Daily Archives: જાન્યુઆરી 12, 2021

વૅ ગુના સંસ્મરણો પત્ર ૪ नेट सत्यं जगन्मिथ्या

28-1

 

 

 

 

13/1/22 Dipak Dholakia <dipak.dholakia@gmail.com>

મુ. પ્રજ્ઞાબેન,

આવા સજ્જડ અને ગ્રેટ જવાબની આશા નહોતી. પણ આ માણસ વગરનું ગામ નથી અને માણસ વગરનું કામ નથી. આદિ શંકરાચાર્યે કહ્યું જ છે કે “नेट सत्यं जगन्मिथ्या”. અહીં સ્થૂળ જગત નથી. અહીં શબ્દદેહો વિચરે છે, કોઈ કોઈને મળ્યું નથી. વેબકેમ અથવા ફોન જ એવાં સાધન છે જે શબ્દ દેહ અને સ્થૂળ દેહ વચ્ચેની કડી છે.
 
અહીં દરેક જણ નિજાનંદમાં મસ્ત છે અને એ જ રીતે અભિવ્યક્ત થાય છે. એટલે જ એ સાચી રીતે, જેવો/જેવી છે તે રીતે જ દેખાય છે. અહીં દેખાવું પણ ચક્ષુના બાહ્ય કરણ વિના જ થાય છે.
 
અમૂર્તનો આ દરિયો ડહોળીને જોગીઓની જમાત બનાવવી છે, જે ભલે ને, સિકંદરને પણ કહી દે કે “આઘો ખસ, તું  મારા અને સૂરજ વચ્ચે આડે આ્વે છે…” પણ એય છે એક  જોગી, નેટને આંગણે તડકો શેકતો.
 
કઈં જ નહીં થાય. જડતાની દિવાલની કાંકરી પણ નહીં ચસકે, તેમ છતાં ધક્કો માર્યા વિના નહીં ચાલે. નેટને વ્યક્તિગત જ રહેવા દઈને તો આપણે એક સામાજિક દાયિત્વથી બચીએ છીએ. આજે ઈજિપ્તની ક્રાન્તિ માટે તો આ નેટ જ યશભાગી છે, તો આપણે શા માટે ન કરી શકીએ? વિચાર કરો. અથવા કહું કે વિચાર ન કરો. अशोच्यानन्व शोचस्त्वं प्रज्ञाबेन वादांश्च भाषसे…
દીપક
 

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized