Daily Archives: ફેબ્રુવારી 28, 2021

કુમાર સાનુ

વિક્રમી ગાયક કુમાર સાનુ*આપણે જેમને ગાયક કુમાર સાનુ રૂપે ઓળખીએ છીએ તે કેદારનાથ ભટ્ટાચાર્યનો આજે ૬૩મો જન્મ દિન. ૨૦ ઓક્ટોબર, ૧૯૫૭ના રોજ તેમનો કોલકાતામાં જન્મ. નેવુંના દાયકાથી પંદરેક વર્ષ તેમના ગયેલાં ગીતો ખુબ લોકપ્રિય થયાં હતાં. ૧૯૯૩માં એક જ દિવસમાં સૌથી વધુ ૨૮ ગીતો રેકોર્ડ કરવાનો ગુનીસ બુકનો વિશ્વ વિક્રમ તેઓ ધરાવે છે. તેમને સતત પાંચ વર્ષ સુધી વિક્રમજનક શ્રેષ્ઠ ગાયકના ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે. લોકપ્રિય ગાયક-સંગીતકાર પિતા પશુપતિ ભટ્ટાચાર્યએ દીકરા કેદારને ગાયક અને તબલાવાદક રૂપે તાલીમ આપી હતી. કોલકાતા યુનિવર્સીટીમાંથી કોમર્સની ડીગ્રી મેળવીને કેદાર ૧૯૭૯થી કોલકાતા અને આસપાસની રેસ્ટોરાંમાં ગીતો ગાતા. તેઓ કિશોર કુમારને રોલમોડેલ માનતા. બંગલાદેશી ફિલ્મ ‘તીન કન્યા’માં ૧૯૮૬માં તેમણે પહેલીવાર ગાયું હતું. જગજીત સિંઘે તેમને ૧૯૮૭માં ‘આંધિયા’માં ગાવાની તક આપી હતી અને કલ્યાણજી આનંદજી સાથે પરિચય કરાવ્યો હતો. તેમના સુચન મુજબ કેદારનાથ ભટ્ટાચાર્ય બન્યા કુમાર સાનુ. ‘જીના ઇસીકા નામ હૈ’ શ્રેણીમાં આનંદજીએ આવું જણાવ્યું હતું. કુમાર મુંબઈ રહેવા આવ્યા અને ‘જાદુગર’માં તેમને ગાવાની તક પણ મળી. અલકા યાજ્ઞિક અને અનુરાધા પૌડવાલ સાથે તેમના યાદગાર યુગલ ગીતો છે.‘આશિકી’ (૧૯૯૦)માં નદીમ-શ્રવણે કુમાર પાસે ગવડાવ્યું અને પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ત્યાર બાદ ‘સાજન’, ‘દીવાના’, ‘બાઝીગર’ અને ‘૧૯૪૨: એ લવ સ્ટોરી’ માટે તેમને સતત એવોર્ડ્સ મળ્યાં. નદીમ-શ્રવણના સંગીતમાં કુમાર સાનુએ ખુબ લોકપ્રિય ગીતો આશિકી, ફૂલ ઔર કાંટે, દિલ હૈ કી માનતા નહીં, સડક, દીવાના, દિલ કા ક્યા કસુર, હમ હૈ રાહી પ્યાર કે, રંગ, દિલવાલે, રાજા હિદુસ્તાની, પરદેસ, ધડકન જેવી ફિલ્મોમાં ગવડાવ્યા હતાં. તો સંગીતકાર અનુ મલિકે ‘બાઝીગર’માં પહેલું પાશ્ચાત્ય શૈલીનું ગીત ‘યે કાલી કાલી આંખે’ ગવડાવ્યું. મલિકના સંગીતમાં ફિર તેરી કહાની યાદ આઈ, સર, ઇમ્તિહાન, મૈ ખિલાડી તું અનાડી, નારાઝ, નાજાયઝ, દિલજલે, જુડવા, ડુપ્લીકેટ, કરીબ, ઈશ્ક વિશ્ક, ફિદા, નો એન્ટ્રી જેવી ફિલ્મોમાં કુમારે ગીતો ગાયા. ૨૦૧૫માં ‘દમ લગા કે હોઈશા’માં પણ તેઓ પાછા મળ્યાં. સંગીતકાર જતીન-લલિત માટે ખિલાડી, રાજુ બન ગયા જેન્ટલમેન, કભી હાં કભી ના, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ખામોશી, યેસ બોસ, કુછ કુછ હોતા હૈ, પ્યાર તો હોના હી થા, ગુલામ, દિલ ક્યા કરે કે સરફરોશ માટે કુમારે ગીતો ગાયા. સંગીતકાર હિમેશ રેશમિયા માટે પહેલી ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યા, કુરુક્ષેત્ર, યે હૈ જલવા, હમરાઝ, હેલો બ્રધર, બંધન, જોડી નં. ૧, ઉલઝન, ફૂટપાથમાં ગાયું. રાજેશ રોશને કુમારના અવાજનો ઉપયોગ ‘જુર્મ’માં કરી ‘જબ કોઈ બાત બિગડ જાયે’માં પહેલીવાર કર્યો અને કરણ અર્જુન, કોયલા, કહો ના.. પ્યાર હૈ, ક્યા કેહના, કારોબાર કે એતબાર માટે કુમારે ગાયું હતું. તો વિજુ શાહની મોહરા, ગુપ્ત, બુલંદી, કસમ માટે અને આનંદ મિલિન્દના સંગીતમાં ૧૫૦થી વધુ ગીતો કુમારે ગાયા છે. જેમાં રાજા બાબુ, કુલી નં. ૧, હીરો નં ૧, આર્મી, ત્રિનેત્ર, લૂટેરે, ગોપી ક્રિષ્ણ કે રક્ષકનો સમાવેશ થાય છે. તે સિવાય પણ ઢગલાબંધ સંગીતકારો-ગાયકો સાથે કુમાર સાનુ ગાતા રહ્યા. તેઓ ટીવી પર જજ રૂપે પણ દેખાયા. તેઓ સેરેબ્રલ પાલ્સી રોગ નિવારવાના બ્રાન્ડ એમ્બેસેડર અને ટ્રસ્ટી પણ છે. દિલ્હીમાં ગરીબ બાળકો માટે ‘કુમાર સાનુ વિદ્યા નિકેતન’ પણ તેમણે શરૂ કર્યું છે. કુમાર સાનુના યાદગાર ગીતો: સાંસો કી જરૂરત હૈ જૈસે અને મૈ દુનિયા ભુલા દુંગા (આશિકી), મેરા દિલ ભી કિતના અને જીયે તો જીયે કૈસે (સાજન), સોચેંગે તુમ્હે પ્યાર અને પાયલિયા (દીવાના), યે કાલી કાલી આંખે અને બાઝીગર ઓ બાઝીગર (બાઝીગર), દિલ હૈ કી માનતા નહીં (શીર્ષક), ચાંદ સિતારે ફૂલ ઔર ખુશ્બુ (કહોના.. પ્યાર હૈ), તુમ મિલે દિલ ખિલે (ક્રિમીનલ), તુમ્હે અપના બનાને કી કસમ (સડક), એક લડકી કો દેખા તો અને કુછ ના કહો (૧૯૪૨: એ લવ સ્ટોરી), તુઝે દેખા તો યે જાના સનમ (ડીડીએલજે), ચુરા કે દિલ મેરા (જોશ), જબ કોઈ બાત બિગડ જાયે (જુર્મ).ઓક્ટોબરના સિતારા – નરેશ કાપડીઆ પુસ્તકનો અંશ – શુભ સાહિત્ય, ગોપીપુરા, સુરત

33Yamini Vyas and 32 others6 Comments3 SharesLikeCommentShare

Leave a comment

Filed under Uncategorized