Daily Archives: ફેબ્રુવારી 8, 2021

ગ્લેમરસ અભિનેત્રી રવિના ટંડન

May be an image of 1 person and text that says 'Six Important Guidelines in Life: 1. When you are Alone, Mind your Thoughts. 2. When you are with Friends, Mind your Tongue. 3. When you are Angry, Mind your 4. When you are with a Group, Mind your Behavior. Temper 5. When you are in Trouble Mind your Emotions. 6. When God starts Blessing you, Mind your Ego.'

ગ્લેમરસ અભિનેત્રી રવિના ટંડનમોડેલમાંથી હિન્દી ફિલ્મોના અભિનેત્રી બનેલા રવિના ટંડન ૪૬ વર્ષના થયાં. ૨૬ ઓક્ટોબર, ૧૯૭૪ના રોજ મુંબઈમાં તેમનો જન્મ. અનેક સફળ હિન્દી ફિલ્મો ઉપરાંત રવિનાએ તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે, તો ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. તેમનો ફિલ્મી અનુભવ હવે પચ્ચીસથી વધુ વર્ષનો થયો છે! છતાં તેઓ ગ્લેમરસ રહે છે.સલમાન ખાન સામે હીટ ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’ (૧૯૯૧)માં તેઓ પહેલીવાર ફિલ્મી પડદે આવ્યા ત્યારે તેમને ફિલ્મફેર દ્વારા ‘ન્યુ ફેસ ઓફ ધ યર’ એવોર્ડ અપાયો હતો. નેવુંના દાયકામાં તેમણે જે સફળ ફિલ્મોમાં કામ કર્યું તેમાં ‘દિલવાલે’, ‘મોહરા’, ‘ખિલાડીયોં કા ખિલાડી’ કે ‘જીદ્દી’ યાદ કરી શકાય. ત્યાર પછી તેમની વધુ સફળ ફિલ્મો આવી, જેમાં ‘અક્સ’, ‘સત્તા’, ‘શૂલ’ કે ‘સંધ્યા’ હતી. તેમને કલ્પના લાજમીની ‘દામન: એ વિક્ટીમ ઓફ મેરીટલ વાયોલન્સ’ (૨૦૦૧) માટે ‘નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ’ મળ્યો હતો. ૨૦૧૨માં ‘ઇસી કા નામ ઝીંદગી’ ટીવી શોમાં તેઓ હોસ્ટ રૂપે દેખાતા હતા. મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલ, જુહુમાં તેઓ ભણ્યા અને મીઠીબાઈ કોલેજમાંથી સ્નાતક થયા. કોલેજના છેલ્લા વર્ષમાંથી ભણવાનું પડતું મુકીને તેઓ ફિલ્મમાં અભિનય કરવા માંડ્યા હતા. તેમના પિતા રવિ ટંડને સિત્તેર અને એંશીના દાયકામાં કેટલીક ફિલ્મોનું નિર્માણ-નિર્દેશન કર્યું હતું. તેમના ભાઈ રાજીવે પણ થોડો સમય ફિલ્મોમાં અભિનય કર્યો હતો, તેમની પિતરાઈ બહેનો કિરણ રાઠોડ અભિનેત્રી, મંજરી માકીજાની હિન્દી અને અમેરિકન ફિલ્મોના લેખિકા-નિર્દેશિકા અને રેશમા સિંઘ ટીવી શ્રેણીમાં કામ કરી ચૂક્યાં છે. રવિનાની ‘મોહરા’ અને ‘દિલવાલે’ પણ હીટ થઇ હતી. તેમના ‘લાડલા’ના અભિનય માટે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું નામાંકન મળ્યું હતું. તેજ વર્ષે તેમની થ્રીલર ફિલ્મ ‘ઇમ્તિહાન’ આવી તો આમીર, સલમાન અને કરિશ્મા સાથેની કોમેડી ‘અંદાઝ અપના અપના’ પણ હીટ થઇ. જોકે શાહરુખ ખાન સાથેની તેમની ફિલ્મ ‘ઝમાના દીવાના’ નિષ્ફળ રહી. પછી નિષ્ફળતાનો દૌર ચાલ્યો. રવિનાની અક્ષય કુમાર સાથેની નિકટતા વધી. તેમની કરિયર ડામાડોળ થઇ ગઈ. તેણે જતી કરેલી ફિલ્મો સુપર હીટ થતી રહી. જેમાં ‘દિલ તો પાગલ હૈ’ કે ‘ગુપ્ત’ કે ‘વિરાસત’નો સમાવેશ થાય. તેમણે એ ફિલ્મો કરી હોત તો ત્યારના સૌથી સફળ અભિનેત્રી બની જાત. જોકે તેમની કરિયર ‘ખિલાડીયોં કા ખિલાડી’ અને ‘ઝીદ્દી’થી ફરી સ્થિર થઇ ગઈ. ૧૯૯૮ના વર્ષમાં રવિનાની આઠ ફિલ્મો આવી. તેમથી અમિતાભ અને ગોવિંદાની ‘બડે મિયાં છોટે મિયાં’ સફળ થઇ. રવિનાને ‘કુછ કુછ હોતા હૈ’ની સહાયક નાયિકાની ભૂમિકા ઓફર થયેલી, પણ તેમણે તે ન સ્વીકારી, અને ફિલ્મ સુપર હીટ થઇ. હવે રવિનાએ કલાત્મક ફિલ્મોના નિર્દેશકો તરફ જોયું. ‘શૂલ’, ‘બુલંદી’ અને ‘અક્સ’ સફળ થઇ. તેમાં રવિનાના ખુબ વખાણ થયા. તેમને અનેક સન્માન ઉપરાંત ‘અક્સ’ માટે ફિલ્મફેરનો ‘સ્પેશિયલ પરફોર્મન્સ એવોર્ડ’ મળ્યો. કલ્પના લાજમીની ‘દામન’ માટે નેશનલ એવોર્ડ મળ્યો. જેમાં તેમની ભૂમિકા પીડિત પત્નીની હતી. રવિનાએ ‘સ્ટમ્પડ’ અને ‘પેહચાન’નું નિર્માણ કર્યું, જે અસફળ રહી. પછી જુના મિત્ર અનુરાગ કશ્યપની ‘બોમ્બે વેલ્વેટ’માં જાઝ ગાયિકા રૂપે રવિનાના ફરી વખાણ થયા. ૨૦૧૭માં રવિના દુષ્કર્મ પીડિતાની બદલો લેતી માતાની ભૂમિકામાં ‘માત્ર’ ફિલ્મમાં દેખાયા, અને તેમના અભિનયના વખાણ પણ થયાં. એજ વર્ષે ઓનીરની ‘શાબ’માં પણ તેઓ આવ્યાં. મીડિયામાં રવિના ટંડનને આખા બોલા મહિલા રૂપે જોવાય છે, જેઓ જે મનમાં હોય તે બોલી નાંખે. ટીવી શો ‘ઇસી ક નામ ઝીંદગી’ અને ‘સિમ્પલી બાતેં વિથ રવિના’માં તેઓ હોસ્ટ હતાં, તો ‘સબસે બડા કલાકાર’ અને ‘ધ ડ્રામા કંપની’માં તેઓ જજ રૂપે પણ દેખાયા હતાં. તેઓ રંગમંચ પર પણ અભિનય કરે છે. રવિના વિતરક અનીલ થડાની સાથે ૨૦૦૪માં લગ્ન કરી રવિના ટંડન થડાની બન્યાં. તેમને એક દીકરી રાશા અને એક દીકરો રણબીર છે, પણ રવિનાએ એ પહેલાં ૧૯૯૫માં સિંગલ મધર રૂપે પૂજા અને છાયા નામની બે છોકરીઓને દત્તક લીધી છે. ૨૦૦૩માં રવિનાની બાળ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષા રૂપે નિયુક્તિ થઇ હતી, પણ તે પ્રત્યે તેમના ઉદાસીન વર્તનનો વિવાદ ઊઠ્યો અને તેમણે ૨૦૦૫માં અંગત કારણો દર્શાવીને રાજીનામું આપી દીધું હતું. ૨૦૦૫માં શાદી ડોટ કોમ અને શાદી ટાઈમ્સ ડોટ કોમ સાથે રવિનાએ એ કારણે કેસ કર્યો હતો કે તેઓ તેમની અનધિકૃત તસ્વીર વાપરતા હતાં અને એવું જણાવતાં હતાં કે રવિના અને તેમના પતિ ઈન્ટરનેટ દ્વારા મળ્યાં હતાં. તેઓ સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત રહે છે. ૨૦૦૫માં રવિના ‘પ્રાણીઓ પ્રત્યે નૈતિક વર્તન કરવાનું જણાવતાં ગ્રુપ’ સાથે જોડાયાં અને તેમની ઘણી જાહેરાતોમાં ફોટા પડાવ્યાં, ગોવંશની કતલ સામે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો. ૨૦૧૩માં પીપલ ફોર એથીકલ ટ્રીટમેન્ટ ટુ એનીમલ્સ (પેટા) સાથે સંકળાયા. તેજ રીતે બાળ મજુરી સામેના જંગમાં તેઓ કાર્યરત રહે છે. ૨૦૦૯થી યુનિસેફ સાથે જોડાઈને માતાઓ અને નવજાત બાળકોના સ્વાસ્થ્ય અંગે મદદરૂપ થાય છે. રવિનાના યાદગાર ગીતો: કભી તું છલિયા લાગતા હૈ (પથ્થર કે ફૂલ), જીતી હું જિસકે લીયે (દિલવાલે), ટીપ ટીપ બરસા પાની, મૈ ચીજ બડી હું મસ્ત અને ના કજરે કી ધાર (મોહરા), તું કૌન હૈ તેરા (ખિલાડીયોં કા ખિલાડી), હમ મિલે તુમ મિલે (જીદ્દી), યે રાત અને હમ ભૂલ ગયે (અક્સ), ગુમ સુમ નિશા આઈ (દામન), ધક ધક દિલ ધક (લાડલા), યે રાત ઔર યે દૂરી (અંદાઝ અપના અપના). ઓક્ટોબરના સિતારા: નરેશ કાપડીઆ

Leave a comment

Filed under Uncategorized