વૅગુ પર સૌના બ્લૉગ પરના લેખોની લીંક એટલે એગ્રીગેટર …+ સુરતીઓનો નવો ટ્ર્ન્ડ…યામિની

From  jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
To Dipak Dholakia
CC Pragnaju Vyas jignesh adhyaru Jignesh Adhyaru Chirag Patel Chirag Pancham Shukla 01/29/13 at 8:26 PM
ઉપર મુજબનો જવાબ લખ્યા પછી ઓચિંતું જ ધ્યાન પર જિજ્ઞેષભાઈનો જ બ્લૉગ અક્ષરનાદ સામે આવી ગયો ! (આને સંકેત જ કહેવો પડે !) હું જરા અંદર ઊંડો ઊતર્યો તો તેમણે અનેક પ્રકારનું સાહિત્ય સંકલિત કર્યું છે તે જોવા મળ્યું.

જાણીતા લેખકોનાં લખાણો કે આખી ને આખી કૃતિ મૂકવાનું ઘણાં બ્લૉગરો કરે જ છે પણ આપણે ફક્ત ને ફક્ત નેટલેખકોનાં જ લખાણો, ઈમેઈલવાળાંઓની જ રજૂઆતો, કોમેન્ટલેખકોનાં જ મંતવ્યો સંકલિત કરવાનો આગ્રહ રાખીશું તો તે સાવ નવી વાત ગણાશે, સૌ નેટલેખકોને પોરસાવશે, આપણો હેતુ સરશે ને નેટપરની ઘણી બાબતોની સુધારણા શક્ય બનશે.

હું માનું છું કે મુ. બહેન, જિજ્ઞેષભાઈ, પંચમભાઈ, વગેરે સૌ અનેક બ્લૉગની સફર કરી ચૂક્યાં છે. તેઓ પોતાના અનુભવે કહી શકે કે આપણે કઈ રીતે બીજા કરતાં અલગ કામ કરી શકીએ, શું કરીએ તો ડુપ્લીકેશન ન થાય ? શું ખૂટે છે, કે જે આપણે શરૂ કરીએ ? જિજ્ઞેષ, ચીરાગ અને પંચમ આ અંગે વધુ સમીક્ષા કરી આપે તેવી વિનંતી. – જુ.

2013/1/30 jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
ગમીયું ! આ વિભાવના મને સમજાઈ ન હતી……(જુઓ, મારે માટે કામ તો હાલતાંચાલતાં મળી જ રહેવાનું છે..દા.ત. આ ન હતી શબ્દ લખ્યો તો સૂઝી આવ્યું કે કેટલાયને ખબર નહીં હોય કે ‘ન હતી’ જુદું ને ‘નહોતી’ ભેગું લખાય. આમ ભાષાશિક્ષણ પણ ચાલ્યાં કરશે !)

સરસ કાર્ય છે. હવે સાથે બીજી વાત –

વધુમાં વધુ બ્લૉગ–લેખકો અને વધુમાં વધુ વાચકો (ઈમેઈલ ધરાવતા હોય તેઓ) વેગુના ફોલોઅર બને તો વેગુ પર લખાણ પ્રગટ થાય કે તરત તેની જાણ ફોલોઅરને થાય તેવું તો ગોઠવવું જ પડશે….

આ રીતે લખાણોનો ધોધ વરસે ખરો જેમાંથી આપણે ચાળવાનું રહે…દરરોજની પ્રગટ થતાં લખાણોની સંખ્યા પારાવાર હોય છે. જોકે એ ચિંતાનો વિષય નથી…..

વેગુની સાઈટ પેજ તથા કેટેગરી વગેરે સાથે તૈયાર થાય કે તરત શરૂ કરી દઈએ. –જુ.
2013/1/30 Dipak Dholakia <dipak.dholakia@gmail.com>
શ્રી જુગલભાઈ.

પાસવર્ડ તો જેમણે અપડેટ કરવાનું હોય તે્મની પાસે અને તમારી પાસે જ હોય. મારી પાસે પણ ન હોય. જરૂર પણ નથી. બધા પાસે પાસવર્ડ હોય તો આ તો બોડી બામણીનું ખેતર થઈ જાય.

હું જે કહું છું તે અમુક અંશે તો એગ્રીગેટર જેવું જ છે પણ મારો ખ્યાલ એના કરતાં થોડો જુદો પડે છે. એગ્રીગેટર તટસ્થ છે, આ સાઇટ પર આપણે રસ લઈને દેખાડીએ છીએ કે આ વાંચવા જેવું છે. હું નીચે દાખલો આપું છું.

ધારો કે, આજે આપણા મેઇલબૉક્સમાં પાંચ નવી પોસ્ટના સંદેશ મળ્યા. આમાંથી બે કવિતાના છે. એક સાહિત્યનો છે અને એકમાં કોઈ અખબારી લેખ છપાયો છે. તમે (શ્રી જુગલભાઈ) આની ઇન્ટ્રોડક્શન આપો – ” આજે ક-ભાઇએ એમના બ્લૉગ ‘ઝ’ પર એક ગઝલ મૂકી છે, અહીં વાંચવા મળશે….(બીજું ઉદાહરણ આપું છું) શ્રી….આપનએ જૂનાં ફિલ્મી ગીતોનો રસાસ્વાદ કરાવતા રહ્યા છે. આમ તો દર અઠવાડિયે કઈંક મળે છે, પણ આ વખતે એકાદ મહિને તેઓ આવ્યા છે, પણ એવી સામગ્રી લાવ્યા છે કે ગીતો જ નહીં એમની સાહિત્યિક ક્ષમતા પણ દેખાય છે. અહીં વાંચો.”

આમ ખરેખર દરરોજ ચારપાંચ બ્લૉગ માટે કુલ પંદર લાઇન લખવાની થાય. આપણે સૌ સરેરાશ પામ્ચ બ્લૉગ તો આજે પણ જોતા હશું જ. શ્રી જુગલભાઈની ત્રણ લાઇનની ભૂમિકા સાથે કૃતિ રજુ થાય એટલે એ આપણે પોતીકી બની ગઈ. મૂળ બ્લૉગરે તો આવી ભૂમિકા બાંધી નહીં હોય! આમ કઈંક અંશે સભામાં માઇક સંભાળનારા ઍંકરની આ કામગીરી છે.

મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં માનો કે ચાર-પાંચ કવિતાઓ વાંચવા મળી હોય તો પંચમભાઈ એના પર વિવેચન કરે. એવા જ ભાવની કોઈ અન્યભાષી રચના નવી કે જૂની, હોય તો એની પણ તુલના કરી શકાય. જો કે તુલનામાં કોઈને ખરાબ ન લાગી જાય તેનું તો આપણે ધ્યાન રાખીએ જ.

એ જ રીતે લેખો વિશે પણ કરી શકાય. દાખલા તરીકે – “આ અઠવાડિયે દિલ્હીમાં ગૅંગ રેપનો બનાવ બન્યો તેનો ભૂપેન્દ્ર સિંહ રાઓલે આગવો પ્રત્યાઘાત આપ્યો છે. એમણે પુરુષની આક્રમકતા અને સેક્સ વચ્ચેનો સંબંધ સમજાવ્યો છે… આ રહી લિંક” બસ.

મહિનાના અંતે બ્લૉગ લેખો પર એક સમીક્ષાત્મક લેખ. બધું ધીમે ધીમે થાળે પડતું જશે. ચાર-્છ મહિના પછી આ બહુ મોટું કામ નહીં લાગે.

તમે જે નિમંત્રણ પત્ર તૈયા્ર કર્યો છે તેની સાથે સંમત છું..

2013/1/29 jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
* સૌના બ્લૉગ પરના લેખોની લીંક એટલે એગ્રીગેટર જેવું ?
* આપણો પાસવર્ડ આપવાથી તેઓ ડૅશબોર્ડ ખોલી શકે ? જો હા, તો તો કદાચ ગોટાળો ન થઈ જાય ?

* કેટલીક બાબતો કઈ રીતે કરવી તે જિજ્ઞેષભાઈ જ સમજાવી શકશે…એટલે હું રાહ જોઈશ.

દરમિયાન મેં પણ તાત્કાલિક કામ શરૂ થઈ શકે તે માટે જે યોજના વિચારી છે તે સૌ સમક્ષ મૂકું છું. (પંચમ, ચીરાગ અને જિજ્ઞેષ ત્રણેય ભાઈઓ ખૂબ જ વ્યસ્ત છે તેમને તો અમારા બન્નેનાં લખાણો કદાચ માથાના દુખાવા જેવા બની રહે કદાચ !! અમે નવરા છીએ તેથી નવા નવા તુક્કા લગાડીશું જ પણ હવે કામ શરૂ થઈ જ ગયું ત્યારે આગળ વધ્યા વિના છૂટકો નથી…..

આ સાથે એટેચ કરેલો ડ્રાફ્ટ પણ જોઈ જવા વિનંતી છે…– જુગલકિશોર.

2013/1/29 Dipak Dholakia <dipak.dholakia@gmail.com>
શ્રી જુગલભાઇના સવાલો, સ્પષ્ટતા અને જાહેરાતના સંદર્ભમાં મારા વિચારો સૌના ધ્યાનમાં લાવું છું
વેગુ પર શું મૂકવું
આપણો હેતુ સૌને સંગઠિત કરવાનો છે. આનો આધાર બ્લૉગ જગતનું સ્તર ઊંચે લઈ જવાની આપણે ભાવનામાં છે. આથી આપણી સમક્ષ “શું મૂકવું” તે વિચાર બે રૂપમાં આવે છે. એક તો ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં.
તાબડતોબ, એટલે કે ટૂંકા ગાળામાં આપણે બધા બ્લૉગ પર આવતી નવી પોસ્ટની લિંક મૂકવી જોઈએ. આજે મેં પંચાવન બ્લૉગ સબસ્ક્રાઇબ કર્યા છે. એમાંથી પાંચેક પર નવી પોસ્ટ મુકાઈ છે. પાસવર્ડ તો સૌને આપ્યો છે, તો આપણું ઇમેઇલ ખોલી શકાશે. આ ટલા આપણા મેઇલિંગ લિસ્ટમાં તો આવી જ ગયા. આવતા પંદર દિવસમાં રોજના ૫૦-૭૮ના દરે હું સબસ્ક્રાઇબ કરીશ. આમાંથી ઘણા બ્લૉગ બંધ છે. એટલે કે એમની છેલ્લી પોસ્ટ બે કરતાં વધારે વર્ષ જૂની છે. પણ હમણાં તો મેં હનુમાનની જેમ આખો જ પહાડ લઈ આવવાનું નક્કી કર્યુ છે, સંજીવની કઈ તે પછી શોધીશું. આમ છતાં એ સૌ પણ આપણા મેઇલિંગ લિસ્ટમાં તો આવી જ ગયા, એ લાભ તો ખરો જ.
દેખીતી વાત છે કે આપણે Enlightrned Self interest (પ્રબુદ્ધ સ્વાર્થ)ના સિદ્ધાંત પ્રમાણે ચાલબું જોઇએ. આપણે પોતે કોઈ બ્લૉગને પ્રોત્સાહિત ન કરીઈ અને સામી વ્યક્તિ આપણી જાહેરાત કરતી રહે એ ન બને. એટલે આમાં આપણે give and take કામે લગાડવું જોઇએ.
આપણે નવું સાહિત્ય મૂકી શકીએ ત્યારે મૂકવું.પણ એ લાંબા ગાળાનું કામ છે. એના માટે એકાદ મહિનાનો સમયગાળો રાખીએ. આપણે લોકોની લિંક મૂકીને એમને આપણી લિંક મૂકવા પ્રેરી શકીશું. અને તે પછી જ્યારે લેખો મૂકવાનું શરૂ કરીએ ત્યારે આપણી પાસે એપોસ્ટની માહિતી મોકલવા માટે ઘણા સભ્યો હશે.
મારૂં કામ ઇમેઇલ આઇડી માત્ર હશે તો ચાલી જશે. મારે સાઇટ પર સીધું કઈં અપલોડ કરવાનું નહીં હોય. અને એમાં હું માથું નહીં મારૂં.આપણે દરેક નવી પોસ્ટની લિંક સાઇટ ઉપર દર્શાવવાનું નક્કી કરશું તો અપલોડક(!)ને એ ફોરવર્ડ કરી દઈશ. અપલોડાઇ જાય તે પછી સંબંધિત બ્લૉગ સાથીને એની જાણ પણ કરીશ.
સરનામાં Gmailમાંથી GMailમાં ઇમ્પોર્ટ કરી શકાતાં નથી એવો મારો ખ્યાલ છે. એટલે શું કરવું જોઇએ એ ખબર નથી. કદાચ એક યાહૂ આઇડૅએ બનાવીને એમાં નાખીએ અને તે પછી યાહોમાંથી આપણા ઇમેઇલમાં ઇમ્પોર્ટ કરીએ? આ બાબતમાં હું કઈં જાણતો નથી. એ ટેકનિકલ કામ છે એટલે જિજ્ઞેશ અને ચિરાગ કહી શકે.
વેગુનું સરનામું શ્રી જુગલભાઈનું હોવું જોઇએ કરણ કે આ એમનું જ સંતાન છે. એના સંચાલક સભ્યો તો બ્લૉગની જેમ એક કરતાં વધારે પણ હોઈ શકે અને શ્રી જુગલભાઈ અને જિજ્ઞેશ/ચિરાગ પાસે એના પાસવર્ડ અથવા જે કઈં વ્યવસ્થા હોય તે હોવી જોઈએ.
એક જ ક્લિકમાં આટલા ઇમેઇલ, કેમ મોકલી શકાય તે તો જિજ્ઞેશ માટૅ રોજની વાત છે, એટલે જુગલભાઇએ આ બાબતમાં ચિંતા ન કરવી જોઈએ. એમની પાસે જે સરનામાં છે તે કઈ રીતે એક્સ્પોર્ટ/ઇમ્પોર્ટ કરવાં એ ચિંતામાંથી આપણે એમને હમણાં જ મુક્ત કરી દઈએ. કદાચ એ કરનારને શ્રી જુગલભાઇએ પોતાનો પાસવર્ડ આપવો પડશે. પણ એ મોટી વાત નથી.
અહીં પંચમભાઈએ અશોકભાઈનું નામ આપ્યું છે તે અશોકભાઈ મોઢવડિયા જ હશે એમ માનું છું એમને પૂછ્યા વગર લઈ લેવા જોઈએ. એમાં પૂછવાનું શું? જુગલભાઈ એમને કહી દે કે તમને લીધા છે, પછી તરત ફોન મૂકી દે. ભલે ને અશોકભાઈ રિંગ કર્યા કરે! (મેં હમણાં જ અશોકભાઈ સાથે વાત કરી લીધી છે અને એમને કહ્યું છે કે એમની બધી વાતો સોએસો ટકા ખોટી છે એટલે એમને ટીમમાં લઈ લીધા છે.). આ ઘડીએ (સાડાનવે) વાત પૂરી થઈ છે અને હવે તેઓ શ્રી જુગલભાઇને ફોન કરતા જ હશે. અશોકભાઈ સંપર્કો માટે બ્લૉગને સબસ્ક્રાઇબ કરવામાં પણ મને મદદ કરશે. અમે બન્ને કરી લઈશું. એમને પણ હું પાસવર્ડ આપીશ, જેથી કામ થઈ શકે. હજી બીજા બે’ક જણને શોધું છું.
શ્રી અશોકભાઈને ગૂગલ ગ્રુપમાં જોડાવાનું આમંત્રણ આપી દેવું જોઇએ. આ ગ્રુપને ઇમેઇલ મોકલીએ અને સૌને કેમ મળી જાય, અને એના માટે શું કરવું જોઇએ તે હું સમજી શકતો નથી. ગઈ કાલે હું પોતે જૉઇન થઈ શક્યો, પણ મને મૅસેજ મળ્યો કે સંચાલકની પરમિશનની જરૂર છે. તે પછી જ હું ઇમેઇલ મોકલી શકીશ. મેં જિજ્ઞેશને લખ્યું પણ છે.
આપણે કઈં ત્રાસવાદી હુમલાની તૈયારી કરતા નથી એટલે માત્ર સાઇટના સંચાલન વિશેના નિર્ણય સિવાય અ ગ્રુપ ખુલ્લું રાખી શકાય છે. વળી, બીજી અને ત્રીજી કૅડર બનાવવી છે એમનો સમાવેશ કર્યા વિના તો નહીં જ ચાલે.
મને લાગે છે કે એકંદરે મેં બધા જ મુદ્દા પર મારા વિચાર રજુ કરી દીધા છે.
મુ, પ્રજ્ઞાબેનને ગૂગલ ગ્રુપમાં જોડાવા માટેની લિંક કદાચ ફરી મોકલવી પડશે. જિજ્ઞેશે મોકલેલી લિંક અહીં પેસ્ટ કરૂં છું. પ્રજ્ઞાબેન એના પર ક્લિક કરી દે એવી વિનંતિ છે.
http://groups.google.com/group/webgurjari/sub?s=WNuMchQAAABu5CO8042OxdD6cvJydp131S-6vUM86etGoOrthH-Y0A&hl=en-GB  + %e0%aa%af%e0%aa%be%e0%ab%a7

 

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ, Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.