Daily Archives: ફેબ્રુવારી 9, 2021

દુ:ખમાં ડાયવર્ઝન

દુ:ખમાં ડાયવર્ઝન લેતા રહેવું!સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાંટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં – નરસિંહ મહેતા સુખ તો આવે ને જાય પણ તો દુ:ખ આવે અને… રહી જાય. જે કહે કે એ ય વીતી જશે, એને ક્યાં ખબર છે અમારી ઉપર શું વીતી રહી છે? આપબીતી કે જગબીતી અત્યારે એકાકાર થઈ ગઈ છે. ઇટ્સ ટ્રબલ્ડ ટાઈમ્સ…. વાત કરો, ચેટ કરો, વાંચો, લખો પણ આ વાઇરસ સઘળે આવી જ જાય. એની વાત કરવી એ ન્યૂ નોર્મલ છે. સરકાર પણ લોકોનું ધ્યાન અન્યત્ર ખસેડવા કટિબદ્ધ છે. સપના દેખાડે છે. એ પૈકી કેટલાક સાકાર પણ થાય છે. વિપક્ષ કાગારોળ કરે છે કે આ નથી, આ નથી, આ નથી. પણ અમે કહીએ છીએ કે આ બધું જરૂરી છે. આઈ મીન, સપના તો દેખાડવા જ જોઈએ. સરકારની પવિત્ર ફરજ છે એ. સપના સાકાર ન ય થાય, એમ માનવું આપણી પવિત્ર ફરજ છે. જુઓને સાબરમતીથી નર્મદા સી-પ્લેન ઊડયું પણ હવે સેવાનું સમારકામ ચાલી રહ્યું છે. પણ તો થયું શું? જુઓ, કોરાનાનો વિષય કોરાણે મૂકીને આપણે બીજી કોઈ વાત તો કરી! સમાચાર છે કે રેલ્વે સ્ટેશને હવે ચા માટીની કુલડીમાં જ મળશે. પ્લાસ્ટિક દૂર થશે. કુલડી બનાવવાનાં કારીગરોને રોજીરોટી મળશે. કહે છે કે કુંભારનો ચાકડો ય હવે ઈલેક્ટ્રિક મોટરથી ચાલશે. અલબત્ત આ યોજનાનાં વિરોધીઓ છે જ. તેઓ કહે છે કે આ કોઈ નવી વાત નથી. આ અગાઉ વર્ષો પહેલાં જ્યોર્જ ફર્નાન્ડીઝ અને લાલુ પ્રસાદ યાદવ રેલ્વે પ્રધાન હતા ત્યારે આ યોજના બે વાર અમલી બની હતી પણ ટકી નહોતી. હવે આપણાં પ્રવર્તમાન રેલ્વે પ્રધાન પિયુષ ગોયલ કુલડીમાં ગોળ સિવાય બીજું શું ભાંગી રહ્યા છે? કોઇ કહે છે કે આનાથી જમીનની ઉપજાઉ માટી નાશ પામશે. આ દરખાસ્ત ખેડૂત વિરોધી છે. જો કે પ્લાસ્ટિકનાં વિરોધીઓ આ દરખાસ્તને આવકારી રહ્યા છે. ગરીબને રોજી રોટી ય અગત્યની છે, ભાઈ. મને જો કે એક વાત સમજાતી નથી. આપણે સૌ ચા પીવા માટે ધાતુની બોટલ લઈને સફર ન કરી શકીએ? કુલડી કે પ્લાસ્ટિકનાં કપ, કશાની ય જરૂર નહીં. અને જે બોટલ લેવાની ભૂલી જાય એ સ્ટેશન પરથી વાજબી ભાવે નવી ખરીદી લેય. પણ મારી વાત કોઈ સાંભળે તો ને?.. અને આમ ને આમ….. જુઓ, અમે કોવિડ મહામારીની વાત ભૂલવી દીધી ને? આ જરૂરી છે. દુ:ખની ચર્ચા કરવી પણ કર્યા જ કરવી, એ જરૂરી નથી. દુ:ખમાં ડાયવર્ઝન લેતા રહેવું. જ્યારે બધું ખરાબ થાય છે ત્યારે પણ કાંઇ તો સારું થાય જ છે. પણ આપણે એ ક્યાં જોઈએ છીએ? માટીની મહેંક જેમાં સમાયેલી છે એ કુલ્હડમાં ગરમ ગરમ ચા પીવાની જે મઝા છે, યે તુમ ક્યા જાનો, રમેશ બાબૂ! અને એ પીતા પીતા મેં ગરીબને રોજીરોટી આપ્યાનો ગર્વ પણ અમથો અમથો આવી જાય છે, હોં. હું દેશને માટે કાંઇ પણ કરી શકું. દેશભક્ત કહીં કા! કુલ્હડમાં ચાય પણ પી શકું. પર્યાવરણવાદી કહીં કા! અને આમ….આવી ક્ષુલ્લક વાતો હેતુપૂર્વક યાદ કરવી. દુ:ખમાંથી રાહત મળશે. દુ:ખ પડે ત્યારે ચેઇન્જ ધ ટોપિક, યૂ સી! આ આપણે કરી શકીએ. ના, કાળજી લેવામાં, જાત જાળવવામાં કોઈ સમજૂતી ન જ કરવી પણ એકલી મહામારીની જ વાતો પણ ન કરવી. જુઓને, અનુપમ ખેરનું નવું પુસ્તક છે: યોર બેસ્ટ ડે ઈઝ ટૂડે. જ્યારે અનુપમ નાના હતા ને સ્કૂલે જતાં ત્યારે એમની માતા હમેશા એમને કહેતી કે આજનો દિવસ તારો બેસ્ટ દિવસ છે. યસ, મહામારી વચ્ચે આજે મારો બેસ્ટ દિવસ છે. યસ, જીવનમાં ડાયવર્ઝન જરૂરી છે. અને એ માનવું જરૂરી છે કે આજે સઘળું સારું જ થશે. અમેરિકન ધાર્મિક અને રાજદ્વારી નેતા બ્રિજેમ યંગ (૧૮૦૧-૧૮૮૭) કહી ગયા હતા કે રીક્રીએશન (મનોરંજન) અને ડાયવર્ઝન (બીજે વાળવું તે)આપણી સુખાકારી માટે જરૂરી છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર બંને શબ્દોનો એક અર્થ કોમન છે અને એ છે વિનોદ. જિંદગીમાં વિનોદ વૃત્તિ અને એને લગત પ્રવૃત્તિ લાગટ કરવી, ગંભીરપણે કરવી. ઈતિ!

Traveling to Infinity
Book Summary
The first wife of the eminent scientist traces the inside story of their marriage, from Hawking’s renowned academic achievements at the same time he was succumbing to motor neurone disease, to the author’s struggles to balance Hawking’s care with the needs of their growing family.

Leave a comment

Filed under Uncategorized