Daily Archives: ફેબ્રુવારી 23, 2021

“ઘરઝુરાપો…

 “ઘરઝુરાપો, ગંધજ્ઞાન અને બોટલબંધ હવા.. તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે -જવાહર બક્ષી વાત અલબત્ત વિયોગની છે. એ વિયોગ જે યોગાનુયોગ નથી. જાણી સમજીને દેખી ભાળીને થયો એવો આ વિયોગ છે. પરદેશ જવું અલબત્ત હવે સામાન્ય બાબત છે. લાંબો સમય પરદેશમાં રહેવું અથવા ત્યાં જઈને કાયમ માટે વસી જવું હવે સામાન્ય બાબત છે. પણ ક્યારેક તો વતનની યાદ આવે. સ્વદેશની એ યાદો. એ ઘર, એ દોસ્તો, એ માહૌલ, એ ખાણીપીણી, એ મોસમ, એ હવા.. અમદાવાદ છોડીને જવાની વાતે આદિલ સાહેબે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે- એવું લખ્યું. હવે જો કે સાબરમતી રિવર ફ્રન્ટ છે એટલે એ રેતમાં રમતું નગર-ની કલ્પના અત્યારે ન સમજાય પણ એકવાર એવું હતું. નદીની રેતનું દૃશ્ય એ આંખોની ઉજાણી હતી. પછી, મોસ્ટ ઇમ્પોર્ટટન્ટ, તેઓએ એવું લખ્યું કે ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો….હા, યાદ તો સઘળું જ આવે પણ સુગંધ (ક્યારેક દુર્ગંધ પણ) યાદ આવે. મન બેચેન થઈ જાય. સુગંધનો દરિયો શ્વાસમાં ભર્યો હોય પણ એ તો ઉચ્છવાસમાં ઘડીભરમાં નીકળી જાય. પ્રાણવાયુમાંથી અંગારવાયુમાં થતી તબદીલી પળમાં થઈ જાય. પછી એ સુગંધ ક્યાં? અને ઘરઝુરાપો, નર્યો અને નકરો ઘરઝુરાપો… બ્રિટનવાસીઓ માટે આવેલા એક સમાચાર અમને ગમ્યા. જે બ્રિટનવાસીઓ લાંબો સમય વિદેશ જઈને વસે એને વતનની યાદ તો આવે. મનગમતી ચીજવસ્તુઓનું તો પાર્સલ કરી શકાય પણ એ હવા, એની સુગંધ.. યસ, એની ય વ્યવસ્થા થઈ ગઈ છે. બોટલમાં ભરીને હવા મોકલવાની. બૂચ ખોલીને શ્વાસ લઈ ફરીથી બૂચ હવાચૂસ્ત બંધ કરી દેવું. અને વતનની બૂ-થી મન તરબતર થઈ જાય. આહ્લાદક અનુભવ! ડેઈલી મેઈલ-માં છપાયેલાં સમાચાર અનુસાર ગ્રેટ બ્રિટનમાં માયબેગેજ નામની કંપની આવું કામ કરે છે. તાજી હવા બોટલમાં ભરી વિદેશમાં વસતા બ્રિટનવાસીઓને મોકલી આપે છે. ગ્રેટ બ્રિટનનાં ચાર પ્રાંતની અલગ હવા પણ મળે. એટલે એમ કે આઈરિશ, સ્કોટિશ, વેલ્શ અને ઇંગ્લિશ હવા મળે. અરે, લંડનની ફેમસ અંડરગ્રાઉંડ રેલ્વેની હવા પણ ભરીને મોકલે. ફિશ અને પોટેટો ચિપ્સની દુકાનની હવા પણ ભરીને મોકલે. ૨૫૦૦ રૂપિયા ખર્ચ થાય પણ વતનની એ યાદ કેવી સુગંધાનુભૂતિ લઈને આવે. ઈઝન્ટ ઈટ? યસ, સુગંધને મન સાથે ડાયરેક્ટ કનેક્શન છે. દૃશ્ય શ્રાવ્યથી પણ વધારે. ઓડિયો કે વીડિયો કોલ કરો પણ સ્મેલિયો કોલ ન થઈ શકે. ખાવાનું, પીવાનું મોકલી શકાય એટલે એમ કે તમે સ્વાદને પાર્સલ કરી શકો પણ એની સુગંધ તો પહોંચતા સુધીમાં નષ્ટ થઈ જાય. નાકને મઝા જ ન આવે. ગંધને પારખવા માટે આપણાં નાકમાં એક કરોડ સ્મેલ રીસેપ્ટર્સ (ગંધ ગ્રહણકેન્દ્રો) છે. જે એકડા ઉપર બાર મીંડા જેટલી અલગ અલગ ગંધને પારખી શકે છે. દર મહિને કે બે મહિને આ કોષ રીન્યૂ થાય છે. પુરુષોનાં મુકાબલે સ્ત્રીઓની ગંધ પારખવાની ક્ષમતા વિશેષ હોય છે. આપણે નાકથી નહીં પણ મગજથી ગંધ પારખીએ છીએ. મગજમાં એક લિમ્બિક સીસ્ટમ છે જેનાથી એવું થાય છે અને આ સીસ્ટમ એ છે જે આપણી મનોદશા, યાદદાસ્ત, વર્તણુંક અને લાગણીને કંટ્રોલ કરે છે. ગંધ પારખવાની ક્ષમતાથી તો આપણે જોખમ સામે બચતા આવ્યા છીએ. ઑલ્ફેક્શન (ગંધજ્ઞાન) ભૂતકાળનાં અનુભવ સાથે સંકળાયેલી હોય છે. શાકાહારીઓને માછલીની ગંધ દુર્ગંધ લાગે પણ મત્સ્યાહારીઓને મન એ ગંધ જાણે કે સુગંધનો દરિયો.. જુઓ ને, એટલે તો ‘ફિશ એન્ડ ચિપ્સ’ની દુકાનમાંથી ભરેલી હવા પણ બોટલમાં બંધ કરીને મોકલવામાં આવે છે. વૉટ એન આઇડિયા! અમેરિકન લેખિકા, અપંગનાં અધિકારો માટે ચળવળ કરનાર અને વક્તા હેલન કેલર (૧૯૨૦-૧૯૬૮) વિષે આપણે જાણીએ છીએ. તેઓ બે વર્ષના હતા ત્યારે ગંભીર બીમારીનાં કારણે જોવા અને સાંભળવાની શક્તિ ગુમાવી બેઠા હતા. કેવી રીતે કમ્યુનિકેટ કરવું? તેઓ કહેતા કે ગંધ એ પ્રખર જાદૂગર છે. એ હજારો માઇલ્સનું અંતર કાપીને, તમે જીવ્યા એ વર્ષોની તમને મુસાફરી કરાવી દે છે. આપણે પણ હવાનું કુરિયર કરીએ. અમને ખબર નથી કે બોટલમાં બંધ હવા કેવી રીતે મૂડને સુધારશે? પણ એક વાત નક્કી છે. ગુજરાતીઓ માટે ફાફડાં ગાંઠિયા તળાતા હોય એ દુકાનની ગંધ બોટલમાં બંધ કરીને કુરિયર કરી દેજો. વિદેશમાં વસતો વ્હાલીડો મૂડમાં આવી જશે. હોં ને?

No photo description available.
No photo description available.

Your demise will fill my breath with stings When the wind will pluck the field of fragrance – Jawahar BakshiThe thing is of course useful. A disorder that is not yoga. This is the disorder that happened knowingly and understandingly. Going abroad is of course normal now. It’s normal now to stay abroad for a long time or go and settle there forever. But sometimes I remember my native. The memories of the homeland. Hey house, that friends, that atmosphere, that food, that weather, that air.. Adil Saheb wrote that on the talk of leaving Ahmedabad, you can’t find a city playing in the sand of the river. Now that Sabarmati is a riverfront, the imagination of the city playing in the sand is not understood now, but it was once like that. The view of the sand of the river was the glimpse of the eyes. Then, Most Important, they wrote that fill the ocean of its fragrance in your breath…. Yes, remember everything but remember the smell (sometimes even the smell). The mind gets restless. The ocean of fragrance is full of breath but it goes out in a moment in the breath. The change from oxygen to fire air happens in a moment. Then where is that smell? And homeless, naryo and naughty homeless…We liked a news for the Britain. The British who live abroad for a long time, they remember their homeland. You can parcel the things you like but that air, its fragrance.. Yes, it has also been arranged. Filling the bottle and sending the air. Opening the booth and breathing and shutting down the booch air again. And the mind gets satisfied with the smell of the native. A pleasant experience! According to the news published in the Daily Mail, a company named Mybagge in Great Britain works like this. Fresh air bottles fill and sends to Britain’s living abroad. There are also different airs from the four provinces of Great Britain. So MK Irish, Scottish, Welsh and English get air. Hey, London’s famous underground railway air should also be filled and sent. Fish and potato also sends the air of chips shop. 2500 rupees can be spent but the memory of the native brings such a fragrance. Event it?Yes, the fragrance has a direct connection with the mind. The view is more than the audio. Make audio or video call but you can’t make a smiley call. Food and drink can be sent so that you can parcel the taste but the smell of it is destroyed until it reaches. The nose doesn’t have fun at all. We have a million smile receptors (odor eclipse centers) in our nose to test the smell. The one who can test different smells like twelve eggs on an acre. This cell is renewed every month or two months. The ability of women to test the smell is special compared to men. We test smell not by nose but by brain. The brain has a limbic system that causes this and this system is one that controls our mood, memory, behavior and emotions. With the ability to test the smell, we have been avoiding the danger. Alfaction (odor) is associated with past experience. Vegetarians feel the smell of fish but the fishermen know the smell of the ocean of fragrance.. See, so the air filled from the shop of ‘ Fish and Chip s’ is also sent in a bottle. What an idea!We know about Helen Keller (1920-1968). American writer, movement for the rights of the disabled. When they were two years old, they lost the power to see and listen due to a serious illness. How to communicate? They say the smell is a fierce magician. By cutting the distance of thousands of miles, it makes you travel the years you lived. We also do air courier. We don’t know how the air off in a bottle will improve the mood? But one thing is for sure. For the Gujarati people, the smell of the shop which is frying fafda ganthiya should be closed in the bottle and courier it. Living abroad will be in valido mood. Isn’t it?

Leave a comment

Filed under Uncategorized