“અહીં જે કાંઈ આલેખાયું છે તે સહજ ભાવોનું દ્યોતક છે.એમાં સ્વપ્રયાસને બહુ ઓછું સ્થાન છે. વર્ષોની સાધના પછી જે કાંઈ ઉદ્ગત થયું, તે અહીં ભજન ३પે આકાર પામ્યું છે. મને ભજન ગાવાં વધુ ગમે છે ; કારણ ગાતી વેળાએ એમાં રહેલ ભાવ સાથે મારું સહજ સંધાન થઈ એમાં તાદાત્મ્ય સધાતાં ભજનના ભાવમાં ભીંજાવાનું સહજ બને છે. આ “આંતરગુંજન“ માં આ પહેલાનાં કાવ્યપુસ્તક ‘આંતરનાદ’ નાં કેટલાંક ભજનોનું પુનરાવર્તન થાય છે, એ દૃષ્ટિએ કે આ એક કાવ્યગ્રંથ ન બનતાં સાચા અર્થમાં એક ભજનસંગ્રહ બની રહે. મારાં ભજનો મારાં આંતરભાવોનું દર્શનમાત્ર છે.”
(૧) હે સ્વામી ! હું તુજ ચરણમાં
(૨) વીણાવાદિની વરદે !
(૩) વહો નવોદિત અંતરનાદો
(૪) માગું હું તારા અંતરનો એક તાર ,
(૫) ભણકારા વાગે ; હો જી રે મને
(૬) અંતરપ્યાસ બુઝાવો , રામ !
(૭) ઝાંખો રે બળે , દીવડો ઝાંખો રે બળે ,
(૮) સીતારામ ! રાધેશ્યામ !
(૯) સીયારામ બિના કો નવ તારણહાર
(૧૦) યાચું : હવે આવોને , ઘનશ્યામ !
(૧૧) અભિરામ હજો મુજ જીવનસાર
(૧૨) અંતરયામિ ! આતમજ્યોત ઝગાવો
(૧૩) પ્રભુ ! મારી ઝોળી જુગ જુગ ખાલી
(૧૪) મારાં હૈયાનાં દ્વાર , દેવ ! ખોલજો રે
(૧૫) હે મમ જીવનાધાર ! તુજ બિન
(૧૬) હરિનામ બિનુ કાંઈ ન આવૈ કામ
(૧૭) મારું અંતર મ્લાન વિદારો , જીવનનિધિ !
(૧૮) પ્રભુ મારી ઝોળી ઝરે ; હું ભિખારી
(૧૯) હે મુજ તારણહાર ! પળ નવ
(૨0) ઉજ્જ્વળ અનંત આકાશે
(૨૧) પ્રેમલ પાશ થકી તવ , હૈયે
(૨૨) ભવભવ ભટકી તવ મંદિરિયે
(૨૩) મન અંતર નિત રામ રહેજો ,
(૨૪) મુજ મનમંદિરના વાસી !
(૨૫) લાગી રે , તવ પ્રેમ તણી લવ
(૨૬) જીવનને દવતે પગથારે
(૨૭) પ્રભો ! ઝંખું કૃપા તારી
(28) મુજ મનમં દિરના સ્વામી !
(૨૯) મારી માતાને ગરબે આજ
(૩૦) ઘમ્મર ઘૂમતા આવોને
(૩૧) મારી માને મંદિરિયે આજ
(૩ર) પ્રભુ! તારે દ્વારે અભિહત ઉરે
(૩૩) યાચવું જો કોક દિ મારે હશે
(૩૪) રાત્રિના નિબિડ અંધારમાં જ્યારે સૂણું
(૩૫) જ્યારે તમે બેઠાં બીડીને બારણાં
(૩૬) જાણ : કે તું ‘તેનામય ’ છે
(૩૭) પ્રભો ! તારી દૃષ્ટિ ગિરિશિખર કે
(૩૮) જો માણવી તારે જીવનની માધુરી
(૩૯) તારો ઝીણો શો સ્પર્શ ને ખીલી ઊઠું
(૪0) ઓરતા કંઈએ મને ના
(૪૧) વિરહની વેદના પીતાં
(૪૨) કુંદકલી હું કુસુમ બની
(૪૩) પ્રભો! તું પાંગર્યો હૈયે
(૪૪) તો યે લહેજે વ્યર્થ તુજ જીવન
(૪૫) વિટંબો લૂમતાં છોને
(૪૬) તો ઝંખવા દે તું મને
(૪૭) કોણ એ જે ણે મુને સૂતો જગાડી
(૪૮) આપવું જો હોય તો કંઈ આપ એવું
(૪૯) પ્રભો ! જો લઈ જવું તારે કદા
(૫૦) મારે ઉરે નિવસતા ચિરકાલથી યે
(૫૧) રહો બસ નેહ અંતરમાં
(૫૨) ચઢ્યો એક દિ વિહારે
(૫૩) પરિમલ પ્રભુપથનો ગ્રહજે
(૫૪) પ્રભો ! બસ એટલું યાચું
(૫૫) જીવને નવ નિત્ય અમી વરસી
(૫૬) મારા આતમના કોડ કૈં વિલાયા
(૫૭) ઘૂમરાતાં મંડરાતાં બાદલ
(૫૮) પ્રભુ ! હવે મેલો સંતાકૂકડી
(૫૯) રહો સૌ દૂર મારાથી
(૬૦) કૈંક દીપિકા લઈ અવનીતલે
(૬૧) પ્રભુ! મને તેં નિત વ્હાલ દીધું
(૬૨) પેલાં તરુ, લતા અને ફૂલડાં
(૬૩) જ્યાં સુધી આ વિશ્વનો તું ના બન્યો
(૬૪) પૂજન પનોતું વિશ્વનું તું
(૬૫) શ્રદ્ધા જ એકલ છે અમી
(૬૬) સંયમ સંયમને પ્રેરે
(૬૭) દેવાધિદેવા ! અમાપ ને અસીમ હશે
(૬૮) નાનકા આ જીવનને
(૬૯) હું રજની , તું ઉષા દિવ્યતા
(૭o) નથી મારું , નથી તારું
(૭૧) હું તો એક દિ’ ચઢ્યો ‘તો
हिन्दी भजन
(७२) क्यों मन शरन न अब तक आया
(७३)अब मोरी राखो लाज हरि
( ७४) रे मन ! भटक भटक कहां भागा
(७५) छोड़ सहारा मनका ,
(७६) मनवा ! क्यों नहीं श्याम समाया
(७७) तन सं वार जोबनरस
(७८) क्यों मन भटकत ? जाग,
(७९) मनवा ! काहे तू भरमाया
(८० ) मनवा ! छो ड़ छो ड़ सब खेल
(८१) मनवा ! ढूंढ़ ले सही सहारा
(८२ ) मनवा ! समज ; गयी ना बीत
(८३) मनवा! चाहत सोना ?
(८४) खेलत खेल , रह त नही बसमें
(८५) मनवा ! मत रह अंध नठोर
(८६) जान मन ! आज न हम है तेरा
(८७) जब देखा , देखा जग जूठा
(८८) हम आर्य सभी बन आर्य
સંસ્કૃત રચનાઓ
(८९ ) या देवी सर्व भूतेषु
(९० ) जय देव ! जय देव !
(९१ ) स्वहृदि स्थिते देवि
DEVOTIONAL SONGS
(92) Oh God! Oh Lord of this life divine!
(93) Dimly it burns, oh!
(94) Oh Lord! The very breath of mine
(95) Awake, oh living emblem
(96) Oh ye bundle of misgivings
(97) Open up! Unfold the hidden light
(98) Let this mind and my limpid heart
! ^ !
! ~ * ! * ~ !
શ્વ શ્ર શ્વાશ્વાં શ્ર ! *
(૧)
હે સ્વામી ! હું તુજ ચરણમાં આવીને સ્તબ્ધ ભાવે
છેવાડો શો , દ્રવિત હૃદયે યાચતો દીન ઊભો ,
ભક્તિપ્રેર્યાં વિગલિત દૃગે , ગર્વ મિથ્યા ત્યજીને ,
શ્રદ્ધાઘેલો વિવશ બનીને આર્જવે બાવરો શો.
ઝંખું દેવા ! મુજ હૃદયના ભાવની પુષ્પમાળા
ગૂંથી કંઠે તવ અરપતાં થઈ રહું કંઠષ્લેષ .
જાણું છું હું , સુરભિ નવ ત્યાં , માર્દવી ના કુમાશ ,
ના સૌન્દર્યે તુજ હૃદયને કામવા મોહની ત્યાં .
હૈયાની કો લઘુ કુહરમાં કિન્તુ કૈં સ્થાન લાધે ,
લાધે તારી પદરજ બની સોહવા યોગ્યતા જો ,
જો ભાવોની નવ વિષમતા , ઊર્મિના છદ્મ જો ના ,
હૈયાહીણું કવન નવ જો ત્યાં જડે તો કૃપાત્મા !
દેજે પ્રેમે તુજ ચરણનો અર્ચનાલ્હાવ , યાચું ,
તારે પાયે લળી વિસરવા આત્મને ઝં ખના ત્યાં.
(૨)
વીણાવાદિની વરદે !
તવ સુમંત્રથી મુખરિત વિલસિત
જલ-થલ-નભ કર દે … વર દે !
વીણાવાદિની વરદે !
ઉર ઉર નિવસિત અમર પ્રાણદા ,
અતુલ શક્તિદા, વિમલ ભક્તિદા ,
મુક્તિપ્રદા ! અમ માત જ્ઞાનદા !
દીન-હીન સંકીર્ણ સ્વાંતના
મલિન સ્તરો હર દે … વરદે !
વીણાવાદિની વરદે !
જ્ઞાનહીન અમ આત્મ સકલમાં,
ક્ષમા -ભાવહીન અંતરતરમાં,
ભર સુગંધ અમ અંગ-અંગમાં ,
કર પ્રદાન તુજ જ્યોતિ મંગલા ,
તવ શિશુઉર ભર દે … વરદે !
વીણાવાદિની વરદે !
(૩)
વહો નવોદિત અંતરનાદો,
પ્રાત થયો ; મુજ આતમ ! જાગો !
રૈન ગયી , પરભાત પ્રકાશ્યું ,
અવનિ-નભમાં હાસ્ય વિલાસ્યું ,
સુપ્ત પ્રાણ અવ આળસ ત્યાગો ,
જાગો , જાગો , આતમ ! જાગો .
જાગ્યાં તરુવર , પંછી જાગ્યાં ,
જાગી ધરા , અંબરતલ રાજ્યાં ;
શેં ના જાગે આતમ મારો ?
જાગો , પ્યારા આતમ ! જાગો !
શીત સમીરણ અવ રે વિદારો
લહરલયે મમ અંતર-રાગો ,
વિમલ વહો ઉર જાગૃતિ-સાદો,
એ સુરસાદે આતમ જાગો !
મનમંદિરનાં બંધ દુવારો ,
અંતરતરના જીર્ણ જુવાળો ,
મુક્ત બની નવપ્રાણ પ્રસારો ;
જાગો , વ્હાલા આતમ ! જાગો !
(૪)
માગું હું તારા અંતરનો એક તાર ,
બીજું હું કાંઇ ન માગું રે !
વિશ્વવિધાતા ! નૈન ઘેરાયાં , ઘેરાયાં ઘોર અંધાર ;
આતમ-દીપક જાય બુઝાતો , બંધ થયાં ઉરદ્વાર ;
માગું તારા ચક્ષુ તણા ચમકાર ,
બીજું હું કાંઈ ન માગું રે !
જીવનસાગર જાય હિલોળે , વાયુ ચઢ્યો વંટોળ ,
નૈયા મારી ડગમગ ડોલે , એકલડો હું અબોલ ;
માગું મારા સુકાનીનો સહકાર ,
બીજું હું કાંઈ ન માગું રે !
અંતર આંધી ઘોર ઘેરાએ , ના કોઈ સાથ-સંગાથ ,
એકલડો હું મારગ ધાતો , પંથ અતિ વિકરાળ ,
માગું મારો હાથ ગ્રહો પળવાર ,
બીજું હું કાંઈ ન માગું રે !
મંદિર મારું મૂર્તિ વિહોણું , સર્વ દીસે સૂનકાર ,
જીવનબીનના સૂર લોપાતાં શાંત થશે ઝંકાર ;
યાચું : આવો અંતરના આધાર !
બીજું હું કાંઈ ન માગું રે !
(૫)
ભણકારા વાગે ; હો જી રે મને ભણકારા વાગે !
આતમનો મારો દીવડો ફરુકે ,
અંતરે ઓજસ રાજે રે ! … જી રે મને …
કાયા તણી મારી કાંતિ વિરામી ,
ઊમટી અંતરીએ શી આંધી જી ;
મનમંદિરિયું સાવ રે સૂનું ,
હૈયું તો યે હામ ન હારે રે ! … જી રે મને …
ડગુમગુ પગે પેલો પંથ ખૂટે ના ,
આંખ્યું અંધારે રે ઘેરાણી જી ,
ગાત્ર ગળે , હૈડે હાંફ ન માયે ,
વાધું છાને કોક અણસારે રે ! … જી રે મને …
તન-મન-ઉરે મારાં તેજ ભરો , વ્હાલા !
અલખની જ્યોત ઝગાવો જી ,
હાર-જીતે કૂળી સમતા હું ધારું ,
તપું તુજ સૌમ્ય સહારે રે ! … જી રે મને …
(૬)
અંતરપ્યાસ બુઝાવો , રામ !
વણ છીપી ઉરતૃષા મિટાવો ;
હાથ ગ્રહો , અભિરામ ! … અંતરપ્યાસ …
જલ અગાધ ; તલ અતલ , અદીઠાં ,
ટૂંકી જીવનસેર ;
શું રે કરું ? મુજ પાત્ર પરિમિત ;
જીવવું તે શી પેર ?
આશ ગઈ , મુજ પ્યાસ છીપી ના ,
કંઠે પ્રાણ રુંધાય ;
જીવનઝરણ ઝરે ન બુંદ , મુજ
હૈડે હાંફ ન માય !
આજ રહ્યો ના સાથ સદા જે –
ઊંડો એ અણસાર !
નોંધારો ! કરનાડ , નાથ ! લો ;
હામ ના ઉરે લગાર .
તડપું , તલસું , કંઠ રુંધાતો ;
જીવને એક જ ખેવ :
ઉર ધારો , પ્રભુ ! ના ઠુકરાવો ;
શરણ ગ્રહો , ગુરુદેવ !
આવો ; ના તલસાવો અવ રે !
ક્યાં સરતું મુજ ધામ ?
વિનવું , દેવ ! દવો શેં દિલને ?
હાથ ગ્રહો ; અભિરામ !
(૭)
ઝાંખો રે બળે , દીવડો ઝાંખો રે બળે ,
મારી અંતર-દીવડીનો દીવો ઝાંખો રે બળે.
મનની મઢૂલી મારી ઝૂરે રે એકલડી ;
સરતી સન્ધ્યાની ઓથે લાલી શેં ઝરે ?
મારી અંતર-દીવડીનો દીવો …
કૂજતી કાયાના કામણ વિલાવાની વેળ , તો યે
તેજના અંબાર ક્યાંથી ઊમટ્યા ઉરે?
મારી અંતર-દીવડીનો દીવો …
અંતરને આરે ઊની ઝંખના ઝબૂકે જોને ,
ઊણા કો અણસારે હૈયું ઝીણું કૈં ડસે !
મારી અંતર-દીવડીનો દીવો …
આવો રે આવો , વ્હાલા ! ઉરને આંગણિયે રુખે ;
અંતર-ઝરૂખો મારો સૂના રે શ્વસે .
મારી અંતર દીવડીનો દીવો …
(૮)
સીતારામ ! રાધેશ્યામ !
મારી બેડલી પાર ઉતારો રામ ! … સીતારામ …
નૈયા મારી જર્જર ઝરતી ,
વા વંટોળે રહી વિઝાતી ,
ભર મઝધાર ચઢી વંકાતી ;
તું વિણ કોણ સંભાળે ? … સીતારામ ! …
મનડું મારું સાવ નઠોરું ,
પાગલ , ચંચલ , નિત નર્તન્તુ ,
હાથ ન મારા ઘડી ય રહેતું ;
શી પેરે સમ જાવું ? રામ ! … સીતારામ ! …
પલભર શાણું , તો ય ન સખણું ;
ગરજી ગાજી ધાર્યું જ કરતું ;
હારી થાકી શરણે આવ્યો ;
અવ તો નાથ ઉગારો ! રામ ! … સીતારામ !
(૯)
સીયારામ બિના કો નવ તારણહાર;
રાધેશ્યામ બિના દુજો ના આધાર ;
અભિરામ બિના કૌન કરે ભવપાર ?
રામ નામ બસ એક સહારો ,
શ્યામ બિના કો અન્ય ન આરો ;
રામનામની સુભગ સરિ શિર
વરસો અનરાધાર .
હે મુજ જીવનસાર ! તુજ બિન
જીવન આ અંધાર . …અભિરામ બિના ..
તુજ નામે અંતર આ બહેકો ,
તુજ ધામે મુજ આતમ ગહેકો ;
રામનામને તારે તારે
રણકો જીવનબીન ઝંકાર .
હે મુજ જીવનાધાર ! તુજ બિન
અન્ય ન હો ભણકાર. .. રાધેશ્યામ બિના …
આશ એક : મુજ મનડું મહેકો ,
તુજ ધ્યાને ઉર-અંબર ઝળકો ,
અવિરત સ્મરણ દિલે નિત લહેકો ,
મન-અંતર નિત રામ – શ્યામ હો .
હે મુજ ખેવનહાર! તુ જ બિન
અન્ય ન હો પતવાર ! .. સીયારામ બિના …
(૧૦)
યાચું : હવે આવોને , ઘનશ્યામ !
આવોને ઘનશ્યામ ! ઉરમાં આવોને , મારા રામ !
નેણલે ઝાઝાં નીર ભર્યાં , પણ હૈયું સાવ રે સૂ કું ;
મનવીણા સો સો સૂર સજે , તો યે આતમબીન બસૂ રું .
અંતરની કો લહરલયે , મન !
રટજો શ્રી ભગવાન … ઉરમાં આવોને , મારા રામ !
તન, મન, ઉરે મારાં, નાથ ! નીતરજો આતમરસની રેલી ;
મનમંદિરને રુક્ષ ઝરૂખે વરસો પ્રેમલ હેલી ;
રામનામ રંગે રંગાજો
અંતર આ , અભિરામ !… ઉરમાં આવોને , મારા રામ !,
(૧૧)
અભિરામ હજો મુજ જીવનસાર ;
અભિરામ રહો જીવન આધાર ;
મુજ રોમ-રોમ રટજો અભિરામ ;
મુજ અંગે અંગ તપો , અભિરામ !
અભિરામ જીવનનું ગુંજન હો ,
અભિરામ જીવન અવલંબન હો ,
નિ:સાર સર્વ બિન શ્રી અભિરામ ;
સંસાર-સાર એક જ અભિરામ .
હો અમૃતતત્વ અજર અભિરામ ,
મૃત્યુંજય મંત્ર અમર અભિરામ ,
મમ હો દુઃખભંજન , શ્રી અભિરામ !
બસ હો મનરંજન શ્રી અભિરામ !
મુજ મોહથકી રંજિત લોચનનું
હો નેત્રાંજન શ્રી અભિરામ ;
આ માયાઘેર્યાં અંતરતમનું
હો ઉર-મર્દન શ્રી અભિરામ .
મુજ મનમંદિરમાં નિત્ય નિવસજો ,
મધુર મંત્ર જય શ્રી અભિરામ !
મુજ જીવનતત્વ બની ઉર તપજો ,
અમર સંત જય શ્રી અભિરામ !
નિરવ રવે રટજો રજની-દિન
એક મંત્ર ઉર , શ્રી અભિરામ !
બસ એક કામ , મમ એક ધામ ,
ઉર એક નામ : જય શ્રી અભિરામ !
(૧૨)
અંતરયામિ ! આતમજ્યોત ઝગાવો .
કૂડ-કપટનાં પડળ વીંધીને ,
અંતર ઘેર્યાં તિમિર હણીને ,
હૈયે ઊમટ્યાં મલિન સ્તરોનાં
અંગે અંગ પ્રજાળો ! … અંતરયામી ! ..
મોહ થકી અંજિત લોચનિયાં ,
તૃષ્ણા કેરી અદમ પિપાસા ,
ભભક ભરી સૌ ભૌતિક ધારા
સુધાજલે છલકાવો ! … અંતરયામી ! …
એકલતાનો સાથ ગ્રહીને
વાધું ઉજ્જડ પંથે છોને ,
આશ તૂટે , શ્રદ્ધા જો વિચલે ,
લાધો તુજ સથવારો ! … અંતરયામી ! …
(૧૩)
પ્રભુ ! મારી ઝોળી જુગ-જુગ ખાલી !
મનમંદિરનાં દ્વાર બીડેલાં ,
અંતર તિમિર છવાયાં ઘેરાં ,
કામ-ક્રોધનાં પડળ પુરાણાં ,
શી વિધ નાથ બનું તુજ સંગી ? .. પ્રભુ મારી …
ગહન સ્તરો જડતાનાં વીંધી ,
ઉરના કૂડા ભાવ વિદારી ,
આત્મતેજની નવલખ ધારે
રસજો ઉર મુજ , અંતરયામી ! .. પ્રભુ મારી …
એક ભરોસો તારો , વિભુવર !
તુજ વિણ અન્ય ન આરો, રઘુવર!
તુજ નેહે મુજ દિલ-મન દમકો,
રહું દ્વાર તુજ બની પૂજારી. .. પ્રભુ મારી …
અલખની ધૂને સ્વાંત સજીને
ભેખની કંથા દિલે ધરીને
મનમ્હોર્યા સહુ મોહ ફગાવી
ઊભો ધરી ઝોળી , બહુનામી !
પ્રભુ ! મારી ઝોળી જુગ-જુગ ખાલી .
(૧૪)
મારાં હૈયાનાં દ્વાર , દેવ ! ખોલજો રે!
મારું અંતર ઉજાળો !
મારું અંતર ઉજાળો ,
મોહપૂંજો નિવારો ,
દૃગનાં નીરને પખાળો ;
મારે હૈયે ઝગાવો દિવ્ય ચેતના રે !
અંધારે અંતર આ ઊમટો ભાવ તણા ભંડાર !
શૈલ્ય સમે હૈયે નિર્ઝરજો પ્રેમલ પૂર અપાર રે !
નૈના નિરખો ઊંડેરું !
નૈના નિરખો ઊંડેરું ,
આતમ ઊડજો ઊંચેરું ,
ઉરનું ટળજો અંધારું !
કૂળી કરુણાનો દિલમાં દીપક ચેતવો રે !
પુલક પ્રગટ કરજો મુજ રોમે રોમ સદૈવ , દયાળ !
ભાવભૂલ્યાં હૈયે આ પ્રકટો કોમલ દિવ્ય પ્રભાત રે !
જીવન જેથી ઉજાળું .
જીવન જેથી ઉજાળું ,
પુનિત પંથે સિધારું ,
દુઃખડાં દમતાનાં હા રું ;
હામ હૈયામાં રહેજો જીવન ઝૂમવા રે !
મારાં હૈયાનાં દ્વાર , દેવ ! ખોલજો રે !
(૧૫)
હે મમ જીવનાધાર !
તુજ બિન અન્ય ન હો ભણકાર.
હે મુજ ખેવનહાર !
ઉરમાં તું જ રહો ધબકાર . … હે મમ જીવનાધાર !
અંતરના સૌ મલિન સ્તરોને
વેગે નાથ વિદારો ,
સૌમ્ય , શુચિ તવ કરુણાનીરથી
મનના મેલ પખાળો ;
નિર્ઝરતી એ સુરમ્ય સેરે
ઝરજો નવરસધાર. .. હે મમ જીવનાધાર !…
કરુણાને તવ કોમલ કિરણે
મનમહેરામણ મહોરો ,
પ્રગટો દિવ્ય પ્રભા જીવને આ ,
પરિપૂત પ્રાણ પરાગો .
રેલજો અવિરત અમીરસ ધાર,
તું જ હો રોમરોમ રણકાર. .. હે મમ જીવનાધાર !…
આડે ઊભું અંતરપટ આ
અવ તો , નાથ , નિવારો !
હાથ ગ્ર હી મુજ દોર જીવનની
ભવજલ પાર ઉતારો .
આતમની તુજ દિવ્ય પ્રભા
ઉર તપજો ; પ્રાણાધાર ! .. હે મમ જીવનાધાર !…
(૧૬)
હરિનામ બિનુ કાંઈ ન આવૈ કામ.
શિવધામ બિનુ હો નવ કો વિશ્રામ .
જિન કમલિનીદલ વિશ્વ વિલાસા ,
શેષશાયી બન કાલકો નાથા ,
લક્ષ્મીવર હરિ રામ-શ્યામ બન
જનમનકા ભયે સબલ સહારા .
ઈન નામ બિનુ કૌન હરે ભવતાપ ?
હરિનામ બિનુ કાંઈ ન આવૈ કામ .
બીજબંકિમ જિન ભાલ સુહાવે ,
બન નિલકંઠ વિશ્વવિષ રૌંધે ,
ધરહુ કંઠ વિષનાગ , ગંગ શિર ,
ધરતી-અંબર સુધા પરૌસે ,
ઈન ધામ બિનુ કૌન હરે ભવભાર ?
શિવધામ બિનુ હો નવ કો વિશ્રામ .
જનગણ-મનકે શક્તિ -પ્રદાતા,
મંગલમય હરિહર ભવત્રાતા ,
શરનન જિન જગ રહૈ સુભાગા ,
ઈન સ્વામીન પદ -પંકજ ધામા .
હરિનામ બિનુ કાંઈ ન આવૈ કામ ;
શિવધામ બિનુ હો નવ કો વિશ્રામ.
(૧૭)
મારું અંતર મ્લાન વિદારો , જીવનનિધિ !
તુજ આતમનો ભર્ગ દોહ્યલો
અવનિ -આંગણિયે તરવરતો,
આશ ધરી એકલ અંતરિયે
શોધું તુજ સથવારો … જીવનનિધિ !
તૃપ્ત જીવનના તરલ તરંગે
ચઢી , ચગી , કો સ્વપ્ન-ઝૂલણે
ઝૂમી , થાક્યાં વિગલિત હૈયે
આવ્યો શરણ , ઉગારો … જીવનનિધિ !
જીર્ણ સ્તરો મુજ કૃપણ હાર્દનાં ,
આતમનાં અંધાર કારમાં ,
માયાવી માલિન્ય , દૈન્ય મુજ
મનનાં , નાથ ! નિવારો … જીવનનિધિ !
વિશ્વ સકલની બનું વંદના
વંદી તવ સર્જનની લીલા ,
કરુણાને તવ કોમલ કિરણે
અંતર-મિતિર મિટાવો .. જીવનનિધિ !
મારું અંતર મ્લાન વિદારો , જીવનનિધિ!
(૧૮)
પ્રભુ મારી ઝોળી ઝરે ; હું ભિખારી.
યુગયુગનાં ભવબંધન તાતાં ,
અંતરતરનાં પડળ પુરાણાં ,
મનમંદિરનાં દ્વાર બિડેલાં ,
શી વિધ , નાથ ! બનું તુજ સંગી ? .. પ્રભુ મારી …
ઉર આશંકિત , ગભરુ નેણલાં ,
રોમરોમ અંગાર વ્યાકુળા ,
તડપત હું દિનરાત , રઘુવર !
દિવ્ય તૃષા વણછીપી જોને ! … પ્રભુ મારી …
શેં મમ મનમંદિરિયું સૂનું ?
મુજ અંતર શેં રુક્ષ બાવરું?
નૈન ધુંધળા , પ્યાસ અધુરી ,
ના શાતા ઉરકુંજ મુરારિ ! .. પ્રભુ મારી …
દ્વાર ખડો શિશુ સ્તબ્ધ , વ્યાકુળો ,
કર જોડી , નતમસ્તક, નગુણો ;
લાજ રખો , પ્રભુ ! દેર કરો શેં ?
દર્શન દો , લો શરણ તુમ્હારી. .. પ્રભુ મારી ..
(૧૯)
હે મુજ તારણહાર !
પળ નવ ટળજો તવ સથવાર.
મુજ અંતરના આધાર !
હરો મમ ભવરણ કેરો ભાર .
અંતર આ દમકો બસ આશા ,
તું જ રહો મમ પ્રેમપિપાસા ,
ઉરઝરણે તવ વસી નિરંતર
ઝરપું અમીરસ ધાર. .. હે મુજ …
રહો દિલે આ પ્રેમલ ઝરણી ,
વિના પ્રેમ કો હો નવ તરણી ;
અંતરતમને વિમલ ઝરુખે
ઝળકો દિવ્ય પ્રભાત. .. હે મુજ …
તું મુજ આશ , તું જ મમ જીવન ,
તું જો ના , સૂનું આ મરુસ્થળ ,
હરપળ તું જ રહો દિલદ્વારે
મધુરો નવ-ધબકાર. ..હે મુજ …
(૨0)
ઉજ્જ્વળ અનંત આકાશે, આતમ, ઊડો ભવ્ય કો ઘાટે! ચેતનવંતા દિવ્ય ઉડૂગણ અંતર જ્યાં અજવાળે ,
આતમનાં અંધાર , હાય હૈયાની જ્યાં હોલાયે ,
એવે વિલસો આભસીમાડે !
આતમ , ઊડો ભવ્ય કો ઘાટે !
રડવડતા હડધૂત જનોનાં શોણિતની લઈ લ્હાણી ,
માનવતાની હૈયે જ્યાં માનવનાં ઘોર ખોદાણી ,
એવે સુધા સીંચી કંઈ વિશ્વે ,
આતમ, ઊડો ભવ્ય કો ઘાટે !
(૨૧)
પ્રેમલ પાશ થકી તવ , હૈયે
નિત નવ પરિમલ પાંગરજો ;
નેહભર્યે તુજ નયનવીંઝણે
હૈયું મુજ પુલકિત રહેજો .
અંતરતર હે તવ અણસારે
અંતર મમ વિકસિત રહેજો ,
આત્મતેજને તવ અંબારે
આતમ હરપળ ઝળહળજો.
રહો પિપાસા હરદમ હૈયે
સ્નેહલ તુજ સંસ્પર્શ તણી ,
તું જ રહો જીવન મુજ, રઘુવર !
તૃષા રિક્ત મુજ અંતરની .
નિર્ઝરતી તવ નવલ પ્રભાની
ઝરમરથી નવસિક્ત બની
તારે પુણ્યપથે પરવરતાં
વહેજો મમ જીવનઝરણી .
તારે મૃદુલ મધુ સંસ્મરણે
મુદિત રહો મન દિનરજની ,
મહેકો મુજ સૂને અંતરિયે
મુક્ત પ્રભા તુજ વ્હાલપની .
(૨૨)
ભવભવ ભટકી તવ મંદિરિયે
અવનત મસ્તક ચરણ ધરી ,
આર્દ્ર , ત્રસ્ત , આ વિગલિત હૈયે
આવ્યો , શરણ ગ્રહો , શ્રીહરિ.
જીવનને મુજ હર ધબકારે
તું જ રહો એક જ રણકાર ,
કરુણાની તવ શિતલ ધારે
ઝરજો પ્રેમલ ઉરઝ ણકાર.
આતમની તવ દિવ્ય પ્રભાથી
હરજો મુજ અંતર-અંધાર ,
તરલ તૂફાની ભવજલ તરણે
એકલ તું જ રહો પતવાર.
રુક્ષ હૃદય, મુજ અંતર ધૂંધળું ,
મનડું મર્કટ સાવ નઠોર,
અંતરપ્યાસ જગાવો , હરિવર!
પ્રગટો હૈયે કોમલ ભોર.
(૨૩)
મન-અંતર નિત રામ રહેજો ,
પ્રગટો હૈયે દિવ્ય પ્રભાત ,
રહેજો મુજ ઊણે અંતરિયે
ઉષ્મા ઝરતો કોમલ સાથ .
અંતરને ઊગતે અણસારે
તું જ રહો કેવળ રણકાર ,
આતમને ઉજળે પગથારે
રહેજો હરદમ તુજ સથવાર.
જીવનની ઢળતી સન્ધ્યાએ
તું જ રહો એકલ ઝંકાર,
ચિર વિદાયને મંગલ પર્વે
તું જ હજો અંતિમ ધબકાર.
(૨૪)
મુજ મનમંદિરના વાસી !
તુજ બિન છાયી ઘેરી ઉદાસી !
અંતરપટ આતમની આ ડું ,
શી વિધ ભીતર ભાળું ?
મનદર્પણ પર ઝાંખ વિષયની ,
ઉરમાં ઘોર અંધારું !
જ્ઞાન , ધ્યાન, કે ભક્તિ-ભાવ ના ,
કર્મ-વિકર્મ ન જાણું ;
વિષય-વમળમાં રહ્યો રાચતો ,
ગાઉં ભલે તુજ ગાણું !
તું મુજ , હું તુજ, — મનખો બોલે ,
દિલડું શાખ ન દેતું ;
મર્કટ મન કૂદન નહિ ભૂલે ,
અંતર છો ન અજીઠું !
રુક્ષ હૃદય , તલસાટ લગીર ના ;
કિન્તુ ન દિલને શાતા ,
હૈયા-ધડકન કહે સમીપ તું
જડ-ચેતનનો પાતા.
રતિરક્ત મન ! સાધ વિરતી અવ
જીવન ઝંઝટ છોડી ;
કર વિહાર ભીતર મન મૂકી ;
પ્રસાર આતમઝોળી !
જીર્ણ પડળ મુજ મનનાં વીંધી
આતમપ્યાસ જગાવો ;
અંતરતિમિર હઠાવો , રઘુવર !
તવ શિશુ લાજ નિભાવો !
(૨૫)
લાગી રે , તવ પ્રેમ તણી લવ લાગી .
જુગજૂની , પ્રભુ ! તૃષા અમીની
જાય ન જોજો ભાગી ! .. લાગી રે …
ભવરણ-ઝાંઝવ ભાળી ભાળી
થાકી મુજ આંખલડી ;
અવ તો ઉર ધારો ! ના રઘુવર
કકળાવો આંતરડી.
રુક્ષ હૃદય તડપન નહીં જાણે ,
તો યે ન અંતર શાતા ,
ભવબંધનના ખેલ ખેલતાં
સરતાં હરપળ પાસાં .
જાણું ન , દેવા ! રાહ સાંકડી ,
વસમી એ વાટલડી ,
દૂર દેશ તવ ઝાંકી ઝાંકી
થાકી મુજ આંખલડી .
દેર કરો ના ; ધાજો , વિભુવર !
સ્હાજો નત કર મારો ,
લથડાતાં મુજ પંગુ ડગને
એક સહારો તારો !
(૨૬)
જીવનને દવતે પગથારે
તું જ રહો એકલ અવધાન ,
દિલમાં હરપળ ગૂંજી રહેજો
તું જ, ન પળભર હો વ્યવધાન !
મનમંદિરમાં તું જ રહેજો
મનગમ મંગળ દિવ્ય સુનાદ,
આત્મતેજjhyggને નિત નિર્ઝરણે hgjhhhjhjhjhhjh
નસનસ હો નૌતમ નવનાદ.
કરુણાને તવ કોમળ કિરણે
મ્હોરી મહેકો મનઉદ્યાન ,
પ્રગટો દિવ્ય પ્રભા જીવનમાં ,
રોમરોમ વ્યાપો નવપ્રાણ .
જીવનને હર નવધબકારે
તું જ સ્રવો મૃદુલી રસધાર,
જીવન-સરીનાં વિમલ વ્હેણમાં
તું જ વહો મંજુલ મઝધાર.
ઝરજો પ્રેમસુધારસ ઉરમાં ,
રણકો રગરગ તુજ ઝંકાર,
પુલક પ્રગટ કરજો જીવનમાં
અંતર હો ઉદ્ગત ઓમકાર
(૨૭)
પ્રભો ! ઝંખું કૃપા તારી , ન મારે યાચવું કંઇએ ,
જીવનની દોટમાં હોજો સદા અણસાર તુજ કૂણો .
ડગું જેથી ન હું પથથી , પ્રપાતો છો વિટંબોના
કદા મુજ માર્ગને રુંધે . ન કો ફરિયાદ ત્યાં મારે.
કદમ વરવું ભરું કો’ દિ, ન રંજે કો રિબાવું હું ;
અટલ વિશ્વાસ-પ્રેર્યાં ધૈર્યથી તુજને સ્મરી મોદું ;
લહી : મુજ ભાગ્યમાં જે કૈં ગ્રથ્યું મુજ ખુદ તણી કરણી .
દીધું જે તેં સ્વીકારીને રહું મન -મોદતો રાહી .
ન ત્યાં ફરિયાદ કો મારે.
પિતા ! ફરિયાદ એક જ છે :
દઈ અણસાર કૈં છાના સદા મુજ માર્ગ તેં પોંખ્યો ;
ન તોયે તેં દીધી તારી કદી ઓળખ ! ન જાણ્યું મેં :
સદાયે ગુપ્ત મારાથી રહી ઓઝલ , છતી કો’ દિ
કરી હસ્તી ન તેં તારી ! ક્ષણિક ઝાંખી ય ના દીધી ?
ઝલક કો નાનકી યે ના !!
તને ઝંખ્યો , તને સેવ્યો , સરાહ્યો મેં તને વ્હાલે ,
ન તોયે તું રિઝ્યો , દેવા !
કહો , શાને રિસાયા છો ? રહી સંતાઈ મારાથી
સતાવો છો મુને શાને ?
હેં ! .. કહ્યું કઈં ? … શું ? …કહો ને !! … હા,
સ્વીકારું : તેં ન મારાથી છુપાવી હસ્તી તુજ ; કિન્તુ
ઉરે તડપન ન તેં દીધી ! પિયુ -ધડકન દિલે ક્યાંથી ?
રહ્યો પ્યાસો સદા , શેં ના છીપી એકલ તૃષા મારી ?
રિબાવ્યો શેં ? કીધો મુજને ન તુજ દર્શન તણો ભાગી !
પ્રભો ! ફરિયાદ એ મારી .
નિરંતર ઉર ગ્રસી ડસતી .
(૨૮)
મુજ મનમંદિરના સ્વામી !
તુજ પગરણ , પદરજ , પદપૂજન
કાજે ઉર-મન અભિલાષી ;
તું વિણ દિલમાં ઘેરી ઉદાસી !
તુજ બિન મુજ મનદર્પણ ઝાંખું ,
તું જો ના , ઉરબીન બસૂરું ;
હું તુજ સાજ કંઈક સૂર-ભીનું ,
તાલ , છંદ , લય , માધુરી હીણું .
તુજ ઝાંઝર લય થાપ થકી મુજ
નર્તન થઈ ઉરનું અદકેરું ,
એ સૂર-સુરતાને નવ-નાદે ,
નવલું સૂરસંગીત જગવ તું ,
ઝંકૃતિ નવલ ઉરાંગણ યાચું ,
તવ નવગાને નિત નિત નાચું !
(૨૯)
મારી માતાને ગરબે આજ ઘૂમવા આવોને !
માના ખોળાનો લેવાને લ્હાવ લાલ-બાલ આવોને !
માતાનો ગરબો કે રાસ રાધિકા તણો ,
ચામુંડા ચંડિકા કે જગદંબા માતનો ,
માના લેવાને ઉરના આશિષ વ્હેલેરાં આવોને !
મારી માતાને ગરબે આજ …
ઘેર-ઘેર, દેહ-દેહ, વિશ્વ આ વિરાટમાં
જલથલને આંબતા આ અવનિ આકાશમાં
સૌ એ મુજ માના પમરાટ , માણવા આવોને !
મારી માતાને ગરબે આજ …
ભૈરવી , ભવતારિણી , મા ચિન્મયી ચિદંબરા ,
આદ્યશક્તિ શાંભવીના ભુક્તિ-મુક્તિ લ્હાણનાં
રણકંતા ઝાંઝર-ઝણકાર ઝીલતા આવોને !
મારી માતાને ગરબે આજ …
માનું મંદિર મારી દેહલડી દીપતી ,
સપ્ત પ્રાણદીવડીથી ચિતી-માર્ગ ચીંધતી ,
દ્વાર જેને ઓપતા શ્રી ગરવા ગણેશજી ,
એવી માના ખોળાનો લેવા લ્હાવ , ઝૂમતા આવોને !
મારી માતાને ગરબે આજ …
(૩૦)
ઘમ્મર ઘૂમતા આવોને મારી માને ગરબે આજ !
ઝનનન ઝૂમતા આવોને લઈને સરવા દિલનાં સાજ !
માનો ખોળો તો હેત ઝરતો હુલામણો,
પાવન ગંગા સમો એ શીતળ સોહામણો ;
મૂકી મનના મોહક મેલ , વીતે વેળ , કરો સૌ પહેલ ,
હૈડે હૂલતા આવોને માને ખોળે રમવા આજ !
ઘમ્મર ઘૂમતા આવોને …
નેણ દીસે તીખાં , પણ અમૃત આંખલડી ,
ઝૂરતો એ માતૃઅંક નીરખે વાટલડી ,
થઈને નેહ-નીતરતા લાલ , માના ગરવા વીર દુલાર ,
હેતે હૂલતા આવોને મારી માને દશમે દ્વાર !
ઘમ્મર ઘૂમતા આવોને …
માના એ દીવડાને ઝગમગતો રાખજો ,
જોજો , બૂઝે ન કદી અણધાર્યો ઓપતો ;
થઈ એ દીવડા કેરી વાટ, માની ચિનગારી સાક્ષાત ,
દીપ્તિ વેરતા આવોને મારી માને દિલ-દરબાર !
ઘમ્મર ઘૂમતા આવોને …
રામરસ રેલતા ઓ થનગનતા ધીર વીર !
તનમન મૂકીને આજ સોંપી માને સૌ પીર,
હૈડે માતૃ-અમીરસધાર ગ્રહતા સંચરજો શિવદ્વાર,
દિલ-મન મ્હોરતાં આવોને થઈને માના ઉર-ધબકાર !
ઘમ્મર ઘૂમતા આવોને મારી માને ગરબે આજ !
ઝનનન ઝૂમતા આવોને લઈને સરવા દિલનાં સાજ !
(૩૧)
મારી માને મંદિરિયે આજ રમવા આવોને !
મારી માતાને ગરબે આજ ઘૂમવા આવોને !
માનું મંદિર સારું વિશ્વ આ સૂરીલું ,
સાત-સાત સાગર ને અવનિ-અંબર ભર્યું ,
એ માતને બિરદાવતા કો વીરને વધાવવા
હેત હૈયાનાં , હાં રે દિલડાનાં ફૂ લડાં લઈ આજ
હૂલતાં આવોને ! .. મારી માને મંદિરિયે આજ …
માને મંદિરિયે સાત-સાત દીવડી ,
લાલ , નીલ , લીલેરી , ઝગમગતી જાંબલી ,
દીવડે લહેરાતી માત સપ્તપદી પાડતી ;
એને પગલે , માને કુમકુમ પગલે પળવા આજ
ઝૂમતા આવોને ! .. મારી માને મંદિરિયે આજ …
મંદિરના દ્વારપાળ ગરવા ગણેશજી ,
ઘેર ઘેર ઘૂમી ઘૂમી જોતાં વાટલડી ,
કો વ્હાલસોયો વીર માતપાયને પખાળવા
વાધે ? હાં હાં વાધે કંકુના કરી આજ !
પોંખતા આવોને ! .. મારી માને મંદિરિયે આજ …
મંદિરિયે ઓપતું આ માનવમન મોકળું ,
સપ્ત પ્રાણ-દીવડીથી ચિતીમાર્ગ ચીંધતું ,
શિવશક્તિ નેહ તણા તેજથી પ્રકાશતું ,
એને વરવાનો , પ્રાણપૂજનનો લેવાને લ્હાવ ,
વ્હેલેરાં આવોને ! .. મારી માને મંદિરિયે આજ …
(૩૨)
પ્રભુ ! તારે દ્વારે અભિહત ઉરે, દીન વદને,
ઊભેલા એકાકી ઉપકૃત બન્યા ભિક્ષુક સમા ,
જલી વિશ્વાંગારે વ્યથિત હૃદયે કંપિત થતા
ત્યજાયા આત્માનું શરણ બનીને ધન્ય કરજો !
ઘડી પોંખી વ્હાલે , ભરી હૈયું નેહે
વિભો! ઉર આ ઊણે
તું જ અનુપ આરાધન હજો !
(૩૩)
યાચવું જો કોક દિ મારે હશે , પ્રાર્થીશ હું : કે
જીવન મુજ છોને બની જાઓ કદા ઉજ્જડ, રુખું વેરાન !
હે દેવાધિદેવા ! રાખજે મમ હાર્દની ઉર-વીરડી આ
લીલુડી , હરિયાળી , કૂળી , કેલતી ! …
જેથી લહું : કે હરિત છે જેનું હૃદય તેના જીવનનો
કારમો ભેંકાર પણ ચૂમી કદા શકશે નહીં એ માધુરી —
મંજુ , મૃદુતા મ્હોરતી જે મંજરી ઉરની બની .
મ્હેકમાં એની હશે સામર્થ્ય કૂળું
વિષમ જીવનઝેરને પણ જેરતું .
ને કદા કોઈ ગરલના ઘૂંટને શામવાને એ ઘડી અસમર્થ ,
તો યે શું ? … ઘૂંટની કટુ ચૂડમાં ખૂંપી જવામાં ભાળશે
સાર્થક્ય જીવનનું સદા — ગૌરવી બાંકી અનેરી એ અદા !
ને મૃત્યુને સંગ્રામતા એ માણશે , દોહ્યલાં જીવન-અમીનું
આખરી , અદકું, પનોતું , કોમળું , હૈયે ઝર્યું પયપાન .
(૩૪)
રાત્રિના નિબિડ અંધારમાં જ્યારે સૂણું
એકલ , મૃદુ, છાનો ટકોરો દ્વાર પર ,
ત્યારે ધડૂકી ઊઠતું હૈયું ઊણું
મોઘાંમૂલા મહેમાનના સ્વાગત લિયે મુજ.
હું ઊઠી ઝાંકું જરી , હળવે ડગે ,
અધૂકડું મુજ દ્વાર કૈં ખોલી લગીર,
છાઈ રહ્યું જ્યાં અણબૂઝ્યું અંધારપટ .
પણ ક્યાં અરે મહેમાન મુજ ? ના જાણતો !
* * *
વકાસું છું , વિમાસું હું પ્રવેશી દ્વારમાં ,
ભગ્ન શો , નૈરાશ્ય-ઘેર્યો ; જાઉં જ્યાં
એ વાસવા મુજ દ્વાર , ત્યાં વળી ગૂંજતો
ચિર-પરિચિત સાદ એકલ : “ આવું હું? “
* * *
કોણ એ? એ કોણ? … છું હું સ્તબ્ધ ! હા,
છોભીલો , વ્યાકુળ , વિવશ ને બહાવરો ! !
ને તો ય શ્રદ્ધાયુક્ત , મુદિત ભાવે ભર્યો
વિગલિત દૃગે , કૈં હસિત વદને હું રહું ખોલી
અધુકડાં એ બંધ શા મુજ બારણાં , કૈં દોડીને … પણ !
થાય છે અદૃશ્ય ત્યાં શીતળ સમીરની કોક ઉષ્મા-વીચિકા
અબુધ તો યે માર્દવું કૈં કાનમાં મારા કહી !! . . . .
ને ભગ્નાશ , કૈંક અબોધ શો, વાસું ફરીને દ્વાર ;
ખોલી ખિડકી , નિશ્વાસતા મુજ શયનખંડ તણી અટૂલી !
વિમાસી હું રહું , કૈં મીટ માંડી :
આવે કદી એ સાદ ” આવું હું ? ” ફરી !
* * *
ચકચૂર હું નિદ્રામહીં ?.. ના; ગાઢ , ગેબી કો અતલ
ઊંડાણમાં . . .ઊંડાણ કો . . . ! ગેબી, ગભીરું ને ગહન .
ને પડે શ્રવણે વળી એ સાદ , ક્યાંકથી , કોકનો !
ઝબકી , છળી , ન્યાળું મુને હું , . . . ખોળતો – ફંફોળતો
અરવા અનાગતના અતલ ઊંડાણને … ને જાય છે તાણી
અહો એ સાદ, ના; … એ નાદ! હા , નાદ એ . . .
એ નાદ પરવશ શા મુને ઊંડે … અતિ … ઊંડે ! ! …
ને રહું ખેંચાઈ વસમી ખોજમાં એ નાદની ,
પાગલ બની વણ-શોષતી ઉરની તૃષાએ… પણ અરે !
મારો જ એકલ સાદ એ અવસાદ થઈ ઊનો ,
રહ્યો મુજને ઝબોળી સ્વાંતના અણચિંતવ્યા ઊંડાણમાં ..
ને … હું ભૂલું મુજને અતીતના કો ઈશારે ,
ઘેરા ગૂઢાં અંધારમાં મુજને સમર્પી .
ને સૂના મુજ હાર્દને કો ગુપ્ત કુહરેથી દ્રવી , સંકેતતો …
હા , એ જ એ અણસાર! ..”આવું હું ? .. હું આવું … ! !” ફરી. .
હેં ?.. કોણ એ ? એ કોણ ? … ઘોષ ઘેલો મુજ અનંત !!
* * *
અને એ સ્પર્શ ઝીણો ? આંબતો ઘેરાં ગહન અંધારને મુજ !
કોમળો , મૃદુલો મધુ એ સ્પર્શ ! અંધારને ગ્રસતો મધુ એ સ્પર્શ !
સ્પર્શ એ !! ઢંઢોળી રહ્યો રીઢા અફિણી શા મુને. …
રોમાંચિત હું … ખોલી રહું મુજ નયન-દ્વય ઘેરાં , ગભીરાં ,
માર્દવી એ આશને કો અંકૂરે , કિંચિત હસિત મુદ વદનથી.
પણ હાય રે નિયતિ !! ન ત્યાં મહેમાન મુજ !
એકલો , નિ:શ્વાસતો મુજને મૂકી ક્યાં એ છૂપ્યા ? ક્યાં … ?
ને હું પડ્યો એ જર્જ રિત મુજ શયન ખંડ તણા
ભીષણ ભેંકારમાં … મુજ જીર્ણ શીર્ણ એ શૈયાનો
રૂખો-સુખો અવસાદ થઈ . . . !
(૩૫)
જ્યારે તમે બેઠાં બીડીને બારણાં
ત્યારે ટકોરો હું બની આવ્યો જરી ;
ને ઘેનમાં ચકચૂર ઢાળી નેણલાં
બેઠાં તમે , ત્યારે બની તમ જ્યોત હું
આવ્યો ; પરંતુ ના હતી ફુરસદ ઘડી
એ ખોલવા તમ-દ્વાર ! કે માંડી નજર
ના. … શેં કરે ફરિયાદ ? ઘેલા માનવી !
કૈં જિન્દગાની એમ તુજ એળે જતી !
(૩૬)
જાણ : કે તું ‘તેનામય ’ છે.
એ જ તારે છે પ્રેમસમાધિ !
અજેય કેવળ પ્રેમ આ અવનિપટે .
જ્યાં ન હૈયું હૂલતી પરિશુદ્ધતા
પ્રેમ ત્યાં ના પાંગરી પમરાટતો .
જો ચહે એ પ્રેમનું પૂજન થવા ,
સ્વાર્પણે તારી સજો ઉરવાટિકા .
કર ફના નિજને સ્વયં એ પ્રેમઝાળે પાવની ,
ને સદા આલિંગજે એ સૌમ્યતા કૈં સાત્વિકી !
મ્હેકી રહો જીવને લઘુ તવ પ્રેમભીની માધુરી !
(૩૭)
પ્રભો ! તારી દૃષ્ટિ ગિરિશિખર , કે ગુહ્ય કુહરે
પડી , સૈકા-જૂના શયિત ગિરિમાં ચેતન ભરી
લઘુતાને જાણે મહત પદ અર્પી જીવનમાં
સુષુપ્તિ પામેલાં રુહ સકલને જાગૃત કરે .
મને તો યે શાને હડધૂત કરી ગુપ્ત રહીને
સદાયે ઝંખ્યું જે જીવન-નવની ઝાંખી નવ દે ?
ઘડી પોંખી સ્નેહે નિજ ઉર મહીં શેં ન મઢી લે ?
(૩૮)
જો માણવી તારે જીવનની માધુરી ,
દિલ કોરતી કરુણા જ એકલ તવ સખી .
જેરવી જાણ્યો જગે આનંદ કરુણા સ્રાવતો
તેને કઠે ના જિંદગી કેવળ કટુતા ઝેરતી .
જેણે પીધાં, પોંખ્યાં, પચાવ્યાં પાન એ કારુણ્યનાં ,
ને જીવી આ જિંદગાની એ કટુતા જેરતા ,
તે માણતા આનંદમાધુરી તણાં સંભારણાં ,
ગીતડાં ગહેકાવશે મોંઘી મીઠી કો કાલનાં .
કારુણ્ય તો જીવનઅમી આરાધ્યનું ,
અધ્યાત્મસરિનો નિત્ય નિર્ઝરતો ઝરો.
જેણે કીધું પયપાન એ કારુણ્યનું ‘સ્વ’ને વરિ,
આત્મતારક ઝગમગી તે ભાલ રવિ થઇ ઓપતો.
ધન્ય હે કરુણામયી! તારી કૃપાના પાનથી
અંતર-ડૂબ્યું મુખરિત ઉર આ ધન્યતા આરાધતું.
(૩૯)
તારો ઝીણો શો સ્પર્શ ને ખીલી ઊઠું ;
થપકી મૃદુ તારી અને જાગી ઊઠું હું ;
નેણલે તારે તીખે દાઝી ઊઠું હું ;
ને કટુ તુજ વેણથી છળી હું ઊઠું.
જો દૂર તું હુંથી કદા , ભાંગી પડું ,
અણસાર ના હૈયે ગ્રહું , લાજી મરું .
બનું હું રમઝટ આ ઉરતંત્રીની ,
તું જંત્રી મુજ આતમ-ઉરની .
તુજ ચરણ-કમલની પ્યાસ , પ્રભો !
હો ઉરને અન્ય ન આશ , વિભો !
(૪0)
ઓરતા કંઈએ મને ના :
જો દીધી આ જિન્દગી માનવ તણી , દેવા !
રહું એ જોગવી , માણી મળ્યું જે જે ,
ન મારે યાચવું કંઈએ ; છતાં જો અર્પવું તારે કદા ,
તો આપજે તુજ ધીરતાનો અંશ કિચિત ;
જેરતા જે , માર્ગ કો દુસ્તર મહીં અટવાઈ જો જાઉં ,
અને માલિન્ય મનનાં , કે કૂડાં દુષ્કૃત્યથી થાઉં કલંકિત હું,
અને તારી ખફા દૃષ્ટિ તણા કો વીંઝણાનો હું બનું ભાગી ,–
પ્રભુ , દેજે મને ઔદાર્ય , જેથી
હું ગણી એ લાડની થપકી મૃદુ તુજ,
મન મહીં મોદું, લહી પાથેય જીવનનું , ગ્રહું નવ–જ્ઞાન: કે
હું પંકથી જો ઊપન્યો , ડર પંકનો શાને ?
કદા મારે ઉરે કંઈ વાસ જો બદબો તણા –
બદબો , ક્ષતિ , લઘુ ઊણપો – મુજ દોહ્યલાં સાથી ;
પ્રભુ-અર્પ્યાં પ્રણયનાં દાન એ મોઘાંમૂલાં .
જે જાણતા , ના , માણતા કંઈ ચિતવું :
વિસ્તારવા પંકજ બની પમરાટ વસુધાઅંકમાં આવ્યો જગે
હું . કાપતા એ જિન્દગીનો રાહ , ને સહેતા , જીરવતા, જેરતા
જગવ્યંજનાના દાહ , ‘ને કંઈ ધૂર્ત આ જગના મહામત્સર ,
કદા કૂટ ઉરના હીણા પ્રલાપો , કે કંઈ હૈયા-બળાપો !
કે કદા કૈં ભાવનાના ધોધ વ્હેતા ઝીલતા ઉરમાં ઊણા ,
‘ને તાર કૈં સંવેદનાના સ્વાંતમાં સંધાનતા નવગાનમાં ,
થઈ મુગ્ધ એના તાનમાં સાધું કદી રસઐક્યનું ઉરતંત્રીમાં
વાદન , — તો પિતા ! જોજે , ન ખૂટે ધૈર્ય મુજ .
અગર સંગીત એ નવલું કદી જો ભૂલવે સ્વરભાન ,
તો , વ્હાલા વિભુ ! ઉત્કર્ષ મુજ સંગીતનો મમ ચિત્તને ઝંકૃત કરી
અપરૂપ ભાવે સાધજે – તું રાગિણી મુજની બની .
તુજ ગાનની એ મધુરિમામાં થઈ રહી ગુલતાન ,
એ રસલ્હાણથી જો હું ભૂલું મુજને –
અહો જનબીન બજવૈયા ! જીવનમાળી મનુજ ઉદ્યાનના !
માયાવિની બંકી બરુની બંસરીના ગૂઢ ઘડવૈયા !
ચીરી આ ચર્મચક્ષુનાં પડળ રેલાવજે કૈં ભાવસ્રોતો
સ્વાતિનાં વારિ તણાં ; જેથી ઊલેચી વારિ એ
થઈ મત્ત મૌક્તિક-સપ્તકે, તુજ ભાવભીને હું રમી ,
તારી ગરિમાગાનનાં ગૂઢા ગીતે ગૂંજી રહી
લાધી રહું નવજ્ઞાન , કે –
દેવા ! ઘડી અણમોલ જીવન-બાંસુરી આ
તેં દીધી મુજને અમુલખ પ્રેમથી , કૈં ગૂંથવા ગાથા
અમિત આશ્ચર્યની , ને સર્જવા સૂર-આવલિ
તારા અનુપ ઐશ્વર્યની : એ સર્જનાને ગૂંથતા
જો રુદ્ર-સૌમ્ય, કરાલ-કોમલ, રુક્ષ-આર્દ્ર તણી
કટૂતા માધુરી , તેં પ્રેમદીધી મોરલી મોંઘામૂલિમાં હું સજું ,
‘ને રુક્ષ આ ઉરબીનને સૂરસપ્તકે બાજી રહે
જો નાદ પ્રત્યાઘાતના , કે પ્રપાતો શીર્ણ વજ્રાપાતના
મુજ ધૈર્ય ઓગાળી રહે , ત્યારે અખૂટ હે ચેતનાભંડાર !
ધાતા ! મધુરિપુ ! તારા વિમલ કરતાલની થપકી થકી
ઝંકૃત થતી મુજ તંત્રીને ભાળું જગવતી હાર્દમાં નવચેતના ,
ને થઉં હું લીન તારા ગાનના નવતાનમાં
તુજ ગીતનું ગૂંજન બની . — બસ એટલું દેજે .
… અને કૈં આમ આત્માધીન થઈ, ઘેરી સુષુપ્તિથી સરી
જાગૃત મહીં ડગ હું ભરું , ત્યારે વિરલ વત્સલ વિભો !
તારાં અમીઝરતાં મૃદુલાં નેણલાં
મુજ નેણમાં નર્તન્ત હું ન્યાળું જરી :
ને પલકમાં ઝેર જીવનનાં સહુ જાઉં ગળી ;
સંદેહ સૌ ,સૌ ગૂઢ , ઘેરા , ગહન પ્રશ્નાર્થો ગળી જાતાં ,
લહી નવ-દૃષ્ટિથી તવ વિશ્વને , મુજ મૂઢતા જાતાં દ્રવી ,
તવ સર્જને પ્રેર્યા વિરોધાભાસને ઉર વિમલે પ્રણમી ,
સ્વીકારી તવ કૃતિ , કો વિનત ભાવે ચિતવું :
આત્માધિદેવા !
જીવને આ કુસુમ-કંટકનાં સુભગ સંમિશ્રણો , – સૌ ઓપતાં
જીવનપથે ક્લાંતિભર્યાં પાથેય જીવનનું બની …
તો પિતા મારા ! ભલે આવો વિટંબોના પહાડો ઝૂમતા ,
ઘેરા નિશાનાદો રહો ચિર ઘૂમતા , … નૈરાશ્યના ઉરદાહ ,
ભગ્નોત્સાહના ભીષણ ભલે ભેંકાર આવી લૂમતા ,
છોને રહે ઉર ચૂમતા , બંબાકાર છોને પ્રલયપાતો
વાધતા લઘુ જીવને ! !
અર્પ્યાં પિતા ! તેં નેણલાં … સહેતા દુઃખો
જાઉં કદા અશ્રુપ્રપાતે હું ડગી , તો યે ન શમજો વદન પર
સ્મિતરેખ , જે પણ તેં દીધી . વ્હેજો , વિભો ! થમજો ન ,
યાચું એટલું : દિનરાત તુજ ધારા અવિચળ પ્રેમની .
કો દિ’ કસોટી તું કરે મુજ ધીરતાની ,
ને કદી તારા પરીક્ષણમાં ડગું હું ,
તો ય મુજ દેવાધિદેવા ! એટલું પ્રાર્થન :
સદા વાત્સલ્ય તવ ઉરનું હજો મુજ સાંત્વના ;
જેથી બનું હોંસે વિભો ! હું
મોરલી મીઠી , મૃ દુ , તુજ રાગિણી બહેલાવવા !
(૪૧)
વિરહની વેદના પીતાં બળીને ખાક થઈ જાજે ;
જીવનના જોમને જોરે જલીને આગ થઈ જાજે ;
પ્રણયની પ્યાસના રઘવાટને ઘૂંટે ઘૂંટે પીતાં
જીવન જિવાય તો તું જીવ ; નહીં તો રાખ થૈ જાજે .
પ્રભુ તુજ પ્યાસના પમરાટથી રીઝે નહીં તો બસ
દિલે બરબાદ થઈ મઝધારનો અંગાર થઈ જાજે .
(૪૨)
કુંદકલી હું કુસુમ બની
આ વિશ્વે સૌમ્ય સુગંધ ભરું ,
અવનિ , અંબરમાં સ્નેહ ભરી
એ પરિમલ ગહને નિત્ય રીઝું .
હું પ્રગટી પમરી મુરઝાઉં ,
ને તો ય વિરમતા હરખાઉં .
તેજકણી હું , અનલ થઈને
અવનિ-આંગણ અજવાળું ,
મુજ માતૃ-ઉછંગે નેહ મઢી
એ તેજ દીપ્તિથી સ્વાંત સજું .
મનઆંગણ નિત્ય સજું પલપલ ,
મુજ તેજ ભરો નિશદિન જલથલ ;
મુજ અંગ સુગંધ ભરો કણકણ ,
મુજ હૈયું હો પુલકિત પ્રાંગણ .
(૪૩)
પ્રભો! તું પાંગર્યો હૈયે છતાં ઉરજલ ઠર્યું શાને ?
હૃદયની વીરડીનું સત્વ શોષાયું હવે શાને ?
થયાં અંકુર ક્યાં એ લુપ્ત ? થઈ કંટક ચૂભે દિલને .
સીસકતા કો ઠગારા દાહ દવતા રિક્ત કાળજડે !
ભભકતા રાગ મુજ મનના થઈ અંગાર અંતરનો
થીજ્યાં ; એ વારિકણના ઠારને નખશીખ ઓગાળો !
કંઈ સૈકા પુરાણાં ખોરડાં, ઉરદગ્ધતાના ઢેર ,
વિલાજો આ ઉરાંગણથી હવે ફણગાવી કોમલ સેર.
કૂણાં વારિદલો અવ રેલજો નવભાવ અંતરિયે ;
ઊણા અંગાર સમસમતા ઠરો નવશીત નિર્ઝરણે ;
ઉરાંકુરને સીંચી કો ભાવઝરણે ભીંજવી ઉરભોમ ,
વહો ધારા અવિચળ પ્રેમની મુજ ધીકતે ઉરવ્યોમ.
પ્રભો! બસ એટલું યાચું : વહો નિત ઐક્ય ઉર-મનનું ,
સદા હૈયું રહો નિર્ભર તમારાં પ્રેમ -પૂજનનું .
(૪૪)
તો યે લહેજે વ્યર્થ તુજ જીવન
દઈ શક્યો જો કોઈને ના નાનકું આ દિલ .
જાગી નથી જો કોઈને તાતી તૃષા
તુજ આર્દ્ર એ ઉરની અમીની હૂંફની ,
તો જાણજે હીણું , હણાયું , આ જીવન .
પ્રેમ , સર્વાર્પણ , જીવન-સાફલ્ય છે ;
અન્યના સાયા બની મીટી જવું એ ધર્મ્ય છે .
મિટાવી અન્યમાં જે ણે દીધી નિજ જાતને ,
લ્હાણ મૃત્યુની લઈ જીવન-સરાણે ,
ને ઊભા કાચા ક્ષણિક કો મૃત્યુને પ્રેમે પૂજી
રસલ્હાણ મોંઘેરી કસુંબલની લૂં ટી ,
તસ્વીર જીવનની અનૂઠા ખેંચીને
હાંફતા ધરતીઉછંગે છે મઢી એણે નકી .
(૪૫)
વિટંબો લૂમતાં છોને , પ્રપાતો ઝૂમતા છોને ,
ડગું ના ધ્યેયથી આડો , રહું તવ ભાવનો ભૂખ્યો .
હજો ના હેરતો ગમની ભલે ખંજર ખૂંપે દિલમાં ,
રહું તવ પ્રેમના પગથારનો નિર્ભય અટલ રાહી .
રહો બસ જોમ આપ્યાનું , ન મારે યાચવું કંઇએ ,
મળે જે તે સ્વીકારીને રહું મનમોદતો રાહી .
પ્રભો ! બસ ધીરતા દેજે , ડગું ના રાહથી ક્ષણભર ,
સ્મરણ તારું રહો રમતું , હૃદયને ચૂમતું પળપળ .
કદા મમ રાહથી ફંટાઈને બેફામ હું વાધું ,
બનું મનપાશનો ભાગી કદા તુને વિસારી હું ,
લહી માનવસહજ એ એબ , વિભુવર ! ક્ષમ્ય એ ગણજો ;
બની મુજ રાંકનો સાયો કૂળો , કર નાથ ! મુજ સહાજો .
રહો વિશ્વાસ મુજ ભાથું , ઉમળકો આત્મશ્રધ્ધાનો ,
રહો બસ ઝૂમતું હૈયું સ્મરી તવ સાથ જે લાધ્યો .
પિતા ! બસ એટલું દેજે , વિસારું ના કદી તુને ;
નિરંતર હું રહું પોંખી મધુ તવ પ્રેમ-પૂજનને.
(૪૬)
તો ઝંખવા દે તું મને
દિલ તણું દિલ સાથ મોંઘેરું મિલન ;
રુક્ષ , હીણા , હાંફતા માનવ-કલેવરનું નહીં .
ઘડી પોંખી રહું વ્હાલે , વિનત ભાવે ,
સ્મરી તુજ સર્જનાના હાર્દને
નવાજી હું રહું ઘેલી કૃતિ તવ
માર્દવા, મૃદુલા, મલપતે નેહભીને અંતરે .
વંદી વિભો ! તવ સર્જનાને,
ચરણપદ્મે તુજ રહું સહેજે બની
તવ હાર્દનું અદકેરું કૂળું કો કવન
રેલતું તારા ગરિમા-ગાનને.
(૪૭)
કોણ એ , જે ણે મુને સૂતો જગાડી, ખૂબ ઢંઢોળી,
જખમ કંઈ કારમા દઈ દઈ નવાજ્યો સ્વગૃહે પ્રેમે ?
અજાણ્યા રાહ પર મુજને મૂકી , રાખી નિરંતર લડખડાતો ,
હાંફતો , કણસારતો , તો યે સહારો થઈ રહી ,
એ હસ્ત ગેબી દૂરથી પ્રેમે પ્રસારી
કોણ એ મુજને સદા પોંખી રહ્યું ?
ને હું નગુણો મતલબી ! થઈ સાવ એકલપેટ શો
મારી દ્વિધાને પોંખતો , સ્વપ્નીલ જગત કંડારતો ,
અણસાર સૌ છાના ફગાવી , પી રહી ઉરદગ્ધતા ,
છૂપા કૂડા ઘૂંટડા ગળી , હીન તૃપ્તિની એ કબ્રને
ખોદી ખૂંદી , મન મોદતો
જૂઠે પ્રપંચી પારણે ઝૂલી રહ્યો ?
તો યે પિતા મારા ! વિસારી એબ સૌ ઉર-ભીંસતી
અણસાર કૈં છાના દઈ મુને કીધો તારો ઋણી .
દેજે પિતા ઉરધૈર્ય : સૌ મુજ એબને ફૂંકી ફૂંકી
એ ધૂમ્રગોટે સ્વાંતને શૃંગારતા જગ વિસ્તરી ,
મનમ્હોરતો ઊંચે ઊડી , ઉર-ગગનમાં તુને મઢી
તારે સહારે આત્મને તુજ ચરણપદ્મે હું ધરું.
ને આમ હું મુજને વિસારી તુજ ઉરે ઉરને મઢી
તારા અનુપ આવાસને કંડારતા , શણગારતા ,
કૂજી રહું તુજમાં ગળી .
(૪૮)
આપવું જો હોય તો કંઈ આપ એવું,
પ્રકૃતિ જેથી રહે તૃષ્ણા હીણી મુજ ;
ધૈર્યપોષ્યા કૂજતા કર્તવ્યની બાંધી ધૂરા
હૈડે લઘુ પમરી રહું હું પાંગરી !
માનવભર્ગ હું –
નિર્ભિક, આરતપૂર્ણ ને કંઈ આત્મનિર્ભર ;
ચેતના-અંબારથી સરસો ભર્યો
કૈં ઝૂમતો કાપી રહું મુજ જિદગીનો વિષમ દવલો પંથ ’ને સદા ચઢતો રહી , કર્તવ્યની એ માધુરીને માણતો
પોંખી રહું પૂંજી મહામૂલી , જીવન સંતોખતી .
દેવા ! કદા એ શક્ય ના , તો આપ મુને ધૈર્ય
કો એવું અટલ , જેથી ધરું હોંસે , પિસાતું તો ય મોંઘું ,
નાનકું મુજ આ જીવન ; ને અર્ઘ્ય એ અર્પી
બનું તુજ પ્રેમનું પ્રણતું પૂજન !
આથી વધુ અદકેરું શું યાચું ? વિભો !
(૪૯)
પ્રભો !
જો લઈ જવું તારે કદા બસ વામણા આ ભર્ગને ,
તો ઓરતા ઝાઝા મને ના :
કાલ કરતાં આજ, ને વળી આજ કરતાં કાલ હું
વાધી રહું , તુજ હાર્દની કૂણાશની સુરખી લઈ .
હે ગૂઢા ઉરબીન બજવૈયા !
રેલજે અણમોલ કો નવનાદ , કે સંગીત ઘેલું –
છો સુરીલું કે બસૂરું – રિક્ત દિલનું ,
નિરંતર ઝંકૃત રહે તારા જ કો મધુ-તાલથી .
વાધી રહું , વ્હાલા વિભો !
કો દીર્ઘ રાત્રિના નિબિડ અંધારને હું ચૂમતો ,
અતૃપ્ત ને અણપ્રીછ કો ઘેલી તૃષાની આશ લઈ
અનભિગ્ન ને એકલ અનિર્લય સોણલે
એવું લહી : કે કૂડલી આ ઉરગૂહાને અંબરે
ઊગશે તવ તેજરશ્મિદીપ્તિથી ઊગતી કો કાલનું
નવલું , સલૂણું સુપ્રભાત .
જોજે જરી તુજ દીપ્તિની કો કોમળી જ્યોતિ પ્રસારી ,
કે રહે વંચિત નહિ મુજ ઉરની ઊની અટારી
ગૂંથતી જે સ્વપ્નમાળા માર્દવી તુજ ઝાંયની ઝાંખી તણી .
તુજ માધુરીથી સિક્ત ઊણા ભર્ગનું
સૂરસાજ કૈં બેતાલ ને બસૂરું જરી ;
કિન્તુ , કરુણાધીશ હે !
અર્પજે એકલ , નજીવી , નિર્મળી લયથાપ
તારી સૂરભૂખી બાંસુરીને , ને લહેજે તું –
બસૂરું તો ય એ સંગીત ઊણા ઉરનું ;
નિ:સૂર , નિર્લય , કે ભલે બેતાલ ,
તો યે માર્દવી સૂરની સૂની ઘેલી સજાવ ટ; –
ચાહની અંતર તણી તુજ ત્યાં વસી .
છોને મળે ના ન્યાય એને કોઈ એ –
ના ન્યાયની એને લગીરે ખેવના –
ન્હોતી કદી એ નિષ્કલંકિત , કે કદી ન્હોતી
વિહોણી નાનકી કો એબથી !
કિન્તુ રખે વિસરાય કે , ઉરનાથ મુજ !
છોને કલંકિત એબથી કો વામણી ,
તો યે ન કો દિ’ એ અજીઠી . એ રહી
અંતે ય તો તારી છવિ !
સંગીત એણે જે ગૂંથ્યું , ઘેલું ભલે હો ;
કિન્તુ એ છે આખરે , વ્હાલા વિભો !
તારા જ મોંઘાં બીનની આછી અજીઠી ઝંકૃતિ .
ચાહના બસ એક સ્નેહલ ઝંકૃતિલયની ઉરે એ :
જો કદા થાશે વિલય એ લાડલી લય-લહરીનો
તારાં બિડ્યાં ઉરદ્વારને એ ઉંબરે
તો યે ઘણું ! !
(૫૦)
મારે ઉરે નિવસતા ચિરકાલથી યે
કો રુદ્ર -કોમલ , કરાલ-સુરમ્ય ભાવો ,
દાવાનલે કો જલતા તરંગો ,
સૌ સૌમ્ય , ક્ષમ્ય , અતિ-રમ્ય બની સુહાવો .
હું જેથી –
વાત્સલ્ય-પ્રેરિત કરી મુજ હાર્દ નાનું
કો મુક્ત પંથ મૃદુલાંતરથી નવાજું ,
ને પાંગરી આંતર-બાહ્ય બન્ને
અજવાળતો દશ દિગંત , વિભુ ! હું વાધું .
(૫૧)
રહો બસ નેહ અંતરમાં સદા ઝરતો પિયુદ્વારે ,
ન હો સંસારતૃષ્ણા કો ઉરે દિલ-મન જકડતી એ .
સદા હું મુક્ત અંતરથી , રહો ના ખેવના હૈયે
ભભકતા ભોગની , કોઈ તૃષા દમકો ન દિલ મારે .
પ્રભો ! બસ એટલું યાચું : જલન કો કારમું દવતું
રહો દિલને ભલે , કિન્તુ ન શમજો જોમ અંતરનું .
સહજ-સંતોષની આભા જિગરને પોષજો વ્હાલે ,
ઊમટજો પ્યાસ અંતરમાં તમારા પ્રેમ -પૂજનની .
(૫૨)
ચઢ્યો એક દિ વિહારે વિભુવંદનાને લોલ ,
વીંધી વરવી રૂપેરી આભકોર રે ,
આકાશી ગૂંબજે જઈ અડ્યો રે લોલ .
પેલા તારલાનાં તેજ ભરી આંખડી રે લોલ ,
ચાંદલે મઢી ઉરવ્યોમ રે
ઉરનાં અંધારને વિદારતો રે લોલ .
ઓલી વીલી વાહિની-નીરે નાચતો રે લોલ ,
મત્ત મહેરામણ ઝૂલણાં મોંઝાર
નેહનેણે હું ઈન્દ્રધનુ આંજતો રે લોલ .
પેલાં પોયણાંને પોપચે ઘડી પળી રે લોલ ,
ગ્રહી અંતરે મયંક કેરી મ્હેક રે
નમણાં નિસર્ગને નવાજતો રે લોલ .
માત ધરતી-ઉછંગમાં ઢળી , લળી રે લોલ ,
એનાં પયપાને ભીંજી ઉરવ્યોમ રે ,
હૈડાં કૈં હેતથી હુલાવતો રે લોલ .
મારા ઉરના આરાધ્ય ! વ્હેલા આવજો રે લોલ ,
મારા વણમ્હોર્યા ઓરતા અધીર ,
ઊણાં હૈયાનું ઝૂલણું દવે , દ્રવે રે લોલ .
(૫૩)
પરિમલ પ્રભુપથનો ગ્રહજે ,
વીર ! જાજે આગે આગે .
માતૃ વિહોણાં એકલવાયાં હડધૂત જન કૈં રિબાય ,
દીન-દુઃખી સૌ બાળ પ્રભુનાં જોને આજ મુંઝાય ;
આશરો અપંગનો થાજે,
આશ જગની થઈ સંચરજે .
ક્લાન્ત , અનિશ્ચિત ડગલાં ભરતાં જન-સમૂહો વિખરાય ,
પંથભૂલ્યાં કૈં પંથી ઘણેરાં મારગડે અથડાય ;
એહનો કર ધરવા ધાજે ,
ભોમિયો જનગણનો થાજે .
શ્રાંત, શીતળ રજની, વળી મારગ તિમિર ઘણાં ઘેરાય ,
ચક્ષુવિહીન જોને અણધાર્યે મારગડે અથડાય ,
અંધની આંખલડી થાજે ,
વિશ્વજ્યોતિ થઈ ઝળહળજે .
(૫૪)
પ્રભો! બસ એટલું યાચું : સદા રહો ઐક્ય ઉર-મનનું ,
સદા હૈયું રહો નિર્ભર તમારા પ્રેમપૂજનનું.
જીવનની દોટમાં મારે હજો ના ખેવના ઝાઝી ,
રહું થઈ આપના ઉરની અટારી નેહ-નિર્ઝરતી .
પગે જો શૃંખલા કોઈ હજો તવ પ્રેમની બેડી,
હટું ક્ષણભર નહીં તુજથી ગ્રહી મનમોજ આ ભવની .
હજો ના હેરતો ગમની , સ્વીકારું સૌ બની તારો ,
તૃષા હો ના જકડતી આ ભભકતી મોજની ઉરને .
રહું ઉરસ્થૈર્યને પીતો વિના થઈ હું ગગનગામી ,
પળેપળ આપની કોમળ સ્મૃતિને ચૂમતો રાહી .
(૫૫)
જીવને નવ નિત્ય અમી વરસી
ગ્રહું ઝેર હળાહળ આ જગનાં ,
મુજ અંતરનાં પટ વિસ્તરતા
લઘુ પામરતા સહુ જાઉં ગળી .
નવજીવન-ઐક્ય સુધા પીરસું
જગ-આંગણમાં રવડી રઝળી ,
નિરખું નવવિશ્વ-પટે પ્રજળી
ઝગતા નવ-આતમ સૌમ્ય શુચિ .
વિભુ ! લ્હાણ હજો મુજ અંતરના
મૃદુ સૌમ્ય સુમંગલ ભાવ તણી ;
કદી રુક્ષ અમંગલ ભાવ રહ્યા
ઉરમાં , ઉરમાં જ રહો પ્રજળી .
નવ પીડન આત્મ થકી પરને ,
પરપીડ હજો મુજ આત્મવ્યથા .
(૫૬)
મારા આતમના કોડ કૈં વિલાયા,
રે હૈયાનાં પોયણાં બિડાયાં ;
મેં ઝંખ્યું જીવન જેની ઝાંખી ન થાય ,
મારાં મોંઘેરાં સોણલાં ચમકીને જાય ;
હું તો ગૂંજું ગગન કેરી ગોખમાં ; કે આજ
મારા આતમના તાર તણી શોધમાં .
મારાં જીવનનાં જોમ સૌ હણાયાં ;
ન આશામિનાર કો ચણાયા ;
મારું લક્ષ્ય દૂર જાય , ન એ લગીરે વિધાય ,
મારાં તાકેલાં તીર છૂટી પાછાં રે ધાય ;
હું તો ખોવાયો ઘેરા વિચારમાં ; કે આજ
મારા આતમના તાર તણી શોધમાં .
મારા ઉરના કૈં ઓરતા અધૂરા ,
ભાવ નેણલે ભર્યા સૌ અનૂઠા !
મારાં હૈયાનું સાજ જોને સજવા ન ધાય ,
મારા સાધેલા સૂર ક્યાંય શોધ્યા ન જાય !
હાય ! વેદના પ્રચૂર , થાય આશ ચૂર-ચૂર ,
મારાં સારાયે સ્વપ્ન સરી જાય દૂર દૂર .
હું તો ખોવાયો ઉરનાં ઊંડાણમાં , કે આજ
મારા આતમના તાર તણી ખોજમાં .
હૈયું હુલાય ભાવ-ભરતીનાં પૂરમાં ,
ઝંખ્યાં જીવનનાં જ્યાં જોમ ઝંખવાય ના ,
સોનેરી સોણલાંની સૃષ્ટિ રચાય ,
મારી ઊણી એ આશના ન દીપક બુઝાય ,
એવે વિશ્વે ઝગું ઉરતાનમાં : કે આજ
મારા આતમના તાર તણી શોધમાં .
(૫૭)
ઘૂમરાતાં મંડરાતાં બાદલ સૌમ્ય બનીને આવો ,
સુધાસિક્ત તુજ અંબુશિકરથી આત્મોલ્લાસ જગાવો .
વીજ-કડાકે ઉદ્યુત તારા દૈવી તેજ-ફુવારા
હૃદયોત્થિત અંધાર વિદારી દીપ્તિ અમર ઝગાવો .
ઝંઝાનિલોદ્ભવિત તાંડવો , રૌદ્ર પ્રચંડ પ્રપાતો
ઝંઝાવાત હૃદયના ભેદી શીતલ આગ ઝરાવો .
ઘન-અંકે જ્યમ વીજ ઝબૂકે , વિશ્વે નિત્ય ઝબૂકું ,
આત્મતેજ પ્રગટાવી જગમાં પ્રજળું , જગ અજવાળું .
(૫૮)
પ્રભુ ! હવે મેલો સંતાકૂકડી !
દિશાશૂન્ય હું , ભવરણ ભટકી
થાકી મુજ આંખલડી. .. પ્રભુ ! હવે …
ગભરુ નેણલાં ઝાઝું ન ઝાંકે,
નમતી જર્જર કાયા ,
શી વિધ ભીતર ભાળું ? ગુરુવર !
અંતર ધૂંધળાં છાયાં .
આવો, કર ધારો , ન સમો ;
ના કકળાવો આંતરડી. .. પ્રભુ ! હવે …
મનમંદિરનાં તેજ ઘવાયાં ,
અંતર તિમિર ઘણેરાં છાયાં ;
આતમદીપ ઝગે ઝળહળ ના ,
વીંટી દુગુણી માયા .
આવો, રઘુવર ! દેર કરો ના ,
આરજુ આ અંતરની .
પ્રભુ ! હવે મેલો સંતાકૂકડી .
(૫૯)
રહો સૌ દૂર મારાથી, પ્રભો ! દિનરાત માગું હું .
પિપાસા ના હવે સંસારની ઝંઝટ તણી ઝાઝી .
સમાઈ હું રહું મુજમાં નિરંતર ‘આત્મ ’ને ઝંખી ,
રહો ના ખેવના હૈયે લગારે વિશ્વ-વ્હાલપની .
રહું તવ પ્યારનો પ્યાસો હસી જગના ઉધામાને ,
સમર્પી હું રહું મુ જને ચરણપદ્મે વિભુ ! તારે.
રહો બસ નેમ એ હૈયે : ડગું ના ધ્યેયથી આડો ,
રહો જીવન સદા ગરવું , ત્યજી સૌ સ્વપ્નની જાળો .
હજો ના ચાહ કો હૈયે; દીધું તેં જે સ્વીકારીને
રહું જીવને ઝઝૂમી હું , ધરી બસ ધૈર્યનું ભાથું .
પ્રભો ! બસ એટલું યાચું : સદા હો ઐક્ય ઉર-મનનું ;
સદા હૈયું રહો નિર્ભર તમારા પ્રેમપૂ જનનું !
(૬૦)
કૈંક દીપિકા લઈ અવનીતલે તરતી કરી ,
એમાં ભરી તુજ ચેતનાનો પૂંજ તું હરખ્યો જરી ,
મ્હોર્યો , કહી : “શો દોહ્યલો આ ભર્ગ માનવપીંડનો
સર્જ્યો ? વહેશે ઊર્ધ્વ મુજ જ્યોતિ ઝગારા મારતી .”
કિન્તુ વિભો ! અમ માનવો સૌ બેવફા ને વામણા ,
થઈ મહા ધર્મજ્ઞ શા , કર્તવ્ય કેરી લઈ ધૂરા
તુજ કૃપાભાવો વિસારી , મદઝરંતા ટહેલતા
આગવા જાણે બની જન દુઃખ-દર્દ વિદારવા .
શી ખુમારી પાંગળી ? તુજ સર્જનાના હાર્દની
શી વંચના ? ભૂલ્યા ભ્રમંતા ભોમ-ભાર વહી વહી
જાણે બન્યા કિરતાર શા ; શા આત્મશ્ર્લાઘી બાપડા ! –
સૌએ કૃતઘ્ની , નિર્ગુણા ! … તો યે શિશુવત્સલ વિભો !
યાચું : તપો એ ઝં ખના અમ અંતરે , કે આરતી
તારી થશું થઈ વંદના તારા અનુપ આવાસની.
(૬૧)
પ્રભુ! મને તેં નિત વ્હાલ દીધું ,
મારા રહી તેં મુજ કાર્ય સીધ્યું ;
તો યે રહી મૂઢ , હીણો , નગુણો ,
ગર્વિષ્ઠ, કામાંધ કૃતઘ્ની , ક્રોધી ,
હું-કાર ઘેર્યો , મનવિષ સેવી –
વ્હાલા ! અરે મેં તુજને નકાર્યો !
કેવા પ્રસાદો ! અછતા નિબોધો ,
કૃપા અનિચ્છી , અણછાજતી કૈં
પ્રેમે દીધી ! તે ય વિસારી ; વ્હાલે !
કો દિ ધરી ના મુજ જાત ખોળે.
દીધા ઉવેખી અણસાર છાના ,
તારી કરી કૈં અવહેલના , રે !
શરણું ન શોધ્યું નિજને સમર્પી ,
તું પાસ આવ્યો , લીધી સોડ તાણી !
ધાતા ! ઠરી ના મુજ લુબ્ધ વૃત્તિ ,
તો યે શમી ના તુજ નેહ-દૃષ્ટિ !!
કૈં રાહ ભૂલ્યો થઈ મોહ પ્રેર્યો
વાધ્યો કદા યુક્ત દિશા વછોડી ,
ત્યારે બની સ્વપ્ન , ‘હું’ ને પ્રબોધી
પ્રભો ! મને તેં પળમાં ઉગાર્યો .
કૈં કેટલા ઘાવ , પ્રપાત ગૂઢા ,
દાવાનળો કૈંક , પ્રચંડ પૂરો ,
આ ‘ જીવ ‘ને રિક્ત જગાડવાને
તેં મોકલ્યા ! તે ય વિસારી સહેજે
રીઢા અફિણી સમ , રાગ-ઘેર્યો
સૂતો રહ્યો ચૂર થઈ હું ઘેને –
ત્યારે ટકોરે ઉર-બારણાને
કૃપાનિધિ તત્ક્ષણ તેં જગાડ્યો .
ભૂલી અરે ભવ્ય કૃપાપ્રસાદી
કૈં મર્મ સેવ્યા તુજને નકારી ;
તુજ નેહને છેહ દઈ , ઉવેખી ,
ઠાલા પ્રલાપે ઉર-ઘેલછાના
દવતા બળાપે સજી જિંદગીને
નૃશંસ કાર્યે દવલી બનાવી !
સૌ એ ઠગારું ; દિલ ડંખનારું ;
કલંક કૂડા-ઉરના , વિભો ! સૌ .
અધિકૃતિ ના લવલેશ , દેવા !
કો ઝંખવા સૌમ્ય કૃપા તમારી .
તો યે કૃપાસાગર ! ક્ષમ્ય હૈયે
સહેજો શિશુહસ્ત ઉરૂર્ધ્વ ભાવે .
કરાંગુલિ નિત્ય રહું પ્રસારી
ઉદ્વિગ્ન , શ્રદ્ધાન્વિત આર્દ્ર હૈયે .
(62)
પેલાં તરુ , લતા અને ફૂલડાં,
ઝરણાં , ડૂંગરા કે આભલાં ,
એ ચમચમકંતા તારુડિયા
કે ધરતી ખૂંદતા બાલુડાં –
ઈશ્વરની આ જીવનઝરતી સૃષ્ટિ ,
આ લાડકવાયું સર્જન સલુણું એનું –
કોની આપે છે તને એ સૌ યાદ ?
નથી કહેતું શું એ સૌ પાડીને સાદ – કે
“તું છે મારો , સૌનો ; સૌ છે તારાં” … અને …
અને … ” ‘હું ’ કે જેને શોધી રહ્યો છું તું ,
ઝંખી રહ્યો છું તું , – તે , ન સૌથી ,
તારાથી ય ના , અળગો ઘડી યે !”
ન શું ઉદ્બોધતું એ : “ જા ભળી ;
થઈ લીન , સમરસ , નેહભીના સર્જ ને મમ ,
ને સમર્પી સ્વાત્મને જઈ ઝાંક ; ભીતર ભાળ :
ના ‘તું ‘-‘હું ‘ અભિન્ન ? કેવળ અવિચ્છિન્ન !
તારે વળી શી ખેવના મુજ ખોજની ?
ભાળ ભીતર ! મેલ તું ઉરદ્વાર તારાં મોકળાં ; ત્યારે જ —
હા , ત્યારે જ હું પ્રત્યક્ષ તુને , તુજ મહીં છૂપી કહીં .”
* * *
” હા , હું તે તું છો , … તું તે હું .
બેઠો છું હું અધીર ઉરે , રાહ જોતો તારી , કે –
ક્યારે બની રહે છે તું મારામય થઈ
પૂજનપુષ્પ મુજ ! પુષ્પ – જીવંત અને જોમ-ઝરતું !”
* * *
મુંઝાય શાને તો પછી ? ઓ જીવ ઘેલા ! બસ હવે
જા તું ભળી આ જીવનઝરતી હસ્તીમાત્રના હાર્દમાં .
તુચ્છકારી જડ ગણી જેને રહ્યો તું , પત્થર ભલે એ ,
તો ય છે એ પૂરતો કંઈ પ્રેરણા પાવા તને .
ઉતાર તારી દૃષ્ટિનાં જર્જર બન્યાં પ્રાચીન પડળ ,
ને ભાળ કે જે વિશ્વને તરછોડતો તું વાધતો ,
તે તો ભલા સૌન્દર્ય ઘેલું કૂમળું ,
કો માર્દવી , મનચોર મધુરિમા ભર્યું .
વિમાસતો શાને ઊભો ? … જા તું ભળી
તવ ઉર-મઢ્યાં ઉદ્ગીથના ઋજુ હાર્દને
તુજ સ્વાંતની સૌન્દર્ય-લહરીમાં સજી ,
ને એ જીવનલહરી મહીં નિજને ગ્રથી
એમાં ભળી , જા તું દ્રવી , બસ ઓગળી –
જા ઓગળી મુજ ઉર મહીં ઉરને મઢી .
* * *
હા , તું તે હું છું , હું તે તું …
હા, હું તે તું છો , તું હું , … હું તું ,
સૌ કાંઈ તું , .. તું .. તું ! !
* * *
શું હતું એ ? … હતું એ શું ?
અને હું ? હું ક્યાં ? .. ક્યાં ? .. ક્યાં ?
શી સ્તબ્ધતા ? સ્તબ્ધતા ! ઘેલી , અદીઠી , જીવતી .
સ્તબ્ધ , સૌ કાંઈ સ્તબ્ધ ! સ્તબ્ધ અને અનન્ત !
* * *
નિ:સીમ એ ગોળાર્ધ … ગોળાર્ધ માત્ર …પીતવર્ણો ,
તો ય નીલ , રૂપલ વળી ; અમોઘ , અજેય એ પ્રકાશપૂંજ …
અને ત્યાં … એમાં … એ પ્રકાશપૂંજમાં કદમ બઢાવી
ક્ષણે ક્ષણે ભળી જતો એમાં ! એ કોણ ?
હું ? … હા , હું . એ જ એ હું ! ! … હું ? …
એ નીલ પ્રકાશમાં , એ રજત-પીત નિલાભ્રમાં
એકલો , સાવ અટૂલો , એક નાનકડો , અતિ .. અતિ નાનકડો ..
નાનકડો માનવભર્ગ તે હું ; જાતને અને જગતને ભૂલેલ હું!
આગે .. હજી આગે .. દૂર દિગંતમાં … અતિ …અતિ .. દૂર
એકલો ! હું એકલો ! હું .. હું ક્યાં ?
ક્યાં હું ? હું….. હું ! !
* * *
ગુમાવું છું હું મારી આંતર સમતુલા
લુપ્ત થવાના કોક અનભિજ્ઞ , ઉરોદ્ભિન્ન ભાવથી ; અને ..
અને પટકાઉં છું હું .. પછડાઉં છું નીચે .. અતિ નીચે
નિહાળું છું મારી જાતને ..! ! બન્યો હતો શું હું સ્વપ્નસ્થ ?
સ્વપ્નસ્થ ! ! ! સ્વપ્ન ? … સ્વપ્ન હતું શું એ ?
કે કોક સાર્થક્ય ?
ના , ન્હોતી એમાં સ્વપ્નની કો છેહ ; ન ઝાંય છેહની .
હતો ત્યાં જીવનને ધન્ય કરતો જીવંત ધબકાર !
ધબકાર, જીવંત અને જ્વલંત ;
એક સાદ ! ઉજ્જ્વલ ને અનંત .
* * *
અને .. અને મારા સ્મરણપટને પખાળતી
ધસી રહી છે પેલી પુરાણી સ્મૃતિ —
પડઘાતી , પાંગરતી , અંતરે ઉદ્ભિન્ન મારે :
” બેઠો છું હું રાહ જોતો , અધીર ઉરે , હા, અધીર ઉ રે ,
એ વિચારે , કે ક્યારે બને બસ તું હવે
મુજ ઉર તણું ઊણું પૂજન ! !”
(૬૩)
જ્યાં સુધી આ વિશ્વનો તું ના બન્યો,
ત્યાં સુધી તારું ન થાશે વિશ્વ આ .
દે ડુબાડી તું અયિ તુજ આત્મ આ જગની મહીં ;
‘સ્વ’ મૂકી ‘પર ‘માં પળી કંઈ ભાળ , કે
માનતો જેને પરાયું ‘તું ‘ કહી
વાસ્તવે તારું જ છે , જો તું રહે તેનો
વિસારી સ્વાર્થ તુજ, સ્વાર્થ – જે તુજને વર્યો .
સર્જન સહુ આ સિર્ફ સર્જનહારનું.
ના ‘તું ‘, નથી ‘તે ‘ પણ , ન ‘ હું ‘ યે !
કાંઈ ના મારું-તમારું આ જગે ; .. ના; નિરાળું કાંઈ ના .
જો નથી ‘તું ‘ , ‘હું ‘ ય ક્યાં ?
સર્વ કંઈ કેવળ વસ્યું ‘ તેની ‘ મહીં .
‘તે ‘ જ તો વિલસી રહ્યો ખૂણે ખૂણે ‘તું ‘ માં ભળી !
(૬૪)
પૂજન પનોતું વિશ્વનું તું . –
જો કદા તું થઈ શકે કો એકનો ,
થાજે નકી . એકનો જે તે અનેકાનેકનો યે .
કોકમાં થાવું ફના નિજને વિસારી ,
‘સ્વ ‘ થકી ‘પર ‘માં જવું તારે કદી , —
સ્નેહે સમર્પી સ્વાંત તુજ પર કાજ , તું
જગ-આંગણું ઓપાવતા ‘પરતત્વ ’ને કાં ના ચીંધે ?
“પ્રભુ તેનો ન પોતાનો જરી જે “ – ચિંતવી
ઉર ધાર : કે વિશ્વે ઝગ્યા ચૈતન્યને તાલે ધબકતી
સાંવરી આ સર્જનાની તું બની કો રાગિણી
રેલતી અવનિ-ઉરે નવતાલ નવનત ભાવથી ,
મંગલ મધુરાં ઐક્યનાં સૂરસાજ કૈ મોઘાંમૂલાં
મોઘાંમૂલાં ઉરમાં સજી , ઝંકૃત કરી ઉરતંત્રીને ,
કો માર્દવી મંજુ મૃદુ લય-લહરીએ ,
રેલશે નવતાલની સુરખી રુખા અવનિપટે .
બસ આટલું કરશે કદી પ્રેમે , પનોતા માનવી !
ના વેગળી તુંથી કદી નવ-ઐક્યને આરાધતી
સજતી સુમંગલ કાલ એ નવરાગિણી આલાપતી .
(૬૫)
શ્રદ્ધા જ એકલ છે અમી દુર્જર જીવનનું .
શુદ્ધ , સાત્વિકી , અટલ શ્રદ્ધા રહે
ઉર ગૂંજતી જ્યારે અમીકૂંપી બની ,
ઊણાં સુધાસીંચન થકી સમૃદ્ધ આ જીવન કરે ;
આતમપ્રસાદીની કૃપાનાં દોહ્યલાં અમીછાંટણાં
તાતી તૃષાને થામતાં સીંચી જીવન ,
સાર્થક્યના પયપાન આ અધરે ધરે .
છે સત્વશુદ્ધિ સિર્ફ બળ શ્રદ્ધા તણું .
પારખું શ્રદ્ધા તણું અંતર વિમળ .
એ સાત્વિકી પાવિત્ર્યની પમરાટ જે ઉર ના વહે,
આરતા તે ઉર તણી ઊણી રહી
પીયૂષની પ્રાપ્તિ તણી હર ઝંખના
ઝેર જીવનના બની દમતી રહે .
ન જે તૈયાર ચઢવા ચાકડે કસતી કસોટીને ,
નથી શ્રદ્ધા ય તે શ્રદ્ધા .
નથી શ્રદ્ધા ય શ્રદ્ધા તે ,
ન જ્યાં મહેકી રહે સુરભિ નિજાનુભૂતિની .
જીવનની નિત્ય લીલુડી વિમળ હરિયાળી હીણો
શ્રદ્ધા તણો સૌ શોર ઠાલો , વામણો ,
જન-ઉરની ઉર-છેહતી નિર્માલ્યતાનો .
પ્રભુ તેનો ન , જ્યાં શ્રદ્ધા ઝગે ના
માર્દવા , ઋજુતા-દ્રવિત ઉર ઓપતી .
(૬૬)
સંયમ સંયમને પ્રેરે;
વાસના વરે વાસનાને .
જીતવી જો વાસના તારે કદા ,
શૃંગાર સંયમનો સદા સજવો રહ્યો .
ના માત્ર તુજ , તુજ સાથીના યે કામ્યરસને
ઠારવા સક્ષમ સદા એ નિર્મળા સ્વ-નિગ્રહે .
‘સ્વ ‘-તણા સંયમ થકી પોંખ્યું સદા જેણે જીવન ,
તેને વર્યો એ કામનાસમ્રાટ સમ
નિત નવલ , નરવો , નશીલો,
વ્હાલકો , વીરલો વસંત.
જીવન રહે જેથી ઝગ્યું
અદકી અદાથી નિત જ્વલંત.
(૬૭)
દેવાધિદેવા !
અમાપ ને અસીમ હશે તારી કરુણા
રુક્ષ આ હૈયે સીંચે સમભાવ કિંચિત ,
દૂર હું જેથી રહું વિષઝર છૂપ્યા એ દ્વેષથી
વિશ્વને અંકે રહ્યા જે પાંગરી .
ખેવના મુજ દિલ વિષે એકલ , વિભો !
હું રહું બસ જ્ઞાત , — કે સંભાવના ના
કો અમિત ધિક્કાર કે કટુતા તણી ,
વિધ્વંસપ્રેરી જે બની દમતી રહે
તારા મૃદુલ , મધુરા , સુભગ સર્જન મહીં .
ઝાંખી મને હો, નાથ ! અરવા સત્યની :
પૂર્ણ જ સદા સર્જન , સ્વયં જે પૂર્ણ તેનું .
આ હૃદય ! કંઈ ગરલઘેર્યું ઉર આ !
જ્ઞાત હો નરવા સદા એ સત્યથી :
જ્યાં સુધી નિરખી રહે એ
દ્વેષ કે અસૂયા સમા કો તત્વને
તારા મધુ આ સર્જને ,
છે સદા અંતિમ તારા સત્યથી અણજાણ એ ,
નિજ એબનો શિકાર બનતું નિત્ય જે .
પ્રેર તું ઔદાર્ય , પેખું એટલું :
છે કલંકિત એ સ્વયં , જે હાર્દ ભાળે
પંક તુજ નિષ્કલ જગે.
ચાહ છે બસ એટલી : કૈં આપ એવું ,
જેથી હું કો કાળથી ધખતી ઉરે જે કાલિમા ,
તેને દહી , અરવા વિમળ મુજ હાર્દથી ભાળી શકું
સુંદર સલૂણું સામ્ય ઉરનું સર્જને સર્વત્ર તવ .
આપ એ સામર્થ્ય-ઝંકૃતિ , પ્રભો !
કે કોક એકલ તાર થઈ ઉરતંત્રીનો તવ
હું રહું રેલાવતો ઉરગાનની તવ માધુરી .
(૬૮)
નાનકા આ જીવનને અદ્ભૂત નિજ પીંછી થકી
રંગી રહ્યું જે , કોણ છે એ ? કોણ એ ,
જેણે મૂકી હૈયું ધબકતું એક એમાં
તે વડે લાલી પૂરી કૈં નાનકા આ જીવને ?
એ કોણ જે સર્જી અનેકાનેક લીલાઓ
સ્વયં રહેતું અલિપ્ત , ને ખેલ એ નવલા પ્રતિ
મુજને બનાવી છે રહ્યું , અબૂઝ તો ય સદા અધીર ?
ઘેલાં , ગભીરાં ચિંતવન કે ભાવવમળે
હું રહી વિંટાઈ, ખોવાઈ રહું
એ અતલ ઊંડા તરલ તલમાં ગૂઢા અંધારના ,
ત્યારે ઘડિક ભીંજી મને ,
આ ઝંખવાતી રુગ્ણ આતમજ્યોતને
ગુપ્ત કો જ્યોતિ-શિખાએ ઝગમગાવી
દીપ્ત એ દીપ્તિ પ્રતિ પમરાટ લઈ પળવા મુને
છાના સુરેખા આગવા અણસારથી
ખેંચી રહ્યું જે , કોણ એ ?
+ + +
હું આવું છું … આવું હું , જીવનાધાર મુજ !
તારા ચરણસરોજનું અદકેરું કો અર્પણ થઈ.
તું જ તો એકલ સહારો , દિવ્ય જીવનપૂંજ હે !
આરાધ્ય મુજ ! ઝંકૃત બની રણકો નિરંતર
નિષ્પ્રાણ શા મુજ વાદ્યનો એ સુપ્ત સ્પંદ
તારી જ ઉરતંત્રી તણા કો રમ્ય રૂપલ ભર્ગથી .
જે રહ્યું કૈં રુક્ષ-શુષ્ક અહીં હવે ,
તે સહુ હોજો પુનિત ઉપહાર તુજ
અસીમ વણપ્રીછી વિભુવાંછી કૃપાનો .
રુક્ષ ને પંકિલ રહી હસ્તી વિભો આ .
લાજતો – શી પેર તવ ચરણે પનોતા એ ધરું ?
કિન્તુ ભિક્ષુ હું અકિંચન એક તારા નામનો .
હોય શું અદકું કહી જેને ‘ મમ ‘
તારે પુનિત પદ્મે ધરી હૃદયે રીઝું ?
+ + +
આ વિનત મુજ આરજૂને ઠેલજે મા –
એટલું જોજે , ન બસ તૂટી પડું
ઘેરા કંઈ અવસાદથી ઉરવીંધતા .
ના હામ એવી આજ આ હૈયા મહીં ,
ક્રંદાઈ જે કૂચો થઈ નિ:શ્વાસતું .
મા કરીશ ચૂરા હવે મુજ ધીરતાના ,
દેવ ! મુજ અવસાદની ક્ષમતા તણા .
હાય ! શો અવસાદ આ અણચિંતવ્યો
ભગ્ન શા હૈડા મહીં ?
મુજ હાર્દના એ ધૈર્યને ચઢવું રહેશે
કો કસોટી-ચાકડે ?
થાશે ખરે શું ચૂર મારી આશ સૌ ,
આ ઊર્મિ ને હસ્તી ય આ મુજ હાર્દની ?
પણ તો ય શું ?
આશૌર્મિના ભગ્નાવશેષો ઝાંખતો ,
પરાસ્ત એ મુજ ત્રસ્તતા સંપ્રોક્ષતા
ભાળીશ બેચેની કદા તુજ હાર્દમાં ,
ને આર્જવે ઝંકૃત તુજ ઉરતંત્રીના
કોમળ , ઋજુ કો ગાનની
એકાકી કો વિખૂટી લહરને
ભગ્ન આ ઉરવાદ્યને તાને ચઢાવી જો ગૂંથું
તુજ મંગલા ગૂઢ ગાનની ખંડિત ગાથા કોક દિ ,
તો યે કરુણાધીશ મુજ !
તુજ ઉપકૃતિના માર્દવી મધુપાનથી
ખંડિત જીવનધાર આ ઉરધન્યતા આરાધશે .
(૬૯)
હું રજની , તું ઉષા–દિવ્યતા;
સન્ધ્યા હું , તું નિશા–રમ્યતા ;
અગર પ્રાતની પ્રભા બનું ,
તું ધૂપશિખા એ સૌમ્ય દીપ્તિની .
હું પ્રખર ધૂપ , તું સાન્ધ્ય-સૌમ્યતા.
હું જલકણ , વહેતો રસ તું થઈ ;
કુસુમકલી હું , સૂર્યદીપ્તિ તું .
વસંત તું મુજ પતઝર છૂપ્યો .
પ્રકૃતિ હું કો સ્પન્દન હીણી ,
જીવંત તું મમ આંતરજ્યોતિ .
નિરાશ જો હું કદા , વિભો હે !
આશપૂંજ તું દિવ્ય ઝળકતો .
હે મમ ત્રાતા ! શક્તિપ્રદાતા !
જીવન હું , તું જીવન-નિયંતા .
હું કર્તા, પ્રભુ ! તું પથદર્શા .
(૭o)
નથી મારું , નથી તારું, નથી કો કોઈનું જગમાં ;
સહુ કરતારનું કેવળ. . – ભુલાવામાં રખે રહેતો .
ન જો કૈં ખેવ અંતરમાં , દિલાસો શો નથી તેનો ?
ન તારે પામવું કૈં જો , શું રંજે કો રિબાશે તું ?
મળ્યું જે તે સ્વીકારીને , સદા મન મોદતો રાહી
બની મદમસ્ત એકાકી થજે સૌનો દિલાસો તું .
ધરી નિજને પ્રભુપાદે , સમર્પી ‘ આત્મ ’ને ‘ પર ’ માં ,
વિચર તું મુક્ત જગ-અંકે નવાજી આ જીવન પ્રેમે .
કરી કરતારને તારો વિચર નિજમાં ભૂલી નિજને ;
પછી ના ‘તું ‘, ન ‘તે ‘, ના કંઈ, સહુ બસ ઐક્ય અદકેરું .
“પ્રભુ તેનો ન પોતાનો જરી જે ” –
લહી , ઉરને સમર્પી દે વિભુ-ચરણે ;
કરી પરસેવનું પાથેય જીવન આ
વિહર થઈ વિશ્વનું વંદન પનોતું , તું.
(૭૧)
હું તો એક દિ’ ચઢ્યો ‘તો અમર સોણલે રે લોલ ,
વીંધતો રૂપેરી આભકોર રે
આકાશી ગૂંબજે જઈ અડ્યો રે લોલ !
ન ત્યાં તારલા, શશિ, ન રવિ ઓપતા રે લોલ, . કઇં અંધારાં કારમાં અબૂઝ રે . આશલ ઉરે હું ભીતર ઝાંકતો રે લોલ.
ઘડી ઝંખું ઝંખું ને ઉરે ઊતર્યો રે લોલ, . વીંધી વરવી ભવરેખ સર્યો સ્વાંત જ્યાં, . ઝબક્યો ભવભેરુ નિલ તારલો રે લોલ.
ઘડીક ચમકી છીપ્યો, ને વળી ઓપતો રે લોલ, . મીઠું મલકી મુજ મનડા મોંઝાર રે . દઈને અણસાર છૂપા મોહતો રે લોલ.
રાહ અવળે કો જાઉં, ચઢે રૂસણે રે લોલ, . કરું કારુણ્યે સ્નાન તો એ મલપતો રે લોલ . . થઈ શુભ્ર-રવિ ઓપતો મુજ ભાલ રે, . થઈને હું ન્યાલ જીવન ઝૂમતો રે લોલ.
મારે અંતરને દ્વાર નિત ઊતરી રે લોલ ,
ઘડીક ઝાંકી રહું હું ઉરવ્યોમ રે
નૌતમ કો નાદને નવાજતો રે લોલ.
~
~ * ~
!
(७२)
क्यों मन शरन न अब तक आया ?
क्या पाया माया-रति पोंखे ?
क्यों नहीं श्याम समाया ? .. क्यों मन …
मन बुद्धि कछु काम न आवै ,
बहक बहक तुझको भरमाये ;
भज करतार , छोड़ जग सारा ,
बैरागी बन चल दे , प्यारे ! .. क्यों मन …
बिनु भक्ति भवसिन्धु न तरही ,
श्रद्धा सहज , कृपानिधि वरही ;
जाग ! त्याग सब राग , पियारे !
श्याम ही आखिर सही सहारा !! .. क्यों मन …
(७३)
अब मोरी राखो लाज हरि !
मनपंछी उरगगन-गोखमें
जाने न रहना ठरी !! … अब मोरी …
ऊड़ ऊड़ वो नहीं हारा अब भी ,
अपनी गत ही वरि ,
रोक रोक मैं थाका , फिर भी
सुने न क्षण भी जरी !! … अब मोरी …
आवो , देर करो ना ; ठहरुं
कहां तक धीर धरी ?
कब तक देखुं राह ? रघुवर !
लूंट चली गठरी !! … अब मोरी …
बीत रही है बेल , नाथ ! अब
दूरी न जाय सही ;
नाच नाच मैं हारा , गुरुवर !
शरनन लो तुम्हरी !! … अब मोरी …
( ७४)
रे मन ! भटक भटक कहां भागा?
लटका चटका छोड़ , जाग !
कर हरि-रस पान ; अभागा ! .. रे मन …
झांक भीतर ; मनदर्पण धूंधला ,
कूड़ी दुर्बल काया ,
आतम ज्योत फरुकै , फिर भी
ग़ाफ़िल दिल अंधियारा ! .. रे मन …
तन ,मन ,धन , सुत-दारा सब ही
एक दिन भरै पोबारा ;
जन्म जन्म तू हारा ; फिर क्यों
रह हु अंध मतवारा ? .. रे मन …
ठेर , सोच ! तू कहां लग भागै ?
आख़िर एक किनारा ;
मायाकी यह छोड़ गठरी , जा
शरनन सही सहारा ! .. रे मन …
(७५)
छोड़ सहारा मनका , रंग दे दिलको हरिरस-रंग ,
फिर ख़ुद चल तू संग पियनके दिल भर मस्त उमंग ;
जब दिल हरिनामसे चूर
राम फिर तुजसे तनिक न दूर !!
बहुत हुआ अब लटका चटका ,
नामका सब ब्यापार , बावरे !
रंग-राग सब संग सुनहरा ,
मन पतंगका उलट उधामा !
छोड़ सब , मिला राममें सूर ,
राम फिर तुजसे तनिक न दूर !!
देख डूबकर अपने भीतर , रंग रागसे कूड़ला अंतर ,
छोड़ छबिले खेल पुराणे , संग न कोई ; पियु पुकारे !
रामसे नेह लगा बन प्यारे रामनाम चकचूर ,
राम फिर तुजसे तनिक न दूर !!
प्राणको पहले भाव सभर कर ;
दिल में दिलका दोर मिला कर
अपने रामको राम हवाले कर यह जीवनडोर सोंप तुज ,
राम नामकी पूंजीसे तू दिल की झोली भर ;
राम फिर तुजसे तनिक न दूर !!
(७६)
मनवा ! क्यों नहीं श्याम समाया?
माया , रति , धन , कीर्ति कमाया
फिर भी न शांति पाया ! … मनवा ! क्यों नहीं …
नाच नाच, मन ! कहां तक झूमे ?
दो दिनका सब बसै जमेला ;
फिर जब आख़िर समो पुकारे
तब बस तेरा रैन-बसेरा ! … मनवा ! क्यों नहीं …
कुछ नहीं , मित ! सब सपन सुहाना !
छोड़ ! चली पिय-मिलन की बेला ;
आज अगर तू देख न जागा ,
कलका फिर नहीं कोई ठिकाना ! …मनवा ! क्यों नहीं …
सोच न कलकी ; ऊठ चल आगे ,
बीत रही है बेल , बावरे !
भूल न , ‘ग़र घड़ी बीत चलेगी ,
हाथ रहै ना कोई किनारा ! … मनवा ! क्यों नहीं …
जब जब सोया , रहं भरमाया ,
टूट रहा सब तेरा खेला ;
जाग पियारे ! पियु पुकारे ;
बीत चली पिय-मिलनकी बेला ! .. मनवा ! क्यों नहीं …
(७७)
तन संवार जोबनरस लूंटा ,
मन हु मन मायामें जूटा ,
धनपति भयो , न तृप्ति छिन पायी ;
रति – रक्त बन उमर गंवायी !
ये सब खेल खेल जब थाको ,
देखा हाथ कछु नहीं आया ,
और दीया जब बूझन लागो ,
तब मति खूली ; किन्तु भरमाया !
टूटा तनु सब बीगरी ध्यावे :
हाय ! हाय ! छिन छिन पछताये ;
बात न बने ; समझ मन , प्यारे !
मायिक मन कब श्याम सिधारे ?
खेल ख़तम ; बाती जल थाकी ,
तब कब भक्ति सहज बैरागी ?
क्यों पछताय ? भूल मत , मनवा !
बीत गयी भी आये ; पगला !
समो न ; फिर भी ‘ग़र जो जागा ,
रुक़ ना ; करले मन बैरागा !
अंत समय ‘ग़र हरिको ध्याया ,
जनम-जनम का रहै सुभागा !!
(७८)
क्यों मन भटकत ? जाग, अभागा !
काया कूड़ली कंचन वर्णी
कहं तक दे सथियारी ?
मर्कट मन कूदन नहीं भूलै
जब त क सांस-सहेली !!
सांस थमी , भसम भयी काया ,
जग आखिर अंधियारा ,
सोच , छोड़ जग-खेला ; अब ही
पिकी पकड़ डगरिया !!
पिय पोंखत तुज राह ; निहारत
पल पल द्वार चिती का ,
उठ-चल ; दोर पकड़ प्रानन की ,
भर दिल में उजियारा !!
(७९)
मनवा ! काहे तू भरमाया ?
तेरा एक ही केवल साया !
पोथी पढ़ पढ़ क़हां तक आयो ;
पंडित भयो , कछु नाम कमायो ,
नाच्यो बहुत , बहुत धन पायो ;
पर पियु पास तनिक भी न आयो !
बिनु प्रेम पियु पास न आवै ,
मिले न कुछ बिन बिरती पाये !
जो कुछ पाया , छिन भर तेरा ,
कहां चल लेय ऊठै जब ड़ेरा ?
अब भी समो ; नहीं बीत गयी बेला ;
ऊठ चल अब ही ; छोड़ जमेला !
समज , मू ढ़ ! तू कहां तक सोये ?
क्या पाये नित नव-बीज बोये ?
क्या सोचे ? यहां कुछ भि न तेरा ,
एक दिन देख ऊठेगा ड़ेरा ;
छोड़ छोड़ ; अब उठ चल ; प्यारे !
चैन न कहीं बिन श्याम सिधारे !!
(८० )
मनवा ! छोड़ छोड़ स ब खेल ,
श्याम से कर ले दिल भर मेल !
श्याम पुकारा , राम पुकारा ,
अपना खेल रचाया ;
राम-श्याममें प्राण न तेरा ,
ख़ुद ख़ुदमें फिसलाया !
क्यों आवै तव राम पास
जब दिल संसार बसाया ?
तेरे भीतर बैठ , सोच , वह
मंद रह हु मुसकाया !!
राम-राम तू मुख़से बोले ,
राम न दिल में तेरे ;
तेरा राम बसै तुज भीतर
पल पल देखत खेला !!
सुनले वह मुसकान , बावरे !
छोड़ दिखावा तेरा ;
जाग ! एक कर दिल-मन , प्यारे !
श्याम-शरन कर ड़ेरा !!
(८१ )
मनवा ! ढूंढ़ ले सही सहारा !
जिस जगमें तू झूम रहा है
उसका कोई न आरा ! .. मनवा ! …
कितना तूने सपन सजाया , सपना कभी न अपना ;
हार हार तू थाका , पगला ! फिर क्यों रह हु मतवारा ?
थका दीया जल , लगा बूझन को , आश पाश बन हारी ;
फिर भी तू क्या ढूंढ़ रहा है ? ड़गरी छांड़ पियनकी !
यह संसार तुझे ना छोड़े ‘गर ना बीती सोचे ;
क्या पाया और क़हं हु गंवाया ? कुछ तेरे नहीं बसमें !
बन पतंग तू चढ़ै गगनको , दोर हाथमें टूंकी ,
एक पवन का झोंका , बस फिर कटी पतंग , रसी छूटी !!
सोच ! जाग ! मूरख , क्यों सोये ? पिकी पकड़ ड़गरियां ,
छोड़ गठरी , अब लग चल , प्यारे !
श्याम ही सही सहारा !!
(८२)
मनवा ! समझ ; गयी ना बीत!
जब जागे तब हुआ सबेरा ,
सोवत ना तव मीत !
मनवा ! समझ ; गयी ना बीत !!
तू क्या ढूंढ़े ? ढूंढ़ रहा वो
देखत बिनु दिन-रैन ;
जब लग़ तू न सिधारे पथ पर
रहै न उसको चैन !
मनवा ! सोवत क्यों ? नहीं रैन !!
जाग , मूरख ! अब कहं लग सोवत ?
बीत रही है बेला ;
आयी खोय , रहेगा सोवत ,
मिटै न भव-भव खेला !
चल , जग ! समझ : गयी ना बेला !!
क्या सोचे ? सुन ; पियु पुकारे ;
ऊठ , चल ! छोड़ गठरियां !
एक सहारा , ओर न आरा ,
पिकी पकड़ ड़गरियां !
भूल मत ! एक ही यही किनारा !!
(८३)
मनवा! चाहत सोना ? पड़ रह , प्यारे !
हिन बकवास न कर !
तेरे रामकी निंद हराम न कर !!
दिलमें तेरे राम नहीं जब , वृथा लेत क्यों नाम ?
प्राणमें जो ना भाव भक्तिका , है ब्यापार तमाम !
छोड़ दिखावा , ऊठ चल ; प्यारे ! रामसे तुज दिल भर !
सोच ! तेरे रामकी निंद हराम न कर !!
तेरे राम बसै तुज भीतर , देख़त पल पल खेल ;
दिल बिन निकसी मनकी गतिसे उन का ना कोई मेल !
दिल-मनका शुभ मेल सजा प्रभु-पुकारसे दिल भर !
देख़ ! तेरे रामकी निंद हराम न कर !!
जाग़ , मूरख़ ! मत रह भरमाया ;
राम तेरे बिन खोये खोये
देख़त राह जगनकी तेरे ,
तुज बिन पल भर ही नहीं सोये
‘गर जागा , साया बन तेरा पकड़े कर उस पल !
राम कभी सोये ना पल भर !!
(८४)
खेलत खेल , रहत नहीं बसमें,
हर पल नविन नठोर ,
मन , तू करता बहुत ही शोर !!
बहुत मनाया , खूब समझाया ,
फिर न मूके तव दोर ,
मनवा ! करता क्यों तू शोर ?
देखत हूं तू कहं लग ग़रजै !
करता हर पल हीन प्रलाप !
जागा प्राण , न फिर तू अपना ,
व्यर्थ बने तव सपन-सुहाग़ !!
जब न रहा मन मन ही, प्यारे !
अग़न-खेल जग़का ऊठ भागै ,
जानुं , आखिर तू बस मन है ,
हार न जाने ; अपनापन है !
लेकिन तू जो ठहरा चंचल ,
क़हां तक पकड़ेग़ा तव अंचल ?
छोड़ , छोड़ सब खेल , दुलारे !
प्राणसे अब कर मेल , पियारे !
मन , दिल , प्राणका सही मिलावा
बिन साधै ना कोई किनारा !!
(८५)
मनवा ! मत रह अंध नठोर;
ऊठ चल ! अब भयी तेरी भोर !!
जानत हूं , तू कब हु न हारा ,
ग़रज बरस तरसत मदमारा ;
लेकिन जब यमनौबत बाजै
तब न रहेगा कोई आरा !
बंध कर अपना हीन सब शोर ,
मनवा ! मत रह अंध नठोर !!
भूल न , यह जग कब हु न तेरा ;
रहत खींच , खुद खेलत खेला !
बन चकचूर न रह भरमाया ;
राम ही तेरा आख़िर साया !
छोड़ सब , अब चल उसकी ओर ,
मनवा ! रह मत अंध नठो र !!
राह कठिन , पर और न चारा ;
छांड़ राग ; चून सही सहारा !
हार न जाने तू , फिर डर क्या ?
प्राणनने है तु झे पुकारा !
चल , ऊठ ! पकड़ प्राणकी दोर ,
मनवा ! रह मत अंध नठोर !!
(८६)
जान मन ! आज न हम है तेरा !
अब यहां किसी ओरका डेरा !!
कलकी न जानुं , तुझे पहेचानुं ;
छोड़े ना तू अपना घेरा !!
फिर भी , मनवा ! भूल न प्यारे !
प्राण से हमने जोड़ा नाता !
चाहे लाख तू भरे उधामा ,
देख़, बस ! हम ना अब है तेरा !!
बहुत सजाया रंग सुनहरा ,
नाच नाच तू कबहु न हारा ,
पर तेरी यह चाल , दुलारे !
बहुत पुरानी , अब न तू मेरा !!
अब मैं अपने रंग ही राचा !
उठ चल , ढूंढ़ ले ओर ही नाता !!
रहने दे मुझे अपनी गतमें ,
चहत हूं डूबना रामकी रतमें !
प्राण पुकारे : “छो ड़ सब नाते,
तेरा ना कोई अन्य , पियारे !”
रहना फिर ‘ग़र साथ हमारे ,
अब न समा ; कुछ सोच , बावरे !
रुक्ष पुराने छांड़ खेल , मन !
प्राणसे दिल-भर साध मेल , मन !!
(८७)
जब देखा , देखा जग जूठा;
सपना सब संसार ! — जान मन !
ना तू तन ! नश्वर बिन चेतन !
बदले जो छिन छिन – ना तू मन !
अंश दिव्य तू परम ज्योतका
विलसित जो अवनि अंबरतल !
रे मन छोड़ मोहनी सारी ,
आतम तू ; मन तुज पटरानी !
विश्वज्योति जो झगे चराचर
जिससे नित्य अभिन्न अविच्छित
विलस रहा तेरा यह जीवन !
बहक़ न मन ! किस देश को ढूंढे ?
संभल पांव , किस धरती रोंदे ?
‘ग़र जो गीरा , गया गर्त में ;
कौन सूने किसकी ?– मन ? आतम ?
छोड़ मन मोहनी ; भज मनमोहन !
मन माया , मनमोहन साया !
(८८ )
हम आर्य सभी बन आर्य विश्वको आर्यभावसे भर देंगे !
हम काम क्रोधको दूर भगाकर जगमें प्रेम बढ़ाएंगे !
इस अंतरमें अभिमान न हो , तलभर भी यहां गुमान न हो !
ना स्वार्थ, लोभके बंधनमें इस मनको ही अवलंबन हो !!
ईर्ष्याको मार भगाएं हम, और त्यागभावको अपनाएं !
इस विध हम सच्चे मानव बन , जगमें मानवता भर देंगे !!
ना गर्व धरें मनमें अपने ,
बस रहें जीवनमें नम्र सदा !
हम निर्भय किन्तु सहिष्णु बन
जल-थल को उज्ज्वल कर देंगे !!
यहां धर्म रंगका भेद न हो ;
नहीं न्यात-जातका भान भी हो !
बस छोटेसे इस अंतरमें
विश्वैक्य विराट ज्वलंत रहो !!
यह मंत्र हमारे जीवनका ,
यह नारा आत्म समर्पण का !
अवनि , अंबरमें फैलाकर
हम आर्यभाव को अमर करें !!
^
+ * + * +
*
(८९ )
या देवी सर्व भूतेषु चिती-रूपेण संस्थिता
शक्तिरूपा शान्तिरूपा श्रद्धारूपा रूपातिता ,
चेतना सर्व भूतानाम् विष्णुमायेति शब्दिता ,
मुक्तिदाता तु या माता सा मातृचरणे नमः !!
जगद्धात्री जगज्जननी जगत्संहारिणी शिवा
त्रिगुण्मयी गुणातीता त्रिनेत्री सा गुणप्रदा !
आद्यशक्ति महादेवी सिद्धिदा शुद्धबुद्धिदा
आद्यन्तरहिता माता भक्ति भुक्ति च मुक्तिदा!!
स्वयं ज्योतिस्वरूपा च ब्रह्मरूपा चिदंबरा
જ્ઞાनप्रदा चिदानंदा सर्वसाक्षी ऋतंभरा ,
जगन्माया जगद्वन्द्या , नमामि योगिनां प्रभाम् !
करुणामયિ ! नमस्तुभ्यम् ! प्रसीद देवि प्राणदा !!
(९ 0 )
जय देव ! जय देव !
वंदे गोपालम् ! जय वंदे गोपालम् !
राजीव लोचन श्यामल मधुमुखरित वदनम् !!
जय देव ! जय देव !
त्रिगुणातीत विश्वंभर वांछित फलदाता ,
पूरणब्रह्म पुरुषोत्तम जय त्रिभुवनत्राता !!
जय देव ! जय देव !
उर दौर्बल्य विदारक मंगलमय धाता,
भुक्ति मुक्ति प्रदायक करुणामय दाता !!
जय देव ! जय देव !
जन्म कर्म फल दाता भुवनाष्टक पाता,
संसारार्णव तारक वंदे गोपाला !!
जय देव ! जय देव !
(९ १)
स्वहृदि स्थिते देवि ! भवानी भुवनेश्वरि !
महादेवि ! नमस्तुभ्यम् त्राहि मां परमेश्वरि !!
शांकरी शक्तिरूपिणी , भैरवी भवतारिणी ,
जगदंबा चिन्मयी धात्री भुक्ति मुक्ति प्रदायिनी !!
महाकाली महामाया महासंहारिणी शिवा ,
चामुण्डा चंडिका चौला जीवनं प्राणिनां प्रभा !!
आद्यशक्ति जगज्जननी मोहिनी मदमर्दिनी ,
ब्रह्मरूपा रूपातिता मायाविनी महेश्वरी !!
अंबिका पार्वती दुर्गा सर्वसाक्षी ऋतंभरा ,
प्रसीद प्राणदा देवि ! चितीशक्ति चिदंबरा !!
! ~ * ~ !
!
(92)
Oh God! Oh Lord of this life divine!
Steer Thou clear this old boat of mine.
Old and worn out has this leaking vessel been,
Hard-hit by storms and turbulents unseen.
Away it twiddles being out of its gear;
Who but my Savior can steer it clear?
Help me, my Master! ere it wrecks and it sinks,
For twirling and hurling its ruin stands on brinks.
All drained and defeated come I to Thy door
In hope and good faith leaving all the worldly lure.
Lift me up, my Master! ere this mulish mind of mine
Takes back to old trends all sluggish and supine.
Leave me not uncared-for.
Oh! Make me ever Thine;
Take me up, up, me Lord!
My Savior Divine!
(93)
Dimly it burns, oh!
Dimly the flame burns,
The light of my inner lamp
Ever so dimly burns!
The cavern of this mind forlorn
Is pining for I know not what;
The sinking solitary sieving eve
Doth cast the pinkish glow ashore.
Time it is for this cooing self
To greet departing withering bye;
Wherefrom, then, this lurking light
Gushed glowing in this heart supine?
Right on the brink of this mutinous self
Some hidden pining warmth doth peek
Making this heart lightly blink,
I know not why, with a hidden hint.
Come, me Lord! Come; greet the doors
Of this lonesome, seething solitary self
Long pining in its secluded serge;
A solace be to this heaving elf !
(94)
Oh Lord! The very breath of mine,
Oh Savior of this life divine!
To Thee in earnest have I come
All tired and utterly drained.
With a will for final surrender
And resignation all inborn,
In heart-felt total submission
All inward bound come I all torn.
Submitting to the Mighty Thee
This twiddly little self of mine,
Here have I come, me Lord Divine!
In the blessed lotus feet of Thine.
Give me the strength, my Master Great!
I so languidly ever did lack
To walk the path I meekly ventured
With shaky faith in Thee to tread.
That path in inborn love sublime
With arcane care didst Thou design
Lead me on to that delineated trail
With trust so ardently assigned.
Please accept me, my Lord Divine!
Whatever my inward standing be;
Molded in Thy cast I’ve been,
So take me promptly in Thy lee.
Make, mend or mar me,
For perfect I can’t be;
I’m what I essentially am,
So kindly bear with me.
For if you won’t, my Master!
My Protector Divine!
Who else but my savior
Need I call for care benign?
That soothing touch,
That fleeting glimpse,
Thine all-inspiring company,
Incessantly prompting me
Through amply assigned goal to Thee.
Let that remain the thirst, me Lord!
Of this heart pulsating in dismay,
Prompting this feeble self of mine.
‘Lead Thou me on,’ is all I pray.
(95)
“Awake, oh living emblem
Of kindly, loving Light Divine!
Behold the shining virtue
Of hidden sacred love sublime!
Lo! At thine earthly chamber
Doth peace eternal ever shine ,
For there no truth, no beauty,
Nor goodness ever doth decline.”
Wherefrom doth rise this beckoning,
A ‘Call’ so full of hope benign,
A ring endowed with hastening
For beauty, love and lure Divine?
But still to me, oh massive lump
Of flesh and blood of sanguine dye,
Thou art a surly swelling dump
That prompts me, oh! to Lord defy !
There !! … All but lost in flirting flight
Of madness and of fancy free,
Lo! What a shocking smothering sight
Seems surging! Oh! At whose decree ?
For what I see is all so cold
A conglomeration of venomous parts;
All sinking, wringing I behold
A hovering host of hungry hearts : —
The heart that sinks in gulping greed,
The heart so trapped by caste and creed
The one that jolts all life asunder
And to self just clings in wonder.
The heart devouring pomp and power,
One so lost in mean maneuver,
Full drunk with pride and prejudice,
And love all mixed with deep malice.
Oh! Human hearts! So sore to see,
All dripping, bloody, panicky,
A lustful gust of longing fleet,
A holocaust of dreamland sweet!
Stop! Stop! No more my heart can take
This sickening sight so full of fake;
Stop, stop! Oh drum of dull despair,
Thy somber sound I shun to share.
* * *
Nay; Hark! Wherefrom doth rise this chant
So charmed with mystic melody?
Behold, oh heart, in dull resent
Miss not the oozing rarity !!
The heart that pines for beauty
To ease the thirst of inward eye,
The heart that longs for duty
To comfort many a surging sigh!
The heart in greaf fails not, nor flees
From strife, but boldly bears the share,
The heart that seeks the inward bliss
Untouched, unbowed by worldly care!
The heart that strives for knowledge wide
To get a hearty fill of yore,
All bent to take a dip inside
And think no more of outward lure!
And there, oh joy! What beauty!
The light doth dawn, oh heart supine!
Lo, hark! Oh Living Deity,
The distinct ‘Ring’ of the Inmost Thine!
Oh Heart! Oh Eternity!
If Thou doth simply cease to feign,
Thou sure, oh Living Beauty,
Shall Love the Lord thou doth disdain!
(96)
Oh ye bundle of misgivings,
Oh stock of faults and foolery,
Oh emblem of wisdom and virtuous wings
Oh epitaph of jargon and jugglery!
Rejoice! Thou hast in thee some stains,
Some spots – inklings of dawning morrows –
For these adorn thy tumultuous mains
That mark for thee new heaven’s furrows.
Thank thee, ye vibrant stupidity,
The veiled mother of hidden height,
Thou bringeth forth the font of knowledge
To light with all thy virtuous might!
Oh night! Oh soothing darkness dear,
The venerable nurse of vibrant yore,
I do adore thy sanguine cheer,
Oh harbinger of Light asore!
There amidst all ugly shame
A man’s eternal honour shines;
Weigh not the present with the past,
For everything in time declines.
Things, for sure, do ever change
And bring each day some hope anew;
If horizon in eve burns red,
Crimson is the morn-sky too.
For, if there be no misery,
Where would happiness find a treat?
For lack of sprouting ignorance
Knowledge all in vain will quit.
Hate not the wrong, nor hate the rot;
For right prevaileth save it not;
Blame ye not the renowned sinner,
In him doth shine tomorrow’s seer!
Judge not a thing from its outer sheath,
Wooven is the cocoon by silk underneath;
Albeit, it may hide a worm looking dead,
May be, there lies dormant a butterfly clad!
Worship the intrinsic worth of a man,
Hind not the tint nor the sodden stain;
Fondle the heart of a sighing fan,
The sooth may bring him hope again!
Forget thee not thy pitfalls, brother –
Thy dawning morrow’s blooming hopes,
Fear not a fall; aim high. Why smother?
Gird up thy loins; tame not thy mopes.
A beacon be in the darkening night,
Be thou a strength to those in plight,
Be thou a hope where dismay prevails
And a sparkling glee amidst all wails !
What’s a man but a flickering flame,–
A gamely blend of fame and shame?
What’s a man devoid of guilt,–
A bubbling ball of blame-free built?
If thou beareth blameless, spot-free gait,
An emblem of piety, a purity divine
Thou art for sure a god incarnate
Or else a stony carcass supine!
Bend ye, and lift the lying trodden,
Crutches to the limping be,
An eye to sightless dismal brethren,
A pride to the parted pedigree.
Tha…t, That’s life, indeed, my dear,
A living font of hope and care;
That’s the bloom of virtue clear,
A sublimity with no despair!
For, who pacing the earth
Can ever blameless be?
Can one born of a woman
Ever truly be spot-free?
(97)
Open up! Unfold the hidden light, Unfold.
Oh ye mariner sailing the Spiritual sea !
Unfold ! Open ye up! Unfold !
Of the world around, you have in profundity.
Unfold the sails; wait not for gale;
What though the wind waves not a hail !
Fasten thy mast and steer ye straight
With heart within and an upward gait !
If rough be the sea, sail smooth and sound;
Take steer to the lee, be upward bound !
Open up ! … Now !! … Unfold !
Of ye lonely, forlorn, solitary stoic !
Open up ! Unfold !
Ere the ‘ Long Night ’ at thy door doth pound ,
To Reality calling a Wake henceforth be bound.
Just Meditate ; Simply ‘Be’!
Be a living spark to The Great Eternity.
(98)
Let this my mind and my limpid heart
Ever remain lured with love abound
In pure, unconditioned unison,
With Thee, me Lord! steadfast and sound.
Cease not to keep this impish little self,
Me Lord, forever inward bound,
And thou, my pining heart! rest not
Till thy love-lured Lord is truly found.
Give me the strength to greet in cheer
My self-accrued miseries petrifying my glee,
Shrink let me not from Thine ever-loving care
And an easy prey be to this ephemeral me.
If ever be a chain there tightly to grip
This maudlin dwarfish puny me,
Let then Thine oozing love benign
My linking fetters ever be.
Lack let me not my inner potent grit,
Nor be a prey to limitations blind,
With valor and in faith help me solemnly tread
Thine aptly chosen path so lovingly assigned.
Let not this mulish mind of mine
A prey to worldly ventures be,
Dibbling and draining day and night
The inner urge that pines for Thee.
Let sure my never failing friends
These pains and mundane miseries be,
But let not these temporal charms drag me
Away from full-fledged faith in Thee.
All I ask is a petty little space
To be a window of Thy Heart,
And boost this thirsting self to Thee
Watching its limpid laziness depart.
And then, when fully freed
From this world, all-torn,
Come I heart and soul
In repentance inborn
To subdue this petty ‘self’
With anguish long-stored,
Spare me a tiny place
At Thy Lotus-feet, me Lord!
!^!
~ ! * ! * ! ~
*
*
કહ્યું છે :
“ધાર્મિક તે છે જે પુણ્ય કરે છે; કિન્તુ પાપથી દૂર જવા કોશિશ
કરતા નથી. ધાર્મિક બનવાથી આધ્યાત્મિક થઈ જવાતું નથી.
અધ્યાત્મ તે છે જે પુરુષાર્થથી પ્રેરાઈ, અધિકારથી ઊઠી ,
પ્રકાશ પ્રતિ ગમન કરવા પ્રેરે.”
સાચા-ખોટાનો, સારા-નરસાનો ભેદ સમજી, ‘સાચું માટે સારું’
એ સ્વીકારી , એ સ્વીકૃત દિશા પ્રતિનું પ્રયાણ તે પુરુષાર્થ .
તું ઊઠ અને પુરુષાર્થી બન.
પહેલાં અંતર-અંધકારને હઠાવ;
પછી બધે પ્રકાશ જ પ્રકાશ છે.
પ્રકાશ તે પામે છે, જે અંધકાર સામે ઝઝૂમે છે.
નરેશ જોષી.
! ^ !
! ~ * ! * ~ !
!
*
*
Life cannot be lived by dry philosophy, nor can it be beautified by sheer imagination. Life is much more than fantasy and philosophy. To enrich it, let us learn to look at our own lackings, our pitfalls and short-comings. It is they that give meaning and value to life, and enrich it. Being blind to them is being blind to the very Cause of Life.
Be watchful, vigilant, and ever … ever awake.
Be enriched and remain ever so happy. … Amen.