રીબૂટ એટલે બંધ કરવું અને પછી તરત ચાલુ કરવું. એ રીતે કે એ રસપ્રદ બની જાય. ખોરાક, કબાટ, બેડરૂમ રીબૂટ કરી શકાય. કામનું ટાઈમ ટેબલ રીબૂટ કરી શકાય. ફરીથી અને રસપ્રદ. નવેસરથી નવી શરૂઆત. નવી ગિલ્લી નવો દાવ. નવેસરથી જીવવું. આમ જિંદગી પણ સ્માર્ટ ફોન જેવી જ છે. રીસ્ટાર્ટ કરો, રીબૂટ કરો એટલે હાલનો ગૂંચવાડો હલ થઈ જાય. એટલું કે સ્માર્ટ ફોનમાં ફેક્ટરી સેટિંગ પાછું કરી શકાય. જિંદગીમાં એવું સેટિંગ થાય નહીં. ક્યારેક અતિશય કે ચરમ રીબૂટ પણ કરવું પડે. નવું શહેર, નવો નોકરીધંધો, ક્યારેક તો સાવ નવો દેશ..ચેઇન્જ જોઈએ સાહેબ! આપણી જિંદગી, આપણી ડીઝાઇન..હેં ને?

