Daily Archives: જાન્યુઆરી 11, 2021

આમંત્રણ નાટક રણમા… +વૅ ગુના સંસ્મરણો.નવા આરંભ માટેની દરખાસ્ત મિત્રોના પત્રનો ઉતર ૩

Image may contain: 4 people, text
૦૬ ૦૨
૧૪
              …………………………………………………………………………………………………………..
 +આપ બન્નેના હેતભર્યા મુખીપદ માટે આમંત્રણ ઇ-પત્રો મળ્યા. અમારા પાગલપણાના ઉથલામા
અમારા મુકુલનો અવાજ સંભળાયો…

અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા
અમે માની લઈશું જાતને થોડા સુખી પાછા.

ફરી ગુલમહોર પીગળશે ને લાવારસ બની જાશે,
ભભૂકી ઉઠશે ઋતુઓના સૌ જવાળામુખી પાછા.

હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે,
એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.

તમે આગળ વધી જઈને, અમે પાછા વળી જઈને,
બની શકીએ ના બંને પોતીકી રીતે સુખી પાછા ?

                                                  –  અને બકઠા અને જ્યોતિંદ્ર દવે દેખાયા!

બકઠા કહે -‘તમે સુંદર લખી શકો છો તો  આવા વિદૂષક જેવા સાહિત્યને બદલેપૃથ્વી છંદમા કાવ્યો કે સોનેટો કેમ લખતા નથી ? ‘

ઉતરમા જ્યો. દ. કહે,’ તમે વાતોમા મઝાની રમુજો કરો છો તો રમુજી સાહિત્ય કેમ લખતા નથી ?

 અને છેલ્લે કહ્યું,’ રેઝર બ્લેડ લઇ લઢવા ન જવાય અને તલવારથી દાઢી ન થાય તેમ જેને જે અનુકૂળ હોય તે …’

અને આને માટે અમે લાયક નથી. હંમણા તો  અમે રાજકારણ વગરના, ધાર્મિક લાગણી દુભાય નહીં અને વ્યક્તીગત દોષદર્શન વગરના પ્રતિભાવ આપવાનું જ યોગ્ય લાગે છે.

%e0%ab%a6%e0%aa%a6%e0%aa%be કવિ દાદ   યાદ આવે છે

ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું

ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું …. 

હોમ હવન કે જગન જાપ થી, મારે નથી રે ધરાવું,
બેટડે બાપના મોઢાં ન ભાળ્યા એવા કુમળા હાથે ખોડાવું …. ઘડવૈયા મારે ….

પીળા પિતાંબર, જરકસી જામા એવા, વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું …. ઘડવૈયા મારે ….

ગોમતી કે ઓલ્યા જમનાજીને આરે, નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું… ઘડવૈયા….

બીડ્યા મંદિરીયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથે મારે, ખાંભીયું થઇને ખોડાવું… ઘડવૈયા……

કપટી જગતના કૂડાકૂડ રાગથી, ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં, શૂરો પૂરો સરજાવું… ઘડવૈયા……

મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે, ચિતારા નથી રે ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંટ્યા રૂદામાં એને ‘દાદ’ ઝાઝુ શું રંગાવું… ઘડવૈયા……

ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઇને પૂજાવું
ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે, મુખીજી નથી થાવું
અમારા બ્લોગ ગુરૂ આદરણિય સોનલ વૈદ્ય તો તેમના કામમા બહુ જ વ્યસ્ત રહે છે.

sujaa   હંમણા તો સલાહકાર અને સહતંત્રી  શ્રી સુજા તથા પુખ્ત વિચારશ્રેણી સાથે અમારે માટે સમય કાઢી શકે છે તેવા શ્રી વિનોદભાઇ અને શ્રી અતુલભાઇને પણ આ ઇ મેઇલ મોકલું 

 

 

Leave a comment

Filed under Uncategorized