Daily Archives: જાન્યુઆરી 21, 2021

વૅગુ અંગે/ કેટલાક સવાલો થાય છે / કેટલીક સ્પષ્ટતાઓ / કેટલીક જાહેરાત-

કેટલાક સવાલો થાય છે / કેટલીક સ્પષ્ટતાઓ / કેટલીક જાહેરાત :

સવાલો :

  • વેગુનાં પાનાં પર શુંશું મૂકવાનું ?

(કોઈની વ્યક્તિગત વિગતો મૂકવાનો અર્થ નથી. તો પછી જે કાંઈ વૈશ્વિક સંદર્ભે મૂકવા માટે આપણે આરંભ કર્યો છે તેના વિષયો અને મટીરિયલ્સ માટે શુંશું કરી શકાય ?)

  • આપણા વેગુનું ઈ–સરનામું કયું ? તેનો પાસવર્ડ ?

(દીપકભાઈ સંપર્ક વિભાગ પર હોઈ તેઓ પાસે તો ઓપરેટિંગ સગવડ હોય. ઈમેઈલ દ્વારા આવતા સવાલોના જવાબોથી સંપર્કો આપોઆપ વધી શકે છે. ટૅકનિકલ બાબતોના જવાબો જિ/ચીને મળીને અપાય)

  • કોઈ મેઈલ આવે તો આપણસૌને ખબર પડે તેવી વ્યવસ્થા સૌએ પોતાના એકાઉન્ટ પર શી રીતે કરવી ?
  • જાહેર સૌકોઈ માટે ઈ–સરનામું કઈ રીતે પહોંચાડવું ?
  • વેગુપાનાં પર લખાણો કોણ મૂકશે ?
  • એક સાથે પાંચહજાર ઈમેઈલ જઈ શકે તેવી સગવડ ઉત્તમભાઈ પાસે છે, તેઓ દર પખવાડિયે પંદર હજાર સરનામે ઈમેલ દ્વારા સન્ડે મહેફિલ મોકલે છે. આપણે તેવું કરી શકીશું ?

 

ખાસમ્ ખાસ બાબતો –

૧) હવે વહેલી તકે સંપર્કનું કામ હાથ પર લેવું જોઈએ; (મારી પાસે ૩૫૦૦થી વધુ ઈ–સરનામાં છે. તેને મારે દીપકભાઈને પહોંચાડવાનાં છે જેથી તેઓ તેનો ઉપયોગ કરી શકે. રસ્તો બતાવશો.)

૨) વધુમાં વધુ લોકો વેગુસાઈટ પરની પોસ્ટ – જાહેરાતો પણ – તરત જ પોતાના એકાઉન્ટમાં મેળવી શકે તે માટેની કાર્યવાહી પણ તત્કાલ કરવાની થશે, નહીંતર લોકોનો ઉત્સાહ માર્યો જશે.

૩) વધુમાં વધુ લોકો પ્રવૃત્તિમાં જોડાય તે માટે સહકાર માટે તૈયાર થયેલા બધાં સભ્યોને અપીલ કરીને જણાવીએ કે

* વેગુની લીંક સતત પોતાના બ્લૉગ પર મૂકે;

* ઈમેઈલપત્ર પરની પોતાની સહી કરવાના સ્થાને વેગુની લીંક મૂકે;

* ઈમેઈલ દ્વારા પોતાનાં સૌ સભ્યો–મિત્રોને વેગુ સાથે જોડાવા ફોલો કરવાનું જણાવે;

* બની શકે તો પોતાના બ્લૉગ પર વેગુની પોસ્ટનો પ્રચાર કરે…(લોગો બની જાય પછી તેને પ્રગટ કરે;

૪) સહકારનું વચન આપનાર સૌ સભ્યો (કે જેની યાદી મેં મારા બ્લૉગ પરના પેજ પર મૂકી છે), તે સૌનું એક ગુગલગ્રુપ સરનામું બનાવીએ જેથી સંપર્ક અને પ્રચાર સરળ બને.

૫) ત્રીજી કેડરનાં સભ્યો નક્કી કરવામાં પસંદગીનાં શક્ય તેટલાં ધોરણો –

* નિવૃત્ત / ટૅકનિકલ જાણકારી / વિચાર–વ્યવહારમાં સમતોલન / વિશેષ પ્રવૃત્તિ કરતા હોય…આવા મિત્રોની યાદી આપણે સૌ બનાવીને મૂકીએ ને પછી નક્કી કરીએ.

* આ ત્રીજી કેડરના સભ્યો સિવાય આપણામાંના સૌ પોતાને અનુકૂળ મિત્રને સાથે રાખે એવું કરી શકીએ ? આનાથી ખાસ કરીને બહુ વ્યસ્ત ત્રણેય સંચાલનસભ્યોને કામમાં સરળતા રહેશે. પોતાના સમયના અભાવે તેઓ કામ સોંપી શકે.

–––––––––––––––––––––––––––––––––––––––––

કેટલાંક તાકીદનાં કામો :

૧) આપણા છનું ગુગલગ્રુપ પૂરું કરવું;

૨) સહયોગી બનવા તત્પરતા બતાવનારાંઓનું ગુગલગ્રપ (દીપકભાઈને જરૂરી લાગે તો) બનાવવું;

૩) વધુમાં વધુ સરનામાં મેળવવાં અને સંપર્કો, જાહેરાતો કરવાનું કાર્ય;

૪) લોગો તૈયાર કરવો;

૫) વેગુપાનાં પર શુંશું મૂકવાનું છે તે નક્કી કરીને લખાણો તૈયાર કરવાની પેરવી શરૂ કરવી; (શરૂઆત માટે વિકિવાળાને કહીને તેઓ દ્વારા લખાણ મૂકાવીએ. અન્ય કોઈ હોય તો તેમને પણ કહીએ.)

૬) હું કેટલુંક લખવા માગું છું તેનો ડ્રાફ્ટ સૌને વંચાવીને વહેલી તકે મૂકીશ. (હું કેટેગરી અને પેજીસ તૈયાર થાય તેની રાહમાં છું.)

૭) જે રીતનો ઉત્સાહ પડઘાયો હતો તેને એટલા જ બલકે તેથીય વધુ ઉત્સાહથી આપણે પ્રતિઘોષ આપીએ –

સૌને વંદના.

Leave a comment

Filed under Uncategorized