Daily Archives: જાન્યુઆરી 16, 2021

વૅ ગુના સંસ્મરણો/ ભાગ્યોદયેન બહુજન્મસમર્જિતેન/ ૮+આતા હવે નથી

01/23/13 at 3:34 PM   
pragna vyas <pragnajuvyas@yahoo.com>
To ‘JugalKishore’ vinodbhai patel Atul Jani Dipak Dholakia Suresh Jani
01/23/13 at 3:34 PM

આદરણિય મહોદયશ્રીઓ.આપ સૌના લાગણી ભર્યા ઇ-મૅઇલ બદલ આભાર. .સામાન્યતયા એવો આગ્રહ રખાય છે કે મુખીની ભૂમિકા માત્ર રબર સ્ટેમ્પની કે બહેરા, મૂંગા અને અંધની ન હોવી જોઇએ. પરંતુ વિચારશીલ અને કાર્યનો અમલ કરાવનાર બંધારણીય વડાની હોવી જોઇએ.એ રીતે ઘણા વિદ્વાન અને ટેકનીકલ નિષ્ણાતો હોવા છતા આપે અમારું સૂચન કર્યું તે આશ્ચર્યજનક છે !સારા કામમાં સંમતિ અને હાજરી તો હોય જ અને આદરણિય અતુલભાઇ પ્રમાણે —થાક લાગે ત્યારે નિવૃત્ત થઈ જજો. વળી આપે એકલાએ ક્યાં ભાર વહન કરવાનો છે? સહયોગીઓએ સક્ષમ છે.વળી
જુ’ભાઇ–‘મેં તો આપના નામની જાહેરાત પણ કરી દીધી છે. જોકે અત્યાગ્રહ ન કરું, પણ આજની પરીસ્થીતીમાં બીજા કોઈનો વીચાર કરવો ઠીક નથી તેથી ફરી વીનંતી કરું છું.’તો હા જ હોય… આમા સૌથી પરીચીત નામ હોય તો દીપકભાઇનું…૫૦ના દાયકામા સ્વ શ્રી ચંદ્રકાંત ભટ્ટકાકાજી પણ ગુજરાતી સમાચાર વાંચતા અને તેમની ઓળખાણથી દીલ્હિ રેડીઓ સ્ટેશન ના ગુજરાતી કાર્યક્રમમા ગીત ગાવા ગયેલા !ત્યારથી દીપકભાઇના સમાચાર સાંભળતા અવારનવાર આ દીવસ યાદ કરતાહરિઃ ૐ દૃતે દૃગૂઁહમા મિત્રસ્ય મા ચક્ષુષા,
સર્વાણિ ભૂતાનિ સમીક્ષન્તામ્ ।
મિત્રસ્યાહઞ્‍ચક્ષુષા સર્વાણિ ભુતાનિ સમીક્ષે ।
મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષામહે ॥
ભાગ્યોદયેન બહુજન્મસમર્જિતેન
સત્સઙ્‍ગમઞ્‍ચ લભતે પુરુષો યદા વૈ ।
અજ્ઞાન-હેતુ-કૃતમોહમદાન્ધકાર-
નાશં વિધાય હિ તદોદયતે વિવેકઃ ॥……..aataa

 

 •  તેમનો પરિચય. તેમના જ શબ્દોમાં …
 •        મારા ગ્રેટ ગ્રાન્ડ ફાધર  કાનજી બાપા  કુટુંબ કલેશ થી કંટાળી ગરેજ (ઘેડ)ગામથી દેશીન્ગા બાબી મુસલમાન દરબારની નોકરી કરવા આવ્યા.  દરબારે  કાનજી બાપાનો કદાવર બાંધો અને કરડો ચહેરો જોઈ, પોતાના અંગરક્ષાક તરીકે રાખ્યા   દરબારે કાનજી બાપાને એક ઘોડી અને એક તલવાર આપી.  એક વખત સંધી  ચોરની ટોળકી  ઘોડી ચોરવા આવી. કાનજી બાપાએ  એક ચોરને તલવારના  એક જ ઝાટકે  મારી નાખ્યો
 •        આ બહાદુરી બદલ દરબારે જમીન ભેટ આપી.  આ કાનજી બાપના બીજા નંબરના દીકરા પ્રેમજી બાપાના બીજા નંબરના દીકરા જટાશંકર ઉર્ફે જેઠાનો પહેલા નંબરનો દીકરો એ આ તમારા  હિંમતબાપા (અતાઈ)
 •       જેઠા બાપા દેશીન્ગામાં માસિક રૂપિયા ૧૨/- ના મબલખ પગારથી પોલીસ પટેલ તરીકે નોકરી કરતા.  હું દેસીગાની નિશાળમાં ગુજરાતી પાંચ ધોરણ સુધી ભણ્યો; કેમકે વધારે ધોરણ હતાં નહીં. પછી દેસીગથી અર્ધો ગાઉ દુર મરમઠ ગામમાં અંગ્રેજી વિના સાત ધોરણ પાસ  કર્યા. મારી ભણવાની બહુ હોંશ હોવા છતાં, મારા બાપની ગરીબીએ મને આગળ ભણતો અટકાવ્યો.  પછી મને બીલખા  શ્રી નથુરામ શર્માનાં આશ્રમમાં સંસ્કૃત  ભણવા મુક્યો. આશ્રમ માં ભણતો હતો ત્યારે મને પંજાબના ઉદાસી સંપ્રદાયના સાધુનો ભેટો થયો હતો. આ સાધુ પાસેથી  હું ઉર્દુ લખતા, વાંચતા શીખ્યો.  અહી મેં આશ્રમના એક ક્લાર્કને  લાકડીઓથી મરણ તોલ માર્યો હતો. જો મને  મારતા અટકાવવામાં ન આવ્યો હોત, તો  એ માણસ મરી જાત  પછી જ હું અટકત. આ કારણે મને આશ્રમમાંથી કાઢી મુકવામાં આવ્યો.
 •       આ દિવસે  વાઈસરોય લીનલીથગો  સાસણ  સિંહ નાં શિકાર માટે આવ્યા હતા. આશ્રમમાંથી કાઢી મુક્યા પછી હું ઘરે આવ્યો – ધોયેલા મૂળા જેવો! આ પછી મેં  ખાંડ, કેરોસીન વગેરે વસ્તુ  કાળાબજારમાં વેચવાનો  ધંધો કર્યો;  પણ એમાં  જોખમ હોવાથી મારી માએ  આવો ધંધો ન કરવાનું કહ્યું.
 •           આ વખતે બીજું વિશ્વ યુદ્ધ  જોરશોરથી  ચાલી રહ્યું હતું.  હું આર્મીમાં ભરતી થઇ ગયો.
 • जिन्दगी  है मोज में ।
 • भर्ती होजा फोज मे ।
 • हाथमें बन्दुक लेके गोली चलाए जा।
 •      ૧૯૪૫ ની સાલમાં લડાઈ બંધ થઇ.  મારા જેવા અંગ્રેજોના બેવફા  સૈનિકોને જલ્દી છુટા કર્યા પછી, હું અમદાવાદ પોલીસ ફોર્સમાં દાખલ થયો.
 •      પછી વહેલો નિવૃત થયો અને મારા નાનાભાઈના તેડાવવાથી  અમેરિકા આવ્યો.  ૬ દિવસ આરામ કર્યાં પછી નોકરીની શરૂઆત કરી. પ્રિન્ટીંગ  પ્રેસમાં કમાયો અને એરિઝોનામાં  પોતાની કમાણીથી  રોકડા પૈસાથી ઘર ખરીદ્યું.  છાપાઓમાં લેખો લખ્યા.  લેખોએ મને ઘણી પ્રસિદ્ધિ અપાવી. ડો. કનક રાવલ જેવા મિત્રો મળ્યા.  શ્રી સુરેશ જાનીએ મારો ઉત્સાહ  ખુબ વધાર્યો.
 •       ચાર વર્ષ પહેલાં,  મારી પત્નીના પરલોક ગયા પછી  હું બહુ ઉદાસ રહેતો હતો; પણ મને પોતાના દાદાથી અધિક ચાહતી મને  મારી પોત્રી કરતા અધિક વહાલી લિયા લાગતી મારી ગોરી મિત્ર લિયા (Leah) એ મારી ઉદાસીનતા દુર કરી.
 • क्रूज़ के टेबल पे मुजको मिली ‘लिया’।
 • बीबी गुजर जानेका जो गम था, भुला दिया ।
 •       અમદાવાદમાં  હું એક એવો પોલીસ હતો કે D.S.P. સુધીના માણસો મને અંગત રીતે ઓળખે.  એનું કારણ એ કે,  હું  કાળા નાગને કોઈ પણ જાતના સાધન વગર મારા ખુલ્લા હાથથી પકડી લઉં છું. એક વખત હું મારા આવા સરપ  પકડવાના ધંધાને લીધે  છાપે ચડેલો છું .  એની વાત તમારી જાણ ખાતર લખવાનું મન થાય છે. સુભાષ બ્રીજ બની રહ્યો હતો ત્યારે એનો ચીફ એન્જી. બી. કુમાર હતો. તે નવરંગપુરા દિલખુશ સોસાયટીમાં એની ઘરવાળી અને કાકા સાથે રહેતો હતો  એક વખત સિનેમા જોઈ  ઘરે આવ્યા અને પથારી પાસે ગયા ત્યારે, ત્યાં ગુંચળું વાળીને બેઠેલા નાગદેવતાએ ફૂફાડો મારીને એમને ડરાવ્યા. એટલે  એ તો હડી કાઢીને  બંગલાની બહાર નીકળી ગયા  આ વખતે લોકોનું ટોળું પણ ભેગું થઇ ગયેલું. પણ મજાલ છે કે,  કોઈ બંગલા નજીક જાય!  પણ એક ભડનો દીકરો  ભૈયો હતો તે  દરવાજા  પાસે હાથમાં લાકડી અને ટુવાલનો ડૂચો લઈને બેઠો હતો.  મને બોલાવવામાં આવ્યો. હું ગયો  એટલે ભૈયાએ મને ચેતવ્યો કે,
 • “साब! आप साथ कुछ नहीं लाए। यह  साप बड़ा खतरनाक है।”
 •      મે તો મારા હાથમાં લાકડી હતી; એ પણ દુર મૂકી દીધી; અને પથારી પાસે ગયો. એટલે મને ડરાવવા નાગ દેવતાએ ફેણ માંડી, અને ફૂફાડો માર્યો.  હું સૌને સંભળાવવા બોલ્યો –
 • ” નાગબાપા!  આ તમે જુઓ છો; એ માંયલો માણસ હું નથી.”
 •      એમ બોલી ફેણ માથે હાથ મૂકી  નીચે કરી દીધી. પછી એના ગુંચળા નીચે મારા બે હાથની હથેળીઓ ઘાલી  નાગદેવતાને  ઊંચા કરી મારા નાક સામે ફેણ મંડાવી; અને પછી ચાદરમાં મૂકી દીધા.
 •     કાકો બોલ્યો કે આને કૈક ઇનામ આપવું જોઈએ.  બી.કુમારે  મને વીસ  રૂપિયા આપવાનું કર્યું. મેં તેમને કહ્યું કે મારાથી સીધું ઇનામ લેવાનો કાયદો નથી. તમે મને મારા ખાતા મારફત  આપો.
 •      પછી તો છાપાંવાળાઓને ઈન્સ્પેક્ટરે  બોલાવ્યા.  મારો ઈન્ટરવ્યુ લેવડાવ્યો;  અને બાપુ! હું તો છાપે ચઢી ગયો. મુંબઈના ‘જન્મભૂમિ’ છાપામાં આ મારા સર્પ પકડવાની વિગત પણ  છપાણી.
 • —————————-
 • અને એમને આ ઉમ્મરે સ્ટેજ પર ગાતા,  લહેરાતાય જોઈ લો …
 • તેમની રચનાઓ ‘ હાસ્ય દરબાર’ પર , તેમના બીજા પોઝ સાથે આ રહી…     
 • ૯૦ વરસેય ક્રૂઝ્ની મજા માણી શકે; ફણીધર નાગને ખુલ્લા હાથે પકડી શકે, અને પૌત્રી જેવડી કન્યાને વ્હાલો લાગે એવો આ જીવડો આ બાળકને ગમી ગયો છે.
 • ૬૨ વરસે બાળક થવાની અભિલાષા વ્યકત કરી હતી.
 • બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
 • સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.
 • આખી કવિતા અહીં …
 •  
 • હવે આ ૯૦ વરસના બાળકની સરખામણીમાં આ જણ તો બાળોતિયામાં જ ગણાય ને !! હવે આ ‘બાળક’ની દોસ્તીમાં સેન્ચ્યુરી પૂરી કરવાના અભરખા જાગ્યા છે.
 • પણ એ પહેલાં ……
 • ૨૦૨૧ માં અહીં
 • એમને શતાયુ ની પદવી
 • આપવાનું ગમશે!

Leave a comment

Filed under Uncategorized