Daily Archives: જાન્યુઆરી 2, 2021

પરેશની ૬૨મી વર્ષગાંઠે…

પરેશની ૬૨મી વર્ષગાંઠે શુભાશીસ સાથે તેના જ ચિંતનની વાતો –

વાંચવાની પદ્ધતિઓ

  ગૌણઉચ્ચારણ   તમે વાંચતી વખતે મનોમન, શબ્દો કે વાક્યોનું રટણ કરતા જાઓ, 

૨ વેગવાંચન  જરૂરી શબ્દો તારવીને વાંચવુ

૩ ઇન્ક્રીમેન્ટલરીડિંગ  લખાણનાં અગત્યનાં હિસ્સાઓ અલગથી તારવીને છૂટક છૂટક અનેક વાર વાંચવું,

૪  પ્રૂફરીડિંગ જોડણી ભૂલો કે વાક્ય રચના ભૂલો  સુધારવા

સાથે લેખ બાર્ટર સીસ્ટમ…

દિવાળીમાં લાગણીની બાર્ટર સીસ્ટમ અપનાવો, ખુશ રહો!પૈસો તો હાથનો મેલ છે એવું કોઈ કહે તો શું સમજવું? એમ કે પૈસો તો આવતો જતો રહે છે. એમ કે પૈસો અતિ તુચ્છ છે. પણ જેની પાસે નથી એને તો કોઈ પૂછો. આમ સાબુથી હાથ જ ધોયા કરશો તો પૈસો ય ધોવાઈ જશે. વાત સાચી છે. કોવિડ-૧૯ આગામી વિક્રમ સંવત ૨૦૭૭માં ય ભારે પડે એવી શક્યતા છે. આ બીમારી તો જાનલેવાં છે જ પણ અર્થતંત્રનો ય અનર્થ થઈ ગયો છે. લોકો પાસે કામ નથી. પૈસો નથી. બચત હવે ખૂટતી જાય છે. દિવાળી છે પણ રોનક નથી. બજાર તૂટે છે. નૂર નથી લોકોનાં ચહેરા ઉપર. માનસિક સ્થિતિ ય મનથી સિક થઈ ગઈ છે. પણ દિવાળી ટાણે રોદણાં રડવાં અમને ગમતા નથી. આમ તો કોઈ પણ ટાણે એમ કરવું ઠીક નથી. પણ શું કરીએ? સ્થિતિ જ એવી છે. એક સમાચાર ઇંડોનેશિયા દેશનાં બાલી દ્વીપના છે. ત્યાં વિનસ વન ટૂરિઝમ એકેડેમીમાં ભણતાં વિદ્યાર્થી હવે પોતાની ફી નાળિયેરનાં રૂપે પણ દઈ શકશે. પૈસો દેવો જરૂરી નથી. આમ તો ચલણ નહોતું ત્યારે એવું જ તો હતું. એને બાર્ટર સીસ્ટમ કહે છે. હા, એટલું જરૂરી કે બંને વ્યક્તિ પાસે એવી કોઈ ચીજ હોવી જોઈએ જેનું જરૂરિયાત અનુસાર એક્સચેન્જ કરી શકાય. ચાલો, નોટબંધી કરવામાં ય આત્મનિર્ભર બનીએ. કેશ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેંક ટ્રાન્સફર એવું કશું ય નહીં. તમે મને દાળ ચોખા આપો બદલામાં હું તમારી દુકાન સાફ કરી આપું. પણ એ કયાં શક્ય છે? હવે સરકાર સરકારી રાહે અર્થતંત્રને બેઠું કરવા એક વધુ બૂસ્ટર ડોઝ આપશે. દિવાળી તો ગઈ. હોળી સુધરે તો સારું છે, નહીં તો હૈયાહોળી તો છે જ. હવે આટલી બધી નકારની વાત પછી એક જ વાત હકારની કરીએ. આપણાં કપરાં કાળમાં સંબંધોની બાર્ટર સીસ્ટમ સલામત રહે તો સારું. પૈસો ગણાય. સંબંધ હોય ત્યાં લાગણી થોડી ગણાય? લાગણીની બાર્ટર સીસ્ટમમાં માલની એમઆરપી હોતી નથી. એક્સપાયરી ડેઈટ પણ નદારદ છે. માલ અવિભાજ્ય હોય તો આખેઆખો દઈ દેવો પડે. ભાગલા શક્ય નથી. તમે થોડી લાગણી દીધી અને અમે ઝાઝેરો ઉમળકો દાખવ્યો એટલે થોડો ઉમળકો હવે અમને પાછો આપો એવો ઝઘડો ય અહીં નથી. અને છતાં કેટલાંક સગાઓ, અરે ક્યારેક તો વહાલાઓ પણ લાગણી ગણતા થઈ ગયા છે. હું એને ફોન કરું છું પણ એ કદી કરતાં નથી. હું શું કામ ફોન કરું? અરે ભાઈ! દિવાળી છે. પૈસા નથી તો શું થયું? થોડો પ્રેમભાવ તો જતાવીએ. અમે એને કાજુ કતરી અને સૂકો મેવો ગિફ્ટ કર્યો અને એણે શું મોકલ્યું? ચોળાફળી. લો બોલો! અમે એમને ફાઇવ સ્ટાર હોટલમાં જમાડ્યા અને હવે એમનો વારો છે તો કોવિડ મહામારીનું બહાનું કાઢે છે? અમે એમનું બહુ કર્યું છે પણ એમની તરફથી પ્રતિસાદ નથી. અરે ભાઈ! લાગણી ધંધો નથી, એનાં ચોપડાં પૂજન ન હોય. પૈસાનું અવમૂલ્યન થાય પણ લાગણીનું અવમૂલ્યન ન થવું જોઈએ. અત્યારે તો નહીં જ. ભૂતકાળ ભૂતાવળ છે. ભૂતાવળ એટલે ભૂતોનો સમૂહ. માટે કહું છું, ભૂતકાળ ભૂલો. અહીં ભૂલકણાં લોકો ફાવી જાય છે. નવા વર્ષે લાગણીનું નવેસરથી શ્રી ગણેશ કરો. સંબંધમાં લાગણીની બાર્ટર સીસ્ટમ મજબૂત કરો. અહીં ગણતરી કરવી નહીં. ઘણાં તો લાગણીનાં કેશ કાઉન્ટિંગ મશીન લઈને ફરે છે. લાગણીની પાઇ પાઈનો હિસાબ રાખવો એમને માટે જીવનનું એક માત્ર ધ્યેય હોય છે. માણસ નામે ગણતરીબાજ છે. પણ નફો નુકસાન આમાં ન હોય, સાહેબ! પ્રાઇસ (કિંમત) અને વેલ્યૂ (મૂલ્ય)માં તાત્વિક ભેદ છે. હું કોઈને એક પુસ્તક ભેટ આપું એની કિંમત કેટલી? તમે કહેશો કે એ તો એની પર છાપી હોય એટલી. પ્લસ ડીસકાઉન્ટ. પણ એ વાંચીને જે જ્ઞાન મળે અને એ એક સારો માણસ બને એનું મૂલ્ય? તો તો એ લખેલું પુસ્તક લાખેણું થઈ જાય. એથી ઊલટું એ વ્યક્તિ પુસ્તક વાંચે જ નહીં તો? ભંગારમાં ય જાય. તો એ પુસ્તકનું મૂલ્ય શૂન્ય. ઘણાં માટે લાગણી ગણિતશાસ્ત્ર છે. કોઈ કોઈ તો એને આંકડાશાસ્ત્ર સમજી બેઠાં છે. લાગણી એ રસાયણશાસ્ત્ર છે, જીવશાસ્ત્ર છે. લાગણી અમૂલ્ય છે. નવા વર્ષે સર્વે સુજ્ઞા વાંચકો લાગણીનાં અંકગણિતમાં નાપાસ થાય એવી શુભેચ્છા.

સાથે યાદ કરીએ નીરવરવેની આ પોસ્ટ પર ચિ પરેશ ૬૧મી વર્ષગાંઠ ના અભિનંદન

થોડા યાદગાર ફોટા

Image may contain: 4 people

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized