Daily Archives: ફેબ્રુવારી 11, 2021

mother tongue+સિએસ્ટા

No photo description available.

સિએસ્ટા: બપોરે ખાઈપીને સૂઈ જવાનો જલસો રહેવું છે તરોતાજા? સવારે ચાની ચૂસકી લે; સતત કામો ન કર કાયમ, બપોરે વામકુક્ષિ લે –યામિની વ્યાસ ભૂતકાળમાં એનડીએનો હિસ્સો રહી ચૂકી છે એ ગોવા ફોરવર્ડ પાર્ટીનાં નેતા વિજય સરદેસાઈએ ગયા અઠવાડિયે જ કહ્યું કે મને મુખ્ય પ્રધાન બનાવો અને હું તમામ ગોવાવાસીઓને કમ્પલસરી સિએસ્ટાની ભેટ આપીશ. સિએસ્ટા (Siesta) એટલે? ગુજરાતી લેક્સિકોન અનુસાર સિએસ્ટા એટલે મધ્યાહ્ન ભોજન પછીની ટૂંકી નિદ્રા, જેનાથી ગરમ પ્રદેશોના લોકો સાધારણ રીતે ટેવાયેલા હોય છે; વામકુક્ષિ. વામકુક્ષિ એટલે બપોરે ખાધા પછી ડાબા પડખે અડધો કલાક સૂઈ જવું તે. આ ઊંઘ જેને ઇંગ્લિશમાં નેપ (Nap) પણ કહે છે. દરઅસલ શ્રી વિજય સરદેસાઈ માને છે કે ફાસ્ટ જિંદગી શા કામની? તેઓને એ વાતની તકલીફ છે કે ગુજરાતી અને મારવાડી ધંધાર્થીઓ ગોવા આવીને પોતાની દુકાનો બપોરે પણ ચાલુ રાખે છે. આ ગોવાનીઝ સંસ્કૃતિ વિરુદ્ધની વાત છે. તેઓ એક સરસ કોંકણી શબ્દપ્રયોગ કરે છે ‘સૂસેગાદ’. મૂળ પોર્ચુગીઝ શબ્દ ‘સોસેગાદો’ શબ્દ પરથી આવેલો આ ગોવાનીઝ શબ્દ ગોવાની આઇડેન્ટીટી છે. તેઓ સમજાવે છે કે સોસેગાદો એટલે શાંતતા, આરામ, અક્ષુબ્ધતા. સૂસેગાદ એટલે રીલેક્ષ, કેરફ્રી અને ચીલઆઉટ એટિટ્યુડ. કોંકણી શબ્દ સૂસેગાદ ‘આડા પડખે થવું’ અને ‘એશોઆરામ’ એવા બે શબ્દોની વચ્ચેની સ્થિતિ બયાન કરતો શબ્દ છે. તેઓ કહે છે કે સિએસ્ટા એ ગોવાની સૂસેગાદ જીવનશૈલીનો અભિન્ન હિસ્સો છે. વાહ! આપણને આ વિજયભાઇ ગમ્યા. આપણાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટનાં છે, એ શહેર કે જ્યાં સિએસ્ટાનું જબરું માત્યમ છે. માત્યમ એટલે આબરૂ, લાજ, મોભો. અહીં સૌ કોઈ ભર બપોરે ભરપેટ સૂઈ જાય છે. રાજકોટની એ પરંપરા છે. ત્યાં સોની બજારમાં પાટિયું માર્યું હોય છે કે બપોરે બેથી ચાર દુકાન બંધ રહેશે, તમે રજનીકાંત હો તો પણ! અમને એ પ્રશ્ન થાય કે આખા ગુજરાતમાં એવું કેમ ન થઈ શકે? ખાઈને સૂઈ જવાનું અને મારીને ભાગી જવાનું. હેં ને?! સિએસ્ટા સ્પેનિશ શબ્દ છે. આ શબ્દ સને ૧૬૫૦થી ચલણમાં છે. એનું મૂળ લેટિન શબ્દ સેક્સટા (હોરા) છે. સેક્સટા એટલે છઠ્ઠો (કલાક). એટલે સૂર્યોદય પછીનો છઠ્ઠો કલાક. એટલે એમ કે સાત વાગે સૂર્યોદય થાય તે પછી છઠ્ઠો કલાક એટલે બપોરે એક વાગે. બપોરે એક વાગે એક જ વાત. ખાઈને સૂઈ જવું. કેટલું સૂવું? અડધો કલાકથી બે કલાક સુધી. ચાહો તો બે કલાકથી વધારે પણ સૂઈ શકાય. ખૂબ જાણીતા અને ગજબની સેન્સ ઓફ હ્યુમર ધરાવતા અમેરિકન પ્રોફેસનલ બેઝબોલ કોચ અને મેનેજર યોગી બેરા (૧૯૨૫-૨૦૧૫)નું એક મસ્ત ક્વોટ છે: “હું સામાન્ય રીતે બે કલાક ઊંઘી જાઉં છુ, બપોરે એકથી ચાર!” આપણાં શરીરનું જાગૃતિ અને ઊંઘ-નું એક ચક્ર હોય છે, પૃથ્વીનાં દર એક પરિભ્રમણ (૨૪ કલાક)ને અંતે એ ચક્રનું નિયમિત પુનરાવર્તન થતું રહે છે. એને સર્કેડિયન સાયકલ કહે છે. શરીર થાકી જાય, આંતરિક અવયવોને આરામની જરૂરિયાત હોય એટલે એવાં દિવસરાતનાં તય કરેલાં સમયે ઊંઘ આપોઆપ આવી જાય. સામાન્ય રીતે ભૂમધ્ય સમુદ્રની આસપાસનાં વિસ્તારમાં બપોરે ગરમી પડતી હોય અને તેમાં લંચમાં પેટ ભરીને ખાધું હોય ત્યારે ઘેન ચઢે અને શરીર સૂઈ જવા આતુર થઈ જાય. હવે બધા જ્ઞાનીઓ આપણને રાત્રે ભિખારીની માફક ભોજન કરવાની સલાહ આપતા હોય તો બપોરે તો રાજાની માફક ખાવું જ પડે ને? હેં ને? અને પછી સિએસ્ટા તો લાઝમી છે. આખી દુનિયામાં સિએસ્ટા સંસ્કૃતિ છે. ક્યાંક ભરપૂર છે, ક્યાંક છૂટીછવાઈ છે. ભૂમધ્ય સમુદ્રનાં દેશો, દક્ષિણ યુરોપનાં દેશો અને ચીનમાં સિએસ્ટા અધિકૃત છે. ભારત દેશમાં વામકુક્ષિનો રીવાજ છે. આમ સાવ ઊંઘી જવું એવું નહીં. પણ આડા પડવું અને એ ય અર્ધો કલાક. ડાબા પડખે સૂવો તો ખાધેલું પચી જાય. અમેરિકન અને બ્રિટિશ લોકો પણ બપોરે સૂઈ જાય છે પણ એને તેઓ ‘પાવર નેપ’ જેવું રૂપકડું નામ આપે છે. ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’નાં કોલેજ પ્રિન્સિપાલ વીરૂ સહસ્ત્રબુદ્ધે ઉર્ફ વાયરસ આવો જ પાવરનેપ લેતા દેખાડયા છે. ઘણાં દેશોને શરમ આવે છે સિએસ્ટાને અધિકૃત કરવામાં એટલે તેઓ તેમનો લંચ બ્રેક વધારીને બે કલાકનો કરી નાંખે છે. ખાધા પછી સુસ્તી તો ચઢે જ ને. અમે તો કહીએ જ છે કે આડા પડવું આડ વાત નથી. રીસર્ચથી પૂરવાર થયું છે કે સિએસ્ટાથી હૃદયરોગની સંભાવના ૩૭% ઘટે છે. માનસિક સતર્કતા વધે છે. મગજ સારું કામ કરે એટલે યાદદાસ્ત પણ વધે. સર્જનશીલતા અને ઉત્પાદનક્ષમતા પણ વધે. માણસ મૂડમાં આવી જાય. કોઈ માનસિક તાણ કે ચિંતા હોય તો એ ઘટે. સંકલ્પશક્તિ મજબૂત થાય. નુકસાન માત્ર એક જ. વધારે પડતું ઊંઘાય જાય તો દેશની ઈકોનોમીને માર પડે. પણ એમાં આપણે શું? એ ચિંતા તો મેડમ નિર્મળા સીતારામન કરે. હેં ને? એ જે હોય તે પણ બપોરે સૂવાની મઝા અનેરી છે. જે બપોરે સૂઈ શકે એ લોકો સમગ્ર સૃષ્ટિનાં સૌથી વધારે ભાગ્યશાળી લોકો છે. સાચું સુખ જ સિએસ્ટામાં છે. ગોવાવાળા વિજયભાઈની વાત અમને સાચી લાગે છે. શબ્દ શેષ: “કોઈ પણ દિવસ એટલો તો ખરાબ હોતો નથી કે જે દિવસે બપોરની એક ઊંઘ લઈને એને સારો ન કરી શકાય.” અમેરિકાન સ્ટેન્ડ-અપ કોમેડિયન કેરી

Leave a comment

Filed under Uncategorized