Daily Archives: જાન્યુઆરી 24, 2021

મા શ્રી વલીભાઇનો પ્રેરણાદાયી પત્ર

 
%e0%aa%b5
* Enjoy prize distribution and e-book launching program of Mono Acting Writing Competition of National Art Center, Surat.* in which winner Mono Acting’s read was presented. Doctor. Mahesh Champaklal’s memorable speech was presented.

Valibhai Musa

વેગુમાં અત્યારે રજૂઆત, વિષય વૈવિધ્ય, લેખોની સંખ્યા અને ગુણવત્તા, સમય પત્રકની બાંધણી જેવી બાબતોમાં ક્યાં કચાશ જણાય છેબધું બરાબર જ છે, કોઈ કચાશ વર્તાતી નથી. હાલમાં લેખોની સંખ્યા અને ગુણવત્તા અને ચર્ચા નીકળી છે, જેનો જવાબ નીચે આપું છું.
શું ફેરફારો કરવા જોઇએ?
સંખ્યા
મહિનાની એકી તારીખે એક અને બેકી તારીખે બે એમ મહિનાના (૧૫*૨+૧૫*૧) ૪૫ લેખ થાય.રવિવારે ત્રણ લેખના વિચારને પડતો મૂકીને તેને એકી-બેકી જ લાગુ પાડવાં. એકત્રીસ દિવસનો મહિનો હોય તો એકી દિવસનો ૧ વધે. આમ વધુમાં વધુ (૪૫+૧) ૪૬ (છેતાલીસ) લેખ થાય.
फेरफार तर्कयुक्त
સાહિત્યિક/બિનસાહિત્યિક
બેકી દિવસે બે લેખમાંનો એક સાહિત્યિક મૂકવાથી સાહિત્યિક લેખો મહિનાના ૧૫ થશે, જે ત્રીજા ભાગના થતા હોઈ પૂરતા ગણાશે. (હાલમાં રવીવારી ત્રણના હિસાબે ૧૨ થાય છે.) 
सारुं सुचन 
ગુણવત્તા
હાલમાં સંતોષકારક તો છે જ, છતાંય કેટલાક વિશિષ્ટ વિભાગો શરૂ થાય તો ગુણવત્તાનું એકંદર સ્તર ઊંચું થયેલું માલૂમ પડશે. દા.ત. ગઝલ-કોમ્પ્યુટર વગેરે પ્રશિક્ષણની શ્રેણીઓ. કદાચ ‘અક્ષરનાદ’/રીડ ગુજરાતી ઉપર ગઝલ શીખવા અંગેની શ્રેણીઓ મુકાઈ ચૂકી છે. એ શ્રેણીઓને Reblog કરવી હોય તો ભાઈશ્રી જિગ્નેશનો સંપર્ક સાધી શકાય. તેઓશ્રી બંને બ્લોગ સંભાળે છે. ડૉ.શ્રી વિવેક ટેલર સાથે કોઈને મીઠા સંબંધો હોય તો તેઓશ્રી પણ યોગદાન આપી શકે. આજકાલ તેમની ઉત્તમ ગઝલકાર તરીકે ગણના થાય છે. આનાથી નવોદિત અને ઉદિત ખરા, પણ અધકચરા ગઝલકારો પોતાના કચરામાંથી સોનું બનાવી શકશે ! કોમ્પ્યુટર શ્રેણી તો બ્લૉગરોને ખૂબ ગમશે. આમાં બ્લોગીંગ અંગે, ઈ-બુક બનાવવા અંગે એવું બધું આવરી લેવાય તો બધાંને ટેસડો પડી જાય. જુગલભાઈ અને આપણા અન્ય ટેકનિકલ નિષ્ણાતો  બ્લૉગરો માટે ઉપયોગી માર્ગદર્શનની શ્રેણી પણ આપી શકે.
गझल,काव्य,गीत,नाटक,अभिनय,शास्त्रिय संगीत अने कोम्प्युटर वगेरे ना प्रशिक्षणनी श्रेळीनो विचार स रस छे. दरेक विषयनी इ – बुक बनावीए तो घणा लाभ लइ शके
લેખોની સંખ્યા વધવા દેવા સિવાય, હજૂ પણ વધારે ઉચ્ચ ગુણવત્તા પર ભાર મૂકવો હોય તો કયાં કયાં પરિમાણોને સંપાદકીય માર્ગદર્શીકામાં આવરી લેવાં જોઈએ?
ગુણવત્તાવાળી સામગ્રી મેળવવા માટે સીધાં ચઢાણ જેવો કપરો માર્ગ છે જુદાજુદા સાહિત્યપ્રકારોની સ્પર્ધાઓ યોજવાનો. અહીં Carrot and stick વાળી ફોર્મ્યુલા કામ કરી પણ જાય ! આમાં કૃતિ ક્યાંય (બ્લૉગ ઉપર પણ નહિ) પ્રસિદ્ધ ન થયાની આકરી શરતે સ્પર્ધકોની સંખ્યા નિયંત્રિત કરી શકાશે. Carrot (નગદ નાણાં) માટે દાતાઓ અને મૂલ્યાંકન માટે ચોકસીઓ (નિર્ણાયકો) મેળવવા પડે. 
गुळवता मा भाषाना प्रश्नमा जोडळी जेवा प्रश्नो चर्चामा रहेवाना
आध्यात्मिक अने राजकारळ मा ते विचार लेखकना छे तेम मानवुं पडे 
इतिहासहासकारनुं सत्य लखनार जाणे !
अकबर साहबने कहा 
फ़िरगी से कहा, पेंशन भी ले कर बस यहाँ रहिये
        कहा-जीने को आए हैं,यहाँ मरने नहीं आये
सायन्समा मतभेदने ओछो अवकाश छे
तबीबी सायन्समा एलोपथी सिवाय नेचरोपथी , होमियोपथी ,आयुर्वेद, युनानी अने योग इत्यादी ने पण स्थान आपवुं आपणा बेस्ट बोन्डीगवाळा सूश्री जीतुभाइ प्रमाळे ‘ ડો. બિમલ છાજેર, જેમણે એઈમ્સ, દિલ્હીમાં વર્ષો સુધી હૃદયની બાયપાસ સર્જરી કરી, અંતે તેમને જણાયું કે ક્યાંક ખોટું થઈ રહ્યું છે ત્યારે તેમણે ‘Reversal of heart diseases’ નો પ્રચાર-પ્રસાર શરુ કર્યો.ડો. મનુ કોઠારીએ ‘જીવન, મરણ અને તબીબ ક્ષેત્ર’ પુ્સ્તકમાં એલોપથીની દવાઓની આડ અસર અંગે અમેરિકાના સર્વેક્ષણનો હવાલો આપતાં લખ્યું છે કે –આધુનિક દસકામાં દવાની આડઅસરને કારણે, ડોક્ટરની દવા આપવામાં થતી ભૂલના કારણે કે પછી ડોક્ટરના ઉકેલી ન શકાય એવા દવાના નામના લખાણને કારણે થતા રોગીની સંખ્યા વર્ષ દીઠ ૧૫ લાખ પર પહોંચે છે અને વર્ષ દીઠ ૩.૫ કરોડનૉ ખર્ચ થાય છે. અમેરીકામાં થયેલા એક સર્વેક્ષણમાં જણાવાયું છે કે તબીબી ઉપચારમાં થતી ક્ષતિ, એ મૃત્યુનું મહત્વનું કારણ છે. ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડીસીનના રીપોર્ટ પ્રમાણે દર વર્ષે ૪૪૦૦૦ થી ૯૮૦૦૦ લોકો તબીબી ઉપચારની ક્ષતિને કારણે દરેક વર્ષે હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. આ આંકડો ૪૪૦૦૦ હજારનો લઈએ તો પણ, વાહનથી થતા અકસ્માતને કારણે થયેલા મૃત્યુ – ૪૩૪૫૮, સ્તન કેન્સર – ૪૨૨૯૭ કે એઈડ્સ – ૧૬૫૧૬ કરતાં ઉંચો છે. 
                    आथी आ अंगे लखनार पोताना लेखने वफादार रही बीजी पध्धतिनी टीका न करे 
વાંચકોને પોતાના પ્રતિભાવો લખી જણાવવા શી રીતે પ્રોત્સાહિત કરી શકાય? ઔપચારિક પ્રતિભાવો સિવાય, તમારી આસપાસનાં વર્તુળમાં થતી ચર્ચાઓમાં વેગુ વિષે કંઇ જાણવા જેવું હોય છે?
वांचनार जेटलाने पूछ्युं तेने वेगु गमी छे
“આ અઠવાડિયા/મહિનાનો મનભાવન પ્રતિભાવ” એવું પેજ શરૂ કરી શકાય. આમાં સ્પર્ધા જેવું ગણાશે નહિ, ‘રાજાને ગમી તે રાણી’ જેવું જ આ હશે. આ પણ ગાજર તરીકેનું કામ કરશે. પ્રતિભાવ વધવાની શક્યતા ખરી અને એ નહિ થાય તો એ પાનાને Hits તો મળશે જ. મારા વર્તુળમાં ‘વેગુ’ વિષે ઊંચો અભિપ્રાય અપાય છે. કેટલાકને કોઈક વિષયો થોડાક પચાવવા અઘરા પડે છે, પણ એ બાબત આત્મલક્ષી અને ગૌણ ગણાય.  
મનભાવન પ્રતિભાવ ? कोना मन…?   
ભવિષ્યમાં કળાઓ, ભાષા-વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, નવી ફિલ્મોની સમીક્ષાઓ જેવા કયા વિભાગોને સમાવવાની પ્રાથમિકતા આપવી જોઇએ?
ભાષાવિજ્ઞાન એ મારો રસનો વિષય હોવા છતાં વાચકોના નજરિયાને મદ્દે નજર રાખતાં કહું તો એ વાચકોને ભારે પડશે. જો કે એમાં રસપ્રદ ઘણી વાતો છે. અર્થશાસ્ત્રનો વિભાગ તો ખાસ શરૂ કરવો જોઈએ. એવા કોઈ નિષ્ણાત લેખક હોય તો શાસકો પણ ધડો લઈ શકે. આપણા દેશનું અર્થતંત્ર સાવ દિશાહીન થઈ રહ્યું છે. તર્કશાસ્ત્ર માટે આપણા સુરેશભાઈ જાનીના મોટા ભાઈને મળ્યો હતો. એકાદબે લેખો માટે તેમને જણાવ્યું પણ હતું. સુરેશભાઈ દ્વારા પુન:યાદ તો અપાવીશ, પણ મને લાગે છે કે અવસ્થાના કારણે શ્રેણી આપી કે સંભાળી નહિ શકે. (વાદળી ફોન્ટવાળું લખાણ સુરેશભાઈને કોપે કરીને મોકલું છું.) રહી નવી ફિલ્મોની વાત, તો એ પણ અવશ્ય શરૂ કરી શકાય. આ માટે ફિલ્મી સામયિકોના કોઈ નિયમિત લેખકોને પકડવા પડે અથવા તેમની મંજૂરીથી આપણે પુન: પ્રકાશિત કરી શકીએ. હળવા લેખોમાં ‘ગણિત ગમ્મત’ જેવું કંઈક પ્રસંગોપાત મૂકી શકાય.        
—–तमारी મદ્દે નજર गमी
कोइवार तो मुनसफ ज कातिल होय तो हक्कमा फेंसलो न आवे
વેગુ પર ૭૦થી પણ વધુ બ્લૉગનો પરિચય કરાવાઇ ચૂક્યો છે અને ૧૨૭થી પણ વધુ વ્યક્તિઓ લેખકો તરીકે રજૂ થ ઇ ચૂકેલ છે. પરંતુ આમાંથી સ્વેચ્છાથી સક્રિય હોય તેવી સંખ્યા ઘણી ઓછી છે. આ પરિસ્થિતિમાં મૂળતઃ બદલાવ લાવવો હોય તો આપણે શું કરી શકીએ?  
‘સ્વેચ્છાથી સક્રિય’ न कोनेमें उनकीभी कोइ मजबुरी होगी वरना … कोइ हमे बतायें क्या हम उसे बताये
ખરેખર તો ‘Give and take’ વાળું થવું જોઈએ. આપણે તેમને પ્લેટફોર્મ આપીએ અને એ લોકો માલગાડી પણ ન લાવે એ કેમનું હાલે ? મૌલિકાબહેન એમનાં નાક દબાવે તો મોઢાં ખુલે પણ ખરાં !   
આજથી બે વર્ષ પછી વેગ ક્યાં હશે? કયાં સ્વરૂપે હશે?
આપણે બધાં ઘરડાં ભૂત છીએ અને આપણા પછી પલીત જાગે તો તો બરાબર છે, મતલબ કે જીવાળ Successor મળી જાય તો  બે વર્ષ શું બસ્સો વર્ષ સુધી ‘વેગુ’ આગેકૂચ કરતું રહેશે. સ્વરૂપ તો ઉત્તરોત્તર સારું જ બનતું જશે તેમાં રૂપિયાભાર (પૈસો ગાયબ થઈ ગયો છે !) પણ શક નથી.
यावद्वित्तोपार्जनसक्तः
    तावन्निजपरिवारो रक्तः ।
पश्चाज्जर्जरभूते देहे
    वार्तां कोऽपि न पृच्छति गेहे ॥   त्यारे वे गु एक आधार

આ સિવાય પણ કોઇ પણ બાબતે આપના વિચારો અહીં જણાવશોઃ
એક સૂચન અશોકભાઈને કે ટેકનિકલ મિત્રોને કે આપણા પોસ્ટીંગમાં Justifyed Allignment થાય તો સારું. હું અંગત રીતે તેનો આગ્રહી છું. જો એ થાય તો ચાર નહિ તો છેવટે બે ચાંદ પણ લાગી જાય. આપણે વર્ડપ્રેસમાં છીએ કે શામાં છીએ તેની મને ખબર નથી, પણ વર્ડપ્રેસમાં તો એમ થાય છે. ફોન્ટ સાઈઝ તો બરાબર છે, પણ થોડી કાળી શાહી ઘૂંટાય તો લખાણ ઊડીને આંખે વળગે. Bold કરી જુઓ, ઠીક ન દેખાય  તો પછી મોચીડાના મોચીડા જ રહીશું.   
याद 
એવડલી આળ્યું મ આલ્ય રે,મોચીડા પીટ્યા !
એવડલી આળ્યું મ આલ્ય રે
 

1 ટીકા

Filed under ઘટના, વાર્તા, Uncategorized