તેમ જણાતું હશે, પણ એક અનૂઠાં ઇ-પુસ્તકનું સર્જન આયોજનમાં જ ખાસ્સો સમય માગી લેશે.આ વિષે અલગથી ચર્ચાઓ કરતાં રહીશું.

૬. મારા ભાગે પ્રકાશન વ્યવસ્થાતંત્રની સાથે જોડણી સુધાર માટેના લેખોની વહેંચણીનું સંકલન તેમ જ  ‘મૅનેજમૅન્ટ’ વિભાગ અને ‘ફિલ્મ સંગીતની સફર’ વિભાગ’નાં સંકલનનું કામ છે.

મારા અભિપ્રાય મુજબ વેગુ તેનાં બીજાં વર્ષમાં પ્રવેશે તે પહેલાં આપણે સહુએ આટલાં કામોને સ્વચાલિત સ્તર સુધી પહોંચાડવાને પ્રાથમિકતા આપવી જોઇએ.

વિચારાર્થે સાદર,

અશોક વૈષ્ણવ

…………………………………….

Leave a comment

Filed under Uncategorized

મા શ્રી વલીભાઇનો પ્રેરણાદાયી પત્ર

 
%e0%aa%b5
* Enjoy prize distribution and e-book launching program of Mono Acting Writing Competition of National Art Center, Surat.* in which winner Mono Acting’s read was presented. Doctor. Mahesh Champaklal’s memorable speech was presented.

Valibhai Musa

વેગુમાં અત્યારે રજૂઆત, વિષય વૈવિધ્ય, લેખોની સંખ્યા અને ગુણવત્તા, સમય પત્રકની બાંધણી જેવી બાબતોમાં ક્યાં કચાશ જણાય છેબધું બરાબર જ છે, કોઈ કચાશ વર્તાતી નથી. હાલમાં લેખોની સંખ્યા અને ગુણવત્તા અને ચર્ચા નીકળી છે, જેનો જવાબ નીચે આપું છું.
શું ફેરફારો કરવા જોઇએ?
સંખ્યા
મહિનાની એકી તારીખે એક અને બેકી તારીખે બે એમ મહિનાના (૧૫*૨+૧૫*૧) ૪૫ લેખ થાય.રવિવારે ત્રણ લેખના વિચારને પડતો મૂકીને તેને એકી-બેકી જ લાગુ પાડવાં. એકત્રીસ દિવસનો મહિનો હોય તો એકી દિવસનો ૧ વધે. આમ વધુમાં વધુ (૪૫+૧) ૪૬ (છેતાલીસ) લેખ થાય.
फेरफार तर्कयुक्त
સાહિત્યિક/બિનસાહિત્યિક
બેકી દિવસે બે લેખમાંનો એક સાહિત્યિક મૂકવાથી સાહિત્યિક લેખો મહિનાના ૧૫ થશે, જે ત્રીજા ભાગના થતા હોઈ પૂરતા ગણાશે. (હાલમાં રવીવારી ત્રણના હિસાબે ૧૨ થાય છે.) 
सारुं सुचन 
ગુણવત્તા
હાલમાં સંતોષકારક તો છે જ, છતાંય કેટલાક વિશિષ્ટ વિભાગો શરૂ થાય તો ગુણવત્તાનું એકંદર સ્તર ઊંચું થયેલું માલૂમ પડશે. દા.ત. ગઝલ-કોમ્પ્યુટર વગેરે પ્રશિક્ષણની શ્રેણીઓ. કદાચ ‘અક્ષરનાદ’/રીડ ગુજરાતી ઉપર ગઝલ શીખવા અંગેની શ્રેણીઓ મુકાઈ ચૂકી છે. એ શ્રેણીઓને Reblog કરવી હોય તો ભાઈશ્રી જિગ્નેશનો સંપર્ક સાધી શકાય. તેઓશ્રી બંને બ્લોગ સંભાળે છે. ડૉ.શ્રી વિવેક ટેલર સાથે કોઈને મીઠા સંબંધો હોય તો તેઓશ્રી પણ યોગદાન આપી શકે. આજકાલ તેમની ઉત્તમ ગઝલકાર તરીકે ગણના થાય છે. આનાથી નવોદિત અને ઉદિત ખરા, પણ અધકચરા ગઝલકારો પોતાના કચરામાંથી સોનું બનાવી શકશે ! કોમ્પ્યુટર શ્રેણી તો બ્લૉગરોને ખૂબ ગમશે. આમાં બ્લોગીંગ અંગે, ઈ-બુક બનાવવા અંગે એવું બધું આવરી લેવાય તો બધાંને ટેસડો પડી જાય. જુગલભાઈ અને આપણા અન્ય ટેકનિકલ નિષ્ણાતો  બ્લૉગરો માટે ઉપયોગી માર્ગદર્શનની શ્રેણી પણ આપી શકે.
गझल,काव्य,गीत,नाटक,अभिनय,शास्त्रिय संगीत अने कोम्प्युटर वगेरे ना प्रशिक्षणनी श्रेळीनो विचार स रस छे. दरेक विषयनी इ – बुक बनावीए तो घणा लाभ लइ शके
લેખોની સંખ્યા વધવા દેવા સિવાય, હજૂ પણ વધારે ઉચ્ચ ગુણવત્તા પર ભાર મૂકવો હોય તો કયાં કયાં પરિમાણોને સંપાદકીય માર્ગદર્શીકામાં આવરી લેવાં જોઈએ?
ગુણવત્તાવાળી સામગ્રી મેળવવા માટે સીધાં ચઢાણ જેવો કપરો માર્ગ છે જુદાજુદા સાહિત્યપ્રકારોની સ્પર્ધાઓ યોજવાનો. અહીં Carrot and stick વાળી ફોર્મ્યુલા કામ કરી પણ જાય ! આમાં કૃતિ ક્યાંય (બ્લૉગ ઉપર પણ નહિ) પ્રસિદ્ધ ન થયાની આકરી શરતે સ્પર્ધકોની સંખ્યા નિયંત્રિત કરી શકાશે. Carrot (નગદ નાણાં) માટે દાતાઓ અને મૂલ્યાંકન માટે ચોકસીઓ (નિર્ણાયકો) મેળવવા પડે. 
गुळवता मा भाषाना प्रश्नमा जोडळी जेवा प्रश्नो चर्चामा रहेवाना
आध्यात्मिक अने राजकारळ मा ते विचार लेखकना छे तेम मानवुं पडे 
इतिहासहासकारनुं सत्य लखनार जाणे !
अकबर साहबने कहा 
फ़िरगी से कहा, पेंशन भी ले कर बस यहाँ रहिये
        कहा-जीने को आए हैं,यहाँ मरने नहीं आये
सायन्समा मतभेदने ओछो अवकाश छे
तबीबी सायन्समा एलोपथी सिवाय नेचरोपथी , होमियोपथी ,आयुर्वेद, युनानी अने योग इत्यादी ने पण स्थान आपवुं आपणा बेस्ट बोन्डीगवाळा सूश्री जीतुभाइ प्रमाळे ‘ ડો. બિમલ છાજેર, જેમણે એઈમ્સ, દિલ્હીમાં વર્ષો સુધી હૃદયની બાયપાસ સર્જરી કરી, અંતે તેમને જણાયું કે ક્યાંક ખોટું થઈ રહ્યું છે ત્યારે તેમણે ‘Reversal of heart diseases’ નો પ્રચાર-પ્રસાર શરુ કર્યો.ડો. મનુ કોઠારીએ ‘જીવન, મરણ અને તબીબ ક્ષેત્ર’ પુ્સ્તકમાં એલોપથીની દવાઓની આડ અસર અંગે અમેરિકાના સર્વેક્ષણનો હવાલો આપતાં લખ્યું છે કે –આધુનિક દસકામાં દવાની આડઅસરને કારણે, ડોક્ટરની દવા આપવામાં થતી ભૂલના કારણે કે પછી ડોક્ટરના ઉકેલી ન શકાય એવા દવાના નામના લખાણને કારણે થતા રોગીની સંખ્યા વર્ષ દીઠ ૧૫ લાખ પર પહોંચે છે અને વર્ષ દીઠ ૩.૫ કરોડનૉ ખર્ચ થાય છે. અમેરીકામાં થયેલા એક સર્વેક્ષણમાં જણાવાયું છે કે તબીબી ઉપચારમાં થતી ક્ષતિ, એ મૃત્યુનું મહત્વનું કારણ છે. ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીસીનના રીપોર્ટ પ્રમાણે દર વર્ષે ૪૪૦૦૦ થી ૯૮૦૦૦ લોકો તબીબી ઉપચારની ક્ષતિને કારણે દરેક વર્ષે હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. આ આંકડો ૪૪૦૦૦ હજારનો લઈએ તો પણ, વાહનથી થતા અકસ્માતને કારણે થયેલા મૃત્યુ – ૪૩૪૫૮, સ્તન કેન્સર – ૪૨૨૯૭ કે એઈડ્સ – ૧૬૫૧૬ કરતાં ઉંચો છે. 
                    आथी आ अंगे लखनार पोताना लेखने वफादार रही बीजी पध्धतिनी टीका न करे 
વાંચકોને પોતાના પ્રતિભાવો લખી જણાવવા શી રીતે પ્રોત્સાહિત કરી શકાય? ઔપચારિક પ્રતિભાવો સિવાય, તમારી આસપાસનાં વર્તુળમાં થતી ચર્ચાઓમાં વેગુ વિષે કંઇ જાણવા જેવું હોય છે?
वांचनार जेटलाने पूछ्युं तेने वेगु गमी छे
“આ અઠવાડિયા/મહિનાનો મનભાવન પ્રતિભાવ” એવું પેજ શરૂ કરી શકાય. આમાં સ્પર્ધા જેવું ગણાશે નહિ, ‘રાજાને ગમી તે રાણી’ જેવું જ આ હશે. આ પણ ગાજર તરીકેનું કામ કરશે. પ્રતિભાવ વધવાની શક્યતા ખરી અને એ નહિ થાય તો એ પાનાને Hits તો મળશે જ. મારા વર્તુળમાં ‘વેગુ’ વિષે ઊંચો અભિપ્રાય અપાય છે. કેટલાકને કોઈક વિષયો થોડાક પચાવવા અઘરા પડે છે, પણ એ બાબત આત્મલક્ષી અને ગૌણ ગણાય.  
મનભાવન પ્રતિભાવ ? कोना मन…?   
ભવિષ્યમાં કળાઓ, ભાષા-વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, નવી ફિલ્મોની સમીક્ષાઓ જેવા કયા વિભાગોને સમાવવાની પ્રાથમિકતા આપવી જોઇએ?
ભાષાવિજ્ઞાન એ મારો રસનો વિષય હોવા છતાં વાચકોના નજરિયાને મદ્દે નજર રાખતાં કહું તો એ વાચકોને ભારે પડશે. જો કે એમાં રસપ્રદ ઘણી વાતો છે. અર્થશાસ્ત્રનો વિભાગ તો ખાસ શરૂ કરવો જોઈએ. એવા કોઈ નિષ્ણાત લેખક હોય તો શાસકો પણ ધડો લઈ શકે. આપણા દેશનું અર્થતંત્ર સાવ દિશાહીન થઈ રહ્યું છે. તર્કશાસ્ત્ર માટે આપણા સુરેશભાઈ જાનીના મોટા ભાઈને મળ્યો હતો. એકાદબે લેખો માટે તેમને જણાવ્યું પણ હતું. સુરેશભાઈ દ્વારા પુન:યાદ તો અપાવીશ, પણ મને લાગે છે કે અવસ્થાના કારણે શ્રેણી આપી કે સંભાળી નહિ શકે. (વાદળી ફોન્ટવાળું લખાણ સુરેશભાઈને કોપે કરીને મોકલું છું.) રહી નવી ફિલ્મોની વાત, તો એ પણ અવશ્ય શરૂ કરી શકાય. આ માટે ફિલ્મી સામયિકોના કોઈ નિયમિત લેખકોને પકડવા પડે અથવા તેમની મંજૂરીથી આપણે પુન: પ્રકાશિત કરી શકીએ. હળવા લેખોમાં ‘ગણિત ગમ્મત’ જેવું કંઈક પ્રસંગોપાત મૂકી શકાય.        
—–तमारी મદ્દે નજર गमी
कोइवार तो मुनसफ ज कातिल होय तो हक्कमा फेंसलो न आवे
વેગુ પર ૭૦થી પણ વધુ બ્લૉગનો પરિચય કરાવાઇ ચૂક્યો છે અને ૧૨૭થી પણ વધુ વ્યક્તિઓ લેખકો તરીકે રજૂ થ ઇ ચૂકેલ છે. પરંતુ આમાંથી સ્વેચ્છાથી સક્રિય હોય તેવી સંખ્યા ઘણી ઓછી છે. આ પરિસ્થિતિમાં મૂળતઃ બદલાવ લાવવો હોય તો આપણે શું કરી શકીએ?  
‘સ્વેચ્છાથી સક્રિય’ न कोनेमें उनकीभी कोइ मजबुरी होगी वरना … कोइ हमे बतायें क्या हम उसे बताये
ખરેખર તો ‘Give and take’ વાળું થવું જોઈએ. આપણે તેમને પ્લેટફોર્મ આપીએ અને એ લોકો માલગાડી પણ ન લાવે એ કેમનું હાલે ? મૌલિકાબહેન એમનાં નાક દબાવે તો મોઢાં ખુલે પણ ખરાં !   
આજથી બે વર્ષ પછી વેગ ક્યાં હશે? કયાં સ્વરૂપે હશે?
આપણે બધાં ઘરડાં ભૂત છીએ અને આપણા પછી પલીત જાગે તો તો બરાબર છે, મતલબ કે જીવાળ Successor મળી જાય તો  બે વર્ષ શું બસ્સો વર્ષ સુધી ‘વેગુ’ આગેકૂચ કરતું રહેશે. સ્વરૂપ તો ઉત્તરોત્તર સારું જ બનતું જશે તેમાં રૂપિયાભાર (પૈસો ગાયબ થઈ ગયો છે !) પણ શક નથી.
यावद्वित्तोपार्जनसक्तः
    तावन्निजपरिवारो रक्तः ।
पश्चाज्जर्जरभूते देहे
    वार्तां कोऽपि न पृच्छति गेहे ॥   त्यारे वे गु एक आधार

આ સિવાય પણ કોઇ પણ બાબતે આપના વિચારો અહીં જણાવશોઃ
એક સૂચન અશોકભાઈને કે ટેકનિકલ મિત્રોને કે આપણા પોસ્ટીંગમાં Justifyed Allignment થાય તો સારું. હું અંગત રીતે તેનો આગ્રહી છું. જો એ થાય તો ચાર નહિ તો છેવટે બે ચાંદ પણ લાગી જાય. આપણે વર્ડપ્રેસમાં છીએ કે શામાં છીએ તેની મને ખબર નથી, પણ વર્ડપ્રેસમાં તો એમ થાય છે. ફોન્ટ સાઈઝ તો બરાબર છે, પણ થોડી કાળી શાહી ઘૂંટાય તો લખાણ ઊડીને આંખે વળગે. Bold કરી જુઓ, ઠીક ન દેખાય  તો પછી મોચીડાના મોચીડા જ રહીશું.   
याद 
એવડલી આળ્યું મ આલ્ય રે,મોચીડા પીટ્યા !
એવડલી આળ્યું મ આલ્ય રે
 

1 ટીકા

Filed under ઘટના, વાર્તા, Uncategorized

ડાયસ્પોરાનું સાહિત્ય અંગે પ્રેરણાદાયી ચર્ચા

સુશ્રી રેખાબહેન અને વેગુનાં સહુ સાથી મિત્રો

થોડા સમય પહેલાં ભારતની બહાર વસતાં ગુજરાતીઓનાં ઇન્ટરનેટ પરનાં કામને અલગથી રજૂ કરવાનો વિચાર વહેતો મૂકાયો, જેના પરિપાકરૂપે એ કાર્યનું સંકલન સુશ્રી રેખાબહેન સિંધલને સોંપાયું હતું.

આ  વિભગના વ્યાપ અને ભવિષ્યની કાર્યપદ્ધતિ વિષે રેખાબહેન સમયે સમયે તેમના વિચારો વ્યક્ત કરતાં રહ્યાં છે.

હવે બહુ થોડા સમયમાં આ વિભાગને વિધિપુરઃસર શરૂ કરવાની તૈયારીમાં તેઓ લાગી ચૂકેલાં છે,એ સમયે આ વિભાગનાં સંચાલનને લગતા કેટલાક વિચારો આપ સહુની વિચારણા માટે પ્રસ્તુત કરેલ છે.

૧. વિભાગનાં નામ અંગે પણ ઘણી ચર્ચાઓ થયેલ છે. આથી વિભાગનં નામ અંગેની કોઇ પણ ગુંચવણો દૂર કરવા માટે કરીને નામ પર ઓફિસિયલ સહમતિ કરી લેવી જોઇએ.

૨. વેગુ ની પરંપરા મુજબ દરેક વિભાગ માટે આપણે બ્રોડ-બેઝ્ડ સંકલન સમિતિ ગોઠવતાં હોઇએ છીએ, જેનો આશય કોઇ એક વ્યક્તિ પર વધારે પડતો બોજ ન આવી પડે તેમ જ સામગ્રીની શોધ વધારે વ્યાપક બની રહે તે રહ્યો છે. આ નવા વિભાગ માટે પણ રેખાબહેનનાં વડપણ હેઠળ આવી સમિતિનું ગઠન કરવું જોઇએ.

સમિતિઓનું ગઠન કોઇ વાડાબંધી તો નથી જ, તેથી અન્ય સહુ સાથી મિત્રો તો પોતાનાં યોગદાન આપતાં જ રહેશે તે વાતની ચોખવટની જરૂર તો નથી જ, પરંતુ નવા વિભાગનું ગઠન કરી રહ્યાં હોઇએ ત્યારે આ વાત દોહરાવી લેવાની લાલચ નથી રોકી શકાતી.

૩.વેગુ પર સામગ્રી મળી રહેવામાં સહુ સાથીઓની મદદ રંગ લાવવા લાગી છે, તેથી અઠવાડીયાનાં સામાન્ય દિવસોમાં પણ આપણે એક થી વધારે લેખ પણ પ્રસિદ્ધ કરતાં થયાં છીએ. જો કે આપણો સદાય એ પ્રયાસ રહ્યો છે કે કોઇ પણ પ્રકારની સામગ્રીનો એક સાથે ભાર ન થાય, અને તેથી એક જ વિષય કે પ્રકારના લેખો વચ્ચે તેમજ, શકય હોય ત્યાં સુધી એક જ લેખકના લેખો વચ્ચે ઉચિત અંતરાલ રાખવાનો પણ સંન્નિષ્ઠ પ્રયાસ કરતાં રહ્યાં છીએ.

આ સંદર્ભમાં આ નવા વિભાગના લેખોની પ્રકાશન અવધિ વિષે પણ વિચારણા કરવી જોઇએ. શરૂઆત દર પખવાડીએ એક લેખથી કરી તેવું મારૂં અંગત સૂચન છે. જો આ વિભાગને ઘણાં વૈવિધ્યસભર લેખકો, વિષયો અને સામગ્રી મળતાં થાય તો પછીથી દર અઠવાડીયાંના એક લેખ અંગે વિચારી શકાય.

૪. મારાં અંગત માનવા મુજબ હાલ આપણા સા.વિ. પર પણ મોટા ભાગની કૃતિઓ વિદેશ સ્થિત ગુજરાતીઓની જોવા મળે છે, તેથી ભવિષ્યમાં આ બન્ને વિભાગના વ્યાપ અને સામગ્રીના ઑવરલેપ અંગે પણ વિચાર કરવો જોઇએ.

સાદર વિચારણાર્થે

અશોક વૈષ્ણવ…………………

%e0%aa%85

વડિલો અને મિત્રો,

અશોકભાઈએ જે મુદ્દા મૂક્યા છે તે અગત્યના હોઈને મારૂં મંતવ્ય જણાવતા પહેલાં કેપ્ટનની વાત સંવેદનને સ્પર્શી ગઈ છે તેથી કહું કે વેબગુર્જરી આવા રત્નોને ઓળખીને એમનો લાભ ગુજરાતી વાંચકોને અને સાહિત્યને આપે છે તે માટે આપણે ગૌરવ લઈએ. કોઈ મૂલ્ય ન આંકે તેથી હીરાનું મૂલ્ય ઓછું થઈ જતું નથી. અમર થઈ ગયેલા કેટલાય કવિ-લેખકો અંગ્રેજી સહિતની અન્યભાષામાં પણ એમના જીવનકાળ દરમ્યાન ઓળખાયા નહોતા.  અમુક મંચ પર સુધી જવામાં રખેવાળોની મર્યાદા નડે છે. મોટેભાગે એમનો અહમ! પણ આપણે એ ચર્ચા જવા દઈએ અને આપણા કાર્યમાં કેપ્ટનને સામેલ કરીએ. ડાયસ્પોરા સમિતિમાં તેઓ પણ જોડાય એવી મારી વિનંતિ છે. સંકલનની મુખ્ય જવાબદારી હું ખુશીથી સંભાળીશ પણ વિસ્તાર વધારવા માટે સતત સહાયની આવશ્યકતા છે જેથી સમિતિ અંગેની અશોકભાઈની વાત મને ગમી છે. દેવિકાબેન આપણી સાથે જોડાયેલા છે જ તો તેઓ પણ આ સમિતિમાં સામેલ થઈ શકે.  વિપુલભાઈ જેવા અમેરિકા સિવાયના કોઈ જોડાય તો તે પણ ઉત્તમ વિચાર છે.  ભારત સહિત દુનિયાના જુદા જુદા દેશોમાંથી મળી સમિતિની સંખ્યા પાંચની કરીએ તો ય આ તો ‘ગમતાનો ગુલાલ’ થશે.

બીજુ વલીભાઈની વાતના અનુસંધાને કહું તો મારા પ્રથમ લેખમાં મારો પ્રયત્ન ડાયસ્પોરા સાહિત્ય કોને કહેવું?  એ ગુંચવાડાઓ શક્ય તેટલા દૂર કરવાનો છે અને તેથી જ ધીરજ માટે મેં સમય માંગ્યો. વિજ્યાદશમી સુધીની અવધિ પર્યાપ્ત થશે એમ લાગે છે.

‘ડાયસ્પોરા’ નામકરણ થઈ ચૂક્યું છે. હવે જો નામ બદલવાની વિધિ કરવી હોય તો ડાયસ્પોરાને હુલામણુ કરીને કરવી પડે. એ કાર્ય પણ સહેલુ નથી જ રખેવાળોએ તે માન્ય કરવું પડે અને એ થઈ શકે એવું લાગે તો જ વિચારવા રહ્યું બાકી વિચાર કરવાનો અર્થ નથી.

અઠવાડિયે એક કૃતિથી શરૂઆત થાય તો સારૂં એવો મારો મત છે.

%e0%aa%b0%e0%ab%87

રેખા સિંધલ

……………………

From: “Dipak Dholakia” <dipak.dholakia@gmail.com>
સુ શ્રી  હંસાબેન,

તમે રજૂ કરેલો મુદ્દો સારો છે. તેમ છતાં કેટલીક વ્યાવહારિક મુશ્કેલીઓ છે. ગુજરાતીઓ તો મુંબઈમાં પણ ઘણા વસે છે. આપણા ઘણા લેખકો મુંબઈના જ છે. ચંદ્રાકાન્ત બક્ષી મુંબઈના, ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી મુંબઈના. શિવકુમાર જોશી કોલકાતાના. સાહિત્યના ઇતિહાસકાર દીપક મહેતા દિલ્હીમાં હતા અને પછી મુંબઈ ગયા. હરીન્દ્ર દવે, સુરેશ દલાલ(?) વગેરે અનેક નામો છે. કેમ અલગ તારવવા?
વેબગુર્જરીમાં મોટા ભાગે તો એવું રાખ્યું છે કે વિદેશવાસી ગુજરાતીઓના લખાણમાં વિદેશી વાતાવરણની છાંટ હોય તેને ડાયસ્પોરાનું સાહિત્ય ગણવું. જો કે એનો કડકપણે અમલ કરવામાં મુશ્કેલીઓ પણ આવે છે, ખાસ કરીને કાવ્ય ક્ષેત્રે. એ સંપૂર્ણપણે ભાવનાઓનું ક્ષેત્ર છે.
બીજી બાજુ એ પણ ખ્યાલ રહે છે કે ભલે માત્ર ભારતીય થીમ હોય પણ લખનારની સાધના કેટલી જબ્બર હશે કે ભાષાની સંપૂર્ણ ઉત્કટતા જાળવીને લખે છે. જે આપણા માટે સહજ હોય તે તદ્દન નવા વાતાવરણમાં નથી હોતું.
ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ સામૂહિક રીતે સહિત્યસેવા કરતા હોય તો એને પ્રકાશિત કરવામાં અમને હંમેશાં રસ રહેશે. દિલ્હીમાં થતી આવી પ્રવૃત્તિના સમાચારો મે આપ્યા જ છે. દિલ્હીમાં સાહિત્યિક મંડળ ઊભું કરવું એમાં બહુ નિષ્ઠા જોઇએ અને એ વાત અમારા ધ્યાનમાં રહે જ છે.

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ, Uncategorized

વૅગુ પર સૌના બ્લૉગ પરના લેખોની લીંક એટલે એગ્રીગેટર …+ સુરતીઓનો નવો ટ્ર્ન્ડ…યામિની

From  jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
To Dipak Dholakia
CC Pragnaju Vyas jignesh adhyaru Jignesh Adhyaru Chirag Patel Chirag Pancham Shukla 01/29/13 at 8:26 PM
ઉપર મુજબનો જવાબ લખ્યા પછી ઓચિંતું જ ધ્યાન પર જિજ્ઞેષભાઈનો જ બ્લૉગ અક્ષરનાદ સામે આવી ગયો ! (આને સંકેત જ કહેવો પડે !) હું જરા અંદર ઊંડો ઊતર્યો તો તેમણે અનેક પ્રકારનું સાહિત્ય સંકલિત કર્યું છે તે જોવા મળ્યું.

જાણીતા લેખકોનાં લખાણો કે આખી ને આખી કૃતિ મૂકવાનું ઘણાં બ્લૉગરો કરે જ છે પણ આપણે ફક્ત ને ફક્ત નેટલેખકોનાં જ લખાણો, ઈમેઈલવાળાંઓની જ રજૂઆતો, કોમેન્ટલેખકોનાં જ મંતવ્યો સંકલિત કરવાનો આગ્રહ રાખીશું તો તે સાવ નવી વાત ગણાશે, સૌ નેટલેખકોને પોરસાવશે, આપણો હેતુ સરશે ને નેટપરની ઘણી બાબતોની સુધારણા શક્ય બનશે.

હું માનું છું કે મુ. બહેન, જિજ્ઞેષભાઈ, પંચમભાઈ, વગેરે સૌ અનેક બ્લૉગની સફર કરી ચૂક્યાં છે. તેઓ પોતાના અનુભવે કહી શકે કે આપણે કઈ રીતે બીજા કરતાં અલગ કામ કરી શકીએ, શું કરીએ તો ડુપ્લીકેશન ન થાય ? શું ખૂટે છે, કે જે આપણે શરૂ કરીએ ? જિજ્ઞેષ, ચીરાગ અને પંચમ આ અંગે વધુ સમીક્ષા કરી આપે તેવી વિનંતી. – જુ.

2013/1/30 jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
ગમીયું ! આ વિભાવના મને સમજાઈ ન હતી……(જુઓ, મારે માટે કામ તો હાલતાંચાલતાં મળી જ રહેવાનું છે..દા.ત. આ ન હતી શબ્દ લખ્યો તો સૂઝી આવ્યું કે કેટલાયને ખબર નહીં હોય કે ‘ન હતી’ જુદું ને ‘નહોતી’ ભેગું લખાય. આમ ભાષાશિક્ષણ પણ ચાલ્યાં કરશે !)

સરસ કાર્ય છે. હવે સાથે બીજી વાત –

વધુમાં વધુ બ્લૉગ–લેખકો અને વધુમાં વધુ વાચકો (ઈમેઈલ ધરાવતા હોય તેઓ) વેગુના ફોલોઅર બને તો વેગુ પર લખાણ પ્રગટ થાય કે તરત તેની જાણ ફોલોઅરને થાય તેવું તો ગોઠવવું જ પડશે….

આ રીતે લખાણોનો ધોધ વરસે ખરો જેમાંથી આપણે ચાળવાનું રહે…દરરોજની પ્રગટ થતાં લખાણોની સંખ્યા પારાવાર હોય છે. જોકે એ ચિંતાનો વિષય નથી…..

વેગુની સાઈટ પેજ તથા કેટેગરી વગેરે સાથે તૈયાર થાય કે તરત શરૂ કરી દઈએ. –જુ.
2013/1/30 Dipak Dholakia <dipak.dholakia@gmail.com>
શ્રી જુગલભાઈ.

પાસવર્ડ તો જેમણે અપડેટ કરવાનું હોય તે્મની પાસે અને તમારી પાસે જ હોય. મારી પાસે પણ ન હોય. જરૂર પણ નથી. બધા પાસે પાસવર્ડ હોય તો આ તો બોડી બામણીનું ખેતર થઈ જાય.

હું જે કહું છું તે અમુક અંશે તો એગ્રીગેટર જેવું જ છે પણ મારો ખ્યાલ એના કરતાં થોડો જુદો પડે છે. એગ્રીગેટર તટસ્થ છે, આ સાઇટ પર આપણે રસ લઈને દેખાડીએ છીએ કે આ વાંચવા જેવું છે. હું નીચે દાખલો આપું છું.

ધારો કે, આજે આપણા મેઇલબૉક્સમાં પાંચ નવી પોસ્ટના સંદેશ મળ્યા. આમાંથી બે કવિતાના છે. એક સાહિત્યનો છે અને એકમાં કોઈ અખબારી લેખ છપાયો છે. તમે (શ્રી જુગલભાઈ) આની ઇન્ટ્રોડક્શન આપો – ” આજે ક-ભાઇએ એમના બ્લૉગ ‘ઝ’ પર એક ગઝલ મૂકી છે, અહીં વાંચવા મળશે….(બીજું ઉદાહરણ આપું છું) શ્રી….આપનએ જૂનાં ફિલ્મી ગીતોનો રસાસ્વાદ કરાવતા રહ્યા છે. આમ તો દર અઠવાડિયે કઈંક મળે છે, પણ આ વખતે એકાદ મહિને તેઓ આવ્યા છે, પણ એવી સામગ્રી લાવ્યા છે કે ગીતો જ નહીં એમની સાહિત્યિક ક્ષમતા પણ દેખાય છે. અહીં વાંચો.”

આમ ખરેખર દરરોજ ચારપાંચ બ્લૉગ માટે કુલ પંદર લાઇન લખવાની થાય. આપણે સૌ સરેરાશ પામ્ચ બ્લૉગ તો આજે પણ જોતા હશું જ. શ્રી જુગલભાઈની ત્રણ લાઇનની ભૂમિકા સાથે કૃતિ રજુ થાય એટલે એ આપણે પોતીકી બની ગઈ. મૂળ બ્લૉગરે તો આવી ભૂમિકા બાંધી નહીં હોય! આમ કઈંક અંશે સભામાં માઇક સંભાળનારા ઍંકરની આ કામગીરી છે.

મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં માનો કે ચાર-પાંચ કવિતાઓ વાંચવા મળી હોય તો પંચમભાઈ એના પર વિવેચન કરે. એવા જ ભાવની કોઈ અન્યભાષી રચના નવી કે જૂની, હોય તો એની પણ તુલના કરી શકાય. જો કે તુલનામાં કોઈને ખરાબ ન લાગી જાય તેનું તો આપણે ધ્યાન રાખીએ જ.

એ જ રીતે લેખો વિશે પણ કરી શકાય. દાખલા તરીકે – “આ અઠવાડિયે દિલ્હીમાં ગૅંગ રેપનો બનાવ બન્યો તેનો ભૂપેન્દ્ર સિંહ રાઓલે આગવો પ્રત્યાઘાત આપ્યો છે. એમણે પુરુષની આક્રમકતા અને સેક્સ વચ્ચેનો સંબંધ સમજાવ્યો છે… આ રહી લિંક” બસ.

મહિનાના અંતે બ્લૉગ લેખો પર એક સમીક્ષાત્મક લેખ. બધું ધીમે ધીમે થાળે પડતું જશે. ચાર-્છ મહિના પછી આ બહુ મોટું કામ નહીં લાગે.

તમે જે નિમંત્રણ પત્ર તૈયા્ર કર્યો છે તેની સાથે સંમત છું..

2013/1/29 jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
* સૌના બ્લૉગ પરના લેખોની લીંક એટલે એગ્રીગેટર જેવું ?
* આપણો પાસવર્ડ આપવાથી તેઓ ડૅશબોર્ડ ખોલી શકે ? જો હા, તો તો કદાચ ગોટાળો ન થઈ જાય ?

* કેટલીક બાબતો કઈ રીતે કરવી તે જિજ્ઞેષભાઈ જ સમજાવી શકશે…એટલે હું રાહ જોઈશ.

દરમિયાન મેં પણ તાત્કાલિક કામ શરૂ થઈ શકે તે માટે જે યોજના વિચારી છે તે સૌ સમક્ષ મૂકું છું. (પંચમ, ચીરાગ અને જિજ્ઞેષ ત્રણેય ભાઈઓ ખૂબ જ વ્યસ્ત છે તેમને તો અમારા બન્નેનાં લખાણો કદાચ માથાના દુખાવા જેવા બની રહે કદાચ !! અમે નવરા છીએ તેથી નવા નવા તુક્કા લગાડીશું જ પણ હવે કામ શરૂ થઈ જ ગયું ત્યારે આગળ વધ્યા વિના છૂટકો નથી…..

આ સાથે એટેચ કરેલો ડ્રાફ્ટ પણ જોઈ જવા વિનંતી છે…– જુગલકિશોર.

2013/1/29 Dipak Dholakia <dipak.dholakia@gmail.com>
શ્રી જુગલભાઇના સવાલો, સ્પષ્ટતા અને જાહેરાતના સંદર્ભમાં મારા વિચારો સૌના ધ્યાનમાં લાવું છું
વેગુ પર શું મૂકવું
આપણો હેતુ સૌને સંગઠિત કરવાનો છે. આનો આધાર બ્લૉગ જગતનું સ્તર ઊંચે લઈ જવાની આપણે ભાવનામાં છે. આથી આપણી સમક્ષ “શું મૂકવું” તે વિચાર બે રૂપમાં આવે છે. એક તો ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં.
તાબડતોબ, એટલે કે ટૂંકા ગાળામાં આપણે બધા બ્લૉગ પર આવતી નવી પોસ્ટની લિંક મૂકવી જોઈએ. આજે મેં પંચાવન બ્લૉગ સબસ્ક્રાઇબ કર્યા છે. એમાંથી પાંચેક પર નવી પોસ્ટ મુકાઈ છે. પાસવર્ડ તો સૌને આપ્યો છે, તો આપણું ઇમેઇલ ખોલી શકાશે. આ ટલા આપણા મેઇલિંગ લિસ્ટમાં તો આવી જ ગયા. આવતા પંદર દિવસમાં રોજના ૫૦-૭૮ના દરે હું સબસ્ક્રાઇબ કરીશ. આમાંથી ઘણા બ્લૉગ બંધ છે. એટલે કે એમની છેલ્લી પોસ્ટ બે કરતાં વધારે વર્ષ જૂની છે. પણ હમણાં તો મેં હનુમાનની જેમ આખો જ પહાડ લઈ આવવાનું નક્કી કર્યુ છે, સંજીવની કઈ તે પછી શોધીશું. આમ છતાં એ સૌ પણ આપણા મેઇલિંગ લિસ્ટમાં તો આવી જ ગયા, એ લાભ તો ખરો જ.
દેખીતી વાત છે કે આપણે Enlightrned Self interest (પ્રબુદ્ધ સ્વાર્થ)ના સિદ્ધાંત પ્રમાણે ચાલબું જોઇએ. આપણે પોતે કોઈ બ્લૉગને પ્રોત્સાહિત ન કરીઈ અને સામી વ્યક્તિ આપણી જાહેરાત કરતી રહે એ ન બને. એટલે આમાં આપણે give and take કામે લગાડવું જોઇએ.
આપણે નવું સાહિત્ય મૂકી શકીએ ત્યારે મૂકવું.પણ એ લાંબા ગાળાનું કામ છે. એના માટે એકાદ મહિનાનો સમયગાળો રાખીએ. આપણે લોકોની લિંક મૂકીને એમને આપણી લિંક મૂકવા પ્રેરી શકીશું. અને તે પછી જ્યારે લેખો મૂકવાનું શરૂ કરીએ ત્યારે આપણી પાસે એપોસ્ટની માહિતી મોકલવા માટે ઘણા સભ્યો હશે.
મારૂં કામ ઇમેઇલ આઇડી માત્ર હશે તો ચાલી જશે. મારે સાઇટ પર સીધું કઈં અપલોડ કરવાનું નહીં હોય. અને એમાં હું માથું નહીં મારૂં.આપણે દરેક નવી પોસ્ટની લિંક સાઇટ ઉપર દર્શાવવાનું નક્કી કરશું તો અપલોડક(!)ને એ ફોરવર્ડ કરી દઈશ. અપલોડાઇ જાય તે પછી સંબંધિત બ્લૉગ સાથીને એની જાણ પણ કરીશ.
સરનામાં Gmailમાંથી GMailમાં ઇમ્પોર્ટ કરી શકાતાં નથી એવો મારો ખ્યાલ છે. એટલે શું કરવું જોઇએ એ ખબર નથી. કદાચ એક યાહૂ આઇડૅએ બનાવીને એમાં નાખીએ અને તે પછી યાહોમાંથી આપણા ઇમેઇલમાં ઇમ્પોર્ટ કરીએ? આ બાબતમાં હું કઈં જાણતો નથી. એ ટેકનિકલ કામ છે એટલે જિજ્ઞેશ અને ચિરાગ કહી શકે.
વેગુનું સરનામું શ્રી જુગલભાઈનું હોવું જોઇએ કરણ કે આ એમનું જ સંતાન છે. એના સંચાલક સભ્યો તો બ્લૉગની જેમ એક કરતાં વધારે પણ હોઈ શકે અને શ્રી જુગલભાઈ અને જિજ્ઞેશ/ચિરાગ પાસે એના પાસવર્ડ અથવા જે કઈં વ્યવસ્થા હોય તે હોવી જોઈએ.
એક જ ક્લિકમાં આટલા ઇમેઇલ, કેમ મોકલી શકાય તે તો જિજ્ઞેશ માટૅ રોજની વાત છે, એટલે જુગલભાઇએ આ બાબતમાં ચિંતા ન કરવી જોઈએ. એમની પાસે જે સરનામાં છે તે કઈ રીતે એક્સ્પોર્ટ/ઇમ્પોર્ટ કરવાં એ ચિંતામાંથી આપણે એમને હમણાં જ મુક્ત કરી દઈએ. કદાચ એ કરનારને શ્રી જુગલભાઇએ પોતાનો પાસવર્ડ આપવો પડશે. પણ એ મોટી વાત નથી.
અહીં પંચમભાઈએ અશોકભાઈનું નામ આપ્યું છે તે અશોકભાઈ મોઢવડિયા જ હશે એમ માનું છું એમને પૂછ્યા વગર લઈ લેવા જોઈએ. એમાં પૂછવાનું શું? જુગલભાઈ એમને કહી દે કે તમને લીધા છે, પછી તરત ફોન મૂકી દે. ભલે ને અશોકભાઈ રિંગ કર્યા કરે! (મેં હમણાં જ અશોકભાઈ સાથે વાત કરી લીધી છે અને એમને કહ્યું છે કે એમની બધી વાતો સોએસો ટકા ખોટી છે એટલે એમને ટીમમાં લઈ લીધા છે.). આ ઘડીએ (સાડાનવે) વાત પૂરી થઈ છે અને હવે તેઓ શ્રી જુગલભાઇને ફોન કરતા જ હશે. અશોકભાઈ સંપર્કો માટે બ્લૉગને સબસ્ક્રાઇબ કરવામાં પણ મને મદદ કરશે. અમે બન્ને કરી લઈશું. એમને પણ હું પાસવર્ડ આપીશ, જેથી કામ થઈ શકે. હજી બીજા બે’ક જણને શોધું છું.
શ્રી અશોકભાઈને ગૂગલ ગ્રુપમાં જોડાવાનું આમંત્રણ આપી દેવું જોઇએ. આ ગ્રુપને ઇમેઇલ મોકલીએ અને સૌને કેમ મળી જાય, અને એના માટે શું કરવું જોઇએ તે હું સમજી શકતો નથી. ગઈ કાલે હું પોતે જૉઇન થઈ શક્યો, પણ મને મૅસેજ મળ્યો કે સંચાલકની પરમિશનની જરૂર છે. તે પછી જ હું ઇમેઇલ મોકલી શકીશ. મેં જિજ્ઞેશને લખ્યું પણ છે.
આપણે કઈં ત્રાસવાદી હુમલાની તૈયારી કરતા નથી એટલે માત્ર સાઇટના સંચાલન વિશેના નિર્ણય સિવાય અ ગ્રુપ ખુલ્લું રાખી શકાય છે. વળી, બીજી અને ત્રીજી કૅડર બનાવવી છે એમનો સમાવેશ કર્યા વિના તો નહીં જ ચાલે.
મને લાગે છે કે એકંદરે મેં બધા જ મુદ્દા પર મારા વિચાર રજુ કરી દીધા છે.
મુ, પ્રજ્ઞાબેનને ગૂગલ ગ્રુપમાં જોડાવા માટેની લિંક કદાચ ફરી મોકલવી પડશે. જિજ્ઞેશે મોકલેલી લિંક અહીં પેસ્ટ કરૂં છું. પ્રજ્ઞાબેન એના પર ક્લિક કરી દે એવી વિનંતિ છે.
http://groups.google.com/group/webgurjari/sub?s=WNuMchQAAABu5CO8042OxdD6cvJydp131S-6vUM86etGoOrthH-Y0A&hl=en-GB  + %e0%aa%af%e0%aa%be%e0%ab%a7

 

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ, Uncategorized