Daily Archives: ફેબ્રુવારી 4, 2021

મહાન ફિલ્મકાર બી. આર. ચોપ્રા

May be an image of sky and text that says 'હવે તો નીદ સાથે દુશમની તૂટે તો કંઈ સારું, નવાં સપનાં સજાવીને ફરીથી રાત આવી છે. યામિની વ્યાસ'મહાન ફિલ્મકાર બી. આર. ચોપ્રા
મહાન ફિલ્મકાર બલદેવ રાજ ચોપ્રાનો ૧૦૫મો જન્મ દિવસ. તેમનો જન્મ પંજાબના લુધિયાણામાં ૨૨ એપ્રિલ, ૧૯૧૪ના રોજ થયો હતો. તેમણે હિન્દી ફિલ્મો અને ભારતીય ટેલીવિઝનને અમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમની ‘નયા દૌર’, ‘સાધના’, ‘કાનૂન’, ‘ગુમરાહ’, ‘વક્ત’, ‘હમરાઝ’ કે ‘નિકાહ’ માટે તેઓ હંમેશા યાદ રહેશે. તો ભારતીય ટીવીનો સૌથી મોટો અને સૌથી લોકપ્રિય શો ટીવી શ્રેણી રૂપે ‘મહાભારત’નું નિર્માણ-નિર્દેશન પણ તેમણે જ કર્યું હતું. તેમના પ્રદાન માટે તેમને દેશનું સર્વોચ્ચ સિને સન્માન ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ રૂપે ૧૯૯૮માં આપવામાં આવ્યું હતું.
તેમના નાના ભાઈ યશ ચોપ્રા, દીકરા રવિ ચોપ્રા અને ભત્રીજા આદિત્ય ચોપ્રા પણ દેશના જાણીતા ફિલ્મ નિર્માતા-નિર્દેશકો છે. તો બીજા ભત્રીજા ઉદય ચોપ્રા અભિનેતા-નિર્માતા છે. આ ચોપ્રા પરિવાર હિન્દી ફિલ્મોનું ટોચનું પરિવાર છે.
તેમના પિતા વિલાયતી રાજ ચોપ્રા જાહેર બાંધકામ વિભાગના કર્મચારી હતા. બલદેવને ઘણાં ભાઈ-બહેનો હતાં. તેમના એક નાના ભાઈ યશ ચોપ્રા દેશના ટોચના નિર્માતા-નિર્દેશક બન્યા, તો એક બહેન હીરૂ જોહર ફિલ્મકાર યશ જોહરના પત્ની થાય.
બી.આર. એ લાહોરની યુનિવર્સીટી ઓફ પંજાબમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું હતું. તેમણે તેમની કરિયર ફિલ્મ પત્રકાર રૂપે ૧૯૪૪માં લાહોરથી પ્રકાશિત થતાં ‘સિને હેરાલ્ડ’ માસિકથી કરી હતી. પછી તેમણે એ મેગેઝીન ખરીદી લીધું અને ૧૯૪૭ સુધી ચલાવ્યું. તેજ વર્ષે આઈ.એસ. જોહરે લખેલી કથા પરથી બી.આર.એ ‘ચાંદની ચોક’ નામની ફિલ્મ શરૂ કરી અને કોમી દંગલ ફાટી નીકળ્યાં. તેમના પરિવારે લાહોર છોડવું પડ્યું. દેશના ભાગલા બાદ ચોપ્રા પહેલાં દિલ્હી અને પછી મુંબઈ આવ્યા. જ્યાં ૧૯૪૮માં તેમનું પહેલું નિર્માણ ‘કરવટ’ ફિલ્મ રૂપે આવ્યું. તેમાં અશોક કુમાર ડબલ રોલમાં હતા. એ ફિલ્મ હીટ ગઈ. એમનું નામ થઇ ગયું. ૧૯૫૪માં તેમણે મીના કુમારીને લઇને ‘ચાંદની ચોક’ બનાવી. ૧૯૫૫માં તેમણે પોતાનું નિર્માણ ગૃહ ‘બી.આર. ફિલ્મ્સ’ શરૂ કર્યું અને ‘નયા દૌર’ બનાવી. દિલીપ કુમાર અને વૈજયંતીમાલા તેના મુખ્ય કલાકારો હતાં. એ ફિલ્મ ‘ગોલ્ડન જ્યુબીલી હીટ’ થઇ. ૧૯૬૩માં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મોત્સવમાં બી.આર.ચોપ્રા જજ હતા.
ચોપ્રાએ તેમની ફિલ્મો દ્વારા અદભુત ગીત – સંગીત આપ્યાં હતાં. સંગીતકાર રવિ, ગીતકાર સાહિર લુધિયાનવી, ગાયક મહેન્દ્ર કપૂર અને ગાયિકા આશા ભોંસલેને બી.આર.એ સતત સાથે રાખ્યા હતાં. લતા મંગેશકર અને મોહંમદ રફીની સરખામણીમાં ચોપ્રાએ આ કલાકારો પાસે વધુ ગીતો ગવડાવ્યાં હતાં.
બી.આર. ચોપ્રાની ફિલ્મોમાં ભારતીય નારીના વિવિધ રૂપ જોવા મળતાં હતાં. રામાનંદ સાગરે દૂરદર્શન માટે ‘રામાયણ’ બનાવ્યા બાદ બી.આર. ચોપ્રાએ ટીવી શ્રેણી ‘મહાભારત’ બનાવી, જેને જબ્બર સફળતા મળી હતી. ત્યાર બાદ ચોપ્રાએ ‘બહાદૂર શાહ જફર’ ટીવી શ્રેણી પણ બનાવી હતી.
બી.આર. ચોપ્રાને ૧૯૯૮માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ અપાયો, ૨૦૦૧માં તેમને પદ્મભૂષણના સન્માનથી નવાજવામાં આવ્યા હતાં. તેમની ફિલ્મો ‘કાનૂન’ અને ‘ધર્મપુત્ર’ને નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મળ્યાં હતાં. તો ‘કાનૂન’ માટે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ દિગ્દર્શકનો ફિલ્મફેર એવોર્ડ અપાયો હતો. ફિલ્મફેર વતી ચોપ્રાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો. ૫ નવેમ્બર, ૨૦૦૮ના રોજ મુંબઈમાં ૯૪ વર્ષનું ઉમરે તેમનું નિધન થયું હતું.
બી. આર. ચોપ્રાની ફિલ્મોના યાદગાર ગીતો: ચલી ગોરી પી કે મિલન કો, સાવલે સલોના આયે દિન બહાર કે – એક હી રાસ્તા; આના હૈ તો આ, માંગ કે સાથ તુમ્હારા, રેશમી સલવાર, સાથી હાથ બઢાના, ઉડે જબ જબ જુલ્ફે તેરી, યે દેશ હૈ વીર જવાનો કા – નયા દૌર; ઔરતને જનમ દિયા મર્દો કો – સાધના; જો તુમ મુસ્કુરા દો, તેરે પ્યાર કા આસરા ચાહતા હું, તું હિંદુ બનેગા ન મુસલમાન નાબેગા – ધૂલ કા ફૂલ; આજા આજા રે, આપ આયે તો, ચલો એક બાર ફિરસે – ગુમરાહ; ઓ મેરી જોહરાજબી, વક્ત સે દિન ઔર રાત, આગે ભી જાને ન તું, ચેહરે પે ખુશી છા જાતી હૈ, કૌન આયા કે નિગાહો મેં, હમ જબ સીમટ કે – વક્ત; નીલગગન કે તલે, ન મુંહ છુપા કે જીઓ, તુમ અગર સાથ દેને કા, કિસી પથ્થર કી મુરત સે – હમરાઝ; ન તું જમી કે લીયે હૈ –દાસ્તાન; ઠંડે ઠંડે પાની સે – પતિ પત્ની ઔર વોહ; બીતે હુએ લમ્હો, ચુપકે ચુપકે રાત દિન, દિલ કે અરમાં આંસૂઓ મેં, દિલ કી યે આરઝૂ થી, ફઝા ભી હૈ જવાં જવાં – નિકાહ.
‘એપ્રિલ માસના સિતારા – નરેશ કાપડીઆ’ પુસ્તકમાંથી સાભાર – શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત
प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: 1 व्‍यक्ती, जवळून

Leave a comment

Filed under Uncategorized