અભિનંદન યામિની+ વૅ ગુના સંસ્મરણો./નવા આરંભ માટેની દરખાસ્ત મિત્રોને પત્ર ૧

 

………..મા શ્રી અશોક વૈષ્ણવજીના   આ ઇ મેઇલ 

             ૨૬મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ વેબ ગુર્જરી પાંચમા વર્ષમાં પવેશશે.
એ સંદર્ભમાં આપણે દર વર્ષે ગત વર્ષોનાં સરવૈયાંની સાથે હવે પછીનાં વર્ષ માટે આપણી સમક્ષના પડકારો અને તેને પહોંચી વળવા માટે આપણી અપેક્ષિય યોજનાઓ રજૂ કરતો સંપાદકીય લેખ પ્રકાશિત કરતાં હોઇએ છીએ.
આ વર્ષે પણ આપણે એ મુજબનો સંપાદકીય લેખ કરીશું એ અપેક્ષા સાથે જાન્યુઆરી, ૨૦૧૭માટેનાં સમયપત્રકમાં મેં એક સ્થાન ૨૬મી તારીખે આ સંપાદકીય માટે ગોઠવેલ છે. 
આ અંગે આપ સૌનાં સૂચનો, યોજનાઓ કે પ્રસ્તાવો  દીપકભાઈને મોકલી આપવા વિનંતિ જેથી તેઓ બધી બાબતોને આવરી લઈને સર્વગ્રાહી સંપાદકીય તૈયાર કરી શકે.
અને
મા શ્રી વલીભાઇએ આપેલ પરિચય બાદ 

   ‘વેગુ’વાચકોને સુવિદિત હશે જ કે ‘વેબગુર્જરી’ને સંસ્થાકીય સ્વરૂપ આપવાના આશયે આપણે તેમને વેગુસંચાલનના માળખામાં  આદરણીય પ્રજ્ઞાબહેન પ્રમુખસ્થાન આપ્યું હતું, જે તેમણે ત્રણ વર્ષ સુધી સુપેરે નિભાવીને આપણને પ્રસંગોપાત માર્ગદર્શન આપ્યું છે. વેગુસંચાલનના પુનર્ગઠન હેઠળ અને ‘વેબગુર્જરી’ને સંસ્થાકીયના બદલે માત્ર બ્લૉગ તરીકે જ રાખવાનું સ્થાપિત થતાં મુખ્ય સંપાદક મંડળની વિનંતીને ગ્રાહ્ય રાખીને તેમણે સહર્ષ પ્રમુખપદનો ત્યાગ કરીને ‘વેબગુર્જરી’ની સાહિત્યસમિતિમાં પોતાની સેવાઓ આપવાનું ચાલુ રાખ્યું છે, જે એમની નમ્રતા અને સાલસતાને સૂચવે છે. એમનું વિશાળ વાંચન હોઈ આપણે આશા સેવીએ કે આપણા રવિવારી સર્જનાત્મક સાહિત્યવિભાગે એમના દ્વારા ઉત્તમોત્તમ સર્જનોનું ચયન થતું રહેશે. ‘વેગુ’ને તેમની આ વાર્તા પાઠવવા બદલ ધન્યવાદ. – ‘વેગુ’ સાહિત્યસમિતિ)’

              વે.ગુ ના  જન્મ અને તેની સાથેની યાદો અંગે લખવા વિચાર્યું.

  વૅ ગુના સંસ્મરણો./નવા આરંભ માટેની દરખાસ્ત મિત્રોને પત્ર ૧

%e0%ab%a6%e0%aa%9c%e0%ab%81From: jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
Subject: nimantran
મુ. બહેન,
 
આજે એક નવા આરંભ માટેની દરખાસ્ત મુકી રહ્યો છું.
 
મારી આ આખી યોજનામાં વ્યાપ અને એકતા બે શબ્દો વધુ મહત્ત્વના છે જેમાં મુખ્ય અને પેટા હેતુઓનો સમાવેશ થઈ જાય છે. તમે લગભગ બધાં જ વર્તુળોમાં વીચારકણો મુકી ચુક્યાં છો. નેટજગતમાંનાં બધાં જ વર્તુળો પોતાનાં મીત્રો સાથે સ્નેહભાવે / ભાષાભાવે ખેંચાઈ આવે તે અત્યંત જરુરી હોઈ તમે મુખીપદનો આ ધુરાભાર સંભાળો તેવી આગ્રહભરી વીનંતી છે. (પ્રમુખને બદલે આપણે મુખી શબ્દ વાપરીશું ?)
 
તમારી મદદમાં દીપકભાઈ ધોળકિયા અને કૅપ્ટન નરેન્દ્રભાઈને મુકવા માગું છું. તેઓ બન્ને પણ આ કામમાં બહુ ઉપયોગી અને તટસ્થતા સાચવી શકનારા છે. ત્રીજી કેડર પરનાં સભ્યોની યાદી, તમારા અનુભવો / તમારા લગભગ બધાં વર્તુળોના સંપર્કના આધારે બનાવવા ધારું છું. આવાં દસ–પંદર નામો હશે તોય ખોટું નથી. સંખ્યા વધુ લાગે તો ભવીષ્માં ચુંટણી (કરવી ખરી ?)ના માર્ગે પસંદગી કરીશું અથવા તમે જ પ્રથમ સાત નામ એવાં બતાવો જે મોટા ભાગનાં બધાં વર્તુળોને સ્પર્શતાં હોય. હું કેટલાંક નામો તમારી પાસે મુકીશ પણ ફાયનલ તમે કરો તેવી વીનંતી છે. તમે મારી યાદીની રાહ ન જોશો. મારો વીચાર કોઈ પણ ભોગે ૨૫મી જાનેવારીની મધ્યરાત્રીએ આ આખું તોસ્તાન સૌ સમક્ષ મુકી દેવું છે.
 
કાલે વિનયભાઈ ખત્રીનો લંબાણ ફોન આવ્યો હતો. તેમની વાતોનો સાર એ હતો કે બધા જ પ્રકારનાં કામો જુદા જુદા બ્લૉગ પર થાય જ છે તો આ વધારાનું શા માટે ? બીજી વાત તે સંચાલનમાં કોઈને સમય નહીં હોય અને ત્રીજી વાત તે સંકલનની, જે કરવા માટે સક્ષમ વ્યક્તીઓની જરુર પડશે. (તેમણે પોતે તો પોતાના ૧૧૫૦ના જુથને આ નવા આયોજનની મદદમાં મુકી દઈને ક્રાંતીકારી પગલું ભર્યું છે જેને હું સૌ સમક્ષ મુકીશ જ.)
 
તેમને મેં ગળે ઉતરાવ્યું હતું કે આ યોજનામાં સંકલન જ મુખ્ય બાબત હોઈ નવા બ્લૉગ કે નવી કોઈ કાર્યવાહીથી સૌ પ્રમુખ બ્લૉગર્સનાં કામોને અડચણ આવવાની નથી…ને આમાં મોટાભાગની નીવૃત્ત વ્યક્તીઓ હશે તેથી સમયનો સવાલ બહુ નહીં રહે.
 
વિશાલના સન્માનની મારી વાતનો પણ બહુ મોટો પડઘો પડ્યાનું વિજયભાઈએ નોંધ્યું છે. મને મારા નેટકાર્યનો બદલો મળી ગયાનો આનંદ થયો છે. હવે આ યોજના કે જેમાં હું બહાર રહીને અત્યંત લાંબાગાળાની કામગીરી કરવા માગું છું તેમાં તમારી મદદ મારા આ પત્રમાંની દરખાસ્તને “હા” ભણીને આપશો જ એવી વીનંતી કરું છું.
 
તમારા જવાબની રાહમાં,
 
– જુગલકીશોર

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.