“વેબ–ગુર્જરી” સંચાલન સમિતિ +ઉદ્ઘાટન ૧૨

pragna vyas <pragnajuvyas@yahoo.com>
To jjugalkishor Vyas
01/24/13 at 2:24 PM
વંદન સહ…
૧ હંમણા જ ઇ-મૅઈલમા ભાઇ ચિરાગનું નામ સૂચવાયું
તે તો જાણે અમારા મનની વાત ! યોગ્ય નામોમા જરુર ઊમેરશો
૨ “વેબ–ગુર્જરી” સહજ સુંદર નામ
૩ ઉદ્ઘાટનક્લિક માટે બન્ને નામો યોગ્ય છે.બન્નેને વિનંતિ કરી જે સંમત થાય તેમની પાસે ભારતીય સમય મુજબ રાતે ૦૦ કલાકે ક્લિક કરી આપે તેવું ટૅકનિશ્યન દ્વારા ગોઠવવું રહેશે.
— On Wed, 1/23/13, jjugalkishor Vyas <jjugalkishor@gmail.com> wrote:
From: jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
Subject: samiti
To: “pragna vyas” <pragnajuvyas@yahoo.com>
Date: Wednesday, January 23, 2013, 9:10 PMમુ. દીદી,વંદન !સાચ્ચે જ બહુ સમયસર આપે મંજુરી આપી છે. મારું આજનું લખાણ જોઈ જવા વીનંતી છે. સંચાલન સમિતિનાં નામો આ મુજબ રજુ કરું છું. યોગ્ય લાગે તો સ્વીકારીને ઉપકૃત કરશો…(ફેરફાર જરુર લાગે તો સુચવવા વીનંતી છે) યોગ્ય જણાય તો મંડળનામ “વેબ–ગુર્જરી” જાહેર કરશો.૧) જુગલકીશોર
૨) વિશાલ મોણપરા
૩) દીપક ધોળકિયા
૪) જિજ્ઞેષ અધ્વર્યુ
૫) પંચમ શુક્લત્રીજી કેડરમાં બહેનોનાં નામો હશે જ. પણ આટલા સમય પછી પણ જેઓ દુર રહ્યાં છે તેમનું મન સમજાયું નથી…પણ ધીમે ધીમે તેઓ પણ જોડાશે જ. એ કેડરનાં નામો તો ૨૬મી પછી સંચાલન સમિતિ સાથે રહીને આપ જ કરશો તેથી તે નામોમાં મારી સુચના નથી….જે લોકોએ સક્રીયતાથી કોમેન્ટબોકસે ભાગ લીધો છે તેમના ભાવને આપણે ધ્યાને લઈ શકીશું.ઉદ્ઘાટનક્લિક કાં તો તમે જ કરો અથવા બે નામો છે તેમાં એક રતિકાકા અને બીજું નામ સૌથી પ્રથમ બ્લૉગ બનાવનાર સોનલ વૈદ્ય. તમને યોગ્ય લાગે તેને વીનંતી કરીને ભારતીય સમય મુજબ રાતે ૦૦ કલાકે ક્લિક કરી આપે તેવું ટૅકનિશ્યન દ્વારા ગોઠવવું રહેશે.

ખુબ ખુબ આભાર સાથે,

– જુગલકીશોર.

NET–ગુર્જરી: http://jjkishor.wordpress.com/

સભ્યોના સંદેશ
પાત્ર
ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ એ ત્રણે શબ્દો એક ફક્ત દીર્ઘ ઈના ઉમેરણ સિવાય કોઈ ફેરફાર વગરના છે. એક જ શબ્દમાં ગુજરાત પ્રદેશ, ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકો એમ બધાંનો સમાવેશ થઈ જાય છે.
“પ્રદેશ ગુજરાત’ની વાત કરીશું તો – જ્યાં સુધી આ સાઈટને લાગેવળગે છે ત્યાં સુધી – ગુજરાત હવે ભારતના નકશામાં હિન્દમાતાએ કેડ ઉપર તેડ્યું હોય તેવા બાળકસ્થાને બેઠેલું ગુજરાત રહ્યું નથી. ગુજરાત હવે એની ભૌગોલિકતા જાણે કે ત્યજીને વિશ્વવ્યાપી બની ગયું છે. આર્ષ કવિ કેટલું દૂરનું જોઈ શકતા હોય છે ! કવિએ કેવી વાત વર્ષો પહેલાં કહી રાખી હતી જે અક્ષરશ: હવે સાચી પડી ચૂકી છે :
“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.”
‘ગુજરાતી ભાષા’ની વાત કરવી હશે તો હેમચન્દ્રથી માંડીને આજના બ્લૉગ પર પોતાની કાલીઘેલી રચનાઓ પ્રગટ કરી રહેલા લેખક સુધી સૌને બાથમાં લેવાં પડશે. આપણી ભાષાએ હજારેક વરસમાં કેટકેલી સફર ખેડી, કેટકેટલાં સર્જકો ને સર્જનોને એણે પોષ્યાં–સેવ્યાં, કેટકેટલી બોલીઓ–ભાષાછાયાઓને એણે પોતાના અંકમાં લીધી – તે બધાંનો વિચાર કરતાં મન ક્યાંય ખોવાઈ જાય છે ! કેવાં કેવાં સર્જકોને આપણે માણ્યા છે ! કોને યાદ કરીએ અને કોને ભૂલીએ ?
ને ‘ગુજરાતીઓ’ની વાત તો કરવી જ શી ?! ગુજ્જુ કહીનેય એની ઓળખ કરનારાં ભૂલી જાય છે કે આ ગુજરાતીઓએ જે રીતનું ને જેટલું જગત ખૂંદ્યું છે તેવું ને તેટલું કોણે ખૂંદ્યું હશે ?
આજે તો આ ત્રણેય બાબતો વચ્ચે અવિનાભાવી સંબંધ ધરાવતી ત્રિપુટિની વાત માંડતે માંડતે નવી શરૂ થઈ રહેલી એક સંકલન–પ્રવૃત્તિની ઓળખ કરાવવાનો જ ઉપક્રમ હોય. એ ગુજરાતીની વાતો તો અનંત ને અગાધ છે. એને ઝીલવા માટેનું પાત્ર હાથવગું હોઈ ન શકે. આપણે જ ‘એને પાત્ર’ બનવાનું, એને લાયક બનવાનું હોય.
આજે એવું એક નાનકડું પાત્ર અમે આપ સૌના હાથમાં મૂકવા માંગીએ છીએ.
એ પાત્રનું નામ છે, “વેબ–ગુર્જરી”
અને એ પાત્રમાં આપણી ગુજરાતીતાને યથાશક્તિ–મતિ સમાવવાનો પ્રયત્ન એ આપણા સૌની સહિયારી કામગીરી હોય તેવી આશા આજના તબક્કે સાવ સહજ રીતે રાખીએ છીએ. અંતે પેલી પંક્તિને થોડા ફેરફાર સાથે ફરી મૂકું છું –
“જ્યાં જ્યાં હશે શબ્દ ગુજરાતી, ત્યાં ત્યાં સદા શ્વસે ‘ગુજરાતી’ !
– જુગલકિશોર વ્યાસ
મિત્રો,
એક હજાર માણસ એક જગ્યાએ એકઠા થાય તેને સંગઠન ન કહેવાય, સમાજ ન કહેવાય. ભીડ કહેવાય. એક હજાર માણસ એક હેતુથી એકઠા થાય ત્યારે બને સંગઠન, ત્યારે બને સમાજ. એક હજાર મણકાના ઢગલાને માળા ન કહેવાય. એકસો મીટર લાંબા ધાગાને પણ માળા ન કહેવાય. પણ મણકા અને દોરો મળે, દોરો મણકાના હૈયા સોંસરવો નીકળે ત્યારે જે બને, તે છે માળા.
ગુજરાતીમાં લખાતા અઢળક બ્લૉગ છે. હવે ગુજરાતીઓનો બનેલો ગુજરાતનો મહા-બ્લૉગ હાજર થાય છે, ગુજરાતની અસ્મિતાના દોરા સાથે…બધા બ્લૉગોને સાંકળી લેવા. આવો તમારી બ્લૉગપ્રવૃત્તિને પણ જોડો આ અસ્મિતા સાથે.
માળા કદી મણકાના અસ્તિત્વનો તિરસ્કાર નથી કરતી એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. મણકો છે તો માળા છે. તમે છો તો આ બ્લૉગ છે. આવો, સાથે મળીને આપણી ગુજરાતીતા ઉજવીએ.
– દીપક ધોળકિયા.
આજે એક નવા કાર્યના શ્રીગણેશ થઈ રહ્યા છે. એક નવો પ્રયત્ન, એક નવું સંગઠન, એક નવો આયામ અને એક – અનેક મહત્વાકાંક્ષી ઉદ્દેશ. સંગઠનના સભ્યો દ્વારા તેમના દ્રષ્ટિબિંદુઓ અહીં મૂકાયા છે જ, મારે એ વિશે વિશેષ કાંઈ કહેવાનું રહેતું નથી, પણ તે છતાં મારા તરફની વાત મૂકવાની આ તક ઝડપી લઉં છું.
ગુજરાતી બ્લોગજગતમાં આ એક નવો પ્રયત્ન છે, આશા છે આ જૂથ એક અલગ ચીલો પાડશે અને અત્યારે અસ્તિત્વમાં છે તેવી ગુજરાતી બ્લોગજગતની, સહ્રદય બ્લોગર મિત્રો દ્વારા પોતાનો મૂલ્યવાન સમય આપીને મહામહેનતે વિકસાવાયેલી કોઈ પણ સુવિધાઓને સ્પર્ધા આપવાના કોઈ પણ જાણીતા-અજાણ્યા કાર્ય વગર, સ્વતંત્ર અને નિશ્ચિત ધ્યેય સાથે સૌને સાથે લઈને આગળ વધે. વેબગુર્જરી ફક્ત વાતો નહીં, પણ કાંઈક અર્થપૂર્ણ કાર્ય કરી બતાવશે એવી આશા અને ઈચ્છા સાથે… શુભમ ભવતુ.
વેબગુર્જરી સૌનું સ્વાગત કરે છે. આવો, આજે ગુજરાતી વેબવિશ્વની નવી કેડી કંડારવાની શરૂઆત કરીએ..
– જીજ્ઞેશ અધ્યારૂ
ગુજરાતી વાંચી-સમજી શકતા દરેક સહપન્થીઓને નમસ્તે!
ભારતના પ્રજાસત્તાક દિને આપણે સહુ ગર્વ લઈએ એવી એક પ્રજાસત્તાક ક્રાંતિની રોશની સમાન “વેબ-ગુર્જરી” – ગુજરાતીતાનું વિશ્વવ્યાપી સંગઠન માત્ર અને માત્ર ભાષાસેવીઓ દ્વારા પ્રગટ થઇ રહ્યું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીને પ્રતાપે ગુજરાતી હાથવગી તો બની જ ગઈ છે, હવે આ સંગઠન દ્વારા શક્તિનો અનોખો ધોધ એકત્રિત થઇ સહુને ભીંજવવા તત્પર બની રહ્યો છે. આ અનુષ્ઠાન સતત પ્રજ્વલિત રહે અને એને તમામનો સહયોગ સાંપડતો રહે એવી “મા ગુર્જરી” ને પ્રાર્થના.
પ્રણામ,
ચિરાગ

You are subscribed to email updates from WebGurjari.in
To stop receiving these emails, you may unsubscribe now. Email delivery powered by Google
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.