Daily Archives: ફેબ્રુવારી 18, 2021

પ્રતિભાશાળી શફી ઈનામદા

May be an image of text that says 'શ્રીમતી યામિની વ્યાસ લિખિત નાટક 'સાંજને રોકો કોઈ' એક હાસ્યસ્પર્શી નાટક છે. વૃદ્ધાશ્રમમાં રહીને જીવનનાં છેલ્લા દિવસો વિતાવતા વૃદ્ધોનું જીવન, તેમની મહેચ્છાઓ, તેમના મનોભાવો અને તેમની લાગણીને વાચા આપતું નાટક, કરુણરસથી ભરપૂર વૃદ્ધાશ્રમની પ્રસંગોપાત મુલાકાત લેતા યુવાન હૈયાઓનાં મનોભાવોનું પણ લેખિકાએ સુંદર નિરેપણ કર્યું છે. એક કાવ્યપંક્તિ જેવું નાટકનું શિર્ષક નાટક અંગે સાર્થક થાય બોલચાલની ભાષામાં લખાયેલા ટૂંકા સંવાદો ચોટદાર જે પાત્રોને ઊપસાવવામાં અને નાટકનાં માહોલને ઊભા કરવામાં ખૂબ જ મદદરેપ થયા નાટકનો અંત પણ કાવ્યપંક્તિથી થાય છે જે પ્રેક્ષકોને ગદ્ગદિત કરી દેશે એમાં કોઈ શક નથી.'

પ્રતિભાશાળી શફી ઈનામદારરંગમંચ, ટીવી અને ફિલ્મોમાં પોતાના સરાહનીય અભિનયથી નામ બનાવનાર શફી ઈનામદાર જીવતા હોત તો ૭૫ વર્ષના થાત. ૨૩ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ રત્નાગીરીના પાનગીરીમાં તેમનો જન્મ. તેમણે ફિલ્મની કરિયર ‘વિજેતા’થી શરૂ કરી ‘અર્ધ સત્ય’ સુધી કામ કર્યું હતું. તેમની અનેક ટીવી શ્રેણીમાંથી ‘યેહ જો હૈ જિંદગી’ યાદગાર હતી. શફીના અભિનય વાળી ફિલ્મોમાં ‘આજ કી આવાઝ’ના ઇન્સ્પેક્ટર, ‘અવામ’ના વિલન યાદગાર હતા. તો ‘નઝરાના’, ‘અનોખા રિશ્તા’ કે ‘અમૃત’માં તેઓ હીરોના મિત્ર બનતા હતા. ‘યશવંત’માં તેઓ વકીલની ભૂમિકામાં હતા, જે તેમના મૃત્યુ બાદ રજૂ થઇ હતી. તે ઉપરાંત ‘કુદરત કા કાનૂન’, ‘જુર્મ’, ‘સદા સુહાગન’ કે ‘લવ ૮૬’ જેવી ફિલ્મોમાં પણ શફીની ભૂમિકા હતી. રમેશ સિપ્પીની ‘સાગર’માં પણ તેમની ભૂમિકા હતી. ‘હમ દોનો’ ફિલ્મનું નિર્દેશન તેમણે કર્યું હતું, જેમાં હૃષી કપૂર, નાના પાટેકર અને પૂજા ભટ્ટ હતાં. તે ફિલ્મ સફળ થઇ હતી અને તેમના નિર્દેશનના પણ વખાણ થયા હતા. શશી કપૂર નિર્મિત અને ગોવિંદ નિહાલાની નિર્દેશિત ‘વિજેતા’માં તેઓ પહેલી વાર ફિલ્મોમાં આવ્યા. બી. આર. ચોપ્રાના કેમ્પની ફિલ્મોમાં તેઓ નિયમિત ભૂમિકા કરતા હતા. ‘ક્રાંતિવીર’ ફિલ્મમાં તેઓ ભ્રષ્ટાચાર દૂર કરતા ટીવી એન્કર બનતા હતા.પાનગિરિમાં પ્રાથમિક શિક્ષણ લઇ શફી મુંબઈના ડોંગરીની સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં ભણ્યા હતા. કે.સી. કોલેજમાંથી શફી બી.એસસી. થયા હતા. તેઓ સ્કૂલમાં હતા ત્યારથી નાટક તરફ આકર્ષાયા હતા. વક્તૃત્વ અને નાટ્ય અભિનયનો તેમનો લાંબો અનુભવ હતો. શફીએ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને મરાઠીમાં ત્રીસ જેટલાં એકાંકી નાટકોમાં અભિનય-નિર્દેશન કર્યું હતું. ગુજરાતી નવી રંગભૂમિના શાહજાદા પ્રવીણ જોષીએ શફીને ખુબ પ્રોત્સાહન આપ્યું હતું. પછી તેઓ ઇન્ડિયન નેશનલ થિયેટર (આઈએનટી) અને ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન (ઇપ્ટા)માં જોડાયાં, જ્યાં બલરાજ સાહનીએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ઇસ્મત ચુગતાઈના ‘નીલા કમરા’ હિન્દી નાટકને તેમણે વ્યવસાયિક રીતે પહેલીવાર મુંબઈમાં રજૂ કર્યો હતો. સિત્તેરના દાયકાના અંતે પૃથ્વી થિયેટર શરૂ થતાં, તેઓ ત્યાં અનેક હિન્દી નાટકો ભજવતા. તેમના ‘હમ પ્રોડક્શન’ના નાટકો લઇને તેમણે હિન્દી રંગમંચને મુંબઈમાં સમૃદ્ધ કર્યું હતું. તેઓ જાણીતા રંગકર્મી બની ચુક્યા હતા. લોક નાટક ‘નાગ મંડળ’થી માંડી ‘તોખાર’ સુધીના પ્રાયોગિક નાટકો તેમણે ભજવ્યા હતા. ‘ઓલ ધ બેસ્ટ’ હિન્દી નાટક લઇને તેઓ સુરતના ગાંધી સ્મૃતિ ભવનમાં આવ્યા ત્યારે અમે તેમનો ઇન્ટરવ્યુ કર્યો હતો, તે વખતે વાતો કરતા શફી જાતે જ મંચ પરનો સેટ બાંધતા હતા. દૂરદર્શનના દિવસોમાં ૧૯૮૪માં આખા દેશમાં કોમેડી શ્રેણી ‘યહ જો હૈ જિંદગી’ની ધૂમ હતી. જેમાં તેઓ સ્વરૂપ સંપત અને ટીકુ તલસાણીયા સાથે મુખ્ય ભૂમિકામાં હતા. ત્યાર બાદ ‘આધા સચ, આધા જૂઠ’, ગુલઝારની ‘મિર્ઝા ગાલિબ’ કે ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’માં પણ તેઓ નોંધપાત્ર બન્યા હતા. શફી ઈનામદારે રંગકર્મી ભક્તિ બર્વે સાથે લગ્ન કર્યા હતા. તેમણે સાથે પણ અનેક નાટકો કર્યા હતા. હૃદય રોગના જોરદાર હુમલાથી શફીની ૧૩ માર્ચ, ૧૯૯૬ના રોજ માત્ર ૫૧ વર્ષની ઉમરે શફીનું નિધન થયું હતું. ત્યાર બાદ ૧૨ ફેબ્રુઆરી, ૨૦૦૧ના રોજ ભક્તિ બર્વેનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. : નરેશ કાપડીઆ પુસ્તકમાંથી

May be an image of text that says 'શ્રીમતી યામિની વ્યાસ લિખિત નાટક 'સાંજને રોકો કોઈ' એક હાસ્યસ્પર્શી નાટક છે. વૃદ્ધાશ્રમમાં રહીને જીવનનાં છેલ્લા દિવસો વિતાવતા વૃદ્ધોનું જીવન, તેમની મહેચ્છાઓ, તેમના મનોભાવો અને તેમની લાગણીને વાચા આપતું નાટક, કરુણરસથી ભરપૂર વૃદ્ધાશ્રમની પ્રસંગોપાત મુલાકાત લેતા યુવાન હૈયાઓનાં મનોભાવોનું પણ લેખિકાએ સુંદર નિરેપણ કર્યું છે. એક કાવ્યપંક્તિ જેવું નાટકનું શિર્ષક નાટક અંગે સાર્થક થાય બોલચાલની ભાષામાં લખાયેલા ટૂંકા સંવાદો ચોટદાર જે પાત્રોને ઊપસાવવામાં અને નાટકનાં માહોલને ઊભા કરવામાં ખૂબ જ મદદરેપ થયા નાટકનો અંત પણ કાવ્યપંક્તિથી થાય છે જે પ્રેક્ષકોને ગદ્ગદિત કરી દેશે એમાં કોઈ શક નથી.'

Leave a comment

Filed under Uncategorized