ઓમ પુરી

લાજવાબ અભિનેતા ઓમ પુરીફિલ્મોમાં અને ટીવી પર લાજવાબ અભિનય કરનાર ઓમ પૂરીનો જન્મ દિન. ૧૮ ઓક્ટોબર, ૧૯૫૦ના રોજ અંબાલામાં તેમનો જન્મ. તેમણે કલાત્મક અને વ્યવસાયિક એમ બંને પ્રકારની ફિલ્મોમાં અભિનય કર્યો. તેઓ તેમના ‘આક્રોશ’, ‘આરોહણ’, ‘અર્ધ સત્ય’ કે ટીવી ફિલ્મ ‘સદગતિ’ કે ‘તમસ’ના પાત્રો દ્વારા હંમેશા યાદ રહેશે. તેમને ૧૯૯૦માં પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા હતા. તેમણે પાકિસ્તાની, બ્રિટીશ અને હોલીવૂડની ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. ૧૮ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ તેમનું નિધન થયું હતું.અંબાલામાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મેલા ઓમના પિતા રેલવેમાં અને સેનામાં કાર્યરત હતા. ઓમે પુણેની ફિલ્મ અને ટીવી ઇન્સ્ટિટયૂટમાંથી અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનો કોર્સ કર્યો હતો. શરૂઆતમાં તેઓ અભિનયની સ્કૂલ ચલાવતા હતા, જેમાં અનિલ કપૂર કે ગુલશન ગ્રોવર તેમના વિદ્યાર્થી હતાં. ૧૯૯૧માં તેમણે અન્નુ કપૂરના બેન સીમા કપૂર સાથે લગ્ન કર્યા જે આઠ માસ જ ટક્યા. ૧૯૯૩માં તેમણે નંદિતા પુરી સાથે લગ્ન કર્યા હતા. ૨૦૦૯માં નંદિતાજીએ તેમના પતિનું જીવન ચરિત્ર ‘અનલાઈકલી હીરો: ધ સ્ટોરી ઓફ ઓમ પુરી’ પ્રગટ કર્યું હતું. ૨૦૧૩માં નંદિતાએ ઓમ સામે ઘરેલું હિંસાનો કેસ કર્યો અને થોડા સમયમાં તેઓ છુટા પડ્યા હતાં. તેમને ઇશાન નામનો દીકરો છે. ૧૯૭૬ની વિજય તેંદુલકરના નાટક પરથી બનેલી મરાઠી ફિલ્મ ‘ઘાસીરામ કોટવાલ’થી તેમણે પડદા પર આગમન કર્યું હતું. ઇન્સ્ટિટયૂટના ૧૬ વિદ્યાર્થીઓના સહકારથી બનેલી એ ફિલ્મનું નિર્દેશન કે. હરિહરન અને મણી કૌલે કર્યું હતું. ઓમ પુરી કહેતા કે તેમના સૌથી સારા કામ માટે તેમને ચણા-મમરા જેટલાં પૈસા મળ્યાં હતાં. એ સમયે જેને આર્ટ ફિલ્મ કહેતા તેમાં અમરીશ પુરી, નસીર, શબાના અને સ્મિતા પાટીલ સાથે તેમણે અનેક મહત્વની ભૂમિકા ‘ભવની ભવાઈ’, ‘સદગતિ’, ‘અર્ધ સત્ય’, ‘મિર્ચ મસાલા’ કે ‘ધારાવી’ જેવી ફિલ્મોમાં કરી હતી. તેમની વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ યાદ કરીએ તો શોષિત ગ્રામ્યજન રૂપે ‘આક્રોશ’માં તેમનું પાત્ર એવું હતું જેમાં તેઓ માત્ર ફ્લેશ-બેકના દ્રશ્યોમાં જ બોલતા હતાં. ‘ડિસ્કો ડાન્સર’માં તેઓ મેનેજર હતા તો ‘અર્ધ સત્ય’માં તેઓ પોલીસ અધિકારી હતા. એ ફિલ્મમાં તેઓ સામાજિક-સાંસ્કૃતિક અને રાજકીય રીતે થતાં શોષણ સામે અવાજ ઉઠાવતા હતા. આ ભૂમિકા માટે ઓમ પુરીને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ગુલઝારની ‘માચીસ’માં તેઓ શીખ ઉગ્રવાદીઓના નેતા હતા, તો ‘ગુપ્ત’ જેવી વ્યાવસાયિક ફિલ્મમાં સખત પોલીસ અધિકારી રૂપે તેમણે અભિનય કર્યો હતો. ‘ધૂપ’ (૨૦૦૩)માં તેઓ શહીદ સૈનિકના હિંમતવાન પિતા બન્યા હતા. ૧૯૯૯માં ઓમ પુરીએ કન્નડ ફિલ્મ ‘એ કે ૪૭’માં ફરીવાર સખત પોલીસ અધિકારીની ભૂમિકા કરી હતી, જેઓ અન્ડર વર્લ્ડ સામે શહેરને સલામત રાખવા મથે છે. એ એમનો યાદગાર અભિનય હતો. તેઓ પોતાના અવાજમાં કન્નડ સંવાદો બોલ્યા હતા. એ જ વર્ષે તેમણે સફળ બ્રિટીશ કોમેડી ફિલ્મ ‘ઈસ્ટ ઇઝ ઈસ્ટ’ કરી હતી, જેમાં તેઓ ઇંગ્લેન્ડમાં પહેલી પેઢીના પાકિસ્તાની વસાહતી બન્યા હતા, જેઓ વધુ પડતાં પાશ્ચાત્ય બનેલા સંતાનો સાથે ભળવાનો પ્રયાસ કરે છે. એટનબરોની ‘ગાંધી’માં પણ તેમનું એક યાદગાર દ્રશ્ય હતું. પછી તેઓ ચરિત્ર અભિનેતા બની ગયા. તેમની ‘માય સન ધ ફેનાટીક’, ‘ઈસ્ટ ઇઝ ઈસ્ટ’ કે ‘ધ પેરોલ ઓફિસર’ જેવી ફિલ્મોથી તેઓ વિદેશમાં જાણીતા બન્યા. હોલીવૂડની ‘સીટી ઓફ જોય’, ‘વુલ્ફ’ કે ‘ધ ઘોસ્ટ એન્ડ ધ ડાર્કનેસ’ થી તેઓ આંતરરાષ્ટ્રીય સ્ટાર બન્યા. ૨૦૦૭માં તેમણે ‘ચાર્લી વિલ્સન્સ વોર’માં જનરલ ઝીયા-ઉલ-હક રૂપે ટોમ હન્સ્ક અને જુલિયા રોબર્ટ્સ સાથે અભિનય કર્યો હતો. ટીવી શ્રેણી ‘કક્કાજી કહીન’ (૧૯૮૮) માં ઓમ પુરી પાન ચાવતા કાકાજી બનેલા; એ રાજકારણ પર કટાક્ષ કરતી શ્રેણી હતી. ‘મિ. યોગી’ માં તેઓ કમાલના મજાકિયા સુત્રધાર હતા. આ બંને શ્રેણીને કારણે તેઓ કોમેડિયન રૂપે પણ ખુબ લોકપ્રિય થયા હતા. ગોવિંદ નિહાલાનીની ટીવી ફિલ્મ ‘તમસ’ (૧૯૮૭)માં પણ તેઓ યાદગાર હતા. શ્રેણી ‘આહત’ના કેટલાંક એપિસોડમાં પણ તેઓ હતા. તેમની યાદગાર ભૂમિકાઓ ‘ભારત એક ખોજ’, ‘યાત્રા’, ‘મિ. યોગી’, ‘કક્કાજી કહીન’, ‘સી હોક્સ’ કે ‘અંતરાલ’માં ટીવી પર જોવા મળી હતી. તો ‘જાને ભી દો યારોં’, ‘ચાચી ૪૨૦’, ‘હેરા ફેરી’, ‘ચોર મચાયે શોર’ કે ‘માલામાલ વીકલી’માં તેઓ કોમિક રોલ કરતા હતા. ‘સિંઘ ઇઝ કિંગ’, ‘મેરે બાપ પહલે આપ’ કે ‘બિલ્લુ’માં પણ તેમની કોમિક ભૂમિકા હતી. ‘રોડ ટુ સંગમ’ (૨૦૦૯) કે ‘ડોન ૨’માં પણ તેઓ દેખાતા હતા. ૬ જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ ઓમ પુરીનું ૬૬ વર્ષની વયે તેમના અંધેરીના નિવાસસ્થાને હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું. ત્યાર બાદ ૮૯માં ઓસ્કાર એવોર્ડ સમારોહમાં ભારતીય અને વિશ્વ સિનેમામાં ઓમ પુરીના પ્રદાનની નોંધ લેવાઈ હતી. ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆ – પુસ્તકના

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.