મેલાર્કી:+નરેન્દ્ર ભાઈ વિશે થોડું

મેલાર્કી: મૂર્ખામી ભરેલી, બકવાસ અને જૂઠી વાતો હું મરજીવો, તું મરજીવો મોતી માટે,છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા! – શ્યામ સાધુમરજીવો શબ્દ ગજબ છે. આમ તો ઊંડે દરિયે ડૂબકી મારીને મોતી કાઢે તે. પણ ભગવદ્ગોમંડલ અનુસાર એનાં બીજા અર્થો પણ છે. જેમ કે મરણની દરકાર રાખ્યા વિના કામ કરનાર માણસ, વિરલ પુરુષ, સંસારી છતાં માયાપાશથી મુક્ત. એક અર્થ તો એવો ય થાય કે: મરજી પ્રમાણે વર્તનાર. પણ કવિ કહે છે કે આ બધી વાત નર્યો બકવાસ છે. અને બકવાસ છોડીને તેઓ યારને યાર બની જવા ઇજન આપે છે. ધેટ્સ ઈનફ. યૂ સી! અમે જો કે આજે ‘બકવાસ’ શબ્દનાં વિનિવેશ તરફ જઈ રહ્યા છીએ. બકવાસ એટલે અર્થ વગરની વાતો. મૂર્ખામી ભરેલી વાતો. હવે વિચારો કે એવો કયો ધંધો કે વ્યવસાય છે જેમાં બકવાસ કરવો એ લાયકાત છે? અલબત્ત રાજકારણ. કેટલાંક ગણ્યાંગાંઠયા નેતા સિવાય બાકી સઘળાં રાજકારણીઓ માટે રાજકારણ એ સેવા નથી પણ ધંધો છે. અહીં બકવાસ, વાહિયાત વાતો થતી રહે છે. રાજકારણીઓ આ કાર્યમાં અઠંગ છે. ચૂંટણી ટાણે પોતાની વાતો અર્થપૂર્ણ છે એમ ઓછું અને હરીફ પક્ષની વાત અર્થ વગરની છે- એવું કહેવાતું રહે છે. અમેરિકામાં ચૂંટણી હતી. એટલે એવો આરોપ મુકાતો રહ્યો. મેરિયમ-વેબ્સટર ડિક્સનરીનાં વર્ષ ૨૦૨૦નાં ટોપ ટ્રેન્ડિંગ શબ્દોની યાદીમાંથી અમે એ અર્થનો એક શબ્દ શોધી કાઢ્યો અને એ છે મેલાર્કી(Malarkey). સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં વિવિધ ડિક્સનરીઝ દ્વારા જાહેર કરેલા ‘વર્ડ ઓફ ધ યર’ શબ્દો વિષે અમે લખીએ છીએ. પણ આ વર્ષ મેરિયમ વેબસ્ટર-ડિક્સનરીએ ‘પેન્ડેમિક’, કોલિન્સ ડિક્સનરીએ ‘લોકડાઉન’ અને કેમ્બ્રિજ ડિક્સનરીએ ‘ક્વોરેન્ટાઈન’ શબ્દોને સરતાજ શબ્દો જાહેર કર્યા છે. હવે આ શબ્દો તો આપણી ગુજરાતી ભાષાનાં શબ્દો બની ચૂક્યા છે. આપણે હવે એ શબ્દોને જાણીએ છીએ. અનુભવી ચૂક્યા છીએ. એટલે એ વિષે શું લખવું? એટલે આજે અમે ‘મૂર્ખામી ભરેલી વાત’ માટે વપરાયેલા શબ્દ તરફ જઈ રહ્યા છે. જો બાઈડનનાં અમેરિકી પ્રેસિડન્ટ બનવામાં હવે કોઈ ‘જો’ અને ‘તો’ નથી. જો બાઈડન જ પ્રેસિડન્ટ બનશે અને આજે એટલે અમે એમનાં પ્રિય શબ્દની સંહિતા રચવા જઈ રહ્યા છીએ. જો બાઈડન પોતે આ શબ્દ છેક વર્ષ ૧૯૮૩ થી ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે તેઓ સેનેટર હતા અને તત્કાલીન પ્રેસિડન્ટની નીતિનાં વિરોધી હતા. એક કમિટીમાં એમણે એ નીતિઓને ‘અનએડલ્ટરેટેડ મેલાર્કી’ કહી હતી. અનએડલ્ટરેટેડ એટલે ભેળસેળ વિનાની, શુદ્ધ. પણ મેલાર્કી એટલે? ગુજરાતી લેક્સિકોનમાં આ શબ્દ નથી. હવે તો હોવો જોઈએ. કારણ કે તેઓ ઈન્ડિયાની મુલાકાતે આવશે ત્યારે આ શબ્દ બોલશે ચોક્કસ. ચાલો, અમે એનો અર્થ કહી દઈએ છીએ. ‘મેલાર્કી’ એટલે મૂર્ખામી ભરેલી વાતો, બકવાસ વાતો અથવા દંભી, ઢોંગી, નિષ્ઠાહીન, જૂઠી, કપટી, દગલબાજ વાતો. વધારે પડતી વાતો કે ખોખલી વાતોને પણ મેલાર્કી કહી શકાય. મેલાર્કી શબ્દનું મૂળ કોઈને ખબર નથી પણ આ શબ્દ સને ૧૯૨૩થી અમેરિકામાં બોલાતો લખાતો આવ્યો છે. કોઈ એવું કહે છે કે જો બાઈડન મૂળ આયરલેન્ડનાં છે જ્યાં મેલાર્કી એ નામ પાછળ લખાતી એક અટક હોય છે અને મેલાર્કી શબ્દ એના પરથી આવ્યો છે. કોઈ કહે છે કે આ શબ્દ અમેરિકાનાં સાન ફ્રાન્સિસ્કોમાં રહી ચૂકેલાં એક કાર્ટૂનિસ્ટની દેન છે. પણ આ બધી વાહિયાત વાતો છે. જો કોઈ શબ્દશાસ્ત્રી મેલાર્કી શબ્દનું મૂળ સમજાવવાની તમને કોશિશ કરે તો તમારે કહી દેવું કે તારી વાત મેલાર્કી છે. મૂર્ખામી ભરેલી વાત! જો બાઈડને તો એની ચૂંટણી પ્રચારની બસ ઉપર મોટા અક્ષરોમાં ચીતરાવ્યું હતું: ‘નો મેલાર્કી’. ટીવી ઉપર સેકન્ડ પ્રેસિડેન્શિયલ ડીબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા કરતાં પણ આ શબ્દ તેઓ બોલ્યા હતા. ટ્રમ્પની નીતિરીતિની ટીકા હતી એ. એવું કહેવાય છે કે ગઈ ટર્મમાં ટ્રમ્પ જીત્યા હતા એનું કારણ એમનું સ્લોગન ‘મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન’ હતું. આ ટર્મમાં બાઈડન જીત્યાં એનું કારણ એમનું સ્લોગન ‘નો મેલાર્કી’ છે. મેલાર્કી એટલે આપણે ગુજરાતીમાં જેને ‘વાહિયાત’ વાત કહીએ છીએ એ. સાર્થ જોડણીકોશ અનુસાર ‘વાહિયાત’ એટલે વ્યર્થ, નકામું, ખરાબ, હલકું, અતાર્કિક, આધાર કે પ્રમાણ વિનાનું. ઇંગ્લિશ ભાષામાં મેલાર્કીનાં સમાનાર્થી શબ્દો છે: પૉપિકૉક, ફિડલ –ફેડલ, નોનસેન્સ, બાલ્ડરડેશ, ટ્રેશ, રબીશ વગેરે. મેલાર્કી એક એવો શબ્દ છે જે એક રાજકારણી બીજા રાજકારણીને ગમે ત્યારે કહી શકે. કારણ કે એક રાજકારણીને બીજાની વાત મૂર્ખાઈ ભરેલી જ અથવા તો વાહિયાત જ લાગવાની. પણ વાત આખરે વાત વિષેની છે. અમે માનીએ છીએ કે વાત કરવી જરૂરી છે. મૌનની મહાનતા વિષે કવિતામાં વાંચીએ ત્યારે લાગે કે સબસે બડી ચૂપ. પણ મારી વાત માનો તો સાહેબ, વાત કરવી જરૂરી તો છે. મૌનની ભાષા અઘરી હોય છે. ઝટ સમજાતી નથી. અને એટલે પણ વાત તો કરવી. હવે વાત કબૂલાત પણ હોઇ શકે, આત્મકથાત્મક પણ હોઇ શકે, સામે હોય એનાં કે સામે ન હોય એનાં વખાણ પણ હોઈ શકે, દોસ્તીની વાતો હોઇ શકે, સલાહ સૂચનની પણ હોય શકે, શુદ્ધ ગાળાગાળી પણ હોઇ શકે, અભિપ્રાય કે ચર્ચા ય હોઇ શકે. કે પછી બકવાસ પણ હોઈ શકે. પણ વાતો કરવી જ પડે. જો કે રાજકારણીઓની વાતો નિરાળી હોય છે. એમની વાતો તો મેલાર્કી જ રહેવાની. એ વાત અલગ છે કે ‘નો મેલાર્કી’ સ્લોગને જો બાઈડનને અમેરિકાનાં પ્રેસિડન્ટ બનાવી દીધા. શબ્દની તાકાત જબરી હોય છે, સાહેબ. કોઈ શબ્દ બકવાસ હોતો નથી. ઈતિ. શબ્દશેષ: “આ મેલાર્કી છે. જ્યારે તમે એમ કહો કે ઇજાનું કારણ એ નથી કે તમારા માથા ઉપર આ છાપરું તૂટી પડ્યું. ઇજાનું કારણ એ છે કે તમારું માથું છાપરાં સાથે અફળાયું. આવી વાત જ હાસ્યાસ્પદ છે.” -અમેરિકન લૉયર અને લોબીસ્ટ જોઆન પ્લેબ્રૂક

નરેન્દ્ર ભાઈ વિશે થોડું ..*
કોઈ માણસ સફળ થાય ત્યારે આપણે નસીબ નામ ની અદ્રશ્ય વસ્તુને તેની ક્રેડીટ આપતા હોઈએ છીએ પણ તેનું સમર્પણ અને હાડવર્કિંગ આપને નથી દેખાતું ..–     તેમનો સુવાનો સમય ગમે તે હોય ઉઠવાનો સમય ફિક્સ છે સવારે 4.45 વાગે ,–     રોજ સવારે ૩૦ મિનીટમાં તેમના દૈનિકકાર્ય પૂર્ણ કરી મિનીટ કસરત કરે છે અને તે સમયે આગાઉના દિવસે દુનિયાભરની ન્યુઝ ચેનલમાં ભારત અને ભાજપને લાગુ પડતા સમાચારનું રેકોડીંગ સાંભળી લે છે .–     10 મિનીટ મંદિર સામે બેસી ધ્યાન ધરે છે .     –     એક કપ-ચાય સાથે કોઈ જ નાસ્તો લેતા નથી .–     ૬ .૧૫ ની આસપાસ એક સરકારી વિભાગ તેમનાં ઘરમાં મીટીંગ-રૂમ માં પ્રેજન્ટેશન માટે તૈયાર જ હોય છે                             –     ૭ થી ૯ તેમના ઘરે આવેલ મહત્વની ફાઈલો ચેક કરે છે  તથા તેમના માતૃશ્રીને ફોન કરી ખબર અંતર પૂછે છે ( ભારતના વડાપ્રધાન ને માં માટે સમય છ,ે આપને ?)–     ૯ વાગે ગાજર અથવા અન્ય સલાડ નો નાસ્તો કરે છે તથા પંચામૃત પીણું પીવે છે ( રેસીપી – 20 ml મધ , 10 ml દેશી ગાયનું ઘી તથા ફુદીના, તુલસી અને લીમડાના મોરનું મિક્સ જ્યુસ અને એક લીંબુ )–     ૯.૧૫ કાર્યાલય પર પહોંચી મહત્વની મીટીંગો પતાવે છે .–     બપોરે જમવામાં ૫ જ વસ્તુ લે છે ( ગુજરાતી રોટલી, શાક, દાળ, સલાડ, છાશ )–     સાંજ ના ૪ વાગે દુધ વગરની લેમન-ટી–     સાંજે ૬ વાગે ખીચડી અને દૂધનું ભોજન–     રાત્રે ૯ વાગે દેશી ગાયનું દૂધ એક ગ્લાસ સુંઠ નાખી,–     મુખવાસમાં કાયમ લીંબુ મારી નાખેલો શેકેલો અજમો , ( તેનાથી વાયુ ના થાય )–     ૯ થી ૯.૩૦ ચાલે છે સાથે એક વિષયના જાણકાર ને રાખી તેની સાથે ચર્ચા કરે છે .–     ૯.૩૦ થી ૧૦ સોશ્યલ મીડિયા તથા સિલેક્ટેડ પત્રોના જવાબ આપે છે .નરેન્દ્રભાઈએ જિંદગીમાં ક્યારેય*-     સોફ્ટ ડ્રીંક પીધું નથી કે ફાસ્ટ ફૂડ ખાધું નથી*–     ભારતના ૪૦૦ જીલ્લાનો તેમણે પ્રવાસ કરેલો છે .–     તેઓ ગુજરાતથી દિલ્લી ગયા ત્યારે માત્ર બેજ વસ્તુ સાથે લઇ ગયા *એક કબાટ કપડા અને ૬ કબાટ પુસ્તકો*–     તેઓ આટલા સતત પ્રવાસ દરમ્યાન રાત્રી વસો કાયમ કોઈ સંત સાથે આશ્રમમાં કે કોઈ નાના કાર્યકરને ઘેર રોકાતા, હોટલમાં ક્યારેય નહિ , વડનગરની લાઈબ્રેયીના તમામ પુસ્તકો તેમણે વાંચી નાખ્યા હતાં–     તેઓ કોઈપણ પ્રસંગે અંગત ભેટ આપે તો તે પુસ્તક જ હોય. છેલ્લા એક દાયકાથી ગુજરાત માં નવ-વિવાહીતોને સીહ્પુરુષ પુસ્તક ભેટમાં આપતા. આજે ભારતના વડાપ્રધાન તરીકે સહુને તેઓ ભગવદ-ગીતા ભેટ આપે છે .*-     તેઓ ટુથ-બ્રસ નહિ પણ કરંજ નું દાતણ કરે છે .*–     તેમના રસોડામાં મીઠાંને બદલે સિંધાલુણ વપરાય છે .–     પ્રવાસ દરમ્યાન ફાઈલો તથા ચર્ચા કરાવાવાળા મંત્રી- અધિકારી સતત સાથે હોય છે .–     67 વર્ષની ઉમરે સીડી ઉતરતા તેઓ ક્યારેય રેલીંગ નથી પકડતા,–     એક દિવસની 19 સભાઓ તેમણે કરેલી છે .–     આંખ કાયમ ત્રિફલા ના પાણીથી ધોવે છે ( હરડે-બહેડે-આમળા આખા રાત્રે પલાળી  સવારે તેનું પાણી )–     ગુજરાતના મુખ્ય મંત્રી હતાં ત્યારે એકવાર સ્વાઈન ફ્લુ સમયે અને એક વાર દાઢના દુખાવા સમયે જ ડોક્ટર ની તેમણે જરૂર પડી હતી .–     વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાત ભાજપના કાર્યકરોને દુખ:દ પ્રસંગે સાંત્વના પાઠવવા જરૂર ફોન કરે છે . *( મોટા બન્યા બાદ ભૂલાય નહિ ભાઈ ..તે શીખો )*–     તેમના અંગત સ્ટાફ ના તમામ દીકરા-દીકરીનું એજ્યકેશન સ્ટેટસ તેમને ખબર હોય છે અને તેનું ફોલોપ રાખે છે ( સમાજ સેવામાં અંગત લોકો બાદ ના થઇ જાય તે શીખો )Pravin Kumar Patel
  NY Long Island
 

Image may contain: 1 person, standing, tree and outdoor

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.