અર્વાચિંતનમ્-પરેશ વ્યાસ

ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..!

ગુજરાતી ભાષાના શીખનારને સૌથી વધારે અઘરી લાગે છે ગુજરાતી શબ્દોની જોડણી. ક્યાં હૃસ્વ તો ક્યાં દીર્ઘ, ક્યાં અનુસ્વાર લાગે તો ક્યાં જોડાક્ષર- એ નિયમો પેચીદા છે

‘બ્ર હ્માસ્ત્ર’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન, અમિતાભ બચ્ચને આલિયા ભટ્ટને આપેલાં સંકેતો કે સૂચનો (ભેીજ)નાં આલિયાએ ટ્વીટર ઉપર વખાણ કર્યા પણ એનો સ્પેલિંગ ભેીજને બદલે  ઊેીજ લખ્યો. અમિતાભે જવાબી ટ્વીટમાં આલિયાની જોડણીની ભૂલ સુધારી અને અંતે લખ્યું કે ‘યૂ આર જસ્ટ ટૂઉઉઉ ક્યુટ (ભેાી)…’ ક્યુટ એટલે આકર્ષક, નમણું, છબીલું. ભાષાની ભૂલ ક્ષમ્ય નથી. ભૂલ કરનાર ક્યુટ હોય તો પણ. આપણા વિદ્વાનો યક્ષ પાણિનિ, પિંગળ, પતંજલિ… પતંજલિ માત્ર યોગ પ્રણેતા જ નહોતા,

વ્યાકરણશાસ્ત્રના પણ અધિષ્ઠાતા હતા.
પણ આ તો પ્રાચીન વાત થઈ. શબ્દજોડણી વિષે અર્વાચીન ચિંતન શું હોઈ શકે? વેલ, આજકાલ ઈન્ટરનેટ વિના સોચવું કે સમજવું, કહેવું કે કોળવું, માનવું કે મહેંકવું મુશ્કેલ છે. ઈન્ટરનેટ જાણતલ છે, જાણભેદુ છે, જાણણહાર છે.

ઈન્ટરનેટ ઉપર આખા શબ્દો લખવાનો કોઈને સમય નથી એટલે ટૂંકમાં, શબ્દોના આદ્યાક્ષરો (ઍક્રનિમ) લખીને ગાડી ચાલે છે. એસએમએસ એટલે જ શોર્ટ મેસેજિંગ સર્વિસ. લાંબો મેસેજ મોકલો તો ઝાઝા પૈસા થાય. હવે ડેટાપ્લાન સસ્તા થયા છે અને ઓટો-કરેક્ટ કે ઓટો-પ્રોમ્ટ વિકલ્પને લીધે લોકો આખા શબ્દો લખે છે. જોડણી કે વ્યાકરણ હવે માઈક્રોસોફ્ટ-વર્ડાધીન થઈ ગયા છે. અને છતાં તાવળામાં કે અજાણતામાં ઘણાં ભલાં ભોળા નેટિઝન્સ જોડણીની ભૂલ કરે છે.

આવી ભૂલ સુધારવા સદા તત્પર રહેતાં લોકો ‘ગ્રામર પોલીસ’ કહેવાય છે. મૂળ ભાષાને વફાદાર રહીને સાચી જોડણીનો જ આગ્રહ રાખવો અલબત્ત જરૃરી છે. કોઈ ભૂલ કરે તો ટપારતા રહેવું પણ અમિતાભી પ્રેમથી…

ગુજરાતી ભાષાના શીખનારને સૌથી વધારે અઘરી લાગે છે ગુજરાતી શબ્દોની જોડણી. ક્યાં હૃસ્વ તો ક્યાં દીર્ઘ, ક્યાં અનુસ્વાર લાગે તો ક્યાં જોડાક્ષર- એ નિયમો પેચીદા છે. અને આપણે ગુજરાતીમાં સાચી જોડણીનાં આગ્રહી પણ નથી. ગુજરાતી લેક્સિકોન અનુસાર વ્યાકરણ એ છે જે ભાષાને અનુશાસનમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે.

જો જોડણી ના જાણતાં હોઈએ તો સ્વજનને શ્વજન પણ કહી દઈએ. ‘સ્વજન’ એટલે પોતાનાં માણસ અને ‘શ્વજન’ એટલે કૂતરાં. ‘સકલ’ એટલે બધું, સઘળું પણ ‘શકલ’ એટલે ખંડ કે ટુકડો. ગુજરાતી ભાષાનું મૂળ સંસ્કૃત છે. શબ્દો એનાં એ જ લખી શકાય એ તત્સમ શબ્દો કહેવાય. પણ એ પરથી બનેલાં તદ્ભવ શબ્દો પણ સ્વીકાર્ય છે.

જેમ કે રાત્રિ-રાત, કઠિન-કઠણ, નહિ-નહીં, હૂબહૂ-આબેહૂબ વગેરે. અમને તો આમે ય ચાલે અને તેમે ય ચાલે એવા શબ્દો ગમે. જેમ કે આમલી-આંબલી, લીમડો-લીંબડો, તૂમડું-તૂંબડું, કામળી-કાંબળી, ડામવું-ડાંભવું, પૂમડું-પૂંભડું, ચાંલ્લો-ચાંદલો, સાલ્લો-સાડલો. વિખ્યાત હ્યુમરિસ્ટ માર્ક ટ્વેઇન કહેતાં કે શબ્દની જોડણી એક જ રીતે હોઈ શકે એવું જે વિચારે છે;

એમાં સર્જનશક્તિનો અભાવ છે. પણ ગુજરાત વિદ્યાપીઠે ઘડેલા વ્યાકરણનાં નિયમો ક્રમશ: અઘરા થતા જાય છે. ‘જોવું’ અને ‘ધોવું’ તો જાણે બરાબર પણ એ પરથી ‘જુવો’ કે ‘ધુવો’ ન લખી શકાય. ‘જુઓ’ કે ‘ધુઓ’ લખવું પડે. ભૂલનો ‘ભૂ’ ભુલામણીમાં ‘ભુ’ થઇ જાય. શીખ-શિખામણ, નીકળ-નિકાલ, મૂક-મુકાણ, સાલી જોડણીની જબરી મોંકાણ છે, નહીં? પણ સાહેબ, કોશિશ કરજો, ધીરે ધીરે આવડી જશે… આપણી માતૃભાષા છે. મા જે બોલે, એ ભાષા છે. પણ અર્વાચીન ઘરની મા જ જો ઇંગ્લિશમાં ગોટપીટ કરતી હોય તો? ..તો એ આપણાં નસીબ.. બીજું શું?

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.